________________
૨૩૭
અગિયાર ઉપાસક – પ્રતિમાઓ
[ સમ્યત્વયુક્ત જીવની કાયા કે જે મિથ્યાત્વનો ક્ષયોપશમ થવાથી (શાસ્ત્રવિરુદ્ધ) કુગ્રહરૂપી કલંકથી રહિત હોય છે, તેને અહીં દર્શનપ્રતિમા સમજવી. ]
પ્રતિમાધારી શ્રાવક હવે “દેશવિરતિ સમ્યગુદષ્ટિ' નામના પાંચમા ગુણસ્થાનકે આવી જાય છે. પહેલીથી અગિયારમી પ્રતિમા સુધીનો શ્રાવક પાંચમા ગુણસ્થાનકે હોય છે. તે વિતરાગતા અને નિર્વિકલ્પ દશામાં ઉત્તરોત્તર પ્રગતિ સાધતો રહે છે.
સમક્તિના ૬૭ બોલમાં સમ્યક્તનું સ્વરૂપ વિગતે સમજાવવામાં આવ્યું છે. શંકા, કાંક્ષા વગેરે પાંચ દોષોથી રહિત, શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકય એ પાંચ લક્ષણોથી યુક્ત, સ્થિરતા વગેરે પાંચ ભૂષણોથી ભૂષિત, મોક્ષમાર્ગરૂપી મહેલના પાયારૂપ, તથા દેવતા, રાજા વગેરેના અભિયોગથી ભય, લજ્જા વગેરે ન પામનાર એવા નિરતિચાર સમ્યક્ત્વનું ઓછામાં ઓછું સતત એક મહિના સુધી પાલન કરવું તે દર્શન પ્રતિમા છે. પ્રતિભાધારી શ્રાવક સંસાર, શરીર, ભોગોપભોગ ઇત્યાદિથી વધુ અને વધુ વિરક્ત થતો જઈ તત્ત્વોનું સંધાન રાખે છે અને સર્વજ્ઞકથિત આત્મભાવમાં, જ્ઞાયકભાવમાં રહે છે. ત્યાર પછી પણ એની સમ્યકત્વ પ્રતિમા ચાલુ જ રહે છે.
બીજી વ્રત પ્રતિમા શ્રાવકની બીજી પ્રતિમા તે વ્રત પ્રતિમા છે. તેમાં બાર વ્રતોનું પાલન હોય છે. આના પરથી કેટલાક એવો અર્થ કરે છે કે પહેલી પ્રતિમા ધારણ કરનાર બાર વ્રતધારી જ હોય એવું અનિવાર્ય નથી, કેટલાક કહે છે કે દર્શન પ્રતિમા ધારણ કરનાર શ્રાવક બાર વ્રતધારી પણ હોવો જોઈએ. આમાં મતાન્તર છે.
આ બીજી પ્રતિમા અનુસાર શ્રાવકે બે મહિના સુધી સમ્યક્ત્વ સહિત પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતનું પાલન કરવાનું હોય છે. આ વ્રતપાલન નિરતિચારપણે અને અતિક્રમાદિ દોષ સેવ્યા વિના નિ:શલ્ય થઈને કરવાનું હોય છે. વ્રતોમાં પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, સ્વદારાસંતોષ અને પરિગ્રહ-પરિમાણ એ પાંચ અણુવ્રત છે. દિગુપરિમાણ વ્રત, ભોગપભોગ-પરિમાણ વ્રત અને અનર્થદંડ વિરમણ વ્રત એ ત્રણ ગુણવ્રત છે. સામાયિક વ્રત, દેશાવગાસિક વ્રત, પૌષધ વ્રત અને અતિથિસંવિભાગ વ્રત એ ચાર શિક્ષાવ્રત છે. ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ સાતને શીલવ્રત કહેવામાં આવે છે. આમ, શ્રાવકનાં બાર વ્રત છે. આ બારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org