________________
-
પુદ્ગલ – પરાવર્ત
--
પુદ્ગલ (પ્રાકૃત-પુગ્ગલ, પોગ્ગલ) એટલે જડ તત્ત્વ. પરાવર્ત (પરાવર્તન) એટલે પાછું ફરવું, બદલાવવું, ચક્ર પૂરું કરવું. પુદ્ગલ પરાવર્ત એટલે જીવે જડ તત્ત્વના ભોગવટાનું ચક્ર પૂરું કરવું. જીવ કયા પ્રકારનાં જડ તત્ત્વોનો ભોગવટો કરે છે ? ક્યાં ક્યાં કરે છે ? ક્યારે કરે છે ? કેવી રીતે, કેવા ભાવથી કરે છે ? - એવા બધા પ્રશ્નોના ઉત્તરરૂપે કોઈ સંસારી જીવ પોતાની અંગત વાત કરે તો તે બીજાને રસિક લાગે છે. પરંતુ મોહાસક્તિથી કરેલો એ ભોગવટો જ, માણસને એમાંથી કંટાળીને બહાર નીકળવું હોય તો નીકળવા દેતો નથી. જીવ જ્યાં સુધી સંસારમાં છે ત્યાં સુધી જડ તત્ત્વ સાથેનો એનો સંબંધ અવિનાભાવ છે, પરંતુ જડ તત્ત્વના ભોગવટા કરતાં પણ કંઈક ઉચ્ચ વસ્તુ છે અને એ જોઈતી હશે તો જડ તત્ત્વ સાથેનો સંબંધ તોડ્યા વગર છૂટકો નથી એ બહુ ઓછા લોકોને સમજાય છે.
સંસારના ચાર ગતિના સર્વ પ્રકારના જીવોમાં અંતર્મુખ બની ચિંતન કરવાનો અવકાશ મનુષ્યોમાં સવિશેષ છે. બુદ્ધિશક્તિ હોવાથી માણસો ભૂત, વર્તમાન અને ભાવિ-એમ ત્રણે કાળનો વિચાર કરી શકે છે. પરંતુ મોટાભાગના લોકોની આ વિચારણા તેઓના વર્તમાન જીવન પૂરતી સીમિત રહે છે.
દુનિયામાં અડધા લોકો પૂર્વજન્મ-પુનર્જન્મમાં માનતા નથી. તેઓ તો પોતાને પ્રાપ્ત થયેલું જીવન એટલું જ અસ્તિત્વ છે એમ માને છે અને એને કેમ વધુ સુખસગવડવાળું તથા આનંદપ્રમોદથી સભર બનાવી શકાય એના આયોજનમાં જ રચ્યાપચ્યા રહે છે. વૈજ્ઞાનિકો પણ એ દિશામાં જ કામ કરે છે. જે ધર્મો જન્મજન્માન્તરમાં માને છે તે ધર્મના કેટલાક અનુયાયીઓ જો કે ભૂતકાળના અને ભવિષ્યકાળના જન્મો વિશે વિચારે છે, પરંતુ તેઓમાં પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org