Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન
રામાયણ
ભાગ-૧
1
વિવેચનકાર : આચાર્યશ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી
For Private And Personal use only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન ચામાયણ
ભાગ – ૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
नम्र सूचन
इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें.
લેખક શ્રી પ્રિયદર્શન
[આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.]
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુનઃ સંપાદન જ્ઞાળતીર્થ - કોબા
રષ્ઠ આકૃતિ કારતક વદ-૧૩, વિ.સં. ૨૦૬૫, ૨૫ નવેમ્બર ૨૦૦૮
ત્રણભાગના : રૂ. ૪૦૫.00 : પાકુ પેઠું ત્રણ ભાગના : રૂ. ૧૫.00 : કાચુ પેઠું
આર્થિક સૌજન્ય શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર
પ્રકાશ શ્રી મહાવીર જૈન આશાળા કેન્દ્ર આચાર્ય શ્રી કેલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર
કોબા, તા.જિ.ગાંધીનગર - ૩૮૨૦૦૭ ફોન નં. (૦૭૯) ર૩ર૭૪ર૦૪, ર૩ર૭૯રપર
email : gyanmandir@kobatirth.org
website : www.kobatirth.org
મુદ્રક નવપ્રભાત પ્રિન્ટર્સ, અમદાવાદ ફોન નં. ૯૮રપપ૯૮૮૫૫
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
पूज्य आचार्य भगवंत श्री विजयभद्रगुप्तसूरीश्वरजी श्रावण शुक्ला १२, वि.सं. १९८९ के दिन पुदगाम महेसाणा (गुजरात) में मणीभाई एवं हीराबहन के कुलदीपक के रूप में जन्मे मूलचन्दभाई, जुही की कली की भांति खिलतीखुलती जवानी में १८ बरस की उम्र में वि.सं. २००७, महावद ५ के दिन राणपुर (सौराष्ट्र) में आचार्य श्रीमद् विजयप्रेमसूरीश्वरजी महाराजा के करमकमलों द्वारा दीक्षित होकर पू. भुवनभानुसूरीश्वरजी के शिष्य बने. मुनि श्री भद्रगुप्तविजयजी की दीक्षाजीवन के प्रारंभ काल से ही अध्ययन अध्यापन की सुदीर्घ यात्रा प्रारंभ हो चुकी थी.४५ आगमों के सटीक अध्ययनोपरांत दार्शनिक, भारतीय एवं पाश्चात्य तत्वज्ञान, काव्य-साहित्य वगैरह के 'मिलस्टोन' पार करती हुई वह यात्रा सर्जनात्मक क्षितिज की तरफ मुड़ गई. 'महापंथनो यात्री' से २० साल की उम्र में शुरु हुई लेखनयात्रा अंत समय तक अथक एवं अनवरत चली. तरह-तरह का मौलिक साहित्य, तत्वज्ञान, विवेचना, दीर्घ कथाएँ, लघु कथाएँ, काव्यगीत, पत्रों के जरिये स्वच्छ व स्वस्थ मार्गदर्शन परक साहित्य सर्जन द्वारा उनका जीवन सफर दिन-ब-दिन भरापूरा बना रहता था. प्रेमभरा हँसमुख स्वभाव, प्रसन्न व मृदु आंतर-बाह्य व्यक्तित्व एवं बहुजन-हिताय बहुजन-सुखाय प्रवृत्तियाँ उनके जीवन के महत्त्वपूर्ण अंगरूप थी. संघ-शासन विशेष करके युवा पीढ़ी, तरुण पीढ़ी एवं शिशु-संसार के जीवन निर्माण की प्रकिया में उन्हें रूचि थी... और इसी से उन्हें संतुष्टि मिलती थी. प्रवचन, वार्तालाप, संस्कार शिबिर, जाप-ध्यान, अनुष्ठान एवं परमात्म भक्ति के विशिष्ट आयोजनों के माध्यम से उनका सहिष्णु व्यक्तित्व भी उतना ही उन्नत एवं उज्ज्वल बना रहा. पूज्यश्री जानने योग्य व्यक्तित्व व महसूस करने योग्य अस्तित्व से सराबोर थे. कोल्हापुर में ता. ४-५-१९८७ के दिन गुरुदेव ने उन्हें आचार्य पद से विभूषित किया.जीवन के अंत समय में लम्बे अरसे तक वे अनेक व्याधियों का सामना करते हुए और ऐसे में भी सतत साहित्य सर्जन करते हुए दिनांक १९-११-१९९९ को श्यामल, अहमदाबाद में कालधर्म को प्राप्त हुए.
For Private And Personal use only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશકીય પૂજ્ય આચાર્ય શ્રી વિજયભદ્રગુપ્તસૂરિજી મહારાજ (શ્રી પ્રિયદર્શન) છે તારા લિખિત અને વિશ્વકલ્યાણ પ્રફાશન મહેસાણાથી પ્રકાશિત સાહિત્ય જૈન સમાજમાં જ નહીં પરંતુ જૈનતર લોકોમાં પણ ખૂબ જ ઉત્સુકતા સાથે વંચાતુ લોકપ્રિય સાહિત્ય છે, - પૂજ્યશ્રી ૧૯ નવેમ્બર ૧૯૯૯ના રોજ અમદાવાદમાં કાળધર્મ પામ્યા પછી વિશ્વકલ્યાણ પ્રકાશમાં ટ્રસ્ટનું વિસર્જન કરી તેઓશ્રીના પ્રકાશનોનું પુન:પ્રકાશન બંધ કરવાના નિર્ણયની વાત સાંભળીને અમારા ટ્રસ્ટીઓને ભાવના થઈ કે પૂજ્ય આચાર્યશ્રીનું ઉત્કૃષ્ટ સાહિત્ય જનસમુદાયને હમેંશા મળતું રહે તે માટે કઈક કરવું જોઈએ એ આશય સાથે વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટમાં ડળને આ વાત પૂજ્ય રાષ્ટ્રસંત આચાર્ય શ્રી પાસાગરસૂરિજીની સંમતિ પૂર્વક જણાવી. બંને પૂજ્ય આચાર્યોની પરસ્પરની મંત્રી ઘનિષ્ઠ હતી. અંતિમ દિવસોમાં દિવંગત આચાર્યશ્રીએ રાષ્ટ્રસંત આચાર્યશ્રીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પૂજ્યશ્રીએ આ કાર્ય માટે વ્યક્તિ, વ્યક્તિત્વ અને કૃતિત્વના આધારે પોતાની સંમતિ પ્રેરકબળ રુપે આપી, તેઓશ્રીના આશીર્વાદ પામીને કાંબાતીર્થના ટ્રસ્ટીઓએ આ કાર્યને આગળ ધપાવવા વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટની પાસે પ્રસ્તાવ મુક્યો. - વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પણ કોબા તીર્થના ટ્રસ્ટીઓની દિવંગત આચાર્યશ્રી પ્રિયદર્શનના પ્રચાર-પ્રસારની ઉત્કૃષ્ટ ભાવનાને ધ્યાનમાં લઈ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબાતીર્થને પોતાને ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તકોના પુન:પ્રકાશનના બધાજ અધિકારો સહર્ષ સોપી દીધા.
તે પછી શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર સંસ્થાના શ્રુતસરિતા (જૈન બકરસ્ટોલ)ના માધ્યમથી શ્રી પ્રિયદર્શનના લોકપ્રિય પુસ્તકોનું વિતરણ જાહેર જનતાના હિતમાં ચાલુ કર્યું.
શ્રીપ્રિયદર્શનના અપિલબ્ધ સાહિત્યના પુન:પ્રકાશન કરવાની શંખલામાં પ્રસ્તુત શ્રી જૈન રામાયણ ગ્રંથ પુ"ા:પ્રકાશિત કરીને વાચકોને ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ.
શેઠ શ્રી સંવેગભાઈ લાલભાઈના સૌજન્યથી આ પ્રકાશન માટે શેઠ શ્રી નિરંજન નરોત્તમભાઈના સ્મરણાર્થે હ. શેઠ શ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવાર તરફથી જે ઉદાર આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે એ બદલ
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમાં સમગ્ર શેઠશ્રી નરોત્તમભાઈ લાલભાઈ પરિવારના ઋણી છીએ તથા તેઓની હાર્દિક અનુમોદના કરીએ છીએ. આશા છે કે ભવિષ્યમાં પણ તેઓશ્રી તરફથી આવો જ ઉદાર સહયોગ મળતાં રહેશે.
આ આવૃત્તિનું પ્રૂફરિડીંગ કરી આપનાર શ્રી જગદીશભાઈ પ્રજાપતિ, | શૈલેષભાઈ શાહ તથા ફાઈનલ મૂફ કરી આપવામાં સંસ્થાના પંડિતવર્ય શ્રી મનોજભાઈ જૈન, આશિષભાઈ શાહનો તથા આ પુસ્તકના સુંદર કમ્પોઝીંગ તથા સેટીંગ કરી આપવા બદલ સંસ્થાના કબૂટર વિભાગમાં કાર્યરત શ્રી કેતનભાઈ શાહ તથા શ્રી સંજયભાઈ ગુર્જરના અને હૃદય પૂર્વક આભાર માનીએ છીએ.
આપને અમારો નમ્ર અનુરોધ છે કે તમારા મિત્રો અને સ્વજનોમાં આ પ્રેરણાદાયી સાહિત્યની પ્રભાવના કરી. શ્રુતજ્ઞાનના પ્રચાર-પ્રસાર માટે અપાયેલું નાનકડું યોગદાન આપને લાભદાયક થશે.
અને, નવા કલેવર તથા સા સાથે પ્રસ્તુત પુસ્તક આપની જીવનયાત્રાનો માર્ગ પ્રશસ્ત કરવામાં નિમિત્ત બને અને વિષમતામાં સમરસતાનો લાભ કરાવે એવી શુભ કામના સાથે,
પુનઃ પ્રકાશન વખતે ગ્રંથકારશ્રીના આશય તથા જિનાજ્ઞા વિરુદ્ધની કાંઈ ક્ષતિ રહી ગઈ હોય તો મિમિ દુક્કડમ. સુજ્ઞાન ધ્યાન આકૃષ્ટ કરવા વિનંતી.
ટ્રસ્ટીગણ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર
=
=
=
=
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાઘાટગ્રંથ
ત્રિષષ્ટિશલાકાપુશ્ય ચરિત્ર
મૂળ પ્રત્યકાર કલિકાલસર્વજ્ઞ આચાર્યદેવ હેમચન્દ્રસૂરીશ્વરજી
લેખક ન્યાયવિશારદ પૂજ્ય આચાર્યદેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી
શ્રી પ્રિયદર્શન
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નૈવેદ્યમ
વાલ્મિકી રામાયણ અને તુલસીકૃત રામાયણ' વગેરે રામાયણોમાં જે વાતો આપણને વાંચવા નથી મળતી તેવી સત્ય અને વાસ્તવિક વાતો ‘ત્રિષ્ટિશલાકા પુરુષચરિત્ર' ગ્રંથમાં આપણને વાંચવા મળે છે.
રાવણના જન્મથી માંડીને યૌવનકાળ પર્યંતની અનેક અજાણી વાર્તા, રાક્ષસદ્વીપ અને વાનરદ્વીપની અનેક રોમાંચક ઘટનાઓ; હનુમાનનાં માતા અંજનાસુંદરીનું ભાવપૂર્ણ ચરિત્ર... આ બધું અન્યત્ર અપ્રાપ્ય, જૈન રામાયણ ગ્રંથોમાં વિસ્તારથી જાણવા મળે છે.
શ્રી રામના પૂર્વજોનો ભવ્ય ઇતિહાસ, મહારાજા દશરથનો મગવિજય અને વનવાસનો અનંક ઘટનાઓ... બીજી રામાયણોમાં ક્યાં વાંચવા મળે છે?
અલબત્ત, ‘વીરદેવ’ અને ‘અંજલિ'નાં પાત્રો આ રામાયણમાં કાલ્પનિક લીધેલાં છે, પરંતુ મગધ-વિજય મહારાજા દશરથે કરેલાં, એ તદન સત્ય વાત છે.
રામાયણનાં વિવિધ પાત્રો અને ભવ્ય આદર્શો માનવના જીવનનાં તમામ ક્ષેત્રોને સ્પર્શે છે. મનુષ્ય પોતાના જીવનને ઉન્નત, ભવ્ય અને નિર્મળ બનાવવાના સંકલ્પથી જો રામાયણનું અધ્યયન કરે, તો એને રામાયણ બધું જ પુરું પાડી શકે એમ છે. શૌર્ય, ધૈર્ય, ત્યાગ, તપશ્ચર્યા, કર્તવ્યપાલન, શીલરક્ષા, સદાચાર ઇત્યાદિ માનવોચિત અનેક સદ્ગુણોને મેળવવા, રક્ષવા અને વૃશ્રિંગત કરવા માટે રામાયણનો ગ્રંથ અદ્ભુત આલંબન બની શકે છે.
આજે મનુષ્યને તત્ત્વગ્રંથો, ઉપદેશગ્રંથા કે ફિલોસોફીના ગ્રંથો કરતાં કથાગ્રંથો વાંચવા વધુ પ્રિય છે. વૃદ્ધિ-યુવાન-બાલ સહુને કથાઓ વાંચવી ગમે છે, જેવી કથા તેવા ભાવ વાંચકના મનમાં પ્રગટ છે, તેવા વિચારો બને છે અને દૃઢ થાય છે. અધમ પાપવૃત્તિઓને ઉત્તેજનારી,
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કલ્પના પર આધારિત અને માનવજીવનનાં ઉચ્ચતમ મૂલ્યોનો નાશ કરનારી હજારો કથા... છપાઈને પુસ્તકોમાં પ્રકાશિત થાય છે... વરઘરમાં એ પુસ્તકો પહોંચી રહ્યાં છે ને રસપૂર્વક વંચાઈ રહ્યાં છે... એના દુષ્પ્રભાવો આજે વિલાસ, સ્વચ્છંદતા, ઉદ્ધતાઇ, દુરાચાર-વ્યભિચાર, અનીતિ અન્યાય... હિંસા, માયા-કપટ.. વગેરે રૂપે વ્યક્તિના જીવનમાં, સામાજીક જીવનમાં અને રાષ્ટ્રીય જીવનમાં પ્રત્યક્ષ જોવા મળે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રામાયણની મહાકથા એવી મહાકથા છે કે એને વાંચનારા મનુષ્ય પર એના સુંદર પ્રભાવા પડ્યા વિના ન રહે. ત્યાગ-વૈરાગ્ય, શીલસદાચાર, ન્યાય-નીતિ, અહિંસા સત્ય-અચૌર્ય-બ્રહ્મચર્ય ઇત્યાદિ ગુણોની
છાયા પડ્યા વિના ન રહે.
શ્રાવણ
કોઇ ઉપદેશ વિના. સીધી જ સળંગ કથા લખી છે... એ મહાકથાનાં પાત્રો જ બોલે છે! એમને જે કહેવું છે તે જ કહેવા દીધું છે! વાંચનારાંઓની રસવૃત્તિ અંત સુધી જાગ્રત રહે અને તે તે પ્રસંગ અને ઘટાની વાચક મૂલવણી કરી શકે, એ રીતે લખવાનો પ્રયત્ન કર્યો છે.
આ પરમપવિત્ર મહાકથાના વાંચનની સહુ જીવાને સન્મતિ પ્રાપ્ત થામાં, મોક્ષમાર્ગ પ્રાપ્ત થાઓ એવી મંગલ અભિલાષા સાથે વિરમું છું.
વિ.સં.૨૦૪૬
For Private And Personal Use Only
- પ્રિયદર્શન
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.......
1
........
.......
.......૪ ૭
.......... ૫૩
..............
..........
અનુક્રમણિust ૧. રાક્ષસદ્ધીપ-વાનરદ્વીપ ........ ૨. લંકાનું પતન અને ઉત્થાન .. ૩. રાવણનો જન્મ ૪. વિદ્યાસિદ્ધિ માટે ભીમારણ્યમાં ૫. દશમુખનાં લગ્ન ..... ૪. પરાક્રમનો આરંભ. ૭. લંકાવિજય ........... ૮. લંકાની રાજસભામાં ........
૯. વીર વાલી ..... ૧૦. વિશ્વવિજયની યાત્રાએ ૧૧. રેવાના તટે ............................. ૧૨. નારદજીનો ભેટો .. ૧૩. એ મહાકાળ અસુર કોણ ૧૪. વેરની વસૂલાત .. ૧૫. મથુરામાં મધુનું મિલન ... ૧૬. રાવણની શીલરક્ષા ... ૧૩. ઇન્દ્ર મુનીન્દ્ર બને છે ... ............. ૧૮. વરની પસંદગી ... ૧૯. પવનંજય અને અંજના .... ૨૦. દુ:ખ પછી સુખ ૨૧. દેવની વિટંબણા રર, આવો છે સંસાર ...... ૨૩. ભૂલનું પરિણામ ...................... ૨૪. હનુમાનજીનો જન્મ ૨૫. પવનંજય પાછો વળે છે ................ ૨૬. સતીની શોધમાં .................. ૨૭. સતીત્વનો વિજય .... ૨૮. હનુમાન યુદ્ધની વાટે... ૨૯, વરુણ પર વિજય...
...........૮૯
......૯ ૧૭
૧૧૬ .... ૧ ૨૫
............
., ૧ ૨ ૩
૧૪૫ ............
... ૧૫ ૩ •. ૧ ૧ ... ૧૩૧
......
૧૮ના ..............
=
=
=
આ
યુદ્ધની વાટ... ..............
............. ૨૪ 3 ..............
૨૫૪ ... ૨ ૬૪
.........
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧. શાહ્મણદ્વીપ : વાળીદ્વીપ અજિતનાથ ભગવાનના સમયની આ વાત છે. “રા' નામના એક દ્વીપ હતો. તેમાં લંકા નામની નગરી હતી. લંકા એટલે લંકા! ખૂબ સુંદર તેમાં મેઘવાહન નામનો રાજા રાજ્ય કરતો હતો.
મેઘવાહન રાજાથી રાસવંશ શરૂ થયો. ભલે વંશનું નામ રાક્ષસ હતું, પણ આ મેઘવાહન રાજા તો દેવથીય વધુ દયાળુ અને પરોપકારી હતો.
એક દિવસ મેઘવાહન મહેલની અગાસીમાં બેઠો હતો. તેણે અનંત આકાશ સામે જોયું. જોયા જ કર્યું. તેણે આંખો મીંચી દીધી.
તેણે આત્મનિરીક્ષણ કર્યું, “અહો! આ આકાશ જેમ અનંત છે, જેનો છેડો જ નથી, તેમ મારું ભવભ્રમણ પણ અનંતકાળથી ચાલુ છે. તેનો ક્યારે અંત આવશે?" તેનો રાજ્ય પરનો રાગ ચાલ્યો ગયો; અને રાજા વૈરાગી બની ગયો.
મહેલનો ત્યાગ કરી સગરનાં ચરણોમાં નિવાસ કરવાનો તેણે નિર્ણય કર્યો. તેણે તરત પોતાના મોટા પુત્ર મહારક્ષને બોલાવ્યો.
બેટા! આ રાજ્ય હવે તારે સંભાળવાનું છે.” પુત્રને માથે પોતાનો ધ્રુજતો હાથ ફેરવતાં મેઘવાહને કહ્યું. “પિતાજી... અને આપ?”
રાજ્યરક્ષાનું મારું કર્તવ્ય અહીં પૂર્ણ થાય છે. મારા માટે હવે આત્મરક્ષાનું પરમ કર્તવ્ય બજાવવાનો સમય થઈ ગયો છે, બેટા!”
મહારક્ષની આંખોમાં આંસુ ઊભરાયાં. સર્વસ્વનો ત્યાગ કરી જતા પ્રેમાળ પિતાના વિરહની કલ્પનાએ તેને ધ્રુજાવી દીધો.
પિતાના માર્ગમાં આડો ઊભો રહું? ન જવા દઉં, પણ પછી પિતા ક્યારેય નહિ જાય? શું મારા રોકાયા રોકાશે? જાલિમ કાળની ફાળ આગળ મારું શું ચાલશે? ના, ના, ભલે ન ચાલે, પણ મારાથી તેમને નહિ જવા દેવાય.' મહારક્ષ મનોમંથન ગૂંચવાતું ચાલ્યું.
પણ હું એમના પ્રિય માર્ગમાં વિદન કરીશ તો તેમનું કોમળ હદય કેટલું બધું દુભાશે? તેમનું હૃદય કેટલું બધું દુઃખ અનુભવશે? મારાથી ત તો નહિ જ સહન થાય. હું તેમના માર્ગમાંથી ખસી જાઉં.'
પુત્ર મહાર મૌનપણે જ મેઘવાહનનું વચન સ્વીકારી લીધું.
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ મંધવાહન રાયના, પુત્રના, પરિવારનો, સર્વસ્વનો ત્યાગ કયો. અજિતનાથ ભગવાનની પાસે જઈ રાજા “મહારાજ' બની ગયાં. મેઘવાહન મુનિવરે આકરાં તપ અને જબરાં ધ્યાન ધરવા માંડ્યાં! ભગવાનની આજ્ઞાને રજેરજ પાળવાની તેમણે ખૂબ તકેદારી રાખી.
મેઘવાહન મુનિવર કમાના લય કરી નાંખ્યો. અનંત કાળથી ચાલ્યું આવતું ભવભ્રમણ થંભાવી દીધું. મેઘવાહનનો આત્મા સિદ્ધ બની ગયો.
હવે નહિ જન્મ, નહિ મૃત્યુ. અનંત આનંદ અને અનંત જ્ઞાનમાં અનંતકાળ ઝીલવાનું. મહારક્ષે લાંબા કાળ સુધી લંકા પર રાજ્ય કર્યું.
એક દિવસ એનો પણ અંતરાત્મા જાગ્યો. તે સંસારની માયા ત્યજી દેવા કટિબદ્ધ બન્યો. તેણે રાજ્ય પર શાસ કરવા પોતાના પુત્ર દેવરાને બેસાડ્યાં .
સાધુ બની, સાધના કરી મહારક્ષે પણ આત્મસિદ્ધિ કરી.
પછી તો લંકાની ગાદી પર જે જે રાજા બેસે છે, તે તે પોતાના પુત્રને રાજ્ય સોપી, પોતે સાધુ બની સિદ્ધ બનતા જાય છે.
આવું અસંખ્યકાળ સુધી ચાલ્યું.
અજિતનાથ પછી સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદ્મપ્રભુસ્વામી, સુપાર્શનાથ, ચંદ્રપ્રભસ્વામી, સુવિધિનાથ અને શીતલનાથ, એમ આઠ તીર્થંકરદેવો થઈ ગયા,
અગિયારમાં શ્રેયાંસનાથ સ્વામી તીર્થપતિનો કાળ આવી લાગ્યો.
વૈતાઢચ પર્વતના શિખરો, ખીણો, એટલે વિદ્યાધરોની દુનિયા!
ત્યાં મેઘપુર નામનું એક નગર અને અતીન્દ્ર નામનો રાજા. ત્યાં રાજ્ય કરતો હતો. અતીન્દ્ર વિદ્યાધરોનો રાજા હતો. તેની કીર્તિ વૈતાઢચને શિખરે શિખરે અને કોતર કોતરે ગવાયેલી.
શ્રીમતી એની રાણી, તે શીલવંતી અને ગુણવંતી હતી. તે રાણીએ એક પુત્રને અને એક પુત્રીને જન્મ આપ્યો,
પુત્રનું નામ શ્રીકંઠ હતું. પુત્રીનું નામ દેવી હતું.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાક્ષસદ્વીપ-વાનર દ્વીપ
દેવી એટલે દવી જ જોઈ લ્યો! રૂપરૂપનો અંબાર!
દવી વીવનમાં આવી ત્યાં તો તનું સૌન્દર્ય સોળે કળાએ ખીલ્યું. દેવીના રૂપની પ્રશંસા દેશવિદેશમાં થવા લાગી. એક દિવસ અતીકની રાજ્યસભામાં એક દૂત આવીને ઊભો રહ્યો. રત્નપુરનગરના પુષ્પોત્તર વિદ્યાધરેન્દ્રનો એ દૂત હતા. અતીન્દ્રને તેણે નમન કર્યું. ‘શા માટે આવવાનું થયું છે?' દૂતને યોગ્ય આસને બેસાડીને નરેશે પૂછયું. ‘મને રત્નપુરનગરના પુષ્પોત્તર વિદ્યાધરેન્દ્ર મોકલ્યો છે.” 'હા, પણ શા માટે?” ‘અમારા વિદ્યાધરેજને પમોત્તર નામનો તેજસ્વી પુત્ર છે. રૂપે અને ગુણે પૂરો છે. તે પુત્રની સાથે તમારી દેવીનો વિવાહ થાય તો સરખેસરખી જોડી થાય.'
દૂતની વાત સાંભળી અતીન્દ્ર ક્ષણભર વિચારમાં પડી ગયો. સ્વસ્થ થઈ તેણે દૂતને કહ્યું :
‘વારુ, હું વિચારી જોઈશ.' રાજાનો ટૂંકો પ્રત્યુત્તર લઈ, દૂત ત્યાંથી રવાના થઈ ગયાં.
અતીન્દ્ર વિઘાનરેશ દેવોને માટે યોગ્ય પતિની ચારે કોર તપાસ કરાવી. ત્યાં તેની દષ્ટિ લંકા પર પડી. લંકામાં ત્યારે રાક્ષસેશ્વર કીર્તિધવલ રાજા હતો. તેની ઉજ્વલ કીર્તિએ અતી ને આકર્યો. દેવીનું લગ્ન કીર્તિધવલ સાથે કર્યું. ગુણવંત અને ઘીમંત પદ્મોત્તર, રાજપુત્રી દેવીને મેળવવા સમર્થ ન બન્યો! અતીન્દ્ર અને પદ્મોત્તરના પિતા પુષ્પોત્તર વચ્ચે વૈરની ગાંઠ બંધાણી.
(3) દેવીના ભાઈનું નામ શ્રીકંઠ હતું.
સુવર્ણાચલની યાત્રા કરી, શ્રીકંઠ આકાશમાર્ગે મેઘપુર પાછો ફરી રહ્યો હતો ત્યારે વચ્ચે આવ્યું રત્નપુર. સોહામણા ઉદ્યાનમાં તેણે એક નવયૅવના રૂપસુંદરી જોઈ. શ્રીકંઠની આંખોએ એ સુંદરીનાં રૂપનું ધરાઈ ધરાઈન સાંદર્ય પાન કર્યું. પોતાની તરફ એકીટસે પ્રેમભરી આંખે જોતા જુવાન પ્રત્યે પેલી યુવતી પણ આકર્ષાઈ.
પરસ્પર આંખો મળી, પરસ્પર હૃદય મળ્યાં. પરસ્પરના ભાવ ભેટ્યા! મનમાં વિકારનાં અંકુરો ફૂટ્યાં, પાંગર્યા, અને ફળના ફણગા ય ફૂટ્યા. ઊંચી ડોકે યૌવનાએ શ્રીકંઠ તરફ મધુર ષ્ટિએ જોયા જ કર્યું.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ શ્રી જેઠ વિકારને વશ બની ગયો. વિકારને વિકસવાની તક પણ મળી ગઈ. યુવતી શ્રીકંઠને ચાહવા લાગી! એ નીચે આવ્યો અને તેણે સુંદરીને ઉપાડી આકાશમાગે ઝડપી પ્રયાણ કર્યું.
પણ અચાનક રાજપુત્રીનું અપહરણ થયેલું જાણી દાસીઓ ગભરાઈ ગઈ. ‘પદ્મા હરાણી... ૫ધા રાણી... પદ્માને કોઈ ઉપાડી ગયું.” નગરમાં કોલાહલ મચી ગયો. વાત પહોંચી પુષ્પોત્તર રાજા પાસે. પુત્રી પબાના અપહરણના સમાચારે તે ક્રોધથી સમસમી ઊઠ્યો. પુત્રીને ઉપાડી જનાર દુષ્ટને દારુણ સજા કરવા તત્પર બની ગયો.
યુદ્ધની નોબતો ગગડી.
રાજા પુષ્પોત્તરે યુદ્ધનાં બખ્તર ધારણ કર્યો. અંગ પર શસ્ત્રો સજી, વિરાટ સૈન્ય સાથે તેણે શ્રીકંઠનો પીછો પકડ્યો. શ્રીકંઠ જાણતો જ હતો કે પાછળ પુષ્પોત્તર આવવાનો જ છે! તે તો પહોંચ્યો સીધો લંકામાં, અને પોતાના બનેવી કીર્તિધવલને શરણે થયો!
હૃદય ખોલીને શ્રીકંઠે પદ્મા સાથેનો પ્રેમકિસ્સો કીર્તિધવલને કહી દીધો. આ બાજુ પુષ્પોત્તર પાછળ જ આવી લાગ્યો.
શું વિશાળ સૈન્ય! જાણે યુગાન્તનો મહાસાગર! જ્યાં જુઓ ત્યાં સૈન્ય જ સૈન્ય! વિદ્યાધર રાજા પુષ્પોત્તર વેરનો બદલો લેવા તમતમી રહ્યો હતો. એક તો પોતાની દેવી માટેની માગણીને શ્રીકંઠના પિતાએ માન્ય નહોતી રાખી; અને એમાં શ્રીકંઠે પોતાની પુત્રીનું અપહરણ કર્યું, એટલે બળતામાં ઘી હોમાયું!
કીર્તિધવલ વિચારક રાજા હતો. તેણે પુષ્પોત્તરને યુદ્ધથી જવાબ આપવાનું પગલું ન ભર્યું, પરંતુ સમજૂતીથી પુષ્પોત્તરના રોષને નિચોવી નાંખવાનો નિર્ણય કર્યો.
યુદ્ધથી તો રોષના ભડકા થાય. રોષને પાણી પાણી કરી નાંખવા તો સમજૂતી જ થવી જોઈએ.
કીર્તિધવલે પોતાના એક વિચક્ષણ દૂતને પુષ્પોત્તર પાસે મોકલવા સજ્જ કર્યો. દૂત પુષ્પોત્તર નૃપતિની પાસે આવી પહોંચ્યો. પુર્ષોત્તરને પ્રણમીને તેણે કીર્તિધવલનો સંદેશો કહેવાનું શરૂ કર્યું :
રાજન! શું આપને એમ નથી લાગતું કે આ યુદ્ધ નિપ્રયોજન છે? પુત્રી અવશ્ય ક્યારેય કોઈને આપવાની જ હોય છે. હવે, જ્યારે તમારી ગુણવંતી પુત્રી સ્વયં જ શ્રીકંઠને પ્રેમથી વરી છે, ત્યારે આપ જેવા વિચક્ષણ પુરુષે શ્રીકંઠનો તેમાં અપરાધ ન ગણવો જોઈએ.
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાક્ષસદ્વીપ-વાનરદ્વિીપ
છતાય જો આપ યુદ્ધ કરશો તો પુત્રીનું મન કેટલું બધું દુભાશ? હવે તો પુત્રીના માનસિક અભિપ્રાય અનુસાર શ્રીકંઠ સાથે તેના લગ્નનો મહોત્સવ કરવો તે જ સુયોગ્ય છે.”
દૂતની વાત હજુ ચાલી રહી છે, ત્યાં તો પદ્માએ મોકલેલી એક પ્રૌઢ સ્ત્રી ત્યાં આવી અને પમાની વિનંતી રાજા સમક્ષ રજૂ કરી :
પિતાજી! ખરેખર, હું જાતે જ શ્રીકંઠને વરી છું; મારે તેમણે અપહરણ નથી કર્યું, તો નાહક શા માટે યુદ્ધ કરીને લાખો જીવોનો નાશ કરવો?'
આ સાંભળીને વિદ્યાધરેશ પુષ્પોત્તરનો પ્રકોપ પ્રશાંત થઈ ગયો. વિચારવિચક્ષણ પુરુષોનો પ્રકોપ મોટે ભાગે સહેલાઈથી શાંત કરી શકાય છે. જ્યારે જડ પક્ષના પ્રકોપને શમાવવો ઘણો કઠિન હોય છે. - પુષ્પોત્તરે વિચાર્યું : મારી પુત્રી જ સ્વયં શ્રીકંઠને વરી છે. વળી, શ્રીકંઠ ભલે શત્રુપુત્ર છે છતાં વીર અને ગુણી છે, તો ભલે તે બન્નેનો વિવાહ થઈ જતો!'
પુષ્પોત્તરની યુદ્ધયાત્રા વિવાહયાત્રામાં પલટાઈ ગઈ. કીર્તિધવલ દબદબાપૂર્વક પુષ્પોત્તરશો નગરપ્રવેશ કરાવ્યો. મહાન મહોત્સવ ઊજવી શ્રીકંઠ-પમાનો વિવાહ કયાં અને પુષ્પાંત્તર રાજા રત્નપુર તરફ પાછો વળ્યો.
પ્રભાતનો સમય છે. કીર્તિધવલ, શ્રીકંઠ અને દેવી એક સુશોભિત ખંડમાં બેઠાં છે. કીર્તિધવલ શ્રીકંઠના સામું એકીટસે જઈ રહેલ છે.
હવે અહીંથી જઈશ.' શ્રીકંઠે કહ્યું.
હવે મેઘપુર જવાની શી જરૂર છે? વૈતાઢચ પર્વત પર તમારા ઘણા દુશ્મનો ઊભા થયા છે, નાહક લડાઈઓ લડી લડી જીવન બરબાદ શા માટે કરવું? તમને શત્રુઓનો ભય છે એમ મારે નથી કહેવું, તમે શત્રુઓનો પૂરો સામનો કરી શકો એમ છો, છતાં તમને અહીંથી જવા દેવા મારું મન માનતું નથી. તમારી સાથેનો ગાઢ સ્નેહ તમારા જવાથી કેટલું દુઃખ આપશે, તેની કલ્પના પણ મને ધ્રુજાવી મૂકે છે. માટે જવાનું તો માંડવાળ જ કરો.'
હા, હવે તો અહીં જ રહ.' બહન દેવીએ પણ આગ્રહ કર્યો. ‘ભલે અહીં રહેવું ઠીક ન લાગતું હોય તો રાક્ષસદ્ધપની બાજુમાં વાનરદ્વીપ છે. બીજા પણ બર્બરકુલ, સિંહલદ્વીપ વગેરે આપણા દ્વીપો છે. જાણે સ્વર્ગભૂમિના નમૂના જ જોઈ લો! તે પ્રદેશોમાંથી કોઈ પણ એક સ્થળે રાજધાની કરીને તમે રહો.'
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ બહેન-બનેવીના સ્નેહબંધનમાંથી મુક્ત બનવું શ્રીકંઠ માટે અશક્ય હતું. કીર્તિધવલની વાત સ્વીકાર્ય છૂટકો થયો. તેણે વાનરદ્વીપ પસંદ કર્યો.
વાનર દ્વીપ ઉપર કિષ્કિન્ધ' નામનો રમણીય અને મનોહર પર્વત હતો. તે પર્વત પર કીર્તિધવલે ‘કિષ્કિન્ધા' નગરી વસાવી અને શ્રીકંઠને તે રાજ્યનો અધિપતિ બનાવ્યો.
પધાની સાથે શ્રીકંઠ કિષ્કિન્ધામાં વાસ કર્યો. શ્રીકંઠ પોતાની અપૂર્વ પ્રતિભાથી રાજ્યનું સંચાલન શરૂ કર્યું. પ્રજાના સુખ માટે તે રાતદિવસ ચિંતાતુર રહેતો. માત્ર મનુષ્યો માટે જ તેના હૃદયમાં પ્રેમ હતા એમ નહિ, પણ પશુ-પંખીઓ પ્રત્યે પણ તેના આત્મામાં તેટલી જ મમતા હતી. ( કિષ્કિન્ધાનાં ઉદ્યાનોમાં, જંગલમાં શ્રીકંઠે વાંદરાઓ જોયા! મોટી મોટી કાયા! ગમી જાય તેવી ગેલ! ફળ ખાઈને જીવન જીવે! શ્રીકંઠના હૃદયમાં વાંદરાઓ પ્રત્યે પ્રેમ છલકાણો. રાજ્યમાં તેણે ઢંઢેરો પિટાવ્યો :
કોઈએ પણ વાનરોને મારવા નહિ. જો કોઈ વાનરોને મારશે તેને કડક શિક્ષા થશે.” એટલેથી જ શ્રીકંઠને સંતોષ ન થયો. તેણે તો વાનરોનાં ટોળેટોળાં ભેગાં કરવા માંડ્યાં, વાનરો નાચે ને શ્રીકંઠનું હૈયું નાચે! વાનરોને ગમતાં ભોજનિયાં આપવા માંડ્યાં.
અને રાજા વાનરો સાથે પ્રેમ કરે, પછી પ્રજાય પ્રેમ કરે જ ને! લોકોએ પણ વાનરોને ખાવાનું-પીવાનું આપવું શરૂ કર્યું. ઘરની ભીંતો પર વાનરોનાં આકર્ષક ચિત્રો ચીતરાવા લાગ્યાં. રાજ્યની અને ઘરની ધજામાં પણ વાનર ચીતરાવા લાગ્યા! રમવાનાં રમકડાં પણ વાનરોની આકૃતિનાં બનવા લાગ્યાં.
સર્વત્ર વાનરોનાં નામ, વાનરોની આકૃતિઓ અને વાનરોનાં ચિત્રો સર્જાયાં. પરિણામ એ આવ્યું કે વાનરદ્વીપમાં આવી વસેલા વિદ્યાધર મનુષ્યો પણ ‘વાનર' કહેવાયા! વાનરના અતિ સહવાસથી માનવ પણ વાનર તરીકે ઓળખાયો!
એકદા સભામંડપમાં બેઠેલા શ્રીકંઠે આકાશમાર્ગે કોલાહલ થતો સાંભળ્યો. તેણે આકાશ તરફ દૃષ્ટિ કરી.
‘સેંકડો, હજારો દેવો, કોઈ વિમાનમાં તો કોઈ રથમાં, કોઈ હાથી પર તો કોઈ અશ્વ પર, નંદીશ્વરદ્વીપ તરફ જઈ રહ્યા છે. હૈયાં જિનભક્તિથી નાચી રહ્યાં છે. શાશ્વત જિનપ્રતિમાઓનાં પૂજન-વંદન કરી, કૃતાર્થ બનવાના મનોરથોમાં મહાલી રહ્યા છે. શ્રીકંઠને પણ શુભ મનોરથ પ્રગટ્યો; તેના પવિત્ર ચિત્તમાં પરા નંદીશ્વર-શૈલ પર જવાની તમન્ના પ્રગટી.
તેણે વિમાનને સજાવ્યું.
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાક્ષસકીપ-વાનરદ્વીપ
ભક્તિની ભવ્ય સામગ્રી સાથે લીધી. દેવોની પાછળ શ્રીકંઠ વિદ્યાધરરાજાએ પણ આકાશમાર્ગે પ્રયાણ કર્યું.
ઉચ્ચ, પવિત્ર અને ઊર્ધ્વગામી આત્માઓ આત્મતારક નિમિત્તો મળતાં તેને વધાવી લેવાનો મનોરથ કર, મનોરથને પાછી મલિન વાસનાઓ નીચે દાટી ન દેતાં તેમને પાંગરાવવા અને ફળશીલ બનાવવાના પ્રયત્નો આદરે.
મનુષ્યની સહજવૃત્તિ તો એવી હોય છે કે તે પાપ આલંબનોને ઝડપી ગ્રહણ કરે છે, તેના આલંબને પાપમનોરથો અને પાપવૃત્તિઓ વેગશીલ બનાવે છે!
આ તો શ્રીકંઠ! શિવગામી છે! તીર્થયાત્રાનો હર્ષ હિલોળે ચઢયો છે. વિમાન માઇલ પર માઇલો, યોજના પર યોજન કાપતું આકાશમાર્ગે ચાલ્યું જાય છે. ત્યાં જ અચાનક વિમાન થંભી ગયું.
કોણે થંભાવ્યું?' શ્રી કંઠના મુખ પર ગંભીરતા છવાઈ ગઈ. નીચે દૃષ્ટિ કરી તો મોટો વિરાટકાય પહાડ! ગગનચુંબી શિખરે વિમાનની ગતિને અટકાવી દીધી! દેવોની તો અચિંત્ય શક્તિ! તેમનાં વિમાનો તો માનુપત્તર પર્વતને ઓળંગીને ચાલ્યાં ગયાં. શ્રીકંઠ ચિંતાતુર બની ગયાં.
‘રોપ કોના પર કરવો? રોપ શા માટે કરવો? પ્રારબ્ધ જ મારું પાંગળું છે. પૂર્વજીવનની તપશ્ચર્યા અધૂરી છે. માટે જ મારો ભવ્ય મનોરથ પૂર્ણ ન થયો. તો આવું નિર્માલ્ય જીવન જીવવાનો શો અર્થ છે? તે રાજ્યને પણ શું કરવાનું કે જે મારા આટલા મનોરથને પણ પૂરવા સમર્થ ન બન્યું. ? પુત્રપરિવારને પણ શું કરવાનો કે જે મારી શુભકામના બર લાવવા નાકામિયાબ નીવડ્યો? સર્યું આ સંસારથી... જીવન તપશ્ચર્યાન ચરણે જ ધરી દેવું શ્રેયસ્કર છે...'
શ્રીકંઠના અંતસ્તલમાં પોઢેલી વૈરાગ્યની પાવનભાવના ઝબકીને બેઠી થઈ. શ્રીકંઠે સંસારનો ત્યાગ કર્યો. તીવ્ર તપશ્ચર્યાઓની ભઠ્ઠીઓમાં મલિન આત્મસુવર્ણન ઉજ્વલ બનાવી દીધું. આયુષ્ય પૂર્ણ થયું. શ્રીકંઠનું નિર્વાણ થયું.
મોહની કેવી આછી ચાદર શ્રીકંઠ આત્મતત્ત્વને આવરીને રહેલી હતી કે એક સામાન્ય પ્રસંગ પરના તીવ્ર વૈરાગ્યે મોહચાદરને ચીરી નાંખી! કેવું આત્મસ્પર્શી ચિંત! મા-પાત્તર પર્વતની ભેખડોને માર્ગમાંથી તોડીફોડી નાખવાની કોઈ વિચારણા ન કરતાં આત્માના મોક્ષ તરફના પ્રમાણમાં આડખીલી કરી રહેલી સંસારની ભીમ ભેખડોને જ તોડીફોડી નાખવાના સતત અને સખત પુરુષાર્થ આદર્યો! નંદીશ્વરી તીર્થયાત્રા ભલ ન થઈ, પણ મોક્ષયાત્રા તો થઈ ગઈ!
O 0 0.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨. લંકાનું પતન અને ઉત્થાન
કાળનો અનાદિકાલીન ધસમસતો પ્રવાહ વહેતો જ જાય છે! વહેતો જ જાય છે! એ પ્રવાહમાં અનંત અનંત તીર્થકરો વહી ગયા! અનંત અનંત ચક્રવર્તીઓ... અનંત અનંત વાસુદેવો... બલદેવો... માનવો... દાનવો... તણાઈ ગયા. રાક્ષસદ્વીપ અને વાનરદ્વીપ પર અગણ્ય રાજાઓ થઈ ગયા.
શ્રેયાંસનાથ પછી તો વાસુપૂજ્ય, વિમલનાથ, અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ અને મલ્લિનાથ, એમ આઠ તીર્થકરો થઈ ગયા. વીસમાં તીર્થપતિ મુનિસુવ્રતસ્વામીનો કાળ આવી લાગ્યો. લંકાનો નાથ તડિકેશ હતો. લંકા અને કિષ્કિન્ધા એટલે મિત્રરાજ્યો. કિષ્કિન્ધાના અધિપતિ “ધનોદધિરથ વાનરેશ્વર સાથે તડિત્વેશને ખૂબ પ્રેમ હતો.
કિષ્કિન્ધાનાં રમણીય ઉદ્યાનોમાં સહેલગાહ કરવાનો તડિક્લેશને મનોરથ જાગ્યો. અંતઃપુરની રાણીઓને લઈ તડિકેશ વાનરદ્વીપ પર આવી પહોંચ્યો. નંદનવનની હરીફાઈમાં ઊતરેલા વાનરદીપના “નંદન' નામના ઉદ્યાનમાં તડિકેશ કીડાઘેલો બની ગયો!
તડિકેશની પ્રાણપ્રિયા ચંદ્રા એક સુંદર વૃક્ષની નીચે બેઠી હતી. ત્યાં વૃક્ષ પરથી એક વાંદરો નીચે ઊતરી આવ્યો.
ક્યારેય નહિ... ને આજે આ વાનરે મોટો જુલમ કર્યો. નીચે ઊતરીને સીધો જ તેણે ચંદ્રારાણી પર હુમલો કર્યો. તીર્ણ નખો વડે રાણીની છાતી પર ઉઝરડા ભરવા માંડ્યા. ચંદ્રા તો અચાનક આવી પડેલી આફતમાં બેબાકળી બની ગઈ. તેણી ચીસ પાડી ઊઠી.
કુકર્મોને પરાધીન પ્રાણી પર ક્યારે કઈ જગ્યાએ આફતો તૂટી પડે તે અજ્ઞાની જીવ કેવી રીતે જાણી શકે? માટે તો કુકર્મોની પરાધીનતાને ફગાવી દેવાનો પુરુષાર્થ કરવા પરમપુરુષો ઉપદેશ કરે છે.
ચંદ્રાની કારમી ચિચિયારી સાંભળતાં તડિસ્કુશ બહાવરો બની ગયો. તેણે જોયું કે એક ભયાનક વાનર ચન્દ્રા પર હલ્લો કરી રહ્યો છે, ત્યાં જ ધનુષ્ય પર તણ તીર ચઢાવ્યું.
સરરરર કરતું તીર સીધું જ વાનરના પેટમાં ઘૂસી ગયું. તીરના ઘાની
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાનું પતન અને ઉત્થાન પીડાથી વાનર આકુળવ્યાકુળ બની ગયો. દોડ્યો પણ કેટલું દોડી શકે? થોડેક દૂર ગયો ને ધરતી પર ઢળી પડ્યો.
બાજુમાં જ એક મહામુનિ ધ્યાન-અવસ્થામાં ઊભા હતા. ચન્દ્ર જેવું સૌમ્ય એમનું મુખ! કમળ જેવાં નિર્મળ એમનાં લોચન વાનરની વેદનાભરી આંખો મુનિ તરફ મંડાણી, મુનિનું અંતઃકરણ અનુકંપન અનુભવવા માંડ્યું.
મુનિ તો વાનરના ઘાયલ દેહની પાસે બેસી ગયા. એના કાન પાસે પોતાનું મુખ લઈ જઈ, વાનરને પરમમંગલ મહામંત્ર નમસ્કાર સંભળાવ્યો. મહામંત્રી નવકાર એટલે પરભવનું અખૂટ ભાથું!
મુનિ તો દયાના સાગર. પરલોકની યાત્રાએ જતા જીવાત્મા પાસે તેમણે ભાથું ન જોયું. તરત જ સર્વોત્તમ ભાથાનો ડબ્બો છેડે બાંધી દીધો!
વાનરનું મૃત્યુ થયું. વાનરનું કલેવર પલટાયું.
મહામંત્રના પુણ્યપ્રભાવે વાનરનો જીવાત્મા દેવ બન્યો! અવધિજ્ઞાનથી દેવે પોતાનો પૂર્વભવ જોયો.
હજુ પોતાનો વાનરદેહ લોહિયાળ હાલતમાં પડ્યો છે. બાજુમાં મહામુનિ ઊભા છે. મુનિવરના મહાન ઉપકારથી તેનું હૈયું ગદ્ગદ્ બની ગયું. તરત જ તે મુનિ પાસે આવ્યો અને ભાવસહિત મુનિવરને વંદના કરી.
આમેય મુનિરાજ વંદનીય જ હોય, તેમાં ઉપકારી મુનિરાજ તો વિશેષ રીતે વંદનીય હોય. વંદના કરીને દેવ જ્યાં ઉદ્યાન તરફ દૃષ્ટિપાત કરે છે, ત્યાં તેનો રોષ ભભૂકી ઊઠ્યો. તડિકેશ રાજાના સુભટો એક પછી એક વાનરોને વીંધી રહ્યા હતા.
દેવે ત્યાં ને ત્યાં જ એક વિકરાળ વાનરનું રૂપ ધારણ કર્યું. સાથે બીજા સેંકડો વાનરોની ઇંદ્રજાળ ઊભી કરી દીધી અને રાક્ષસેશ્વરના સુભટ્ટ પર આખાં ને આખાં વૃક્ષો ઉખાડીને ફેંકવા માંડ્યાં, મોટી મોટી પથ્થરશિલાઓ નાખવા માંડી, રાક્ષસવીર ત્રાસી ઊઠ્યા અને ચારે દિશામાં ભાગવા માંડ્યા.
તડિકેશે વિચાર્યું કે “જરૂર આ દેવી ઉપદ્રવ છે.” તરત જ શરીર પરથી શસ્ત્રો ત્યજી દઈ પેલા વિકરાળ વાનરની સમક્ષ આવી તડિલેશે નમન-પૂજન કર્યું અને અંજલિ જોડી પૂછ્યું :
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
જૈન રામાયણ | ‘તમે કોઈ દિવ્ય પુરુષ છો. તમે શા માટે આ રૂપ ધારણ કર્યું છે? અને શા માટે અમારા પર ઉપદ્રવ કરો છો?'
દેવનાં રોષ શમી ગયા. તેમણે પોતાનું દિવ્ય સ્વરૂપે પ્રગટ કર્યું અને પોતાનો સર્વ વૃત્તાન્ત રાક્ષસેશ્વરને કહ્યો.
પોતાનું વૃક્ષ પરથી ઊતરવું, ચન્દ્રારાણી પર વેરવૃત્તિનું જાગવું, અચાનક હુમલાનું થયું ને રાણીનું બેબાકળા થઈ જવું, તડિક્લેશનું તીરથી પોતાને વીંધી નાખવું, દોડીને મુનિનાં ચરણો આગળ ઢળી પડવું, મુનિનું શ્રી નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરાવવું, મરીને પોતાનું દેવ થવું, અવધિજ્ઞાનથી મુનિના મહાન ઉપકારને જોઈ હર્ષ પામવું, પાછી અહીં આવવું...
લંકેશ તો દેવની આ વાણી સાંભળીને તાજુબ થઈ ગયો. દેવને સાથે લઈ તે મહામુનિની પાસે ગયો. મુનિવરનાં ચરણોમાં મસ્તક નમાવી લંકાપતિએ વિનંતીભાવે પૂછયું : ‘કૃપાનિધિ! વાનર સાચના મારા વૈરનું શું કારણ, તે જણાવવા કૃપા કરશો?'
મુનિની સામે લંકાપતિએ અને દેવે આસન જમાવ્યાં. મુનિવરે તેમના વૈરનું કારણ કહેવા માંડ્યું :
લંકેશ! શ્રાવસ્તી નગરીમાં તું મંત્રીપુત્ર હતો. તારું નામ દત્ત હતું. જ્યારે આ દેવનો જીવ કાશીમાં એક શિકારી હતો!'
દિવ્યજ્ઞાનના સહારે મુનિએ જ્યારે બંનેના પૂર્વભવો કહેવા માંડ્યા ત્યારે લંકાપતિ તો ટગર ટગર મુનિના મુખ તરફ જ જોઈ રહ્યો.
પછી પ્રભુ?” ‘તું સંસારથી વિરક્ત બની ગયો. તે દીક્ષા ગ્રહણ કરી. પૃથ્વીતલ પર વિચરતો વિચરતો તું કાશીને દ્વારે પહોંચ્યો.
તે વખતે આ દેવનો જીવાત્મા શિકારી, તે નગરની બહાર નીકળતો હતો. મુંડાયેલા મસ્તકવાળ તું તેને સામે મળ્યો. શિકારીએ તારામાં અપશુકનની બુદ્ધિ કરી. તારા પર મહાન તિરસ્કાર વરસાવ્યો અને પ્રહાર કરી તેને પાડ્યો. તારું મૃત્યુ થયું. મરીને “માહેન્દ્ર દેવલોકમાં તું દેવ થયો. ત્યાં તે દીર્ધકાળ સુખ ભોગવ્યાં અને ત્યાંથી આયુષ્ય પૂર્ણ થતાં તારો લંકામાં જન્મ થયો.
પેલો પારધી તો પાપનું પોટલું બાંધી નરકમાં પહોંચ્યો. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી તે વાનર થયો અને વાનર મરીને આ દેવ થયો! તમારા બંનેના વરનું કારણે આ છે.'
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાનું પતન અને ઉત્થાન
૧૧ દેવ ફરીથી તે મહાન સાધુને વાંઘા. લંકાપતિની અનુજ્ઞા લીધી અને ત્યાંથી અદશ્ય થઈ ગયો.
અહીં તડિત્વેશના ચિત્તમાં તો મોટાં ખળભળાટ મચી ગયો. “કમાં પરાધીન આભાઆ ભવમાં ભટકતાં કવી ભૂલો કરે છે? એ ભૂલાનાં કેવાં ભયંકર પરિણામો આવે છે..!' ચિંતન કરતાં કરતાં તેને ભવના ભોગો અસાર ભાસ્યા.
તડિકેશ રાજા મુનિરાજ વંદના કરી, પરિવારની સાથે લંકામાં પાછા ગયો. હવે નથી ગમતું તને રાજ્ય-સિંહાસન, નથી ગમતી રાણીઓ સાથેની ફડા, નથી ગમતાં ખાનપાન કે નથી ગમતાં લંકાનાં નંદનવનો.
પુત્ર સુકેશને બોલાવ્યો અને લંકાનું રાજ્ય તેને સોંપ્યું.
તડિકેશ રાજર્ષિ બની ગયા, દીર્ધકાળ સંયમજીવનનું ઉગ્ર પાલન કર્યું અને સર્વ કમાંથી મુક્ત બની. તે મહર્ષિ પરમપદને પામ્યા.
વાનરદીપનો અધિપતિ ઘનોદધિરથ તડિત્કશનો પરમપ્રિય મિત્ર હતો, તડિકેશ સંસાર ત્યાગ કરી ચાલી નીકળ અને ઘનોદધિરથ રાજ્યમાં લંપટ થઈને બેસી રહે? તેણે પણ સંયમજીવન સ્વીકારી લીધું. તે શિવપદનાં પરમ યાત્રિક બની ગયો.
રાક્ષશ્વર સુકેશ બન્યો અને વાનરેશ્વર કિિિબ્ધ બન્યો.
એ અરસામાં વૈતાઢય પર્વત પર આદિત્યપુર નગરમાં મંદિરમાલી નામનો વિદ્યાધરેશ રાજ્ય કરતો હતો. તેને શ્રીમાલા નામની એક પુત્રી હતી.
શ્રીમાલા યૌવનમાં આવી. મંદિરમાલીએ પુત્રીને સુયોગ્ય પતિ પ્રાપ્ત થાય તે હેતુથી સ્વયંવરનું આયોજન કર્યું. સ્વયંવરમાં સર્વે વિદ્યાધર રાજાઓને આમંત્રણ આપવામાં આવ્યાં.
તેમાં વાનરેશ્વર કિષ્ક્રિબ્ધિ પણ આવી પહોંચ્યો. સેંકડો વિદ્યાધર રાજાઓ રવયંવરમંડપમાં સિંહાસન પર ગોઠવાઈ ગયા.
શણગારમાં ખામી હોય ખરી? પોતાના સંપત્તિવંભવના પ્રદર્શનનો આનાથી ક્યો બીજ સુંદર અવસર મળવાનો હતો? રાજકુમારીની રાહ જોવાઈ રહી હતી.
ત્યાં તો શ્રીમાલા સોળે શણગાર સજીને સ્વયંવરમંડપમાં દાખલ થઈ. જાણે સ્વર્ગને આંગણે ઉર્વશી રમવા નીકળી! હાથમાં સુગંધભરપૂર પુષ્પોની ગૂંથેલી મનોહર માળા હતી, બાજુમાં પીઢ અને અનુભવી દાસી હતી.
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
જૈન રામાયણ
દાસીએ ક્રમશઃ વિદ્યાધર રાજાઓની ઓળખ આપવા માંડી. પરાક્રમ, કુળ, પરિવાર, રૂપ, કળા, રાજ્ય... વગેરેનું રોચક વર્ણન કરવા માંડ્યું. એક પછી એક... સેંકડો વિદ્યાધર રાજાઓ પર નાપસંદગી ઊતરી, જ્યાં વાનરદ્વીપનો અધિપતિ કિષ્કિન્ધિ બેઠો હતો, ત્યાં શ્રીમાલા પહોંચી. કિષ્કિન્ધિને જોતાં જ શ્રીમાલાના અંગેઅંગમાં રોમાંચ પ્રગટ્યો... કિષ્લેિન્થિના ગળામાં વરમાળા આરોપાઈ ગઈ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ ત્યાં તો રથનૂપુરથી આવેલો વિજયસિંહ રાજકુમાર રોષથી ભભૂકી ઊઠ્યો. પ્રબળ પરાક્રમથી ગર્વિષ્ઠ બનેલા વિજયસિંહે ત્રાડ પાડી.
‘આ વાંદરાઓને અહીં કોણે બોલાવ્યા? વૈતાઢ્ય પરથી પૂર્વે પણ આમને ચોરની જેમ હાંકી કાઢવામાં આવ્યા હતા... અધમ... દુષ્ટ... પણ હવે તેમને પાછા જ ન જવા દઉં... પશુની જેમ અહીં આ સ્વયંવરની વેદી પર વધેરી નાખું છું...' એમ રાડો પાડતો યમરાજના જેવો વિજયસિંહ હાથમાં ભયંકર ખડગ લઈને ઊછળ્યો.
સ્વયંવરમાં આવેલા વિદ્યાધર રાજાઓ બે વિભાગોમાં વહેંચાઈ ગયા.
કેટલાકે વિજયસિંહનો પક્ષ લીધો. કેટલાકે કિષ્ક્રિન્ધિનો પક્ષ સ્વીકાર્યો. કિષ્કિંન્ધિ સાથે તેનો પરમમિત્ર લંકાપતિ સુકેશ મરણિયો થઈને ઝૂઝવા માંડ્યો.
સ્વયંવરની ભૂમિ યુદ્ધભૂમિ બની ગઈ! ભાલા સામે ભાલા ચમકવા લાગ્યો. તલવારોની સામે તલવારો ઊછળવા લાગી. હાથીઓની સામે હાથી ભટકાવા લાગ્યા. યોદ્ધાઓની કારમી ચિચિયારીઓથી પૃથ્વીને ફાડી નાંખતો ધ્વનિ થવા લાગ્યો. લોહીથી પૃથ્વી ભીંજાઈ, કંઈક વીરો ભૂશરણ થવા લાગ્યા.
કિષ્લેિન્ધિના નાના ભાઈ અંધકે રૌદ્રસ્વરૂપ પકડયું. જેમ ઝાડ પરથી ફળ તોડે તેમ વિજયસિંહનું માથું ધડ પરથી ઉડાવી દીધું. વિજયસિંહ મરાયો ત્યાં તેનું સૈન્ય ત્રાસી ઊઠ્યું અને યુદ્ધભૂમિ છોડી ચાલ્યું ગયું. કિષ્ઠિન્ધિ પણ શ્રીમાલાને લઈને આકાશમાર્ગે કિષ્કિન્ધા તરફ પાછો વળ્યો.
યુદ્ધ... વૈર... કેટલી બધી ભયંકર વસ્તુ છે! કિષ્કિન્ધિના ગર્વનો કોઈ પાર નથી. તે સમજે છે કે ‘મેં શત્રુનો નાશ કરી નાખ્યો એટલે હું નિર્ભય બન્યો... વિજયી બન્યો’ પરંતુ બીજ તો ભૂમિમાં જ દટાયેલું હોય, બહાર ન દેખાય. એમ વૈરનું બીજ વાવ્યા પછી ભલે ચામડાંની આંખે ન દેખાય પણ એ બીજમાંથી જ્યારે એકાએક ભયંકર કાંટાળું વૃક્ષ ઊગે છે ત્યારે આંખો ફાટી જાય છે! પુત્રવધના સમાચાર વાયુવેગે રથનૂપુર પહોંચી ગયા. વિજયસિંહનો પિતા
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
લંકાનું પતન અને ઉત્થાન અશનિવગ વિદ્યાધરેન્દ્ર ધમધમી ઊઠ્યો. વૈરનો બદલો લેવા તરત જ તે વાનરદીપ પર આવી પહોંચ્યો. અશનિવેગના મદાંધ યોદ્ધાઓએ વાનરદ્વીપના રમણીય ઉદ્યાનો ઉજ્જડ કરવા માંડ્યાં. કિષ્કિન્ધા નગરીને ચારેકોરથી ઘેરી લીધી.
ગુફામાંથી ગર્જના કરતાં જેમ સિંહ નીકળે તેમ લંકાપતિ સુકેશ અને નાના ભાઈ અંધકની સાથે કિષ્કિન્ધા નગરીની બહાર નીકળ્યો.
અશનિવગે પોતે જ સંન્યને મોખરે આવી પ્રચંડ યુદ્ધ કરવા માંડ્યું. પટલાણી જેમ દાતરડાથી ઘાસને કાપે તેમ અશનિવેગ રાક્ષસવીરો અને વાનરવીરોને કાપવા માંડ્યો, પણ તે શોધતો હતો પુત્રઘાતક અંધકને! અંધક તો આંધળો બનીને ઝઝૂમી રહ્યો હતો. કંઈક વિદ્યાધરોના સંહાર કરતો કરતો તે અશનિવેગની સમીપ આવી પહોંચ્યો.
અંધકને પોતાની નજીકમાં જોતાં જ અશનિવેગે છલાંગ મારી! હરણ પર સિંહ જેમ તૂટી પડે તેમ અંધકના ધડ પરથી માથું ઉડાવી દીધું! રાક્ષસદ્વીપ અને વાનરદ્વીપના વિદ્યાધરો ચારે દિશાઓમાં ભાગી છૂટ્યા. સુકેશ અને કિષ્ક્રિબ્ધિ પાતાલલંકામાં જઈને ભરાયા.
પાતાલલકામાં રહેતા કિષ્કિન્વિને બે પરાક્રમી પુત્રો થયા. એકનું નામ આદિત્ય અને બીજાનું નામ રૂક્ષ.
એક વાર કિષ્ક્રિબ્ધિ મેગિરિની યાત્રાએ ચાલ્યો. મેરગિરિ પરની શાશ્વતકાલીન જિનેશ્વર-પ્રતિમાઓને તેણે વંદી, પૂજીને યાત્રાનો મહાન આનંદ પ્રાપ્ત કર્યો. પાછા વળતાં આકાશમાંથી તેણે મધુપર્વત જોયો.
મધુપર્વત પરનાં રમણીય ઉદ્યાનોએ કિષ્કિબ્ધિના ચિત્તને હરી લીધું કિષ્કિબ્ધિએ મધુપર્વત પર અલબેલી નગરી વસાવવાનો મનોરથ કર્યો અને આ તો વિદ્યાધર! જોતજોતામાં તો મધુપર્વતનાં સુવર્ણશિખરો પર કિષ્કિબ્ધિ નામનું નગર વસી ગયું. કિષ્ક્રિબ્ધિ પોતાના પરિવાર સાથે આવીને ત્યાં વસ્યો. જાણે કૈલાસ પર આવીને કુબર વસ્યો!
રાક્ષસપતિ સુકેશ પાતાલલંકામાં દુઃખમય દિવસો વ્યતીત કરતો હતો. તે અરસામાં તેની રાણી ઇન્દ્રાણીએ ત્રણ પુત્રરત્નાને જન્મ આપ્યો. એકનું નામ માલી, બીજાનું નામ સુમાલી અને ત્રીજાનું નામ માલ્યવાન.
ત્રણેય ભાઈઓનું ગજબનાક ભુજાબળ હતું. ત્રણેય યૌવનમાં આવ્યા, યુદ્ધકળામાં નિપુણ બન્યા. એક દિવસ ઇન્દ્રાણીને ખૂબ ઉદાસ જોઈ, મોટા પુત્ર માલીએ પૂછ્યું :
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
જૈન રામાયણ મા, તું કદીય હસતી તો દેખાતી નથી.” મહાન પરાક્રમી માલીની આંખોમાં આંખો પરોવતાં ઇંદ્રાણીની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં. પુત્ર ન જુએ એ રીતે સાડીના પાલવથી તેણે આંખો લૂછી નાંખી, પણ ચકોર માલી પરખી ગયો!
