________________
૪૦
જિનતત્ત્વ તરફથી, ક્યારેક તો ખુદ મહાત્માની જ પ્રેરણાથી આવી કેટલીક ઘટનાઓને અવધિજ્ઞાન તરીકે ઠસાવવાનો હેતુપૂર્વક પ્રયાસ થતો હોય ત્યારે વિચારશીલ માણસે તેથી ભોળવાઈ જવું ન જોઈએ. આ કાળમાં અવધિજ્ઞાન જેને-તેને થઈ શકે એવું અવધિજ્ઞાનનું સ્વરૂપ નથી. કોઈ પોતાને અવધિજ્ઞાન થયું છે તેવો દાવો કરે અથવા બીજાને થયું છે એવો દાવો કરે તો પ્રત્યક્ષ કસોટી વિના તેવી વાત સ્વીકારવી ન જોઈએ. ગતાનગતિક ચાલી આવતી વાતને પણ માનવાની ઉતાવળ ન કરવી જોઈએ. તત્ત્વમાં જેમને શ્રદ્ધા છે તેમને માટે આ બહુ જ જરૂરી છે. કોઈનો પણ અનાદર કર્યા વિના યથાતથ્ય પામવાની કોશિશ કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org