SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ જિનતત્ત્વ રીતે વર્ગીકરણ કરીને ચાર મંગલ દર્શાવવામાં આવે છે. એમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેનો વિશાળ અર્થમાં “સાધુ'માં સમાવેશ કરવામાં આવે છે, અને નવકારમંત્રની ચૂલિકાની ચાર પંક્તિ “ધર્મ'ની સૂચક બને છે. આ રીતે નવકારમંત્રને ચાર મંગલમાં પણ દર્શાવી શકાય-અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ. એટલા માટે “ચત્તારી મંગલ'ની પ્રાર્થના કરાય છે : “ચત્તાકર મંગલં, અરિહંતા મંગલ, સાહૂ મંગલં, કેવલી પરણતો ધમ્મો મંગલમ ' વર્તમાન અવસર્પિણીને લક્ષમાં રાખી કેટલાક ચાર મંગલ નીચે પ્રમાણે બોલે છે : મંગલ ભગવાન વીરો, મંગલ ગૌતમ પ્રભુ ! મંગલ લિભદ્રાઘા, જેન ધમોસ્તુ મંગલમ્ | અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારે મંગલનો વિશાળ અર્થમાં એકમાં જ સમાવેશ કરવો હોય તો તે ધર્મમાં જ કરવો પડશે. એટલા માટે જ કહેવાયું છે : ધમ્મો મંગલ ઉક્કિઠો અહિંસા, સંજમો, તવો . આમ ઉત્કૃષ્ટ મંગલ, મહામંગલ તે ધર્મ છે. એની આરાધના અહિંસા, સંયમ અને તપ દ્વારા કરવાની છે. જીવને સંસારના પરિભ્રમણમાંથી છોડાવી મોક્ષગતિ માત્ર ધર્મ જ અપાવી શકે. એટલા માટે ધર્મને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ, સર્વોત્કૃષ્ટ મંગલ તરીકે સ્વીકારવામાં આવ્યો છે. એનું વિસ્મરણ ન થાય એટલા માટે રોજેરોજની પ્રાર્થનામાં, ધર્મક્રિયાઓમાં શુભ અવસરે બોલાય છે : સર્વ મંગલ માંગલ્ય, સર્વ કલ્યાણ કારણ; પ્રધાન સર્વ ધર્માણાં, જેન જયંતિ શાસનમ્. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002040
Book TitleJintattva Granth 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2007
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Articles, & Religion
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy