________________
૨૪૮
જિનતવ
મળે છે. બાર વ્રતમાં સામાયિક, પૌષધ આવી જાય છે. વળી આજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા શ્રાવકો પણ હોય છે. કેટલાક બાર વ્રત ધારણ કરી નથી શકતા તો અમુક વ્રતના અથવા અમુક પ્રકારના નિયમોના પચખાણ લે છે. આથી જ વ્રત ઉપર જેટલો ભાર મૂકવામાં આવે છે તેટલો પ્રતિમા વહન કરવા ઉપર મૂકવામાં આવતો નથી. શ્વેતામ્બર પરંપરા કરતાં દિગંબર પરંપરામાં પ્રતિભાવહનની વાત વિશેષ થાય છે, તો પણ દસમી-અગિયારમી પ્રતિમાએ પહોંચેલા તો કોઈક જ હોય છે.
આમ છતાં શ્રાવકજીવનમાં પણ ધર્મકરણી અને આત્મચિંતન પર ભાર મૂકવામાં આવે છે. જીવે જીવનમાં આચરવા જેવી વાતો અનેક છે. એટલે ક્યાંકથી પણ શરૂઆત કરવામાં આવે તો સમય જતાં તે ઘણો આગળ નીકળી શકે છે. નાની શરૂઆત પણ મોટાં પરિણામ લાવી શકે છે. “ટીપે ટીપે સરોવર ભરાય' એ કહેવત અનુસાર ધર્માર્થી-મોક્ષાર્થી ભવોભવની સાધના કરતાં કરતાં મોક્ષ સુધી પહોંચી શકે છે.
શ્રી હરિભદ્રસૂરિએ “ધર્મબિન્દુમાં કહ્યું છે : . पदंपदेन मेधावी ययाऽऽरोहति ? पर्वतम् ।
सम्यक् तथैव नियमादीरश्चरित 8 पर्वतम् ।। [ જેમ ડાહ્યો માણસ એક એક ડગલું ભરતો ભરતો ક્રમશ: પર્વત ઉપર ચઢી જાય છે, તેમ ધીર પુરુષો શ્રાવકધર્મનું સારી રીતે પાલન કરતાં કરતાં અવશ્ય ચારિત્રધર્મરૂપી પર્વત પર ચઢી જાય છે. ]
स्तोकां गुणान समाराध्य बहूनामपि जायते ।
यस्मादाराधनायोग्य स्तस्मादादावयं मतः ।। [ આરંભમાં થોડા થોડા ગુણોની આરાધના કરીને આત્મા ઘણા ગુણોની આરાધના માટે પણ યોગ્ય બને છે. માટે ગૃહસ્થધર્મને પહેલો કહ્યો છે. ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org