મા, તું રડે છે? શા માટે ? શું તારો કોઈએ અપમાન કર્યું છે? શું તારા સામે કોઈ નરાધમે કુદષ્ટિ કરી છે? શું તને કોઈ રોગ પીડી રહ્યો છે? તું કહે, કહેવું જ પડશે. અમે તારા ત્રણ-ત્રણ પરાક્રમી પુત્રો હોઈએ છતાં તારે આંખમાંથી આંસું પાડવાં પડે એ અમને શૂળથી ય અધિક ખેંચે છે.' ઇંદ્રાણીએ સ્વરથ થઈ કહ્યું :
બેટા! આપણું રાજ્ય જ્યારથી વૈતાઢ્ય પર્વત પરના અશનિવેગ રાજાએ તારા પિતાને અને તારા પિતાના પરમમિત્ર કિષ્કિબ્ધિ વાનરેશરને હરાવી પડાવી લીધું, લંકાના રાજ્ય પર પોતાના આજ્ઞાંકિત નિર્ધાત' નામના વિદ્યાધરને બેસાડ્યો, અને તારા પિતાને અહીં પાતાલલંકામાં આવીને રહેવું પડ્યું, ત્યારથી જ મારા સુખની સંધ્યા આથમી ગઈ છે. જ્યાં સુધી હું દુશ્મનોને..'
“બસ કર મા, સમજી ગયો. પિતાનું રાજ્ય, એ દુષ્ટ નિર્ધાત વિદ્યાધરો હું વિનાશ કરીને, પાછું લઈને જ જંપીશ.'
ત્રણેય ભાઈઓ પિતાના રાજ્યને પાછું મેળવવા તડપી રહ્યા. અગ્નિની જવાલાઓની જેમ વૈરની આગથી તેમનાં મુખ લાલચોળ બની ગયાં. યુદ્ધનાં નિશાન ગડગડ્યાં. નોબત વાગી ઊઠી. લાખો રાક્ષસવીરો લંકાને પુનઃ હસ્તગત કરી લેવા થનગની ઊઠ્યા. માલી, સુમાલી અને માલ્યવાને માતા ઇંદ્રાણીનાં ચરણે મસ્તક નમાવ્યાં અને માતાની શુભ આશિષ મેળવી. કુમારિકાઓએ કુંકુમનાં તિલક કર્યા અને કમરે વિજયી ખડગ બાંધ્યાં!
પુરોહિતે શુભ મુહુર્તનો પોકાર કર્યો. યુદ્ધયાત્રાનું શુભ પ્રયાણ થયું. આકાશમાર્ગે ત્વરાથી સૈન્ય લંકાની સીમામાં આવી પહોંચ્યું. ભીષણ અને રણવીર રાક્ષસવીરોએ લંકાને ચારે કોરથી ઘેરી લીધી. અશનિવેગના પીઠબળથી મદાંધ બનેલો નિર્ધાત ખેચર યુદ્ધ માટે લંકાની બહાર નીકળ્યો.
બહાર આવતાં જ માલીની ભયાનક ગર્જનાએ નિર્ધાતને પડકાર્યો, બંને વીર અને પરાક્રમી! ક્ષણમાં નિર્ધાતનો વિજય દેખાય તો ક્ષણમાં
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાનું પતન અને ઉત્થાન
૧૫
માલીનો! ત્યાં તો માલીની પડખે સુમાલી અને માલ્યવાન આવી ચઢ્યા. પણ માલીની ત્યાં ગર્જના થઇ.
‘તમે બંને દૂર રહો, એ દુષ્ટને તો હું જ પૂરો કરીશ.' એમ કહેતો માલી સિંહની જેમ છલાંગ મારી નિર્ઘાતની નજીક જઈ ઊભો રહ્યો. યમરાજ જેવો માી તદ્દન નિકટમાં આવતાં નિર્ધાત સ્તબ્ધ બની ગયો. ત્યાં તો માલીએ તીક્ષ્ણ ધા કરી નિર્ધાતના ધડ પરથી માથું અલગ કરી નાંખ્યું, નિર્થાત રણમાં રોળાયો. તેનું સૈન્ય નષ્ટભ્રષ્ટ થઈ ગયું. માલીએ ભાઈઓની સાથે લંકામાં પ્રવેશ કર્યો. લંકાના રાજ્યસિંહાસન પર માલીનો અભિષેક થયો.
કિષ્લેિન્ધિ પર્વત પર કિષ્કિન્ધા નગરીમાં આદિત્યનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો.
પુનઃ લંકા અને કિષ્કિન્ધાના વારસદારોએ સ્વરાજ્ય હાંસલ કરી લીધું. (3)
અંધકનો વધ કરી અભિનવેગનો કોપ શાંત થઈ ગયો હતો. રથનૂપુર પહોંચ્યા પછી અનિવેગના જીવનમાં ઝડપી પરિવર્તન થવા લાગ્યું. રાજ્યની ખટપટોમાંથી તેનું ચિત્ત ઊઠી ગયું. જીવનની અસારતાનું તેને સ્પષ્ટ ભાન થવા લાગ્યું. મોક્ષમાર્ગની ઉપાસના કરી લેવાની ભાવના તેના અંતઃકરણમાં અંકુરિત થઇ. સદ્ભાવનાઓના સતત સિંચનથી સંસારત્યાગનો મનોરથ અંકુર પાંગર્યો અને એક મંગલ દિવસે તેણે સંસારનો સાચોસાચ ત્યાગ કરી દીધો.
રથનૂપુરના રાજ્ય સિંહાસને અશનિવેગનો પુત્ર સહસ્રાર બેઠો.
સહસ્રારની રાણી ચિત્રસુંદરી. રમણીય શયનગૃહમાં ચિત્રસુંદરી સૂતી છે. દીપકમાં ધીમા ધીમા જલી રહ્યા છે. પશ્ચિમનો વાયુ મંદમંદ વહી રહ્યો છે. ચિત્રસુંદરી અર્ધનિદ્રામાં પડી છે. ત્યાં તેણે એક સુંદર સ્વપ્ન જોયું. કદીય નહિ જોયેલું સ્વપ્ન જોઈને ચિત્રસુંદરી હર્ષિત થઈ ગઈ. ઝબકીને બેઠી થઈ ગઈ. સહસ્રાર રાજાના શયનગૃહમાં પહોંચી અને રાજાને શુભ સ્વપ્નની વધામણી આપી.
સહસ્રારે સ્વપ્ન સાંભળી, તેના પર ચિંતન કર્યું.
‘દેવી! તમે એક પુત્રરત્નને પ્રાપ્ત કરશો!' સહસ્રારે કહ્યું.
‘આપનું વચન સફળ બનો!' કહી ચિત્રસુંદરીએ પતિના વચનને વધાવ્યું. ચિત્રસુંદરીના પેટે એક ઉત્તમ દેવ અવતર્યા. દિનપ્રતિદિન ગર્ભ વૃદ્ધિને
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
જૈન રામાયણ પામતો ગયો. એક દિવસ ચિત્રસુંદરીના ચિત્તમાં એક ઇચ્છા પ્રગટી. મનોરથ. ખૂબ જ ખરાબ હતો. ઘણા કષ્ટ એ પૂર્ણ થઈ શકે એવો અને કોઈને કહી શકાય નહિ એવો! ચિત્રસુંદરીની કેળકોમળ કાયા કૃશ બનતી ચાલી. નથી એ સુખેથી ખાતી, નથી એ સુખેથી સૂતી કે નથી એ સુખેથી ફરતી.
સહસાર રાજા પણ ચિંતાતુર બની ગયો. અંતઃપુરમાં આવી ચિત્રસુંદરીને પૂછયું :
પ્રિય! કેમ સંતાપમાં તે શેકાઈ રહી છે? કોઈ મૂંઝવણ તને પીડી રહી છે? દિલ ખોલીને વાત કર.'
“ના, ખાસ કંઈ નથી.” “એવું બને જ નહિ, ચિંતા વિના આમ દેહ સુકાઈ જાય ખરો?'
વાત સાચી છે પણ..' ચિત્રસુંદરીનું મસ્તક નમી ગયું. પગના અંગૂઠાથી તે ભૂમિ ખોતરવા લાગી. “તો કહેતાં શા માટે અચકાય છે?' રાજાએ નિકટમાં આવી પૂછયું. વાત કહી શકાય તેવી નથી.” મારાથી પણ છુપાવવાની છે?' છુપાવવી તો નથી પણ...' ‘પણ શું?'
જીભ ઊપડતી નથી. લજ્જાથી મરી પડું છું.' ‘તું નહિ કહે ત્યાં સુધી હું અહીંથી ખસવાનો નથી.' તો તો બહુ સરસ!'
ખાવા-પીવાનું પણ બંધ. આ આપણે તો ભગવાનનું નામ જપતા બેઠા! જ્યાં સુધી ન કહેવું હોય, ત્યાં સુધી ન કહેતી!
રાજાના અતિ આગ્રહ આગળ ચિત્રસુંદરીનો પરાજય થયો. ન છૂટકે તેને પોતાનો આંતરિક મનોરથ કહેવો પડ્યો,
ઇન્દ્ર સાથે ભોગ ભોગવવાનો મલિન મનોરથ જ્યારથી મને પ્રગટ્યો છે, ત્યારથી મારું મન ખૂબ જ વ્યાકુળ રહે છે.”
કહેતાં શું કહી તો દીધું, પણ સહસારના શું પ્રત્યાઘાતો પડશે? તેની કલ્પનાથી તે ધ્રૂજી ઊઠી.
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાનું પતન અને ઉત્થાન
૧૭ સહસારે ચિત્રસુંદરીની સરળતાનો ગેરલાભ ન ઉઠાવ્યો. અર્થાત્ ચિત્રસુંદરી પોતાને છોડી ઇ-પરપુરુષને ચાહે છે, તે જાણી રાણી પર દ્વેષ કે તિરસ્કાર ન કયાં, પરંતુ તેની તે કામના પૂર્ણ કરવાની યુક્તિબદ્ધ યોજના વિચારી.
કર્મની કેવી વિચિત્રતા છે! સહસાર પ્રત્યે પૂર્ણ પ્રેમને ધારણ કરનારી ચિત્રસુંદરી ગર્ભવાસમાં આવેલા જીવના પ્રભાવે તે ઇન્દ્ર પ્રત્યે અનુરાગવાળી બની! આગંતુક જીવનાં કર્મ ચિત્રસુંદરીના મન પર કેવી દુષ્ટ અસરો કરે છે? પટમાં જીવ આવ્યા પછી માતાને જે મનોરથ થાય છે, તે મનોરથ પેલા જીવના ભાવિનું સૂચન કરતો હોય છે.
સહસાર તો વિદ્યાધર રાજા હતો. વિદ્યાને બળે તેણે ઇન્દ્રનું રૂપ કર્યું અને ચિત્રસુંદરીના મનોરથને પૂર્ણ ક્યોં. કાળક્રમે ચિત્રસુંદરીએ પુત્રને જન્મ આપ્યો.
પુત્રનાં લક્ષણ પારણામાં! જન્મથી જ રાજપુત્રના અંગેઅંગમાંથી શૌર્ય નીતરતું હતું. મંગલમુહૂર્ત પુત્રનું નામ પાડ્યું ઇન્દ્ર. કલાચાર્યોની છાયામાં ઇન્દ્રની જીવનકલા ખીલવા માંડી. એક પછી એક વર્ષો વીતવા માંડ્યાં. ઇન્દ્ર યૌવનકાળમાં પ્રવેશ્યો. ઇન્દ્ર ચાલે અને વૈતાઢયનાં શિખરો ધ્રુજે! ઈન્દ્ર બોલે અને વૈતાઢચના રાજાઓ કંપે! પરાક્રમ તો ઇન્દ્રનું! વિદ્યાબળ તો ઇન્દ્રનું, તેજ પ્રતાપ પણ ઇન્દ્રનો! સહારે વિચાર્યું કે “ઇન્ડ હવે રથનૂપુરનું રાજ્ય સંભાળવા શક્તિશાળી છે. મારે આત્મહિતમાં જ લીન બનવું યોગ્ય છે.” રથનપુરનો રાજા ઈન્દ્ર બન્યો. સહસ્ત્રારે ધર્મસાધનામાં જીવ પરોવ્યો. ઇન્દ્ર રાજ્યને મહારાજ્ય બનાવવાનો દઢ સંકલ્પ કર્યો. પોતાના નામને સાર્થક બનાવવાનો તેને મનસૂબો જાગ્યો. તેણે ચાર પરાક્રમી વિદ્યાધર રાજાઓને ચાર દિપાલ બનાવ્યા. સાત સભ્યો અને સાત સેનાપતિઓ બનાવ્યા. ત્રણ પર્ષદાઓ રચી. ‘વજ' નામનું શસ્ત્ર બનાવ્યું. “ઐરાવત હાથી' બનાવ્યો. “રંભા, ઉર્વશી” વગેરે નામવાળી સ્ત્રીઓની સ્થાપના કરી.
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
જૈન રામાયણ બૃહસ્પતિ' નામનો મંત્રી બનાવ્યો. નિંગમેષિ' નામનો સરસેનાપતિ સ્થાપ્યો.
દેવલોકના ઇન્દ્રના પરિવારમાં દેવોનાં જે જે નામો છે તે બધાં નામાં તેણે પોતાના વિદ્યાધર-પરિવારમાં પાડ્યાં અને હું ઇન્ટ!' એવા ઘમંડથી રાજ્યનું પાલન કરવા માંડ્યું.
પણ આ તો સંસાર! કોઈનાય ઘમંડ ટકવા ન દે, કર્મસત્તા મહાન સંપત્તિ અને વૈભવો જીવને ચરણે ધરે છે, પરંતુ જીવ પાસે તે તેનો ત્યાગની અપેક્ષા રાખે છે! જો જીવ તે સંપત્તિ અને વૈભવ પર મગરૂબી ધારણ કરનારો બને છે તો તે સંપત્તિ-વૈભવોનો બીજો ઉમેદવાર કર્મસત્તા ઊભો કરીને તેને છીનવી લેવા પ્રેરે છે.
ઇન્દ્રની “ઇન્દ્ર તરીકેની ખ્યાતિ દેશવિદેશમાં પ્રસરી ગઈ. લંકાપતિ માલી રાજા ઇન્દ્રના અહંકારને સહન ન કરી શક્યો. પોતાની પ્રચંડ શક્તિનું તેને અપમાન થતું હોય એવું લાગ્યું. ઇન્દ્રને મહાત કરવા માલી થનગની ઊો, અને યુદ્ધનાં નિશાન ગડગડવાં.
સુમાલી, માલ્યવાન વગેરે પરાક્રમી રાક્ષસવીરોની સાથે માલીએ આકાશમાર્ગે વૈતાઢય પર પ્રયાણ કર્યું. રાક્ષસવીરોથી આકાશ ઢંકાઈ ગયું. પણ ત્યાં જ સુમાલીએ માલીને કહ્યું
મોટાભાઈ, શુકન સારા થતા નથી.
સુમાલી! તું કાયરનો કાયર જ રહ્યો..' પ્રચંડ ભુજાબળથી ગર્વિષ્ટ બનેલા માલીએ સુમાલીને હસી કાઢયો.
“પણ આ ગધેડો ભૂંડું ભૂકી રહ્યો છે...' 'ભલે ભુંકે, તું ભૂંકવાનું બંધ કર.'
આ શિયાળિયાઓનો વરસ સ્વર માઠાં એંધાણ કરે છે.'
બોલતો બંધ થઈશ? માલીની અપ્રમેય શકિો પર તને અવિશ્વાસ છે? સુમાલી! બનાવટી ઇન્દ્રને રણમાં ધૂળ ચાટત કરી આ પાછા વળ્યા સમજ, શુકન-બુકનને પરાક્રમી પુરુષો ગણકારતા જ નથી હોતા..'
રાક્ષસપતિ, શુકન કંઈ અશુભ નથી કરતા પરંતુ, આપણા શુભ-અશુભ ભાવિનું સૂચન કરતા હોય છે. મહર્ષિઓએ....'
ચૂપ મર. તારી સલાહની મને જરૂર નથી.”
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૯
લંકાનું પતન અને ઉત્થાન
બિચારો સુમાલી માલીના દુરાગ્રહ આગળ સુમાલીન ચૂપ થઈ જવું પડ્યું. આકાશમાર્ગ ઉતારાના શિખર પર રાક્ષસવીરો-વાનરવીરોની વિરાટ સેના ઊતરી પડી.
માલીએ ઇન્દ્રને યુદ્ધની હાકલ કરી. ઇન્દ્ર પણ ગાંજ્યો જાય એમ ન હતો. રથનુપરની શેરીએ-શેરીએ યોદ્ધાઓ ઊભરાવા લાગ્યા, યુદ્ધની નોબતથી આકાશમંડલ ધણધણી ઊડ્યું. અરાવત હાથી પર છે આરૂઢ થયો, હાથમાં વજન ધારણ કર્યું. સાગરના જેવી અપાર સેના સાથે ધમધમતો ઇન્દ્ર ધસમસતા માલીની સામે આવી પહોંચ્યાં. ઇન્દ્રનું સંન્ય અને માલીનું સૈન્ય પરસ્પર ભટકાયાં.
સામસામાં શસ્ત્રો અથડાયાં. ભીષણ અગ્નિ જેવા તણખા ઝરવા લાગ્યા. પર્વત પરથી જેમ શિલાઓ ગબડે તેમ હાથી અને ઘોડા રણમાં પડવા લાગ્યા. યોદ્ધાઓનાં માથાં ધડ પરથી ધડાધડ પડવા લાગ્યાં. લોહીના ખાબોચિયાં ઠેરઠેર ભરાવા લાગ્યાં. તર્જાતામાં ઇન્દ્રના સૈન્ય માલીના સૈન્યને ભગાડ્યું. હાથી ગમે તેટલો બળવાન હોય, પણ સિંહની સમક્ષ શું કરે?
માલીએ જ્યાં પોતાનું સૈન્ય ભાગતું જોયું ત્યાં તે રોષથી ભભૂકી ઉઠ્યો. માતેલા સાંઢની જેમ માલી ઇન્દ્રના સૈન્ય પર ધસી ગયો. ગદા, મુર, બારાથી ઇન્દ્રની સેનાને ત્રાહિમામ પોકારાવી દીધી.
ઇન્દ્ર પણ યમ વરણ કુબેર વગેરે સાહસિક સાથીદારો સાથે માલીની સામે આવી ઊભો. ઇન્દ્ર માલીની સામે ખૂનખાર જંગ ખેલવા માંડ્યો. જ્યારે યમ. વણ વગેરેએ સુમાલી વગેરેની સાથે બાથ ભીડી.
પ્રાણની પરવા કર્યા વિના રણવીરો ઝૂઝવા લાગ્યા, પ્રાણની પરવા કરે તે રણવીર નહિ. પ્રાણને માટે પણ વિજય મેળવવા અગણિત યોદ્ધાઓ ભુશરણ થવા લાગ્યા. ઇન્દ્ર અને માલીનું યુદ્ધ લાંબો સમય ચાલ્યું. ઇન્દ્ર છેડાયો. વજથી માલીના ગળાને રહેંસી નાખ્યું.
માલી મર્યા. રાક્ષસ સુભટો અને વાનર સુભટોએ યુદ્ધનું મેદાન છોડયું. ઇન્દ્ર લકાનું રાજ્ય વૈશ્રવણ નામના વિદ્યાધરને આપ્યું અને પોતે રથનુપુરમાં પાછો વળ્યા.
0 0 0
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3. રાવણનો જન્મ
રાક્ષસ સૈન્ય અને વાનર સૈન્યની તો ગતો ભ્રષ્ટ તો ભ્રષ્ટ જેવી સ્થિતિ થઈ. ઇન્દ્ર પર વિજય ન મળ્યો અને બીજી બાજુ રાક્ષસદ્વીપ અને વાનરદ્વીપ પણ ખોયા. ફરીથી રાક્ષસવંશીય વિદ્યાધરોએ લંકા ગુમાવી. સુમાલીની ચિંતાના કોઈ પાર ન રહ્યો.
મનુષ્યની ધારણાઓ જો બધી સિદ્ધ થતી હોય તો પછી ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ જ કોણ કરે! કર્મોની વિશ્વવ્યાપી સત્તા નીચે દબાયેલા પામર મનુષ્યની નવ્વાણું ટકા ધારણાઓ ધૂળમાં મળી જાય છે.
રાક્ષસવીરો સુમાલીની ચારેકોર ભેગા થઈ ગયા. સુમાલીના મુખ પર ગ્લાનિની સ્પષ્ટ રેખાઓ અંકિત થયેલી હતી. તેનું ઉન્નત મસ્તક વસુંધરાની તરફ નમી પડ્યું હતું. તેનું નિવાસસ્થાન નીરવ શાંતિમાં ડૂબી ગયું હતું.
‘મહારાજ! હાર અને જીત એ તો પ્રારબ્ધના ખેલ છે, તેમાં આટલી બધી ચિંતા શા માટે કરવી?' લંકાના મહામાત્ય પ્રજ્ઞાનિધિએ મૌન તોડ્યું.
‘પ્રજ્ઞાનિધિ! દુઃખ બે વાતનું જ છે : એક, મોટા ભાઈની કરપીણ હત્યા અને બીજું, સખત પુરુષાર્થ કરવા છતાં પ્રારબ્ધ તરફથી ફટકો.'
‘રાક્ષસોના નાથ! હિંમત હારવાની જરૂર નથી. ફરીથી સૈન્યબળ એકત્રિત કરી ઘમંડી ઇન્દ્રનું પાણી ઉતારી નાંખીએ.' ક્રોધના અગ્નિમાં ધમધમી ઊઠેલા વજ્રનાદ સેનાપતિએ ગર્જના કરી.
ના, મારા રણવીર વીરો! એક તો અવિચારી પગલાનાં કરુણ અંજામ જોયો... લાખો... કરોડો આત્માઓની ઘોર હિંસા થઈ છતાં નિષ્ફળતા! હવે એ ભૂલનું પુનરાવર્તન કરી મારે રાક્ષસવંશને નિર્મૂળ નથી કરવો.’
‘તો પછી હવે...?’ એક રાક્ષસસેનાની બોલી ઊઠ્યાં.
‘હવે થોડોક કાળ વીતવા દેવો પડશે. જ્યાં સુધી રાક્ષસવંશમાં કોઈ મહાપુણ્યવંત અજોડ પરાક્રમી આત્મા ન જન્મે ત્યાં સુધી ધરપત ધરવી પડશે,' ગંભીર અને નિશ્ચયાત્મક સૂરે સુમાલીએ પોતાની નીતિને જાહેર કરી.
‘એમ ચૂપકી પકડવામાં તો રાક્ષસવંશને લાંછન લગાડવા જેવું છે.' માલ્યવાને કચવાતે હૈયે વરાળ કાઢી.
‘માલ્યવાન! દીર્ઘદ્રષ્ટા બનવાની જરૂર છે. જીવનમાં બનતા પ્રસંગો પરથી
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણનો જન્મ
૨૧ આપણાં પુણ્યબળ અને પાપબળનો ખ્યાલ કરવો જોઈએ. પુણ્યબળ નહિ હોય અને પુરુષાર્થ ધરખમ કરવામાં આવશે છતાં પાપબળ તે પુરુષાર્થને પીંખી નાખશે, નાકામિયાબ બનાવશે. હાલને તબકકે આપણું પુણ્યબળ ઓછું છે. આપણું ખૂટતું પુણ્યબળ પૂર્ણ ન થાય ત્યાં સુધી મન પકડવું જ શ્રેયસ્કર છે.” સુમાલીએ મક્કમતાથી પોતાનો વિચાર સ્પષ્ટ કર્યો.
તો હવે છુપાઈ રહેવાનું?” “હા.” ‘જીવન છુપાઈને જ પૂરું કરવાનું?” ‘ત્યારે શું જીવન લડીને જ પૂરું કરવા માટે છે?'
માલ્યવાન ચૂપ થઈ ગયો. સુમાલીએ સમગ્ર સૈન્યને આજ્ઞા કરી દીધી કે ‘બધાએ પાતાલલંકામાં જવાનું છે, ત્યાં અચોક્કસ કાળપર્યન્ત રહેવાનું છે.'
સુમાલીના નેતૃત્વ નીચે બધા રાક્ષસો પાતાલલંકામાં પહોંચ્યા. સુમાલીએ પાતાલલંકામાં આવતાં જ રાજ્યનું સંચાલન સંભાળી લીધું. રાજ્યતંત્રને વ્યવસ્થિત ગોઠવી દીધું. તેણે ન્યાય, નીતિ અને નિપુણતાથી રાજ્યનું પાલન કરવા માંડ્યું.
સુમાલીને પ્રીતિમતી નામની પ્રિયા હતી. પ્રીતિમતીની સાથે અનેકવિધ ભોગસુખોને અનુભવતો સુમાલી કોઈ અદ્વિતીય તેજસ્વી પુત્રની પ્રતીક્ષા કરતો હતો.
એક દિવસ પ્રીતિમતીને ગર્ભનાં આધાન થયાં. દંપતીના આનંદની અવધિ ન રહી, પ્રીતિમતી ખૂબ જ સાવધાનીથી ગર્ભનું જતન કરવા લાગી. આહારવિહાર અને વિચારમાં તે ખૂબ જ નિયમિત બની ગઈ. મહિનાઓ વીતવા લાગ્યા. જેમ જેમ ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો તેમ તેમ પ્રીતિમતીનું સૌન્દર્ય, શુભ ભાવો અને પ્રસન્નતા વિકસ્વર બનવા લાગ્યાં.
સમય પૂર્ણ થયાં પ્રીતિમતીએ એક સુંદર તેજપુંજસમા પુત્રને જન્મ આપ્યો. સુમાલીએ સમગ્ર પાતાલલંકાને ધજાપતાકાઓથી સજી દીધી, રંગોથી રંગી દીધી, ગીત-ગાન નૃત્યોથી ખીલવી દીધી. તેણે દાન દઈને દરિદ્રતાને ટાળી દીધી. પુત્રના મુખ પરથી જાણે રત્નોનાં શાંત-શીતળ કિરણો સૂવી રહ્યાં હતાં. સુમાલીએ પુત્રનું નામ રત્નશ્રવા પાડ્યું.
એ કાળ એવો હતો કે જ્યારે ગુણોને અનુલક્ષીને વ્યક્તિનાં નામ પાડવામાં આવતાં હતાં. ચોવીસેય તીર્થકરોનાં નામો આ હકીકતમાં સાક્ષીભૂત છે. જ્યારે આજે એ કાળ આવી લાગ્યો છે કે નામ પાડવામાં આવશે ત્યારે વ્યક્તિના ગુણો નહિ પણ માત્ર રાશિ જોવાય છે! કદાચ એવોય કાળ આવશે કે જ્યારે રાશિ
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ નહિ જોવાય પણ માત્ર નામ પાડનારની પસંદગી જ રહેશે! ડબ્બો હશે તેલનો અને લેબલ હશે “ચોખ્ખું ઘી' નું !
સુમાલીના રાજમહાલયમાં રત્નશ્રવા ખૂબ લાલનપાલનથી ઊછરવા લાગ્યો. બાલ્યકાળથી જ અધ્યાપકો દ્વારા સમાલીએ રત્નશ્રવાનું સર્વાગી ઘડતર કરવા માંડયું. શાસ્ત્રકળા અને જીવન જીવવાની કળાઓનું સર્વાગીણ જ્ઞાન રત્નશ્રવાને મળવા લાગ્યું.
વર્ષો વીતવા લાગ્યાં. જીવનની અવસ્થાઓ પણ પલટાવા માંડી. બાલ્યાવસ્થામાંથી રત્નશ્રવા તરુણાવસ્થામાં પ્રવેશ્યો. જીવનને ભૌતિક આનંદથી રંગી દેવા માટે તલપાપડ બન્યો.
ધનસંપત્તિ, રૂપસંપત્તિ અને વયસંપત્તિનો સુમેળ થયા પછી એ સંપત્તિને આત્મકલ્યાણની સાધના દ્વારા અક્ષય બનાવી લેનાર મહાત્મા કહેવાય છે,
જ્યારે એ સંપત્તિઓને વૈયયિક સુખોના ભોગવટા દ્વારા બરબાદ કરી દેનાર સંસારી જીવાત્મા કહેવાય છે.
રત્નથવા જ્યાં યૌવનના થનગનતા અશ્વો પર આરૂઢ થયો ત્યાં તેની કલ્પનાઓને પાંખો આવી. મહાન ભૌતિક સિદ્ધિઓને હાંસલ કરી લેવાના મનોરથોએ તેના ચિત્તને ઘેરી લીધું. પોતાના મહાન મનોરથોને તેણે કલાચાર્ય કુલચંદ્રની સમક્ષ રજૂ કર્યા.
રત્ન! વિશ્વ પર વિજય મેળવવા માટે માત્ર દેહબળ, શરીરબળ અને સેનાબળ જ પૂરતાં નથી, તે માટે તો જોઈએ છે માંત્રિક અને તાંત્રિક સિદ્ધિઓ.” કુલચન્દ્ર રત્નથવાના મનોરથોને ઊડતા અટકાવ્યા.
તે સિદ્ધિઓ કેવી રીતે મળે?' ખૂબ ઉત્કંઠિત હવે રત્નશ્રવાએ પૂછ્યું. ‘ત માંત્રિક સિદ્ધિઓ માટે તો દેહનાં દમન અને વાસનાઓનાં શમન કરવાં પડે. તે કરવા હું કબૂલ છું, પણ તમે સિદ્ધિનો માર્ગ બતાવો.' કલાચાર્ય કુલચંદ્ર રત્નથવાના ખમીરને માપી જોઈ માંત્રિક સિદ્ધિઓ માટેનું સર્વાગીણ માર્ગદર્શન આપ્યું.
૦ ધ્યાન માટેની એકાંત નિર્જન ભૂમિ. ૦ દેહધૈર્ય માટેનાં આસન અને મુદ્રા. 0 મંત્રાક્ષરની સ્પષ્ટતા. ૦ સંભવિત વિનો સામે ટકી રહેવા માટે તે વિનોનાં સ્વરૂપ.
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણનો જન્મ
મંત્રસાધના દ્વારા થતી સિદ્ધિઓનું સ્વરૂપ અને તેના પ્રભાવો વગેરેનું કુલચંદ્ર કલાચા સુંદર વિજ્ઞાન સમજાવ્યું.
માતાના શુભ આશીર્વાદ લઈ એક મંગલ પ્રભાતે, શુભ મુહૂર્ત અને શુભ શુકને રતાશ્રવા ઘરેથી નીકળ્યાં.
નગરની બહાર આવી, નગરથી થોડે દૂર “કુસુમાઘાન' નામની વાટિકામાં તેણે પ્રવેશ કર્યો. કલાચાર્ય કુલચંદ્રનું માર્ગ સૂચન તેના ચિત્તમાં હતું. ધ્યાન માટેની સુયોગ્ય ભૂમિ તેણે શોધવા માંડી, વાટિકાના ઈશાન ખૂણામાં તેણે આસોપાલવનાં વૃક્ષોની એક ઘટા જોઈ. તેના ચિત્તમાં આહૂલાદ થયો. ઘટામાં તેણે પ્રવેશ કર્યો અને મધ્યમાં એક જગા નક્કી કરી. પાછો ત્યાંથી નીકળી, પર્ણના દડિયામાં પાણી લઈ આવ્યો અને જાપ માટેની ભૂમિ પર છંટકાવ કરી ભૂમિશુદ્ધિ કરી.
ઇષ્ટદેવનું એકાગ્ર ચિત્ત, અંજલિ ડી, બહુમાનપૂર્વક સ્મરણ કર્યું. ત્યાર બાદ શુભભાવ ઉલ્લસિત થતાં જાપની ભૂમિમાં તે પ્રવેશ્યો. પદ્માસને બેસી દૃષ્ટિને નાસિકાના અગ્રભાગે ઠેરવી મંત્રોચ્ચાર શરૂ કર્યા. અલ્પ કાળમાં તો તે મંત્ર-દુનિયામાં ખોવાઈ ગયો.
ધ્યાનસ્થ રત્નશ્રવા જાણે બહુમૂલ્યવંત આરસમાં કંડારેલી મૂર્તિ જ જોઈ લો! નથી હાલતો કે નથી ચાલતો! અરે, અંગ પરનાં રુવાંટાં પણ નિશ્ચલ બની ગયાં. કલાકો... દિવસો... વીતવા લાગ્યા. ફળપ્રાપ્તિ માટેની કોઈ અધીરાઈ કે ચિંચળતાને રત્નથવાએ સ્થાન ન આપ્યું.
સાધનામાં જ્યાં ફળપ્રાપ્તિની ઝંખના ઊઠે છે ત્યાં ચિત્તનું સ્વાથ્ય, ચિત્તની સ્થિરતા વિદાય લે છે અને ચિત્તનો ક્ષોભ થતાં ત્યાં સાધકની સાધના ભ્રષ્ટ બની જાય છે. ફળની આશા ધૂળમાં મળી જાય છે. પછી દોષ કાઢે છે સાધનાના, સાધનાને બતાવનારનો!
એક બાજુ રત્નથવા ધ્યાનમગ્ન હતો, બીજી બાજુ એક નવયૌવના ખૂબસૂરત સ્ત્રી તેની સમક્ષ પ્રગટ થઈ. રત્નશ્રવાના ધ્યાનતરબોળ દેહનું સૌન્દર્યપાન કરતી તે સ્ત્રી ક્ષણવાર થંભી ગઈ. કંઈક મનોમન વિચાર કરી લઈ તેણે રત્નથવાને સંબોધી કહ્યું : “હે પરાક્રમી! માનવસુંદરી નામની હું મહાવિદ્યા છું. તારી સાધનાથી હું તારા પર પ્રસન્ન થઈ છું, નયના ખાલ'.
સુંદરીનાં આ વચન સાંભળી રત્નશ્રવાએ જાણ્યું કે મને વિઘાસિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ! ભ્રમણામાં અટવાય! તેણે તો જપમાળાને બાજુ પર મૂકી આંખો ખોલી તો સામે માનવસુંદરીને જોઈ.
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
જૈન રામાયણ
રત્નશ્રવાને પોતાની સાધનાભ્રષ્ટતા સમજાણી. તે આકુળવ્યાકુળ થઈ ગયાં.
માનવસુંદરીને પૂછ્યું :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તું શા માટે આવી છે? કોની પુત્રી છે? તારું નામ શું?'
વિદ્યાધર કુમારીએ રત્નથવાની સામે એક સ્વચ્છ ભૂમિભાગ પર બેઠક લીધી અને પ્રશ્નોના ઉત્તરો આપવા શરૂ કર્યા.
‘હે પ્રિય કુમાર! પૃથ્વીતલ પર પ્રસિદ્ધ વૈતાઢ્ય પર્વત પર કૌતુકમંગલ નામનું રમણીય નગર છે. તે નગરીમાં પ્રસિદ્ધ અને પરાક્રમી વ્યોમબિન્દુ રાજા છે. તે રાજાને બે પુત્રીઓ છે. એકનું નામ કૌશિકા અને બીજીનું નામ કૈકસી. કૌશિકાનું લગ્ન યક્ષપુરના રાજા વિશ્રવાની સાથે થયું; તેને વૈશ્રવણ નામનો પુત્ર છે અને તે હાલ લંકામાં રાજ્ય કરે છે. કૈકસી તે હું.
‘એક દિવસ મારા પિતાએ એક ધીમંત જોષીને પૂછ્યું. ‘મારી આ પુત્રીનો વર કોણ થશે?’
રાજન! હાલ પાતાલલંકામાં રહેલા સુમાલીનો પુત્ર રત્નથવા તમારી પુત્રીનો ભાવિ ભર્તા થશે.’
‘હાલ તે કુમાર પાતલલંકામાં જ છે?'
‘હા જી! હાલ તે કુમાર વિદ્યાસિદ્ધિ માટે ‘કુસુમોઘાન’ નામની વાટિકામાં ધ્યાનમગ્ન છે.’
‘હૈ પ્રિય, આ સાંભળીને મારા પિતા ખૂબ પ્રસન્ન થઈ ગયા. પિતાએ મને આ વાત કહી અને મને અહીં મોકલી.’
રત્નશ્રવાના અંગેઅંગમાં રોમાંચ પ્રગટ્યો. કૈકસી પણ વિકારવિવશ બની ગઈ. ત્યાં જ રત્નશ્રવાએ પોતાના સ્નેહીવર્ગને બોલાવી લીધો, એ જ સ્થળે રત્નશવાએ, ‘પુષ્પાંતર’ નગર વસાવ્યું, કૈકસીની સાથે મનગમતા ભોગો ભોગવતો રત્નથવા સુખમાં દિવસો નિર્ગમન કરી રહ્યો.
કૈકસી નયનરમ્ય શયનગૃહમાં નિદ્રાવશ થઈ હતી. મણિમઢેલા દીવાઓથી રત્નમય ભૂમિ ચક્તિ થઈ રહી હતી. રંગબેરંગી સુશોભિત પંખાઓથી પરિચારિકાઓ મહારાણી પર વાયુ ઢાળી રહી હતી. પશ્ચિમ દિશાનો વાયુ શયનખંડમાંથી સુગંધી બનીને પસાર થતો હતો. ચોથો પ્રહર શરૂ થયો. કૈકસી. સ્વપ્નપ્રદેશમાં વિચરવા લાગી,
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
રાવણનો જન્મ
મદોન્મત હસ્તીના ગંડસ્થળને ચીરી નાંખતો એક પ્રચંડ સિંહ પોતાના મુખમાં પ્રર્વશી રહ્યો છે!”
સ્વપ્ન જોઈ કેકસી જાગી ઊઠી, ભવ્ય સ્વપ્ન જોઈ, આખા શરીરે હર્ષનો રોમાંચ અનુભવી રહી. ચિત્તમાં શુભધ્યાન ધરતી પ્રભાત વેળાની રાહ જોતી રહી. પોતાનાં વસ્ત્રોને ઠીકઠાક કરી કેકસી રત્નશ્રવાના શયનગૃહમાં આવી પહોંચી. મહારાણીને આવેલી જોઈ રત્નશ્રવાએ બેસવા માટે ભદ્રાસન આપ્યું.
મહારાજ! આજે ચોથા પ્રહરમાં મેં એક ભવ્ય સ્વપ્ન દીઠું..' ભદ્રાસન પર બેસતાં કેકસી બોલી.
હા! કહો તો, શું જોયું?'
મદોન્મત હાથીના મદઝરતા ગંડસ્થળને પોતાના વિકરાળ પંજાથી ચીરી નાંખતે વનરાજ મુખમાં પ્રવેશ્યો!”
‘બહુ સરસ! મહાદેવી, તમે એક મહાન પરાક્રમી પુત્રને જન્મ આપશો, તેમ તમારા સ્વપ્ન પરથી ફલિત થાય છે.'
આપનું વચન યથાર્થ બનો.”કેકસી રનથવાને પ્રણામ કરી, ત્યાંથી નીકળીને પોતાના કામમાં લાગી ગઈ.
જિનચૈત્યોમાં મહોત્સવ રચાયા. ગરીબોને દાન અપાયાં. કેકસીએ ગર્ભને ધારણ કર્યો અને કાળજીપૂર્વક તેનું પાલન કરવા માંડી. ગર્ભના પ્રભાવો કેકસીની જીવનચર્ચા પર દેખાવા માંડ્યા.
કેકસીની વાણીમાંથી નરી નિષ્ફરતા નીતરવા માંડી. દાસ-દાસીઓ કૈકસીથી ધ્રુજવા લાગ્યાં. એની પડી આજ્ઞા ઉઠાવી લેવા ખડે પગે તૈયાર રહેવા લાગ્યાં. જો જરા ભૂલ થઈ તો તેનું આવી જ બન્યું. જેમ જેમ ગર્ભ વધવા માંડ્યો તેમ તેમ કેકસીનાં અંગોપાંગ વિકસવા માંડ્યાં. દેહનું સૌન્દર્ય અને દેહની દઢતા પણ વધતી ચાલી. દર્પણ હોવા છતાં કેકસી દર્પણમાં મુખ જોતી નથી. એ તો ચમકતી તલવાર હાથમાં લે છે. મુખને મગરૂબ બનાવે છે અને તલવારમાં પોતાનું મુખડું જોઈ પ્રસન્ન થાય છે.
એને ભૂમિ પર બેસવું તો ગમે જ નહિ! મોટા મહારાજાની જેમ સોનાના સિંહાસન પર બેસે છે! મનમાની આજ્ઞાઓ ફરમાવે છે! કંઈ કારણ ન હોય તોય સેવકોને, સ્નેહીઓને તતડાવે છે! કંઈ હેતુ ન હોય તોય હુંકારા ને તુંકારા
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
જૈન રામાયણ
કરે છે. ગુરુજનોના ચરણે નમવાની વાત નહિ! ટટ્ટાર ને ટટ્ટાર થઈને ચાલે છે! ટટ્ટાર ને ટટ્ટાર બેસે છે! હાથમાં કટારી લઈ પગ પછાડતી રાજમહાલમાં ચાલે છે. શત્રુઓનાં મસ્તકોને પગ નીચે ચગદી નાંખવા તલપાપડ બને છે. શત્રુઓનાં લોહીની નદીમાં સ્નાન કરવાના કોડ કરે છે.
મહિનાઓ વીત્યા.
કાળ પરિપક્વ થયો.
કૈકસીએ પુત્રને જન્મ આપ્યો.
જન્મતાં જ પુત્રે પરાક્રમ બતાવ્યું. તેની બાજુમાં એક કરંડિયો પડ્યો હતો, તેમાં નવ માણેકનો એક મૂલ્યવંતો હાર પડ્યો હતો.
કૈકસીના બાલુડાએ તો સીધો જ તે હાર ઉપાડ્યો. હાથમાં રમાડવા માંડ્યો અને પોતાના ગળામાં પહેરી લીધો. કૈકસી તો પુત્રનું આ પરાક્રમ જોઈને તાજુબ બની ગઈ. રત્નશ્રવાને પુત્રજન્મની વધામણી તો મળી જ ગઈ હતી. તરત જ તે પુત્રના મુખને જોવા માટે કૈકસીના શયનગૃહની બહાર આવીને ઊભો હતો. કૈકસીએ રત્નશ્રવાને અંદર બોલાવ્યો અને પુત્રના પરાક્રમની વાત કરી :
‘પ્રાણનાથ! આપના પૂર્વજ મેઘવાહન રાજાને રાક્ષસેન્દ્ર જે હાર આપેલો અને દેવોથી અધિષ્ઠિત જે હાર આજદિન સુધી પૂર્વજો દ્વારા પૂજાતો રહ્યો છે, નવમાણેકનો આ હાર કોઈનાથી ઉપાડી શકાય એવો નથી, એ મહાપ્રભાવિક હારને તમારા આ પુત્ર ઉઠાવીને સીધો ગળામાં નાંખ્યો!
રત્નશ્રવાએ સૂર્યના તેજને પણ ઝાંખું પાડી દેતા પુત્રના મુખને જોયું! તેના ગળામાં ઓપતા નવમાણેકના હારમાં પ્રતિબિંબિત થયેલાં તેનાં બીજાં નવ મુખ જોયાં. ક્ષણભર વિચાર કરી લઈ કૈકસીને કહ્યું :
‘દેવી! પુત્રનાં દસ મુખડાંનું દર્શન કરી મને વિચાર આવ્યો કે આપણે પુત્રનું નામ ‘દશમુખ’ પાડીએ. કૈકસીએ અનુમતિ આપી અને પુત્રનું નામ ‘દશમુખ’ પાડવામાં આવ્યું.
હકીકત કેટલી બધી સુસંગત છે! ગળામાં રહેલ નવમાણેકમાં બાળકના મુખનાં નવ પ્રતિબિંબ પડે તે સહજ છે. અને તેથી રાવણ ‘દશમુખ’ કહેવાયો; પરંતુ અજ્ઞાનતાના જગતે રાવણનાં દશમુખ... વીસ હાથ ચીતર્યા! કેટલી બધી વિકૃતિ? રાવણ પણ મનુષ્ય હતો.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણનો જન્મ
૨૭ નામ પાડીને રત્નથવાએ ભૂતકાળને ઢંઢોળ્યો, કેકસીને કહ્યું: ‘પ્રિયે, મારા પિતા સુમાલી એક દિવસ સુવર્ણાચલ પર ગયા હતા. ત્યાં એક મહામુનિ સાથે તેમને પરિચય થયો. મહામુનિ મન:પર્યવજ્ઞાનને ધારણ કરનાર હતા. પિતાજીએ મહામુનિને પ્રણામ કરીને વિનયપૂર્વક પૂછયું હતું કે, “આ દિવ્ય હારને કોણ ઉપાડશે?' ત્યારે તે મહામુનિએ કહેલું કે, “આ હારને ઉપાડનાર ભારતવર્ષનો સમ્રાટ રાજા બનશે. અર્ધ-ચક્રવતી બનશે.”
ભૂતકાળમાં થયેલી ભવિષ્યવાણીને રત્નશ્રવાએ સત્ય પડેલી જાણી તેથી તેના હૈયામાં પરમ આનંદ ઊલસ્યો. કેકસીને પણ પોતાના પુત્રનું મહાન ઉજ્જવલ ભાવિ આંખ સામે તરવરવા લાગ્યું અને પોતે એક રત્નકુક્ષિ માતા બની છે. તેનો અપૂર્વ હર્ષ અનુભવવા લાગી.
દશમુખ રાવણના જન્મ પછી કેકસીએ ક્રમશઃ બે પુત્રોને જન્મ આપ્યો; એક કુંભકર્ણ અને બીજો બિભીષણ.
0
0
0
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪. વિદ્યાસિદ્ધિ માટે ભીમાણ્યમાં
આકાશ-સાગરની સંગમભૂમિ પર સંધ્યારાણીએ રંગબેરંગી રંગોળી પૂરી હતી. પાતાલલંકા એ રંગોળીની રંગ-પ્રભામાં મનમોહક લાગતી હતી.
સંગેમરમરના સોહામણા મહેલની અગાસીમાં કૈકસી, એક ભવ્ય સિંહાસન પર આરામ કરી રહી હતી. બાજુમાં દશમુખ, કુંભકર્ણ અને બિભીષણ ખેલી રહ્યા હતા. પોતાનાં તેજસ્વી બાળકો તરફ કૈકસી એકીટસે જોઈ રહી હતી અને ભાવિની ભવ્ય શુભ મનોરથ-ઇમારત રચી રહી હતી.
આ ત્રણેય ભાઈઓની દૃષ્ટ આકાશ તરફ ખેંચાઈ. એક મનોરમ વિમાન આકાશમાર્ગે જઈ રહ્યું હતું.
‘મા! આ કોણ છે?’ દશમુખે કૈકસીને પ્રશ્ન કર્યો.
‘તારો ભાઈ!’ બીજા પ્રરત્નની આશા રાખતી સૈકસીએ કહ્યું.
મારો ભાઈ?’ અમે તો ત્રણ ભાઈ આ રહ્યા અહીં.'
તારી કૌશિકા માસીનો એ પુત્ર છે.' ત્રણેય ભાઈઓ કૈકસીની આગળ ગોઠવાઈ ગયા અને એ મસિયાઇ ભાઈ અંગે વધુ જાણવા તલપાપડ થઈ ગયા.
કૈકસીએ ગંભીર અવાજે વાત આગળ ચલાવી :
‘અમે બે બહેનો, કૌશિકા મારી મોટી બહેન છે. વિશ્રવા નામના વિદ્યાધરપતિ સાથે તેનું લગ્ન થયું છે. તેમને એક પુત્રનો જન્મ થયો. તેનું નામ પાડવામાં આવ્યું વૈશ્રવણ. વૈશ્રવણ બાલ્યકાલથી જ પરાક્રમી છે.' વૈતાઢચ પર્વત પરના સર્વ વિદ્યાધરોના રાજા ઇન્દ્રનો એ મુખ્ય સુભટ છે.’ ‘વૈશ્રવણને લંકાનું રાજ્ય કેવી રીતે મળ્યું?' દશમુખે વચ્ચે પ્રશ્ન કર્યો.
‘એ જ કહું છું બેટા, એ ઇન્દ્ર રાજાની સામે તમારા પિતામહના મોટાભાઈ માલી યુદ્ધ કરવા ગયેલા. તમારા પિતામહ સુમાલીએ અપશુકન થતા જોઈ, પ્રયાણ વખતે માલીને વારવા પ્રયત્ન કરેલો, પણ ‘વિનાશકાળે વિપરીત બુદ્ધિ!’ માલીએ ગણકાર્યું નહિ. ઇન્દ્ર અને માલી વચ્ચે ખૂનખાર જંગ ખેલાયો. તેમાં મહાન પરાક્રમી ઇન્દ્રે માલીના મસ્તકને કાપી નાંખ્યું. રાક્ષસો અને વાનરો હાર્યા.
‘ઇન્દ્રે લંકાનું રાજ્ય પોતાના પ્રિય સુભટ વૈશ્રવણને આપ્યું. તમારા પિતામહ સુમાલી, બચેલી સેના સાથે અહીં પાતાલલંકામાં આવી ભરાયા.
‘લંકા ગઈ, ‘રાક્ષસી' વિદ્યા હરાણી. હવે તમારા પિતામહ અને પિતા બંને
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાસિદ્ધિ માટે ભીમારણ્યમાં
૨૯ લંકાના કોડ કરતા મડદાની જેમ જીવી રહ્યા છે. મારું તો હૈયું કપાઈને ટુકડેટુકડા થઈ રહ્યું છે. નધણિયાતા ખેતરોમાં જેમ હરાયા સાંઢ ચરે તેમ અત્યારે લંકામાં શત્રુઓ મહાલી રહ્યા છે.'
કેકસીની આંખોમાંથી અંગારા વરસવા લાગ્યા. તેનું ગોરું ગોરું મુખ લાલચોળ બની ગયું. દાંત તડતડવા લાગ્યા.
“બેટા, લંકાના લૂંટારાઓને કારાવાસમાં સડતા હું ક્યારે જોઇશ? વિશ્વની સર્વે માતાઓમાં હું શિરોમણિ ક્યારે બનીશ? બસ, આવા આવા આકાશપુષ્પને મેળવવાના મનોરથોમાં મારાં લોહીમાંસ સુકાઈ ગયાં છે. આંસુ સારી સારીને મારી આંખે છારી વળવા માંડી છે.'
કફસીની વેદનાભરી વાણી સાંભળીને ત્રણેય ભાઈઓનાં કાળજાં કંપી ઊઠ્યાં. નાનો બિભીષણ માનો હાથ પકડી લઈ બોલી ઊઠ્યો :
માતા! હવે એ શોક-વિષાદ કરવાથી સર્યું. તું તારા પુત્રોના પરાક્રમને જાણતી નથી. અમે બધાં નહિ, એક વડીલબંધ આર્ય દશમુખ જ બસ છે. એના પરાક્રમ આગળ ઇન્દ્ર કોઈ વિસાતમાં નથી. વૈશ્રવણ કે બીજા વિદ્યાધરો તો રાંકડા છે રાંકડા! અરે, દશમુખ નહિ, આ આર્ય કુંભકર્ણ શત્રુઓનો સમૂળ ઉચ્છેદ કરી નાખવા સમર્થ છે.”
કુભકર્ષે દશમુખની સામે તીરછી નજરે જોઈ ખોંખારો ખાધો. બિભીષણે અંતે પોતાની પણ મહેચ્છા દર્શાવી દીધી :
મા! તું કહેતી હોય તો તારો નાનો બાળ પણ એ દુષ્ટ લૂંટારાઓને પલવારમાં નષ્ટભ્રષ્ટ કરી શકે એમ છે!”
કેકસીની છાતી ગજગજ ઊછળવા લાગી. બિભીષણને પોતાના ઉત્કંગમાં લઈ, કેકસીએ છાતીસરસો ચાંપ્યો અને એના કમલ જેવા મુખને ચુંબનોથી નવડાવી નાંખ્યું.
બેટા! તમારાં પરાક્રમી મુખડાં જોઈને જ હું જીવી રહી છું. નહિતર ક્યારનીય...'
ત્યાં તો દશમુખ દાંત કચકચાવતો, પગથી ધરતી ધ્રુજાવતો બોલી ઊઠ્યો: “અરે! મારી એક જ મુઠ્ઠીના જ એ ઘરાક છે. એ ઇન્દ્ર એના ઘરનો... એક લાત મારું તો પાતાળમાં પેસી જાય. મારે કોઈ શસ્ત્રની પણ જરૂર નથી.” પોતાના હૃષ્ટપુષ્ટ અને કસાયેલા બાહુઓ દેખાડતો દશમુખ કૈકસીને ઉત્સાહિત બનાવવા લાગ્યો.
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
જૈન રામાયણ “છતાં કુલપરંપરાથી ચાલી આવતી વિદ્યાઓને તો મેળવવી જ જોઈએ. કેમ માં, સાચું ને?'
જરુર ભાઈ, વિદ્યાશક્તિવાળા સામે બાથ ભીડવી હોય તો એકલું બાહુબળ કામ ન લાગે, પણ... ‘પણ શું? તું બોલતાં કેમ અચકાય છે!'
બીજું તો કંઈ નહિ પણ એ વિદ્યાસિદ્ધિ માટે ખૂબ સહન કરવું પડે છે. એ માટે તો અરણ્યમાં જવું પડે.”
તે એમાં શું? અમને અરણ્યમાં ડર લાગશે, એમ લાગે છે તને?' “ના રે ના, એમ નહિ પણ...” “વળી “પણ” આવ્યું?'
હા ભાઈ, તમે અરણ્યમાં જાઓ પછી અહીં મારું શું? તમને એક ક્ષણ વાર પણ મારી આંખોથી છેટાં કરવામાં તો મારા પ્રાણ..”
છ છ! એક વીરમાતા તરીકે તને આ શબ્દ શું છાજે છે? વીરમાતા તત્કાલનો વિચાર ન કરે, પરિણામનો વિચાર કરે, દશમુખે પગ પછાડતાં કહ્યું.
કેકસી દશમુખનો જુસ્સાદાર ચહેરો જોઈ જ રહી. તેની આંખો ચમકી ઊઠી. સિહાસન પરથી ઊભી થઈ, દશમુખના માથે હાથ મૂકી, અંતઃકરણના આશીર્વાદ આપવા લાગી.
દશમુખે, કુંભકર્ણો અને બિભીષણે માતાના ચરણોમાં મસ્તક નમાવ્યાં. કેકસીએ ત્રણેય પુત્રોને શુભાશિષ આપી અને ત્રણેય ભાઈઓ ત્યાંથી નીકળીને પિતામહ સુમાલી તથા પિતા રત્નશ્રવાની પાસે પહોંચ્યા.
પિતાજી! અનુજ્ઞા આપો.' દશમુખે પ્રણામ કરીને પ્રસ્તાવ મૂક્યો. “શાની અનુજ્ઞા?' અચાનક ગંભીર બનીને આવેલા ત્રણેય પુત્રોને જોઈને સુમાલી તથા રત્નશ્રવા આશ્ચર્યમાં પડી ગયાં.
વિદ્યાસિદ્ધિ માટે ભીમારણ્યમાં જવા માટેની,' દશમુખે સ્પષ્ટતા કરી. સુમાલીએ રત્નશ્રવા સામે જોયું અને રત્નથવાએ સુમાલી સામે જોયું. એમાં વિચાર શો કરવાનો? કહી દો હા મોટા કુંભકર્ણો પોત પ્રકાશ્ય. બધાં હસી પડ્યાં. લો ભાઈ! અમે કંઈ બોલીએ એટલે તમારે હસવાનું આપણે તો તડ ને ફડ
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
વિદ્યાસિદ્ધિ માટે ભીમારણ્યમાં કરવાના.’ભ્રકુટી ચઢાવીને કુંભકર્ણે જ્યાં કહ્યું ત્યાં ખડખડાટ હાસ્યથી સુમાલીનો ખંડ ભરાઈ ગયો.
ત્રણેય પૌત્રોને પોતાની પડખે બેસાડી, ત્રણેયનાં સોનેરી જુલ્કાં પર હાથ ફેરવતાં વૃદ્ધ સુમાલીએ ગંભીર ધ્વનિએ કહ્યું.
‘બેટાઓ! વિદ્યાસિદ્ધિ પ્રાપ્ત કરવી એટલે રમત રમવાની વાત નથી, હોં! વિદ્યાસિદ્ધિ માટે તો દૃઢ મનોબળ જોઈએ, ખૂબ ધૈર્ય જોઈએ. એનો એ અર્થ નથી કે તમારામાં દૃઢ મનોબળ અને ધૈર્ય નથી; મને તમારામાં પૂર્ણ વિશ્વાસ છે, છતાં તમારે એ વાત તો ખ્યાલમાં જ રાખવાની કે વિદ્યાઓ જ્યારે તમને સિદ્ધ થવાની તૈયારીમાં હશે ત્યારે તમારી કપરી કસોટીઓ થશે. તમારાં લોખંડી ચિત્તને પણ વિચલિત ફરી નાંખનારા ઉપદ્રવો થશે. તમારા પહાડી દેહને પણ ધ્રુજાવી નાંખનારાં દૃશ્યો તમારી સમક્ષ રજૂ થશે, એમાં જ્યારે તમે લેશમાત્ર પણ ચંચળ નાંહે બનો અને મંત્રજાપમાં મેરુવત્ નિશ્ચલ રહેશો ત્યારે વિદ્યાઓ તમારા ગળામાં વરમાળા આરોપશે.' શ્વાસ ભરાઈ જતાં સુમાલી અટક્યા. ગળું ખોંખારી, ઝીણી આંખોને ખેસથી લૂછી નાંખી, ત્રણેય કુમારોની મુખમુદ્રાને નિહાળી પુનઃ વાત આગળ ચલાવી.
‘મારા પ્રિય પુત્રો! મારું અંતઃકરણ સાક્ષી પૂરે છે કે તમે જરૂર વિદ્યાઓ સિદ્ધ કરી શકશો, પરંતુ ભગવાન શાંતિનાથના પુણ્યનામનું સ્મરણ કરીને પછી અહીંથી નીકળજો. વળી હા, એક વાત તો ભૂલી જ ગયો. તમારી માતાની અનુજ્ઞા લીધી તમે?”
'હા બાપુજી, પહેલાં ત્યાંથી રજા લઈને જ પછી અહીં આવ્યા છીએ,' નાના બિભીષણે તરત જ જવાબ વાળ્યો.
‘બહુ સરસ! માતા-પિતાની અંતઃકરણની આશિષ મેળવનાર જ મહાન કાર્યો સિદ્ધ કરી શકે છે! જાઓ વહાલા પુત્રો! તમારા કાર્યને તમે સિદ્ધ કરો, એમ કહી વયોવૃદ્ધ સુમાલીએ ત્રણેયને પોતાના બાહુપાશમાં લઈ, તેમના મસ્તકે સ્નેહ-ચુંબન કર્યાં.
ત્રણેય ભાઈઓ પિતામહ પાસેથી પિતાજી પાસે ગયા. ચરણોમાં નમસ્કાર કરી, પિતા રત્નશ્રવાના પણ આશીર્વાદ મેળવ્યા.
આખા રાજમહાલયમાં વાયુવેગે વાત પ્રસરી ગઈ. સ્નેહીજનોનાં ટોળેટોળાં ત્રણેય રાજપુત્રોને વિદાય આપવા માટે એકઠાં થવા લાગ્યાં. નગરજનો પણ પ્રિય કુમારોના વિદ્યાસિદ્ધિ માટેના પ્રયાણમાં શુભેચ્છાઓ વ્યક્ત કરવા રાજમાર્ગો ૫૨ ઊભરાવા લાગ્યાં.
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
જૈન રામાયણ કેકસીએ ત્રણેય પુત્રોનાં તેજસ્વી લલાટમાં કુમકુમનાં તિલક કર્યો, હાથમાં શ્રીફળ આપ્યાં.
રાજમહાલયને દ્વારે વૃદ્ધ સુમાલી અને રત્નશ્રવા આશીર્વાદ આપવા ઊભા હતા. ત્રણેય કુમારોને સ્નેહચુંબનથી નવડાવી દીધા. કુમારોએ પણ ખૂબ નમ્રતાથી પૂજ્યનાં ચરણોમાં પોતાનાં મસ્તક ઝુકાવ્યાં.
દ્વારની બહાર જ્યાં કુમારો આવ્યા ત્યાં તો નગરજનોએ ‘શાંતિનાથ ભગવાનની જય!' ના અવાજોથી આકાશને ગજવી દીધું.
બે રથો તૈયાર ઊભા હતા. એક રથમાં દશમુખ આરૂઢ થયો. બીજા રથમાં કુંભકર્ણ અને બિભીષણ, બન્ને ભાઈઓ આરૂઢ થયા.
પાતાળલંકાના રાજમાર્ગો પરથી સુશોભિત રથો પસાર થવા લાગ્યા. કોઈ ઊંચા હાથ કરીને, કોઈ અક્ષત ઉછાળીને, કોઇ જયધ્વનિ કરીને કુમારોને વિદાય આપવા લાગ્યા. કુમાર પણ મસ્તક નમાવીને, બે હાથ જોડીને જવાબ આપવા લાગ્યા.
નગર છોડીને રથો અરણ્યમાર્ગે દોડવા લાગ્યા. વૃદ્ધ સુમાલી અને રત્નશ્રવા પુનઃ લંકાના સ્વરાજ્યની મધુર કલ્પનામાં મહાલી રહ્યા.
જોતજોતામાં તો રથો ભીમારણ્યની સરહદે આવી પહોંચ્યા. ત્રણેય ભાઈઓ રથમાંથી ઊતરી ગયા. સારથિએ રથ પાછા વાળ્યા.
ઇષ્ટદેવનું એકાગ્રચિત્તે સ્મરણ કરી, ત્રણેયએ અટવીમાં પ્રવેશ કર્યો. આગળ દશમુખ, વચ્ચે બિભીષણ અને પાછળ પહાડકાય કુંભકર્ણ! ચારે કોર દૃષ્ટિપાત કરતા, સુયોગ્ય સ્થાનને શોધતા, મધ્ય અટવામાં આવી પહોંચ્યા. ત્યાં તો એક જાડો અજગર કુંભકર્ણના પગ આગળ થઈને પસાર થયો. કુંભક તો પૂછડું પકડીને ઉછાળ્યો! ત્યાં વળી કેસરી સિંહની ગર્જના સંભળાઈ, કુંભકર્ણ સામી સિંહ ગર્જના કરી!
“અલ્યા કુંભકર્ણ! જાપમાં બેઠા પછી જોજે, આવી ગર્જના કરતો!” દશમુખે હસતાં હસતાં કહ્યું.
મોટાભાઈ! એ તો ત્યાંય સીધા નહિ બેસે!' બિભીષણે તીરછી નજરે કુંભકર્ણ સામે જોતાં કહ્યું, ત્યાં તો કુંભકર્ણનો પોલાદી પંજો બિભીષણની પીઠ પર ધણધણી ઊઠયો! “ઓ બાપ રે... કરતો બિભીષણ કુંભકર્ણના પગમાં પેસી ગયો અને પગ
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્યાસિદ્ધિ માટે ભીમારણ્યમાં
33
કર્યા પહોળા! કુંભકર્ણ ધબાંગ કરતો પડ્યો નીચે! દશમુખ બન્ને ભાઈઓની નિર્દોષ રમત જોઈ ખડખડ હસી પડ્યો.
‘ચાલો હવે જાપસ્થળની તપાસ કરો.' ત્રણેય કુમારોએ જગા શોધવા માંડી. લીલાંછમ વૃક્ષોની ઘટામાં જાપસ્થળ રાખવાનો નિર્ણય થયો.
ક્રમશઃ ત્રણેય ભાઈઓ ગોઠવાઈ ગયા.
શ્વેત વસ્ત્રો પહેરી તેમણે પદ્માસન લગાવ્યાં. હાથમાં લીધી જપમાળા, નાસિકાના અગ્રભાગે દષ્ટિને સ્થાપિત કરી અને પ્રબળ પ્રણિધાન કરી ‘અષ્ટાક્ષરી' વિદ્યાનો જાપ શરુ કર્યો.
રાત્રિની શરૂઆત તો ક્યારની થઈ ચૂકી હતી. જંગલી પશુઓની ચિચિયારીઓથી અરણ્યની ધરતી ધણધણી રહેલી હતી. ત્રણેય રાજકુમારો વિદ્યાસિદ્ધિના દઢ સંકલ્પથી, તીવ્ર ઇચ્છાપૂર્વક અષ્ટાક્ષરી મંત્રના જાપમાં તલ્લીન બનેલા હતા. રાત્રિના બે પ્રહર વીત્યા, ત્યાં તો ત્રણેય ભાઈઓને વિદ્યા સિદ્ધ થઈ.
તરત જ ‘ષોડશાક્ષરી' મંત્રનો જાપ શરૂ કરવામાં આવ્યો. આ જાપનું પ્રમાણ દસ કરોડ હજારનું હતું. ખૂબ જ નિશ્ચળતાથી અને સ્વસ્થતાથી જાપનું કાર્ય આગળ ધપાવ્યું.
દૃઢનિશ્ચયી અને દેવગુરુની કૃપાને પાત્ર બનેલા આત્માઓ કઈ સિદ્ધિ હાંસલ નથી કરતા? મોક્ષમાર્ગની સાધનામાં પણ આ બે જ શરતો આવશ્યક હોય છે. દોષોનો ક્ષય કરી નાંખવા કૃતનિશ્ચયી બનેલો આત્મા દેવ અને ગુરુની કૃપા દ્વારા અલ્પ કાળમાં કાર્યસિદ્ધિ કરી શકે છે. પરંતુ કપરી કસોટીમાંથી પસાર થયા વિના પ્રાયઃ મહાસિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકતી નથી!
