________________
૨૯૮
જિનતત્ત્વ શેમ્પ વગેરેનો છૂટથી ઉપયોગ કરવો, વખાણવાં, વસ્ત્રાલંકાર વધુ પડતાં રાખવાં, ફેશનને અનુસરવું, ઇચ્છાઓ અનુસાર લુબ્ધ બનીને બધે દોડતાં રહેવું એ ભોગોપભોગનો અતિરેક છે. ગૃહસ્થ જીવનમાં કેટલુંક કરવું પડે તો પણ એમાં વધુ પડતો રસ લઈને ચીકણાં કર્મ ન બાંધવાં જોઈએ.
- પાક્ષિક, ચાતુર્માસિક, સાંવત્સરિક વગેરે મોટાં પ્રતિક્રમણમાં આપણે જે અતિચાર બોલીએ છીએ તેમાં આ વ્રત વિશે આ પ્રમાણે બોલીએ છીએ : “આઠમે – અનર્થદંડ, વિરમણવ્રતે પાંચ અતિચાર, કંદખે કુકઈએ, કંદર્પ લગે વિટચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. પુરુષ- સ્ત્રીના હાવભાવ રૂ૫ શૃંગાર વિષયરસ વખાણ્યા, રાજ કથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી, પરાઈ તાંત કીધી, તથા પશુન્યપણું કીધું, આર્નરૌદ્ર ધ્યાન ધ્યાયાં. ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ, અગ્નિ, ઘરંટી, નિસાહે, દાતરડાં, પ્રમુખ અધિકરણ મેલ દાક્ષિણ્ય લગે માગ્યાં, આપ્યાં. પાપોપદેશ દીધો, અષ્ટમી, ચતુર્દર્શીએ ખાંડવા દળવા તણા નિયમ ભાંગ્યા. મુખરપણા લગે અસંબદ્ધ વાક્ય બોલ્યા, પ્રમાદાચરણ સેવ્યાં, અંધોલે, નહાહણે, દાતણે, પગધોઅણે, ખેલ, પાણી, તેલ છાંટ્યાં, ઝીલણ ઝીલ્યા, જુગટે રમ્યા, હિંચોળે હિંચ્યા, નાટક પ્રેક્ષણક જોયાં, કણ, કુવસ્તુ, ઢોર લેવરાવ્યાં, કર્કશ વચન બોલ્યા, આક્રોશ કીધા, અબોલા લીધા, કરડા મોડ્યા, શાપ દીધા, ભેંસ, સાંઢ, હુડ, કૂકડા, શ્વાનાદિક ઝુઝાર્યા, ઝૂઝતા જોયા, ખાદિ લગે અદેખાઈ ચિંતવી, માટી મીઠું, કણ, કપાસીયા, કાજ વિણ ચાંપ્યા, તે ઉપર બેઠા, આલી વનસ્પતિ ખુંદી, સૂઈ શસ્ત્રાદિક નિપજાવ્યા, ઘણી નિદ્રા કીધી, રાગદ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર પછી, એકને મૃત્યુહાનિ વાંછી.'
આઠમે અનર્થદંડ-વિરમણ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર પક્ષ દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય તે સવિ હુ મન, વચને, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં. (બસો વર્ષ પહેલાં લખાયેલા આ અતિચારને હવે આધુનિક રૂપ આપવાની આવશ્યકતા છે. કોઈ સમર્થ આચાર્ય ભગવંત આ કાર્ય કરે તો તે સર્વમાન્ય થાય.) પ્રકાશસિંહ મહારાજે અનર્થદંડ ઉપર છપ્પો લખ્યો છે. તેમાં કહ્યું છે :
વશ રાખજે તારી જીભડી, અનર્થ દંડે, કામ ન સિજે આપણું, તું શીદને મંડે, જેથી લાગે પાપ, તેથી તું અળગો રહેજે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org