________________
૯૦
‘ભગવતી આરાધના'માં બતાવવામાં આવ્યો છે.
विणओ पुण पंचविहो णिद्दिठो णाणदंसणचरित्ते । तवविणओ य चउत्थो उवयारिओ विणओ |
‘વિશેષાવશ્યક ભાષ્યમાં પાંચ પ્રકારનો વિનય જુદી રીતે બતાવવામાં
આવ્યો છે :
लोगोवयारविणओ अत्थनिमित्तं च कामहेउं च । भयविणय मुक्खविणओ विणओ खलु पंचहा होई ।।
લોકોપચારવિનય, અર્થનિમિત્તે વિનય, કામહેતુથી વિનય, ભવિનય એમ પાંચ પ્રકારનો વિનય છે.
અને મોક્ષવિનય
ઔપપાતિકસૂત્રમાં સાત પ્રકારનો વિનય બતાવવામાં આવ્યો છે :
सत्तविहे विणए पण्णते तं जहा
-
જિનતત્ત્વ
-
णाणविणए, दंसणविणए चरित्तविणए, મળવળ, વચળવળ, ાવિળા, लोगावयारविणए ।
વિનય સાત પ્રકારનો છે, જેમ કે (૧) જ્ઞાનવિનય, (૨) દર્શનવિનય, (૩) ચારિત્રવિનય, (૪) મનવિનય, (૫) વચનવિનય, (૬) કાયવિનય અને (૭) લોકોપચારવિનય.
Jain Education International
આમ, વિનયના જે જુદા જુદા પ્રકાર બતાવ્યા છે તેમાં સાધનાની દૃષ્ટિએ મહત્ત્વના તે જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય છે. અર્થવિનય, કામવિનય અને ભયવિનય તો સ્પષ્ટ રીતે લૌકિક પ્રકારના છે. અર્થવિનયમાં ધનદોલત, માલમિલકત વગેરેનું પ્રયોજન રહેલું છે. વેપારમાં માણસ બીજા વેપા૨ીઓ પ્રત્યે, ઘરાકો પ્રત્યે લેણદારો પ્રત્યે, સરકારી અધિકારીઓ પ્રત્યે પોતાના સ્વાર્થે વિનય દાખવતો હોય છે. વધુ લાભ મેળવવાનો અને નુકસાનમાંથી બચવાનો એમાં આશય હોય છે. કામવિનયમાં માણસ પોતાની ઇચ્છાઓને સંતોષવા માટે વિનવણી, આજીજી વગેરે પ્રકારનો વિનય દાખવતો હોય છે. ભયવિનયમાં ભયથી બચવા માટે દુશ્મનો પ્રત્યે, પોલીસ પ્રત્યે, સરકારી અધિકારી પ્રત્યે, રક્ષક બની શકે એમ હોય એવી વ્યક્તિ પ્રત્યે વિનય દાખવવામાં આવે છે. આવો લૌકિક વિનય કાયમનો નથી હોતો. ફ઼ામ પત્યા પછી, સ્વાર્થ સંતોષાઈ ગયા પછી, ભયમાંથી મુક્તિ મળ્યા પછી માણસ ઘણીવાર વિનયી મટી જાય છે અને ક્યારેક તો વિપરીત સંજોગોમાં એ
For Private & Personal Use Only
www.jainelibrary.org