ત્રણેય રાજપુત્રોનો કસોટીકાળ આવી લાગ્યો.
જંબુદ્રીપનો રાજા અનાર્દત નામનો દેવ, પોતાના અંતઃપુરની દેવાંગનાઓ સાથે આનંદ-પ્રમોદ માટે ઊતરી પડયો.
દેવકુમારો જેવા નયનરમ્ય ત્રણેય રાજકુમારોને ધ્યાનમગ્ન દશામાં તેણે જોયા. તેના ચિત્તમાં કુતૂહલ જાગ્યું. ધ્યાનસ્થ કુમારોના મનોબળને ચકાસી જોવાનો મનોરથ થયો.
તરત જ પોતાની અંગનાઓને આદેશ કર્યો:
‘આ ધ્યાનના ઢીંગલા જોયા?' ત્રણેય કુમારો સામે આંગળી ચીંધી અનાર્દતે પોતાની સ્ત્રીઓનું તે તરફ ધ્યાન દોર્યું.
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ હા! કેવા મહાતપસ્વી જેવા ત્રણેય જુવાનો લાગે છે!” આશ્ચર્યભરી આંખે એકીટસે ત્રણેય કમારો સામે જોતી દેવાંગનાઓ બોલી.
અરે ઘેલી થાઓ મા. તેમના ધ્યાનની પરીક્ષા કરવાની છે, માટે તમારી સર્વ કળાઓ અજમાવી જુઓ.'
ઓહો! ભલભલા દેવોને પણ પાણી પાણી કરી નાંખનારી અમે, અમારી આગળ આ નાનકડા મનુષ્યો શી વિસાતમાં છે? હમણાં જ એમના ધ્યાનની. રાખ એક ફૂંકમાં ઉડાડી દઈએ છીએ!
દેવાંગનાઓનું મંડળ રાજકુમારોની આગળ આવ્યું. રાવણ, કુંભકર્ણ અને બિભીષણનાં અસાધારણ અને અત્યુત્તમ સૌન્દર્ય નિહાળીને દેવાંગનાઓ ત્યાં જ સ્તબ્ધ બની ગઈ!
શું કરવા આવી હતી અને શું થઈ ગયું? કુમારોને ચલાયમાન કરવાને બદલે દેવાંગનાઓ જ ખુદ વિકારવશ બની ગઈ! નિર્વિકાર, નિશ્ચલ અને મૌની કુમારોને જોઈ સહજ આકર્ષણથી પ્રેમવશ થઈ ગયેલી દેવીઓએ કહ્યું.
“અરે... અરે... ભગતડાંઓ! આંખો તો ખોલો. આ અમારી સામે જુઓ, તમારા પુરુષાર્થથી અમે દેવાંગનાઓ તમને વશ થઈ ગઈ છીએ. હવે આનાથી વધીને કઈ સિદ્ધિ તમારે હાથ કરવી છે?'
મીઠાં ઠપકાભર્યા વચનોથી જંગલના પશુઓનો ઘોંઘાટ ઓછો થયો પણ રાજકુમારોના હૃદય સુધી એ વચનો પહોંચી શક્યાં નહિ, પછી મુખ પર તો અસર દેખાય જ ક્યાંથી? દેવીઓએ ફેરવીને બીજો પાસો નાંખ્યો.
આ ઘોર ક્લેશ અને કષ્ટ શા માટે સહન કરો છો? શા માટે તમારાં ગુલાબી સૌન્દર્યને વેડફી નાંખો છો? એ વિદ્યાઓથી તમે શું કરશો? અમે દેવીઓ તમારાં ચરણ ચૂમવાને અધીર બની છીએ. આવો અમારા હૃદયનું હરણ કરનારા પ્યારા કુમારો!ત્રણેય લોકના રમ્ય પ્રદેશોમાં આપણે જઈએ, મનમાન્યા ભોગવિલાસ કરીએ, દેવેન્દ્રને પણ ઈર્ષા ઊપજે તેવાં સુખોમાં મહાલીએ.”
વ્યર્થ! દેવીઓની બધી વિનવણી હવામાં ઊડી ગઈ! પાષાણની પ્રતિમા બોલે તો આ રાજકુમારો બોલે! દેવાંગનાઓની વિહ્વળતા ખૂબ વધી ગઈ. છેવટે તેમને મન વાળીને રહેવું પડ્યું.
તાળી એક હાથે ન પડે. દેવાંગનાઓએ હાથ ખંખેરી નાંખ્યા ત્યારે અનાદતદેવ પોતે આગળ આવ્યો. “અરે, અજ્ઞાન બાળકો! આ કષ્ટમય ક્રિયા તમે શા માટે આરંભી છે? મને
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
વિદ્યાસિદ્ધિ માટે ભીમારણ્યમાં લાગે છે કે કાઈ ધૂતે તમારાં મોત માટે આ પાખંડ તમને શીખવ્યું છે. તમારે વળી આ વયમાં કષ્ટ સહેવાનાં હોય? જાઓ, જાઓ, ઘર ભેગા થઈ જાઓ. હા, તમારે કંઈ જોઈતું હોય તો માંગો. તમારું ઇચ્છિત વરદાન હું પૂર્ણ કરું. પણ મને તમારા આ બધા ઢોંગધતૂરા પસંદ નથી.’
અનાઇત સમજતો હશે કે આ કોઈ મામૂલી બાળકો હશે, પોતાનો સત્તાવાહી સૂર સાંભળીને ઊભા થઈ જશે! પણ રાજકુમારોની મુખમુદ્રામાં તો જરાય ફેરફાર દેખાયો નહિ . ત્યારે અનાર્દતદેવ ધૂંધવાયો. પગ પછાડતો, ત્રાડ પાડતો, તે બોલ્યો :
‘આ હું દેવ પ્રત્યક્ષ પ્રસન્ન થયો છું. છતાં તમે તમારું ધ્યાનનું પૂંછડું છોડતા નથી અને કોઈ બીજાને ઇચ્છી રહ્યા છો? હમણાં તમારી ખબર લઉં છું!'
તરત જ આંખોને ઇશારે પોતાના સેવક દેવોને બોલાવ્યા. આંગળીનો કંઈક ઇશારો કર્યો અને સેવકો ‘હા જી!' કહીને ચાલ્યા ગયા.
અલ્પકાળમાં તો ભયાનક રૂપોને ધારણ કરી સેવક દેવોએ ભયંકર ગર્જનાઓ કરવા માંડી. પર્વતોનાં આખાંને આખાં શિખરોને ઉપાડી લાવીને કુમારોની સમક્ષ ધડડડ ધડડડ પછાડવા માંડ્યા! કેટલાક દેવોએ તો વિકરાળ સર્પોનાં રૂપ કર્યાં અને ચંદનના વૃક્ષને વીંટળાઈ વળે તેમ ત્રણેયના શરીરે ભરડા લેવા માંડ્યા! છતાં કુમારો તો મેરુની જેમ નિશ્ચલ રહ્યા.
દેવોએ સિંહનું રૂપ ધારણ કર્યું અને કુમારોની સામે વિકરાળ ડાચું ફાડીને ઘુરકિયાં કરવા માંડ્યા. તો પણ કુમારોનું રુંવાંડું ય ફરક્યું નહિ.
દેવોએ ભીષણ વરૂઓનાં રૂપ ધારણ કર્યાં. કુમારોના કોળિયા કરી જવા દોડી આવ્યા. પણ કુમારોની આંખોનું પોપચું ય ઊંચું થયું નહિ.
પછી તો શિયાળ, બિલાડા, ઉંદરડા, વીંછી વગેરે અનેકાનેક થઇ શકે તેટલાં બિહામણાં રૂપ કરવા માંડ્યાં. કુમારોના ધ્યાનને તોડી નાંખવા માટે ખૂબ ધમપછાડા કર્યા.
ત્રણેય ભાઈઓ તો મંત્રદેવતાના સાંનિધ્યમાં એવા સ્થિર થઇ ગયા હતા કે બાહ્ય દુનિયામાં શું થઈ રહ્યું છે તે તેમની કલ્પનામાં પણ નહોતું.
એક દુન્યવી સિદ્ધિ માટે પણ મનુષ્ય કેટલું મનોબળ કેળવે છે? ત્યારે જેને પારલૌકિક મોક્ષસિદ્ધિ કરવી છે તેણે કઈ કક્ષાનું મનોબળ કેળવવું જોઈએ? સહેજ આપત્તિમાં-કષ્ટમાં જે રોદણાં રુએ તે ઇહલૌકિક કે પારલૌકિક સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો જ નથી. કષ્ટ સહન કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય.
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ ,
જૈન રામાયણ અનાર્દતે હવે મર્યાદા વટાવી. કસોટી કરતાં કરતાં હવે પોતાના સ્વમાનને સાચવવાનો પ્રશ્ન આવી લાગ્યો; અને સ્વમાન સાચવવાની પાછળ તો મનુષ્ય કર્યું મનસ્વી પગલું ભરતાં અચકાય છે?
તેણે કેકસી, રત્નશ્રવા અને ચન્દ્રનખાનાં રૂપો બનાવ્યાં, ત્રણેયને મુશ્કેટાટ બાંધ્યાં, અને આ કુમારોની આગળ પછાડ્યાં. માયાવી રત્નશ્રવા... કેકસી વગેરેએ કરુણ સ્વરે આકંદ શરૂ કર્યું. આંખોમાંથી ચોધાર આંસુઓ વહેવા માંડ્યાં... અને દીન મુખે રોતાં કહેવા લાગ્યાં :
“ઊભો થા, ઊભો થા બેટા દશમુખ! શિકારીઓ જેમ પશુઓને પકડે તેમ આ દુષ્ટોએ અમને પકડવાં છે અને તું જોઈ રહ્યો છે? તું અમારો પરમ ભક્ત થઈને આમ જડ જેવો થઈને શું બેસી રહ્યો છે? તારા હૈયામાંથી ભક્તિ તો નાશ પામી ગઈ, પણ દયાનો ઝરો ય સુકાઈ ગયો? તારું પરાક્રમ ક્યાં સંતાઈ ગયું? તારો જુસ્સો ક્યાં ભાગી ગયો? મોટી મોટી શેખી મારતો હતો. તે બધું તાર ડહાપણ ક્યાં ખોવાઈ ગયું?'
અલ્યા કુંભકર્ણ? શું તું ય અમારાં વચનો સાંભળતો નથી? શું આમ આંખો બીડીને બેસી રહ્યો છે? માતેલા પાડા જેવો થઈને આમ કેમ અત્યારે ગળિયા બળદ જેવો લાગે છે? કંઈ નહિ, તું ન સાંભળે તો ભલે, પણ આ અમારો લાડકો બિભીષણ તો જરૂર અમને... ઓ બાપ રે! આ મરી ગયાં અમે... બચાવ બેટા, આ માર સહન થતો નથી. મરી ગયાં... રે.'
માયાવી માતા-પિતા અને બહેને ચીસાચીસ પાડવા માંડી. પરંતુ નથી તો દશમુખનું હૈયું પીગળતું, નથી તો કુંભકર્ણ આંખો ખોલતો કે નથી તો બિભીષણ ભરમાતો! ત્રણેય કુમારો સમાધિમાંથી જરાય સ્કૂલના પામતા નથી ત્યારે અનાઈતે પાશવી માયા કરવા માંડી.
વિકરાળ તલવારથી કરપીણ રીતે માતા-પિતા અને બહેનનાં મસ્તકો કુમારોની સમક્ષ કાપી નાખ્યાં. લોહીના ફુવારા ઊડ્યા. ધરતી લોહીથી તરબોળ થઈ ગઈ. છતાં કુમારોનાં ધ્યાનનો ભંગ થયો નહિ ત્યારે નવી માયા રચી. દશમુખની આગળ કુંભકર્ણ અને બિભીષણનાં ધડ પરથી ડોકાં ઉડાવી દીધાં પણ પરમાર્થનો જ્ઞાતા રાવણ એમ ભરમાઈ જાય ખરો? એ તો જાપમાં આગળ ધપ્ય જ ગયો.
બિભીષણ અને કુંભકર્ણની આગળ માયાવી દેવે રાવણનું નિર્દય રીતે ખૂન કરી નાંખ્યું. ત્યાં કુંભકર્ણની અને બિભીષણની ભ્રકુટી ઊંચી ચઢી! દાંત પિસાયા, હોઠ ફફડી ઊઠ્યાં.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
વિદ્યાસિદ્ધિ માટે ભીમારણ્યમાં
વડીલ ભાઈ પ્રત્યેના દઢ અનુરાગે તેમને સમાધિમાંથી કંઈક વિચલિત કરી નાખ્યા; નહિ કે તેઓ સત્વહીન હતા!
અનુરાગે એ ભુલાવી દીધું કે આ બધું તો બનાવટી છે, માયાના ખેલ છે! પારમાર્થિક જ્ઞાને રાવણની નિશ્ચલતાને અડગ રાખી.
ત્યાં તો આકાશમાં દિવ્યધ્વનિ ગાજી ઊઠ્યો : શાબાશ! શાબાશ! સરસ! સરસ!” અનાઈત અને એના સેવક દેવો તો અચંબો પામી ગયા. દૂર જઈને ઊભા રહ્યા. આકાશમાં પ્રકાશ પથરાઈ ગયો. “હે પરાક્રમી દશમુખ! અમે તારી સેવિકાઓ છીએ.” એમ કહેતી ક્રમશ: એક હજાર વિદ્યાદેવીઓ પ્રગટ થઈ.
પ્રબળ સત્ત્વશાળી મહાન દશમુખને અલ્પ દિવસોમાં જ વિદ્યાઓ સિદ્ધ થઈ. પ્રજ્ઞપ્તિ, રોહિણી, ગૌરી, ગાન્ધારી, આકાશગામિની, કામદાયિની, કામગામિની, અણિમા, લધિમા, અક્ષોભ્યા, મનઃસ્તંભનકારિણી, સુવિધાના, તપોરૂપા, દહના, વિપુલદારી, શુભપ્રદ, રજોરૂપા, દિનરાત્રિકારિણી, વજોદરી, સમાકૃષ્ટિ, અદર્શણી, અમરામરા, અનલસ્તંભની, તોયસ્તંભની, ગિરિદારણી, અવલોકની, વનિ, ધોરા, ધીરા, ભુજંગિની, યોગેશ્વરી, ચંડા વગેરે એક હજાર વિદ્યાઓ સ્વેચ્છાથી દિશમુખને વર.
જ્યારે કુંભકર્ણને સંવૃદ્ધિ, જૈભિણી, સર્વહારિણી, વ્યોમગામિની અને ઇન્દ્રાણી નામની મહાવિદ્યાઓ સિદ્ધ થઈ.
સિદ્ધાર્થી, શત્રુદમની, નિર્વાઘાતા અને આકાશગામિની આ ચાર મહાવિદ્યાઓ બિભીષણને સિદ્ધ થઈ.
ત્રણેય ભાઈઓના હર્ષની કોઈ અવધિ ન રહી.
પેલો અનાદતદેવ તો સાવ શરમિંદો બની ગયો. પોતાના અપરાધોની શિક્ષા મળશે, તેની કલ્પનાથી પણ તે ધ્રુજી ઊઠ્યો. રાવણના અપરાધમાંથી શી રીતે મુક્તિ મેળવવી એનો ઉપાય વિચારવા લાગ્યો.
0
0
0
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫. દશમુખના લગ્ન પરાક્રમી! ક્ષમા કરો, બે હાથ જોડી મસ્તક નમાવી અનાઈતદેવે ક્ષમા યાચી. એમાં ક્ષમા શાની માગવાની? તમે તો ઉપકારી બન્યા!' રાવણે કહ્યું. એક તો તમને યમદૂત જેવી પીડાઓ આપી અને ઉપકાર?” હાસ્તો?” “તે કેવી રીતે?' ‘તમે આટલા ઉપદ્રવો ન કર્યા હોત તો આટલી ત્વરાથી વિદ્યાઓ સિદ્ધ જ ન થાત! કહો, ઉપકાર ખરો કે નહિ?”
રાવણ અને અનાર્દત હસી પડ્યા. મહાન પુરુષોનાં હૈયાં ઉદાર હોય છે. ગુનેગાર જ્યાં પોતાના ગુનાનો એકરાર કરતો આવે છે ત્યાં જ મહાન પુરુષ ગુનેગારના ગુના માફ કરી દે છે. ગુનાને ગળી જાય છે. એમના હૃદયમાં પછી એના પ્રત્યે ઊંડે ઊંડે પણ તિરસ્કાર રહેતો નથી. ફરીથી પેલો ગુનેગાર નવો ગુનો કરે ત્યારે તેના જૂના ગુના યાદ કરાવવાની બાલિશ ચેષ્ટા તે કરે નહિ.
મહાપુરુષો જૂનાં પુરાણો ખોલીને વારંવાર ગુનેગારનો તિરસ્કાર ન કરે અને આવા મહાપુરુષો પ્રત્યે, પછી પેલો ગુનેગાર કેવો દાસાનુદાસ બનીને રહે! મહાપુરુષ બનવાની આ શરત સ્વીકાર્યું જ છૂટકો, કે બીજાના ગુના તમારા મગજમાંથી ભૂંસી નાંખવાના, કે એના લિસોટા પણ ન વરતાય! રાવણને આ શરત સહજ રીતે જ વરેલી હતી.
પરિણામ એ આવ્યું કે પેલો અપરાધી દેવ રાવણનો ગુલામ બની ગયો! તેનું હૃદય રાવણની ખેલદિલી પર ઓવારી ગયું.
રાવણની... ઉદાર રાવણની... પરાક્રમી રાવણની હું સેવા શી રીતે કરું? એવી સેવા કરું કે રાવણની સ્મૃતિમાંથી હું ક્યારેય ન ભૂંસાઉ!”
અનાઈતદેવને તત્ક્ષણ એક વિચાર સ્ફર્યો. ‘પરાક્રમીની વિદ્યાસિદ્ધિની આ ભૂમિને સ્વર્ગનો એક નમૂનો બનાવી દઉં!'
સેવાના આ વિચારે દેવતા થનગની ઊઠ્યો. પોતાના દિવ્ય બળથી તરત જ ભીમારણ્યને એક નવલી નગરીમાં ફેરવી નાંખ્યું!'
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમુખનાં લગ્ન
નગરનું નામ પાડ્યું સ્વયંપ્રભ.
નગરના મધ્યમાં એક આલિશાન મહેલ ઊભો કરી દીધો. ત્રણેય રાજકુમારોને સોનાનાં સિહાસન પર બેસાડી, અનાર્દતદેવે દેવાંગનાઓના સમૂહ સાથે અદ્ભુત ભક્તિનૃત્ય કર્યું. રાવણને પ્રણામ કરીને, દેવે જવાની રજા માંગી. જતાં જતાં તેણે રાવણને “ચન્દ્રહાસ' ખગની સાધના કરી લેવાની સલાહ આપી દીધી. દિગંતપર્યત રાક્ષસવંશનો વિજયધ્વજ ફરકાવી દેવાની કામનાએ રાવણને પુનઃ સાધના માટે ઉત્સાહિત કરી દીધો.
ઉપવાસ સાથે જપ-ધ્યાનનો એકાંતમાં પ્રારંભ કરી દીધો. એક... બે... ત્રણ એમ છ દિવસના ઉપવાસ થયા. - છઠ્ઠા દિવસે આકાશમાં એક ઝળહળતો પ્રકાશપુંજ પથરાયો. તરત જ દિવ્ય ખગ ધ્યાનસ્થ રાવણની સમક્ષ પ્રગટ થયું.
ચન્દ્રહાસ ખગની સિદ્ધિ થતાં રાવણે ધ્યાન સમાપ્ત કર્યું. આંખો ખોલી જુએ છે તો એક બાજુ વયોવૃદ્ધ સુશાલી મરક મરક હસતા, આશીર્વાદ આપતા, ઊભા હતા! એક બાજુ પિતા રત્નશ્રવા પરાક્રમી પુત્રને અનિમેષ દૃષ્ટિએ જોતા ઊભા હતા. બીજી બાજુ માતા કૈકસી દાસીઓથી વીંટળાયેલી, પુત્રને આલિંગન આપવા ઉત્સુક થયેલી, ઊભી હતી! રાવણે ઊભા થઈ વડીલોનાં ચરણોમાં મસ્તક ઝુકાવ્યું, આશીર્વાદ ઝીલ્યા. સ્વજનો અને પરિજનોથી નૂતન સ્વયંપ્રભનગર ભરાઈ ગયું હતું. ત્રણ સુશોભિત દિવ્ય રથો મહેલને દ્વારે આવીને ઊભા રહ્યા.
એકમાં દશમુખ રાવણ, બીજામાં પ્રચંડ કુંભકર્ણ અને ત્રીજામાં પ્રશાંત બિભીષણ આરૂઢ થયા.
વાજિંત્રોના ગગનવ્યાપી સૂરો શરૂ થયા. સ્ત્રીઓનાં મંગલગીતો ગવાવા લાગ્યાં. આખા નગરમાં ત્રણેય રાજપુત્રોનાં દર્શન કરવા વિદ્યાધર સ્ત્રી-પુરુષો કરોડોની સંખ્યામાં ઊભરાયાં! ધન્ય માતા! ધન્ય પિતા ધન્ય કુમારો! મહાન પરાક્રમી! ગજબ હૈર્ય!
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
४०
મુખે મુર્ખ કુમારોની ગુણસ્તુતિ ગવાવા લાગી. સુમાલી અને રત્નશ્રવાનાં હ્રદયમાં હર્ષનાં મોજાં ઊછળવા લાગ્યાં. તેઓને હવે લંકાનું સ્વરાજ્ય હાથવેંતમાં લાગ્યું! ત્રણેય કુમારોને જોતાં શેર શેર લોહી ઊછળવા લાગ્યું.
દિવસ આથમ્યો.
ત્રણેય કુમારો કૈકસીની આસપાસ વીંટળાઈ વળ્યા.
ત્યાં તો કૈકસીની મુખમુદ્રા ગંભીર બની. નાના બિભીષણના મસ્તકે હાથ ફેરવતી કૈકસી બોલી :
બેટાઓ! હવે હું જગતમાં શ્રેષ્ઠ માતા બનીશ. દુશ્મનોને તમારા હાથે રણમાં રોળાયેલા જોઉં છું... ને મારી છાતી ગજગજ ફૂલે છે.'
‘મા! હવે તારા પુત્રોનાં પરાક્રમો તું જોયા જ કરે. અલ્પકાળમાં જ તારી કામના પૂર્ણ કરીને અમે રહીશું.' દશમુખે કૈકસીનો હાથ પોતાના હાથમાં લેતાં કહ્યું,
‘મને સો ટકા વિશ્વાસ છે બેટા! જાઓ હવે સૂઈ જાઓ... મોડું થઈ ગયું છે. શાંતિનાથ ભગવાન તમારું રક્ષણ કરો!'
ત્રણેય ભાઈઓ પોતપોતાના શયનખંડમાં પહોંચી ગયા; અને ભાવિના ભવ્ય મનોરથમાં પરોવાઈ ગયા.
સ્વયંપ્રભનગરની શેરીએ શેરીએ... બજારે બજારે ... ચોતરે ચોતરે કુમારાની કીર્તિકન્યા રમણે ચઢી. નાના બાળકથી માંડીને વયોવૃદ્ધપર્યંત દરેકના મુખે કુમારોના પરાક્રમની પ્રશંસા થવા લાગી. આખો દિવસ ગીત-ગાન અને મહોત્સવમાં મહાલી સ્વયંપ્રભનગર નિદ્રાવશ થઈ ગયું.
એક માત્ર કૈકસીને નિદ્રા વશ ન કરી શકી. કુમારોના પોતાના પાસેથી ગયા પછી કૈફસીએ પોતાના શયનખંડમાં દીવા ઝાંખા કરી દીધા અને પલંગ પર પડી. ઊંઘવા માટે પાસાં બદલવા માંડ્યાં પણ તે ઊંઘી ન શકી. પુત્રોની ચિન્તામાં તે ઊંડી ઊતરતી ગઈ.
ત્રણેય પુત્રોને યૌવનને આંગણે આવીને ઊભેલા તેણે જોયા. તેના ચિત્તમાં તે કુમારોને યોગ્ય કન્યાઓની શોધ બાબત મોટી ગડમથલ ઊભી થઇ હતી. પલંગમાં પડી પડી તે ઘણા વિદ્યાધર રાજાઓના મહેલોમાં લટાર મારી આવી. એક પછી એક સેંકડો વિદ્યાધર કન્યાઓ તેની આંખ આગળથી પસાર થઈ ગઈ, પણ કુમારોનાં રૂપ, કુળ અને પરાક્રમના માપકયંત્રથી માપતાં કોઈના પર પસંદગી ન ઊતરી તે ન જ ઊતરી!
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમુખનાં લગ્ન
૪૧
કૈકી ઊભી થઈ. વસ્ત્રો બરાબર ઠીકઠાક કરી લીધાં. દીવાઓને પુનઃ તેજસ્વી કર્યા. રાત્રિની નીરવ શાંતિનો ભંગ ન થાય તે રીતે ધીમે પગલે તે શયનખંડમાંથી બહાર નીકળી. એક પછી એક સોહામણા ખંડો વટાવી, તે એક અતિ રમણીય શયનખંડની પાસે આવી પહોંચી.
શયનખંડને દ્વારે ઊભેલા ચોકીદારોને આંગળીને ઇશારે બાજુએ ખસેડી દીધા. ચોકીદારાએ મસ્તક નમાવી મહારાણીને પ્રણામ કર્યા.
કૈકસીએ શયનખંડમાં પ્રવેશ કરી હારો બંધ કરી દીધાં. દ્વારોનો ખડખડાટ થતાં તરત જ રત્નવા પલંગમાં બેઠા થઈ ગયા.
કોણ?'
‘એ તો હું છું.’ કહેતી સૈકસી રત્નશ્રવાના પલંગ નજીક પહોંચી, પાસેના દીવાની જ્યોતિને મોટી કરી.
‘કેમ અત્યારે?’
‘કહું છું’ બાજુમાં પડેલા ભદ્રાસન પર બેસતાં કૈકસીએ કહ્યું. ક્ષણ વાર થાક ખાઈને, કસીએ વાતનો પ્રારંભ કર્યો.
‘પ્રાણનાથ! કુમારો મહાન વિદ્યા સિદ્ધ કરી આવી ગયા! નિર્વિઘ્ને મહાન કાર્ય થઇ ગયું.'
'હા, દેવી, કુમારોનું પરાક્રમ તો દેવોને પણ ઇર્ષ્યા ઉપજાવે તેવું છે.!' ‘નગરમાં ચોરે ને ચૌટે કુમારોની જ પ્રશંસા થઈ રહી છે.'
‘સાચી વાત છે, પરાક્રમીઓ જ પૃથ્વી પર પૂજાય છે.’
‘હું તો પુત્રોને જોઉં છું ને શેર શેર...’
‘લોહી વધે છે ખરું ને?' હસતાં હસતાં રત્નશ્રવાએ વાક્ય પૂરું કર્યું.
‘હવે મારું સ્વપ્ન સિદ્ધ થશે.'
‘કયું સ્વપ્ન ?’
‘લંકાના સ્વરાજ્યની પ્રાપ્તિનું.'
‘ખરેખર પ્રિયે! હવે તો દુશ્મનોનાં માથાં પર કાળનગારાં વાગી રહ્યાં છે.' સહેજ મોટા અવાજે રાશ્રવાએ કહ્યું.
પણ પુત્રોનાં લગ્નનાં નગારાં ક્યારે વગાડવાનાં છે?'
‘ઓહો! એ તો વિચાર જ નથી કર્યો!'
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૨
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ માટે તો અત્યારે અહીં આવી છું.'
‘ઠીક, કંઈ વિચાર કર્યો ખરો?'
‘ઘણો વિચાર કર્યો, વિચારમાં ને વિચારમાં તો ઊંઘ પણ ઊડી ગઈ છે. મારી!'
જૈન રામાયણ
‘કોઈના પર પસંદગી ઊતરી?’
‘ના રે ના. મારા પરાક્રમી પુત્રોને યોગ્ય મને તો કોઈ કન્યા દેખાતી નથી.’ ‘તો પછી?’
‘લ્યો, અમારે જ એકલાએ વિચારવાનું?’ કૃત્રિમ રોપ બતાવતી કૈકસી બોલી.
‘તો કન્યાઓ શોધવાનું કામ પણ મારે કરવાનું?' મજાક ઉડાવતા રત્નથવાએ કહ્યું.
‘હાસ્તો!’
બંને જણાં હસી પડ્યાં.
‘પ્રાણપ્રિયે! તું અને હું બહુ ચિંતા કરીએ તે વ્યર્થ છે.’ કંઇક ગૂઢ રહસ્ય કહેવાની ભૂમિકા કરતાં રત્નદ્મવાએ કહ્યું.
‘પણ શું? ચિંતા તમને નથી છોડતી એમ ને’
હા એ જ છે!’
‘કેમ વાર? પુત્રોને માટે માતાપિતાએ ચિંતા ન કરવી જોઇએ?
‘કરવી જોઈએ, પણ મર્યાદિત કરવી જોઈએ. ઊંઘ ઊડી જાય તેવી ચિંતા ન કરવી જોઈએ.'
‘મને કંઈ સમજાયું નહિ!'
‘એ જ કે તું અને હું ચિંતા કરીએ તે સહજ છે. પરંતુ પુણ્યશાળી આત્માઓની ચિંતા તેમનું પુણ્ય જ કરતું હોય છે. તારા પુત્રો પ્રબળ પુણ્યશાળી છે, તેમની ચિંતા તેમનું પુણ્ય કરી જ રહ્યું હશે. જોજે ને, અલ્પકાળમાં જ તેમનું પુણ્ય તેમને માટે સુગ્ય કન્યાઓ ખેંચી લાવશે!'
‘વાત તો સાચી છે પણ....
For Private And Personal Use Only
‘તમે તમારે ભગવાન શાંતિનાથનું ધ્યાન ધરતાં સૂઈ જાઓ. ચિંતાડાકણ ભાગી સમજો!'
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમુખનાં લગ્ન
૪૩ રત્નથવાની પૂણ્ય-પાપ પરની શ્રદ્ધાનાં વચનોથી કેકસીનું મન હળવું થઈ જ ગયું હતું. પુત્રના મહાન પુણ્ય તરફ દૃષ્ટિ જતાં જ તેના હૈયામાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.
પ્રસન્નવદને કકસીએ પતિનાં વચનોને સ્વીકારી લીધાં. મનુષ્ય સુખ.. સુખ ઝંખ્યા કરે છે, પણ તે બિચારો એવી ભ્રમણામાં અટવાઈ ગયો છે કે સુખની આછી રેખા પણ જોઈ શકતો નથી. “શ્રદ્ધાવાન લભતે સુખમ્” સુખ માટે શ્રદ્ધા જોઈએ છે. પુણ્ય-પાપના સિદ્ધાંતો પરની શ્રદ્ધા સુખને લાવી આપે છે. પુણ્ય-પાપ પરની શ્રદ્ધાવાળો આત્મા બીજાને સુખનો માર્ગ ચીંધી શકે છે. આજે મનુષ્યસૃષ્ટિ દુ:ખના દાવાનળમાં સળગી રહી છે. તેનું આ એક જ કારણ છે કે મનુષ્ય પુણ્ય-પાપના સિદ્ધાંતો પરની શ્રદ્ધાનું વીસરી ગયો છે. દુઃખી બને છે ત્યારે બીજાનો દોષ જુએ છે! સુખી બને છે ત્યારે પોતાની હોશિયારી માને છે! પરિણામ એ આવે છે કે દુઃખી અવસ્થામાં બીજા પ્રત્યે તિરસ્કાર, દ્વેષ અને અરુચિની દુનિયા સર્જે છે. સુખી અવસ્થામાં અભિમાન, અહંકાર અને વ્યસનોની દુનિયામાં રાચે છે. બંને અવસ્થાઓમાં મનુષ્ય વાસ્તવિક સુખ-શાંતિને પામી શક્તો નથી. પુણ્ય-પાપની શ્રદ્ધાવાળ જ સાચું મનઃસ્વાથ્ય પામી શકે છે.
દશમુખના પુણ્યબળે વૈતાઢય પર્વત પરના “સુરસંગીત' નગરને ઢંઢાળ્યું. સુરસંગીતનગરનો વિદ્યાધરરાજા મયરાજ ચિંતાના સાગરમાં ડૂળ્યો હતો.
મયરાજની રાણી હેમવતી. હેમવતીની પુત્રી મંદોદરી, મંદોદરી એટલે ગુણોની મૂર્તિ અને સૌન્દર્યની મૂર્તિ. મંદોદરીના અંગેઅંગે યૌવનના અંકુરો ફૂટ્યા. તેનું યવન ફાટફાટ થવા લાગ્યું
વૈતાદ્યની ઉત્તરશ્રેણી અને દક્ષિણશ્રેણીનાં અગ્રગણ્ય નગરોમાં મયરાજે મંદોદરીને અનુરૂપ વરની શોધ કરાવી, પણ કોઈ વિદ્યાધરકુમાર મંદોદરીને અનુરૂપ ન મળ્યો ત્યારે મયરાજ અને હેમવતીની ચિંતા નિરવધિ બની. મયરાજનો વિષાદમગ્ન ચહેરો જોઈ મંત્રીશ્વરે પૂછયું : મહારાજ! કેટલાક દિવસથી આપના મુખ પર આનંદઉલ્લાસ દેખાતો નથી.' સાચી વાત છે મંત્રીશ્વર!” કઈ વાત-વસ્તુની ચિંતા આપને પીડી રહી છે, તે કહી શકાય એમ હોય
તો.
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४४
જૈન રામાયણ મંત્રીશ્વર! તમારાથી શું છુપાવવાનું હોય? પુત્રી મંદોદરીનો વિચાર મને અકળાવી રહ્યો છે. સારા ય વૈતાઢ્ય પર મંદોદરીને અનુરૂપ ભર્તા મને દેખાતો નથી.” મંત્રીની સામે જતાં મયરાજે કહ્યું.
રાજાની વાત સાંભળી મંત્રીના મુખ પર ચિંતા કે વ્યથા ન પથરાઈ, બલકે આનંદ અને ઉલ્લાસ ઊછળ્યો.
મહારાજ! ભલેને વૈતાઢયગિરિ પર કોઈ યોગ્ય રાજકુમાર ન રહ્યો! પૃથ્વી બહુરત્નોથી ભરેલી છે.'
તમારા ખ્યાલમાં છે કઈ?' “જી હા!' ‘ કોણ?' રત્નથવાનો પુત્ર. સુમાલીનો પત્ર દશમુખ.”
એમ?' “હા જી. તેણે એક હજાર વિદ્યાઓ સિદ્ધ કરી છે. અગણિત વિદ્યાધરો અને દેવો તેના પરાક્રમ પર આફરીન બન્યા છે. મંદોદરી માટે દશમુખ જ સુયોગ્ય ભર્તા મને લાગે છે.”
વૃદ્ધ મંત્રીશ્વરની વાત સાંભળી મયરાજ ચિંતાના સાગરની બહાર નીકળ્યો. તેના મુખ પર હર્ષની રેખાઓ અંકિત થઇ.
“તો પછી સ્વયંપ્રભનગરે જવાની તૈયારી કરો. હું મહારાણીનો અભિપ્રાય જાણી લઉં.'
જેવી મહારાજની આજ્ઞા’ કહી મંત્રીશ્વર પ્રયાણની તૈયારી માટે ઊપડી ગયા. રાજા ઝડપભેર અંતઃપુર તરફ દોડયા.
ઝડપથી મયરાજાને આવતા જોઈ હેમવતી પણ ત્વરાથી સામે ગઈ.
કેમ? ઉતાવળા ઉતાવળા શા માટે?” હર્ષ-વિષાદની મિશ્ર લાગણીઓને અનુભવતી હેમવતીએ પૃચ્છા કરી.
મહાદેવી! મંદોદરીને યોગ્ય કુમાર મળી ગયો!' એમ? કોણ?'
સુમાલીનો પરાક્રમી પૌત્ર દશમુખ. એક હજાર વિદ્યાઓ સિદ્ધ કરનાર, વિદ્યાધરોની દુનિયામાં હેરત પમાડનાર, તે રાજપુત્રની કીર્તિ ચોમેર પ્રસરી રહી છે.'
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમુખનાં લગ્ન
‘બહુ સરસ! મારી મંદોદરી ભાગ્યશાળી તો ખરી!” હર્ષથી ધબકતા હૈયે હમવતી બોલી.
તો હવે સ્વયંપ્રભનગરે જવાની તૈયારી કરો... મહામંત્રીને મોકલીને નક્કી કરું છું. કયાં ગઈ મંદોદરી?” અંતઃપુરમાં દષ્ટિ નાંખતાં મયરાજે પૂછયું.
મંદોદરી તો ક્યારનીય બારણાની ઓથે માતાપિતાનો વાર્તાલાપ સાંભળી રહી હતી. ભાવિજીવનનાં મીઠાં સ્વપ્નોમાં તે મહાલી રહી હતી. જ્યાં મયરાજે હાક મારી ત્યાં તરત જ અજાણી થઈને પિતાની સમક્ષ આવી. ‘જા, તારી માતાને તને એક વાત કહેવી છે.” માતા-પુત્રીને મૂકી મયરાજ હસતા હસતા ત્યાંથી નીકળી ગયા. હેમવતીએ પૂર્ણ પ્રેમથી મંદોદરીને પોતાના ઉત્સંગમાં લઈ કહ્યું. બેટા! હવે તૈયારી કરવાની છે.' શાની બા?' જાણે કંઈ જાણતી નથી તેમ ઠાવકે મોંએ મંદોદરીએ કહ્યું. ‘સાસરે જવાની!” મંદોદરીનું મુખ લજ્જાથી લાલ થઈ ગયું. તે કંઈ જ બોલી શકી નહિ.
સમાલીના પૌત્ર દશમુખ સાથે તારો વિવાહ થાય તો કેમ? પુત્રીની અનુમતિ છે કે નહિ, તે જાણી લેવા, હેમવતીએ પૂછયું.
મા! એમાં મને શું પૂછવાનું? તને અને મારા પિતાજીને જે યોગ્ય લાગે તે જ કરવાનું. તમે બન્ને જે કરશો તે મારા હિત માટે જ કરશો.'
મહામંત્રીએ ખાસ ખાસ રાજપુરુષને લઈને સ્વયંપ્રભનગર તરફ પ્રયાણ કર્યું. અલ્પકાળમાં નગરને દ્વારે આવી પહોંચ્યા. ગગનગામી વિદ્યાધરોને પહોંચતાં કેટલી વાર લાગે !
અનાતિદેવે ભક્તિભાવથી રચેલા ભવ્ય નગરને નિહાળતા રાજપુરુષો સુમાલીની રાજડેલીએ આવી પહોંચ્યા. દ્વારપાલે જઈ, સુમાલીને સમાચાર આપ્યા.
મહારાજા! સુરસંગીતનગરના મહામંત્રી અંદર આવવાની અનુજ્ઞા માંગે છે.” ખુશીથી આવવા દો અંદર.' મયરાજના મહામંત્રી રાજપુરુષોના મંડળ સાથે સુમાલીના ખંડમાં પ્રવેશ્યા. સુમાલીએ યોગ્ય સ્વાગત કરી તેમને યોગ્ય આસનો આપ્યાં.
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ કહો, કેમ પધારવું થયું?” મમરાજ આનંદમાં છે ને?' સુમાલીએ આગમનના પ્રયોજન સાથે મયરાજની ખબરઅંતર પૂછી.
વિદ્યાધરનરેશ મયરાજ સુખશાંતિમાં છે અને તેમણે એક માંગણી કરવા મોકલ્યા છે.” મંત્રીએ સ્પષ્ટ વાત કરી.
જરૂર, કહો, શી માંગણી છે? મારી બનતી શકયતાએ માંગણી પૂરી કરીશ.”
‘અમારા મહારાજને મંદોદરી નામે પુત્રી છે, રૂપે અને ગુણે પૂરી. આપના પ્રતાપી પત્ર દશમુખ સાથે લગ્ન કરાવવા મયરાજ ઇરછે છે.”
મંત્રીની વાત સાંભળી સુમાલીને આનંદ થયો. તરત જ રત્નથવાને બોલાવીને પૂછી લીધું. સુમાલીએ મયરાજની માંગણીને સ્વીકારી.
એક બાજુ દશમુખને યોગ્ય કન્યા મળે છે, જ્યારે બીજી બાજુ દુશ્મનોના અભેદ્ય કિલ્લારૂપ વૈતાગિરિ પર એક મિત્રરાજ્ય વધે છે! સામાજિક અને રાજકીય, બંને ભૂમિકાએ આ કાર્ય સુમાલીને સુયોગ્ય લાગ્યું.
મયરાજનું મંત્રીમંડળ સુરસંગીતનગરે પહોંચ્યું. જઈને મયરાજ તથા હેમવતીને શુભ સમાચાર આપ્યા. તરત રાજપુરોહિતને બોલાવી નજીકમાં જ લગ્નનું શુભ મુહુર્ત કાઢી આપવા મયરાજે કહ્યું.
રાજપુરોહિતે પણ શુભ દિવસ અને શુભ સમય જોઈ આપ્યો. લગ્નમહોત્સવની તડામાર તૈયારીઓ ચાલી. સ્વયંપ્રભનગરે સુમાલી તથા રત્નથવાને પણ સમાચાર પહોંચાડી દીધા. લગ્નનો દિવસ નજીક આવી પહોંચ્યો. મંદોદરીને લઈ મયરાજ ભવ્ય આડંબર સાથે સ્વયંપ્રભનગરના ઉદ્યાનમાં આવી પહોંચ્યા.
મહેમાનો માટે દિવ્ય મહાલયો નગરીની બહાર ઊભા કરી દેવામાં આવ્યા હતા. આખુંય સ્વયંપ્રભનગર રાક્ષસવંશીય કલાકારોએ અલકાપુરીની હરીફાઈ કરે તેવું શણગારી દીધું હતું.
જ્યાં વિદ્યાદેવીઓ અને દેવો સાંનિધ્યમાં હોય ત્યાં કઈ વાતની કમી હોઈ શકે?
મંગલમુહૂર્ત, દેશદેશના રાજેશ્વરોની હાજરીમાં પરાક્રમી દશમુખ રાવણનું મંદોદરી સાથે લગ્ન થઈ ગયું.
0
0
0
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક . પણમનો આરંભ કરી
મંદોદરી સાથે ભોગ-વિલાસમાં દશમુખ રાવણના દિવસો પસાર થવા લાગ્યા. ક્યારેક મંદોદરીને લઈ આકાશમાર્ગે કોઈ પર્વતની કોતરોમાં પહોંચી જતો તો ક્યારેક કોઈ રમણીય ભૂમિપ્રદેશ પર જઈ પહોંચતો. ક્યારેક કોઈ ગગનચુંબી ગિરિશિખર પર આરોહણ કરતો, તો ક્યારેક કોઈ અતિરમ્ય સરોવરની પાળે પ્રેમરસને લૂંટતો. ક્યારેક દશમુખ એકલો જ કોઈ અણદીક્યા પ્રદેશની મુલાકાતે પહોંચી જતો અને કંઈ ને કંઈ નવાજૂની કરીને પાછો આવતો!
એક દિવસની વાત છે. દશમુખ એકલો જે આકાશમાર્ગે નીકળી પડ્યો. ઊંચે ને ઊંચે... ઊંચે ને... ઊંચે... ઊડતો જ ગયો. મેઘર પર્વતની ટોચે પહોંચ્યો. વાદળો નીચે અને દશમુખ ઉપર! જાણે વાદળલોક પર વિજય ન વર્યો હોય! દશમુખે પર્વતની ટોચ પરથી ચારેકોર નજર નાંખી, ત્યાં તેની આંખો વિકસ્વર બની ગઈ, તેના અંગેઅંગમાં રોમાંચ પ્રગટી ગયા.
ઉત્તર દિશાના સરોવરની વિપુલ જલરાશિમાં હજારો વિદ્યાધર કન્યાઓ મનમાની જલક્રીડા કરી રહી હતી.
દશમુખ ધીમે પગલે એ મન્મથ રાજ્ય તરફ આગળ વધ્યો. સરોવરને કિનારે એક વટ વૃક્ષ હતું. વટ વૃક્ષની નીચે આવી દશમુખ ઊભો રહ્યો. વિદ્યાધર કન્યાની દૃષ્ટિ ખેંચાણી. દષ્ટિમાં દૃષ્ટિ પરોવાઈ. વિદ્યાધર પુત્રીઓ વિકારવિવશ બની ગઈ. દશમુખનું અસાધારણ સૌન્દર્ય વિદ્યાધર કન્યાઓના મનોરાજ્યનું માલિક બની ગયું. છ હજાર કન્યાઓ દશમુખને વરવા ઉત્કંઠિત બની.
પદ્માવતી, અશોકલતા અને વિદ્યુ—ભા આ કન્યામંડળની અગ્રણી હતી. સરોવરની બહાર નીકળી, વસ્ત્રોનું પરિધાન કરી, એ અનંગપરવશ પડેલી કન્યાઓ દશમુખની સામે આવીને ઊભી રહી. તેમને કંઈ કહેવું હતું પણ બોલી શકતી ન હતી. વિકારનો આવેશ જ એવો હોય છે કે તે શબ્દશક્તિને હરી લે છે. ‘હે પ્રિય! તમારા પ્રથમવારનાં જ દર્શને અમારા પર અજબ કામણ કર્યું!'
સર્વશ્રી વિદ્યાધરની કન્યા પદ્માવતીએ સર્વ શબ્દશક્તિને એકઠી કરી કહી નાખ્યું :
‘પ્રિય! મારી પણ એવી જ સ્થિતિ થઈ છે!' રાવણ બોલ્યો. મીન પથરાયું.
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
જૈન રામાયણ શું બોલવું તે કન્યાઓને ઝટ સૂઝયું નહિ. ત્યાં અશોકલતાએ હામ ભીડી! તો હવે અમારો સ્વીકાર કરો...' દશમુખ તો તૈયાર જ હતો. ગાંધર્વવિધિથી ત્યાં ને ત્યાં તેણે છ હજાર કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું. વિદ્યાશક્તિથી તરત જ ત્યાં એક વિશાળ અને રમણીય વિમાનનું દશમુખે સર્જન કર્યું. છ હજાર નવોઢા પત્નીની સાથે વિમાનમાં આરૂઢ થયો. પણ ત્યાં તો વિદ્યાધર આલમમાં ખળભળાટ મચી ગયો.
ખેચર કન્યાઓના રક્ષક વિદ્યાધરો વિદ્યાધર સમ્રાટ અમરસુંદરની પાસે પહોંચ્યા. હાંફળાફાંફળા થઈ ગયેલા તે વિદ્યાધરોએ સમાચાર આપ્યા :
પ્રભુ! કોઈ વિદ્યાધરપુત્ર તમારી વિદ્યાધર કન્યાઓની સાથે વિવાહ કરી કન્યાઓને ઉપાડી જાય છે! જુઓ, એ જતો દેખાય...” આકાશમાર્ગે જતાં વિમાન સામે આંગળી ચીંધી બતાવ્યું.
અમરસુંદર ફૂંફાડા મારતો ઊભો થઈ ગયો. દશમુખના દાંડિયા ડૂલ કરી નાખવા, તેણે દોટ મૂકી. પાછળ અમરસુંદરના આજ્ઞાંકિત વિદ્યાધરી તથા મિત્ર વિદ્યાધરો પણ વિવિધ હથિયારો લઈ આકાશમાર્ગે ઉભરાવા લાગ્યા.
અમરસુંદરને ત્વરાથી આવતો જોઈને નવોઢા સ્ત્રીઓએ દશમુખને કહ્યું : ‘સ્વામી ઉતાવળ કર... ઉતાવળ કરો.'
કેમ વાર?' બેપરવાઈથી જેમ વિમાન ચલાવતો હતો તેમ જ ચલાવતાં દશમુખે પૂછુયું.. પણ તેણે જોયું તો સ્ત્રીના મુખ પર ભય અને ગ્લાનિની રેખાઓ ઊપસી આવી હતી.
“સ્વામી! આ વિદ્યાધર સમ્રાટ અમરસુંદર આપણી પૂંઠે...' “અરે એ તો સાક્ષાત્ યમ છે, યમ.” બીજી સ્ત્રીએ દશમુખની બાજુમાં ખસતાં કહ્યું. ‘એકલો અમરસુંદર જ ભલભલા મહારથીઓને પૂરા કરે એમ છે.” “અરે બહેન, વળી સાથે કનકબુધ રાજા પણ લાગે છે, ખલાસ... આપણું અને આપણા સ્વામીનું..”
સ્વાભાવિક રીતે જ સ્ત્રીઓ કાયર સ્વભાવની હોય છે. આપત્તિઓનો સામનો કરવા માટેનું મનોબળ બહુ જ ઓછી સ્ત્રીઓમાં રહેલું હોય છે. સ્ત્રીઓની ભયાકુળ સ્થિતિ જોઈ દશમુખ હસ્યો.
હે પ્રિયાઓ! એ તમારો અમરસુંદર યમ છે કે હું એનો યમ છે, એ વાત તમને હમણાં જ સમજાશે !”
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
४८
પરાક્રમનો આરંભ
બિચારી સ્ત્રીઓ ક્યાં જાણતી હતી કે તેમનો ભર્તા એક હજાર વિદ્યાશક્તિનો સ્વામી છે? તેમને ક્યાંથી ખ્યાલ હોય કે તેમનો સ્વામી એક પ્રચંડ પરાક્રમી વિદ્યાધર રાજ કુમાર છે?
ત્યાં તો જોતજોતામાં ચારેકોરથી આકાશ વિદ્યાધરોથી છલકાયું. ધૂંધવાયેલા વિઘાધર વીર સુભટોએ દશમુખને ખતમ કરી નાંખવા શસ્ત્રોની સતત ઝડી વરસાવી.
દશમુખ ક્યાં ગાંજ્યો જાય એમ હતાં!
કળાબાજ દશમુખે વિમાનને ચારેકોર એવું ઘુમાવ્યું કે એક વિમાન નહિ પણ સંકડો - હજારો વિમાનો દેખાવા લાગ્યાં અને શસ્ત્રોની સામે પ્રતિપક્ષી શસ્ત્રોની રમઝટ બોલાવા માંડી!
વિદ્યાધર સુભટોનાં આવતાં શસ્ત્રોને અધવચ્ચેથી જ પ્રતિપક્ષી શસ્ત્રો વડે દશમુખ તોડવા માંડ્યો. બીજી બાજુ દશમુખે જોયું તો સ્ત્રીઓની વિહ્વળતા વધી રહી હતી! બાકી એને મન તો આ યુદ્ધની રમતને જરા વધુ લંબાવવાની ઇચ્છા હતી, પણ હવે યુદ્ધનો અંત લાવવાનો જ નિર્ણય કર્યો. શસ્ત્રને છોડી તેણે અસ્ત્રને પકડ્યું.
સરરરર.. કરતું પ્રસ્થાપના અસ્ત્ર અમરસુંદર વગેરે બધા વિદ્યાધર સુભટો પર પહોંચ્યું. પ્રસ્તાપના અસ્ત્ર એટલે પૂછવાનું જ શું! જ્યાં એ અસ્ત્ર પહોંચ્યું ત્યાં જ તેની અસર પથરાઈ ગઈ. વિદ્યાધરોની આંખો ઘેરાવા માંડી... હાથ, પગ શિથિલ પડવા માંડ્યા. હાથમાંથી શસ્ત્રો સરી પડવા લાગ્યાં.
પદ્માવતી વગેરે નવોઢા સ્ત્રીઓ તો આશ્ચર્ય સાથે આનંદમાં ગરકાવ થઈ ગઈ. પોત મહાપરાક્રમી પતિને પ્રાપ્ત કરવા ભાગ્યશાળી બની છે, તે વાતની તેમને પૂર્ણ પ્રતીતિ થઈ.
ત્યાં તો દશમુખે બીજા અસ્ત્રને છોડ્યું. નર્યા સાપ જ સાપ! કાળા કાળા... જાડા જાડા અને લાંબા લાંબા! ફૂંફાડા મારતા સાપો પહોંચ્યા વિદ્યાધર સુભટો પાસે અને એક પછી એક ટપોટપ વીંટળાવા માંડ્યા.
જોતજોતામાં તો રાવણના નાગપાશમાં અમરસુંદર વગેરે હજારો વિદ્યાધરો બંધાઈ ગયા! જેમ ઢોરને બાંધીને ખેંચી જાય તેમ રાવણે વિદ્યાધરોને બાંધીને હવે તેમને અંતિમ ન્યાય આપવાનો વિચાર કર્યો, ત્યાં પેલી સ્ત્રીઓ આગળ આવી.
હે સ્વામી, કૃપા કરો. આ વિદ્યાધરો એટલે અમારા કોઈ પિતા છે, કોઈ ભાઈ છે, તેમને બંધનથી મુક્ત કરી અમને આનંદિત કરો.'
રાવણી તો ઉદાર હૃદયનો હતો. તેને મન તો ગુનેગારને યોગ્ય શિક્ષા થઈ ગઈ હતી, સ્ત્રીઓને પણ પોતાના પરાક્રમનો પરચો બતાવવાનું કાર્ય થઈ ગયું
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
No
જૈન રામાયણ હતું. દશમુખે સ્ત્રીઓની વિનંતીને માન્ય રાખી. અમરસુંદર વગેરે બધા જ વિદ્યાધરોને બંધનમાંથી મુક્ત કર્યા. વિદ્યાધરોનાં મુખ પ્લાન થઈ ગયાં. નતમસ્તક અંજલિ જોડી યુવાન દશમુખની સામે ઊભા રહ્યા.
હે વીર પુરુષ! ક્ષમા કરો. અમે તમને ઓળખી શક્યા નહિ. તમારા જેવા અજેય પુરુષ અમારા જમાઈ બન્યા, તેનો હર્ષ કરવાને બદલે અમે તમારી સામે યુદ્ધનું પગલું ભર્યું.નમ્રતાભર્યા વચનોથી અમરસુંદર વિઘાધરેશે કહ્યું.
ના રે ના. શાનું અયોગ્ય પગલું? તમે જે કર્યું છે તે યોગ્ય જ કર્યું છે. તમારી અનુજ્ઞા વિના કોઈ અજાણ્યો પુરુષ તમારી પત્રીઓને ઉપાડી જાય અને તમે હાથ જોડી બેસી રહો તો તે તમારા જેવા પરાક્રમી રાજેશ્વરો માટે અયોગ્ય કહેવાય!” રાવણે યથાર્થ ન્યાય તોલ્યો. વિદ્યાધરોને આનંદ થયો. અમે આપને ઓળખી શક્યા નહિ, કૃપા કરીને...' ઓહો! માતા કૈકસીનો હું પુત્ર છું, સુમાલી મારા દાદા થાય! શું તમે જ દશમુખ?' એકીસાથે બધા વિદ્યાધરો પૂછી ઊઠ્યા. પ્રત્યુત્તરમાં રાવણનું મુખ સહેજ મલક્યું. દશમુખની હજાર વિદ્યાઓની સિદ્ધિએ વિદ્યાધરોની દુનિયામાં દશમુખના નામને પરિચિત બનાવી દીધું હતું.
વિદ્યાધરોએ ત્યાં દશમુખનાં ખૂબ ખૂબ અભિવાદન કર્યા. છ હજાર સ્ત્રીઓ પણ પોતાનો પતિ દશમુખ બન્યાં છે, એ જાણતાં હર્ષથી રોમાંચિત બની ગઈ.
વિદ્યાધરો પોતપોતાને નગરે વળ્યા. દશમુખનું વિમાન સ્વયંપ્રભનગર તરફ ઊપડ્યું. સૂર્ય દશમુખને છેલ્લી સલામી આપી અને હસતો હસતો લાલચોળ બની અસ્તાચલ પર ઊપડી ગયો. દશમુખ રાવણના પરાક્રમની આ શરૂઆત! પરાક્રમનો પ્રારંભ સ્ત્રીઓના અપહરણથી! પરાકમનો અંત પણ સ્ત્રીના અપહરણમાં!
સ્વયંપ્રભનગરના ઉદ્યાનમાં દશમુખે વિમાન ઉતાર્યું. છ હજાર પનીઓના કાફલા સાથે દશમુખ નગરમાં પ્રવેશ કર્યો. નગરવાસીઓએ પ્રેમ અને આદરપૂર્વક સ્વાગત કર્યું.
દશમુખ તો માતા કેકસીની પાસે પહોંચ્યો સીધો. દશમુખ કેકસીનાં ચરણોમાં પ્રણિપાત કર્યો. છ હજાર પત્નીઓએ પણ દશમુખનું અનુકરણ કર્યું. કરીએ પ્રેમભર્યા આશીર્વાદ આપ્યા. ઇશારાથી સ્ત્રીઓને માતા પાસે બેસવાનું કહી, દશમુખ પહોંચ્યો મંદોદરી પાસે.
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરાક્રમનો આરંભ
૫૧
સવારથી માંડીને પતિની રાહ જોતી મંદોદરી વાસગૃહમાં વીલેવદને પલંગમાં પડી હતી. ઝરૂખામાંથી દૂર દૂર દૃષ્ટિ નાંખતી નિરાશામાં ડૂબી ગઈ હતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમુખ ગમે તેટલાં ધીમાં પગલાં ભરતો આવે, પણ નીરવ શાંતિનો ભંગ થયા વિના રહે ખરો? પગલાંના અવાજથી મંદોદરી પલંગમાં બેઠી થઈ ગઈ.
દશમુખને સામે જ ઊભેલો જોતાં પલંગમાંથી નીચે ઊતરી રીસભર્યા વદને નીચું માં રાખી ઊભી રહી. દશમુખ મંદોદરીની સામે ખડખડાટ હસી પડ્યો. દશમુખ પલંગ પર બેઠો. મંદોદરી પણ પતિનાં ચરણોમાં બેસી ગઈ.
‘આજે તારે માટે એક મોટું કામ લઈ આવ્યો છું!' દશમુખે સ્મિત કરતાં કહ્યું. ‘તમે ક્યે દિવસે કામ નથી લાવતા?'
પણ આજે તો તું ખૂબ ચિડાઈ જાય તેવું કામ છે!
‘તો જ ખાધેલું પચે ને!’
‘સમજ પડી?'
‘કહ્યા વિના સમજ પડી જાય તેવું જ્ઞાન હોય તો પછી તમારી પાસે ૨હે કોણ?' ત્યાં તો વાસગૃહની બહાર માતા કૈકસીનો અવાજ સંભળાયો.
લે, હમણાં તારી સામે જ બધી વાત આવે છે!' કહેતો રાવણ ઊઠીને માતાની સામે દ્વાર પાસે પહોંચ્યો,
‘બેટા મંદોદરી.’ કહેતી સૈકસી વાસગૃહમાં પ્રવેશી.
‘આ રહી માતાજી!' કૈકસીની નજીક આવતાં મંદોદરીએ તીરછી નજરે દશમુખ સામે જોઇ લીધું.
‘બેટા! તારી છ હજાર બહેનો આવી છે.’
‘બહેનો? મારી?' કંઈક આશ્ચર્ય સાથે હોઠ દબાવી હસતા દશમુખ સામે શંકાની દૃષ્ટિએ જોતી મંદોદરી બોલી ઊઠી.
'હા, તારી બહેનો અને મારી પુત્રવધૂઓ!' મંદોદરીને માથે હાથ ફેરવતી કૈકસીએ હસતાં હસતાં સ્પષ્ટતા કરી, ત્યાં પદ્માવતી વગેરે છ હજાર સ્ત્રીઓ એક પછી એક પ્રવેશવા માંડી અને કૈકસી તથા મંદોદરીની પાછળ આવી ઊભી રહી.
મંદોદરી તત્ક્ષણ પતિના પરાક્રમને સમજી ગઈ. તેના ઉદાર હૃદયમાં આનંદ ઊભરાયો. પતિની સુખસંપત્તિ વધતી જોઈ સુશીલ પત્ની હર્ષને જ અનુભવે.
કૈકસીએ દશમુખના શયનગૃહનો ત્યાગ કર્યો. મંદોદરી તો પદ્માવતી વગેરે વિદ્યાધર યુવતીઓને જોઈને આનંદિત થઈ ગઈ.
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
જૈન રામાયણ બીજી બાજુ દશમુખના સેવક વિદ્યાધરોએ વાસમંદિરના બીજા ભવ્ય ખંડોને શણગારીને સુશોભિત બનાવી દીધા હતા.
વિદ્યાપતિ દશમુખે ‘બહુરૂપિણી વિદ્યાનું સ્મરણ કર્યું. વાસમંદિરમાં છ હજાર દશમુખ દેખાવા લાગ્યા. દરેક સ્ત્રીને દશમુખનું પ્રેમભર્યું સાંનિધ્ય પ્રાપ્ત થયું. દિવસો વીતવા લાગ્યા.
વૈતાઢય પર્વત પર કુંભપુરનો મહોદર નામે રાજા હતો. તેને સુરૂપ નયનાદેવી રાણી અને તડિન્માલા પુત્રી હતી. મહોદર તડિન્માલાનું લગ્ન કુંભકર્ણની સાથે કર્યું.
જ્યોતિપુરનગરના વીર નૃપે પંકજશ્રી નામની પોતાની પુત્રીને બિભીપણની સાથે પરણાવી. ત્રણેય ભાઈઓની સંસારયાત્રાનો પ્રારંભ થયો.
અનંત અનંત કાળથી જીવ એ જ કરતો આવ્યો છે ને! બસ, એ જન્મવું, મોટા થવું, ભોગવવું અને મોત પામવું. ભૂતકાળમાં ભોગનાં સુખો અનુભવવામાં કંઈ બાકી નથી રાખ્યું. છતાં ઇન્દ્રિયો તૃપ્ત નથી થઈ. ક્યાંથી થાય? અગ્નિમાં લાકડાં નાંખવાથી આગ બુઝાય નહિ, પરંતુ વધે. ભોગેચ્છા એ ભયંકર અગ્નિ છે, એ ગાલને દઢ કરવાની જ સૌપ્રથમ જરૂર છે.
કેકસી પુત્રોએ સર્જેલી તેમની નવી દુનિયાને જોઈને અતિ આનંદિત બની, પરંતુ તેના હૈયાના ઊંડાણમાં હજુ દુઃખની આગ ધીમી ધીમી જલી રહી હતી. અલબત્ત, તે પુત્રોના સુખભોગમાં વિક્ષેપ કરવા નહોતી ઇચ્છતી અને તેથી પુત્રોની સમક્ષ થોડો સમય પોતાના દુ:ખના કારણની સ્મૃતિ પણ ન કરાવી. વળી, દશમુખ તો ક્યાં સ્વયંભનગરમાં બહુ રહેતો જ હતો! એ તો મસ્ત થઈને આકાશને આંગણે પ્રિયાઓ સાથે રમતો રહર્તા હતો.
થોડાક મહિના વીત્યા. કેકસીએ કુંભકર્ણ અને બિભીષણને બોલાવ્યા. બંને ભાઈઓ તરત જ માતાની સમક્ષ આવીને નતમસ્તકે ઊભા રહ્યા. ઘણા દિવસો, મહિનાઓ બાદ આજે માતાને તેમણે ગંભીર મુખવાળી અને દુઃખની લાગણીઓ અનુભવતી દીઠી, માતા શું કહેશે? એના સાચા-ખોટા તર્કવિતર્કો બંને ભાઈઓના મનમાં થવા લાગ્યા.
0 0 0
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭. લંકાવિજય
બેટાઓ! હવે મારી ઇચ્છા તમે ક્યારે પૂર્ણ કરશો?' કૈકસીએ કંઈક વેદનાભર્યા અવાજે કહ્યું.
‘કઈ ઇચ્છા?’ બિભીષણે કંઈક સમજવા પ્રયત્ન કર્યો.
‘તમારા બાપ-દાદાનું લંકાનું રાજ્ય લેવાની.' સીધી જ સ્પષ્ટ વાત કૈકસીએ કરી.
‘ઓહો! એ વાત છે... લંકા લેવી એ તો અમારે મન મામૂલી વાત છે મા!' બિભીષણે કુંભકર્ણની સામે જોયું.
મંદિરોમાં સંધ્યાની આરતીના ઘંટ વાગી ઊઠ્યા.
કૈકસીની રજા લઈ બંને ભાઈઓ ત્યાંથી ઊઠ્યા . કૈકસી પોતાના શયનગૃહમાં પહોંચી, ત્યાં શુભ સમાચાર સાંપડ્યા કે મંદોદરીએ પુત્રરત્નને જન્મ આપ્યો છે. સૈકસીના હૈયામાં હર્ષ ઊભરાયો. તરત જ તેણે નગરમાં ભવ્ય જિનભક્તિમહોત્સવ ઊજવવાની સેવકોને આજ્ઞા ફરમાવી, દીન-અનાથોને દાન દેવાની ઘોષણા કરાવી.
