________________
આચારાંગ' વિશે અભિનવ પ્રકાશન
૩૬૩ સૂત્રમાં અંતે ચૂલિકા તરીકે સ્થાપિત કર્યા હતાં. (શ્રી હેમચંદ્રાચાર્યના ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્રના પરિશિષ્ટ પર્વ પ્રમાણે શ્રી સીમંધર-સ્વામીએ યક્ષા સાધ્વીને ચાર અધ્યયન આપ્યાં હતાં, જેમાંથી સંઘે બે “આચારાંગમાં અને બે ‘દશવૈકાલિક'માં ચૂલિકા તરીકે સ્થાપિત કર્યા હતાં.)
‘આચારાંગસૂત્રમાં અઢાર હજાર વર્ષ પ્રાચીન એવી ભગવાન મહાવીર સ્વામીની વાણી યથાસ્વરૂપે સચવાઈ રહી છે. “આચારાંગસૂત્રના આરંભમાં જ ગણધર શ્રી સુધર્માસ્વામી શ્રી જંબુસ્વામીને કહે છે : સુર્ય ને મીરાં ! તે માયા મધ્રાં – (હ આયુષ્યમાન ! મેં સાંભળ્યું છે તે ભગવાન વર્ધમાન સ્વામીએ આ પ્રમાણે કહ્યું છે –આથી જ આચારાંગસૂત્ર'ની અધિકૃત વાચનાનું સંપાદન કરનાર પ. પૂ. શ્રી જંબૂવિજયજી મહારાજે એ ગ્રંથની પ્રસ્તાવનામાં કહ્યું છે, “આચારાંગસૂત્ર'માં અતિસંક્ષિપ્ત છતાં અત્યંત વેધક અનેકાનેક સુવાક્યો અનેક સ્થળે પથરાયેલાં છે. ગંભીર રીતે તેનું મનન કરવામાં આવે તો અનાદિકાલીન અજ્ઞાન અને મોહને ક્ષણવારમાં હચમચાવી મૂકે એવી તેનામાં અત્યંત તેજોમય દિવ્ય શક્તિ ભરેલી છે. આચારાંગસૂત્રનું અધ્યયન કરતી વખતે પ્રભુ મહાવીર પરમાત્માની અતિશયોથી ભરેલી પાંત્રીસ ગુણયુક્ત દિવ્ય, ગંભીર વાણી જાણે સાક્ષાત્ સાંભળતા હોઈએ તેવો અપૂર્વ આનંદાનુભવ થાય છે.'
એટલે જ આવા દિવ્ય ગ્રંથ ઉપર શ્રી શીલાંકાચાર્યે સંસ્કૃતમાં લખેલી ટીકાનો હિંદીમાં અનુવાદ પ્રકાશિત થાય છે એથી આનંદોલ્લાસ અનુભવાય છે. આ ગ્રંથમાં મૂળ સૂત્ર, સંસ્કૃત છાયા, શબ્દાર્થ, સૂત્રાર્થ, ટીકા-અનુવાદ અને સૂત્રસાર એ ક્રમમાં લેખન થયું છે. લેખન વ્યવસ્થિત અને પદ્ધતિસર થયું છે. સૂત્રસારમાં તે તે વિષયની વિગત અધિકૃત છણાવટ કરવામાં આવી છે. ૫. પૂ. શ્રી જયપ્રવિજયજીએ જે પરિશ્રમ ઉઠાવ્યો છે તે અનુમોદનીય છે. એમાં એમની શાસ્ત્ર પ્રીતિનાં અને શાસ્ત્રભક્તિનાં સુપેરે દર્શન થાય છે. એમણે પોતાના દાદાગુરુ શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજીની અને પોતાના ગુરુવર્ય શ્રી યતીન્દ્રસૂરીશ્વરજીની જ્ઞાનોપાસનાની પરંપરાને સાચવી છે એ નોંધપાત્ર છે. - પ. પૂ. શ્રી જયપ્રભવિજયજી મહારાજ સાથેનો મારો પરિચય કેટલાંક વર્ષ પહેલાં પાલીતાણામાં જ્યારે જૈન સાહિત્ય સમારોહ યોજાયો હતો ત્યારથી છે. આ સમારોહ વસ્તુત: એમની પ્રેરણાથી જ ગોઠવાયો હતો. એ વખતે એમની જ્ઞાનોપાસનાની, સાહિત્યપ્રીતિની પ્રતીતિ થઈ હતી. જ્યોતિષ અંગેનો એમનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org