________________
भोगी भमइ संसारे
૩૩૫
તેવા પ્રકારની પ્રવૃત્તિઓ સતત કરતો રહે છે. વૈજ્ઞાનિક સાધનો વડે તેમાં પ્રગતિ પણ ઘણી થતી રહે છે. આનંદઘનજી મહારાજ કહે છે તેમ ‘સકલ સંસારી ઇન્દ્રિયરામી છે.’ માત્ર ‘મુનિગણ આતમરામી' હોય છે.
દુનિયાની અડધાથી વધારે વસ્તી તો જન્માન્તરમાં માનતી નથી. જે જીવન મળ્યું છે તે સુખપૂર્વક ભોગવી લેવું જોઈએ એવી માન્યતા તેઓ ધરાવે છે અને એ દિશામાં જ તેઓનો પુરુષાર્થ હોય છે. આખી જિંદગી સારું સારું ખાધુંપીધું હોય અને સરસ મોંઘાં વસ્ત્રો, વાહનો, રહેઠાણો ધરાવતા હોય, મનોરંજનની પ્રવૃત્તિઓ જેમણે માણી હોય તેઓનું જીવ્યું સફળ અને સાર્થક ગણાય એવી તેમની માન્યતા હોય છે. જીવન માટે એ જ તેઓનો માપદંડ હોય છે.
પરંતુ ભૌતિક જીવન સુખી હોય, સર્વ પ્રકારે અનુકૂળતાવાળું હોય, ઇચ્છાનુસાર બધાં કાર્યો થતાં હોય તો પણ એવા જીવનનો અંત આવે જ છે. આવા કેટલાક લોકોને અંતકાળે અજંપો સતાવે છે. બસ, આ બધું વસાવેલું અને ભોગવવા માટે એકત્ર કરેલું બધું જ મૂકીને ચાલ્યા જવાનું ? વળી ભોગવેલું સુખ ક્ષણિક છે. એવું ભૌતિક સુખ ભોગવતી વખતે સ્થૂલ આનંદનો અનુભવ હોય છે. પરંતુ પછી સમય જતાં એની સ્મૃતિ શેષ થતી જાય છે. સારામાં સારું ખાધુંપીધું હોય, મિજબાનીઓ માણી હોય, પણ થોડાં વર્ષ પછી એની સ્મૃતિ પણ તાજી થતી નથી. વિસ્મૃતિ બધે જ ફરી વળે છે.
પાંચે ઇન્દ્રિયોના વિષયો સંસારમાં પાર વગરના છે. તે ભોગવતી વખતે ક્ષણિક સ્થૂલ સૂખ હોય છે, પણ પછી એ દુ:ખનાં નિમિત્ત બની જાય છે. જો પદાર્થોના ભોગવટાથી માત્ર સુખ જ હોય તો સંસારમાં દુઃખ હોય નહીં. પણ આ ભોગવટો જ દુઃખને – ઈર્ષા, દ્વેષ, કલહ, કંકાસ, લડાઈ, યુદ્ધ વગેરેને નોતરે છે. એટલે જ્યાં સ્કૂલ ભૌતિક સુખ છે ત્યાં દુ:ખ પણ છે જ. વળી એ સુખ પણ તત્કાલીન ક્ષણિક હોય છે.
‘ઉત્તરાધ્યયનસૂત્ર'માં ભગવાને કહ્યું છે :
खममेत्तसोक्खा बहुकालदुक्खा पकामदुक्खा अनिकामसोक्खा । संसारमोक्खस्स विपक्खभूया खाणी अणत्थाण 3 कामभोगा ।
આ કામભોગો ક્ષણભર સુખ અને બહુકાળ દુ:ખ આપનારા છે, ઘણુંબધું દુઃખ અને થોડુંક સુખ આપનારા છે. તે સંસારમુક્તિના પ્રતિપક્ષી-વિરોધી છે અને અનર્થોની ખાણ જેવા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org