પણ બીજી બાજુ કુંભકર્ણ અને બિભીષણ તો હવે એ જ યોજનામાં પડી ગયા કે લંકાનું રાજ્ય કેમ પ્રાપ્ત કરવું?
‘ચાલ ને બિભીષણ, સીધા જઈને વૈશ્રવણને જ ખોખરો કરી નાખીએ.' ટૂંકી ને ટચ વાત કરતાં કુંભકર્ણે કહ્યું.
‘ભાઈ! આપના માટે એ અશક્ય નથી, પરંતુ મને તો એક બીજો જ ઉપાય સુઝે છે!' બિભીષણે કહ્યું.
‘શું?'
‘પહેલાં આપણે વૈશ્રવણને ત્રાસ ત્રાસ પોકારાવી દઈએ! હેરાન-પરેશાન કરી નાંખીએ, પછી એ શું કરે છે તે જોઈએ. કામનું કામ અને ગમ્મતની ગમ્મત!'
ચાલો! આપણે તો તૈયાર જ છીએ.' હાથમાં ગદાને ઉછાળતો કુંભકર્ણ આગળ થયો.
બંને મહાન પરાક્રમી,
બંને વિદ્યાસિદ્ધ યોદ્ધાઓ,
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
જૈન રામાયણ બંને ઉત્સાહભર્યા અને સાહસિક. કાળી રાતનો ગાઢ અંધકાર તેમને ડરાવી ન શકે. વિકરાળ પશુઓના ભીષણ સ્વરો તેમનાં કાળજાને થથરાવી ન શકે. પ્રતિસ્પર્ધીઓનાં હથિયારોના ખણખણાટ તેમની સાહસિકતાને ડરાવી ન શકે.
કુંભકર્ણે ગદા લીધી. બિભીષણે ધનુષ્ય અને બાણ લીધાં.
આકાશમાર્ગે પ્રયાણ કર્યું. લંકાની સરહદ પર આવી પહોંચ્યા. દીપકોની ઝળહળી જ્યોતિમાં લંકા અલકાની સરસાઈ કરતી લાગતી હતી.
સુવર્ણનો કિલ્લો લંકાની રક્ષા કરતો ચારે કોર વીંટળાઈને રહેલો હતો. રાજા વૈશ્રવણના ચુનંદા વફાદાર સૈનિકો પ્રજાના રક્ષણ માટે જિલ્લાનાં અનેક ભવ્ય દારો પર જાગતા રહેલા હતા. ‘બિભીષણ.' કેમ મોટાભાઈ?' આ આપણી લંકા અને એમાં મહાલે છે વૈશ્રવણ.” ‘હવે એનો કાળ આવી પહોંચ્યો છે.” સાચી વાત છે.' ‘હવે આપણે આપણું કાર્ય શરૂ કરીએ.”
જુઓ, પેલું છે લંકાનું મુખ્ય પ્રવેશદ્વાર જોયું?' હા.” ત્યાં જઈએ. પછી વિચારીએ કે શું કરવું.' બંને ભાઈઓ લંકાના વિરાટ દ્વાર આગળ આકાશમાંથી ઊતર્યા. ત્યાં જુએ છે તો દ્વારપાલો ઝોકાં ખાઈ રહ્યા છે! બિભીષણની આંખો ચમકી, તેના મગજમાં એક તુક્કો જાગ્યો. ધીમે પગલે તે દ્વારપાલોની પાસે પહોંચ્યો.
બંને દ્વારપાલો એકબીજાના ખભાને ટેકવીને નસકોરાં બોલાવી રહ્યા હતા. બંને મોટી મોટી મૂછોવાળા હતા.
સાચવી રહીને બિભીષણે બંનેની મૂછો ભેગી કરીને ગાંઠ મારી! પાછા આવીને કુંભકર્ણને એક ઇશારો કર્યો. ક્ષણ વારમાં કુંભકર્ણ આકાશમાં ચાલ્યો ગયો. બિભીષણ એક મોટા ઝાડ પર ચઢી ગયો.
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાવિજય
પપ થોડાંક રામય વીત્યાં ત્યાં તો આકાશમાં એક મોટો ડુંગર આવતાં દેખાયો. કિલ્લાની બહાર બ્રહ્માંડને ફાડી નાખે તેવો ધબાંગ કરતો મોટો ધબાકો થયો.
જ્યાં ધબાકો થયો ત્યાં આખી લંકા ધ્રુજી ઊઠી. એકે એક સૈનિક ચમકી ઊઠ્યા! હાથમાં આયુધો લઈ જે દિશામાંથી અવાજ આવ્યો તે દિશામાં સૈનિકોએ દોટ મૂકી. પેલા દ્વારપાલી તા ધબાંગ કરતો ધબાકો થતાં ઝબકીને જાગ્યા... અને ઊછળ્યા! પણ મોઢાં ફેરવવા જાય ત્યાં તો મૂછ બંધાયેલી! એકબીજાની સામે જોવા લાગ્યા!
ત્યાં આકાશમાં કુંભકર્ણનું ભયાનક અટ્ટહાસ્ય સંભળાયું. વૈશ્રવણના સુભટો ચારેકોર જોવા લાગ્યા. જોતજોતામાં તો દરવાજા આગળ હજારો સુભટો આવી પહોંચ્યા, બસ, કુંભકર્ણને અને બિભીષણને તો આટલું જ જોઈતું હતું! વૃક્ષ પરથી બિભીષણ નીચે ઊતર્યો અને વૈશ્રવણના સુભટો પર તીણા તીરોની વૃષ્ટિ કરવા માંડી. સુભટો બિભીષણની તરફ ધસ્યા. અનેક શસ્ત્રોથી બિભીષણનો સામનો કરવા લાગ્યા.
આકાશમાંથી જંગી ગદા સાથે કુંભક સુભટોને માથે ત્રાટક્યા! સુભટો ત્રાસ પોકારી ગયા... કુંભકર્ણ અને બિમીપણના એકધારા પ્રહારો સામે સુભટો ન ટકી શક્યા... વાત પહાચી શ્રવણની પાસે.
વંશવાણ ધૂંધવાયો. તરત જ પોતાના મહાસેનાપતિ વીરેન્દ્રને આજ્ઞા કરી જાઓ... એ બંને દુષ્ટોને જીવતા ને જીવતા પકડી લાવો અને સાથે સાથે આ પણ તપાસ કરજો કે એ છે કોણ?' સેનાપતિ પોતાના ચુનંદા સૈનિકો સાથે નગરની બહાર આવ્યો, ત્યાં બિભીપણે કુંભકર્ણને આંખોનો ઇશારો કર્યો. બંનેએ પાતાળલંકાનો રસ્તો પકડ્યો .
આગળ બન્ને ભાઈઓ અને પાછળ વૈશ્રવણના સુભટો. બંને પાસે આકાશ ઉડ્ડયનની વિદ્યા હતી! શીધ્રરંગે બંને ભાઈઓ આગળ વધી ગયા, સુભટો પાછળ રહી ગયા. પરતુ સેનાપતિએ સમજી લીધું કે આ બન્ને પાતાળલંકાને માર્ગે જાય છે, માટે જરૂર આ સુમાલીના જ પાત્રો લાગે છે. પણ ત્રણમાંથી આ બે કોણ કોણ હશે? શું દશમુખ અને કુંભકર્ણ હશે? શું દશમુખ અને બિભીષણ હશે? કે કુંભકર્ણ અને બિભીષણ હશે? સેનાપતિ સુભટો સાથે પાછો ફર્યો. વૈશ્રવણની પાસે આવી ને સર્વ વૃત્તાંત કહ્યો.
બંને ભાઈઓ સ્વયંપ્રભનગરમાં પહોંચ્યા, સીધા પોતપોતાના શયનગૃહમાં જઈને સૂઈ ગયા.
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૬
જૈન રામાયણ
પાછા આવ્યા, પણ રસ લઈને આવ્યા અને ૨સનો ચટકો લાગ્યો એટલે હવે મનમાં એની જ યોજનાઓ! એના જ મોરથો!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્યના ચિત્તમાં શાના વિચારો, શાની યોજનાઓ અને શાના મનોરથો ચાલે છે; તેના પરથી તેની રસવૃત્તિનું માપ નીકળે છે.
સવારે ઊઠીને બંને સીધા માતા કૈકસી પાસે પહોંચ્યા. જઈને રાત્રિનો આખો અહેવાલ એવો તો રસમય શૈલીમાં કહ્યો કે કૈકસી તો હસીહસીને બેવડ વળી ગઈ. બસ! માતાને આનંદ થાય એટલું જ એમને જોઈતું હતું.
‘હજુ તો માતા! આ કંઈ નથી કર્યું... વૈશ્રવણને એવો હેરાન-પરેશાન કરી નાંખીશું કે એ પણ બચ્ચાજી અમને જિંદગીપર્યંત યાદ કરશે!' કુંભકર્ણે કહ્યું.
પ્રાભાતિક કાર્યો પતાવી, પછી કુંભકર્ણ-બિભીષણની જોડીએ લંકાનો રસ્તો પકડયો. પહોંચતાં કેટલી વાર! જોતજોતામાં તો લંકાની નજીક આવી પહોંચ્યા. જોયું તો વૈશ્રવણે લંકાની ફરતો ચાંપતો પહેરો ગોઠવી દીધો હતો. પણ આમને ક્યાં દરવાજામાંથી પસાર થવું હતું! તે તો આકાશમાર્ગે જ સીધા લંકાની મધ્યમાં પહોંચ્યા. એક ઉદ્યાનમાં ઊતર્યા.
‘બિભીષણ, ચાલ ને ભાઈને ભેટી આવીએ!'
‘કાં, વૈશ્રવણની પાસે?'
‘હા!'
‘ત્યાં જઈને શું કરશું?’
‘એના અંતઃપુરને જ ઉપાડી લાવીએ!' ‘છટ્... છટ્... આ શું બોલ્યા ભાઈ?’
‘કેમ?’
‘પરસ્ત્રીને ઉપાડી લાવી શું નિર્મળ કુળને કલંકિત કરવું છે? આ વિચાર પણ ન કરવો જોઈએ. એ કામ તો સર્વવિનાશને નોતરનારું છે.’
‘ઠીક, ત્યારે તું જ બોલ, શું કરવું છે?'
‘સાંભળો ત્યારે...’ બંને ભાઈઓ આસોપાલવના વૃક્ષ નીચે બેઠા. બિભીપણે આખી યોજના કુંભકર્ણને સમજાવી દીધી અને કુંભકર્ણે ક્યારે શું કરવું તેનો પણ વ્યવસ્થિત ખ્યાલ આપી દીધો.
તેજ સ્વામી સહસ્રરશ્મિએ ગગનના મધ્ય સિંહાસને આસન જમાવ્યું હતું; બંને આકાશમાં ઊડ્યા. રાજમહાલયના ગગનચુંબી શિખર પર પહોંચ્યા, કે
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૭
લંકાવિજય
જ્યાં યુદ્ધભરી રહેલી હતી. યુદ્ધભેરીની રક્ષા કરવા માટે વૈશ્રવણના ચાર સશસ્ત્ર સુભટ ત્યાં ઊભલા હતા. કુંભકર્ણ ગર્જના કરી, ગદાના એક પ્રહારે એક સુભટને ઢાળી દીધો. બાકીના ત્રણ સુભટોએ મરણિયા થઈને કુંભકર્ણ અને બિભીષણનો સામનો કરવા માંડ્યો. પરંતુ કેકસીના પત્રો આગળ તે કેટલું ઝઝૂમી શકે? ત્રણેય સુભટોને બિભીષણનાં તીક્ષા તીરોએ પરલોકના યાત્રિક બનાવી દીધા. | કુંભકર્ણ ત્યાં જોરશોરથી યુદ્ધની નોબત બજાવી. બિભીષણે યુદ્ધની દુંદુભિને ધધડાવી. અચાનક યુદ્ધના સૂચનથી યુદ્ધવીરો રાજમહાલયના પટાંગણમાં ત્વરાથી આવી પહોંચ્યા. સેનાપતિ વીરેન્દ્ર તો હાંફળાફાંફળો થઈ ગયો. સીધો વૈશ્રવણની પાસે પહોંચ્યો.
કેમ અચાનક યુદ્ધભેરી વગાડવામાં આવી?” સેનાપતિએ પૂછ્યું. “મને ખબર નથી, મને પણ આશ્ચર્ય થયું કે મને પૂછયા વિના કોણે યુદ્ધ ભેરી બજાવી?' વૈશ્રવણ બોલ્યો. “ચાંપતી તપાસ કરવી પડશે, કોણ છે એ નરાધમ?” આંખમાંથી અંગારા વરસાવતો સેનાપતિ યુદ્ધભેરીના સ્થળે જવા રવાના થઈ ગયો.
હજારો સુભટોને તેણે મહાલયના પટાંગણમાં ઊભરાયેલા જોયા; તરત જ પોતાના ખાસ પ્રતાપી યોદ્ધાઓને હાક મારી બોલાવ્યા. “જાઓ, એ તપાસ કરો કે યુદ્ધભેરી કોણે બજાવી? ભરીક્ષકોને અહીં મારી પાસે હાજર કરો.”
સુભટો તરત જ મહાલયની પાસે ઊભેલા ગગનચુંબી મિનારા પર ચઢયા, ઉપર જઈને જુએ છે તો વિરાટકાય કુંભકર્ણ અને તેજસ્વી બિભીષણને અનેક શસ્ત્રોથી સજ્જ થઈ ઊભેલા જોયા.
કોણ છો..?' પૂછતાં પૂછતાં તો સુભટોનાં મોઢાં બિભીષણે તીરોથી ભરી દીધાં. સુભટો ઉપરથી સીધા જ નીચે પટકાયા!
જરૂર કોઈ દુષ્ટો ઉપર છુપાયા છે.” સેનાપતિએ ત્રાડ પાડી.
છુપાયા નથી, આ રહ્યા તારી સામે!' કહેતાં બિભીષણે આકાશમાં રહ્યા રહ્યા તીરોની વર્ષા વરસાવી.
ખલાસ! ઘોર સંગ્રામ મચી ગયો. લડતા જાય છે અને બંને સરકતા જાય છે... તેઓ લંકાની બહાર નીકળી આવ્યા. ઠીક ઠીક પરચો દેખાડી પાતાળલંકાના માર્ગે આગળ વધવા માંડ્યા. ધીરે ધીરે લંકાથી ખૂબ દૂર સુધી સૈન્યને ખેંચી લાવ્યા, જ્યાં પાતાળલકાની સરહદ આવી, વૈશ્રવણનું સૈન્ય ચક્યું અને થંભી
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
જૈન રામાયણ ગયું. કુંભકર્ણ અને બિભીષણ તો જોતજોતામાં અદૃશ્ય થઈ ગયા. સંન્ય પાછું લંકા તરફ વળ્યું. બીજી બાજુ વૈશ્રવણા ખૂબ ચિડાયાં. જ્યારે કુંભકર્ણ અને તો તોફાનનો ચટકો લાગ્યો! દિવસ ઊગે અને કંઈ ને કંઈ ધાંધલ મચાવવા જોઈએ. ઘણા દિવસો સુધી આમ ચાલ્યું. છેવટે વૈશ્રવણે દૂતને સ્વયંપ્રભનગર મોકલ્યો અને કુંભકર્ણ તથા બિભીષણની સામે પોતાના સખત વિરોધ નોંધાવ્યાં. દૂત સ્વયંપ્રભનગરમાં આવી પહોંચ્યો. સીધો જ રાજસભામાં આવીને સુમાલી સમક્ષ ઊભો રહ્યો.
કહો, કેમ આવવું થયું?' સુમાલીએ પૂછયું.
હું લંકાપતિ વૈશ્રવણનો દૂત છું અને તેમનો એક સંદેશો કહેવા માટે અહીં આવ્યો છું.'
શું કહેવું છે?'
એ જ કે તમારા સ્વચ્છંદી પૌત્રોને સંભાળો. કૂવાનાં દેડકાં જેવા એમને પોતાની શક્તિનું ભાન નથી, અભિમાનની કોઈ સીમા નથી. કપટથી અમારી લંકામાં વારંવાર આવીને તોફાન મચાવે છે. તેથી અમારા નાથ વૈશ્રવણ નરેશ બાળકો જાણી અત્યાર સુધી ઉપેક્ષા કરી છે. હું સુમાલી, હવે જો એમને તમે નહિ રોકી તો માલીને માર્ગે તમને, તમારા પોત્રો સહિત વળાવવા માટે લંકાપતિ આતુર છે.”
પણ આવાં પડકારરૂપ વચનો સાંભળી દશમુખ રાવણ જ્યાં સુધી બંઠો રહી શકે! પગ પછાડતો તે સિંહાસન પરથી ઊભો થઈ ગયો.
‘કોણ છે એ ગધેડા જેવો વૈશ્રવણ? બીજાનો ગુલામ બનીને પોતાની જાતને લંકાપતિ મનાવતો એ મોટો નિર્લજ્જ લાગે છે. તું દૂત છે એટલે તારા પ્રાણ નથી લેતો, પણ હવે તારા એ ગુલામ લંકાપતિને જ યમનાં દ્વાર દેખાડવા હું આવું છું. જા તારા નાથને કહેજે.'
દૂત ત્યાંથી સીધો જ લંકામાં આવી પહોંચ્યો અને વૈશ્રવણને રાવણનો પ્રત્યુત્તર મરચુંમીઠું ભભરાવીને સંભળાવ્યો.
આ બાજુ દૂતના ગયા બાદ તરત જ રાવણે યુદ્ધની જાહેરાત કરી. વિરાટ સેનાને શસ્ત્ર સજ્જ કરી. ત્રણેય ભાઈઓ મહાન હર્ષપૂર્વક માતા કેકસીના આશીર્વાદ લેવા તેમની પાસે પહોંચ્યા.
મારા વહાલા પુત્રો! તમારો વિજય જ થશે! તમે શત્રુઓને પરાજિત જ કરવાના, તમે તમારા પિતામહનું રાજ્ય જરૂર લેવાના!' ત્રણેયને ખૂબ ખૂબ આશીર્વાદ આપ્યા.
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૯
લંકાવિજય
માતાના મહેલમાંથી ક્યાં નીકળ્યા ત્યાં સુવર્ણના થાળમાં કુમકુમ, અક્ષત અને શ્રીફળ લઈને મંદોદરી, ડિમ્પાલા અને પંકજ શ્રી સામે આવી. ક્રમશ: ત્રણયએ રાવણ, કુંભકર્ણ, બિભીપણના કપાળમાં તિલક કર્યા. અક્ષતથી વધાવ્યા અને હાથમાં શ્રીફળ આપ્યાં.
જ્યાં ત્રણેય ભાઈઓ રાજમહાલયના પટાંગણમાં આવ્યા ત્યાં હજારો રાક્ષસવીરોએ વિજયધોષણાનો દિવ્યધ્વનિ કર્યો. ત્રણેય મહારથીઓ પોતપોતાના ખાસ રથોમાં આરૂઢ થયા. પાસે ઊભેલા વયોવૃદ્ધ પિતામહ સુમાલી અને પિતા રત્નશ્રવાએ પત્રરત્નોને આશીર્વાદ આપ્યા. રાજપુરોહિતે પ્રયાણની ઘડી આવતાં ઘોષણા કરી.
મહારાજ! પ્રયાણ આરંભો.' લશ્કરના મહાન કોલાહલથી આકાશ ધમધમી ઊડ્યું. દેવોએ આકાશમાંથી સુગંધી પપ્પાની વૃષ્ટિ કરી. સહસ્ત્રશ્મિ પરથી વાદળો દૂર ખસી ગયાં, પૃથ્વીતલ પ્રકાશના પંજથી ઊભરાઈ ગયું.
વાયવેગી અશોએ લશ્કરને જોતજોતામાં સ્વયંપ્રભનગરથી દૂર દૂર લાવી મૂક્યું, દશમુનો રથ આગળ નીકળી ગયો. કુંભકર્ણને તો તેના તાનમાં ને તાનમાં ખબર પડી નહિ ત્યાં બાજુમાં બિભીષણનો રથ આવી લાગ્યો.
“કેમ ભાઈ, શો વિચાર છે?” રથની એક બાજુમાં સરકીને મોટા અવાજે બિભીષણે કુંભકર્ણને પૂછ્યું. પણ કુંભકર્ણ એટલે કુંભકર્ણ! એમ પહેલી બૂમ સાંભળે તે બીજા! બિભીપણે લોખંડના ભાથામાંથી અણીદાર તીર ખેંચીને કાઢ્યું અને ચઢાવ્યું બાણ ઉપર. દોરી ખેચીને નિશાન તાક્યું.
સરરર ફરતું તીર કુંભકર્ણના કુંડલમાંથી પસાર થઈ ગયું. ખલાસ! કુંભકર્ણ વિફર્યો! ઊછળ્યો! ગદાને ઘુમાવી! આંખોને ચગાવી! ત્યાં તો બાજુમાં બિભીષણને ખડખડ હસતો જોયો.
આ તાર, પરાક્રમ લાગે છે ખરું ને?' મારું નહિ, તમારા નાના ભાઈનું!” બન્ને હસી પડયા. કેમ શું કહેવું છે?” “એ જ કે આપણે વૈશ્રવણની સામે જંગ ખેલી લઈએ.' બિભીષણે કહ્યું. એટલે?'
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉ0.
જૈન રામાયણ મોટાભાઈને કહેવાનું કે તેઓ બધું જોયા કરે.' માનશે?” શંકા ઉઠાવતાં કુંભકર્ણે કહ્યું. ચાલો ને અત્યારે જ પૂછી લઈએ!”
હા, એ ઠીક છે... પણ . બાજુમાં જુએ છે તો દશમુખનો રથ દેખાતો નથી.
આગળ નીકળી ગયા લાગે છે.' હા, એમ જ લાગે છે.” તરત બંનેના રથ ઊપડ્યા. સંન્યને વટાવતા વટાવતા દશમુખના રથની બાજુમાં આવી પહોંચ્યા.
“મોટાભાઈ!' મોટા ઢોલના અવાજ જેવો કુંભકર્ણનો અવાજ સાંભળી દશમુખે બાજુમાં જોયું.
કેમ?' ‘એક વાત કહેવી છે.' કુંભક કહ્યું. કહી નાંખો!' કુંભકર્ણને જુએ ને રાવણ હસે નહિ તે બને ખરું? આજે તમે જોયા કરો, અમે બન્ને જ વૈશ્રવણને ખોખરો કરી નાખીએ!' પછી!” કુંભકર્ણ મૂંઝાયો! શો જવાબ આપે?
અરે, તમે તો વૈશ્રવણને સારી રીતે પજવ્યો છે, આજે તો મારા હાથની ખણ મિટાવવાનો મોકો છે! માટે તમે જોયા કરો કે તમારો અજ શું કરે છે!” રાવણે કહ્યું :
થઈ રહ્યું ભાઈ ત્યારે! અમારી વાત અમારી પાસે!' કુંભકર્ણને લાંબી ખેંચપકડ ન આવડે! એ તો સીધી ને સટ વાત કરનારો માણસ,
લંકાની સરહદ પર રાવણનું જંગી સૈન્ય આવી પહોચ્યું. બીજી બાજુ પોતાના પ્રચંડ સૈન્યની સાથે યમના દૂત જેવો વૈશ્રવણ લંકાની બહાર નીકળ્યો. વૈશ્રવણ એટલે વીરતાની મૂર્તિ. વૈશ્રવણ એટલે પરાક્રમીઓનો સ્વામી.
ભાઈ ભાઈની સામે લડવા નીકળે છે! ભાઈ ભાઈનું લોહી લેવા થનગને છે! વૈશ્રવણ કૌશિકાનો પુત્ર, દશમુખ કેકસીનો પુત્ર, કૌશિકા મોટી બહેન અને કકસી નાની બહેન. બ્રાતૃત્વનો સ્નેહઝરો વેરના પ્રચંડ તાપમાં સુકાઈ ગયો.
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લકાવિજય સુકાઈ જ જાય ને! ઝરો હતો માટે સુકાઈ ગયો. સાગર હોત તો સુકાઈ ન જાત. ભલેને ગમે તેવો પ્રચંડ તાપ પડે, સાગર ન સુકાય.
દેહનો સ્નેહ ઝરી છે, આત્માનો સ્નેહ સાગર છે. નાથ તીર્થંકરદેવોને વિશ્વ પર આત્મવિષયક સ્નેહ હોય છે, તેને સ્નેહસાગર કહેવાય. ગમે તેવા તાપ પડે છતાં ન સુકાય. ગોશાળાએ અને ગોવાળે ગમે તેટલા તાપ આપ્યા છતાં ભગવંત મહાવીરનો સ્નેહસાગર નું સુકાયો. સંસારમાં વળી સ્નેહસાગર હોય ક્યાંથી?
વિશ્રવા અને દશમુખનો ખૂનખાર જંગ જામ્યો. લોહીથી ધરતી રંગાઈ ગઈ. ચારેકોર શસ્ત્રોના સંઘર્ષથી તણખાઓ ખરવા લાગ્યા. કૂર, નિષ્ફર અને વીરતાપ્રેરક શબ્દોનો મહાન કોલાહલ મચી ગયો.
દશમુખ વૈશ્રવણને શોધે છે, વૈશ્રવણ દશમુખને ખોળે છે, પણ એ બે ભાઈઓ મળે ત્યાં તો દશમુખના સૈન્ય વૈશ્રવણના સૈન્યને નષ્ટભ્રષ્ટ કરી નાંખ્યું. જેમ જેમ વૈશ્રવણની સેના પાછી હઠવા લાગી તેમ તેમ દશમુખના યોદ્ધાઓનું શોર્ય ઊછળવા માંડ્યું. વૈશ્રવણની સેના ભાગી. દશમુખના યોદ્ધાઓએ તેનો પીછો પકડ્યો. પરંતુ જ્યાં પોતાની સેનાને પરાજિત અવસ્થામાં જોઈ ત્યાં વૈિશ્રવણની વિચારધારાએ અજબ વળાંક લીધો.
તેના અંતઃકરણમાં પ્રગટેલો વૈરાગ્નિ વિરામ પામ્યો. તે વિચારે છે :
માન અષ્ટ થયા પછી જીવતર ઝરતુલ્ય છે. જીવન ધિક્કારને પાત્ર છે. કમલો નષ્ટ થયા પછી સરોવરની શોભા રહેતી નથી. દંકૂશળ તૂટ્યા પછી હાથી મૃતપ્રાય: જ રહે છે. ડાળીઓ કપાઈ ગયા પછી વૃક્ષનું અસ્તિત્વ નિરર્થક હોય છે.'
પરાજિત અવસ્થા પરાક્રમી પુરુષને અકળાવનારી હોય છે. પરાજિત અવસ્થાનું જીવન જીવવા કરતાં તે મૃત્યુને અધિક માને છે. “શું કરવું? વૈશ્રવણ રાજા ઊંડા વિચારમાં ઊતરી ગયો.
એમ અપમાન... પરાજય... ના ભયથી મહામૂલ્યવંત જીવનને મોતના ખપ્પરમાં હોમી દેવું, તે તો યોગ્ય નથી જ, જ્યારે બીજી બાજુ અનર્થદાયી રાજ્યને ચીટકી રહેવું તે પણ તેટલું જ અયોગ્ય છે... રાજ્ય મને દગો આપ્યો? કુંભક અને બિભીષણ તો મને ઘેરી મોહનિદ્રામાંથી જાગ્રત કરનારા બન્યા છે!
હું સંસારવાસનો ત્યાગ કરીશ. હું મહેલોને ત્યજી દઈશ. હું અરણ્યવાસ સ્વીકારીશ, હું પરમાત્માને શરણે જઈશ. મારા તન-મન પરમાત્માને સમર્પિત કરી દઈશ.
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨
જૈન રામાયણ વૈશ્રવણ, આમ દુઃખથી... હારથી.. કાયર બની ભાગી છૂટવું એ સાચો વૈિરાગ્ય નથી!” અંતરમાંથી એક અવાજ સંભળાયો. “હું ભાગી છૂટું છું? મારો વૈરાગ્ય સાચો નથી?' હા તું ભાગી છૂટે છે, તારો વૈરાગ્ય દુઃખમૂલક છે, જ્ઞાનમૂલક નથી...'
ખોટી વાત, ખોટી વાત, હું ભાગી છુટતો નથી. શું ઠોકર લાગતાં પથરાળ ભાગ ત્યજી ધોરી માર્ગે ચાલવું એનું નામ ભાગી છૂટવું? શું દગો જાણયા પછી દગાખોરનો સંગ ત્યજી દેવો એટલે ભાગી છૂટવું? શું ખોરાકમાં ઝેર જાણ્યા પછી, ખોરાક ખાતાં ઝેરની અસરો વર્તાતાં, એ ખોરાકનો ત્યાગ કરવો.. એ અસરોને નાબૂદ કરવાના ઉપચારો કરવા એટલે ભાગી છૂટવું? નહિ નહિ, ભાગી છૂટતો નથી, હું સાચો ત્યાગ કરું છું. મારો વૈરાગ્ય દુઃખમૂલક નથી, જ્ઞાનમૂલક છે. દુ:ખનો પ્રસંગ પણ જો જ્ઞાનનયનનું ઉદ્ધાટન કરી વૈરાગ્યમાં પ્રેરક બની જાય તો તે પ્રસંગ દ્વારા જાગેલો વૈરાગ્ય દુ:ખગર્ભિત અને દુઃખમૂલક નહીં પણ જ્ઞાનમૂલક જ હોય છે.
દશમુખ દ્વારા થયેલા પરાજયે મને જાગ્રત કર્યો છે, મારી મોહમય દૃષ્ટિ ખોલી નાંખી છે... મને સર્વોચ્ચ કર્તવ્યપાલન માટે પ્રેરણા કરી છે.'
પણ અત્યારે તું સાધુ બની જઈશ, તો લોકો તારી નિંદા કરશે. તેને કાયર ગણશે. તું કલંકિત થઈ જઈશ.
લોકની નિંદાના ભયથી... લોકોના અવર્ણવાદના ભયથી ડરીને જ હું મારા વિચારને અમલમાં મૂકતાં અચકાઈશ તો, તે શું મારી કાયરતા નહિ ગણાય? તો હું અનંત સિદ્ધાત્માઓની દષ્ટિએ પામર નહિ ગણાઉં? ભલે, લોકો અલ્પકાળ માટે મારી નિંદાનો માર્ગ લે, એ નુકસાન થોડું છે. થોડા નુકસાનને ભોગે મહાન લાભ થાય છે તો તે સ્વીકાર્ય જ છે! હવેનું અવશિષ્ટ જીવન મુક્તિના પુરુષાર્થમાં જ વ્યતીત કરવાનો મારો નિશ્ચય સદાને માટે અફર જ રહેશે.'
“સબૂર, વૈશ્રવણ! તારો નિશ્ચય ભલે અફર રહે, પણ એક વાત સાંભળ. દશમુખ રાવણનો ફરી એક વાર પરાજય કર્યા પછી તે મુક્તિના પુરુષાર્થમાં પરોવાજે .......ચિત્તે નવો વિકલ્પ ખડો કર્યો.
અહાહાહાહા! રાવણ મારો દુશ્મન છે? ના રે ના. રાવણ પૂર્વે પણ મારા ભાઈ હતો... મારી માસીનો પુત્ર છે અને અત્યારે પણ એ મારો ભ્રાતા જ છે! એ રાજ્ય ભોગવે, એ લંકાપતિ બને, તેમાં કદાચ મારો અપયશ થશે તો પણ
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાવિજય
૬૩
તે હું સહન કરીશ. સામનો કરવા કરતાં સહન કરવામાં વિશેષ બલવત્તા રહેલી છે.’
ગગનને આંગણે સંધ્યાએ રંગોળી પૂરી. આત્માના આંગણે વૈશ્રવણે સંયમની રંગોળી પૂરી.
એ જ યુદ્ધની ભૂમિ પર લંકાપતિ વૈશ્રવણે સાધુતાનો ભેખ ધારણ કર્યો. તેણે વિશ્વની સાથે જન્મજન્માંતરના ગુનાઓની ક્ષમાપના કરી દીધી. વિશ્વજંતુઓની સાથે મૈત્રીભાવને ધારણ કરી દીધો. અંતઃકરણની ભૂમિમાંથી ક્રોધ, અભિમાનની બીજરાશિને કાંચી નાંખી. ક્ષમા, મૃદુતા, સરળતા, નિર્લોભતાનાં બીજ વાવી દીધાં.
રાવણે વૈશ્રવણને જોયો, પણ ત્યારે વૈશ્રવણ રાજા નહોતો ‘મહારાજા' હતો. રાવણનો રોપ ઓગળી ગયો. અંગ પરથી શસ્ત્રો ઉતારી નાંખી, દશમુખ વૈશ્રવણનાં ચરણોમાં નમી પડ્યો. આંખોમાં આંસુ છલકાયાં. કંઠ રૂંધાયો. બે હાથ જોડી તેણે વૈશ્રવણને વીનવ્યો.
‘પરાક્રમી! તમારા નાનાભાઈના આ અપરાધને માફ કરો. તમે મારા મોટાભાઈ છો. લંકામાં નિર્ભયતાથી તમે રાજ્ય કરો. અમે બીજું ચાલ્યા જઈશું, કંઈ પૃથ્વી આટલી જ નથી, કૃપા કરો...'
દશમુખની કેવી ઉદાર અને ઉદાત્ત વિચારણા છે? દશમુખનો આ દંભ કે કપટ નથી. આત્મમંદિરમાં સુષુપ્ત શુભ ભાવો જંના જીવનમાં ઝબકીને જાગી જાય છે ત્યારે તે મહાન અસરકારક બની જાય છે અને આપણું હૈયું તેના ઉચ્ચ આત્મત્વને નમી પડે છે.
વૈશ્રવણના તાં આ અંતિમ ભવ છે. તત્ત્વનિષ્ઠા હવે વૈશ્રવણને કોઈ પ્રલોભનમાં ખેંચાઈ જવા દે નહિ, રાવણની ગદ્ગદ વિનંતી પણ વૈશ્રવણના ચિત્તને ચંચળ ન બનાવી શકી.
જો વૈશ્રવણનાં વૈરાગ્ય મોહગર્ભિત કે દુઃખગર્ભિત હોત તો રાવણના સ્નેહભીના આમંત્રણનો સ્વીકાર વૈશ્રવણ તરત જ કરી લેત. પરંતુ જ્ઞાનમૂલક વૈરાગ્ય હોવાથી પુનઃ રાગને માર્ગે ષ્ટિ નાંખવા માટે પણ તે તૈયાર ન હતો!
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮. લંકાની રાજસભામાં
રાવણ પુષ્પક વિમાનમાં બેઠો. અલ્પ સમયમાં જ તે સમેતશિખર પર્વતની ટોચ પર આવી પહોંચ્યો. રાવણ એટલે પરમ જિનભક્ત. અનેક તીર્થકર ભગવંતોની નિર્વાણભૂમિ પર રહેલી અદ્ભુત જિનપ્રતિમાઓને તેણે વંદી.
રાવણના અંતઃકરણને સમજવાની જરૂર છે. લંકા પર વિજય પ્રાપ્ત કર્યા પછી લંકાના રંગીલા મહેલોમાં મહાલવાને બદલે તેને તીર્થકરોની કલ્યાણક ભૂમિઓને સ્પર્શવાનો મનોરથ પ્રગટ્યો! હજારો નવયૌવના સ્ત્રીઓથી ઘેરાયેલા દશમુખને વિલાસની શેરીએ શેરીએ ભટકવાને બદલે વૈરાગ્યનાં શિખરોની સહેલગાહ કરવાનાં અરમાન જાગ્યાં! સેંકડો, હજારો પ્રશંસકોની બિરૂદાવલીની શરણાઈના મધુરા સ્વરો સાંભળવાને ટાણે તેને ત્રિભુવનપતિ તીર્થકરોના ગુણાનુવાદ કરવાની અભિલાષા પ્રગટી! વિજયના સુવર્ણા સિંહાસન પર આરૂઢ થઈ “લંકાપતિ' કહેવરાવવાના પ્રસંગે પાષાણોના ડુંગરો પર જઈ જિનભક્ત બનવાની તમન્ના પ્રગટી!
તીર્થયાત્રા કરી દશમુખ પરિવાર સાથે સમેતશિખર પરથી નીચે ઊતરતો હતો ત્યાં એક વનહાથીની ગર્જના સંભળાઈ.
દશમુખના વિશાળ પરિવારના કોલાહલથી વનણાથી દૂર દૂરથી ધમપછાડા કરતો ગર્જી રહ્યો હતો.
લંકાપતિ!' પ્રહસ્ત નામનો પ્રતિહારી દશમુખની પાસે આવ્યાં. કેમ?
આ હાથી સામાન્ય નથી.' ‘ત્યારે?'
આ હસ્તીરત્ન છે!” તું શું કહેવા માગે છે?' દશમુખે પ્રહસ્ત સામે જોયું. આપના માટે તે સુયોગ્ય છે!” રાવણે એ મદોન્મત્ત હાથીને ટસીટસીને જોયો. કેવો એ સોહામણા હાથી હતો! તેના ગંડસ્થળમાંથી મદની ગંગા વહી રહી હતી. લાંબા લાંબા સુવર્ણરંગી દતુશળો સહસ્ત્રમિનાં કિરણોથી ઝગમગી રહ્યા હતા. દશમુખને વાર કેટલી!
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાની રાજસભામાં
પ
જોતજોતામાં... રમત ફરતાં કરતાં હાથીને વશ કરી લીધો અને એના ઉપર
બેસી ગયો...
ઐરાવત પર બેઠેલો ઇન્દ્ર પણ ઝાંખો પડી ગયો!
રાવણે પરિવારને પૂછ્યું.
બોલો ભાઈઓ, આપણે આ હસ્તીરત્નનું નામ શું પાડીશું?'
‘પાડોને જંગલી હાથી!' કુંભકર્ણે પ્રકાશ્યું ને આખો પરિવાર ખડખડાટ હસી પડ્યો.
‘ના ના, એનું નામ પાડો વિશ્વરત્ન!' બિભીષણે નામ સૂચવ્યું. ‘એના કરતાં તો ‘લંકાભૂષણ' રાખો ને!' સેનાપતિ બોલ્યા.
‘મને લાગે છે કે આ હાથીનું નામ આપણે ‘શત્રુજિત' પાડીએ!' એક પરાક્રમી યોદ્ધાએ કહ્યું. બધાંને આ નામ ગમ્યું... પણ દશમુખનું મોં મલક્યું નહિ એટલે કોણ બોલે? ત્યાં દશમુખે કહ્યું :
‘આ મારા પ્રિય હાથીનું નામ ‘ભુવનાલંકાર' રાખીએ!'
બસ! નામ નક્કી થઈ ગયું. બધાંને ગમ્યું. જયજયકાર સાથે ‘ભુવનાલંકાર' નામની જાહેરાત થઈ.
ત્યાં અંશુમાલીનો ૨૫ ક્ષિતિજ પર પહોંચી ગયો હતો. રાત્રિ ત્યાં જ પસાર કરવાનો નિર્ણય થયો. હાથીને એક મજબૂત થાંભલે બાંધી દીધો. આજે રાક્ષસવીરોના આનંદની કોઈ અવિધ નથી. એક બાજુ લંકા પર વિજય! બીજી બાજુ તીર્થંકરોની કલ્યાણ-ભૂમિની પુણ્યયાત્રા અને વિશેષમાં ‘ભુવનાલંકાર’ની પ્રાપ્તિ!
ઇષ્ટસિદ્ધિ કોને આનંદિત નથી કરતી? બાળક હોય, યુવાન હોય કે વૃદ્ધ હોય, ઇષ્ટની સિદ્ધિ સહુ કોઈને હર્ષિત બનાવી દે છે! ડાકુ હોય કે ઇષ્ટસિદ્ધિ બંનેને મલકાવી દે છે!
સાધુ હોય,
હર્ષિત બનવા, આનંદિત બનવા ઇષ્ટસિદ્ધિ આવશ્યક છે. એ ઇષ્ટસિદ્ધિ એવી હોવી જોઈએ કે પછીથી અનિષ્ટ આવીને અડપલું કરી ન જાય!
આકાશમાં પ્રકાશની એંધાણીઓ દેખાઈ. પંખીઓનો કલરવ શરૂ થયો. દશમુખની નિદ્રા પૂર્ણ થઈ. જાગીને તે કોઈ વિચારમાં મગ્ન થઈ ગયો અને પથારીમાં બેસી રહ્યો.
ત્યાં પ્રતિહારીએ આવીને કહ્યું : 'દેવ, એક વિદ્યાધર સેવક કોઈ મહત્ત્વના સમાચાર લઈને આવ્યો છે અને તરત આપને મળવા ઇચ્છે છે.'
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ આવવા દે,’ કંઈક સ્વસ્થ બનીને દશમુખે કહાં. વિઘાધરે દશમુખના આવાસમાં પ્રવેશ કર્યો. મસ્તકે અંજલિ જડી, રાવણને પ્રણામ કર્યા અને નતમસ્તકે ઊભો રહ્યો.
કેમ આવવું થયું છે?' દશમુખે ગંભીર વદને પૂછયું.
લંકાપતિ! હું પવનવેગ નામનો વિદ્યાધર છું. આપનો વફાદાર સેવક છું. મારે એક મહત્ત્વની વાત કહેવી છે.”
કહો, મૂંઝાશો નહિ...”
પાતાલલંકામાંથી કિષ્કિન્વિના પુત્રો સૂર્યરજા અને યક્ષરજા પણ પોતાની નગરીમાં ગયા. પરંતુ ત્યાં તો વૈતાદ્ય પર્વતના રાજા ઇન્દ્રના પરાક્રમી સુભટ યમ શાસન કરે છે. સૂર્યરજા અને યક્ષરજાને તે પરસવા દીધા.' “એમ! એટલું અભિમાન છે?” મિત્રો પ્રત્યેના અનુરાગથી રાવણ ઉશ્કેરાયો.
હા દેવ! પછી તો સૂર્યરજા અને યક્ષરજાએ યમની સાથે યુદ્ધ કર્યું, પરંતુ યમ એટલે મહાદાસાગ, મહાન પરાક્રમી. બંને ભાઈઓએ અને વાનરવીરોએ ખૂબ સમય સુધી ટકકર ઝીલી છતાં તેઓ ન ટકી શક્યા. યમે બંને ભાઈઓને પકડી. કચકચાવીને બંધનથી બાંધ્યા અને નર ફાગાર જેવા કેદખાનામાં ધકેલી દીધા. એની સાથે એના સમગ્ર પરિવારની, સંન્યની પણ એ જ દુર્દશા કરી. હે પરાક્રમી રાજા! આ તબક્કે આપની સમક્ષ મહાન કર્તવ્ય અદા કરવાની ફરજ ખડી થઈ છે.
વાનરવંશના એ ભાઈઓ આપના વંશપરંપરાગત સેવકો છે, એટલું જ નહિ પણ આપના માટે તે પ્રીતિના પાત્ર છે. તેમને યમ નરકાગારમાંથી મુક્ત કરવા એ આપનું કર્તવ્ય છે.
રાવણે દાંત કચકચાવ્યા અને તેણે પવનવેગને કહ્યું :
“ખરેખર, મારા તે આશ્રિતોની દુર્દશાનું કારણ હું જ છું. આશ્રય આપનારની નબળાઈ વિના આશ્રિતની કદર્થના થઈ ન શકે. મેં એમનું ધ્યાન ન રાખ્યું અને દુષ્ટ યમે એમની આવી વિટંબણા કરી... હમણાં જ એ યમને તેમનું ફળ ચખાડું છું.' યુદ્ધપ્રિય દશમુખે યુદ્ધનાં નિશાન ગગડાવ્યાં! સૈન્યના આશ્ચર્યનો પાર ન રહ્યો.
વળી કોના બાર વાગ્યા?’ હાથમાં ગદા ઉછાળતાં કુંભકર્ણ દોડતો આવ્યો અને પૂછયું.
જે ફાસ્યા હોય તેના.'
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
લંકાની રાજસભામાં
કોણ ફાટ્યો છે વાર?'
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
‘પેલા બનાવટી ઇન્દ્રનો બનાવટી દિક્પાલ ય’
દશમુખે બધો વૃત્તાંત કુંભકર્ણને કહ્યો. સૈન્ય તો તૈયાર જ હતું. પુષ્પક વિમાનમાં બેસી સૈન્ય સાથે રાવણ કિષ્કિન્ધાનગરીની નજીક આવી પહોંચ્યો. ત્યાં તેણે યમે બનાવેલ સાત નરકાગાર જોયાં.
પોતાના પ્રિય સેવક સૈનિકોની તેમાં થતી ભયંકર કદર્થના જોઈ દશમુખનું હૈયું ધ્રુજી ઊઠ્યું.
યમના સુભટો, યક્ષરજા અને સૂર્યરજા વગેરેને ધખધખતો સીસાનો રસ પાતા હતા. પથ્થરની શિલા પર પછાડતા હતા. તીક્ષ્ણ તલવારથી છંદનભેદન કરતા હતા. દશમુખ આ જોઈ શકે ખરો? ક્ષણ વારમાં તેણે નરકાવાસના રક્ષકોને મારી-મારીને ભગાડી મૂક્યા... નરકાવાસોને તોડીફોડી નષ્ટ કરી દીધા. સૂર્યરજા... યક્ષરજા વગેરે સેવકગણને મુક્ત કરી દીધો.
મહાન પુરુષોનું આગમન થાય અને કલેશ, વિષાદ ટકે એ તો દીવો આવે છતાં અંધકાર ટકે, તેના જેવી વાત કહેવાય!
નરકાવાસના રક્ષકો તો દોડવા યમની પાસે! બૂમ પાડતા, હાથ ઉછાળતા રક્ષકો યમની પાસે આવી પહોંચ્યા.
આમ અચાનક આવી પડેલી આફતમાં રક્ષકો બેબાકળા બની ગયા. યમ પણ ક્ષણ વાર વિચારમાં પડી ગયો; એ કંઈ પૂછે એ પહેલાં તો રક્ષકોએ થોથરાતી જીભે કહેવા માંડ્યું.
અરે... અમે તો મરી ગયા, મહારાજ...' ‘શું થયું પણ?’
‘દશમુખ અચાનક તેના ચુનંદા સૈનિકો સાથે આવી પહોંચ્યો છે. નરકાવાસોને નષ્ટ કરી દઇ દુશ્મનોનો કબજો લઈ લીધો છે. હવે...’
‘હવે? એ તોફાની દશાનનનો અંત આવ્યો સમજો...' યમનો ચહેરો લાલચોળ બની ગયો. નગરમાં યુદ્ધનાં નિશાન ગગડ્યાં. ગણ્યા ગણાય નહિ તેટલા સૈનિકોની ફોજ સાથે યમ નગરની બહાર નીકળ્યો.
For Private And Personal Use Only
દશમુખ તો તૈયાર જ હતો.
સૈન્યની સામે સૈન્ય અથડાયું. ક્ષણવારમાં તો કિષ્કિન્ધાની ધરતી રધિરથી રંગાઈ ગઈ.
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફ૮
જૈન રામાયણ યમ મરણિયો થઈને ઝઝૂમી રહ્યો હતો. દેશમુખને હંફાવવા તણે બાણોના વરસાદ વરસાવ્યો. પણ દશમુખે ય ક્યાં ગાંજ્યો જાય એવો હતો.! તણે એવાં તીર ફેકવા માંડ્યાં કે યમનાં તીર વચ્ચેથી જ ચૂરેચૂરા થઈ ગયાં! યમ યમદંડ લઈને ત્રાટક્યો. રાવણે “ક્ષરપ્ર” શસ્ત્રથી ક્ષણવારમાં તે દંડના ભૂકા ઉડાવી દીધા. ફરીથી યમે બાણ છોડવા માંડ્યાં. એવાં છોડડ્યાં કે આકાશ બાણોથી છવાઈ ગયું! દશમુખ છેડાઈ પડ્યો! તેનો મિજાજ ગયો. અત્યાર સુધી તો તે યુદ્ધને એક રમત ગણીને લડી રહ્યો હતો, પરંતુ હવે તેણે અલ્પકાળમાં જ યુદ્ધનો અંત લાવવાનો નિર્ધાર કર્યો. તેણે એવા જોરથી બાણોનો મારો ચલાવ્યો કે યમના અંગેઅંગમાં તીક્ષા તીરો ભોંકાઈ ગયાં. યમનું સૈન્ય ત્રાસ ત્રાસ પોકારી ગયું. યમ મુંઝાયો. તેણે વિચાર્યું;
નાહક કમોતે મરવું પડશે. આમેય આ રાજ્ય ક્યાં મારું છે! “જીવતો નર ભદ્રા પામે..' માટે અહીંથી ઇન્દ્રની પાસે પહોંચી જવું એ જ શ્રેયકર છે.' યમ ભાગ્યો. સીધો રથનૂપુર પહોંચ્યો. ઇન્દ્રની સામે અંજલિ જોડીને કહ્યું:
સ્વામી! તમારા યમપણાને આજે તિલાંજલિ આપું છું. મારે આવું યમપણું નથી કરવું. તમે રાજી થાઓ કે નારાજ થાઓ પણ હવે, ત્રાસ ત્રાસ પોકારી ગયો છું. દશમુખ જમનો પણ જમ પાક્યો છે!' “શું કર્યું તેણે?' યમની વાતોથી વિહ્વળ બની ગયેલા ઇન્ડે પૂછ્યું.
અરે ગજબ કરી નાંખ્યો...” ‘એ ખરું, પણ શું ગજબ કર્યો, એ કહોને?'
“નરકાવાસના રક્ષકોને મારી ભગાડ્યા, નરકાવાસો તોડી નાંખ્યા, યુદ્ધમાં કેટલાય સુભટોનો સંહાર કર્યો.’
પછી?' પછી? જાણતા નથી? વૈશ્રવણને પરાજિત કરી લંકા લીધી, પુષ્પક વિમાન
લીધું.”
“હું?' લંકા હાથમાંથી ગયાના સમાચાર સાંભળી ઇન્દ્ર સ્તબ્ધ બની ગયો અને સાથે જ આવેશથી ધમધમી ઊઠ્યો.
હા જી રાજન, હવે એ દશમુખ શું નહિ કરે તે...” હું જરાય નહિ ચલાવી લઉં. એ આજ કાલનો છોકરો..”
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાની રાજસભામાં
“અરે એ છોકરો નથી, એ તો હજાર વિદ્યાઓનો નાથ છે, નાથ!' કુલમંત્રીએ ઇન્દ્રને ઠંડો પાડ્યો, બળવાન શત્ર સાથે યુદ્ધ કરવું એટલે સામે ચાલીને કુલના ક્ષયને નાતરવાનું. એવી મૂર્ખાઈ એ વૃદ્ધમંત્રીઓ ઇન્દ્રને કરવા દે નહિ. યમને વૈતાઢય પર્વત પરનું “સુરસંગીત” નગર આપ્યું. યમે ત્યાં પોતાની રાજધાની સ્થાપી, રાજ્ય કરવા માંડ્યું.
યમ ભાગ્યો એટલે યમની સેના પણ ભાગી. દશમુખે કિષ્કિન્ધામાં પ્રવેશ કર્યો, સૂર્યરજાને કિષ્કિન્ધાના સિંહાસને સ્થાપિત કયો અને યક્ષરજાને યક્ષપુરનગરનો અધિપતિ બનાવ્યો. રાવણ ત્યાંથી સીધો જ પુષ્પક વિમાનમાં બેસી લંકામાં ગયો. પિતામહના સિંહાસન પર વિધિપૂર્વક રાવણનો અભિષેક કરવામાં આવ્યો.
એ દિવસે લંકાવાસીઓના હર્ષસમુદ્રમાં ભવ્ય ભરતી આવી. રાવણ જેવો અજોડ પરાક્રમી અને હજાર વિદ્યાઓનો સ્વામી પોતાના રાજ્યનો શાસક બનતો હોય ત્યારે કોને હર્ષ ન થાય? દિવસો, મહિનાઓ અને વર્ષો વીત્યાં.
એક દિવસ રાવણની સ્મૃતિમાં મગિરિ ઉપસ્થિત થયો. મેરુ પરનાં શાશ્વત જિનચૈત્યોને હારવાની અભિલાષા પ્રગટી.
शुभे शीघ्रम्। તેણે તરત જ પોતાના અંતઃપુરની સાથે ગિરિયાત્રાનો કાર્યક્રમ ગોઠવી દીધો. પૂરા આડંબર સાથે પ્રયાણ કરી દીધું. પરંતુ રાવણના ગયા પછી લંકામાં એક રોમાંચક કિસ્સો બની ગયો. મેઘપ્રભ નામનો એક વિદ્યાધરનો પુત્ર “ખર’ લંકા પર થઈને પસાર થતો હતો. લંકાના રાજમહાલયની અગાસીમાં રાવણની બહેન ચંદ્રના બેઠી હતી.
ચંદ્રનખાની યૌવનથી લચી પડેલી દેહવેલડી પર ખર વિદ્યાધરની દૃષ્ટિ પડી. ચંદ્રનના પ્રત્યે તેના હૈયામાં અનુરાગ પ્રગટ્યો. ચંદ્રનખાએ પણ ખરને જતાં જોયો ત્યાં વિકારને પરવશ થઈ ગઈ. ખરે ચંદ્રનખાના ભાવોને પરખ્યા; ખર ત્યાંથી જ ચંદ્રનખાને ઉપાડી પાતાલલંકામાં પહોંચ્યો.
પાતાલુકામાં આદિત્યરજાના પુત્ર ચન્દ્રોદરને રાવણે રાજગાદી પર સ્થાપેલો હતો. પરાક્રમી ખરે ચન્દ્રદરને ભગાડી મૂક્યો, અને પોત પાતાલલંકાનો સ્વામી બન્યો.
મેરુની યાત્રા કરી, રાવણે જ્યાં લંકામાં પગ મૂક્યો ત્યાં જ તેને સમાચાર
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ મળ્યા. બહેનના અપહરણની વાત સાંભળતાં જ રાવણના દેહમાં આગ લાગી, પણ મંદોદરી સાથે જ હતી. નણંદના અપહરણ ના સમાચારે પતિ પર પાડેલા પ્રત્યાઘાતો ચતુર મંદોદરી કળી ગઈ.
આટલો બધો ધમધમાટ કરવાની શી જરૂર છે?' મંદોદરીએ કહ્યું. કેમ?' ‘આ પ્રસંગે આપ જે વિચાર કરો છો તે સુયોગ્ય નથી.” ‘પણ તને શું ખબર કે હું કયો વિચાર કરું છું?'
ઓહો! મારા નાથ, આપની સાથે આટલાં વર્ષો એક સહધર્મિણી તરીકે પસાર કર્યા, તે શું પાણીમાં ગયાં છે? મારા હૃદયેશના મુખ પરના ભાવોથી સમજી શકું છું કે આપ કયા વિચારમાં છો!” ‘કહો ત્યારે હું શું વિચાર કરું છું?' બહેનનું અપહરણ કરનારને શિક્ષા કરવાનો!' બરાબર
ના, બરાબર નથી! આપ જરા સ્વસ્થચિત્તે વિચારો. જીવનમાં બનતા પ્રસંગોએ મનુષ્ય જો સ્વસ્થતાપૂર્ણ વિચાર કરતો નથી તો તે પાછળથી પસ્તાય છે.' “તારે શું કહેવું છે ?' ‘એ જ કે યુદ્ધનો વિચાર માંડી વાળો. કન્યા અવશ્ય કોઈન આપવાની જ છે. તે સ્વયં જ કુલીન વરને પ્રેમપૂર્વક વરી છે. તેમાં શું ખોટું છે? ચનખા માટે ખર સુયોગ્ય ભર્યા છે. એટલું જ નહિ, પરંતુ પરાક્રમી પર તમારો પણ એક વિશ્વાસપાત્ર સેવક બનશે. માટે હું તો કહું છું કે આપણા પ્રધાન પુરુષાને મોકલી ચન્દ્રનખાનો ખરની સાથે વિવાહ કરી દેવો જોઈએ અને પાતાલલંકા સન્માન સાથે સોંપવી જોઈએ!”
રાવણા તો સાંભળી જ રહ્યો. મંદોદરીની રાજકારણમાં પ્રવેશતી સૂક્ષ્મ પ્રજ્ઞા પર રાવણના આશ્ચર્યનો પાર ન રહ્યો.
મંદોદરી રાવણને કેવા માર્ગે દોરી રહી છે? શાંતિના માર્ગે, એટલું નહિ, પરંતુ આ નીતિ દ્વારા તે રાવણની પ્રતિષ્ઠાને વધારી રહી છે. જ્યારે ખરને આ વાતની જાણ થશે ત્યારે તેના હૈયામાં રાવણ પ્રત્યે કેવા સદૂભાવ તથા સ્નેહ જાગશે!
ત્યાં ખૂબ એકાગ્ર ચિત્તે મંદોદરીની વાત સાંભળી રહેલા બિભીષણ અને કુંભક પણ મંદોદરીના માર્ગદર્શન પર મસ્તક ધુણાવ્યાં, મહોરછાપ મારી.
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાની રાજસભામાં તરત જ રાવણે મય અને મારીચ નામના બે રાક્ષસવીરોને બોલાવ્યા અને આજ્ઞા કરી:
જાઓ, પાતાલલંકામાં જઈને ચન્દ્રનખાનો ખર વિદ્યાધર સાથે મહોત્સવપૂર્વક વિવાહ કરી આવો.”
બંને રાક્ષસ વિદ્યાધરો પાતાલલંકામાં પહોંચ્યા. ખરની સાથે ચન્દ્રનખાનું લગ્ન કરી, પાતાલલંકા ખર સોંપી લંકા પાછા આવ્યા.
કાળની ગતિ અખ્ખલિત છે. વર્ષો વીત્યાં.
લંકાનું રાજ્ય સુવ્યવસ્થિત બન્યું. રાવણની રાજ્યસભામાં સર્વ વિષય ચર્ચાવા લાગ્યા. દેશ અને પરદેશની કથળતી કે સુધરતી પરિસ્થિતિઓ પર સમાલોચનાઓ થવા લાગી. રાવણની સભામાં, કલાકારો કીર્તિ કમાવા માંડ્યા. સંગીતકારો આવે છે, રાવણને રીઝવી જાય છે. ચિત્રકારો આવે છે, રાવણને પ્રસન્ન કરી જાય છે. નૃત્યકારો આવે છે, રાવણને ખુશ ખુશ કરી જાય છે. કથાકારો આવે છે, રાવણને રસતરબોળ કરી જાય છે.
રાવણ પણ તેમને એવા ધનભરપૂર કરી દે કે સંગીતકારો સંગીતમાં ગાવા લાગ્યા! ચિત્રકારો ચિત્રમાં રંગ પૂરવા લાગ્યા! નૃત્યકારો નૃત્યમાં ઉતારવા લાગ્યા અને કથાકારો કથામાં પ્રવાહ વહેતો કરવા માંડ્યા! એક દિવસ એક કથાકારની વાતમાંથી એક વાત નીકળી પડી.
વાત આ હતી.
કિષ્કિન્ધામાં સૂર્યરજા સુખપૂર્વક કાળ નિર્ગમન કરતો હતો. તેની ઇન્દુમાલિની રાણીએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ પાડવામાં આવ્યું વાલી, વાલીની વીરતા અજોડ. વાલી જ્યાં તરુણવયમાં આવ્યો ત્યાં તેણે કમાલ કરવા માંડી.
રોજ તે “જંબુદ્વીપ' ને પ્રદક્ષિણા દેવા માંડ્યો અને સર્વ જિનચૈત્યોની યાત્રા કરવા માંડ્યો.
ઇન્દુમાલિનીએ બીજા એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ “સુગ્રીવ' પાડવામાં આવ્યું અને ત્યાર બાદ જે પુત્રીને જન્મ આપ્યો તેનું નામ સુપ્રભા હતું. સૂર્યરજાના ભાઈ યક્ષરજાની અર્ધાગના હરિકાન્તાએ પણ બે પ્રબળ પરાક્રમી યુવાનોને જન્મ આપ્યો. તેમનાં નામ નલ અને નીલ પાડવામાં આવ્યાં.
વૃદ્ધ સૂર્યરજાએ નવી પ્રજાને નિહાળી. તેણે જોયું કે “વાલી વિશ્વનો અજોડ પરાક્રમી છે.” બસ! રાજ્ય વાલીને સોંપી સૂર્યરજાએ સંસારનો ત્યાગ કર્યો.
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
જેન રામાયણ સંયમ સ્વીકારી, કર્મવનને સળગાવી દેવા, તીવ્ર તપને તપવા માંડયા. જ્યાં કર્મવન બળીને ખાખ થઈ ગયું ત્યાં તો મુક્તિવાસમાં જઈ પહોંચ્યા.
રાવણ કથાકારની આ કથા એક રસે સાંભળી રહ્યો હતો. “વાલી વાનરદ્વીપનો અધિપતિ બન્યો. પોતાના નાનાભાઈ સુગ્રીવને યુવરાજપદે સ્થાપ્યો. સુગ્રીવ પણ વાલીને પગલે પગલે ચાલનારો છે, તેની દષ્ટિમાં નિર્મળતા છે. તેના વિચારો ન્યાયપૂત છે, તેનું અંતઃકરણ કરુણાભીનું છે. તેના બાહુ પરાક્રમી છે. આમ સુગ્રીવ, નલ અને નીલની સાથે વાલી પ્રચંડ શક્તિને ધારણ કરી રહ્યો છે.” કથાકારે વાલીના પરાક્રમની પેટ ભરીને પ્રશંસા કરી.
પરંતુ એ કથાકાર ક્યાં જાણતો હતો કે એની કરેલી પ્રશંસા એક ભયંકર વિગ્રહનું બીજ બનનારી છે!
ગીપુરુષોની પ્રશંસા પણ ક્યારેક ગુણીપુરુષોને સંકટમાં મૂકી દેનાર બને છે. ગુણીપુરુષોની પ્રશંસા પણ એવી વ્યક્તિઓ આગળ ન કરવી જોઈએ કે એ પ્રશંસા પર જે અંતરના અનુમોદન પાથરવા માટે તૈયાર ન હોય,
બીજાના મહાન ઉત્કર્ષની કથા સાંભળી એના અનુમોદનની પુષ્પાંજલિ ચઢાવનારા પુરુષો પૃથ્વી પર બહુ થોડા મળશે.
વીર વાલીને પોતાનાં ચરણોમાં ઝુકાવવાની મેલી મુરાદ રાવણના હૈયામાં જન્મી. સભાનું વિસર્જન કરી દઈ, રાવણ પોતાના ખાનગી મંત્રણાલયમાં પહોંચી ગયો અને પોતાના વિશ્વાસપાત્ર દૂતને બોલાવ્યો. દૂતને વિસ્તારથી વાલી પરનો સંદેશો આપી, કિષ્કિન્ધા તરફ રવાના કર્યો અને વાલી શો પ્રત્યુત્તર આપે છે તેની રાહ જોતો બેઠો.
0
0
0
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯. વીર વાણી ને
રાજદૂત ત્વરિત ગતિએ કિષ્કિન્ધાના બાહ્ય ઉદ્યાનમાં આવી પહોંચ્યો.
આજે એ રાજદૂત કિષ્કિન્ધાને નવી રોનકમાં નીરખી. કોઈ નયનરમ્ય ગગનચુંબી જિનમંદિરો પર ધજાઓ લહેરાઈ રહી હતી, પંક્તિબદ્ધ ભવ્ય મહાલયોની વચ્ચેથી આરસમઢેલા અને વિશાળ રાજમાર્ગો પર હાર... લાખો મનુષ્યો સુખ અને શાન્તિથી પસાર થઈ રહ્યા હતા. ધન, યૌવન અને આનંદથી કિષ્કિન્ધાની ગલીઓ હસી રહી હતી. રાજપૂત રાજમાર્ગ પરથી પસાર થયો. ચોરે અને ચૌટે તેણે વાલીની એકધારી પ્રશંસા સાંભળી; વાલીના ગુણો, વાલીનાં પરાક્રમો, વાલીની જિનભક્તિ.. નાનાં નાનાં બાળકો પણ
વાલી રાજા જયવંતા જયવંતા! વાલી રાજા બહુ ગમતાં બહુ ગમતા!” બોલતાં ને નાચતાં હતાં! રાજદૂત રાજમહાલયના પ્રાંગણમાં આવીને ઊભો રહ્યો.
રાજમહાલયની ભવ્યતાએ તેને આંજી નાંખ્યો. લંકાના રાજમહાલયની શોભા તે વીસરી ગયો.
ત્યાં એક રાજરક્ષક પુરષ રાવણના દૂતની પાસે આવી પહોંચ્યાં. “જય જિનેન્દ્ર!” રાજ્યરક્ષક પુર પ્રણામ કર્યા! જય જિનેન્દ્ર!' સામેથી રાજદૂતે પણ પ્રણામ કર્યા! બંને જિનભક્ત રાજેન્દ્રોના અનુયાયીઓ છે, એટલે જિનંન્દ્ર તો તેમની જીભ પર જ રમતા હોય.
