________________
અવધિજ્ઞાન
જૈન ધર્મમાં જ્ઞાનના પાંચ પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) મતિજ્ઞાન (૨) શ્રુતજ્ઞાન (૩) અવધિજ્ઞાન (૪) મન:પર્યવજ્ઞાન અને (૫) કેવળજ્ઞાન.
જીવો પોતાની ઇન્દ્રિયોની અને મનની મદદથી જે જાણે તથા દેખે એવા વિષયો મતિજ્ઞાનમાં અને શ્રુતજ્ઞાનમાં આવી જાય છે. ઇન્દ્રિયો અને મનની મદદ વગર, માત્ર આત્માની શુદ્ધિ અને નિર્મળતાથી, સંયમની આરાધનાથી સ્વયમેવ પ્રગટ થાય એવાં અતીન્દ્રિય અને મનાતીત જ્ઞાનમાં અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન ગણાય છે. ઘાતિ કર્મોના ક્ષયોપશયથી અવધિ અને મન :પર્યવ ઉત્પન્ન થાય છે અને ઘાતિ કર્મોના સંપૂર્ણ ક્ષયથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. જીવને જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે ફક્ત એ એક જ જ્ઞાન રહે છે, બાકીનાં ચારે જ્ઞાનનું સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. કેવળજ્ઞાનમાં એ ચારે જ્ઞાનનો વિલય થઈ જાય છે. જે જીવને કેવળજ્ઞાન પ્રગટ થાય એ જીવ એ જ ભવે મોક્ષગતિ પામે છે. કેવળજ્ઞાન પછી પુનર્જન્મ નથી.
“અવધિ” શબ્દ ઉપરથી પ્રાકૃત-અર્ધમાગધીમાં “દિ' શબ્દ આવ્યો છે. અવધિજ્ઞાન માટે ઓહિસાણ શબ્દ પ્રાકૃતમાં વપરાય છે.
અવધિ શબ્દનો એક અર્થ થાય છે મર્યાદા, સીમા. આથી કુંદકુંદાચાર્યે અવધિજ્ઞાનનો સમાજ્ઞાન તરીકે ઉલ્લેખ કર્યો છે.
વ્યુત્પત્તિની દૃષ્ટિએ “અવધિ’ શબ્દ સવ + આ ઉપરથી બનેલો છે. આવા એટલે નીચે અને ઘા એટલે વધતું જતું. ૩ઘો વિસ્તારમાન ઘવતત્ય | ક્ષેત્રની દૃષ્ટિએ અવધિજ્ઞાન, એકંદરે ઉપરની દિશામાં જેટલું વિસ્તાર પામતું હોય છે, તેના કરતાં નીચેની દિશામાં વધુ વિસ્તાર પામે છે. માટે એને અવધિજ્ઞાન કહેવામાં આવે છે. “અવધિ' શબ્દનો માત્ર મર્યાદા એટલો જ અર્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org