ક્યાંથી પધાર્યા છો અને ક્યાં જવું છે?' હું લંકાપતિનો ખાસ રાજદૂત છું અને રાજા વાલીને મારે મળવું છે.' પેલા રાજ્યરક્ષક પુરુષ ઇશારો કર્યો અને પોત ચાલવા માંડયું. રાજદૂતે પણ તેની પાછળ પાછળ જવા માંડે. રાજ્યરક્ષક પુરુષ રાજદૂતને રાજ્યસભાને દ્વારે ઊભો રાખી, પોતે સીધો જ વાલીની પાસે પહોંચી ગયો, અને લંકાથી રાજદૂતના આગમનની વાત કહી.
રાજદૂતને અંદર આવવા દો.' વાલીએ અનુજ્ઞા આપી. તરત જ રાજદૂતને લઈ રાજપુક્ષ હાજર થયો. રાજદૂતે વાનરપતિ વાલીને ઝૂકીને પ્રણામ કર્યા.
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
જૈન રામાયણ “હે રાજન! હું લંકાપતિ મહારાજ દશમુખનો દૂત છું અને તેમનો એક મહત્ત્વનો સંદેશો લઈને આવ્યો છું’ દૂતે વાતના પ્રારંભ કયો. “કહો, મિત્રે શો સંદેશો મોકલ્યો છે?'
આપથી અજાણ નહિ જ હોય છતાં કહી દઉં કે અમારા પૂર્વજ કીર્તિધવલ અને તમારા પૂર્વજ શ્રીકંઠ. શ્રીકંઠ દુમનોથી ત્રાસ પામી અમારા પૂર્વજ કીર્તિધવલના શરણે આવેલા.
કીર્તિધવલે શ્રીકંઠનું શત્રુથી રક્ષણ કરી, પોતાના તે સાળાને આ વાનરદ્વીપ આપેલો. બસ, પછી તો જે જે વાનરદ્વીપના રાજાઓ થયા, તેમણે લંકાપતિનું સ્વામીત્વ સ્વીકાર્યું. લંકાપતિઓએ પણ તેમને પોતાના સેવકો ગણીને અવસરે અવસરે તેમનું રક્ષણ કર્યું. અને તમારા પિતા સૂર્યરજાને યમના નરકાગારમાંથી કોણે મુક્ત કર્યા, તે સહુ કોઈ જાણે છે. તે સૂર્યરજાના તમે ન્યાય-નીતિ સંપન્ન પુત્રરત્ન છો! તમારે પણ તમારા પૂર્વજોને પગલે ચાલીને લંકાપતિનું સ્વામીત્વ સ્વીકારી તેમની સેવામાં ઉપસ્થિત થવું જોઈએ.'
દૂતે જે કંઈ કહેવાનું હતું તે, અટક્યા વિના, મીઠી જબાને કહી દીધું. પરન્ત વાલીના અંત:કરણમાં કંપનો દાવાનળ સગળી ઊઠ્યો. છતાંય તે આંતરિક ભાવને તેણે પોતાના મુખ પર આવવા દીધો નહિ.
ગંભીરતાનો ગુણ મનુષ્યના દેહમાં વિકૃતિ આવવા દેતો નથી. જ્યારે જેનામાં ગંભીરતા નથી હોતી તે, સામાન્ય આપત્તિના પ્રસંગમાં પણ વિકતિને વશ થઈ જાય છે.
વાલીએ જિનવાણી દ્વારા પોતાના અંતરાત્માને ગંભીર, ઉદાર અને પ્રશાંત બનાવ્યો હતો. તેણે ખૂબ જ મધુર સ્વરે તેને પ્રત્યુત્તર આપ્યો :
હે વિચક્ષણ! લંકાપતિના સંદેશને મેં સાંભળ્યો. તે સંદેશાના પ્રત્યુત્તરરૂપે હું જે કહું તે, તું તારા નાથને કહેજે.”
હું રાક્ષસરાજા અને વાનરરાજાઓના પરાપૂર્વથી ચાલ્યા આવતા સ્નેહસંબંધને જાણું છું. તે સ્નેહસંબંધ આજદિનપર્યત અખંડ રહેલો છે અને ભવિષ્યમાં પણ અખંડિત રહે તે હું ઇચ્છું છું.
પરંતુ તે સ્નેહસંબંધ સેવ્ય-સેવક તરીકેનો પૂર્વે હતો નહિ અને આજે પણ નથી. પૂર્વકાળથી આપત્તિ અને સંપત્તિમાં બન્ને વંશો સહભાગી રહેલા છે... પરસ્પર સહાયક બનેલા છે. શું મિત્ર પર આપત્તિ આવે અને બીજો મિત્ર તે આપત્તિ દૂર કરે તેથી તે બન્ને વચ્ચે સેવ્ય-સેવક સંબંધ થઈ જાય છે? લંકાપતિએ
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર વાલી
૭૫
માતા-પિતાને યમના ત્રાસમાંથી મુક્ત કર્યા તેથી શું લંકાપતિ અમારો પણ રાજા બની ગયો? અમે તેના સેવકો બની ગયા? હરગિજ નિહ.'
‘હે પ્રિયવાદી દુત! આ વાલી વીતરાગ સર્વજ્ઞદેવનાં ચરણોમાં અને સદ્દગુરુ સાધુનાં ચરણોમાં જ નમે છે. તેમને જ પોતાના સ્વામી, નાથ માને છે. તારા લંકાપતિને વળી આવો કોડ ક્યાંથી જાગ્યો? ખરેખર, લંકાપતિએ આજે ગંગાજળ જેવા પવિત્ર સંબંધને મલિન કરી દીધો. અસંખ્ય કાળથી ચાલ્યા આવતા સ્નેહને ભાંગી નાખ્યો છે.
બાકી, એ દશમુખ મિત્રકુલમાં ઉત્પન્ન થયેલો છે, તેમ જ પોતાની શક્તિનું તેને ભાન નથી, તેથી હું એવું પગલું નહિ ભરું કે જેથી વાનરવંશના ઉજ્વળ યશને કલંક લાગે. હા, તે જો અમારું અહિત કરવાની બાલિશ ચેષ્ટા કરશે તો, અમે જરૂર તેનો વળતો જવાબ અમારા પ્રચંડ સામર્થ્યથી વાળીશું. વિગ્રહની શરૂઆત અમે નહિ કરીએ, કે જે શરૂઆત સ્નેહના લીલાછમ વૃક્ષનો ઉચ્છેદ કરનાર છે. માટે, તારા સ્વામીને કહેજે કે એની શક્તિ પહોંચે તેટલું કરી લે!' કિષ્કિંન્ધિ પર્વતનાં શિખરા ધણધણી ઊઠ્યાં. કિષ્મિન્ધિનગરીની શેરીઓ ખળભળી ઊઠી.
સુગ્રીવ, નલ, નીલ વગેરે સેંકડો અગ્રગણ્ય સેનાનીઓનાં કાળજાં કંપી ઊઠ્યાં. અસંખ્ય અસંખ્યકાળથી ચાલી આવતી બે પ્રદેશોની મૈત્રીના ચૂરા થઈ ગયા. શાથી? પરના ઉત્કર્ષને નહિ સહી શકવાની તુચ્છ વૃત્તિથી! મિત્રરાજ્યના રાજવીની પ્રશંસા સાંભળવા માટે રાવણ અસમર્થ બન્યો. કહો કે, તેના દુષ્ટ ભવિષ્યની આ એક સૂચક ઘટના હતી. રાજદૂત અલ્પ સમયમાં જ લંકા પાછો ફર્યો. લંકાપતિ દશમુખની સમક્ષ ઉપસ્થિત થયો અને વાલીના પ્રતિસંદેશને અક્ષરશઃ કહી સંભળાવ્યો.
બસ, એની ધારણા સાચી પડી. તેણે યુદ્ધનાં નિશાન વગડાવ્યાં. લાખો સૈનિકો રાવણની પાછળ ખડા થઈ ગયા. વા૨ કેટલી! જોતજોતામાં તો કિષ્કિન્ધિ પર્વત પર રાક્ષસ સૈનિકોનાં ટોળેટોળાં ઊતરી આવ્યાં. વાલી તો દૂતના જતાં જ સમજી ચૂક્યો હતો કે હમણાં રાવણ આવ્યો સમજો!
કિષ્કિન્ધાના એક એક સ્ત્રીપુરુષને વાલીના અજોડ પરાક્રમમાં પૂર્ણ વિશ્વાસ હતો. વાલીનો વિજય જ થાય, વાલી કદીય હારે નહિ તેવી અવિચલ શ્રદ્ધાથી પ્રજાજનો નિર્ભય હતા.
સુગ્રીવ, નલ અને નીલ, ત્રણેયની સાથે પોતાના જુસ્સાભર્યા સૈનિકોની સાથે
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
જેન રામાયણ વાલીએ યુદ્ધના મેદાનમાં પ્રયાણ કર્યું. પરાક્રમીને યુદ્ધનો અતિથિ ખરેખર પ્રિય હોય છે!
ખૂનખાર જંગ જામ્યો.
બંને પક્ષે જીવોની ભયંકર ખુવારી થવા લાગી. પરંતુ આ ખુવારી જોઈ વાનરપતિ વીર વાલીનું હૃદય રડી ઊઠ્યું.
શા માટે આટલો બધો નિરર્થક પ્રાણીસંહાર?' તરત જ વાલીએ પોતાના રથને રાવણની તરફ હંકાર્યો. રાવણની સામે આવી, વાલીએ રાવણને કહ્યું :
“હે દશમુખ! વિવેકી મનુષ્યને સુક્ષ્મ જંતુ-માત્રનો વધ કરવા ન શોભે તો પછી આ પંચેન્દ્રિય જીવોની હત્યા તો કેવી રીતે શોભે? કદાચ તું કહીશ કે દુશ્મન પર વિજય પ્રાપ્ત કરવા માટે, આ હત્યા કરવી પડે. તો પણ હું કહું છું - પરાક્રમીઓ પરાક્રમીઓની સાથે લડી લઈ આ નિર્દોષ જીવોનો સંહાર શું ન અટકાવી શકે? તું પરાક્રમી છે એટલું જ નહિ, પરંતુ પરમાત્મા જિનેશ્વરનો ઉપાસક શ્રાવ કે છે. આ સૈન્ય દ્વારા યુદ્ધ કરવાનું મૂકી દે. જે યુદ્ધ સાચે જ રૌરવ નરક માટે છે.'
વાલીનાં સત્ત્વછલોછલ સત્યવચન દશમુખના માનસ પર ધારી અસર ઉપજાવી શક્યાં. દશમુખ ધર્મના મર્મને પિછાણ્યો.
બંને પક્ષે સૈન્યોને યુદ્ધવિરામનો આદેશ અપાઈ ગયો. સૈન્યનું યુદ્ધ થંભી ગયું. બંને રાજેશ્વરોનું યુદ્ધ પ્રારંભાઈ ગયું.
રાવણે મંત્રપૂત અસ્ત્ર છોડવા માંડ્યાં, કપીશ્વરે પ્રતિપક્ષી અસ્ત્રોથી રાવણનાં અસ્ત્રોને છેદી નાંખ્યાં. રાવણનાં શસ્ત્રો મંત્રો, અને અસ્ત્રો... વીર વાલીએ બધાંને નિષ્ફળ બનાવી દીધાં.
જેમ જેમ રાવણ નિષ્ફળ થતો ગયો તેમ તેમ તેનો રોષ વધતો ચાલ્યો. રાવણે અંતિમ ચન્દ્રહાસ ખડગ ઉપાડ્યું.
મહાદારણ ખડગ લઈને રાવણ વાલીની તરફ ધસ્યો, ત્યાં વાનરસૈન્યમાં હાહાકાર મચી ગયો. સુગ્રીવ, નલ, નીલ, વગેરે પરાક્રમી વીરોની આંખોમાંથી અંગારા વરસવા માંડ્યા. બીજી બાજુ રાક્ષસ સૈન્યમાં હર્ષની ચિચિયારીઓ થવા માંડી.
પણ ક્ષણ વારમાં કંઈ અવનવું જ બની ગયું! માતેલા સાંઢની જેમ ધસમસતા આવતા રાવણને મહાવીર વાલીએ રમતમાં ને રમતમાં દડાની જેમ ડાબા હાથે ઉપાડ્યો, બગલમાં બાવ્યો અને વાલી આકાશમાં ઊડ્યો. બિચાર, રવિન્દ્રહાસ
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર વાલી
૭
ખડ્રગનું તાં રાવણના હાથમાં લટકતું જ રહી ગયું. જ્યાં રાવણ જ વાલીની બગલમાં લટકાં થઇ ગયો, પછી ચન્દ્રહાસનું તો પૂછવું જ શું!
કુંભકર્ણ, બિભીષણ, ઇન્દ્રજિત, મેઘવાહન વગેરે રાક્ષસ સુભટોના પ્રાણ ઊંચા થઇ ગયા. વાલીએ તો જંબુદ્વીપને પ્રદક્ષિણા દેવા માંડી: એક વાર, બે વાર... ત્રણ વાર અને ચાર વા!
બગલની ભીંસમાં જકડાયેલા રાવણની દશા તો અધિક દુઃખદાયી બની ગઈ. લાખો, કરોડો સૈનિકોની સમક્ષ વાલીએ કરેલી પોતાની ભયંકર કદર્શના તેના સ્વમાની... અને અભિમાની આત્માને માટે નરક કરતાં પણ અધિક લાગી. હજાર હજાર વિદ્યાઓનાં સ્વામી પણ વી૨ વાલીની આગળ અશરણ અને અનાથ બની ગયો!
વાલીએ ચાર વાર પ્રદક્ષિણા દઈ આવીને દશમુખને બગલમાંથી મુક્ત કર્યો. શરમથી, લજ્જાથી રાવણનું મસ્તક નીચું નમી ગયું. એક બાજુ રાક્ષસ સૈન્ય અને બીજી બાજુ વાનર સૈન્ય, વચમાં ઊભા છે રાવણ અને વાલી. વીર વાલીએ ત્યાં ગંભીર ધ્વનિથી કહ્યું :
વીતરાગ સર્વજ્ઞદવ શ્રી અરિહંતપરમાત્મા સિવાય આ વિશ્વમાં મારે કોઈ વંદનીય નથી, પૂજનીય નથી. ધિક્કાર છે એ ગ્રૂપમૂલક અભિમાનને કે જે અભિમાને, મને નમાવવાની આશા રાખનારા એવાની આ મહાદુર્દશા કરી.'
‘તેં કરેલા અમારાં માતાપિતા પરના ઉ૫કા૨ની સ્મૃતિથી મેં તને મૃત્યુના ભયમાંથી મુક્ત કર્યો છે. એટલું જ નહિ પણ આ ધરતીનું રાજ્ય પણ તને આપું છું માટે તું રાજી થા! જ્યાં સુધી હું તારો પ્રતિસ્પર્ધી છું ત્યાં સુધી તારી રાજ્યપિપાસા પૂર્ણ નહિ થાય. માટે હું આજે પરમ પારમેશ્વરી દીક્ષા સ્વીકારીશ. કિષ્કિન્ધાનાં રાજા સુગ્રીવ બનશે. પરંતુ તે તારી આજ્ઞાને ધારણ કરશે. બસ! તમારું મંગલ થાઓ.'
સુગ્રીવ, નલ, નીલ.. વગેરે હજારો નરવીરોની આંખમાંથી આંસુની ધારાઓ વહેવા માંડી. વહાલા વાલીને દૂર દૂર જતા જોઈ વાન૨સૈન્ય ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યું.
રાવાની આંખોમાં ઝળઝળિયાં ભરાઈ ગયાં. કુંભકર્ણ, બિભીષણ વગેરે વાલીના પરાક્રમ ઉપર અને અંથીય અધિક વાલીના મહાત્યાગ પર સ્તબ્ધ બની ગયા.
વાલીએ આમ અણધાર્યો સંસારત્યાગનો નિર્ધાર કેમ કર્યો? વાલીને એવું તે શું નિમિત્તે મળ્યું કે આમ અચાનક તેણે સંયમમાર્ગે જવાનો નિર્ણય કર્યો?
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
જૈન રામાયણ ઉપલકિયા દૃષ્ટિથી આ વાત નહિ સમજાય. સ્થૂલ બુદ્ધિથી આ મર્મ નહીં પમાય, વૈશ્રવણે પરાજિત અવસ્થામાં સંયમ સ્વીકાર્યો. તે પણ સુયોગ્ય જ કર્યું હતું. આજે વાલી વિજયી અવસ્થામાં સંયમ સ્વીકારે છે, તે પણ તેટલું જ સુમેળવાળું છે. બંને યુદ્ધભૂમિ પર સંયમી બન્યા! બંને રાવણની સામે સંયમી બન્યા! વાલીની આંતરિક ભૂમિકાની ભવ્યતા સાથે એના અણધાર્યા નિર્ણયને સંબંધ છે. બાલ્યકાળથી તે જિનદેવની નિકટમાં આવેલો છે, કહો કે જન્મજન્માંતરથી તેનો વીતરાગીની સાથે પરિચય છે. તે પરિચયે તેને વીતરાગતાની દૃષ્ટિ આપેલી છે.
વિરાગીને વિજયી અવસ્થા પણ વૈરાગ્યની વૃદ્ધિ માટે જ બને! કારણ કે વૈરાગ્યની વેધક દ્રષ્ટિમાં સાંસારિક ભૂમિકા પરના વિજયોમાં પણ પરાજય જ દેખાય છે. એના મને આવા વિજય મૂલ્યહીન સમજાય છે. સાંસારિક વિજય કદીય રામ વિજય બની શકતો નથી. સાંસારિક વિજય પછી પરાજય આવે જ છે! સંસારની ભૂમિકા પર બધું ચંચળ છે!
પરાજય પણ ચંચળ છે. વિજય પણ ચંચળ!
વાલીની દૃષ્ટિમાં રાવણ પરનો આ વિજય પણ ચંચળ દેખાય છે! એટલું જ નહિ, પરંતુ આવા મેળવેલા વિજયો પાછળ એ અનેક પ્રકારની ચિંતાઓ, વ્યથાઓ અને વ્યગ્રતાઓની કલ્પના કરે છે, કલ્પનાના વિસ્તારમાં તેને સમગ્ર સંસાર, વિજયી સંસાર કે પરાજિત સંસાર અસાર ભાસે છે, ત્યાજ્ય ભાસે છે. તેની ચિનગારીવરૂપે રહેલી વૈરાગ્યભાવના એક વિરાટ દાવાનળરૂપે પ્રગટ થઈ અને એ દાવાનળમાં સમગ્ર સાંસારિક વાસનાઓ બળીને ભસ્મીભૂત થઈ ગઈ.
વાલીના રાવણ પરના વિજય કરતાં પણ વિજયીઅવસ્થામાં સંસારના એણે કરેલો સર્વત્યાગ, મનુષ્યજાતને એક માર્મિક બોધ આપી રહ્યો છે.
આજે વિજય મધ્યજાતને રાગ ભણી ખેંચી જાય છે, ત્યારે ‘વિજય વૈરાગ્ય ભણી પણ લઈ જઈ શકે છે.' આ દિવ્ય દૃષ્ટિ, વાલીનો આ જીવનપ્રસંગ આપી જાય છે. વિજય જ્યારે રાગ તરફ ખેંચી જાય ત્યારે સમજવું કે આપણે પુન: પરાજય તરફ ઢસડાઈ રહ્યા છીએ. વિજય વૈરાગ્ય તરફ ખેંચી જાય ત્યારે સમજવું કે હવે આપણો પરાજય સર્વદા અસ્ત પામી ગયો! આપણે સદા વિજયી જ બન્યા રહેવાના.
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીર વાલી ગગનચન્દ્ર મહર્ષિ પાસે વાલી રાજાએ પ્રવ્રજ્યા સ્વીકારી. દિનપ્રતિદિન વાલી મહામુનિ અધ્યાત્મની ઉન્નત ભૂમિકાએ પહોંચવા લાગ્યા. ઇન્દ્રિયનિરોધ અને વૃત્તિનિરોધની સિદ્ધિ માટે રોજ વાલીમુનિ નવી નવી ઉગ્ર પ્રતિજ્ઞા કરવા લાગ્યા, મહાન તપશ્ચર્યામાં તપવા લાગ્યા અને સ્મશાન વગેરે ભયંકર સ્થળોએ જઈને કાયોત્સર્ગ-ધ્યાને રાત્રિ પસાર કરવા લાગ્યા.
નિર્મમતા અને નિરહંકારિતાની કોકિલાઓએ આ મુનિવૃક્ષની સાધનાપલ્લવિત ડાળીઓ પર બેસી બેનમૂન ગીત ગાવા માંડ્યાં. મહર્ષિની પવિત્રતમ સાધનાએ વિશ્વની અતીન્દ્રિય શક્તિઓને આકર્ષી. છતાં મુનિવર એ લબ્ધિ, શક્તિઓ પ્રત્યે જરાય ન આકર્ષાયા! વિચરતા વિચરતા મહર્ષિ અષ્ટાપદની તળેટીમાં આવી પહોંચ્યા. તેમના ચિત્તમાંથી એક સાધનાશુરો વિચાર વિદ્યુતની ગતિથી પસાર થઈ ગયો.
આ તો ચારણમુનિ! આંખના પલકારામાં તો તે અષ્ટાપદ જેવા વિરાટકાય પર્વતની ટોચે આવી ઊભા. ભગવાન ઋષભદેવના નિર્વાણથી ગૌરવપૂર્ણ બનેલો
આ પહાડ ચોવીસ તીર્થકરોની સ્મૃતિ કરાવતો હતો. ભરત ચક્રવર્તીએ પિતાના નિર્વાણનો કારમો ઘા અહીં મંદિરોનાં સર્જન દ્વારા રૂઝવ્યો હતો. શોકની આગ રત્નમય જિનપ્રતિમાઓ કંડારીને બુઝાવી હતી.
મહામુનિ વાલીએ એ જિનશ્વરદેવોની ભાવનાપૂર્ણ ભાવપૂજા કરી.
બસ.. એક શિખરના એકાંત ભાગમાં પહોંચી જઈ ધ્યાનારૂઢ થયા. ખાવાનું તો હવે એક મહિનાને અંતે હતું! મા ખમણના પારણે મા ખમણ કરવાનો સંકલ્પ કરીને જ તેઓ શિખર ઉપર આવ્યા હતા! સાધનાને માર્ગે ગતિ જોઈએ... તીવ્રગતિ જોઈએ છે.
જે સાધના લીધી, તપની કે ત્યાગની, જ્ઞાનની કે ધ્યાનની, વિનયની કે ભક્તિની.. બસ.. એમાં આગળ ધપવું. ગાડાની ગતિએ નહિ, પરંતુ રોકેટની ગતિએ ગતિ એટલે ગતિ. માત્ર વિસામો લેવા અટકવાનું. વિસામો લેતાં યાદ રાખવું જોઈએ કે “હું વિસામો લઈ રહ્યો છું.'વિસામો ગતિને વેગવંતી બનાવનાર હોય છે. ગતિને વેગવંત બનાવે તે જ વિસામો કહેવાય.
બીજી બાજુ કિષ્કિન્ધામાં સુગ્રીવે રાવણને પોતાની બહેન શ્રીપ્રભા આપી... લગ્નોત્સવ કર્યો. આમ કરવાથી વાનરદ્વીપ અને રાક્ષસદીપનો તૂટતાં સંબંધ અતૂટ રહ્યો. સુગ્રીવે દશમુખની આજ્ઞાને સ્વીકારી. વાલીના પુત્ર ચન્દ્રરશ્મિને સુગ્રીવે યુવરાજ બનાવ્યાં.
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ દશમુખ લંકા તરફ પાછો વળ્યો. જે જે રાજાની રૂપવતી કુંવરીઓ જુએ છે તેની માગણી કરે છે. જે રાજીખુશીથી પરણાવે તો ઠીક, નહિતર બળજબરીથી પણ પરણે છે!
આજ કર્મની વિચિત્રતા છે ને! એક બાજુ ગુણોની સુવાસ, બીજી બાજુ દિપોના કાંટા! ગુલાબમાં સુવાસની સાથે કાંટા મૂક્યા! રાવણમાં જિનભક્તિ,
ઔદાર્ય વગેરે ગુણોની સુવાસની સાથે વિષયાંધતા અને ક્રૂરતા વગેરે દોષોના કાંટા હતા, પણ હતું એ પ્રખ્ય! કારણ કે એ ભવ્ય હતો કારણ કે એ ભાવિનો તીર્થકર હતો.
0
0
0
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
-
-
૧૦. વિશ્ર્વવિજયની યાત્રાએ સૂર્યોદય થઈ ગયો હતો. પુષ્પક વિમાન તીવ્ર વેગથી નિત્યાલોક નગર તરફ ઊડી રહ્યું હતું.
દશમુખના પ્રતાપી મુખ ઉપર ઉન્માદ અને ઉમંગની રેખાઓ ઊપસી રહી હતી. નિત્યાલોક નગરીની રૂપસુંદરી રત્નાવલીને પરણવા માટે તે જઈ રહ્યો હતો, વિમાન અષ્ટાપદ પર્વત પરથી પસાર થઈ રહ્યું હતું ત્યાં એક સખત આંચકા સાથે તે થંભી ગયું. અખ્ખલિત ગતિશીલ પુષ્પક વિમાન આમ અકસ્માતથી અટકી જતાં દશમુખ છેડાઈ પડ્યો.
કોને મોતના મહેમાન બનવાની ઇચ્છા જાગી છે?' ગર્જના કરતા દશમુખે વિમાન પર્વતના એક શિખર પર ઉતાર્યું. સૂક્ષ્મ દૃષ્ટિથી તેણે ચારેકોર નિરીક્ષણ કર્યું. ત્યાં તો બાજુમાં જ એક શિખર પર મહામુનિ વાલીને ધ્યાનસ્થ અવસ્થામાં ઊભેલા જોયા. રાવણના મુખમાંથી સળગતા શબ્દો છૂટ્યા.
શા માટે આ દંભ કરે છે? શા માટે હજુ મારો પીછો નથી મૂકતા? પહેલાં પણ કોઈ અજબ માયાથી મને બગલમાં દબાવ્યો. હજુ પણ, ના ના, આજે તો હું તારી અંતિમ વિધિ જ કરી નાખું! ચન્દ્રહાસની સાથે મને ઉપાડીને તેં સમુદ્રની આસપાસ ઘુમાવ્યો તો આજે આ આખા પર્વતની સાથે તને ઉપાડીને લવણ સમુદ્રમાં પધરાવી દઉં!'
અભિમાની મનુષ્યની આવી જ ઘેલછા હોય છે. એક વખત વીર વાલીએ પોતાની જે દુર્દશા કરી છે તેની વેદના હજી શમી નથી. ત્યાં ફરીથી એ પરાક્રમીની સામે ધૂળ ઉડાડવાની ચેષ્ટા કરી રહ્યો છે! જાણે છે કે પોતાની એક હજાર વિદ્યાઓ, વાલીના બગલમાં પોતે સપડાય ત્યારે નાકામિયાબ નીવડી હતી, છતાં એ વિદ્યાશક્તિના બળ પર પુનઃ વિશ્વાસ ધારણ કરી નવી આફત વહોરી રહ્યો છે.
એ અષ્ટાપદ પર્વતની તળેટીમાં આવ્યો. પૃથ્વીને ચીરીને પર્વતની નીચે ઘૂસ્યો. હજારે વિદ્યાઓનું એક સાથે સ્મરણ કરીને વિરાટકાય પર્વતને તેણે ઉપાડવાની શરૂઆત કરી.
ધડાધડ શિલાઓ ગબડવા માંડી. શિખરો તૂટવા લાગ્યાં. એવો ભયાનક અવાજ થવા લાગ્યો કે હજારો યોજન સુધી તેના પડઘા પડવા લાગ્યા.
વાલી મહર્ષિએ અવધિજ્ઞાનના દિવ્યપ્રકાશમાં દશમુખના અધમ કૃત્યને જોયું. તેમનું કરણાભર્યું હયું કમકમી ઊઠયું.
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮ર
જૈન રામાયણ અર૨૨, આ પાપી કેવું દુષ્ટ સાહસ કરી રહ્યો છે? મારા પ્રત્યેના રોપથી આ ભયંકર સંહાર કરવા પ્રેરાયો. ભરતેશ્વરે નિર્માણ કરેલા આ ભવ્ય તીર્થનો ઉચ્છેદ કરી નાંખશે.' મહામુનિએ રાવણના કુકૃત્યનું પરિણામ વિચાર્યું.
પણ તેથી મારે શું? મારે અને વિશ્વને શો સંબંધ છે? મેં જગતથી સંબંધને તોડી નાંખ્યો છે. અરે, જ્યાં મારા શરીર પરથી પણ મ મમત્વનું વિસર્જન કર્યું છે, ત્યાં મારે આ બધાં પરિણામના વિચાર કરવાથી શું?'
મહામુનિ એકત્વ ભાવમાં ગયા; પરંતુ પાછા વળી ગયા, જ્યારે અનેકના વિચાર કરવાની પવિત્ર ફરજ ઉપસ્થિત થઈ હોય ત્યારે કેવળ જાતનો વિચાર કરનાર જ્ઞાની ન કહેવાય. મહામુનિ વિચારે છે :
“ચૈત્યરક્ષા અને જીવરક્ષાનાં કર્તવ્યો આજે મારી સામે છે, મારાથી એના પ્રત્યે ઉપેક્ષા કેમ થઈ શકે? રાગ અને દ્વેષને જરાય ઊંચાનીચા થવા દીધા વિના આ નરાધમને કઈક પરચો દેખાડું.'
અનેક મહાન શક્તિઓના સાગરસમા મહામુનિએ માત્ર પોતાના પગના એક અંગૂઠાને જ પર્વતના શિખર પર દબાવ્યો.
ઊંચો થયેલો પહાડ નીચે જવા માંડ્યો. પૃથ્વી ફાડીને નીચે પહેલા રાવણ દબાયો, ખૂબ દબાયો, અરે એવો દબાયો કે ભયાનક ચીસ પાડી ઊઠ્યાં, રાડ પાડી ઊઠ્યો.
ત્યારથી એ “રાવણ” કહેવાયો. દીનતાભર્યો અવાજ જ્યાં મહામુનિને કાને પડ્યો તરત જ તેમણે દબાયેલો અંગુઠો ઉપાડી લીધો! કૃપાના સાગર મહામુનિને રાવણ પ્રત્યે ક્યાં રોષ જ હતો! એક માત્ર અનર્થથી એનું વારણ કરવું હતું, તે થઈ ગયું એટલે બસ!
શિક્ષામાત્ર કરવાની બુદ્ધિથી જે પગલું ભરાય તે જુદું અને રોપથી જે પગલું ભરાય તે જુદું. મહાન પુરુષો બીજાની ભૂલ દેખતાં અનિવાર્ય સંજોગોમાં દ્વેષ વિના શિક્ષા કરે ખરા, પરંતુ જ્યાં એ ભૂલ દૂર થયેલી જુએ એટલ શિક્ષા બંધ કરી દે. જ્યારે જગતના પામર જીવો બીજાની ભૂલ જોઈ રોષે ભરાય છે, ગુસ્સો કરે છે. પછી રોપમાં ને રોષમાં બીજાને શિક્ષા કરવા જાય છે, ભલેને પછી સામાએ પોતાની ભૂલ કબૂલી લીધી હોય, દોષ દૂર કર્યો હોય, છતાં પેલો તો રોષમાં એ જ વિચારવાનો કે “બરાબર, એવી શિક્ષા કરે કે ફરીથી માથું જ ન ઊંચકે, તેને સીધાદોર કરી નાખું. હમણાં તો એ ભૂલ કબૂલે છે, પણ ફરીથી પાછા એવા ને એવા! માટે ભયંકર શિક્ષાના જ આ તો ઘરાક!' પાછા એ શિક્ષા
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વવિજયની યાત્રાએ કરીને જંપે નહિ; એના પ્રત્યે શંકાની જ દૃષ્ટિથી જોવાના. એ દોષિત વ્યક્તિને જવાનાં ચશમાં જ જુદાં રાખવાના!
મહામુનિ તો પુનઃ પોતાના ધ્યાનમાં પરોવાઈ ગયા. એમને ક્યાં બીજી ફુરસદ જ હતી!
રાવણની દશા જોવા જેવી થઈ ગઈ. તેના મુખ પરથી પ્રતાપની લાલિમા લય પામી ગઈ, વિદ્યાશક્તિઓનો ગર્વ ઓસરી ગયો અને ઉન્નત મસ્તક નીચું ઢળી પડ્યું. બહાર નીકળી તે સીધો જ ઉપર આવ્યો. પશ્ચાત્તાપપૂર્ણ અંતઃકરણથી તેણે મહામુનિ વાલીનાં ચરણોમાં નમસ્કાર કર્યા. અભિમાનનો હિમાલય પશ્ચાત્તાપના પ્રખર તાપથી પાણી પાણી થઈ મહામુનિનાં ચરણોનું પ્રક્ષાલન કરી રહ્યો.
“પ્રભુ! નિર્લજજ બની વારંવાર મેં આપના અપરાધ કર્યા છે. આપ મહાન શક્તિશાળી હોવા છતાં મહાત્મા બની આપે પરમકૃપાથી તે અપરાધોને સહન કર્યા...' રાવણનો કંઠ શપાયો. પરંતુ આજે મહામુનિની સમક્ષ લંકાપતિ રાવણ તરીકે નહિ, પરંતુ એક નિકૃષ્ટ અપરાધી તરીકે ગુનાઓનો એકરાર કરવા તલસી રહ્યો છે.
‘આપે રાજ્ય છોડ્યું, કુટુંબ છોડ્યું, તે આપનામાં શક્તિ નથી માટે નહિ, પરંતુ મારા પરની કરુણાથી જ; એ વાત મને આજે બરાબર સમજાઈ. આજે આપના અને મારા વચ્ચેના અંતરનું મને ઠીકઠીક ભાન થયું, આપ જો એક વિરાટકાય પર્વત છો તો હું એક રાફડા જેવો છું. આપ જો ગરુડના સ્થાને છો તો હું એક તુચ્છ ગીધના જેવો છે. ખરેખર, મોતના જડબામાં ચવાઈ જતા મને આજે આપની સર્વોત્તમ કૃપામય દૃષ્ટિએ જ ઉગાર્યો છે. અપકારી પ્રત્યેની પણ આપની આ મહાનું ઉદારવૃત્તિને મારાં કોટિ કોટિ વંદન છે...'
ભક્તિભરપૂર વચનોથી મહામુનિના ગુણોનું કીર્તન કરી, પોતાના અપાર અપરાધોની ક્ષમા યાચી, લંકાપતિએ મહામુનિને ત્રણ વાર પ્રદક્ષિણા દઈ, વારંવાર વંદના કરી.
મહામુનિ તો કેવલ્યની નજીકમાં હતા! રાગ અને દ્રપને નામશેપ પ્રાયઃ કરી નાંખ્યા હતા. મહામુનિ ઉવલ આત્માએ અમરલોકના અમરોન પણ આફર્યા. તીર્થરક્ષા અને જીવરક્ષા કરવાની પ્રશસ્ત અભિલાષા, રાગ કે ય વિના રાવણને કરેલી શિક્ષા, રાવણ નમતો આવ્યો છતાં એના પર એટલી જ સમભાવદશા... દેવોએ ઉપરથી પુષ્પોની વૃષ્ટિ કરી; પ્રશંસા શબ્દોનો દિવ્યધ્વનિ કર્યો.
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८४
જૈન રામાયણ રાવણના ભક્તિજલભર્યા જલધિમાં વેગ આવ્યો. પુનઃ તેણે મુનિવરનાં ચરણોમાં મસ્તકસ્પર્શ કરી કૃતકૃત્યતા અનુભવી.
રાવણને “રાક્ષસ' તરીકે નિહાળતા મનુષ્ય માટે રાવણના આ જીવનપ્રસંગો દીવાદાંડીરૂપ છે. રાવણના ઉચ્ચ વ્યક્તિત્વને સમજવાની તક આ જીવનપ્રસંગો આપે છે.
પુષ્પક વિમાનમાંથી રાવણનું અંતઃપુર અને પરિવાર વગેરે રાવણની પાસે ઉપસ્થિત થઈ ગયા. રાવણ બધાની સાથે ત્યાંથી ભરતેશ્વરે નિર્માણ કરેલા અનુપમ જિનચૈત્ય તરફ ગયો.
ચન્દ્રહાસ વગેરે શસ્ત્રોને બહાર મૂકી તે અંદર ગયો. પભદેવથી માંડી વીર-વર્ધમાનસ્વામી પર્યન્ત ચોવીસ તીર્થંકરોની અષ્ટપ્રકારી પૂજા કરી.
પછી ભાવપૂજા શરૂ કરી. રાવણે હાથમાં વીણા લીધી. વીણાના તારો ઝણઝણી ઊઠ્યા. અંતઃપુરની રાણીએ ઝાંઝરના ઝમ કાર સાથે કોકિલકંઠના કમનીય સૂરો છેડ્યા, વીણાના સૂરો સાથે કંઠના સૂરોનું મિલન થયું અને ભક્તિરસની છોળો ઊછળવા માંડી.
સમય વીતતો જાય છે, રાવણના દિલનું દર્દ દીનાનાથના દિલને ભીંજવી દેવા મથી રહ્યું છે. રાવણની સૃષ્ટિમાં ફક્ત નાથ તીર્થકર દેવ સિવાય કોઈ નથી. પરમાત્મસૃષ્ટિની પરમ માધુરીમાં મસ્ત બની રાવણ ડોલી રહ્યો છે.
બીજી બાજુ જિનાલયના એકાંત ખૂણામાં ઊભો ઊભો એક દિવ્યપુજ્ય રાવણમાં લીન બની ગયો હતો. રાવણની જિનભક્તિ પર એ દિવ્યપુરુષ આફરીન બની ગયો હતો.
એ હતો ધરણેન્દ્ર.
એ પણ તીર્થની યાત્રા કરવા માટે આવ્યો હતો, પરંતુ જ્યાં તેણે જિનાલયના ભવ્ય કારમાં પ્રવેશ કર્યો ત્યાં જ તેના કાને દિવ્ય ભાવપૂજાના સૂરો પડ્યા. પછી તો એ ધીમે પગલે એવી રીતે અંદર પ્રવેશ્યો કે કોઇ જાણી ન શકે. રાવણે જ્યાં પૂજા પૂર્ણ કરી ત્યાં ધરણેન્ટ બોલ્યો :
રાવણ! તે કમાલ કરી ! અરિહંતના ગુણોનું તેં જે કીર્તન કર્યું તે અદ્ભુત છે! તારા પર હું તુષ્ટ થઈ ગયો છું!” “ના રે ના. હું સ્તવના કરી શકું? હું તો મારા ભાંગ્યા તૂટ્યા ...' “ના ના. તે તને શોભે એવી ભવ્ય ભક્તિ કરી છે કે જે ભક્તિનું ફળ મોટા
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વવિજયની યાત્રાએ
૮૫
છે. છતાં તું કહે : હું તને શું આપું! તું કંઇક મારી પાસે માગ.’ ધરણેન્દ્ર ખુબ પ્રસન્ન મુર્ખ રાવણના બરડે હાથ ફેરવતાં કહ્યું.
‘નાગેન્દ્ર! ત્રિલોકપતિની ગૃષ્ણસ્તુતિથી તમે પ્રસન્ન બનો, તે યોગ્ય જ છે! સ્વામીનો ભક્ત સ્વામીના ગુણમાં સાંભળીને હસે જ, નાચે જ! બાકી તો હું ધરણેન્દ્ર! પ્રસન્ન બનીને તમે મને વિભૂતિ આપવા ઉત્કંઠિત બન્યા છો તે, તમારી સ્વામીભક્તિનો ઉત્કર્ષ સૂચવે છે, જ્યારે હું જો એ લઉં તો, મારી સ્વામીભક્તિને હીણપત લાગે!'
રાવણની નિઃસ્પૃહતા પર ધરણેન્દ્ર તાજુબ બની ગયો.
‘દશમુખ ધન્ય છે તારી નિઃસ્પૃહતાને! હું તારા પર અધિક તુષ્ટ બન્યો છું. હું તારી નિઃસ્પૃહતાને નતમસ્તકે વારંવાર અનુમોદું છું!' કહીને ધરણેન્દ્ર રાવણને ‘અમોધ વિજયા’ નામની બહુરૂપકારિણી વિદ્યા આપી અને ત્યાંથી ચાલ્યો ગયો.
નિરાકાંક્ષભક્તિનો આદર્શ આપનાર દેશમુખનું કેવું ઉજ્વલ આત્મત્વ! પ્રભુભક્તિ એટલે બજારમાં સોદો કરવાની વસ્તુ નથી, એ વાત રાવણના અંતસ્તલમાં કેવી અંકિત થઈ ગઈ હશે? જગતની તમામ ભૌતિક વસ્તુઓનાં મૂલ્ય કરતાં પરમાત્માની ભક્તિનું મૂલ્યાંકન અને હૈયે કેવું ચઢિયાતું વસ્યું હશે? પરમાત્માની ભક્તિથી જગતની કાંઈ પણ સમૃદ્ધિ ખરીદવાનો નાનો શાં પણ ખ્યાલ એના મનમાં ન હતો, તે શું રાવણની ઉત્તમતા પુરવાર કરવા સમર્થ નથી?
અહીં રાવણને અમોવિદ્યા વરી ત્યારે બીજી બાજુ મહામુનિ વાલીને કૈવલ્યશ્રી વરી! મહામુનિને કેવળજ્ઞાન થાય અને દેવ-દાનવો બેસી રહે ? લાખો દેવ-દાનવો અષ્ટાપદ પર્વત પર ઊતરી આવ્યા. કેવળજ્ઞાનનો મહોત્સવ કર્યો. કેવલજ્ઞાની મહામુનિવરે ત્યાં મધુર દેશના આપી અને ત્યાંથી કેવળજ્ઞાનીએ વિહાર કર્યો.
રાવણે ત્યાંથી પુષ્પક વિમાન ઉપાડયું. જોતજોતામાં નિત્યાલોકપુરમાં આવી પહોંચ્યો. વિવાહના મહોત્સવ મંડાયા. દશમુખ જેવો પરાક્રમી રાજા પોતાની પુત્રીનો ભર્તા બનતો હતો. રત્નાવલીના પિતાએ ભવ્ય દબદબાપૂર્વક રત્નાવલીનો દશમુખની સાથે વિવાહ કર્યો. વિવાહમહોત્સવ પતી જતાં રાવણે રત્નાવલીને લઇને લંકા તરફ પ્રયાણ કર્યું.
રાત્રીનો પ્રારંભ હતો.
લંકાના રાજમાર્ગો, રાજભવનો, મહાલયા અને નૃત્ય-શાળાઓ દેદીપ્યમાન દીપકોની રોશનીમાં ઝળહળી રહ્યાં હતાં ત્યારે લંકામાંથી કોઈ હાયના, નિરાશાનો
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ કે શોકનો સ્વર સંભળાતો ન હતો, બલકે આનંદ, પ્રમોદ, વિલાસ અને વિનોદનો ધ્વનિ સ્વર્ગલોક પડઘા પાડી દેવોને પણ ઈર્ષ્યા જન્માવતો હતો.
રાજમહાલયની અટારી પર એક ભવ્ય સુખાસન પર લંકાપતિ બેઠો છે, તેની ચમકદાર આંખો અવકાશના તારામંડળ તરફ મંડાઈ છે. વિચારના વિરાટોદધિમાં તે ખૂબ લાંબે પહોંચી ગયો છે, તેના વિચારમાં કોઈ મહાન મહત્ત્વાકાંક્ષાના ધબકારા વર્તાય છે, કોઈ અજબ-ગજબની સિદ્ધિઓના આનંદના એંધાણ દેખાય છે.
તે ઊભો થયો. તે અટારીને કિનારે ગયો અને પાછો ફર્યો. તેણે આંટા મારવા શરૂ કર્યા. પાછો તે સુખાસન પર બેસી ગયો. હાથની એક તાલી વગાડી. દ્વાર પરનો સશસ્ત્ર સુભટ આવીને નતમસ્તકે આવી ઊભો.
ભાઈઓને બોલાવો.' “જી હજૂર...' મસ્તક નમાવી સુભટ ત્યાંથી અદ્રશ્ય થયો. થોડીક મિનિટમાં બિભીષણ અને કુંભકર્ણ અટારીને દ્વારે આવીને ઊભા. રાવણની દૃષ્ટિ દ્વાર પર પડી, સુખાસન પરથી ઊઠી ઝડપથી તે હાર આગળ ગયો અને બંને ભાઈઓ સાથે સ્નેહાલિંગન કર્યું. બે બાજુ બંને ભાઈઓના હાથ પકડી રાવણ સુખાસન પર બેઠો.
કેમ મોટાભાઈ...' બિભીષણે આતુર આંખે રાવણની સામે જોયું. ‘તમને જોઈને ઘણો જ આનંદ ઊભરાય છે! બિભીષણને સહેજ બગલમાં દબાવતાં રાવણ બોલ્યો.
મોટાભાઈ કોઈ મોટા વિચારમાં લાગે છે!' કુંભકર્ણ એક નિપુણ જોષીની અદાથી પ્રકાડ્યું! સાચી વાત છે તારી, કુંભકર્ણ!” એમ તો મેં થોડોક જ્યોતિષનો પણ...” ‘અભ્યાસ કર્યો છે, એમ ને?” રાવણે વાક્ય પૂરું કર્યું અને ત્રણેય ભાઈઓનું નિદૉપ હાસ્ય રેલાયું.
રજનીપતિ ત્યારે પૂર્વ દિશામાં લાલઘૂમ દેખાયા. “કુંભકર્ણ! હવે એક વિચાર આવે છે.”
શો?’ ‘તું જ કહે ને!”
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વવિજયની યાત્રાએ
કહે, ‘પણ એક શરત!
શી?' 'હસવાનું નહિ!” ‘કબૂલ!” શરતમાં તમારો સાક્ષી કોણ! “આ બિભીષણ.' ‘ત્યારે કહું છું હોં?' “કહી નાખ.'
આંખો બંધ કરી, હોઠ ફફડાવવા શરૂ કર્યા. ટેરવાં ગણાવા માંડ્યા. જાણે કોઈ ઋષિએ ધ્યાન લગાવ્યું. આંખો ખોલીને કહ્યું :
કોઈની સાથે બાખડવાનો વિચાર કરતા લાગો છો. બોલો, ખરું ને?'
ખલાસ! રાવણ પેટ પકડીને હસવા માંડ્યું! કુંભકર્ણે જ્યારથી આંખો બંધ કરી હતી ત્યારથી રાવણે હાસ્યને દબાવી રાખ્યું હતું!
સાચું, જોપીમહારાજ સાચી સોળ આના ને સત્તર પાઈ સાચું!' સહેજ ગંભીર બની રાવણે મૂળ વાત પર આવતાં કહ્યું :
મને વિચાર આવે છે કે આપણે વિશ્વવિજય માટેની યાત્રા શરૂ કરીએ. કહો, તમને આ વિચાર ગમ્યો?' ‘મોટાભાઈને જે ગમ્યું તે અમને કયા દિવસે નથી ગમ્યું?' બિભીષણે કહ્યું . 'તેં તે માટેની તૈયારીઓ કરવી જોઈએ.’ તૈયાર છીએ.” “તો પ્રથમ યાત્રાપ્રયાણનું મુહૂર્ત રાજ જોષીને પૂછો.' એ બેઠાને જામી મહારાજ?' બિભીષણે કુંભકર્ણ સામે આડ નજરે તાં કહ્યું. ત્યાં તો કુંભકર્ણના હાથમાં બિભીષણનો કાન કચડાવા માંડ્યો! લુચ્ચા, મારી મશ્કરી?”
નહિ ફ બાપા, છોડો...' ચીસ પાડતો બિભીષણ કુંભકર્ણના હાથમાંથી છટક્યો, ભાગ્યો. આગળ બિભીષણ અને પાછળ કુંભકર્ણ. બંને ધમાધમ
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૮
જૈન રામાયણ કરતા રાજપુરોહિતના મકાને પહોંચ્યા. જઈને કાર ખખડાવ્યાં. મોડી રાતે દ્વાર ખખડતાં પુરોહિતે પૂછ્યું :
કોણ છે?
ખલાસ! કુંભકર્ણનો મિજાજ ગયો. પણ બિભીપણે હાથ દબાવી તેને ઠંડો પાડ્યો, “અરે, અમે છીએ, દરવાજા ખોલો.' બિભીષણનો અવાજ ઓળખતાં પરોહિત ડઘાઈ ગયો. “અત્યારે કેમ આવ્યા હશે? શું હશે? હું કોઈ ગુનામાં તો નહીં આવ્યો હોઉં ને!.” તર્ક-વિતર્ક કરતા પુરોહિતે ધ્રુજતે હાથે દરવાજા ખોલ્યા. સામે જ કુંભકર્ણ અને બિભીષણને જોયા.
કેમ સ્વામી! અત્યારે સેવકને યાદ કરવા પડ્યો?” ટીપણું જોવાનું છે.' “અત્યારે?' “તો શું કાલે?' ‘પણ શા માટે તે કહેવા કૃપા કરશો?’
શું એટલી સમજણ નથી પડતી? હવે શાનું મુહૂર્ત જોવાનું હોય? લગ્ન તો થઈ ગયાં છે...!' કુંભકર્ણની વાગ્ધારા અલિત ગતિએ ચાલી. “શું યુદ્ધયાત્રા માટે?'
હવે સમજ્યા!' ‘ગુણનિધિ! સારા સમયે મુહૂર્ત જોઈને લંકાપતિનાં ચરણોમાં ઉપસ્થિત થઈશ!'
બહુ સારું.”કહીને બંને કુમારો પોતપોતાના મહેલમાં ગયા. તેઓ યુદ્ધયાત્રાનો બૃહ વિચારતા વિચારતા નિદ્રાધીન થયા.
બીજા દિવસની શરૂઆતથી લંકા વિજયયાત્રાની તડામાર તૈયારીઓથી ધમધમી ઊઠી. આજુબાજુના કેટલાય વિદ્યાધરો, વિદ્યાધર રાજાઆ લંકામાં આવવા લાગ્યા. સૌપ્રથમ રથનૂપુરના ઇન્દ્ર રાજા પર ચઢાઈ કરવાના નિર્ણય લેવાયો.
પ્રશસ્ત મુહૂર્ત આવી પહોંચ્યું. કુંભકર્ણ, બિભીપણ, ઇન્દ્રજિત અને મેઘવાહન વગેરે અગ્રગણ્ય વીરોની સાથે રાવણે પ્રયાણ કર્યું. બીજી બાજુ કિકિન્ધાથી સુગ્રીવ પણ પોતાના મહાન સંન્યની સાથે રાવણને આવી મળ્યો, પાતાલલંકાથી ખર વિદ્યાધર પોતાના ચુનંદા, ચૌદ હજાર વિદ્યાધર વીરોની સાથે આવી પહોચ્યો.
0 0 0
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક ૧૧. રેવાના તટે : વૈતાઢયના પર્વતો તરફ લક્ષ કેન્દ્રિત કરી રાવણે વેગથી પ્રયાણ આરંભ્ય. વચ્ચે જે કોઈ નહિ જિતાયેલા દેશ-પ્રદેશ આવે તેને જીતતા-જીતતા આગળ વધવાનું હતું. પરંતુ એ વચગાળાનું કામ તો ઇન્દ્રજિત અને મેઘવાહનની કીડાકેલી માટેનું હતું. તેમાં રાવણ કે કુંભકર્ણ-બિભીષણે કશું જોવાનું ન હતું.
પ્રયાણ આગળ આગળ વધતું જ જતું હતું. રાવણની દૃષ્ટિ સૃષ્ટિના સૌન્દર્યનું અમીપાન કરી રહી હતી. ત્યાં તેણે વિધ્યાચલ પર્વત પરથી ઊતરતી “રેવા નદીને જોઈ. વિશાળ પટ, ઊંડાં ઊંડાં કાળાં પાણી, ધસમસતા પ્રવાહ, ઊછળતા તોફાની છતાંય નયનરમ્ય તરંગો, ઊંચા ઊંચા તટ પર મનોહર મોરલાઓની કતારો અને પક્ષીઓની મધુર સૂરાવલી.
રાવણ આકર્ષાયો. તેણે અહીં પ્રથમ પડાવ નાંખવાનો નિશ્ચય કર્યો. સુગ્રીવ વગેરેને રેવાના વિશાળ તટ પર પડાવ નાંખવાની આજ્ઞા ફરમાવી, જોતજોતામાં રેવાના તટ પર કરોડોનું સૈન્ય પથરાઈ ગયું. લાખો અશ્વો, હાથીઓ, રથોના મહાન કોલાહલથી રેવાનો તટ ધમધમી ઊઠ્યો.
કિનારા પર એક સોહામણા સ્થાને રાવણની છાવણી નાંખવામાં આવી હતી. બાજુમાં જ કુંભકર્ણ-બિભીષણ, ઇન્દ્રજિત-મેઘવાહન તથા સુગ્રીવ-ખર વગેરે મહાન પરાક્રમીઓની છાવણીઓ હતી.
રાવણની જિનપૂજા હજુ બાકી હતી. રાવણ હમેશાં જિનેશ્વરદેવનું પૂજન કરતો હતો! નગરમાં ય પૂજન કરતો અને જંગલમાં પણ કરતો! તીર્થયાત્રામાં ય કરતો અને યુદ્ધયાત્રામાં ય કરતો! એક દિવસ પૂજા વિના જાય નહિ. આ વિશ્વવિજયની યાત્રામાં પણ તેણે જિનેશ્વરદેવની રત્નમય પ્રતિમા સાથે રાખી હતી. રાવણે સ્નાન કર્યું, સુંદર શ્વેત વસ્ત્રો પહેર્યા. એક રમણીય વૃક્ષની નીચે, ભૂમિને સુગંધીજલથી પવિત્ર કરી, મણિમઢેલાં નાનકડાં સિંહાસન પર નાજુક રત્નમય પ્રતિમા પધરાવી અને પૂજન શરૂ કર્યું.
રેવાના નિર્મળ નીરથી પ્રતિમા પર અભિષેક કર્યો. રેવાના તટ પરનાં ખીલેલાં પંકજ-પુષ્પોથી પરમાત્માનાં અંગ સજ્યાં. રાવણનાં તન અને મન પરમાત્મામાં પરોવાઈ ગયાં. પરંતુ અચાનક રેવાનાં પાણી ઊછળ્યાં, ખૂબ ઊંચાં ઊછળવા માંડ્યાં, ગાંડાંતૂર બનીને ઊછળવા માંડ્યાં, કિનારાની તોતિંગ ભેખડો ધસવા માંડી, વિરાટકાય વૃક્ષો તૂટી તૂટીને રેવાના પ્રલયકારી પૂરમાં તણાવા લાગ્યાં. ઊંચા ઊંચા કિનારાઓ પર પણ પાણી રેલાવા માંડ્યાં. મોટા મોટા મગરમચ્છો પાણીનાં મોજાંઓની સાથે ઊછળવા માંડ્યા..
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
८०
ત્યાં એક ધસમસતો મલિન પાણીનો પ્રવાહ રાવણની આસપાસ ફરી વળ્યો. પરમાત્મા શ્રી જિનેન્દ્રદેવની પ્રતિમા પર પણ એ મલિન જલે આક્રમણ કર્યું. રાવણે ભાવભક્તિથી કરેલી પૂજા જોતજોતામાં નષ્ટભ્રષ્ટ થઈ ગઈ. પ્રશાન્ત સમાધિસ્થ રાવણ, આમ અચાનક આવી પડેલી આફતથી ધમધમી ઊઠ્યો. પરમાત્માની પૂજાનો નાશ એને માથું કપાવવાથી પણ અધિક લાગ્યો. છંછેડાયેલા કેસરી સિંહની જેમ રાવણે ત્રાડ પાડી.
‘કોણ એ દુષ્ટ દુશ્મન પાક્યો છે? કોણે આ અરિહંતદેવની પૂજામાં ભંગ પાડી મોતનો ખોફ વહોર્યો છે?’
બહાર અચાનક ધાંધલ મચી ગયેલી જોઈ અને એમાંય રાવણનો ધ્રુજારીભર્યો અવાજ સાંભળી કુંભકર્ણ, બિભીષણ વગેરે દોડતા રાવણની પાસે આવી ઊભા. રાવણે રૌદ્રસ્વરૂપ ધારણ કર્યું.
‘કર્યો એ મિથ્યાત્વી રાજા છે? કો પાપી વિદ્યાધર, અસુર કે સુર પાક્યો છે?' કોણ જવાબ આપે? બધા અંદર સમસમી રહ્યા.
ત્યાં એક વિદ્યાધર સુભટ બોલ્યો :
‘દેવ! અહીંથી કેટલાક ગાઉ દૂર ‘માહિષ્મતી’ નામની નગરી છે. તે નગરીમાં ‘સહસ્રકિરણ’ નામનો પરાક્રમી અને પ્રસિદ્ધ રાજા છે. હજારો રાજાઓ એની સેવા કરે છે. અત્યારે તે નગરીમાં જલક્રીડામહોત્સવ ચાલી રહ્યો છે. રાજાએ જલક્રીડા કરવા માટે રેવાનાં પાણી સેતુબંધ કરીને આવર્યાં છે. એમાં પોતાની એક હજાર રાણીઓની સાથે તે સ્વૈચ્છિત ક્રીડા કરી રહ્યો છે. બંને બાજુના કિનારે લાખ લાખ રક્ષક સુભટો શસ્ત્રસજ્જ બનીને સહસ્રકરણની સંભાળ રાખી રહ્યા છે. જલક્રીડા કરતાં કરતાં પાણી ઊભરાય છે, ખૂબ પાણી ભેગું થતાં બંધને છોડી દે છે. હે સ્વામી! આ પૂર જે આવ્યું છે તેમાં આ જ કારણ છે! એ જ જલક્રીડાનાં મલિન થયેલાં પાણી અહીં ધસી આવ્યાં છે અને જિન પૂજામાં ભંગ પડ્યો છે. જુઓ, રેવાના તીર પર, સહસ્રકિરણની રાણીઓનાં અંગ પરથી ઊતરેલાં પુષ્પો, વિલેપનો, નિર્માલ્ય દેખાઈ રહેલ છે.
વિદ્યાધર સુભટની વાત સાચી હતી. પાણી શરીરના મેલથી ડહોળાયેલું અને હજારો ઊતરેલી પુષ્પમાળાઓથી યુક્ત દેખાતું હતું. સુભટની વાત સાંભળી રાવણ ઉશ્કેરાયો. અગ્નિમાં આહુતિ અપાઈ!
અહો, કેવી એ સહસ્રકિરણની ધૃષ્ટતા? મલિન પાણીથી એણે આ જિનપૂજાનો ભંગ કર્યો... જાઓ, એ અભિમાની રાજાને બરાબર બાંધીને મારી સમક્ષ હાજર કરો....
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રેવાના તટે
૧
રાવણની આજ્ઞા થતાં લાખો રાક્ષસ સુભટો રેવાના કિનારે દોડ્યા. માહિષ્મતીની નજીક આવ્યા. દૂરથી તેમણે સહસ્રકિરણના લાખો સૈનિકો શસ્ત્રોથી સજ્જ થઈને ઊભેલા જોયા.
રેવાનો ૨મણીય ક્રીડાતટ જોતજોતામાં યુદ્ધમેદાનમાં પલટાઈ ગયો. રાક્ષસવીરો અને સહકિરણના સુભટો વચ્ચે ખૂનખાર જંગ જામ્યો. રાક્ષસવીરોએ આકાશમાં રહીને તીરોનો મારો ચલાવ્યો અને વિદ્યાશક્તિથી અનેક સુભટાને મૂંઝવી દીધા. જલક્રીડા કરતા સહસિકરણે પોતાના સૈન્યની કદર્થના થતી જોઈ, જલક્રીડા ત્યજી દીધી. રાણીઓને છોડી, તે રણમેદાનમાં આવ્યો.
સુરસિન્ધુમાંથી જાણે કે ઐરાવત બહાર આવ્યો! હાથમાં લીધાં ધનુષ્ય અને બાણ. મધ્યાહ્નનો સૂર્ય જેમ અસંખ્ય તારાને ઢાંકી દે તેમ સહસ્રકિરણની સખત અને સતત તીરવૃષ્ટિમાં રાક્ષસ-સુભટો છવાઈ ગયા, ઢંકાઈ ગયા.
...સહસ્રકિરણનું પરાક્મ એટલે અજોડ સહસિકરણનું બાહુબળ એટલે અજેય. સહસિકરણની તીરવર્ષા એટલે અંગારવર્ષા!
પોતાના સુભટોને રાડ પાડતા અને ભાગતા જોઈ રાવણ મેદાને પડ્યો. ક્રોધથી ધમધમતા રાવણે સહસ્રકિરણ પર અસંખ્ય તીરોની વર્ષા વરસાવી, પરંતુ સહસ્રકરણે રાવણના એક-એક તીરોનો સામનો કરી રાવણને હંફાવવા માંડ્યો. રાવણે તીર મૂકીને મુગર ઉપાડયું. સહસિકરણે પણ મગર લીધું. રાવણ થાક્યો અને ગદા લીધી. સહસિકરણે ગદાથી સામનો કર્યો. રાવણને ગદા પણ મુકી દેવી પડી. એક પછી એક શસ્ત્રોમાં રાવણ નિષ્ફળ નીવડવા લાગ્યો. સહસ્રકિરણનું અપૂર્વ પૌરુષ જોઈ ૨ાવણ દંગ થઈ ગયો. એણે જોયું કે શસ્ત્રોથી આ પરાક્રમીને પરાજિત કરી શકાશે નહિ. તેણે વિદ્યાશક્તિનો આશરો લીધો.
વિદ્યાશક્તિના પ્રભાવથી સહસ્રકિરણ પરવશ બની ગયો. અને સહસ્ત્રકિરણ પકડાયો, પણ રાવણના મુખ પર વિજયનો આનંદ નહોતો. તેનું હૃદય કહી રહ્યું હતું
વિજય તો ખરેખર સહકિરણનો છે.'
તેણે સહસિકરણની પીઠ થાબડી.
‘હે પરાક્રમી! ખરેખર આજે વિજય તમારો છે... તમારું અદ્દભુત અને અજેય પરાક્રમ જોઈ મારો બળમદ ઓગળી ગયો છે...'
માનપૂર્વક સહસ્રકિરણને લઈને, રાવણ પોતાની છાવણીમાં આવ્યો. પોતાના સિંહાસન પર, પોતાની સાથે સહસ્રકિરણને બેસાડી, લાખો સુભટોની સમક્ષ રાવણે સહકિરણની વીરતાને ભાવભરી અંજલિ આપી.
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૨
www.kobatirth.org
રાવણની કેવી અનુમોદનીય ગુણદૃષ્ટિ!
રાવણની કેવી પ્રશંસનીય ગુણસૃષ્ટિ!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
સહસિકરણના ગુનાને સહસ્રકિરણના વીરતાગુણને જોઈ, જાણે રાવણ સાવ ભૂલી ગયો! એટલું જ નહિ પણ સહસ્રકિરણ પ્રત્યે, એક વીરને છાજે તેવું વર્તન રાખ્યું.
બીજા સમયે, અનેક વીરોથી વીંટળાઈ રાવણ રાજસભામાં બેઠો હતો ત્યાં તો આકાશમાર્ગેથી એક તપોમૂર્તિ મહર્ષિ સભામાં પ્રવેશ્યા.
રાવણ ઝડપથી હર્ષ અને ઉમંગ અનુભવો સિંહાસન પરથી ઊભો થઈ ગયો. પગમાંથી મણિમય પાદુકાને કાઢી નાંખી, મસ્તકે અંજલિ જોડી, તે મહામુનિની સન્મુખ ગયો. ચરણકમલમાં મસ્તકનો સ્પર્શ ક૨ી, ખૂબ ખૂબ ખુશી અનુભવતો મહામુનિને સાક્ષાત્ જાણે ગણધર ભગવંત સમજવા લાગ્યો.
મહામુનિને એક સ્વચ્છ કાષ્ટાસન પર બિરાજમાન કરી, પોતે પૃથ્વી પર હાથ જોડીને વિનયપૂર્વક બેઠો.
મહામુનિ તો જાણે સમસ્ત વિશ્વના હિતની સાક્ષાત્ મૂર્તિ જ જોઈ લ્યો! તેઓશ્રીના મુખ પર સંસારના ભાવો પ્રત્યેની ઉદાસીનતા, જ્ઞાનતેજનો પ્રકાશ, સંયમ સાધનાની શૂરતા, વિશ્વહિતની પરમ કરુણા સ્પષ્ટ તરવરી રહેલાં હતાં.
રાવણને તેઓશ્રીએ ‘ધર્મલાભ’ની આશિષ સમર્પણ કરી.
‘ધર્મલાભ’ની આશિષ એટલે કલ્યાણમાતા! જેને ‘ધર્મલાભ'ની આશિષ પ્રાપ્ત થઈ, તેને કલ્યાણની જનેતા પ્રાપ્ત થઈ! બસ, એ માતા પાસેથી કલ્યાણ, કલ્યાણ અને કલ્યાણ જ મળ્યા કરવાનું! જેની પાસે આ કલ્યાણજનેતા ‘ધર્મલાભ’ની આશિષ છે તેને જગતનાં અનિષ્ટો અને દુઃખો સતાવી ના શકે. ‘ધર્મલાભ’ની આશિષ જેને પ્રાપ્ત થાય છે, તેને જગતની સર્વશ્રેષ્ઠ સંપત્તિઓ પ્રાપ્ત થાય છે.
રાવણે પ્રેમ અને ભક્તિભર્યા વિનમ્ર શબ્દોમાં પૂછ્યું
‘પ્રભુ! આપને જોઈને મને નિરવધિ આનંદ થયો છે. હે કરુણાનિધિ! અત્રે પધારવાનું કારણ કહી સેવકને પ્રસન્ન કરશો?’
For Private And Personal Use Only
શેરડીના રસ જેવી મીઠી મધુરી વાણીમાં મહર્ષિ બોલ્યા :
‘રાજન! માહિષ્મતી નગરીમાં હુ રાજા હતો. મારું નામ શતબાહુ હતું. ભવની ભીષણતાનું એક દિવસ ભાન થયું. ભવનાં દુઃખો કરતાં ય ભવનાં સુખોની દારુણતા સમજાઈ. રાજ્ય અને સારા ય સંસાર ૫૨થી મારું મન ઊઠી ગયું. રાજ્યસિંહાસન મને કાંટાનું બિછાનું લાગ્યું. માદક રસપ્રચુર ખાદ્યપદાર્થો
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રેવાના તટે
૯૩ ઝેરના કોળિયા દેખાવા લાગ્યા. રાજરમણીઓમાં મને ભયંકર અને ઝેરી સાપણોનું દર્શન થયું.
મેં મારો મનોરથ... સંસારત્યાગનો મનોરથ... મંત્રીવર્ગને કહ્યો. મારા પુત્ર સહસ્ત્રકિરણને રાજગાદી પર બેસાડી, મેં ચારિત્રજીવન સ્વીકાર્યું.'
હું? શું પરાક્રમી સહસ્ત્રકિરણ આપ પૂજ્યશ્રીનું પુત્રરત્ન છે?' આશ્ચર્ય અને આવેગમાં રાવણે વચ્ચે જ પ્રશ્ન કર્યો.
હા” મુનીન્દ્ર કહ્યું.
હું દિગ્વિજય માટે લંકાથી નીકળ્યો છું. આ રમણીય પ્રદેશ જોઈ અહીં પડાવ નાંખી પરમાત્મા જિનેશ્વરના પૂજનમાં તલ્લીન બનેલો ત્યાં સહસકિરણે જલક્રીડા કરી મલિન પાણીને છૂટું મૂક્યું, રેવાનાં પાણી ઊછળ્યાં. મારી જિનપૂજા ધોવાઈ ગઈ, હું આવેશમાં આવ્યો અને મારે સહસ્ત્રકિરણને પકડવો પડ્યો.
પરંતુ મને લાગે છે, કે એણે ખ્યાલ બહાર જ આ કાર્ય કર્યું છે. આપનો આ મહાન પુત્ર શું જિનેશ્વરદેવની આશાતના કરે ખરો?'
આમ કહીને રાવણ અંદરના વિભાગમાં જઈ સહસ્ત્રકિરણને નમન કરી પ્રેમપૂર્વક હાથ પકડી બહાર લઈ આવ્યો.
લજ્જા અને મર્યાદાથી નમ્ર બનેલા સહસકિરણે મુનિપિતાનાં ચરણોમાં મસ્તક નમાવ્યું. મહામુનિએ “ધર્મલાભ'ની આશિષ આપી.
રાવણ તો આવા ગણધરસમાં ગુરુદેવ અને મહાપરાક્રમી સહસ્ત્રકિરણ પિતા-પુત્રને જોઈને ગદ્ગદ્ બની ગયો. એની આંખો હર્ષનાં આંસુથી ઊભરાઈ ગઈ. સહસ્ત્રકિરણના હાથને પોતાના હાથમાં લઈ રાવણ બોલ્યો :
પરાક્રમી! તું આજથી મારો ભાઈ અને મહામુનિ જેમ તારા પિતા, તેમ મારા પણ પિતા, તમને બંનેને જઈ મારા હૈયામાં જે હર્ષ ઊભરાઈ રહ્યો છે, તેનું હું કેવી રીતે વર્ણન કરું? જાઓ, ખુશીથી રાજ્ય કરો અને આ ભાઈની ભેટ તરીકે બીજી પણ પૃથ્વીને સ્વીકારો. અમે ત્રણ ભાઈ છીએ, આજથી અમે ચાર ભાઈ થયા!”
સહસ્ત્રકિરણની દૃષ્ટિ ભૂત અને ભાવિના પડદા ચીરીને ખૂબ દૂર દૂર દોડી રહી છે. સંસારની આ બધી ગડમથલમાંથી તે જીવનનું પરમ સત્ય શોધી રહ્યો છે, પારમાર્થિક સુખમય આત્મતત્ત્વના ઉદ્ધારની કોઈ સર્વાગીણ વિચારણાનું ચિત્ર તે દોરી રહ્યો છે.
તેના મુખ પર પ્રૌઢ ગંભીરતા છવાઈ ગઈ. ‘દશમુખ! હવે મારે રાજ્યનું પ્રયોજન નથી.”
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૪
www.kobatirth.org
‘હૈં ?’ રાવણ વિહ્વળ બની ગયો. ‘હા, દેહનું પણ પ્રયોજન નથી...’
‘એટલે?'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
'હું પરમકલ્યાણી પિતાને ચરણે જઈશ. હું પિતા પાસે મહાવ્રતો લઈશ.’ રાવણના મુખ પર ગ્લાનિ છવાઈ ગઈ. સભામાં નિસ્તબ્ધતા છવાઈ ગઈ. સહસ્રકિરણનો આ નિર્ણય પ્રત્યેક રાક્ષસવીરને આશ્ચર્યની સાથે મહાન ગ્લાનિ જન્માવનાર હતો. સહસ્રકિરણના ઉચ્ચતમ્ વ્યક્તિત્વથી કોણ નહોતું આકર્ષાયું? એ સહસ્રકિરણના અજેય પરાક્રમથી કોણ નહોતું અંજાયું? એ સહસ્રકિરણ શું, સર્વસ્વનો ત્યાગ કરી ચાલ્યો જશે? સંયમની કઠોર સાધનાઓ કરશે?
રેવાનાં પુર ઓસરી ગયાં. પંખીઓના અવાજ બંધ થઈ ગયા. મને બરાબર સમજાય છે, નિર્વાણનો આ જ એક મહામાર્ગ છે.’
‘દેહના માળખામાં પુરાયેલા આત્મતત્ત્વના આવિર્ભાવનો આ જ એક પરમ ઉપાય છે,’ સહસ્રકિરણનો નિર્ણય વધારે સ્પષ્ટ થતો ગયો.
રાવણની આંખમાંથી આંસુ સરવા લાગ્યાં, આંસુઓથી ધરતી ભીંજાવા લાગી, નતમસ્તકે મૂંગે મોઢે રાવણ સહસ્રકિરણના અતિ ભવ્ય ત્યાગને સમજવા મથી રહ્યો.
‘સહસિકરણ આ શું કરી રહ્યો છે? એનો આ નિર્ણય જ્યારે એની એક હજાર પ્રિયતમાઓ, માહિષ્મતીનાં લાખો પ્રજાજનો જાણશે ત્યારે કેવું કરુણ આક્રંદ કરશે? કેવા ઊંડા શોકના સમુદ્રમાં ડૂબી જશે?' રાવણનું મનોમંથન લાંબું ચાલે ત્યાં તો સહસ્રકિરણે રાવણના ખભે હાથ મૂક્યો; બંનેની દૃષ્ટિ મળી. રાવણે સહસ્રકિરણને બાથમાં લઈ લીધો અને ગરમ ગરમ આંસુથી અભિષેક કર્યો.
For Private And Personal Use Only
સહસ્રકિ૨ણે પોતાનો નાનો પુત્ર રાવણને સોંપ્યો.
અને ત્યાં જ એ ચરમદેહી નરેશ્વરે મુનિ પિતાનાં ચરણોમાં જીવન સમર્પણ કર્યું. તેણે સંસારવાસને ત્યજીને, સંયમના દુષ્કર વ્રતને ધારણ કર્યાં.
રેવાનો તટ ત્યારે માહિષ્મતીનાં લાખો પ્રજાજનોનાં ચોધાર આંસુઓથી ભીંજાઈ રહ્યો હતો. હજારો રાણીઓના હૃદયફાટ આક્રંદથી દ્રવી ઊઠો હતો. ત્યાં અચાનક સહસ્રકિરણ રાજર્ષિને એક સ્મરણ થયું. એક દૂતને બોલાવ્યો અને કહ્યું :
‘તમે અયોધ્યા જાઓ અને અયોધ્યાપતિ ‘અનરણ્ય’ને સમાચાર આપો, કે તમારા મિત્ર સહકિરણે આજે સંયમ સ્વીકાર્યું છે.’
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રેવાના તટે
૯૫ વાત એમ હતી :
અયોધ્યાપતિ અનરણ્ય અને સહસ્ત્રકિરણને પરમ મૈત્રી હતી. બંને મિત્રોએ નિર્ણય કર્યો હતો, કે બંનેએ સાથે સંયમ સ્વીકારવું જ્યારે એક દીક્ષા લે ત્યારે બીજાને સમાચાર આપવા અને બીજાએ પણ દીક્ષા લેવી.”
દૂત ઝડપથી અયોધ્યા આવી પહોંચ્યો. સીધો જ રાજમહેલમાં પહોંચી ગયો, અનરણ્ય રાજાને પ્રણામ કરી ઊભો રહ્યો.
ક્યાંથી અને શા માટે આવવાનું થયું છે?' રાજાએ પ્રશન કર્યો. ‘હું રેવાના તટ પરથી આવું છું અને માહિષ્મતીના રાજા સહસ્ત્રકિરણનો સંદેશ આપવા માટે આવ્યો છું.'
સહસકિરણનું નામ સાંભળતાં જ અનરણ્ય રાજા સિંહાસન પરથી ઊભો થઈ ગયો. દૂતનો હાથ પકડી પ્રેમથી અને આતુરતાથી પૂછે છે :
કહો, મારા એ પ્રિય મિત્ર કુશળતામાં તો છે ને?' દૂતની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. અનરણ્ય રાજાની આતુરતા વધી ગઈ. દૂતનો ચહેરો જોતાં કંઈક અમંગળની આશંકાઓ થવા લાગી. ત્યાં દૂતે તોતડાતી જબાને કહ્યું :
મહારાજા સહસ્ત્રકિરણે આજે સંસારત્યાગ કર્યો.” એમ?” ખૂબ જ ગંભીર બની અનરણ્ય રાજા ઊંડા ચિંતનમાં ડૂબી ગયા. તેમની સામે ભૂતકાળ તરવરવા માંડ્યો.
એ સમીસાંજના સમયે, સહકિરણની સાથે થયેલી જીવનના મૂલ્ય અંગેની માર્મિક અને રસભરપૂર વિચારણા. આ બન્નેનો નિર્ણય કરવો કે બંને સાથે સંસારત્યાગ કરવો.”
પોતાની પ્રતિજ્ઞાનું અનરણ્ય ભાન થયું. સહસ્ત્રકિરણની ધર્મમૈત્રીએ તેને પ્રતિજ્ઞાના પાલન માટે ઊભો કરી દીધો.
અનરાયે પોતાના પુત્ર દશરથને રાજ્ય સોંપ્યું અને ચારિત્રના મહામાર્ગે ચાલી નીકળ્યો.
આ બાજુ રાવણે શતબાહુ મહર્ષિ અને સહસ્ત્રકિરણ મહર્ષિને ભાવપૂર્વક વંદન કર્યા.
રાવણે પોતે માહિષ્મતીના રાજ્યસિહાસને સહસ્ત્રકિરણના પુત્રનો રાજ્યાભિષેક કર્યો અને આકાશમાર્ગે પ્રયાણ આગળ લંબાવ્યું.
0 0 0
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ૧૨. નારદજીનો ભેટો :
'ભાઈ! આ પશુઓને અહીં કેમ ભેગાં કર્યાં છે?' તમે કોઈ પરદેશી લાગો છો! અહીં એક મહાયજ્ઞ થાય છે...' ‘તેમાં આ પશુઓની શી જરૂર છે?' ‘તમે ય ભલાભોળા લાગો છો? યજ્ઞમાં આ પશુઓને હોમવામાં આવશે, સમજ્યા?'
હું?’ હા!”
માથે ઊંચી જટા, હાથમાં વીણા, પગમાં પાવડી, દેવર્ષિ નારદ જલમાર્ગે, સ્થલમાર્ગ અને આકાશમાર્ગે પૃથ્વી પર પરિભ્રમણ કરતા કરતા રાજપુરનગરમાં આવી ચડ્યા. અને એ તો દેવોના લાડકવાયા ઋષિ! સીધા પહોંચ્યા રાજમહેલમાં, પરંતુ રાજમહેલની બહાર તો મોટા ભવ્ય મંડપો બંધાયેલા અને સેંકડો, હજારો પશુઓનાં ટોળાં તેમણે જોયાં. રાજમહેલમાં અનેક ભૂદેવોની અવરજવર જોઈ. દેવર્ષિ દ્વારે જ થંભી ગયા. એક નાના બ્રાહ્મણપુત્રની સૌમ્યાકૃતિ જોઈ દેવર્ષિએ તેને બોલાવ્યો અને તેની સાથે વાતચીત કરી. પશવધની વાતથી દેવર્ષિને દુભાયેલા અને રોષે ભરાયેલા જોઈ બ્રાહ્મણપુત્ર યજ્ઞમંડપમાં સરકી ગયો.
નારદજીનું કમલકોમળ હૈયું કમકમી ઊઠ્ય. ધર્મના નામે, ધર્મના પડદા પાછળથી થતી ઘોર હિંસા, મહાન અન્યાય, ભયંકર ધતિંગ જોઈ તેમણે આ યજ્ઞને બંધ કરાવવાને મનોમન દઢ સંકલ્પ કર્યો.
અરે... ... ભૂદેવ...” કેમ? કોણ છે તું?' ‘પણ જરા ઊભા તો રહો?”
શું કામ છે? મોઢેથી ભસ ને....' યજ્ઞમંડપમાં જતા એક ગોળી જેવડા પેટવાળા, મોટા કોળા જેવડા મોવાળા, અને થાંભલા જેવડા જાડા પગવાળા ભૂદેવને જતા જોઈ, નારદજીએ તેમને ઊભા રાખવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ભૂદેવે તો શંકરનું ત્રીજું નેત્ર ખોલ્યું અને ક્ષણ વારમાં યજ્ઞમંડપમાં અલોપ થઈ ગયા.
નારદજી યજ્ઞમંડપ તરફ વળ્યા. લાલપીળાં પીતાંબરોથી વીંટાળેલા, ભસ્મ,
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારદજીનો ભેટો
૯૭
સિંદૂર, ને કંકુથી કપાળને રંગતા, મંત્રોચ્ચારથી હોઠને ફફડાવતા, અનેક બ્રાહ્મણોની વચ્ચે તેમણે મનોમન વિચાર્યું કે જરૂર આ રાજા જ મહાઅનર્થનું મૂળ છે. એ જ આ યજ્ઞ કરાવતો લાગે છે.
નારદજી તો રાજાની પાસે પહોંચ્યા.
‘અરે રાજન! આ તમે શું શરૂ કર્યું છે?' પશુઓની કારમી ચિચિયારીઓ સાંભળીને ખળભળી ઊઠેલા કૃપાસાગર નારદજીએ રાજાને જ પ્રશ્ન કર્યો. કેમ આપને ન સમજાયું? આ તો બ્રાહ્મણનું પરમ ધર્મભૂત યજ્ઞકર્મ થઈ રહ્યું છે!' મત રાજાએ નારદજીના પ્રશ્નનો ઉત્તર આપ્યો.
‘પણ તે યજ્ઞમાં આ પશુઓની શી જરૂર?’
‘તે પશુઓને આ યજ્ઞની ભડભડતી આગમાં હોમવામાં આવશે...’
અરરર... ભયંકર પાપ... ભયંકર પાપ!' નારદજીને રાજાની આ વાત સાંભળતાં ત્રાસ ત્રાસ થઈ ગયો.
‘તેમાં તમે કેમ અકળાઈ ગયા? આ પશુઓને હોમવાથી પશુઓને સ્વર્ગની પ્રાપ્તિ થશે, દેવો તૃપ્ત થશે!'
‘આવું ભૂત તમને કોણે વળગાડ્યું? પશુઓને હોમવાથી પશુઓને સ્વર્ગ મળશે એમ? તો પછી તમે જ કૂદી પડો ને? તમારે સ્વર્ગ નથી જોઈતું? પહેલાં તો આ બધા ગોળમટોળ પેટાળિયા ધર્મચાંડાલોને જ હોમવા જોઈએ.’
નારદની આગઝરતી વાણીથી બ્રાહ્મણો સમસમી ઊઠ્યા. પરંતુ મરુત રાજાએ નારદજીને પૂછ્યું :
‘તો શું આ મહાધર્મ નથી?’
'ના, જરાય નહિ. યજ્ઞ જો તારે કરવો હોય તો અહિંસક યજ્ઞ કર.’
‘તે કેવી રીતે?’
શરીરને યજ્ઞની વેદિકા સમજ.
આત્મા એ યજ્ઞ કરનાર છે.
તપ એ અગ્નિ છે.
જ્ઞાન એ ઘી છે.
કર્મો એ સમિધ (લાકડાં) છે. ક્રોધાદિ એ પશુઓ છે.
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૮
જૈન રામાયણ સત્ય એ યજ્ઞનો ધૂપ (ખીલ) છે. સર્વ-જીવરક્ષા એ દક્ષિણા છે. જ્ઞાન-દર્શન-ચારિત્ર એ ત્રણ વેદી છે. રાજન! વેદોની અંદર આ યજ્ઞ... આ રીતે કરવાનો કહેલો છે કે જેનાથી આત્મા સર્વ કર્મના બંધનથી મુક્ત બને. બાકી જે દુષ્ટ રાક્ષસ જેવા બનીને ઘોર હિંસક યજ્ઞ કરે છે તે મરીને રૌરવ નરકમાં ઉત્પન્ન થાય છે. રાજન! તમે બુદ્ધિશાળી છો, ઉત્તમ કુળના રત્ન છો. આ દારુણ ઘાતકી કૃત્યથી તમે પાછા...'
પણ નારદજીનું વાક્ય પૂરું થાય ત્યાં તો નારદજીના શરીર પર ધડ...ધડ...ધડ...દંડાઓ તૂટી પડ્યા. બ્રાહ્મણો ઉશ્કેરાયા, કેટલાક તો તલવાર લઈને નારદજીની પાછળ પડ્યા, નારદજી દોડડ્યા, દોટ મૂકીને ભાગ્યા!
યજ્ઞમંડપની બહાર આવીને સીધા જ આકાશમાર્ગે ઊડ્યા! આકાશમાર્ગેથી રાવણની વિરાટ કાફલો પસાર થઈ રહ્યો હતો. નારદજીએ પુષ્પક વિમાન જાયું. સીધા નારદજી વિમાનની આગળ જઈને ઊભા. પોકાર કર્યો, બચાવો બચાવો.” રાવણે જતા દેવર્ષિને જોતાં, તરત જ વિમાન થંભાવી દીધું. હાથ જોડીને મસ્તક નમાવીને રાવણે પૂછયું : “કેમ આમ બેબાકળા?' ‘કાળો કેર વર્તાઈ રહ્યો છે.' ધ્રુજતા અવાજે દેવર્ષિ બોલ્યા.
કોના પર? કોણ વર્તાવે છે? શા માટે ?' રાવણે એક સાથે પ્રશનો કર્યા. નારદજીએ અથથી ઇતિ સુધી બધી જ વાત કરી. રાવણનું કાળજું કંપી ઊઠ્યું. રાવણે વિમાનને રાજપુરનગરના ઉદ્યાનમાં ઉતાર્યું. મરુત રાજાને ખબર પડી કે ઉધાનમાં પુષ્પક વિમાન સાથે લંકાપતિ રાવણ આવ્યો છે. તરત જ રાજા મત ઉદ્યાનમાં આવ્યો... રાવણનાં ચરણોમાં નમન કરી, રાવણનું યોગ્ય સન્માન કર્યું અને સ્વાગત કર્યું. પરંતુ રાવણ પ્રસન્ન ન થયો. કેવી રીતે પ્રસન્ન થાય? એક બાજુ પોતાના અભિપ્રાયથી વિરુદ્ધ વર્તે અને બીજી બાજુ પોતાની આગતાસ્વાગતા કરે, તેવા મનુષ્યો પ્રત્યે વિવેકી મનુષ્ય આકર્ષાતો નથી , પ્રસન્ન થતો નથી. બીજાને પ્રસન્ન કરવા, એના અભિપ્રાયને સમજી, એ અભિપ્રાયથી વિરુદ્ધ આચરણનો ત્યાગ કરવો અનિવાર્ય હોય છે.
રાવણે કહ્યું : “અરે મરુત્, આ તેં શું આરંભ્ય છે? આવો હિંસક યજ્ઞ કરીને તારે ક્યાં જવું છે? સમજી રાખ, જેવી રીતે જીવન તને પ્રિય છે, એવી રીતે આ
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારદજીનો ભેટો
૯૯ નિદોષ જીવોને પણ જીવન પ્રિય છે. તેમની આ રીતે ધર્મને નામે દૂર કતલ કરવાથી જ જો સ્વર્ગ મળતું હોય તો તેવા સ્વર્ગને ધિક્કાર છે. પરમાત્મા સર્વજ્ઞનાથે અહિંસામય ધર્મ કહેલો છે. હિંસક યજ્ઞધર્મ કરીને તો તું ઉભય લોકને બગાડી રહ્યા છે. પરલોકનું સ્વર્ગ તો પછી, પણ અહીં તો નર્કાગાર જેવી મારી જેલના સળિયાની પાછળ પુરાવું પડશે.'
રાવણની આજ્ઞા એટલે વિશ્વના માટે અલંધ્ય! જે રાવણની આજ્ઞાને અવગણે, તેના પર મતના ઓળા ઊતરે, રાવણના આગમનના સમાચાર સાંભળતાં જ પેલા પહાડકાય પહેલવાન ભૂદેવોના અંગે કંપારી વછૂટી! પરસેવાથી રેબઝેબ થઈ ગયા. અને યજ્ઞમંડપ મૂકીને ઘરભેગા થઈ જવા લાગ્યા. પરંતુ ત્યાં તો કોલાહલ થઈ ગયો! કુંભકર્ણ અને બિભીષણની જોડી યજ્ઞમંડપના દ્વારે પહોંચી ગઈ હતી! ભાગતા ભૂદેવોને કુંભકર્ણ પડકાર્યા :
ઊભા રહો, ઊભા રહો... ક્યાં ભાગો છો હત્યારાઓ? ઊભા રહો, તમને જ આ યજ્ઞની વેદી પર વધેરીને સ્વર્ગના દેવતા બનાવીએ! મુંગા પ્રાણીઓને...' કોઈની ચોટલી પકડીને ધુણાવ્યા, તો કોઈને બોચી પકડીને ધુણાવ્યા. મેઘવાહન અને ઇન્દ્રજિતે જઈને પશુઓના વાડા ભાંગી નાખ્યા. પશુઓને બંધનમાંથી મુક્ત કરી દીધાં અને બન્ને યજ્ઞના મંડપમાં આવ્યા.
અરે, કાકા! લાવોને, આ હોમનો કુંડ એમને એમ સળગી રહ્યો છે તો ભૂદેવોને સ્વર્ગની યાત્રા કરાવીએ...'
ખલાસ! કુંભકર્ણન તો કોઈ કહેનાર જ જોઈતું હતું. હૃષ્ટપુષ્ટ ભૂદેવને બે હાથે ઉપાડ્યા, હાહાકાર વર્તાઈ ગયો. એકએક બ્રાહ્મણના હાંજા ગગડી ગયા. એક પછી એક બધાની આ દશા કુંભકર્ણ કરશે..' એ વિચારે બ્રાહ્મણોને જીવતા જીવે યમનાં દર્શન થવા લાગ્યાં. પરંતુ યજ્ઞના અગ્નિમાં બ્રાહ્મણ હોમાય, તે પહેલાં મત રાજા દોડતો યજ્ઞમંડપમાં પહોંચ્યો અને યજ્ઞનું વિસર્જન કરી દેવાની આજ્ઞા કરી. કુંભકર્ણ અને બિભીષણને પણ હાથ જોડી, બ્રાહ્મણોને મુક્ત કરવાની વિનંતી કરી. ત્યારે કુંભકર્ણે કહ્યું :
રાજન! આ ભૂદેવોને સ્વર્ગમાં મોકલીએ, બિચારા આ મનુષ્યલોકમાં દુ:ખી થઈ રહ્યા છે!'
‘ભાઈસાબ, છોડો, કૃપા કરો. આવી હિંસા નહિ કરીએ.” બ્રાહ્મણો હાથ જોડીને કરગરવા લાગ્યા. કુંભકર્ણને દયા આવી, બ્રાહ્મણોને મુક્ત કર્યા. મરુત રાજાનો રાજમહાલય
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
જૈન રામાયણ જોતજોતામાં પલટાઈ ગયો! બ્રાહ્મણોની દોડધામ દૂર થઈ. રાવણના વિશાળ પરિવારની અવરજવર શરૂ થઈ ગઈ. સ્નાન-પૂજા-ભોજન વગેરે નિત્યકૃત્યોથી પરવારી બધા રાજસભામાં ભેગા થયા. એક સુંદર સિંહાસન પર દેવર્ષિ નારદજીને બિરાજમાન કરવામાં આવ્યા. બીજા એક સિંહાસન પર લંકાપતિ આરૂઢ થયો, અને બીજા પોતપોતાને યોગ્ય આસને બેઠા. ત્યાં લંકાપતિએ દેવર્ષિ સામે દૃષ્ટિ કરી. દેવર્ષિએ રાવણની તરફ જોયું.
દેવર્ષિ! એક વાત પૂછું!” લંકાપતિએ કહ્યું. પૂછો ને?” મને સમજાતું નથી, કે આ બ્રાહ્મણોએ આવો હિંસાત્મક યજ્ઞ ક્યારથી શરૂ કર્યો?" એ વાત પણ સમજવા જેવી છે, ખૂબ જ રોમાંચક રસભરપૂર એ વાત છે!” તો તો જરૂર સંભળાવો, દેવર્ષિજી!' બિભીષણે કહ્યું . ત્યારે સાંભળો! શક્તિમતી સરયુના તટ પર શક્તિમતી નામની નગરી હતી.
અભિચન્દ્ર નામે એક ભૂપતિ ત્યાં થઈ ગયો. તેને એક પુત્ર હતો. તેનું નામ વસુ હતું. તેનો બુદ્ધિવૈભવ અપૂર્વ હતો. સત્યવ્રતથી તે દેશપ્રસિદ્ધ બન્યો હતો.
જ્યારે તે તરુણવયમાં આવ્યો ત્યારે રાજેન્દ્ર અભિચન્દ્ર “ક્ષર કદંબ' આચાર્યના આશ્રમમાં અધ્યયન માટે મૂક્યો. હું પણ તે જ આશ્રમમાં અધ્યયન માટે રહેલો હતો. મારે, વસુ અને ગુરુપુત્ર પર્વતને પરસ્પરમાં પ્રીતિ બંધાઈ. ત્રણેય ગુરુદેવની પાસે વિનયપૂર્વક, મર્યાદાપૂર્વક અધ્યયન કરવા લાગ્યા.
આશ્રમની રમણીયતા પણ ગજબ! બાજુમાં જ શક્તિમતીનાં શાંત, શીતલ નીર વહેતાં હતાં. આસોપાલવ, આમ, વડ, લીમડા વગેરે લીલાંછમ વૃક્ષોની છાયા પથરાયેલી હતી. જંગલનાં નિર્દોષ પશુઓની અવરજવરથી આશ્રમમાં આનંદનું વાતાવરણ ઊભરાતું હતું. ગુરુદેવ અતિ પ્રેમથી, કાળજીથી અને પરલોકની દૃષ્ટિથી અમને શાસ્ત્રાધ્યયન કરાવતા હતા. વરસો વીત્યાં.
એક રાતે અમે ગુરુદેવની સાથે આશ્રમની અગાસીમાં સૂતા હતા. આખો દિવસ અધ્યયન કરીને અમે શ્રમિત થઈ ગયા હતા, તેથી પથારીમાં પડતાં જ અમે નિદ્રાધીન થયા. પરંતુ ગુરુદેવ જાગતા જ સૂતા હતા. ત્યાં આકાશમાર્ગે બે ચારણ મુનિવરો પસાર થઈ રહ્યા હતા. તેમણે અમને ત્રણેયને જોઈ અમારા અંગે પરસ્પર વાર્તાલાપ કર્યો :
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારદજીનો ભેટો
૧૦૧ આ ત્રણ વિદ્યાર્થીઓમાંથી એક મોક્ષે જશે, બે નરકે જશે.' મુનિવરો તો આકાશમાર્ગે આગળ ચાલી ગયા, પરંતુ તેમની વાતચીત અમારા ગુરુદેવે સાંભળી. તે ચમકી ઊઠ્યા. તેમના કરુણાસભર અંતઃકરણમાં તણ વેદના થઈ. ખિન્ન ચિત્તે તેમણે વિચાર્યું :
અહો! આ નિર્ઝન્ય મુનિવરો હતા. તેમણે તો મહાવ્રતોનું પાલન કરવાનું હોય છે. તેઓ અસત્ય તો કદાપિ ન બોલે. તો શું મારા શિષ્યો નરકમાં જશે? વળી આ ત્રણમાંથી કોણ મોક્ષે જશે અને કોણ નરકે જશે? એ સ્પષ્ટતા મુનિવરોએ કરી નથી, તો હવે સૌપ્રથમ મારે આ નિર્ણય કરવો જોઈએ.'
આખી રાત અમારા ત્રણેયના પરલોક અંગેના વિચાર કરતાં ગુરુદેવ ક્ષણવાર પણ ઊંધ્યા નહિ અને અમારા પરલોકનો નિર્ણય કરવાની યોજના ઘડી કાઢી. હજુ પ્રભાત થયું ન હતું ત્યાં ગુરુદેવે અમને ત્રણેયને જગાડ્યા. ગુરુદેવના ચરણમાં વંદના કરી ત્યારે ગુરુદેવે અમારા હાથમાં દરેકને એક એક કૂકડો આપ્યો. અમે કંઈ સમજી શક્યા નહિ. તેથી અમે પૂછયું :
ગુરુદેવ! આને અમે શું કરીએ?'
એનો વધ કરવાનો છે, પણ એવી જગ્યાએ કે જ્યાં કોઈ પણ જોતું ન હોય.' ગુરુદેવે કહ્યું. અમે ત્રણેય એ જ ક્ષણે મનમાં તર્ક-વિતર્ક કરતા એ કૂકડાઓ લઈને જંગલના માર્ગે વળ્યા.
રાજપુત્ર વસુ અને ગુરુપુત્ર પર્વત નિર્જન પ્રદેશ આવતાં વિચારવા લાગ્યા કે ‘ગુરુદેવના કહેવા મુજબ આ સ્થાન બરોબર છે. અહીં કોઈ જોતું નથી.' આમ વિચારીને ત્યાં કૂકડાનો વધ કરીને પાછા વળ્યા.
હું આશ્રમથી ઘણો દૂર નીકળી ગયો. એવા અરણ્યમાં પહોંચ્યો કે જ્યાં મનુષ્ય કે પશુ-પંખીઓ, કોઈ દેખાતું ન હતું. હું ત્યાં ઊભો રહી ગયો અને ગુરુદેવની આજ્ઞાનું પુનઃસ્મરણ કરી, એના પર ચિંતન કરવા લાગ્યો. ‘ગુરુદેવે કહ્યું છે : “આ કુકડો તારે એવા પ્રદેશમાં મારવાનો છે જ્યાં કોઈ જોતું ન હોય..” જ્યારે અહીં તો આ કૂકડો જઈ રહ્યો છે, હું જોઈ રહ્યો છું, અસંખ્ય તારાઓ જોઈ રહ્યા છે, લોકપાલો જોઈ રહ્યા છે, દિવ્યદૃષ્ટા જ્ઞાની પુરુષો જોઈ રહ્યા છે. અહ! આમ વિચારતાં તો એવું કોઈ સ્થાન નથી કે જ્યાં કોઈ ન જોતું હોય! અને આ હકીકત ગુરુદેવ જાણતા જ હોય, છતાં તેમણે આવી આજ્ઞા કરી, તેમાં તેઓનું તાત્પર્ય કૂકડાને નહિ મારવાનું જ હોવું જોઈએ. તેઓ વિશ્વના તમામ જીવો પ્રત્યે કરુણા, કૃપાને ધારણ કરનાર હિંસા કરવાની
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
જૈન રામાયણ આજ્ઞા આપે ખરા? જરૂર, જરૂર એ કૃપાનિધિ ગુરુદેવે અમારા ત્રણેયની પ્રજ્ઞાની પરીક્ષા કરવાનો જ, આ એક પ્રસંગ પ્રયોજ્યો લાગે છે!”
ટગમગતા તારલાઓ અને ઝાંખો ઝાંખો ચન્દ્ર જાણે મારા વિચારમાં સંમતિ આપતા હસી રહ્યા હતા. મેં કૂકડાને માર્યો નહિ; હું આશ્રમ તરફ પાછો વળ્યો. હાથમાં કુકડો લઈને હું ગુરુદેવની સમક્ષ ઉપસ્થિત થયો. કૂકડાને માર્યા વિના મને આવેલો જોઈ સ્ટેજ ઉગ્ર અવાજે મને કહ્યું : ‘કેમ, તને શું આજ્ઞા નહોતી કરી?”
ગુરુદેવ! આપશ્રીની આજ્ઞા મુજબ જ મેં કર્યું છે.' સ્વાભાવિક રીતે જ પ્રત્યુત્તર વાળ્યો.
મેં તો તને કૂકડો મારીને લાવવાનું કહ્યું હતું.'
પણ આપશ્રીએ સાથે શરત મૂકી હતી ને! કે જ્યાં કોઈ જોતું ન હોય ત્યાં કૂકડાને મારવો.”
હા, તે શું તને એવી જગા ન મળી?” ના, ગુરુદેવ!” મેં અરણ્યમાં કરેલું ચિંતન, વિચારણા ગુરુદેવને કહી સંભળાવી. ગુરુદેવના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. વાસ્તવમાં એ કુકડો લોટનો હતો ને લાક્ષારસથી ભરેલો હતો. તેઓ બોલી ઊઠ્યા :
સરસ! સરસ!' અને મને છાતી સરસો ચાંપી, ગાઢ આલિંગન કર્યું. તેઓશ્રીને નિર્ણય થયો કે “જરૂર આ વિદ્યાર્થી મોક્ષગામી છે.”
ત્યાં તો પર્વત અને વસુ આવી પહોંચ્યા. ગુરુદેવને પ્રણામ કરી તેમણે કહ્યું: ‘આપની આજ્ઞા મુજબ અમે કુકડા મારીને પાછા આવ્યા છીએ.' “અરે મેં કઈ જગાએ મારવાનું કહ્યું હતું? ‘કોઈ ન જોતું હોય તેવી જગ્યાએ જ અમે કૂકડાને મારીને આવ્યા છીએ.'
“અરે પાપાત્માઓ, શું તમે જોતા હતા કે નહિ? અસંખ્ય તારાઓ અને લોકપાલો જોતા હતા કે નહિ?'
ક્ષીર કદંબ ઉપાધ્યાયને ખેદ, ચિંતા અને વ્યગ્રતાનો પાર ન રહ્યો. જ્યારે રાજપુત્ર અને સ્વપુત્ર પર્વત નરકગામી . આ વાત સમજાઈ ત્યારે તેમણે એક સખત આંચકો અનુભવ્યો. તેમણે વિચાર્યું :
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારદજીનો ભેટો
૧૦૩ હવે આમને ભણાવવાથી સર્યું, અત્યાર સુધી મેં વ્યર્થ અધ્યાપન કરાવ્યું, પરંતુjપશો યથાપાત્ર પરિમે વર્ષનું પાણી જેવા સ્થાનમાં પડે તે મુજબ પરિણમે છે. સર્પના મુખમાં પડેલું જલબિંદુ ઝેર બને છે, કૂવામાં પડેલું પાણી મીઠું બને છે, સાગરમાં પડેલું ખારું બને છે. પુત્ર પર્વત મને પ્રિય છે ત્યારે એના કરતાંયે વસુ અધિક પ્રિય છે. તે બંને જ નરકગામી તો હવે ઘરવાસમાં રહેવાથી સર્યું...' ઉપાધ્યાયનું ચિત્ત સંસાર પ્રત્યે ઉદાસીન બન્યું. ખરેખર! ગુરુદેવને વૈરાગ્ય વધતો ચાલ્યો. તેમણે એક દિવસ ઘરવાસ ત્યજી અરણ્યવાસ સ્વીકાર્યો.
ગુરુદેવ ચાલ્યા ગયા પછી મને જરાય ચેન ન પડવા લાગ્યું. ગુરુદેવની કૃપાથી મેં સર્વ શાસ્ત્રોમાં પ્રવીણતા મેળવી લીધી હતી. હું મારા સ્થાને પહોંચી ગયો. રાજપુત્ર વસુ પણ પોતાની રાજધાનીમાં ગયો. ગુરુદેવને સ્થાને પર્વત બેઠો. આમ અમે ત્રણેય જુદા પડી ગયા.
અભિચન્દ્ર રાજા એક દિવસ રાજપાટ ત્યજી દઈ સાધુ બન્યા. શક્તિમતી નગરીના રાજસિંહાસને વસુનો રાજ્યાભિષેક કરવામાં આવ્યાં, વસુરાજા દિનપ્રતિદિન પૃથ્વી પર સત્યવાદી તરીકે પ્રસિદ્ધ બનતો ગયો, બુદ્ધિ, શક્તિ અને સત્યથી તેણે સમસ્ત ભૂમંડલને આકર્ષે.
એક વખતની વાત છે. શિકારીઓનો એક સમૂહ શિકાર કરવા અરણ્યમાં ગયો. તેણે એક મૃગને પોતાના શિકારનું લક્ષ્ય બનાવ્યું. પરંતુ ચપળ અને ચંચળ મૃગ શિકારીઓને જઈને ચારે ય પગે ઊછળીને ભાગવા માંડયું. શિકારીઓએ મૃગનો પીછો પકડ્યો. મૃગ વિંધ્યાચલની ખીણમાં અદશ્ય થયું. શિકારી પણ અત્યંત વેગથી ખીણમાં પ્રવેશ્યો. શિકારીએ ધનુષ્ય પર તીર ચઢાવ્યું. કાન સુધી દોરી ખેંચી, સનનનન કરતું તીર મૃગ તરફ છોડ્યું. પરંતુ આશ્ચર્ય! તીર વચ્ચે જ કોઈ અદશ્ય પદાર્થ સાથે અથડાયું અને ભાંગીને ચૂરો થઈ ગયું. શિકારી જ્યાં તીર ભાંગીને પડ્યું ત્યાં આવી પહોંચ્યો અને તીર કોની સાથે અથડાયું, તે તપાસવા તો હાથ લંબાવ્યા, તેના હાથ એક અદશ્ય શિલાને અડક્યા. તેણે ઊંચે, નીચે હાથ ફેરવીને માપી જોયું કે શિલા કેવડી છે! શિકારીએ વિચાર્યું : “આકાશના જેવી સ્ફટિકમય શિલા છે, અડક્યા વિના કોઈ સમજી ન શકે કે આ શિલા છે!' જરૂર આ રાજા વસુના માટે સુયોગ્ય છે. જઈને હું મહારાજાને વાત કરું..! શિકારીએ નગરમાં આવી મહારાજા વસુને સ્ફટિકમય શિલાની વાત કહી. વસુ શિકારી પર પ્રસન્ન થયો. ગુપ્ત રૂપે તેણે શિકારી દ્વારા શિલાને મહેલના એક
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૪
જૈન રામાયણ ગુપ્ત સ્થળમાં મંગાવી લીધી. શિકારીને પુષ્કળ ધન આપી રાજીરાજી કરી દીધો. શિલાનું સિંહાસન બનાવવાનો વસુને મનોરથ જાગ્યો, તાબડતોબ શિલ્પીઓને બોલાવી સિહાસન બનાવવાની આજ્ઞા કરી. શિલ્પીઓએ ખુબ જ કળા અને ખંતથી અલ્પ કાળમાં જ સિંહાસન તૈયાર કરી દીધું.
વસુરાજાને બોલાવી સિહાસન બતાવ્યું. વસુરાજાને સિંહાસન ખૂબ જ ગમી ગયું. પરંતુ સાથે સાથે વસુરાજાના ચિત્તમાં એક ભયંકર વિચાર સ્ફર્યો.
તેણે વિચાર્યું : “આ રહસ્યમય સિંહાસનનું રહસ્ય આ શિલ્પીઓ ગુપ્ત નહિ રાખે અને જે સિંહાસનનું રહસ્ય પ્રગટ થઈ જાય તો, તો પછી મારી બધી જ મુરાદ મનમાં રહી જાય, માટે આ શિલ્પીઓને જીવતા ન જ રહેવા દેવાય. તેમનો ગુપ્ત રીતે વધ જ કરાવી દઉં.”
વસુએ કેવી ભયાનક કૃતઘ્ન વિચારણા કરી? આ જ છે સંસારની દારુણતા. આ જ છે સંસાર! એના સાચા સ્વરૂપે, આ જ ઇન્દ્રિયોના વિષયોની સ્પૃહાનું વિનાશ-તાંડવ...!”
નારદજી લંકાપતિ રાવણને જરાય ખમચાયા વિના કહી દે છે :
રાવણ! રાજાઓ કોઈના પણ સગા થયા નથી. વસુએ ફરપીણ રીતે શિલ્પીઓને મારીને ભૂમિમાં ભંડારી દીધા. રાત્રિના સમયે રાજસભામાં તેણે
આ સ્ફટિકમય શિલાનું સિંહાસન બરાબર ગોઠવી દીધું. કોઈને સિંહાસન દેખાય નહિ અને કોઈ સિંહાસનને અડી શકે નહિ તેવી રીતે ખૂબ વ્યવસ્થિત બંદોબસ્ત કરી દીધો. બીજે દિવસે રાજસભા ભરાઈ. બધા જુએ છે તો રાજાનું સિંહાસન જ દેખાતું નથી. બધા તર્ક-વિતર્ક કરે છે, “મહારાજા આજે ક્યાં બિરાજમાન થશે?” સિંહાસન કેમ ઉઠાવી લીધું છે? આજે મહારાજા સભામાં નહિ પધારે ?...” ત્યાં તો પૂરા ઠાઠમાઠથી વસુ રાજ રાજસભામાં પ્રવેશ્યો અને
જ્યાં ખાલી જગા દેખાતી હતી ત્યાં જ આકાશમાં પગથિયાં ચઢવા લાગ્યો! સભા તો દંગ થઈ ગઈ
મહારાજા વસુ ખરેખરા સત્યવાદી! સત્યના પ્રભાવથી દેવોની અદશ્ય સહાયથી આજે આકાશમાં કોઈ જ આધાર વિના બેઠા!' ક્યાં કોઈને વસના કપટની ગંધ પણ હતી? વાતને તો વાયરો પોતાની પાંખે બેસાડી, સારી ય પૃથ્વી પર ફેરવી આવ્યો. કેટલાય રાજા, મહારાજાઓ વસુના આ દિવ્ય પ્રભાવને જાણી, સ્વયં જ આધીન થવા લાગ્યા.
સાચી કે ખોટી પ્રસિદ્ધિ મનુષ્યને વિજય અપાવે છે.
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નારદજીનો ભેટો
૧૦૫
બીજી બાજુ હું ફરતો ફરતો ગુરુદેવ ક્ષીરકદંબ ઉપાધ્યાયના આશ્રમમાં જઈ ચર્ચા. ત્યાં ગુરુદેવને સ્થાને તેમનાં પુત્ર પર્વત પ્રજ્ઞાવંત શિષ્યોને ઋગ્વેદની વાચના આપતો હતો. 'અખૈર્યવ્યમ્' આ વેદના વિધાનનો અર્થ તેણે શિષ્યોને સમજાવ્યો, ગળે એટલે લૈઃ મેપ = બકરાઓથી યજ્ઞ કરવો. મેષ નામના પશુ દ્વારા યજ્ઞ કરવો. આ સાંભળી હું ચોંક્યો. મેં પ્રેમથી કહ્યું :
‘ભાઈ! વેદ વાક્યનો અર્થ કરવામાં મને કંઈક ભૂલ લાગે છે.’
‘કઈ ભૂલ?' તેણે ગર્વથી પૂછ્યું.
ઞપ્ન: નો અર્થ મેપ નથી, પરંતુ આપણા ગુરુદેવે તો ત્રણ વર્ષ જૂના ધાન્યને, કે જે વાવવાથી ઊગે નહિ, તેને ‘અન’ કહેલું, તે તું કેમ ભૂલી ગયો?'
‘વાહ રે વાહ! ગુરુદેવ તો જેમ તમારા હતા તેમ મારા પણ હતા. ગુરુદેવે એવી વ્યાખ્યા કરી જ નહોતી. તેમણે તો ‘અજ’નો અર્થ ‘મેષ’ જ કરેલો. વળી કોશની અંદર પણ ‘અજ'નો અર્થ ‘મેષ' કરવામાં આવ્યો છે.’ પોતે કરેલા મિથ્યા પ્રતિપાદનને સિદ્ધ કરવાનો પ્રયત્ન કરતાં પર્વતે કહ્યું.
શબ્દોનો અર્થ બે રીતે થાય : (૧) મુખ્ય, (૨) ગૌણ. ગુરુદેવ ‘અજ’ શબ્દનો મુખ્યાર્થ નથી કહ્યો, પરંતુ ગૌણાર્થ કહેલો છે. મુખ્ય અર્થ ભલે ‘મેષ’ હોય, પરંતુ અહીં યજ્ઞ કરવામાં ‘અજ’ શબ્દનો ગૌણ અર્થ કરવામાં આવ્યો છે. અર્થાત્ ‘ત્રણ વર્ષનું જૂનું ધાન્ય' એ ‘અજ’ શબ્દનો ગૌણાર્થ છે.' મેં કહ્યું .
‘મારી વાત સાંભળી પર્વત છેડાઈ પડ્યો; અને આગ્રહવશ થઈને બોલ્યો : ‘બિલકુલ ખોટું. ગુરુદેવે ‘અજ’નો અર્થ ‘મેષ’ જ કરેલો છે.’
જ્યારે પર્વતને પોતાના મંતવ્યમાં અતિ આગ્રહવાળો જોયો ત્યારે મેં એને કહ્યું :
‘મિત્ર! ગુરુ હમેશાં ધર્મના જ ઉપદેશક હોય, યજ્ઞમાં બોકડાના વધનો ઉપદેશ ગુરુ ન આપે. જ્યારે ‘અજ'નો અર્થ ‘મેષ' કરવામાં તો અધર્મનો ઉપદેશ અપાય છે. વળી વેદશ્રુતિ ધર્મનું પ્રતિપાદન કરે, અધર્મ કરવાનું પ્રતિપાદન વેદશ્રુતિ ન કરે. તું જે અર્થ કરે છે તેથી તો શ્રુતિને પણ અન્યાય થાય છે અને આ રીતે મિથ્યા અર્થ કરવાથી તું પાપ બાંધી રહ્યો છે.’
અમારા બંને વચ્ચેનો વિવાદ ઉગ્ર બન્યો. આમ અમારા બંનેમાંથી કોઈ એક નિર્ણય પર આવે એમ ન લાગ્યું. ત્યાં તે જ બોલ્યો :
‘આપણામાંથી જેની વાત મિથ્યા ઠરે તેની જીભનો છેદ થાય. બોલો, છે કબૂલ ?’
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
જૈન રામાયણ મને કબૂલ છે. પરંતુ આપણો ન્યાય તોલનાર કોણ? આપણો સહાધ્યાયી રાજા વસુ.' “મને કબૂલ છે!' મેં કહ્યું, સત્યવક્તાને વળી ક્ષોભ શાનો? મને જરાય ભય ન હતો. પરંતુ અમારી આ ચર્ચા પર્વતની માતા સાંભળી રહી હતી. તેણે જ્યારે અમારી શરત સાંભળી ત્યારે તે ધ્રુજી ઉઠી. પર્વતની માતાએ પર્વતને એકાંતમાં બોલાવ્યો. અને કહ્યું : “મેં તમારા પિતાના મુખે સાંભળ્યું હતું કે “અજ' એટલે ‘ત્રણ વર્ષનું જૂનું ધાન્ય', માટે નારદ કહે છે તે સાચું છે.'
પણ મેં તો...'
પ્રતિજ્ઞા કરી છે, તે અયોગ્ય કર્યું છે. અભિમાનમાં જિહુવાકેદની શરત કરીને તેં મહાન અનર્થ કર્યો છે..' માતાએ દુભાતે હૈયે કહ્યું.
ખરેખર, વિચાર્યા વિના, પુખ્ત વિચાર કર્યા વિના, મનુષ્ય પગલું ભરે છે તો તે આપત્તિઓના ખાડામાં જ ધકેલાઈ જાય છે. “મા, હવે જે થયું તે થયું, હવે તે મિથ્યા ન થઈ શકે.' પર્વતની ભાવિ વિપત્તિની કલ્પનાથી માતા વિહ્વળ બની ગઈ.
0
0
0
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧3. એ મહાકાળ અસર કોણ? પધારો માતા! આજે આપને જોઈને મેં જાણે ક્ષીરકદંબ ગુરુદેવને જ જોયા!' ‘પુત્ર! તું કુશળ તો છે ને?
‘આપના પુનિત આશીર્વાદથી. પરંતુ હવે આપ કહો, હું આપનું આતિથ્ય શું કરું? હું આપને શું અર્પણ કરે?'
પુત્રરક્ષાની પૂર્વભૂમિકા સર્જવા ક્ષીરકદંબાચાર્યની પત્ની વસ રાજાની રાજસભામાં આવી પહોંચી. કોઈ દિવસ નહિ અને આજે ગુરુપત્નીને આવેલ જોઈ વસુ તરત જ સિંહાસન પરથી ઊભો થઈ ગયો. ગુરુપત્નીને નમન કરી, સત્કાર કર્યો.
‘હે રાજેન્દ્ર! ધનનું પ્રયોજન નથી, ધાન્યની જરૂર નથી, પુત્ર વિના ધનધાન્યને મારે શું કરવું?' ‘પણ માતાજી પર્વત.' એની પ્રાણભિક્ષા માગવા આવી છું રાજન...'
માતાજી! ગુરુદેવ ક્ષીરકદંબાચાર્ય જેમ મારા માટે પૂજ્ય અને પાલનીય હતા, તેવી જ રીતે આજે પર્વત પણ મારે માટે પૂજનીય છે, પાલનીય છે. ગુરુપુત્ર પ્રત્યે ગુરુની જેમ જ વર્તવું જોઈએ, એ વંદની આજ્ઞા છે.'
રાજન! તમને ધન્ય છે.
પણ એ તો કહો કે અકાળ કોણ મોત માગી રહેલી છે? મારા ભાઈને મારવાની કોને કુબુદ્ધિ સૂઝી છે? માતાજી, શા માટે આટલી બધી વિવળતા?' ગુરુપુત્ર પર્વત પર કોઈ મહાન આપત્તિ આવી પડેલી જાણી, વસુનો રોષ ભભૂકી ઊઠ્યો.
ત્યારે ગુ૫ત્નીએ પર્વત અને મારા વચ્ચે અજ' શબ્દ અંગે થયેલો વિવાદ, તેમાં થયેલી શરત, વસુની લવાદી, નારદના મતની સત્યતા, છતાં પુત્રરક્ષા માટે પુત્રના મતનો પક્ષ કરવાની હિમાયત, વગેરે વસ્તુને સારી રીતે સમજાવ્યું.
વસુ ગુપત્નીની વાત સાંભળીને ચોંકી ઊઠ્યો. અસત્યનું સમર્થન કરવાની વાત એટલે સત્યવાદી વસુના માટે કારમો આઘાત, તેણે ખૂબ ગંભીરતાપૂર્વક ગુપત્નીને કહ્યું :
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
જૈન રામાયણ “માતા, મારાથી અસત્ય કેમ જ બોલાય? પ્રાણ જાય તો ભલે, પરંતુ સત્યવાદી અસત્ય કદાપિ ન બોલે.'
પણ આ એક વાર..”
અરે, પાપભીરુ આત્મા બીજું કોઈ પણ અસત્ય ન બોલે, જ્યારે આ અસત્ય તો ગુરુદેવના વચનને મિથ્યા કરનાર છે. તેવું અસત્ય તો મારાથી ન જ બોલાય.'
જિદગીપર્યત સત્યનો જ સાક્ષી બનેલો વસુ અસત્ય અને ગુરુવચનનો અપલાપ કરનારું અસત્ય કેવી રીતે ઊચરી શકે? તેણે સ્પષ્ટ શબ્દોમાં અસત્ય નહિ બોલવાનો પોતાનો નિર્ણય કહી દીધો, પરંતુ પોતાના પુત્ર પ્રતિ અથાગ રાગને ધારણ કરનારી ગુરુપત્ની, પોતાના પતિ ક્ષીર કદંબ આચાર્યના વચનની, વસુની અવિચલ સત્યવાદિતાની કિંમત નથી આંકી શકતી.
પુત્રનો રાગ તેને સમજાવી રહ્યો છે. “પતિનું વચન કે વસ્તુનું સત્ય તારા પુત્રના રક્ષણની આગળ નગણ્ય છે. તુચ્છ છે!” - સત્યનો રાગ વસુને સમજાવી રહ્યો છે : ગુરુદેવનું વચન અને સત્યની રક્ષા સમક્ષ વિશ્વની કોઈ પણ વસ્તુ કિંમતી નથી!
જો ભાઈનું રક્ષણ કરવા ચાહતો હોય તો “અજનો અર્થ “મેષ' તારે કરવો જોઈએ. મહાન પુરુષો પ્રાણના જોખમે પણ બીજાનું રક્ષણ કરે છે, જ્યારે અહીં તો માત્ર સહેજ બોલવાનો જ પ્રશ્ન છે.' ગુરુપત્ની બોલી.
માતાજી, અહીં માત્ર બોલવાનો પ્રશ્ન નથી, પરંતુ સત્યધર્મના પાલનનો પ્રશ્ન છે. ગુરુદેવના વચનની તથ્યતા રક્ષવાનો પ્રશ્ન છે. મારી સત્યવાદી તરીકેની પ્રસિદ્ધિનો પ્રશ્ન છે.'
વસુને પોતાના મંતવ્યમાં દઢ જોઈ, ગુરુપત્ની રોપથી સળગી ઊઠી. ‘તને તારું સત્ય વહાલું હોય તો તેનું રક્ષણ કર. તને ગુરુપુત્ર વહાલો હોય તો તેનું જતન કર.”
રોપથી કહી, ગુરુપત્નીએ રાજસભામાંથી બહાર નીકળવા માંડ્યું. રાજા વસુ ધ્રુજી ઊઠ્યા. ‘શું કરવું? કોને પ્રાધાન્ય આપવું? ગુરુપુત્રની રક્ષા કરવા જતાં આદર્શનું મૃત્યુ થાય છે, આદર્શની રક્ષા કરવા જતાં ગુરુપુત્રનું મોત થાય છે અને ગુરુપત્નીનું દિલ દુભાય છે.” વસુનું ચિત્ત વ્યગ્ર બન્યું. તેની આંખ સામે ગુરુપત્નીનો રોષ અને ગુરુપુત્રનો જિવાછેદ તરવરવા લાગ્યાં. તે દોડ્યો. રાજ દ્વારમાંથી નીકળતી ગુરુપત્નીની સમક્ષ જઈને ઊભો રહ્યો. તેણે કહ્યું :
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ મહાકાળ અસુર કોણ
૧૦૯ પર્વતના પક્ષમાં ન્યાય તોલાશે...” ઝડપભેર તે આશ્રમમાં આવી. અમે બંને, હું અને પર્વત, વસુરાજાની રાજસભામાં આવ્યા. હું નિર્ભય હતો, કારણ કે મારું અંત:કરણ વિશુદ્ધ હતું. પર્વતના મુખ પર ભયની સૂચક અનેક રેખાઓ તરવરતી હતી, કારણ કે તેનું અંતઃકરણ મલિન હતું. રાજસભા અનેક પ્રસિદ્ધ પંડિતો, કવિઓ અને પ્રજ્ઞાવતોથી ભરાઈ ગયેલી હતી, વાદસભાને યોગ્ય પુરુષોની હાજરી સારી હતી.
વાદસભામાં તો જોઈએ મધ્યસ્થ દષ્ટિ! વાદસભામાં જોઈએ હંસલાઓ ક્ષીર અને નીરનો વિભાગ કરનારા. ક્ષીર એટલે સત્ય અને નીર એટલે અસત્ય. સત્યાસત્યનું યથાર્થ વિભાગીકરણ કરનારા સભાસદોથી વાદસભા શોભે.
વસ સ્ફટિકના સિંહાસન પર આરૂઢ થયો. જાણે આકાશમાં ચન્દ્રમાં ખીલી ઊડ્યો! વાદસભાનું કામ શરૂ થયું. પર્વતે પોતાના પક્ષનું સ્થાપન કર્યું. મેં મારું મન્તવ્ય રજૂ કર્યું. અમે બંનેએ વસુરાજાને સત્ય કહેવા માટે પ્રાર્થના કરી.
વસુના માટે એ છેલ્લો દિવસ હતો, ન્યાય તોલવાની એ છેલ્લી તક હતી. સત્યવાદી તરીકેની એ ચરમ ક્ષણ હતી. ગુરુપત્નીના અનુરોધથી અસત્ય ભાષણ માટે વસુ તૈયાર જ હતો. અમારા બંનેનાં મંતવ્યો સાંભળી, તેના પર કૃત્રિમ પરામર્શ કરવા લાગ્યો અને થોડીક વારમાં તેણે કહ્યું : ‘ગુરુદેવે “અજ'ની વ્યાખ્યા “મેષ' કરી હતી.'
હું તો સાંભળતા જ ડઘાઈ ગયો... પરંતુ હજુ હું વિચાર કરું છું ત્યાં તો એક ભયાનક હોનારત સર્જાઈ ગઈ.. ધડડડ... ધડડડ... ધડડડડ સ્ફટિક સિંહાસન પર અદશ્ય ઘણના પ્રહારો થવા લાગ્યા. સિંહાસન ભાંગીને ચૂરેચૂરા થઈ ગયું. વસુ ભૂમિ પર પછડાયો. તેના મુખમાંથી લોહીની ધારા વહેવા લાગી. અસત્ય ન્યાય તોલવાથી ક્ષેત્રદેવતાઓ ક્રોધાયમાન થયા હતા અને એ દેવોએ જ આ કરાલ વિનાશ તાંડવ સર્યું હતું. ઊંચા સિંહાસન પરથી પછડાયેલો વસુ તત્કાળ મૃત્યુને શરણે થયો, મરીને તે ઘોર નરકમાં પટકાઈ ગયો.
હું તો આ દૃશ્ય જોતાં જ સ્તબ્ધ થઈ ગયો. તત્કાળ હું કંઈ જ સમજી ન શક્યો, પરંતુ વસુનો વિનિપાત જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું. વસુના મૃત્યુ પછી વસુના સિંહાસને તેનો મોટો પુત્ર “પૃથવસુ’ બેઠો. પરંતુ કોપાયમાન થયેલા દેવોએ એને પણ ખતમ કરી નાખ્યો. ત્યાર પછી ક્રમશઃ એના પુત્રો સિંહાસન પર બેસતા ગયા અને દેવો તેમને મારતા ગયા. આઠ પુત્રો માર્યા ગયા, સુવસુ નામનો નવમો પુત્ર ભાગ્યો. તે નાગપુર પહોંચી ગયો, જ્યારે દશમો પુત્ર બૃહદ્રધ્વજ મથુરામાં ચાલ્યો ગયો.
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧0
જૈન રામાયણ વસુના વંશનું પતન થયું. એક દિવસમાં શક્તિમતીનો રાજમહાલય હતો નહતો થઈ ગયો. બીજી બાજુ પ્રજાએ આ સકલ અનર્થના મૂળ પર્વતને મારી મારીને નગરની બહાર તગેડી મૂક્યો. હું ત્યાંથી ખૂબ દુ:ખ સાથે મારા સ્થાને ચાલ્યો ગયો.”
નારદજીની આંખોમાં દિલદર્દ ઊભરાયું. રાવણ, કુંભકર્ણ, બિભીષણ એકતાન થઈને નારદજીની વાણી સાંભળી રહ્યા હતા. નારદજી થંભી ગયા.
દશમુખે પૂછયું : “દેવર્ષિ, પછી એ પર્વત ક્યાં ગયો? તેનું શું થયું?” દેવર્ષિએ દીર્ઘ શ્વાસ લઈને કહ્યું : “એ અભાગી પર્વત નગરની બહાર ગયો. શુદ્ધિમતી નદીના તટ પર આમતેમ ફરતો હતો ત્યાં મહાકાલ નામના એક અસુરે તેને પકડ્યો.”
“એ મહાકાલ-અસુર કોણ દેવર્ષિ?' વચ્ચે જ રાવણે પ્રશ્ન કર્યો. - હિંસક યજ્ઞની શરૂઆતમાં આ મહાકાલ-અસુર પ્રધાન પાત્ર છે. રાવણ! તેને જ્યાં પર્વતને ભેટો થયો ત્યાં તેણે પોતાનું કાર્ય આગળ ધપાવ્યું. પરંતુ મહાકાલ અસુરનો પૂર્વભવ સાંભળવા જેવો છે!”
જરૂર સંભળાવો દેવર્ષિ!' કુંભકર્ણને નારદજીની વાતોમાં ખૂબ મજા આવતી હતી. મહાકાલ અસુરનો પૂર્વભવ સાંભળવા તે ખૂબજ ઉત્કંઠિત બન્યો. નારદજીને વાત કહેવા, તેણે ઉત્સાહિત કર્યા.
નારદજીએ મહાકાલ અસુરનો પૂર્વભવ કહેવો શરૂ કર્યો. ચારણયુગલ નામની એક નગરી હતી.
ત્યાં “અયોધન' નામનો રાજા એની પ્રિય પત્ની ‘દિતિ' સાથે સુખપૂર્વક પોતાનો કાળ નિર્ગમન કરી રહ્યો હતો.
તેમને એક સંતાનની પ્રાપ્તિ થઈ. પુત્રી દિનપ્રતિદિન મોટી થતી ગઈ. તેનું નામ સુલસી પાડવામાં આવ્યું.
પુત્રીનું રૂપ અને લાવણ્ય જોઈને રાજા-રાણીનો ઉમંગ માતો નહોતો. પરંતુ સાથે જ એમને ચિંતા થવા લાગી – “પુત્રીને અનુરૂપ રાજપુત્ર. કેવી રીતે મળશે?' મંત્રીની સલાહથી અયોધન રાજાએ સ્વયંવરનું આયોજન કર્યું. દેશવિદેશના અનેક રાજાઓ સુલસાને વરવાના કોડે ચારણયુગલ નગરીમાં આવી પહોંચ્યા. તેમાં સગર રાજા અતિ એશ્વર્યથી શોભતો હતો. સગરે પોતાની દ્વારપાલિકા મંદોદરીને અયોધનના રાજમહેલમાં જતી-આવતી રાખી અને અયોધનના અંતઃપુરમાં શું ચર્ચા વિચારણા ચાલી રહી છે, તેના પર લક્ષ
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
એ મહાકાળ અસુર કોણ રાખવા લાગ્યો. હજુ સ્વયંવરનો દિવસ દૂર હતો. તે અરસામાં એક દિવસ સુલસા અને તેની માતા દિતિ, મહેલની પાછળના ભાગમાં આવેલા ઉદ્યાનમાં ગયાં. પાછળ છૂપી રીતે પેલી સગરરાજની ગુપ્તચર મંદોદરી પણ ઉદ્યાનમાં ઘૂસી ગઈ.
દિતિ અને સુલસા એક લતામંડપમાં આવીને બેઠાં.
‘મા, તું બોલતી નથી, પરંતુ તારા મનમાં કોઈ ઊંડું ઊંડું દુ:ખ રહેલું છે.’ સુલસાએ માતાના મુખનું નિરીક્ષણ કરતાં કહ્યું.
‘તે શું છે? મને કહે.'
‘તારી વાત સાચી છે બેટી!'
‘એ મારું દુઃખ દૂર કરવાનું તારા હાથમાં જ છે!' દિતિએ મૂળ વાત પર આવતાં કહ્યું.
“તું કહે, મારાથી શક્ય હશે તો તારું દુઃખ દૂર કરીશ. શું મારી માને હું દુઃખી કરવા ચાહું છું?'
‘ના, મારી વહાલી પુત્રી! હું તારા પ્રેમને પરખું છું!'
‘તો હવે તારું ગુપ્ત દુ:ખ મને કહે,'
‘તું સ્વયંવરમાં કોને વરીશ?' દિતિએ ધીમે અવાજે સુલસાની ખૂબ જ નજીક આવી પૂછ્યું.
‘એનો હજુ મેં નિર્ણય નથી કર્યો.'
‘તો તારે...’
‘બોલને, અચકાય છે શા માટે?'
‘મારા ભાઈ સૃષ્ટબિન્દુના પુત્ર મધુપિંગને તો તું ઓળખે છે ને?’
તું
‘સારી રીતે.’
‘કેવો છે એ’
‘ધીર અને વીર.’
‘બસ, તું એના ગળામાં વરમાળા આરોપે, તે હું ચાહું છું.'
માતા અને પુત્રીનો વાર્તાલાપ મંદોદરી ખૂબ એકાગ્રતાથી સાંભળી રહી હતી. દિતિના પ્રસ્તાવનો સુલસા શો પ્રત્યુત્તર આપે છે, તે સાંભળવા તેને ખૂબ જ ઉત્સુકતા થઈ ગઈ.
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૧૨
જૈન રામાયણ
સુલસાએ માતાના પ્રસ્તાવને વિચારી જોયો. ‘મધુમ્પિંગ સોમવંશનો કુલીન રાજપુત્ર છે. રૂપ, ગુણ અને શૌર્યનો તેનામાં સંગમ થયેલો છે. તેને વરવાથી માતાનું દુઃખ દૂર થશે અને હું પણ સુખી થઈશ.'
'મા, તારી ઇચ્છા મુજબ સ્વયંવરમાં હું મધુપિંગને વરીશ.'
‘બસ, બસ! ઘણું સરસ, મારી પુત્રી!' દિતિએ સુલસાને બાહુપાશમાં લઈ આલિંગનથી પ્રેમ અભિવ્યક્ત કર્યો.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુલસાનો પ્રત્યુત્તર સાંભળી સગરરાજની ગુપ્તચર મંદોદરી ચોંકી ઊઠી. ત્વરાથી ત્યાંથી નીકળી ગઈ. સગરરાજના ઉતારે આવી પહોંચી.
સંધ્યાના રંગો હમણાં જ ઊડી ગયા હતા અને પૃથ્વી પર કાળું અંધારું છવાવા લાગ્યું હતું. સગરરાજના ઉતારામાં દીપમાળાઓ જલી ઊઠી હતી. મંદોદરી ઝડપથી સગરરાજના ઓરડામાં પ્રવેશી. આંટા મારી રહેલો સગરરાજ એકદમ થંભી ગયો. તેણે મંદોદરીના મુખ પર ઉત્સુકતા સાથે ભયની લાગણી તરવરતી જોઈ.
‘કેમ, શા સમાચાર છે, મંદોદરી?’ શ્વેત ચાદરથી આચ્છાદિત એક ઊંચી ગાદી પર બેસતાં સગરરાજે પૂછ્યું.
‘મહા૨ાજા, જે કાર્ય માટે આપ અહીં પધાર્યા છો, તે કાર્ય સિદ્ધ નહિ થાય’ ‘એટલે?’ મંદોદરીની વાત ખૂબ મહત્ત્વની અને પોતાના મુખ્ય કાર્ય અંગેની હતી. ‘એટલે એ જ. આપ હવે રસાલા સાથે રાજધાનીમાં પાછા ફરો.' મંદોદરીએ સગરરાજની ઇન્તેજારી ખૂબ વધારી દીધી.
‘પણ શી વાત છે એ તો કહે.'
‘સુલસાએ પોતાની પસંદગી કરી લીધી છે.’
‘કોની?’
‘મધુમ્પિંગની, કલિંગદેશના રાજપુત્રની.'
‘તેં કોના મોઢે સાંભળ્યું?' સગરરાજની વ્યાકુળતા વધી.
‘ખુદ સુલસાના મોઢે.’ મંદોદરીએ સગરરાજને સુલસા અને દિતિ વચ્ચેનો અથથી ઇતિ સુધીનો બધો જ વાર્તાલાપ કહી સંભળાવ્યો.
સગરરાજે મંદોદરીને રવાના કરી, પોતે ચિંતાના સાગરમાં ડૂબકીઓ ખાવા લાગ્યો. જો સુલસા મધુપિંગને વરે તો સગરરાજની પ્રસિદ્ધિ, સગરરાજનું પરાક્રમ, સગરની મહત્તા, સગરની સર્વોપરિતા... બધા જ પર પાણી ફરી
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ મહાકાળ અસુર કોણ
૧૧૩ વળે. સગરને પોતાના નગરમાં જવું લજ્જાસ્પદ બની જાય. ‘શું કરો તો સલસા મધુપિંગને ન વરે? “સાપ મરે નહિ અને લાકડી ભાંગે નહિ તેવા જ કોઈ ઉપાય કરવો જોઈએ. સગર મનોમન વિચાર કરવા લાગ્યો. તેની ઊંઘ હરામ થઈ ગઈ. પલંગમાં પડ્યો પડ્યો તે અપાર વેદના અનુભવવા લાગ્યા. સુલતાને પરણવાના પ્રશ્ન કરતાં હવે તેને પોતાની પ્રતિષ્ઠાનો પ્રશન..., પ્રસિદ્ધિ જાળવવાના પ્રશ્ન વધુ પીડી રહ્યો હતો.
એક વિષયની સ્પૃહા જીવાત્મા કરે છે. તે વિષયમાંથી સુખ પ્રાપ્ત કરી લેવાનો મનોરથ કરે છે. તે મુજબ પ્રવૃત્તિ કરે છે. પરંતુ વિષયમાંથી મનોરથ મુજબ સુખ તો મળશે પણ તે પહેલાં દુઃખ, ત્રાસ અને પરિશ્રમ તો ખરાં જ! સુલાસા એ જગતનો વિષય હતો. સગરે એની સ્પૃહા કરી. સુલસામાંથી સુખ મેળવવા તેને પરણવા આવ્યો! એને પરણીને સુખ મેળવશે ત્યારે ખરું, પણ તે પૂર્વે એ કેટલાં દુઃખ, ત્રાસ અને મૂંઝવણ અનુભવી રહ્યો છે?
બીજી બાજુ હવે સુલતાને મેળવવા મધુપિંગનો ઘાટ ઘડી નાંખવાનું સગર વિચારે છે! સુખની સ્પૃહી... વિષય-જન્ય સુખની સ્પૃહા કેટલી ભયંકર હોય છે! બીજાને મારીને, બીજાને બદનામ કરીને પણ જો વિપયજન્ય સુખ મળે છે, તો સુખલોલુપી જીવ તે જતું નહિ કરે.
સંસારનાં સુખો આવાં છે. કોઈના પતન પર કોઈનું ઉત્થાન છે! કોઈના સ્મશાને કોઈનું સદન છે! કોઈના વિસર્જનમાં કોઈનું સર્જન છે! કોઈના ખૂલનમાં કોઈનું શરણ છે! કોઈના દફનમાં કોઈની વાસનાનું શમન છે! કોઈના કંદનમાં કોઈ મનોહર રમણ છે!
મધુપિંગને બદનામ કરી નાખવાનો એક ઉપાય સગરે વિચાર્યો. તરત જ પોતાના પુરોહિત વિશ્વભૂતિને બોલાવ્યો અને કહ્યું : “વિશ્વભૂતિજી! આજે તમારું એક મહત્ત્વનું કામ ઉપસ્થિત થયું છે.' ફરમાવો રાજેશ્વર! આપના પ્રત્યેક કાર્ય માટે સેવક તૈયાર જ છે.' ‘જો કે તમારા જેવા તેજસ્વી માટે આ કાર્ય અશક્ય નથી, છતાંય કઠિન તો જરૂર છે.”
રાજન! જ્યાં પ્રેમ છે ત્યાં કંઈ જ કઠિન નથી, આપ ફરમાવો!” રાજપુરોહિતે સગરના ચિત્તને પ્રકૃલ્લિત કરી દીધું.
તમારે કાલે ને કાલે પત્રક્ષVIRાંદિતા નામનો ગ્રંથ રચવાનો છે, તેમાં રાજાનાં કેવાં લક્ષણ હોવાં જોઈએ તેનું વિશદ વર્ણન કરવાનું કે જે લક્ષણો
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
જૈન રામાયણ બધાં જ મારામાં ઘટતાં હોય અને સાથે સાથે મધુપિંગમાં લક્ષણો ઘટતાં ન હોય. બલકે મધુપિંગ રાજા તરીકે અયોગ્ય ઠરવો જોઈએ. સગરે પોતાની તરકીબ કહી સંભળાવી...
‘જરૂર મહારાજ! કાલે તૈયાર થઈ જશે.' “તો હું મારા પુરોહિતજીનો અપૂર્વ સત્કાર કરીશ.' “આપનો પ્રેમ એ જ..” કહી પુરોહિત રવાના થયો. સગર પૂર્વવત્ હર્ષથી રાચી રહ્યો. રાજસભા ભરાઈ હતી. સ્વયંવર માટે આવેલા નાના મોટા બધા રાજાઓની હાજરી હતી. મુખ્ય સિંહાસન પર પરાક્રમી અને પ્રસિદ્ધ સગરરાજ બેઠો હતો. અયોધન રાજા તેના પાસેના સિંહાસન પર આરૂઢ થયા હતા. ત્યાં રાજપુરોહિત વિશ્વભૂતિ એક નાનકડી, નાજુક પરંતુ પુરાણી પેટી લઈને રાજસભામાં હાજર થયો. પુરોહિતના હાથમાં પટી જોઈ અયોધને પૂછ્યું : “પુરોહિતજી! કયું પુરાણ લઈ આવ્યા છો ?'
મહારાજા! જો કે આ પુરાણ નથી, પરંતુ પુરાણ જેટલું આ એક મહત્ત્વનું પુસ્તક છે! વિશ્વભૂતિએ ગંભીર વદને પેટીને પોતાના આસનના એક ભાગ પર મૂકતાં કહ્યું.
શું નામ છે એ પુસ્તકનું?” અયોધને જિજ્ઞાસા વ્યક્ત કરી. “નૃપન્નક્ષારસંહિતા સ્પષ્ટ શબ્દોચ્ચાર કર્યો.
ઓહો! નામ તો બહુ સરસ છે! વારુ, પેટી ખોલીને થોડુંક વાંચી સંભળાવો ને!' ‘જરૂર મહારાજ! કંઈ નવું ને નવું, આપને સંભળાવવું એ તો અમારું કામ છે!' પુરોહિતે મસ્તક નમાવીને, વિનમ્ર શબ્દોથી પ્રત્યુત્તર આપ્યો. પેટી ખોલીને અંદરથી મૂલ્યવંત વસ્ત્રથી વીંટાયેલી પોથી બહાર કાઢી. ‘જરા થોભો, પુરોહિતજી મારે કંઈ કહેવું છે...' સગરરાજ બોલ્યા,
જરૂર ફરમાવો મહારાજા!' ‘પહેલાં અહીં બેઠેલા બધા જ રાજા-મહારાજાઓએ એક નિર્ણય કરવો જોઈએ.' શાનો નિર્ણય રાજન?' અયોધને સગરને પૂછયું.
એ કે, આ 'નૃપક્ષસંહિતા' એટલે રાજાઓનાં લક્ષણોનો ગ્રંથ, તો આ લક્ષણો સાંભળ્યા પછી, આ લક્ષણોથી જે હીન હોય તેનો વધ કરવો યા તો કાઢી મૂકવો!'
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ મહાકાળ અસુર કોણ
૧૧૫
સભામાં સ્તબ્ધતા છવાઈ ગઈ. સગરરાજનો પ્રસ્તાવ પ્રસ્તુત છે કે અપ્રસ્તુત, તેની ચર્ચાઓમાં રાજાઓનો આછો આછો ગણગણાટ સંભળાવા લાગ્યો.
જો રાજાઓ સગરરાજના પ્રસ્તાવને આવકારે નહિ તો એમ સિદ્ધ થાય કે રાજાઓને ભય છે કે પોતે લક્ષણહીન ઠરે તો? માટે નિષેધ કરે છે. જો આવકારે તો જરૂર કોઈને અન્યાય થયા વિના રહે નહિ! શું કરવું? વળી આ તો સ્વયંવરના અવસર, તેમાં કોઈના પર આફત ઊતરે તો... વિચાર કરતાં રાજાઓને સગરાજનો પ્રસ્તાવ અયોગ્ય લાગ્યો. પરંતુ હવે વિરોધ કોણ રજૂ કરે ? અયોધન રાજાથી તો કંઈ બોલાય જ નહિ, કારણ કે તેના ઘરે પ્રસંગ છે! બધાં જ તેના મહેમાનો છે. જો અયોધન રાજા વિરોધ કરે તો સગરરાજનું ભારોભાર અપમાન થાય...
મૌન છવાયું.
મૌનું અનુમતમ્ બધા મૌન છે, માટે પ્રસ્તાવ સાથે કોઈને વિરોધ નથી, એમ હું સમજુ છું. માટે પુરોહિતજી, હવે તમે ગ્રંથનું વાંચન શરૂ કરો.’ સગરરાજે વિશ્વભૂતિને ગ્રંથ વાંચવાની આજ્ઞા ફરમાવી.
વિશ્વભૂતિ પુરોહિતે ગ્રંથનો પ્રારંભ કર્યો. તેમણે એક પછી એક લક્ષણ એવી ઢબથી રજૂ કરવા માંડ્યાં કે જેથી સભાને ભાન થવા માંડ્યું કે આ બધાં લક્ષણોથી યુક્ત સગર છે, જ્યારે મધુમ્પિંગ લક્ષણહીન છે! સભાની દૃષ્ટિ વારંવાર મધુપિંગ તરફ પડવા લાગી, ધિક્કારની દૃષ્ટિ, તિરસ્કારની દૃષ્ટિ, હાસ્યની દૃષ્ટિ, બુદ્ધિશાળી મધુમ્પિંગ પણ સમજી ચૂક્યો હતો કે ‘આ મને બદનામ કરવાનું, સુલસા મને ન વરે અને સગરને વરે એ માટેનું ભયંકર કાવતરું છે,' પરંતુ મધુમ્પિંગ પાસે એવો કોઈ જ પુરાવો ન હતો કે જેથી તે આ ગ્રંથને અપ્રામાણિક સિદ્ધ કરી શકે. એની સ્થિતિ કફોડી બની ગઈ. તેને પોતાનું ધોર અપમાન થતું ભાસ્યું. તેણે એક ક્ષણ વિચાર કરી લીધો. ક્ષણ વારમાં તે રાજસભામાંથી અદૃશ્ય થઈ ગયો. તે ચાલ્યો ગયો, રોષ, આવેશ અને વેરથી ધમધમતો ચાલ્યો ગયો. તેણે નગરો છોડ્યાં, ઉદ્યાનો છોડચાં, તે ગાઢ અરણ્યમાં ગયો, ત્યાં તેણે તપશ્ચર્યા તપવા માંડી. એવી શક્તિઓ મેળવવા કે જે શક્તિઓ દ્વારા સગરના કુકૃત્યનો બદલો આપી શકાય. સગરને ખતમ કરી શકાય.
એ ભવમાં તો મધુમ્પિંગ એવી શક્તિઓ પામી ન શક્યો. સગર સુલસાને પરણીને પોતાના નગરમાં ચાલ્યો પણ ગયો.
મધુપિંગનું મૃત્યુ થયું. મરીને તે મહાકાલ અસુર થયું. નારદજીએ કુંભકર્ણની સામે જોયું.
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨ ૧૪. વેરની વસૂલાત
‘ભાઈ, તું મને ઓળખે છે?’ શક્તિમતી નદીને કિનારે નિરાધાર સ્થિતિમાં રખડતા પર્વતને જોઈને મહાકાલ-અસુરે બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો અને એની પાસે આવીને પૂછ્યું.
‘ના, હું આપને નથી ઓળખતો.' પર્વતે જવાબ આપ્યો.
‘મારું નામ શાંડિલ્ય. તારા પિતા ક્ષીરકદંબ ઉપાધ્યાયનો હું મિત્ર છું!' મહાકાલે ડિંગ મારી.
‘મારા પિતાના તમે મિત્ર?'
‘હા! ગૌતમ નામના ઉપાધ્યાયની પાસે તારા પિતા અને હું સાથે અધ્યયન કરતા હતા.'
‘આપ અહીં ક્યાંથી આવી ચઢ્યા?'
‘મેં બાજુના જ ગામમાં સાંભળ્યું કે મારા મિત્રના મહામતિમંત પુત્ર પર્વતને લોકોએ તથા નારદે તિરસ્કાર કરીને કાઢી મૂક્યો છે, ત્યારે હું મારાં બધાં જ કામ પડતાં મૂકી અહીં દોડી આવ્યો. તને જોઈને ભાઈ, હવે મને નિરાંત થઈ.’
ક્ષણ વાર થંભીને મહાકાલે આગળ ચલાવ્યું :
પણ હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. હું તારી પડખે છું.'
‘તમે શું કરશો?’
‘હું. મંત્રશક્તિથી સારા યે વિશ્વને વશ કરીશ. તારા મતને વિશ્વવ્યાપી બનાવીશ. તારા નામને દેશના ખૂણેખૂણે ગુંજતું કરી દઈશ.’
શાંડિલ્ય બ્રાહ્મણની વાત સાંભળીને પર્વત નાચી ઊઠ્યો. એની આંખે ભાવિનો ભવ્ય સ્વપ્નલોક દેખાવા લાગ્યો. પુનઃ પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિની તેને તક દેખાવા લાગી.
ખરેખર, અધોગતિમાં જનાર જીવને નિમિત્તો પણ એવાં જ મળી જાય છે! તે શાંડિલ્ય પ્રત્યે આકર્ષાયો. શાંડિલ્યે પર્વતને બરાબર સકંજામાં લીધો, પર્વત દ્વારા, તેણે પોતાનું ઇષ્ટ કાર્ય સિદ્ધ કરવાનો પ્રારંભ કર્યો.
‘રાવણ! હિંસક યજ્ઞનો પ્રારંભ હવે થાય છે...' નારદજીએ રાવણના પ્રશ્નના પ્રત્યુત્તરની આટલી પૂર્વભૂમિકા સમજાવી.
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
વેરની વસૂલાત
“શું એ મહાકાલ અસુર (શાંડિલ્ય) હિંસક યજ્ઞનો પ્રયોજક છે?” રાવણે
પૂછ્યું.
હા! સગર પ્રત્યેના વેરની વસૂલાત માટે હિંસક યજ્ઞનું મહાકાલે પ્રયોજન કર્યું!
મુનિવર! એ તો કહો, એણે કેવી રીતે હિંસક યજ્ઞ શરૂ કર્યો. અને એમાં સગર સાથેનો વેરનો બદલો કેવી રીતે લીધો?” નારદજીએ જરા ગળું ખોંખારીને વાતને આગળ ચલાવી.
શાંડિલ્ય અને પર્વત ત્યાંથી આગળ વધ્યા... શાંડિલ્ય પોતાની આસુરી શક્તિથી ગામોમાં, નગરોમાં રોગો, વ્યાધિઓ, પીડાઓ ફેલાવવા માંડી. ચારેકોર લોકો ત્રાસ ત્રાસ પોકારવા લાગ્યા. બીજી બાજુ શાંડિલ્ય પ્રચાર કરવા માંડ્યો;
જે કોઈ પર્વતનો મત સ્વીકારશે તેના રોગો શાંત થઈ જશે!' અને જે કોઈ પર્વતના અનુયાયી થવા લાગ્યા તેના રોગો તત્કાળ દૂર થવા લાગ્યા. શાંડિલ્ય પોતાની આસુરી શક્તિથી અદૃશ્યપણે રોગોને દૂર કરવા લાગ્યો. બસ, જોતજોતામાં પર્વતના અનુયાયીઓનો એક વિરાટ વર્ગ તૈયાર થઈ ગયો. ફરતા ફરતા બન્ને સગરરાજના નગરમાં આવી પહોંચ્યા. તેઓએ આખાય નગરમાં અનેક ભયંકર રોગો ફેલાવી દીધા. રાજાના અંતઃપુરમાં, રાજાના મંત્રીવર્ગમાં, રાજાના આખા ય પરિવારમાં જીવલેણ દર્દો ફાટી નીકળ્યાં.
કર્ણોપકર્ણ સગરરાજને પણ સમાચાર મળ્યા હતા કે “આ રોગચાળામાંથી મુક્ત કરનાર કેવળ પર્વત છે. જે પર્વતનો અનુયાયી બને છે, તેના રોગો તત્કાળ ઉપશમી જાય છે. પરિવારની પારાવાર પીડા જોઈને સગરરાજે પર્વતની ભાળ મેળવવી શરૂ કરી. ત્યાં તો સામેથી તેને સમાચાર મળ્યા કે પર્વત પોતાના નગરના ઉદ્યાનમાં જ આવેલો છે. તરત જ પોતાના પ્રધાન પુરુષોને લઈ સગરરાજ નગરની બહાર ઉદ્યાનમાં આવ્યો. એક ઊંચા કાષ્ટાસન પર પર્વત આસન જમાવ્યું હતું. શરીરે સોનાની જનોઈ, કપાળે અનેક રંગના તિલક, લાલ પીતાંબર અને ચારેકોર અનેક રોગગ્રસ્ત માણસોની ભીડ જામેલી હતી.
સંગરે આવીને પર્વતનાં ચરણોમાં મસ્તક નમાવ્યું.
“હે મહાઋષિ! આપની કૃપાથી મારી પ્રજા નીરોગી બને, મારો પરિવાર, મારું અંતઃપુર નીરોગી બને તેમ કરવા અનુગ્રહ કર.” સગરે પર્વતની સામે બેસી, વિનયપૂર્વક હાથ જોડીને વિનંતી કરી.
રાજન! અમારે તો એ કર્તવ્ય જ છે કે દુઃખીનાં દુઃખ દૂર કરવાં.' પર્વત
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
જૈન રામાયણ ઠાવકા મોઢ જવાબ આપ્યો. શાંડિલ્યની દૈવી સહાયથી અલ્પકાળમાં જ પર્વત સગરરાજના સારા કે નગરને રોગમાંથી મુક્ત કર્યું. સગરરાજના આનંદની સીમા ન રહી. પર્વતનો એ અદનાં સેવક બની ગયો. પર્વતના દેવી પ્રભાવોમાં સગર અંજાઈ ગયો.
બિચારો સગરરાજ! એને ક્યાં સમજ છે, કે એનું જ કાસળ કાઢી નાંખવાની આ એક વ્યવસ્થિત જાળ બિછાવવામાં આવી છે. અજ્ઞાનતા એ કેટલો ભયંકર શત્રુ છે? અજ્ઞાનતા સગરરાજને પર્વતનો ભયંકર ભેદ પરખવા દેતી નથી, અજ્ઞાનતા મહાકાલ અસુરની મેલી રમતનો તાગ પામવા દેતી નથી. અજ્ઞાનતાએ સગરરાજને મોતના મુખમાં ધકેલી દીધો.
માટે જ પરમપિતા જિનેશ્વરદેવોએ કેવળજ્ઞાન માટેનો પુરુષાર્થ કરવા, અજ્ઞાનતાને નિર્મૂળ કરી દેવા ઉપદેશ કર્યો છે. અજ્ઞાનતામાં મનુષ્ય મિત્રને મિત્રરૂપે ઓળખી શકતો નથી, અને શત્રુરૂપે ઓળખી શકતો નથી. એટલું જ નહિ, પરંતુ મિત્રને શત્રુ સમજે છે... શત્રુને મિત્ર માને છે! અરે, અજ્ઞાનતામાં મનુષ્ય પોતાની જાતને.. પોતાના જ સ્વરૂપને ઓળખી શકતો નથી. આનાથી વધીને બીજી કઈ કરણતા હોઈ શકે? મનુષ્ય જ્યાં સુધી પોતાના યથાર્થ સ્વરૂપને ન સમજી શક્યો હોય ત્યાં સુધી એ અજ્ઞાનતામાં અટવાયેલો છે. એ સત્ય સ્વીકાર્યું જ છૂટકો.
સગરરાજે પર્વતનાં પડખાં સેવવાં શરૂ કર્યા.
યજ્ઞકર્મના બહાના નીચે પર્વત સગરને સુરાપાન કરતો કર્યો, વેશ્યાગામી બનાવ્યા તેમજ માંસાહારી બનાવ્યો. સગરરાજના ચિત્તમાં ઠસાવ્યું કે : “યજ્ઞમાં દારૂ પીવો એ પાપ નથી! યજ્ઞના નિમિત્તે પરસ્ત્રીને ભોગવવી તે પાપ નથી! યજ્ઞના પ્રસાદરૂપે માંસાહાર કરવો તે પાપ નથી! એટલું જ નહિ, પરંતુ જ્યાં સગરરાજ પાકો સુરાપાની, માંસાહારી અને પરસ્ત્રીગામી બન્યાં એટલે મહાકાલની સૂચનાનુસાર પર્વત સગરરાજને માતૃયજ્ઞ, પિતૃયજ્ઞ વગેરે યજ્ઞોનો મહિમા સમજાવવા માંડ્યા. તેણે સમજાવ્યું :
“માતાને સ્વર્ગ મોકલવી હોય તો યજ્ઞમાં માતાને હોમવી જોઈએ, પિતાને સ્વર્ગમાં મોકલવા પિતાને યજ્ઞના અગ્નિમાં હોમી દેવા જોઈએ.' સાથે સાથે મહાકાલ (શાંડિલ્ય) પોતાની આસુરી શક્તિથી એવી માયા રચી : તેણે આકાશમાં વિમાનો બતાવ્યાં, વિમાનોમાં દેવ બતાવ્યા, તેણે દેવોના મોઢે એવી વાણી બોલાવી, “અમે આ પવિત્ર યજ્ઞથી સ્વર્ગમાં આવ્યા છીએ!”
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેરની વસૂલાત
૧૧૯ ખલાસ! પછી તો પૂછવું જ શું? લોકોએ આંખો મીંચીને હિંસક યજ્ઞો કરાવવા માંડ્યા. “યથા રાજા તથા પ્રજા.' સગરરાજે વારે ને તહવારે ઠેર ઠેર યજ્ઞો કરાવવા માંડ્યા, ત્યાં પ્રજા. શું બાકી રાખે? હજાર, લાખો અને કરોડા પશુઓનાં યજ્ઞની વેદિકા પર બલિદાન અપાવા લાગ્યાં. નારદજીએ રાવણને કહ્યું –
હે દશમુખ! મેં જ્યારે જાણ્યું કે પર્વતે મહાકાલના સહારે માઝા મૂકીને હિંસક યજ્ઞ આરંભ્યા છે ત્યારે મારા હૈયામાં અપાર દુઃખ થયું. નિર્દોષ પશુઓન મૃત્યુના મુખમાંથી ઉગારી લેવા મેં “દિવાકર' નામના મારા એક વિદ્યાધર મિત્રને વાત કરી. તેણે પણ મારી વાત સ્વીકારી અને તેણે જ્યાં યજ્ઞ માટે પશુઓ ભેગાં કર્યાં હતાં ત્યાં જઈ પશુઓનું અપહરણ કરવા માંડ્યું. શરૂઆતમાં તો અમારી આ યોજના ખૂબ કારગત નીવડી. પરંતુ ઠેર ઠેર જ્યારે પશઓનું અપહરણ થવા માંડ્યું ત્યારે પેલો સુરાધમ મહાકાલ ચોંક્યો! તેણે પોતાના વિસંગજ્ઞાનનો ઉપયોગ કર્યો. તેણે અમારી યોજના જોઈ. દિવાકર વિદ્યાધરને પશુઓનું અપહરણ કરતા જોયો. વિદ્યાધરની વિદ્યાનો પ્રતિકાર કરવાનો મહાકાલે એક પ્રબળ ઉપાય શોધી કાઢ્યો. તેણે પરમાત્મા છેષભદેવની પ્રતિમાની સ્થાપના કરવા માંડી, વિદ્યાધર પોતાની વિદ્યાનો ઉપયોગ ન કરી શક્યો. તેમની વિદ્યા પાછી પડવા લાગી. હું નિરપાય થઈ ગયો... હાથ ખંખેરીન અન્ય સ્થળે ચાલ્યો ગયો.
સગરરાજની પાસે અનેક પ્રકારના યજ્ઞો કરાવતાં કરાવતાં, હવે સુરાધમ મહાકાલે એનો ઘાટ ઘડી નાંખવાની તૈયારી કરી.
સગરના રાજમહેલે પિતૃમંધ અને માતુમેધ યજ્ઞ થવા માંડયા. સગરના પુત્રોને પર્વત સમજાવી દીધું : “હવે તમારું કર્તવ્ય માતાપિતાને સ્વર્ગમાં મોકલવાનું છે. આ પરમ યજ્ઞકાર્ય તમારે વિના વિલંબે કરવું જોઈએ. સગરના પુત્રો પણ પર્વતના પ્રભાવથી પ્રભાવિત થયેલા હતા. માતાપિતાને યજ્ઞમાં હોમી દેવાનું નક્કી થયું.
યજ્ઞના મંત્રોચ્ચારો થવા લાગ્યા. નિર્દોષ પશુઓનાં રવાદિષ્ટ માંસની મહેફિલ જામી. નશાદાર સુરાની પ્યાલીઓ ઊડવા લાગી, ભેદી પડદાની પાછળ સગરના અંતઃપુર સાથે, નશામાં ચકચૂર બની દંભી ધાર્મિકોએ પાપલીલાઓ આચરવા માંડી. આજે પર્વતે સગરરાજ અને સુલસાને ખૂબ ખૂબ માંસ ખવડાવ્યું. ખૂબ ખૂબ સુરાપાન કરાવ્યું. પર્વત ઊંચા સ્વરે પિતૃમધનો મંત્રાક્ષર ઉચ્ચાર્યો.
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
જૈન રામાયણ સંકેત મુજબ સગરના પુત્ર સગરને ઉપાડીને યજ્ઞના ધખધખતા અગ્નિમાં હોમી દીધો. પર્વતે મોટા સ્વરે મામધનો મંત્રાલર ઉચ્ચાર્યો, સુલતાને ઉપાડીને હોમમાં હામી દેવામાં આવી.
બસ! કાર્ય સમાપ્ત થઈ ગયું. મહાકાલના કલેજે ઠંડક વળી, વેરની વસૂલાત લેવાઈ ગઈ. પર્વતને રખડતો મૂકી, મહાકાલ પોતાને સ્થાને ચાલ્યો ગયો!
કેવી સ્વાર્થસાધકતા! પોતાના સ્વાર્થને સાધવાની પાછળ કેટલા, અસંખ્ય જીવન કારમાં હત્યાકાંડ! પાપ-લીલાનું કેવું દારુણ અને હિતવિઘાતક પ્રવર્તન
દશમુખ! ત્યારથી આ હિંસક યજ્ઞ ચાલી રહ્યો છે. ત્યારથી ધર્મને નામે હિસા, જૂઠ, દુરાચાર વગેરે સેંકડો પાપો આચરાઈ રહ્યાં છે. પરંતુ હવે મારે તમને એક જ વાત કહેવી છે કે જ્યાં જ્યાં આવા હિંસક યજ્ઞો થતા હોય ત્યાં ત્યાં તે યજ્ઞો તમારે અટકાવવા જોઈએ, કારણ કે તમે સમર્થ છો, શક્તિસમૃદ્ધ છો.”
‘દેવર્ષિ! આપની આજ્ઞા હું શિરે ચઢાવું છું. મારાથી બનતા બધા જ પ્રયત્નોથી આ હિંસક યજ્ઞો નાબૂદ કરીશ.'
રાવણે દેવર્ષિનાં ચરણોમાં નમસ્કાર કર્યા. મરુતુ રાજાએ નારદજીનાં ચરણોમાં પડી, પોતાના અપરાધની ક્ષમા યાચી. નારદજીએ પણ ઉદાર હૃદયે ક્ષમા બક્ષી અને જવા માટે રજા માગી. બંને રાજાઓએ દ્વાર સુધી જઈને નારદજીને વિદાય આપી. નારદજી તો ત્યાંથી ક્ષણવારમાં આકાશમાર્ગે અદૃશ્ય થઈ ગયા.
મતુ રાજા તો અચરજ પામી ગયો. આ દિવ્ય પુરુષ કોરા? રાવણ પણ જેમને નમે, બહુમાન કરે!”
પરાક્રમી! આ કૃપાસાગર મહાપુરુષ હતા કે જેમણે મને ઘોર પાપમાંથી ઉગારી લીધો? મતે રાવણ પાસેથી નારદજી અંગે જાણવાની ઇચ્છા વ્યક્ત કરી.
રાજન! એ મહાપુરુષ નારદજી” તરીકે પૃથ્વી પ્રસિદ્ધ દેવર્ષિ હતા! તેમનો ઇતિહાસ પણ રમૂજી અને રોમાંચક છે!”
મોટા ભાઈ! કહોને ત્યારે એ ઇતિહાસ! ભૂતકાળના અનંત ક્ષેત્ર પર જ પરિભ્રમણ કરવાનો આજનો દિવસ છે!' બિભીષણે કહ્યું :
નમતો પહોર હતો.
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેરની વસૂલાત
૧ ૨૧ નારદજીએ કહેલો હિંસક યજ્ઞનો લાંબો ઇતિહાસ સાંભળ્યા પછી, બધા જ નારદજી અંગે સાંભળવા માટે આતુર હતા. તેમાંય રાવણને મોઢે સાંભળવાની તક મળતાં સહુને આનંદ થયો. રાવણે ધીમા સ્વરે વાતનો પ્રારંભ કરતાં કહ્યું :
એક અરણ્ય હતું પણ મનને મહેકાવી દે તેવી ત્યાં મધુરતા હતી. દિલને ડોલાવી તેવું ત્યાં સૌન્દર્ય હતું. આત્માને રસતરબોળ કરી દે તેવી ત્યાં શાંતિ અને શીતળતા હતી. ત્યાં એક આશ્રમ હતો. નાનકડી એક કુટિર! તેમાં એક તાપસ પોતાની પત્ની સાથે રહે.
તાપસનું નામ બ્રહ્મરુચિ અને તાપસની પત્નીનું નામ કુમ. બસ, અરણ્યનાં ફળો ખાઈને સુધા શમાવવાની. નદીનું પાણી પીને તૃષા છિપાવવાની, વક્ષની છાલનાં વસ્ત્ર બનાવીને શરીર ઢાંકવાનું! બાકી આખો ય દિવસ પરમાત્માનું નામસ્મરણ કરતાં કરતાં પસાર કરવાનો. પરંતુ હજુ તેઓ બ્રહ્મચારી ન હતાં, છતાં વિષયાસક્ત ન હતાં. કાળક્રમે ઋષિપત્ની ગર્ભિણી બની. એ અરસામાં એક પુણ્ય પ્રસંગ બન્યો.
કેટલાક જૈનશ્રમણો બ્રહ્મરચિ તાપસના આશ્રમે આવી ચઢયા. બ્રહ્મરચિએ શ્રમણોનો સત્કાર કર્યો. એક ઘટાદાર વૃક્ષની નીચે, સ્વચ્છ ભૂમિ પર, શ્રમણોએ વિસામો કર્યો. બ્રહ્મરુચિ શ્રમણની સામે આવીને બેઠો. શ્રમણોએ બ્રહ્મરુચિ તાપસના ભાવુક, ઉન્નત આત્માને પારખ્યો. તેને સાચું માર્ગદર્શન આપી સન્માર્ગે ચડાવવાની શ્રમણોએ ભાવના કરી.
મહાનુભાવ! તમે અહીં ઘણા સમયથી રહેતા લાગો છો.” શ્રમણોએ વાર્તાલાપ શરૂ કર્યો.
હા જી બ્રહ્મચિએ વિનયયુક્ત જવાબ આપ્યો. તમે ઘર અને નગર ત્યાગીને અહીં – વનમાં કેમ વસ્યા છો?' “પરમ બ્રહ્મની પ્રાપ્તિ કરવા માટે.' ‘પણ તમે તો અહીં પણ નવો જ સંસાર શરૂ કર્યો છે. પછી પરમ બ્રહ્મની પ્રાપ્તિ કેવી રીતે થશે?'
એટલે આપનું કહેવાનું તાત્પર્ય શું છે?
એ જ કે પરમ બ્રહ્મની પ્રાપ્તિ માટે તો વિપયિક સુખનો ત્યાગ કરવો જોઈએ, સ્ત્રીનો સહવાસ ત્યજવો જોઈએ. પરમ બ્રહ્મની પ્રાપ્તિ માટે જ્ઞાન,
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
જૈન રામાયણ ધ્યાન, તપ, ત્યાગ અને ગુસેવા વગેરે અનેક બાહ્ય-અત્યંતર સાધનામાં મગ્ન થઈ જવું જોઈએ. આ રીતે વનમાં રહેવાથી સર્વથા નિષ્પાપ જીવન જીવી શકાય નહિ. છ પ્રકારના જીવો(પટકાય)ને સર્વથા અભયદાન આપી શકાય નહિ.'
તાપસ એકાગ્રતાપૂર્વક શ્રમણની સાકરમધુર વાણીને સાંભળી રહ્યો હતો. શ્રમણોએ પરમાત્મા જિનેશ્વરદેવના શાસનનો સર્વાગ સંપૂર્ણ, નિષ્પાપ સાધનામાર્ગ બતાવ્યો. સાધક જીવનની ભવ્ય દિનચર્યા સમજાવી. પરમાત્માનો અદ્ભુત તત્ત્વમાર્ગ બતાવ્યો.
તાપસના અંતઃકરણમાં સમ્યગુજ્ઞાનનો રત્નદીવો પ્રગટી ગયો. તેને શ્રમણોની વાત ગમી. તેને સાધનાનાં સોપાનો આરોહણ કરવાનાં અરમાન જાગ્યાં. તેણે ગૃહસ્થજીવનની સાધનાનો ખ્યાલ મેળવ્યો.. પણ એનાથીય આગળ સાધના કરી લેવાની ભાવના તેને જાગ્રત થઈ. શ્રમણ પાસેથી શ્રમણ જીવનની સંપૂર્ણ રૂપરેખા જાણી ત્યારે હૃદયમાં હર્ષનો સાગર હિલોળે ચડયા.
તેણે પોતાની ધર્મપત્ની કુર્મીને પણ બોલાવી. તેણે પણ શ્રમણોના પાવન મુખે ગૃહસ્થજીવનની ચર્યા સમજી લીધી. શ્રાવિકા બનવાના તેને પણ મનોરથ જાગ્યા. બ્રહ્મરુચિએ કર્મીને પૂછી જોયું કે પોતે શ્રમણ બને તો તેની અનુમતિ છે ને? તેને દુઃખ નહિ થાય ન? કુર્મી પતિના અભિપ્રાયને, પતિના પ્રિયને સમજનારી હતી. તેણે પતિની શ્રમણ બનવાની ભાવનાને અનુમતિ આપી. શ્રમણોએ ત્યાં જ બ્રહ્મરચિને શ્રમણવેશ સમર્યો. ગર્ભિણી પિપત્નીને શ્રાવિકા-ધર્મ આપ્યો.
શ્રમણોએ ત્યાંથી બ્રહ્મચિને લઈને વિહાર કર્યો. કુમ આશ્રમમાં રહી ગર્ભનું કાળજીપૂર્વક પાલન કરવા લાગી.
શ્રાવિકા બનેલી ઋષિપત્ની હવે રોજ શ્રમણોએ આપેલા નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરે છે અને પરમાત્મા જિનેશ્વરદેવનું નામસ્મરણ કરે છે. તેણે કંદમૂળનો ત્યાગ કર્યો અને ભક્ષ્ય એવાં જ ફળો પર નિર્વાહ કરવા માંડ્યો. નદીનું પાણી ગાળીને ઉપયોગમાં લેવા માંડ્યું .
નવ મહિના પૂર્ણ થયા. ઋષિપત્નીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. પરંતુ જગતની બીજી માતાઓ જે પુત્રોને જન્મ આપે છે તેના કરતાં આ પુત્રનો જન્મ આશ્ચર્યજનક બન્યો! જન્મતાં બીજાં બાળકોની જેમ આ ઋષિપત્ર રોતો નથી! રુદન ન કર્યું, માટે તેનું નામ “નારદ' કહેવાયું
નવજાત પુત્રને આશ્રમના આંગણામાં, એક રમણીય વૃક્ષની નીચે, પર્ણની પથારી પર, રમતો મૂકી ઋષિપત્ની નદીમાં પાણી ભરવા ગઈ.
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વેરની વસૂલાત
૧૨૩ અહીં દેવલોકના “ભક જાતના દેવો મનુષ્યલોકનાં તીર્થોની યાત્રા કરીને પાછા વળતા હતા. આ બાળકના પ્રકૃષ્ટ પુણ્ય દેવોનાં દિલને આકર્ષ્યા. બાળકને ઉપાડી જવાનો વિચાર કરી દેવો બાળકની પાસે આવ્યા અને બાળકને વિમાનમાં બસાડી, પોતાના સ્થાને ચાલ્યા ગયા, દવાઅ અ વિચાર ન કર્યો કે, જ્યારે આ બાળકને એની માતા નહિ જુએ ત્યારે એ કેવું કારમું રુદન કરશે? એની સ્થિતિ કેવી કફોડી થશે?
સંસારી જીવોની આવી જ સ્થિતિ હોય છે. પોતાના સુખની પાછળ સંસારી જીવ બીજાનાં દુ:ખનો વિચાર નથી કરતો; બીજાનાં દુ:ખની પરવા કર્યા વિના કેવળ પોતાના સુખનાં જ વિચાર કરનારા સંસારી જીવો હોય છે.
કર્મી પાણી ભરીને આશ્રમમાં આવી, આવીને તરત જ પોતાના પુત્રની પાસે ગઈ. પરંતુ સુકોમળ પર્ણની પથારી ખાલી પડી હતી. કુર્માના પેટમાં મોટી ફાળ પડી. તેણે આજુબાજુ તપાસ કરી, પરંતુ પુત્રને ન જોયો. કર્મી ખૂબ વિહ્વળ બની ગઈ. તેની આંખમાંથી આંસુની વર્ષા થવા લાગી. કરણ વિલાપ કરતી તે અટવીમાં ફરવા લાગી. પુત્રના વિરહમાં તેના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યો. તે ખાવાનું ભૂલી, પીવાનું ભૂલી, બસ, પુત્રને યાદ કરી કરીને રદન કરવા સિવાય તેને કઈ સૂઝતું નથી. અનેક પ્રકારના વિકલ્પોમાં તે અટવાવા લાગી. “શું મારા પુત્રને કાંઈ જંગલી પશુ ઉપાડી ગયું હશે? શું મારા લાડલાને કોઈ ચોર ઉપાડી ગયો હશે? અરેરે.. મારા એ વહાલા પુત્રનું શું થયું હશે?...” તેને હવે આશ્રમ આ કરો લાગવા માંડયો.
ઘણા દિવસો વીત્યા પણ પુત્રનો પત્તો ન લાગ્યો, ત્યારે કુર્મીએ પતિને માર્ગે જવાનો નિર્ણય કર્યો. સભાગ્યે “ઇમાલા નામનાં સાધ્વીજી મહારાજ મળી ગયાં. તેમની પાસે કુર્માએ સાધ્વીજીવન સ્વીકાર્યું. શોકની લાગણીને વૈરાગ્યના અમૃતકુંડમાં ઝબોળી દઈ કુર્મી પ્રશાંત બની.
દવોએ બાલ નારદને ખૂબ લાલનપાલનથી ઉછેરવા માંડ્યો. દેવાની કાળજી એટલે પછી પૂછવું જ શું? એકલું લાલનપાલન જ નહિ, પરંતુ અનેક કળા, અનેકવિધ શાસ્ત્રો પણ શીખવ્યાં. યવનમાં પ્રવેશતાં નારદજીને દેવોએ ‘આકાશગામિની' વિદ્યા આપી.
નારદજીએ પોતાનો વેશ વિચિત્ર રચ્યો! તેમણે પોતાના માથે વાળ વધવા દીધા અને વધેલા વાળની મજેદાર જટા બાંધવા લાગ્યા! મસ્ત યવન અને ઊંચી જટા, નારદજી ન તો ગૃહસ્થ લાગે કે ન તો સાધુ! બસ, આકાશમાં
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
માયણ ઉડ્ડયન કરવાની વિદ્યાથી તેઓ ભિન્ન ભિન્ન શાશ્વત તીર્થોની યાત્રા કરવા લાગ્યા! વચ્ચે કોઈ આકર્ષક નગર, વન કે ગુફા દેખાય તો ઊતરી પડે નીચે. હા, તેઓ કોઈના દ્વારે ગયા અને તેમનું જ સ્વાગત ન કર્યું તો પેલાના બાર જ વાગ્યા સમજવા! એમને ઝઘડો જોવાનો શોખ! ઝઘડો જોવા ન મળે તો ઝઘડો કરાવવાનો! સંગીતનો પણ એટલો જ રસ! હાથમાં વીણા રાખીને ફરવાના
આ બધાની સાથે એમની ગુણસમૃદ્ધિ પણ જેવી તેવી નથી. તેઓ અણુવ્રતધારી
અણુવ્રત એટલે શું?’ મરુત રાજાએ વચ્ચે જ પ્રશ્ન કર્યો. “અણુવ્રત પાંચ છે. વ્રતનું આંશિક પાલન કરનાર અણુવ્રતી કહેવાય, વ્રતનું સર્વથા પાલન કરે તે મહાવ્રતી કહેવાય.
૧. હિંસા ન કરવી. ૨. જૂઠ ન બોલવું. ૩. ચોરી ન કરવી. ૪. મૈથુન ન સેવવું. ૫. પરિગ્રહ ન રાખવો.
આ પાંચેય વ્રતોનું નારદજી અમુક અંશે પાલન કરે છે. હમણાં જ તમે ન જોયું? આ હિંસક યજ્ઞ જોઈને તેમને કેટલું દુઃખ થયું હતું? હિંસા બંધ કરાવવા તેમણે કેટલી બધી ધમાલ મચાવી? બસ, તેઓ પૃથ્વી પર ઇચ્છા મુજબ વિચરતા જ રહે છે! તેમણે લગ્ન કર્યું નથી અને કરવાના પણ નથી! તેઓ બ્રહ્મચારી છે.'
નારદજી અંગેની આટલી રસપૂર્વક માહિતી આપી રાવણે હવે આગળ પ્રયાણ કરવાની મરુતુ રાજા પાસે ૨જા માંગી.
0
0
0
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૫. મથુરામાં મધુનું મિલન રાજપુરમાં રાવણ ધારણા કરતાં અધિક રોકાયો.
મતરાજે પોતાની કનકપ્રભા નામની કન્યાનું રાવણ સાથે લગ્ન કર્યું. તેથી રાવણ સાથે મતની મૈત્રી પાકી બની. રાવણે અહીંના રમણીય ઉદ્યાનોમાં કેટલોક કાળ નિર્ગમન કર્યો. એક દિવસ પાતાલલકાના અધિપતિ ખર વિદ્યાધરે આવીને કહ્યું.
હે લંકાપતિ! હવે આપણે આગળ પ્રયાણ કરવું જોઈએ. કેમ કે આપણે હજી એક પ્રબળ શત્રુને પરાસ્ત કરવાનો છે...”
બરાબર યાદ કરાવ્યું! ખરને હસીને દશમુખે પ્રત્યુત્તર આપ્યો અને સાથે જ પ્રયાણ કરવાની સૈન્યને આજ્ઞા કરી.
એક પ્રભાતે, ખુશનુમા હવામાનમાં રાવણે આકાશમાર્ગે પ્રયાણ પ્રારંવ્યું. થોડાક કલાકો વીત્યા.
આ મથુરા આવ્યું... વાનરેશ્વર સુગ્રીવે મોટા અવાજે દશમુખને કહ્યું. ‘વિમાન નીચે ઉતારો.' રાવણે આજ્ઞા કરી.
જોતજોતામાં મથુરાનો બાહ્ય પ્રદેશ મનુષ્યો અને પ્રાણીઓથી સાગરની જેમ ઊભરાવા લાગ્યો. મથુરાનરેશ હરિવાહન, પુત્ર મધુની સાથે રાવણની સેવામાં પ્રેમથી ઉપસ્થિત થયા. બંને રાજાઓએ અરસપરસ પ્રેમથી વાર્તાલાપ કર્યો. ત્યાં રાવણની દૃષ્ટિ રાજપુત્ર મધુ પર પડી. મધુ એટલે સાચે જ મધુ હતો! તેનું મુખડું અને તેનું વયણું! જાણે મધઝરતો મધપૂડો!
રાવણ ખૂબ પ્રસન્ન થઈ ગયો, પણ તરત જ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. તેણે રાજપુત્ર મધુના પાસે ‘શૂળ' નામનું શસ્ત્ર જોયું. શસ્ત્ર માત્ર શસ્ત્ર જ ન હતું પણ એ શસ્ત્ર દેવી હતું. શસ્ત્રનું તેજ, આકાર અને પ્રતાપ જોઈને રાવણે હરિવહન રાજાને પૂછુયું :
રાજનુ! રાજપુત્રની પાસે આ શૂળ આયુધ ક્યાંથી આવ્યું?' ‘હરિવાહને મધુને પ્રત્યુત્તર આપવા આંખનો ઇશારો કર્યો. મધુએ મધુર વાણીમાં લંકાપતિના પ્રશ્નનો પ્રત્યુત્તર આપ્યો :
હે પૂજ્ય! આ શુળ શસ્ત્રની પાછળ જન્માંતરનો રોમાંચક ઇતિહાસ પડેલો છે. વાત જરા લાંબી છે.”
એમ? બહુ સરસ! જરાય સંકોચ રાખ્યા વિના તે કહે.” રાવણે મધુને પોતાની પાસે બેસાડતાં, એની પીઠ પર હાથ ફેરવીને કહ્યું,
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
જૈન રામાયણ રાજપુત્ર મધુએ વાતને આરંભી.
એક ઊજળી રાતે હું રાજમહેલને ઝરૂખે બેઠો હતો. ચંદ્રની ચાંદની સાથે મોન રીતે મધુરતા માણી રહ્યો હતો ત્યાં અચાનક મારી સમક્ષ એક દિવ્ય આકૃતિ ઉપસ્થિત થઈ. મેં મનોમન નિર્ણય કર્યો કે, “આ કોઈ દિવ્ય, દેવી પુરુષ છે.” છતાં મેં પૂછ્યું :
આપ કોણ છો? ક્યાંથી આવ્યા છો? શા માટે આવ્યા છો?”
એ દિવ્યપુરુષે રસનીતરતી વાણીમાં કહ્યું : “રાજપુત્ર, હું તને એક વાર્તા કહીશ. બસ, એ વાર્તા સાંભળતાં જ તારા ત્રણેય પ્રશનોનો તને ઉત્તરો મળી રહેશે.”
હે લંકાપતિ, આટલું કહી તેણે મને કેવી રોમાંચક, રસભરપૂર વાત કહી તે હું તમને કહીં બતાવું. પરંતુ નકલ તે નકલ! મેં પોતે જે એના મુખે વાર્તા સાંભળી, બસ એની સ્મૃતિ, એનું સ્વપ્ન આજે પણ મને આનંદથી ભરી જાય છે.” એ દિવ્ય પુરુષે કહ્યું :
જેવી રીતે આ જંબુદ્વીપ છે, તેવી રીતે લવણા સમુદ્રની પેલે પાર ધંધાતકીખંડ' નામની ધરતી છે. ત્યાં આ ભરતક્ષેત્ર જેવું ઐરાવત નામનું ક્ષેત્ર છે. એ ઐરવત ક્ષેત્રમાં “મહાપુરુ' નામની એક નગરી હતી. નગરીની ચારે કોર સો દરવાજા હતા! ત્યાં બે મિત્રો વસતા હતા. એક હતો રાજપુત્ર સુમિત્ર અને બીજો હતો શ્રેષ્ઠીપુત્ર પ્રભાવ. બન્નેની મૈત્રી વસન્ત અને કામદેવ જેવી! જ્યાં સુમિત્ર ત્યાં પ્રભવ, અને જ્યાં પ્રભવ ત્યાં સુમિત્ર! બાલ્યકાળમાં એક જ ગુરુની પાસે બંનેએ કલાભ્યાસ કર્યો. એક જ મેદાનમાં તેઓ રમ્યા. એક જ થાળીમાં તેઓ જમ્યા. સૃષ્ટિના અવિચ્છિન્ન ક્રમ મુજબ બંનેએ યવનકાળમાં પ્રવેશ કર્યો.
રાજપુત્ર સુમિત્રા મહાપુરુના રાજ્યસિહાસને આરૂઢ થયો. મિત્ર પ્રભાવને પણ રાજા સુમિત્રે પોતાની સમાન બનાવ્યો! જેવી સમૃદ્ધિ પોતાની પાસે તેવી સમૃદ્ધિ પ્રભવની પાસે! જેવી સત્તા પોતાની પાસે તેવી સત્તા પ્રભવની પાસે! સત્તા અને સમૃદ્ધિની વચ્ચે ય પણ સુમિત્ર-પ્રભવની મૈત્રી અતુટ રહી.
એક દિવસ એક શાહ સોદાગર રાજા સુમિત્રની પાસે ઉપસ્થિત થયો. તે સોદાગર ઘોડાનો વેપારી હતો. કેટલાક લક્ષણવંતા તેજસ્વી અશ્વોને લઈને તે આવ્યો હતો. રાજા સુમિત્રે તેમાંથી એક અને પસંદ કર્યા અને એ જ દિવસે એના પર સવારી કરી. નગર બહારના એક વિશાળ મેદાન પર અશ્વને દોડાવવા માંડ્યો. અશ્વ પવનવેગી હતો! એણે આંખના પલકારામાં મેદાનને વટાવી દીધું; રાજાએ અશ્વને ઊભો રાખવા લગામ ખેંચી, પરંતુ આજે તો પોતાનો વેગ બમણો કરી દીધો! વનની વાટ પકડી તેણે દોટ મૂકી.. જેમ જેમ
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મથુરામાં મધુનું મિલન
૧૨૭ સુમિત્ર લગામ ખચે તેમ તેમ અશ્વની ગતિ વધે! અશ્વનો વેગ અતિશય વધી જતાં, સુમિત્રના હાથમાંથી લગામ છૂટી ગઈ, તેની આંખે અંધારાં આવી ગયાં.
પણ જ્યાં લગામ છુટી ત્યાં જ અશ્વ થંભી ગયો! રાજા ઊતરી પડ્યો. રાજા એક પલ્લીમાં આવી ચડ્યો. સુધા અને તૃષાથી વ્યાકુળ બન્યો. બાજુમાં જ તેણે પલ્લીવાસીઓનાં માટીમંદિરો જોયાં. રાજા એક મોટા સ્વચ્છ માટીગૃહની નજીક આવ્યો. ઘરના આંગણામાં એક નવયૌવના આ પરદેશીને તાકી તાકીને જોઈ રહી હતી અને જ્યારે રાજાને એના જ ઘર તરફ આવતો જોયો ત્યારે તે ભય, લજ્જા અને આંતર હર્ષ વગેરે અનેક મિશ્ર લાગણીઓ અનુભવી રહી.
“પાણી મળશે?” નજીક આવી, રાજાએ એ જ યૌવનાની પાસે પાણીની માગણી કરી. તરત જ એ ઉતાવળે પગલે ઘરમાં ગઈ અને એક ઊજળા લોટામાં ઠંડું હિમ જેવું પાણી ભરી લાવી, રાજાના હાથમાં આપ્યું. પાણી તો આપ્યું પણ સાથે પોતાનું દિલ પણ આપ્યું, પ્રેમવારિના પ્યાલા ભરીને પાયા. સુમિત્રમાં જેમ રૂપ અને યૌવન ધબકી રહ્યું હતું તેમ એ કન્યામાં પણ રૂપ અને યૌવન ઝબકારા લઈ રહ્યું હતું. બંને માન હતાં, પણ તેમનાં મનડાં વાચાળ બની ગયાં હતાં. બંને મૌન હતાં પણ બંનેનાં લોચનિયાં પાર વિનાની વાતો કરી રહ્યાં હતાં. કન્યા પાણી પાઈને આંગણામાં આસપાલવના વૃક્ષની છાયામાં ઢોલિયો ઢાળી, રાજાને બેસવાનો ઇશારો કરી, ઘરમાં ચાલી ગઈ.
અનુરાગના બંધનમાં બદ્ધ થયેલો સુમિત્ર. ઢાળેલા ઢોલિયા પર બેસી ગયો. ત્યાં એ ઘરના માલિક કે જે આ પલ્લીનો અધિપતિ હતો, તે આવી ગયો. તેણે પોતાના આંગણામાં એક બાજુ શણગારેલા અશ્વને હણહણતો જોયો અને બીજી બાજુ રાજપોશાકમાં સજ્જ સુમિત્રરાજને જોયો. પલ્લીપતિ સુમિત્રના રાજ્યાભિષેક વખતે તે નગરમાં હતો. તેણે સુમિત્રને ઓળખ્યો. પોતાના માલિક તરીકે ઓળખ્યો. તેના હર્ષનો કોઈ પાર ન રહ્યો. દોડતા આવીને તેણે સુમિત્રનાં ચરણોમાં વંદન કર્યા અને પોતાને આંગણે પધારવા માટેનો હર્ષ વ્યક્ત કર્યો. સુમિત્રે પણ પોતે કેવી રીતે અહીં આવી ચડ્યો, તેની વાત કહી.
ત્યાં તો પેલી યૌવના કે જે પલિપતિની પુત્રી “વનમાલા” હતી તે આવી પહોંચી. એક ધોયેલા કેળપત્રમાં વનનાં મધુર ફળો કાપીને તે લાવી હતી, એક પ્રેમી પરદેશીના સત્કાર માટે, એક અજાણ્યા અતિથિના સત્કાર માટે, તેનો આત્મા ડોલી ઊઠ્યો હતો. પરદેશીની પાસે પોતાના પિતાને બેઠેલો જોઈ વનમાલા ખમચાઈ, લજ્જાથી તે બે ડગલાં પાછી પડી ગઈ. પલ્લીપતિએ પુત્રીને જોઈ.
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
જૈન રામાયણ આવ પુત્રી આવ! આજે તો આપણા આંગણે આપણા માલિક પધાર્યા છે! ઓળખ છે આમને? મહારાજા સુમિત્ર છે !'
વનમાલાને મન પિતાની વાત કોઈ મહત્ત્વની ન હતી. એણે તો ક્યારની ય આ પરદેશીની પરખ કરી લીધી હતી અને એનો સત્કાર કરવા થનગની ઊઠી હતી. મધુર ફળોથી રાજાએ પોતાની ક્ષુધા શમાવી.
બીજી બાજુ વનમાલાનો રાજા પ્રત્યેનો અનુરાગ, વનમાલાની માતાના જાણમાં આવી ગયો. “જો રાજા પોતાની પુત્રીને પરણે તો સુખી બને...' આ વિચાર તેણે પોતાના પતિને જણાવ્યો. પલ્લીપતિને પણ વાત ગમી. તેણે રાજાને પ્રણામ કરી વિનંતી કરી :
મહારાજા! આપ અમારા આંગણે પધાર્યા છો તો અમારી એક ભેટ આપને સ્વીકારવી પડશે!' ‘તમારી ઘણી સેવા લીધી... હવે વિશેષ શું જોઈએ!' રાજાએ સસ્મિત કહ્યું . ‘તમારે જોઈતું ભલે ન હોય, પરંતુ અમારે આપવું છે!”
રાજાને જોઈતું જ હતું ને વૈદ્ય બતાવ્યું! પલ્લીપતિએ ત્યાં જ પોતાની પુત્રી વનમાલાનો સુમિત્ર સાથે વિવાહ કરી દીધો. વનમાલાને લઈને રાજા અશ્વ પર નગરમાં પાછો વળ્યો.
કેવી સંસારની વિચિત્ર ઘટનાઓ! રાજાએ અશ્વ ખરીદવ, જાતે જ સવારી કરવી, અટવીમાં પહોંચવું, પલ્લીપતિને આંગણે જવું, કન્યાની સાથે પ્રણય થવો, લગ્ન થવું, બધું ન ધાર્યાનું બન્યું. ધારણા બહારનું બને અને ધારણાઓ નિષ્ફળ જાય એ તો આ સંસારની એક આગવી ખાસિયત છે!
વનમાલાને લઈને તે સીધો જ રાજમહેલમાં આવ્યો. અહીં મહેલમાં તો સુમિત્રના જવાથી બધાના હોશકોશ ઊડી ગયા હતા. તેમાંય મિત્ર પ્રભવની સ્થિતિ તો સાવ કફોડી થઈ હતી. મિત્રના વિરહમાં તેણે ખાવા ને પીવાનું, ફરવાનું ને ઊંઘવાનું... ગીત અને ગાન બધું મૂકી દીધું હતું, પણ જ્યાં તેણે દૂરથી અશ્વ ઉપર એક અજાણી સ્ત્રીની સાથે રાજાને આવતો જોયો ત્યારે તે આનંદવિભોર બની ગયો.
રાજા પણ આવતાંની સાથે મિત્રને ભેટી પડ્યો. તેણે તેને અટવીનાં રોમાંચક પ્રસંગ કહ્યો. પ્રભવને ખૂબ આનંદ થયો. તેણે વનમાલાને જોઈ, પરંતુ વનમાલા પર દૃષ્ટિ પડતાં જ તેના હૃદયમાં વિકારનો દાહ ઉત્પન્ન થયો. તરત જ મહેલમાંથી નીકળી, પોતાના ઘેર આવી ગયો. તેને પોતાના ઘેર આવ્યું પણ મન તો “ઘેર' ન આવ્યું તે ન જ આવ્યું. વનમાલાની કોમળ દેહલતા, તેનાં
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મથુરામાં મધુનું મિલન
૧૨૯
મોટાં મોટાં છતાં પ્રેમરસથી છલકાતાં લોચનો, પ્રભવની આંખ સામે તરવરી રહ્યાં. વનમાલામાં પ્રભવ વિવશ બની ગયા. તેનો સમગ્ર જીવનમાંથી રસ ઊડી ગયો. વનમાલાની અપ્રાપ્તિમાં તે ઝૂરવા લાગ્યો. પ્રભવનું શરીર સુકાવા લાગ્યું. સદા હસતું મુખ બેચેન અને ગમગીન બની ગયું. રોજ સભામાં જાય છે. સુમિત્રને મળે છે પણ માત્ર તે વ્યવહાર પૂરતું જ! સુમિત્ર તેની લથડતી જતી તબિયત જોઈને બેચેન બનવા લાગ્યો. વનમાલા પણ રાજા સુમિત્રની બેચેની ટાળી શકી નહિ. પ્રભવને સુમિત્ર તેની અસ્વસ્થતાનું કારણ પૂછે છે પણ પ્રભવ મૌન રહે છે તો ક્યારેક જૂઠ્ઠું બોલે છે. ક્યારેક બીજી વાત કાઢીને પ્રસંગ ટાળે છે, પણ એક દિવસે તો સુમિત્ર મિત્રના હૃદયને જાણવાનો મક્કમ નિર્ધાર કર્યો.
‘મિત્ર તું કહે, તારે કહેવું જ પડશે...' પલંગમાં અસ્વસ્થ હાલતમાં પાગલની જેમ આળોટતા પ્રભવની પાસે બેસી, તેનું મસ્તક પોતાના ખોળામાં લઈ ખૂબ જ લાગણીભર્યા શબ્દોથી સુમિત્રે કહ્યું.
પ્રભવનાં વસ્ત્રો મલિન થઈ ગયાં હતાં. ઘણા દિવસોથી તેણે સ્નાન પણ નહોતું કર્યું. આખો ઊંડી ગઈ હતી... તેજ ફિક્કુ પડી ગયું હતું. તેનું હૃદય અકથ્ય વેદનામાં આર્ત્ત બની ગયું હતું. સુમિત્રના પ્રશ્નમાં પ્રભવ મૌન રહ્યો. તે સુમિત્રની સામે પણ જોઈ ન શક્યો.
'તું આમ મૌન રહીશ, પ્રભવે?' પોતાના બે હાથે પ્રભવનું મુખ પોતાની સામે કર્યું, પણ પ્રભવે સુમિત્રની દૃષ્ટિમાં દૃષ્ટિ ન મિલાવી,
‘તારા શરીરમાં રોગ નથી, પણ તારા મનમાં કોઈ ભયંકર રોગ ભરાયો છે.’ ‘સાચી વાત છે.’ પ્રભવે મૌન તોડ્યું.
‘મને તું તે કહે.’
‘કહેવાય એવું નથી...
‘પણ સહેવાય એવું ય નથી ને?'
‘અસત્ય છે...'
‘તું કહે, તારું દુઃખ ટાળવા તું કહે, તે કરવા તૈયાર છું.’ ‘કહું તો કુળ લાજે, મિત્રતા લાજે...’
‘મિત્ર આગળ વળી આજે આ બધું તને શું સૂઝે છે? મિત્રની સમક્ષ લાજવાનું શાનું? તું નહિ કહે ત્યાં સુધી હું અહીંથી જઈશ નહિ, ખાઈશ નહિ. તું હજુ મારા હૃદયને પણ શું નથી સમજી શક્યો? તું મારા શરીરની સામે તો જો. તારા દુઃખે હું દુ:ખી છું, તારા સંતાપમાં હું સંતપ્ત છું...' સુમિત્રની આંખોમાં આંસુ ભરાયાં.
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
જૈન રામાયણ રાજન! કહી શકવા જીભ ઊપડતી નથી, છતાંય કહું છું. જ્યારથી મારી દૃષ્ટિ વનમાલા પર પડી છે ત્યારથી તેના પ્રત્યે હું અનુરાગી બન્યો છું...'
“અરે મિત્ર! તારી ખાતર હું રાજ્ય પણ તજવા તૈયાર છું. પછી એક સ્ત્રીનો ત્યાગ કરવો તો શું વિશેષ છે? આજે જ તું વનમાલાનો સ્વીકાર કર.'
કેવો અંધ મિત્રસ્નેહ! કેવો અદ્ભુત મિત્ર રાગ! મિત્રની ખાતર પોતાની પ્રાણપ્રિયાનો ત્યાગ કરવા સુમિત્ર તૈયાર થયો. કેવી મૂઢ મિત્ર પ્રીતિ! પ્રીતિએ તેને પ્રિયાને અર્પણ પણ કરાવ્યું. પ્રભવને એને સ્થાને રવાના કરી સુમિત્ર તાબડતોબ વનમાલાના આવાસમાં આવ્યો.
સ્વામીને અચાનક આવેલા જોઈ વનમાલા એકદમ ઊભી થઈ ગઈ. સુમિત્ર પલંગ પર બેસી ગયો. વનમાલા ભૂમિ પર પતિનાં ચરણોમાં બેઠી.
પ્રિયે! આજે પ્રીતિની કસોટી છે. સુમિત્રે કહ્યું. “પ્રીતિ કસોટીએ ચઢે ત્યારે જ તેના મૂળસ્વરૂપમાં ચમકે છે સ્વામી!' વનમાલાએ એક ઉત્તમ સ્ત્રીને ઉચિત પ્રત્યુત્તર વાળ્યો.
જરૂર કહો.' ‘તારે મિત્ર પ્રભવની પાસે જવાનું છે અને તેની ઇચ્છાઓને તાબે થવાનું છે...' જેવી સ્વામીની આજ્ઞા.'
તો અત્યારે જ તૈયાર થઈ જાઓ...' વનમાલાએ તરત જ શણગાર સજ્યા અને પ્રભવના મહેલે આવી પહોંચી.
નિશાનો અંધકાર વ્યાપ્યો હતો. પ્રભવના આવાસમાં દીપકો ઝળહળી રહ્યા હતા. પ્રભવના ચિત્તમાં શોક અને હર્ષની ભરતી-ઓટ પુરજોશમાં શરૂ થઈ હતી. શયનખંડમાં તે આ કુળ-વ્યાકુળ ચિત્તે આંટા મારી રહ્યો હતો. ત્યાં ખંડમાં વનમાલાની સુકોમળ દેહલતા દાખલ થઈ. નૂપુરના નાદે પ્રભવને વિચારનિદ્રામાંથી જાગ્રત કયો.
કોણ છો તમે? અને અત્યારે અહીં.'
વનમાલા.' એક જ શબ્દનો પ્રત્યુત્તર! પ્રભાવ પાષાણની મૂર્તિની જેમ ખંડમાં ઊભો ને ઊભો થંભી ગયો, તેને ભૂમિ ભમતી લાગી. “મહારાજા દ્વારા હું આપને અર્પણ કરાઈ છું. મારો સ્વીકાર કરો!” પણ તમે મહારાજાની આજ્ઞા..' “મારા માટે પતિની આજ્ઞા એટલે પરમાત્માની આજ્ઞા, દુ:ખી મિત્રની ખાતર મારા પતિ સમગ્ર રાજ્યનો પણ ત્યાગ કરી દેવા કે પ્રાણ પણ
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મથુરામાં મધુનું મિલન
૧૩૧
બલિદાન દઈ દેવા તૈયાર છે, તો મારા જેવી એક દાસીનો ત્યાગ કરવા તો તેમના માટે કોઈ દુષ્કર વાત નથી!'
પ્રભવની આંખે અંધારાં આવવા લાગ્યાં. તેનું મસ્તક ભમી ગયું. તે સ્તબ્ધ બની ગયો. કંઈ જ બોલતો નથી, કંઈ જ ચાલતો નથી.
કેમ, આમ ઉદાસીન છો? મારો...’
‘બસ કર માતા... બસ કર...' પ્રભવ પલંગ પર ફસડાઈ પડ્યો. તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. પોતાના બે હાથથી તેણે પોતાનું મોં છુપાવી દીધું. તેનો કંઠ રુંધાઈ ગયો. ગદ્ગદ્ સ્વરે તે બોલ્યો :
ધિક્કાર છે મારી નિર્લજ્જ જાતને, ક્યાં એ મહાન સત્ત્વશીલ મિત્ર અને ક્યાં એનો પરમ મૈત્રી? અને ક્યાં હું નમાલો, સત્ત્વહીન. બીજાને ખાતર હજુ પ્રાણ આપી શકાય, પરંતુ પ્રિયા નહિ. જ્યારે એણે મારે ખાતર સર્વસ્વ ત્યજ્યું. હું પાપી છું, અધમ છું. પાપી માટે કંઈ પણ અવાચ્ય નથી હોતું, કંઈ પણ અયાચ્ય નથી હોતું. તે બધું જ બોલે, બધું જ માગે! જ્યારે કલ્પવૃક્ષ જેવા એ મિત્રને કંઈ પણ અદેય નથી. એણે બધું જ આપ્યું.
માતા...! તું અહીંથી ચાલી જા. ફરીથી આ પાપીનું મોં પણ ન જોઈશ. આ અધમની સાથે એક શબ્દ પણ ન બોલીશ.’ બે હાથમાં મોં છુપાવી પ્રભવ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો, હીબકી હીબકીને રડી પડ્યો,
દ્વાર પાછળ આવીને સુમિત્ર ક્યારનો ય ઊભો હતો. પ્રભવનું ખીલી ઊઠેલું ખમીર અને જાગી ગયેલી પવિત્ર ભાવના જોઈને સુમિત્રનું હૈયું હર્ષથી ગદ્ગદ્ બની ગયું. ત્યાં તેની મૈત્રીની પ્રીતિ પરાકાષ્ટાએ પહોંચી, પણ જ્યાં એની દૃષ્ટિ પ્રભવ પર પડી ત્યાં એની આંખો ફાટી ગઈ. એક તીણી ચીસ પાડી, તે એકદમ ખંડમાં ધસી ગયો.
વનમાલાને પાછલા દરવાજેથી રવાના કરી દઈ, પ્રભવે તીક્ષ્ણ ખડગ ખેંચી કાઢી પોતાના ગળા પર ઝીંકવા ઉગામ્યું હતું. સુમિત્રે એક જ ઝપાટે પ્રભવના હાથમાંથી ખડગ ખેંચી લીધું.
‘સાહસ ન કર, મિત્ર...'
'મહારાજા, મને ખડગ પાછું આપો, મને મરી જવા દો, હું જીવવાલાયક નથી...' ‘મરવાની જરૂર નથી, મિત્ર! શા માટે મરવું જોઈએ? શું મૃત્યુ એ જ ભૂલનું પ્રાયશ્ચિત્ત છે? હું તને નહિ મરવા દઉં, મારા જીવતાં તને નહિ મરવા દઉં.'
ધબકતે હૈયે અને આંસુ ગળતી આંખે પ્રભવ સુમિત્રની છાતી પર મસ્તક નાંખી, કરુણ આક્રંદ કરવા લાગ્યો. સુમિત્રે પોતાના હૂંફાળા બાહુપાશમાં
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
જૈન રામાયણ પ્રભવને જકડી લીધો. પ્રભવની વેદના હળવી થઈ. ધીમે ધીમે તેનું રુદન બંધ થયું. પ્રભવના શોકને હળવો કરી, તેના ચિત્તનું સ્વસ્થ બનાવી, સુમિત્ર રાજા પોતાના મહેલમાં પાછા આવી ગયા. પુનઃ તેમની મૈત્રીની કલકલ નાદ કરતી, સરિતા વહેવા લાગી. બન્નએ કુશળતાથી રાજ્યનું પાલન કરવા માંડ્યું. વર્ષો વીતવા લાગ્યાં. યૌવન વીત્યું. વૃદ્ધાવસ્થામાં પ્રવેશ થયો. સુમિત્રનું ચિત્ત વૈરાગ્ય રંગે રંગાયું. તેણે સંસારનો ત્યાગ કર્યો.
ત્યાગ અને વૈરાગ્યના સુમેળથી તેણે અનુત્તર આત્મવિશુદ્ધિ કરી. વૈરાગ્ય વિના ત્યાગ સંસારવર્ધક બને છે. ત્યાગ વિનાનો વૈરાગ્ય ક્ષણજીવી બને છે. વૈરાગ્યને ટકાવવા, તીવ્ર બનાવવા ત્યાગની શરત અનિવાર્ય છે. ત્યાગ યથાર્થ ફળ નિપજાવવા વૈરાગ્યભાવના જાગ્રત રાખવી આવશ્યક છે. સુમિત્રનું મૃત્યુ થયું. મરીને તે ઈશાન દેવલોકન ઇન્દ્ર થયો. એકીટસે, એકાગ્રચિત્તે રાજ કુમાર મધુની મધુર વાત દશમુખ રાવણ સાંભળી રહ્યા હતા.
પછી એ દિવ્ય પર તમને શું કહ્યું?' રાવણે જિજ્ઞાસા વ્યક્ત કરી. “એ ઈશાનેન્દ્ર દીર્ઘ કાળ-પર્યત સુખમાં કાળ નિર્ગમન કર્યો. ત્યાંથી રવીને તે મથુરા નગરમાં રાજા હરિવહનનો પુત્ર થયો! તે હું!'
“ઓહો! આ તો એ દિવ્યપુરુષે તને તારો જ પૂર્વજીવનનો વૃત્તાંત કહ્યો! બહુ સરસ!' રાવણની આંખો હરખી ઊઠી. તેણે મધુની પીઠ પર હાથ થાબડડ્યો.
‘પણ તે દિવ્ય પુરુષ કોણ હતો? તે પણ તેણે કહ્યું હશે ને?' વાતનું પૂરેપૂરી જાણી લેવાની ઈન્તજારી રાવણે બતાવી.
હા ! પ્રભવ મરીને, સંસારમાં પર્યટન કરતાં કરતાં એક ભવમાં ઉગ્ર સાધના કરી, તે “ચમરેન્દ્ર બન્યો અને એ ચમરેન્દ્ર જ અવધિજ્ઞાનમાં પોતાના પૂર્વભવા જાયા. મારા પ્રત્યેના અનુરાગથી તે મથુરા આવ્યાં! અને આ વૃત્તાંત કહી, મૈત્રીના પ્રતીકરૂપે “શૂળ' શસ્ત્ર આપી ગયો! મધુએ વાત પૂરી કરી.
આ “શૂળ' શસ્ત્રની ખાસ શું વિશેષતા છે?' બાજુમાં બેઠેલા બિભીષણ પ્રશ્ન કર્યો.
આ શુળ” બે હજાર વ્યંજન સુધી દૂર જઈ. ધાર્યું કામ કરીને, પાછું આવે છે!” રાવણ રાજ કુમાર મધુ પર અતિ પ્રસન્ન થયો અને ત્યાં જ તેણે પોતાની પુત્રી મનોરમાનું મધુ સાથે લગ્ન કર્યું.
લંકાથી નીકળ્યાને અઢાર વર્ષ વીતી ગયાં હતાં.
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪. રાવણની શીવરક્ષા કરી
રાવણ સમગ્ર પરિવાર સાથે મેરુપર્વત પર પહોંચ્યો. પાંડુક વનમાં રહેલા ગગનચુંબી જિનમંદિરોને ભાવપૂર્વક નીરખી રાવણ અપૂર્વ આનંદ અનુભવી રહ્યો. તે ભવ્ય સંગીતમય પૂજા-મહોત્સવ ઊજવ્યો. પોતાની મહાન ઋદ્ધિસમૃદ્ધિનો જિનપૂજનમાં ઉપયોગ કરી તેણે મહાન સુકૃત ઉપામ્યું. સુવર્ણાચલના એક શિખર પર રાવણ પોતાના પરિવારથી વીંટળાઈને બેઠો હતો.
ખરેખર! આજે પ્રભુભક્તિમાં અપૂર્વ રંગત જામી...' રાવણનું ભક્તિવૈલું હયું નાચી ઊઠડ્યું હતું. તે બોલ્યો : “આજે તો આપ પૂરબહારમાં હતા મોટાભાઈ!” બિભીષણે અનુમોદન કર્યું.
જીવનમાં આના સિવાય બીજું કયું ઉચ્ચ કર્તવ્ય છે, બિભીષણ! મને તો એમ થાય છે કે બસ જિનમંદિરમાં જ બેસી રહું-' રાવણનું અંતઃકરણ બોલી રહ્યું હતું.
ત્યાં એક અચર આવ્યો અને રાવણના કાનમાં કંઈક કહી ચાલ્યો ગયો. રાવણના મુખ પર ગંભીરતા છવાઈ, તે ઊભો થયો અને પોતાની છાવણી તરફ વળ્યો. પાછળ કુંભકર્ણ, બિભીષણ, સુગ્રીવ, ખર... વગેરે પણ મનપણે ચાલ્યા આવ્યા અને રાવણના નિવાસમાં પ્રવેશ્યા.
કુંભકર્ણ.' “મોટાભાઈ...!'
સમાચાર મુજબ આપણે પહેલાં દુર્લઘપુરના નલકુબેરને પરાજિત કરવો જોઈએ. તે..”
એમાં વળી આટલો બધો વિચાર શા માટે કરવાનો? આપ આજ્ઞા કરો એટલી વાર!' કુંભકર્ણ સહર્ષ બોલી ઊઠ્યો. રાવણ મૌન રહ્યો.
મોટાભાઈ, આપને આવવાની જરૂર નથી, અમે જ નલકુબેરનો મુકાબલો કરી લઈશું.' બિભીપણે રાવણના મુખ પરના ભાવો સમજી લઈ કહ્યું. તેણે રાવણની ઇચ્છા અહીં વધુ રોકાવાની અને પ્રભુભક્તિમાં સમય વ્યતીત કરવાની જોઈને પ્રત્યુત્તર આપ્યો.
સરસ! તો તમે તેયારી કરો. હું અહીં રોકાઈશ'દુર્વેધપુર જવા આજ્ઞા કરી. જોતજોતામાં વિરાટ સૈન્ય યુદ્ધસજ્જ બની ગયું અને આકાશમાર્ગે પ્રયાણ પણ થઈ ગયું.
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૪
જૈન રામાયણ રાવણ ખરેખર તો રથનૂપુરના ઈન્દ્રરાજાને પરાજિત કરવા નીકળ્યો હતો. પરંતુ વચમાં આવતા રાજાઓને પણ આજ્ઞાવત બનાવવાની એની કામના અદમ્ય હતી. નલકુબેર ઇન્દ્રની બનાવટી રાજ્યવ્યવસ્થામાં દિપાલના સ્થાને હતો. એક બાહોશ અને બુદ્ધિશાળી રાજા હતો. તેને સમાચાર તો મળી ચૂક્યા હતા કે રાવણ પોતાના નગર પર ત્રાટકવાની છે. એટલે તેણે દુર્લંઘપુરની આસપાસ “આશાલી' નામની વિદ્યાના બળથી અગ્નિમય કિલ્લો બનાવી દીધો અને એ કિલ્લા પર એવાં યંત્રો ગોઠવ્યો કે જે યંત્રોમાંથી અગ્નિજ્વાલાઓ નીકળ્યા જ કરે!
પોતે કોટની અંદરના ભાગમાં પોતાના વિશાળ સૈન્યની સાથે સજ્જ થઈને ઊભો હતો. આ બાજુ કુંભકર્ણની આગેવાની નીચે પ્રચંડ રાક્ષસસૈન્ય દુર્લવપુરની બહાર ઊતરી ગયું. દુર્લઘપુરની ચારેકોર ભયાનક અગ્નિજ્વાલાઓ જોઈ કુંભકર્ણ છંછેડાઈ ગયો. ‘બિભીષણ' કેમ?' નલકુબેર બડો લુચ્ચો લાગે છે. સમજાતું નથી કે આવી ભયાનક અગ્નિખાઈ ઓળંગીને કેવી રીતે નગરની અંદર પ્રવેશ કરવો?' ‘આજે આપની બુદ્ધિની કસોટી છે, મોટાભાઈ! બિભીષણે ટીખળ કરી.
બેસ બેસ, મોટો બુદ્ધિશાળી નીકળી પડયો,” કુંભકર્ણ છંછેડાઈ પડ્યો. સુગ્રીવ, ખર વગેરેને બોલાવી કુંભક ગંભીર મસલતો ચલાવી, પરંતુ કોઈ જ માર્ગ સૂઝર્યા નહિ. કુંભકર્ણ ધૂંઆપૂંઆ થઈ ગયો, પરંતુ થાય શું? બિભીષણ તો એની છાવણીમાં સ્વચ્છ વસ્ત્ર પહેરી, પરમાત્માના ધ્યાનમાં પરોવાઈ ગયો હતો. કુંભક બિભીષણને શોધે છે, પરંતુ તે મળતો નથી. શોધતા શોધતા તે બિભીષણના નિવાસમાં પહોંચ્ય.
અલ્યા ભગતડા, અહીં યુદ્ધ કરવા આવ્યો છે કે આ ઢાંગ કરવા? લ્યો, આ બેઠા માળા જપવા...” ‘કેમ, યુદ્ધકુશળ મોટાભાઈ ?' સહેજ સ્મિત કરીને બિભીપણું કહ્યું. “આ અમે લમણાફોડ કરીએ ને તમે મોટા મહારાજા... બોલ તો ખરો, હવે શું ઉપાય કરવો?'
મહાસેનાપતિ તો આપ શ્રીમાન છો!'
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
રાવણની શીલરક્ષા
૧૩૫
‘બસ કર, હવે તારી મજાક, અત્યારે આપણે ગંભીર બનીને આ પ્રશ્નને હલ કરવો જોઈએ. નલકુબેરની આ લીલા ન સમજાય તેવી છે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘સાચી વાત છે. આપણે હવે વિલંબ કર્યા વિના એક સુભટને આકાશમાર્ગે સુવર્ણાચલ પર મોકલવો જોઈએ અને મોટાભાઈને અહીંની પરિસ્થિતિથી વાકેફ કરવા જોઇએ.'
‘હું તો સાવ અક્કલહીન વાત કરે છે...'
‘કમ?’
‘આપણે અહીં શા માટે આવ્યા છીએ? મોટાભાઈને બોલાવવા હતા તો પછી તેમની સાથે જ આવવું હતું ને? બેઆબરૂ નથી થવું.’
‘એમાં બેઆબરૂ શાની? મોટાભાઈની સમક્ષ નાના ભાઈઓનો પરાજય થાય, એમાં બેઆબરૂ શાની? બલકે મોટાભાઈનો પ્રેમ વધશે એમ મને વિચારતાં લાગે છે.’
બિભીપણે કુંભકર્ણને સમજાવ્યો અને તરત એક સુભટને મેરુપર્વત પર ૨વાના કર્યો. સુભટ વાયુવંર્ગ મેરુપર્વતે ઉપર પહોંચ્યો. રાવણ તો પાડુંકવનમાં પોતાના પરિવારની સાથે પરમાત્મા શ્રી જિનેશ્વર ભગવંતની ભક્તિમાં મસ્ત બનીને પોતાના દિવસો પસાર કરી રહ્યો હતો.
‘સુભટ આવી, રાવણને પ્રણામ કર્યા અને મૌન ઊભો રહ્યો.
‘કેમ, શું સમાચાર છે?' પરિચિત સુભટને આમ અચાનક આવેલો જોઈ રાવણે પૂછ્યું.
‘મહારાજા, નલકુબેરે ગજબ લીલા કરી છે.’
‘શું?'
નગરમાં કોઈ જ પ્રવેશી ન શકે તે માટે નગરની આસપાસ ભયંકર ગ્નની મોટી ખાઈ ખોદી છે અને એમાંથી એવી વિકરાળ અને દારુણ જ્વાળાઓ નીકળી રહી છે કે એ દ્રશ્ય જોતાં જ હાંજા ગગડી જાય.’
‘બંધ કર, કાયર, બોલીશ નહિ, હું હમણાં જ આવું છું.'
રાવણનો આ સ્વભાવ હતો કે કોઈ બીજાના મહત્ત્વને વધારનારી વાત બોલતું કે તે તરત જ ગાજી ઊઠતો! એમાંય શત્રુનાં ગુણગાન તો એના માટે તમતમતાં તીર સમાન હતાં.
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ રાવણ તરત જ પરિવારની સાથે પુષ્પક વિમાનમાં દુર્લઘપુર આવી પહોંચ્યો. કુંભકર્ણ, બિભીષણ, સુગ્રીવ, ખરે વગેરે વીરાની સાથે બેસી પરિસ્થિતિથી સંપૂર્ણ વાકેફ થયો. પરંતુ રાવણની બુદ્ધિનું પણ અભિમાન ઓસરવા માંડયું. ઘણું વિચાર્યું છતાં ‘આશાલી વિદ્યાને પરાજિત કરે તેવી એક હજાર વિદ્યાઓમાંથી એકે ય વિદ્યા ન મળી.
મૌન પથરાયું. કોઈ કાંઈ બોલતું નથી! કોઈને કંઈ સૂઝતું નથી! આટલા વર્ષોમાં આવી પરિસ્થિતિ પહેલવહેલી જ સર્જાઈ હતી.
ત્યાં એક સ્ત્રી આવી. અનુપમ રૂપ અને લાવણ્યની મૂર્તિસમી એ સ્ત્રી તરફ સોની દૃષ્ટિ ખેંચાઈ. રાવણને નમન કર્યું અને મીઠી જબાને કહ્યું : | હે લંકાપતિ! મારી સ્વામિની ઉપરંભા” કે જે રાજા નલકુબેરની પટરાણી છે, તેણે આપને એક ગુપ્ત સંદેશો પાઠવ્યો છે.'
કહો, શું છે એ ગુપ્ત સંદેશો?” રાવણ આશ્ચર્ય અને શંકામાં પડી ગયો. આગંતુક સુંદરી બોલતાં ખમચાતી જઈ, રાવણે પુનઃ કહ્યું : જરાય સંકોચ રાખીશ નહિ. આ બધા મારા અંગત માણસો છે.”
આપના ગુણો, પરાક્રમો અને અનુપમ સૌન્દર્યની યશોગાથા સાંભળીને દેવી ઉપરંભા આપના પ્રત્યે અનુરાગ ધરનારી બની ગઈ છે.” “હં.. પછી?'
એ આપનું મિલન ચાહે છે...' સુંદરીએ સાહસ કરીને કહી દીધું. રાવણે કુંભકર્ણ વગેરેની સામે જોયું. શું પ્રત્યુત્તર આપ, તે વળી એક નવો કોયડો ઊભો થયો!
લંકાપતિ! બહુ વિચાર ન કરો. દુર્લવપુરના કિલ્લાનું રક્ષણ કરી રહેલી આશાલી વિદ્યાને અમારી પટરાણી તમને સ્વાધીન કરશે, તમારો વિજય થશે! નલકુબેરને જીવતો પકડી શકશે અને ‘સુદર્શનચક્ર” અહીં તમને સિદ્ધ થશે...' સુંદરીએ ઉપરંભા તરફથી આબાદ રીતે વાત રજૂ કરતાં કરતાં કહ્યું. રાવણ બિભીષણ સામે જોઈને કંઈક મલક્યો!
રાવણ મલક્યો કંઈક સમજીને, બિભીષણ સમજ્યો કંઈક જુદુ! એણે તો આગંતુક સુંદરીને આંખનો ઇશારો કરી કહી દીધું :
ભલે! તારી વાત કબુલ!' સુંદરી પ્રસન્નવદને ત્યાંથી રવાના થઈ ગઈ, પરંતુ બિભીષણનો આ વર્તાવ જોઈ રાવણ ક્રોધથી રાતપીળો થઈ ગયો.
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણની શીલરક્ષા
૧૩૭ અરે બિભીષણ , તે આ શું કર્યું? તે આજે કુળની ઇજ્જત પર પાણી ફેરવી દીધું.”
“પણ મોટાભાઈ, ‘રહેવા દે તારું ડહાપણ . આપણા કુળમાં ઉત્પન્ન થયેલા કોઈએ પરસ્ત્રીને પોતાનું હૃદય સોંપ્યું નથી અને શત્રુઓને પીઠ બતાવી નથી. આજે તેં નવું કલંક ચઢાવ્યું. તેને આ શું સૂછ્યું કે આ પ્રમાણે તું બોલ્ય?'
બિભીષણ તો આભો જ બની ગયો. મનોમન તે વિચારે છે : “તો શું મોટાભાઈ મારી સામે જોઈને હસ્યા હતા, તેનું કોઈ બીજું પ્રયોજન હતું? હું સમજવામાં ભૂલ્યો? જરૂર, ખેર જે બનવાનું હતું તે બની ગયું...' રાવણ કંઈક શાંત પડ્યો એટલે બિભીષણે કહ્યું :
“મોટાભાઈ, ભૂલ થઈ ગઈ. ફરીથી આવી ભૂલ નહિ થાય. તમે પ્રસન્ન થાઓ. બાકી વિશુદ્ધ હૃદયના માણસો માટે બોલવા માત્રથી કલંક લાગી જતું નથી. ઉપરંભાને આવવા દો! આશાલી વિદ્યા આપવા દો! શત્રુને વશ થવા દો! પછી જોયું જશે!'
શું જોયું જશે?” “એ જ, આપ બુદ્ધિશાળી છો. સમજાવી પટાવીને તગેડી મૂકજો! “તું ય ખરો છે!' રાવણ હસી પડ્યો.
અહીં આપણને રાવણનું કેવું ઉચ્ચતમ વ્યક્તિત્વ જોવા મળે છે! બિભીષણે પરસ્ત્રી પ્રત્યે રાગથી નહિ, પરંતુ રાજદ્વારી રમતમાં પણ નમતું વલણ અપનાવ્યું, તો રાવણે તેને ઝાટકી કાઢયો. પરસ્ત્રીની ઇચ્છાને વશ થઈને વિજય મેળવવો રાવણને ગમતો ન હતો. બલકે રાવણ તેને ધિક્કારતો હતો.
બિભીષણની પણ કેવી કુશળતા! ક્રોધથી ધમધમતા રાવણને હસાવી દીધો! આનું નામ આવડત! ભયંકર પરિણામ લાવે તેવા પ્રસંગને પણ કુનેહથી સુંદર પરિણામવાળો બનાવી દીધો!
બંને ભાઈઓ વચ્ચે વાતો ચાલી રહી હતી ત્યાં તો નલકુબેરની પત્ની ઉપરંભા સોળ શણગાર સજીને રાવણની સન્મુખ આવી ઊભી રહી. રાવણના અંગને આલિંગન આપવા આતુર બનેલી, આ બેવફા રાણીએ રાવણની સામે આંખોના કટાક્ષ ફંકી કહ્યું :
લંકાપતિ! આ આશાલિકા વિદ્યા હું તમને આપું છું. એનાથી તમે સરળતાથી નગરમાં પ્રવેશ કરી શકશો. નલકુબેરને પરાજિત કરી શકશો અને હું તમારી..”
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૮.
જૈન રામાયણ ઉપરંભાએ ત્યાં રાવણને આશાલિકા વિઘા આપી. ઉપરાંત દેવોથી અધિષ્ઠિત બીજાં શસ્ત્રો પણ આપ્યાં, રાવણ પણ ઉપરંભાની સમક્ષ એવા ભાવ બતાવ્યા કે ઉપરંભા માની બેઠી, “રાવા તરત જ મને ગ્રહણ કરશે!
બિભીપણે સંગ્રામનો શંખ જોરશોરથી ફેંક્યો. નિરાશ બની ગયેલું લંકાનું સૈન્ય સફાળું બેઠું થઈ ગયું અને હર્ષના પોકારો કરવા લાગ્યું. જોતજોતામાં લાખો સૈનિક શસ્ત્રસજ્જ બની યુદ્ધ માટે થનગની ઊઠ્યા.
રાવણે વિદ્યાબળથી અગ્નિના કિલ્લાને ઓળંગ્યો અને તેના સાથે દુર્લઘપુર ઉપર ધસારો કર્યો. અંદર યુદ્ધ માટે રાજ્જ થઈને ઊભેલા નલકુબરે સખત સામનો કર્યો, પરંતુ જોતજોતામાં જ બિભીષણે નલકુબેરને જીવતો પકડી લીધો. ત્યાં રાવણને “સુદર્શનચક્ર' પ્રાપ્ત થયું.
નલકુબેર રાવણની આજ્ઞા માન્ય કરી. રાવણે દુર્લઘપુર નલકુબેરને પાછું સાપી દીધું! રાવણના આવાસમાં ઉપરંભા આવીને ઊભી રહી. રાવણને ઇશારો કરી, પોતાની પાછળ આવવાનું સૂચવી, તે રાજમહાલયના એક ગુપ્ત ખંડ તરફ વળી, રાવણ તેની પાછળ ચાલ્યો. થોડીક વારમાં જ એક ભાયરા જે વા. ભાગ દેખાવી લાગ્યો. ઉપરંભાને ત્યાં જ અટકાવીને રાવણે પૂછયું :
શા માટે અને ક્યાં લઈ જાય છે?' ‘તમે મને વચન આપ્યું છે, તે શું ભૂલી ગયા?' વિકારવિવશ બનેલી ઉપરંભાએ ધીમા રવરે અને ઝીણી આંખે કહ્યું.
અરે ગાંડી! એવાં તે વચન અપાતાં હશે અને પળાતાં હશે?” હું? એટલે શું?” ‘ચમકવાની જરૂર નથી. પરંતુ તારે તારી કુલીનતાનો વિચાર કરવો જરૂરી છે.” રાવણો કંઈક ગંભીર બનીને કહ્યું.
પરંતુ અત્યારે મારું મન બેકાબૂ...”
એ ન ચાલે, તારે તારા પતિને વફાદાર રહેવું જોઈએ; એ જ તારા જેવી તેજસ્વી સ્ત્રીનું પરમ કર્તવ્ય છે.”
મૌન છવાયું. ઉપરંભા કંઈ કહી શકતી નથી તેમ પોતાની વાસનાને સહી શકતી નથી! રાવણે પુનઃ વાત્સલ્યપૂર્ણ શબ્દોમાં કહ્યું :
“તેં મને વિદ્યા આપી તેથી તું મારી વિદ્યાગુર, થઈ! તેથી તારા શરીરે અડવું એ તો મહાપાતક. વળી, પરસ્ત્રી માત્રને મારી માતા અને બહેન માનું છું.”
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણની શીલરક્ષા
૧૩૯ “શું તમારા જેવાએ આવી રીતે વચન આપીને ફરી જવું ઠીક છે?” ઉપરંભાએ ખૂબ મનોમંથન કરીને કહ્યું.
હકીકતમાં વિચારીએ તો મેં વચન આપ્યું જ નથી! બિભીષણે તારી સખીને ઇશારો કર્યો અને તેણે માની લીધું! માટે એ બધી વાત જવા દઈને, તારે તારા વિચારોને બદલી નાખવા જોઈએ એવી મારી તને વિનંતી છે!'
રાવણ માં કેટલી મક્કમતા! પરસ્ત્રી પ્રત્યેનો કેવો પવિત્ર આચાર! ઉપરંભા જેવી વિશ્વની એક ખૂબસૂરત સુંદરી સામેથી ભોગ-પ્રાર્થના કરતી આવે અને પ્રાર્થનાને ન સ્વીકારતાં એને પોતાના સાચા કર્તવ્યનું ભાન કરાવવું. ! રાવણની આ ઊજળી બાજુને કેમ દુનિયા આજે ભૂલી જાય છે? કેવળ કાળી બાજુ જ યાદ રાખી રાવણને ધિક્કારવો તે શું જાય છે?
ઉપરંભાએ જોયું કે રાવણ જરાય નમતું આપે એમ નથી, ત્યારે તે ત્યાંથી ઝડપભેર ચાલી ગઈ. રાવણ પોતાના આવાસમાં આવ્યો. નલકુબેરે રાવણનું બહુમાન કર્યું અને દુર્લંઘપુરમાં વધુ રોકાવા પ્રાર્થના કરી. પરંતુ રાવણને તો હવે જલદીથી રથનપુર પહોંચવું હતું અને બનાવટી ઇન્દ્રને હરાવી વિદ્યાધરદુનિયામાં અજેય અને અદ્વિતીય બનવું હતું.
તે દુર્લધપુરમાંથી તરત જ નીકળી ગયો. તેણે રથનૂપુરના માર્ગે પ્રયાણ આરંભ્ય. દુર્લંઘપુરના પતનના સમાચાર વાયુવેગે રથનૂપુરમાં પહોંચી ગયા હતા અને રાવણ રથનૂપુર પર ચઢી આવે છે એ વાત પણ ઇન્દ્ર જાણી હતી. છતાં એ બેપરવા હતો. પરંતુ ઇદ્રના પિતા સહસ્ત્રારને ચિંતા થઈ. વયોવૃદ્ધ અને અનુભવી સહસ્ત્રારે ઇન્દ્રને પોતાની પાસે બોલાવ્યો. ઇન્દ્ર પોતાના પ્રેમાળ પિતાને નમન કરી, એમની પાસે બેઠો.
વત્સ! આજે તને એક વાત કહેવી છે...” ઇન્દ્રના બરડે હાથ ફેરવતાં સહસ્ત્રારે કહ્યું.
‘જરૂર પિતાજી, જે આપને કહેવા યોગ્ય લાગે તે કહો.” ઇન્ડે પિતાના મુખ સાર્મ જોયું.
તું ખરેખર પરાક્રમી છે. તેં મારા વંશની આબાદી-ઉન્નતિ કરી છે. બીજાના વંશનો ઉચ્છેદ કરીને, અવનતિ કરીને તે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી છે.'
આપના પ્રબળ પુણ્યના પ્રતાપે આ આબાદી સર્જી છે, પિતાજી! હું તા..' ‘ઇન્દ્ર! તું મહાન પુણ્યશાળી છે. તારા પગલે પ્રભુતા આવી છે. પરંતું.' પરંતુ શું? આપ સંકોચ ન રાખો. જે યોગ્ય લાગે તે કહી દો.”
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
જૈન રામાયણ
‘એટલું જ કહેવું છે કે પરાક્રમ દાખવવાનો કાળ ગયો, હવે નીતિને અનુસરવાનાં કાળ આવી પહોંચ્યો છે!'
‘સમજાયું નહિ...' ઇન્દ્રે કહ્યું.
‘એ જ કે, કેવળ લડવું, લડવું, ને લડવું! તેનાથી ક્યારેક પરાક્રમી પણ આપત્તિમાં સપડાઈ જાય છે, કારણ કે પૃથ્વી શેરના માથે સવાશેરને જન્મ આપતી હોય છે!' સહસ્રારને બોલતાં થાક લાગતો હતો. ક્ષણવાર તે થંભી ગયો. ઇન્દ્ર તો સહસ્રારની આજની વાત એકાગ્ર બનીને સાંભળતો હતો, એના મનમાં અનેક પ્રકારના વિચારોની દોડધામ શરૂ થઈ ગઈ હતી.
‘હું સૌથી વધુ પરાક્રમી છું એવું અભિમાન કરવા જેવું નથી...' ‘એટલે શું મારા કરતાં...'
‘હા, લંકેશ રાવણ આજે અદ્વિતીય પરાક્રમી છે. મતરાજાના યજ્ઞને જેણે તોડ્યો, અષ્ટાપદ જેવા પર્વતને જેણે ઉપાડ્યો, યમને ભગાડ્યો, વૈશ્રવણને જીત્યો, વાલીના ભાઈ સુગ્રીવને સેવક બનાવ્યો...' દુર્લબ દુર્લવપુરને ઓળંગ્યું અને નલકુબેરને વશ કરી લીધો, રાવણના પરાક્રમોની એક હારમાળા સહસ્રારે રજૂ કરી... ઇન્દ્ર મૌન રહ્યો. એનું મન તો તરેહ તરેહના વિચારોથી ધમધમી રહ્યું હતું. સહસ્રારે ઇન્દ્રને આગળ વાત કહેવી શરૂ કરી.
‘એ લંકાપતિ રાવણ તારી સીમા પર ધસી રહ્યો છે. તે તારે પ્રસન્ન કરવો જોઇએ. એ માટે તારે રાવણના ચરણમાં નમસ્કાર કરવા જોઈએ... એટલું જ નહિ, પરંતુ એની સાથે કાયમનો સંબંધ રાખવા માટે પુત્રી રૂપીનું રાવણની સાથે લગ્ન કરવું જોઇએ.'
બસ થઈ ગયું! અત્યાર સુધી ધીરજ રાખીને સાંભળી રહેલો ઇન્દ્ર રોપથી ધમધમી ઊઠ્યો.
‘બિલકુલ નહિ. વંશપરંપરાના એ વેરીને કન્યા આપું? હરગિજ નહિ બને. એનો તો વધ કરીશ. જે દશા એના પિતામહ માલીની કરી હતી, એ જ ધાટ એનો ઘડી દઈશ. પિતાજી, સોહઘેલા ન બનો. ધીરજ રાખો. શું તમારા પુત્રનું પરાક્રમ તમે નથી જોયું? શું તમને મારામાંથી વિશ્વાસ ઊડી ગયો?'
હજુ અહીં પિતા-પુત્ર વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હતો, ત્યાં તાં નગરમાં મહાન કોલાહલ મચી ગયો. રાજમહેલ પણ ક્ષણવારમાં જ ખળભળી ઊઠ્યો. સુભટો દાંડતા ઇન્દ્રની પાસે આવ્યા.
‘મહારાજા! વિલંબ ન કરો. લંકાપતિ રાવણે રથનૂપુરને ઘેરી લીધું છે...’
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણની શીલરક્ષા
૧૪૧ ઇન્દ્ર રોપથી સળગી ઊઠ્યો, તે ત્વરાથી ત્યાંથી નીકળી ગયો અને પોતાના ખાસ મંત્રાલયમાં પહોંચ્યો. ચાલ્યા જતા ઇન્દ્રને જોઈ સહસ્ત્રાર એક મોટો નિસાસા નાખ્યો. તેણે પોતાના રાજ્યનું પતન નિહાળ્યું. ઇન્દ્રના અભિમાની વર્તાવ પર તેણે ભારે કચવાટ અનુભવ્યો. પણ કરે શું? રાજ્ય અત્યારે પિતાનું નથી, પુત્રનું છે!
ઇન્દ્ર તરત જ પોતાના મંત્રીમંડળને ભેગું કર્યું. તેણે મંત્રી વર્ગનો અભિપ્રાય પૂછ્યો :
બોલો બૃહસ્પતિજી! આ તબક્કે શું કરવું યોગ્ય છે?' ઇન્ને મુખ્યમંત્રીને પૂછયું.
યુદ્ધ!” મંત્રીએ પ્રત્યુત્તર આપ્યો. મંત્રી ઇન્દ્રના મિજાજને ઓળખતો હતો. જો આવા પ્રસંગે બીજા-ત્રીજો અભિપ્રાય આપે તો ઈન્દ્ર એની કેવી દુર્દશા કરે, તેનું તેને સંપૂર્ણ ભાન હતું.
કેવો સ્વાર્થ! પોતાનું અહિત ન થાય એ માટે બીજાને અવળી સલાહ આપવાની નીતિ! જ્યારે જીવનાં કર્મ રૂઠે છે ત્યારે સારા સલાહકારોને પણ અવળી બુદ્ધિ સૂઝે છે! મુખ્યમંત્રીના અભિપ્રાયમાં બીજાઓએ હા માં હા મિલાવી! યુદ્ધના ધૂહની મસલતો ચલાવી, ત્યાં તો દ્વારપાલે આવીને સમાચાર આપ્યા :
મહારાજાનો જય હો. લંકાપતિનાં દૂત આપને મળવા ઇચ્છે છે.”
એને આવવા દો.' ઇન્ડે તરત જ આજ્ઞા કરી. મંત્રીવર્ગમાં મૌન છવાયું. દરેક લંકાપતિના દૂતને જોવા અને સાંભળવા તલપાપડ બન્યા.
દૂતે ઇન્દ્રના મંત્રણાલયમાં પ્રવેશ કર્યો. પ્રભાવશાળી વ્યક્તિત્વ, દમામભરી ચાલ અને ભભકાભેર પહેરવેશ.
રાજન! મહારાજા દશમુખનો હું દૂત છું. મહારાજાએ મને અહીં મોકલ્યો છે, અને એક સંદેશો મારે આપવો છે...' દૂતે પોતાની ઓળખ આપી. ‘કહો, શું સંદેશો છે?' ઇન્દ્ર દૂતને કહ્યું.
એ જ કે હવે તમારે રાવણની સેવા કરવાનો અવસર આવી લાગ્યો છે. જે જે પરાક્રમી, વિદ્યાશાળી અને અભિમાની રાજાઓ છે, તેમણે બધાએ લંકાપતિની સેવા સ્વીકારી છે. એ તો લંકાપતિની ગફલતમાં જ આટલો કાળ વીતી ગયા ને તમે બચી ગયા, પરંતુ હવે તો સમય પાકી ગયો છે.'
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૧૪૨
‘એમ? એટલું બધું અભિમાન?' ઇન્દ્રે આગ ઝરતી આંખે દૂતની સામે જોયું. ‘કાં ભક્તિ કરો કાં શક્તિ બતાવો! બે વિકલ્પ છે. ભક્તિ અને શક્તિ વિનાનો મનુષ્ય તો મરવા જ સર્જાયો છે...' દૂતે સ્પષ્ટ શબ્દોમાં કહી નાખ્યું.
‘અરે વાચાળ દૂત, તારો રાજા ગર્વિષ્ઠ બન્યો છે. રાંકડા રાજાઓએ એની સેવા સ્વીકારી, તેથી તેને લોભ લાગ્યો છે કે મારી સેવાનાં સ્વપ્નો તેણે સેવ્યાં! અત્યાર સુધી ૨ાવણે સુખના દિવસો વિતાવ્યા, પણ હવે મને છંછેડીને તેણે કરાલ કાળને છંછેડ્યો છે. જા જલદી જા, તારા રાજાને કહે કે કાંતા એ મારો ભક્ત બને કાંતો એની શક્તિ બતાવે, નહિતર પલવારમાં નષ્ટ થઈ જશે! વીર પુરુષ જો બીજા વીરોનો અહંકાર સહન કરે તો તે વીર શાનો!
‘દૂત ઝડપથી રાવણની છાવણીમાં પહોંચ્યો. રાવણને ઇન્દ્રની સાથે થયેલી તીખીતમતમતી ચર્ચા કહી. રાવણનો રોપ ભભૂકી ઊઠ્યો. તેણે ત્રાડ પાડી : ‘યુદ્ધની નોબતો ગગડાવો, અને રથપુર પર ચઢાઈ કરો.' રાવણનું સાગર જેવું અપાર સૈન્ય યુદ્ધ માટે તૈયાર બની ગયું.
‘બીજી બાજુ પરાક્રમી ઇન્દ્ર પણ પોતાની તમામ તાકાત સાથે રાવણનો સામનો કરી લેવા તૈયાર બની ગયો. જોતજોતામાં તો રથનૂપુર યુદ્ધની એક વિરાટકાય છાવણીમાં પલટાઈ ગયું.
‘ઐરાવત’ હાથી પર બેસી, ઇંન્દ્ર ધસમસતો યુદ્ધના મેદાન પર આવી લાગ્યો. આ બાજુ ‘ભુવનાલંકાર' હાથી પર બેસી રાવણ ઇન્દ્રના સંન્યની સામે ધો. પાયદળ પાયદળની સામે ઝૂઝવા માંડ્યું, અશ્વદળ અશ્વદળની સામે લડવા માંડ્યું. હયદળ હયદળની સામે ભટકાવા માંડ્યું. ખૂનખાર જંગ જામી પડ્યાં. તીક્ષ્ણ તીરોની દારુણ વર્ષા થવા લાગી. કંઈક વીરોનાં લોહીથી ધરતી ૨ક્તતરબોળ બનવા માંડી.
એક સત્તાલોલુપીનું કૃત્ય કેટલા જીવોના વિનાશને નોતરે છે!
ઐરાવત હાથીની સામે ‘ભુવનાલંકાર’ હાથી ભટકાયો. ઇન્દ્ર અને રાવણ! બંને સામસામા આવી ગયા. પહેલાં તો બંનેના હાથીઓએ જ સૂંઢ વડે યુદ્ધનો પ્રારંભ કર્યો. તીક્ષ્ણ અને લાંબા દંતશૂળોથી એકબીજા પર જીવલેણ હુમલાઓ ક૨વા માંડ્યા. બંને હાથીઓના ગંડસ્થળમાંથી રુધિરની ધારાઓ વહેવા માંડી.
બીજી બાજુ ગાંડા હાથીઓ જેવા ઇન્દ્ર અને રાવણે પણ પ્રાણની પરવા કર્યા વિના, એકબીજા પર પ્રહાર કરવા માંડ્યા. ક્ષણમાં બાણોની વર્ષા, ક્ષણમાં ગદાઓના પ્રહારો, ક્ષણમાં ચકમકતા ભાલાના ઘા, ક્ષણમાં મુદ્ગરોના ફટકા.
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણની શીલરક્ષા
૧૪૩ શસ્ત્રોથી થાક્યા છે મંત્રશક્તિથી રક્ષાયેલાં અસ્ત્રોથી યુદ્ધ કરવા માંડ્યું. રાવણે અનેક દાવ અજમાવ્યા, પરંતુ ઇન્દ્ર બધા જ દાવ નિષ્ફળ બનાવી દીધા. રાવણે બાજુમાં રહેલા સુગ્રીવની સામે જોયું. સુગ્રીવે માપી લીધું હતું કે ઇન્દ્રને આ રીતે સામી લડાઈ આપીને હરાવી શકાશે નહિ. સુગ્રીવ રાવણની ખૂબ નિકટમાં પહોંચી ગયા. રાવણ અનેક વિદ્યાનું સ્મરણ કરી અસ્ત્રો છોડતો હતો. ઈન્દ્ર સામેથી એનો સખત પ્રતિકાર કરી રહ્યો હતો.
કૂદકો મારીને ઐરાવણ પર પહોંચી જાઓ.” સુગ્રીવે રાવણના કાનમાં બૂમ મારી. રાવણના ચિત્તમાં પણ એ જ વિચાર આવ્યો હતો, એમાં સુગ્રીવના સૂચને વેગ આપ્યો.
પળવારમાં તો રાવણ છલાંગ મારીને એરાવણ હાથી પર જઈ પડ્યો. પહેલા તડાકે જ મહાવતને યમસદનમાં પહોંચાડી દીધો અને ઇન્દ્રને જકડીને બાંધી દીધો.
એટલી ઝડપથી આ બની ગયું કે ઇદ્રને સામનો કરવાની તક જ ન મળી. ઇન્દ્ર પકડાયો જાણી, ઇન્દ્રનું સૈન્ય ભાગવા માંડ્યું. રાવણ હાથીની સાથે રાવણ ઈન્દ્રને પોતાની શિબિરમાં લઈ આવ્યો. રાક્ષસન્ય આનંદોત્સવ ઊજવ્યો. રાવણ સમસ્ત વિઘાધર - આલમનો રાજા બન્યો.
રાવણા રથનૂપુરમાં ન રોકાતાં, ઇન્દ્રને લઈને લંકામાં પાછો વળ્યો. લંકાની પ્રજાએ રાવણનું ભવ્ય સ્વાગત કર્યું. લાકડાના પીંજરામાં પુરાયેલા ઇન્દ્રને પણ લંકાની શેરીઓમાં, એના રાજમાર્ગો પર ફેરવવામાં આવ્યો અને લંકાના કારાગારામાં પૂરવામાં આવ્યા.
ઇન્દ્રના પિતા સહસ્ત્રારની સ્થિતિ વિચિત્ર સર્જાઈ. પુસ્નહે તેને વ્યાકુળ બનાવી દીધો. પુત્રને પાછો મેળવવા માટે તેણે પોતાના પરિવાર સાથે લંકા તરફ પ્રયાણ કર્યું.
કર્મની કેવી વિચિત્રતા છે! આટલી વૃદ્ધાવસ્થામાં સહસરને પુત્રભિક્ષા માગવા નીકળવું પડે છે!
મહારાજ! રથનૂપુરથી ઇન્દ્રના પિતા સાહાર આપને મળવા ઇચ્છે છે.” પ્રતિહારીએ રાજસભામાં પ્રવેશ રાવણને કહ્યું.
આવવા દો એમને” રાવણે અનુમતિ આપી. વયોવૃદ્ધ સાહસારે ધીમે પગલે રાજસભામાં પ્રવેશ કરી, રાવણને નમન કર્યું. રાવણે યોગ્ય આસન આપ્યું. સહસાર આસન પર બેઠા. પરંતુ એમની આંખોમાં
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જૈન રામાયણ
૧૪૪
પુત્રવિરહની વ્યથા હતી, હૃદયમાં અપાર વેદના હતી. તેમનું શરીર ધ્રૂજી રહ્યું હતું.
‘આજે હું એક યાચના કરવા આવ્યો છું રાજન...! તારી પાસે યાચના કરવી તેમાં હું શરમ નથી ગણતો. જેણે સહેલાઈથી મેરુ જેવા પર્વતને ઉપાડ્યો તેવા પરાક્રમીની આગળ યાચના કરવામાં શરમાવાનું શું હોય? લંકાપતિ! મારે બીજું કંઈ જોઈતું નથી, માત્ર પુત્ર જોઈએ છે! પુત્રભિક્ષા આપ.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘સહસ્રારે ગળગળા અવાજે જે કંઈ કહેવાનું હતું તે કહી દીધું. રાવણે ક્ષણભર વિચારી લીધું અને કહ્યું :
‘ઇન્દ્રને મુક્ત કરવામાં મને વાંધો નથી, પરંતુ મારી શરતો કબૂલ રાખવી પડશે.'
‘શું?’ સહસ્ત્રારને આશાનું કિરણનું લાધ્યું.
‘દિક્પાલોના પરિવાર સાથે ઇન્દ્રે નીચે મુજબનાં કાર્યો કરવાનાં,
(૧) લંકામાંથી ઝાડુ કાઢવાનું.
(૨) રાજમાર્ગો પર જલ છંટકાવ કરવાનો.
(૩) પુષ્પમાળા ગૂંથી મંદિરોમાં પહોંચાડવી. આવાં આવાં જેટલાં કાર્યોં હું બતાવું તે કરવાનાં, બોલો છે કબૂલ?'
સહસ્રાર વિચારમાં પડી ગયો. એની ચિંતાનો કોઈ પાર ન રહ્યો. શું કરવું ને શું ન ક૨વું? જો પુત્રને મુક્ત કરે છે તો એક પામર જેવું જીવન જીવવા પુત્ર તૈયાર થશે કે નહિ? જો મુક્ત ન કરે તો પુત્ર વિના પોતે ઝૂરી ઝૂરીને મરી જાય. છેવટે મનોમન નિશ્ચય કરી, ‘બનવા કાળ બનશે.’ એમ આશ્વાસન લઈ, સહસ્રારે રાવણની શરતો કબૂલ રાખી અને પુત્ર ઇન્દ્રને લઈ સહસ્રાર રથનૂપુર ભણી ચાલ્યો.
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા ૧૭. ઈન્દ્ર મુનીન્દ્ર બને છે શીલ અને સ્વમાન વેચીને જીવવાની તીવ્ર લાલસામાં ફસાયેલા આજના યુગને કદાચ આ વાત નહિ સમજાય, પરંતુ એક એવો ય યુગ હતો કે જે યુગમાં શીલની ખાતર પ્રાણોની આહુતિ અપાતી, સ્વમાનની ખાતર જીવનનાં બલિદાન અપાતાં!
પિતાએ ભલે રાવણના કારાગારમાંથી પોતાને મુક્ત કર્યો, પરંતુ મુક્ત થયા પછી ઇન્દ્રને જીવને ચેન નથી પડતું. સ્વમાન હણાઈ ગયા પછી જીવવું, એને મન મોતથી અધિક દુઃખદાયી લાગ્યું. રથનૂપુરમાં આવ્યા પછી ઇન્દ્ર નથી કોઈની સાથે હસતો કે નથી કોઈની સાથે ભળતો, નથી મેવા-મીઠાઈ ખાતો કે નથી બહાર ફરતો! એ અરસામાં વનપાલકે આવીને ઇન્દ્રને વધામણી આપી.
એક મહામુનિ ઉપવનમાં પધાર્યા છે. ચન્દ્ર જેવા સૌમ્ય છે અને સૂર્ય જેવા તેજસ્વી છે!”
“એમનું નામ શું છે?' ‘નિર્વાણસંગમ!” “નામ સરસ છે! નિર્વાણ સાથે જીવનો સંગમ કરી આપે તે નિર્વાણ સંગમ!
વનપાલકને પ્રીતિદાન દઈ રવાના કર્યો અને પોતે મહામુનિનાં દર્શન કરવા માટે તૈયાર થયો. સાથે કોઈને લીધા વિના જ ઇન્ટે જવાનું વિચાર્યું કારણ કે વિશિષ્ટ જ્ઞાની મહાત્મા પાસેથી તેને પોતાના પ્રશ્નોનાં સમાધાન મેળવવાં હતાં.
તે ઉપવનમાં પહોંચ્યો. તેણે એક એકાંત સ્વચ્છ ભૂમિભાગમાં મહામુનિ જોયા. મુનિવરને જોઈને જ તે આનંદિત થઈ ગયો. મુનિના મુખ ઉપર અસંખ્ય ગુણો મૂર્તિમંત થયેલા હતો અને તેમનું અપૂર્વ આત્મતેજ તેમની આંખોમાં ચમકી રહેલું હતું. મહામુનિનાં ચરણોમાં વંદના કરી, ઇન્ટે યોગ્ય આસન લીધું.
ભગવંત, એક પ્રશ્ન પૂછવો છે, આપની રજા હોય તો પૂછું.' ઇન્ડે કહ્યું. ‘રાજનુ! પૂછી શકે છે. નિર્વાણસંગમ મુનિએ કંઈક સ્મિત કરીને કહ્યું. મનુ સુખી થાય છે એની પાછળ કયું કારણ હોય છે?' પૂર્વે ઉપાર્જેલું પુણ્યકર્મ.” મનુષ્ય દુઃખી થાય છે એની પાછળ પણ કયું કારણ હોય છે ?' ‘પૂર્વે ઉપાર્જેલું પાપકર્મ.” ‘રાવણે મારી જે નાલેશી કરી તેમાં મારું પૂર્વે ઉપાર્જેલું પાપ-કર્મ કારણ
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
જૈન રામાયણ હોય તો એ કર્મ મેં ક્યારે અને કેવી રીતે ઉપાજંલું, તે કહવા આપ કૃપા ન કરો?' બે હાથ જોડી મુનિવરની સહેજ નિકટમાં આવી, ઇન્દ્ર કાં.
પુષ્પોની સુવાસ મહેકી રહી હતી. પંખીઓનો મધુર કલરવ અને સાધુઓના સ્વાધ્યાય ધ્વનિ વચ્ચે મધુર સ્પર્ધા થઈ રહી હતી. મુનિભગવંતે ઈના રહસ્યપૂર્ણ ભૂતકાળ ઉપર મીટ માંડી. મનની સમગ્ર વૃત્તિઓને એકાગ્ર બનાવી, ઇન્દ્રની વાત આરંભી :
અરિંજયપુર નામે નગર હતું. જવલનસિંહ નામનો ત્યાં પરાક્રમી રાજા હતો, વેગવતી નામે શીલસોહામણી રાણી હતી.
વેગવતીએ એક પુત્રીને જન્મ આપ્યો. પુત્રીનું નામ પાડવામાં આવ્યું અહિલ્યા, અહિલ્યા જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેનું રૂપ ખીલતું ગયું. જ્યારે તે યૌવનમાં આવી ત્યારે તો એ રાજકુંવરી, રૂપની મૂર્તિ જ દેખાવા લાગી.
જ્વલનસિંહ રાજાએ અહિલ્યાનો સ્વયંવર રચ્યો અને અનેક રાજાઓને તથા રાજ કુમારોને આમંયા. સ્વયંવર દિવસે સંકડો રાજાઓ તથા રાજ કુમારો અરિજયપુરમાં ઊતરી પડ્યા. તેમાં ચંદ્રાવર્ત નગરનો રાજા આનંદમાલી અને સૂર્યાવર્ત નગરનો રાજા તડિપ્રભ પણ આવેલા હતા.
આ બે રાજાઓ તે જાણે એમ સમજીને જ આવેલા કે ‘રાજ કુમારી મને જ વરશે!' મોહની લીલા એવી હોય છે કે જીવને તે ઊંધી સમજમાં ભરમાવે છે અને અંતે દુઃખના ખાડામાં પટકે છે.
અહિલ્યાએ બધા રાજાઓને જોયા. તેણે ચંદ્રાવર્ત નગરના રાજા આનંદમાલીના ગળામાં વરમાળા આરોપી. પરંતુ એ જોઈને સૂર્યાવર્તનો રાજા નડિાભ સમસમી ઊડ્યો
એ તડિભ એ જ તું!' મહામુનિએ ઇન્દ્રને વાતનું અનુસંધાન કરી આપતાં કહ્યું.
આનંદમાલી પ્રત્યે હૃદયમાં ઈર્ષ્યા, હેપનું બીજ વાવી, નડિપ્રભ ત્યાંથી પોતાના નગરમાં પહોંચ્યો. તેને કંઈ ચેન પડતું પથી, ક્યાંથી પડે? જ્યાં સુધી હૃદયમાં ઈર્ષાની આગ સળગતી રહે ત્યાં સુધી ચેન અનુભવી શકે નહિ, બેચેન જ રહ્યા કરે. એ બેચેની લોહી અને માંસનું ભક્ષણ કરનારી હોય છે. અર્થાતું. ઈર્ષાળ મનુષ્ય દિનપ્રતિદિન સુકાતો જાય છે. એટલું જ નહિ બલકે ઈર્ષ્યાળુ મનુષ્યનું મન તો એટલું બધું ક્રૂર બનતું જાય છે કે જેની કોઈ સીમાં રહેતી નથી.
આનંદમાલ તો અહિલ્યાને લઈ પોતાના નગરમાં ગયાં. ભોગસુખોમાં તેના
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્ર મુનીન્દ્ર બને છે
૧૪ દિવસો વીતવા લાગ્યા. પરંતુ જેમ જેમ વર્ષો વીતતાં ગયાં તેમ તેમ એનું ચિત્ત ભાંગસુખોથી નિલપ થતું ગયું.
માણસ શરીરે ક્યાં સુધી ખણ? જ્યાં સુધી ખાજ આવતી હોય ત્યાં સુધી. તેમ જ્યાં સુધી વિકારોની ખણજ હતી ત્યાં સુધી આનંદમાલીએ ભોગસુખો ભોગવ્યાં અને જ્યાં એ ખણજ બંધ થઈ એટલે ભોગસુખોથી તે અળગો થઈ ગયો.
એક દિવસ તેણે અહિલ્યાને એકાંતમાં પોતાના મનોભાવથી વાકેફ કરી : “મારું ચિત્ત હવે આ સંસારના કામભાગમાં ચોંટતું નથી...” અહિલ્યા પર પોતાના શબ્દોની શી અસર પડે છે તે જોવા, તેણે અહિલ્યાના મુખ સામે જોયું, પરંતુ એ સત્ત્વશીલ સન્નારીના મુખ પર કોઈ દુઃખ કે ગ્લાનિની અસર દેખાઈ નહિ.
મને તો એમ થાય છે કે આ સંસારનો ત્યાગ કરી પરમાત્મા જિનેશ્વરદેવના ચારિત્રમાર્ગે ચાલ્યો જાઉં... તમે શું ઇચ્છો છો?'
સ્વામી! તમારો મનોરથ શુભ છે, તમારી ભાવના ઉત્તમ છે અને એ જ ક્ષત્રિય રાજાઓની પરંપરામાં ચાલી આવતી રીતિ છે કે ભોગસુખોથી વિરકત બની જીવનના અવશિષ્ટ વર્ષો સાધુતામાં વિતાવવાં.' ‘પણ તમને દુઃખ...'
મને કદાચ દુઃખ થાય તો તે મારા સ્વાર્થનું, સ્વામી! બાકી એ ય થાય એમ નથી, કારણ કે મારે ચિત્ત પણ ભોગોમાંથી વિરક્ત બનતું જાય છે! અલબત્ત તમારો દીર્ઘ કાળનો સંયોગ તૂટે છે તેટલું દુ:ખ જરૂર છે, પરંતુ તમારા મહાન કાર્યમાં મારા એ દુઃખનો પથ્થર વચ્ચે નહિ નાખું. તમારા સંયમમાર્ગની આડે નહિ આવું...'
ખરેખર, તમે જિનશાસનના મર્મને ઓળખ્યો છે, દેવી!” આનંદમાલીના આનંદનો કોઈ પાર ન રહ્યો.
તે છતાં હું હdભાગી છું કે તમારા માર્ગે હું આવી શકું એમ નથી. નાનાં બાળકોને મૂકી, નીકળી શકવાનું મન ના પાડે છે, મોહ નડે છે. બાકી બાળકોને સંભાળનારું ભાગ્ય છે જ.'
બસ, આનંદમાલીનો માર્ગ સરળ થઈ ગયો. શુભ દિવસે અને શુભ મુહુર્ત તો સંસારનો ત્યાગ કરી, મોટા ભાઈ કલ્યાણગુણાધર મહામુનિ પાસે સંયમ સ્વીકાર્યું; સંયમ સ્વીકારી મટાભાઈ સાથે ત્યાંથી વિહાર કરી ગયા. નિર્વાણસંગમ મહામુનિ ઈન્દ્રને કહે છે :
ઇન્દ્ર! આનંદમાલીએ દીક્ષા લઈને અપૂર્વ તપ, ત્યાગ અને જ્ઞાનધ્યાન આદર્યો. વિચરતા વિચરતા એક દિવસ કલ્યાણગુણાધર મુનિવરની સાથે
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
જૈન રામાયણ આનંદમાલીમુનિ રથાવર્ત-પર્વત પર પધાર્યા. ત્યાં તડિત્મભે (તે) આનંદમાલી મુનિન જોયા જોતાં જ અહિલ્યાનો સ્વયંવર આંખ સામે તરવરી ઊઠ્યો. કંપના, ક્રોધના તણખા ઝરવા લાગ્યા. તેનું ચિત્ત ધૂંધવાઈ ઊઠર્યું. ધ્યાનદશામાં ઊભેલા આનંદમાલી મુનિ પાસે તે પહોંચ્યો. મહામુનિને દોરડાથી બાંધ્યા. મુનિ તો ન હાલે કે ન ચાલે! એ તો એમના ધ્યાનમાં લીન હતા! ઉશ્કેરાયેલા તડિ–ભે મુનિને બાંધીને મારવા માંડ્યા. વર યાદ કરી કરીને મારવા માંડ્યા. મુનિ સમભાવે સહન કરતા હતા, પરંતુ મોટા ભાઈ કલ્યાણ ગુફાધર શ્રમણપતિ તડિ–ભની આ દુષ્ટતા જોઈને ધમધમી ઊઠ્યા.
કલ્યાણ ગુણધર મહામુનિની પાસે તેજલેશ્યાની શક્તિ હતી. તેમણે તરત જ તડિ–ભ ઉપર તેજલેશ્યા મૂકી. જેમ વીજળી ઝાડ પર પડે અને ઝાડ બળીને રાખ થઈ જાય!
તડિ–ભની સાથે જ તેની પત્ની “સત્યશ્રી' હતી, તડિપ્રભને સાધુની વિટંબણા ન કરવા માટે તેણે વારંવાર વીનવ્યો હતો, પરંતુ તડિત્રભ ન માન્યો. જ્યાં તેજોલેશ્વા છુટી અને તડિત્માભના અંગમાં પ્રવેશી ત્યાં સત્યશ્રીએ કારમી ચીસ પાડી. ચોધાર આંસુ પાડતી તે કલ્યાણગુણધર મુનિનાં ચરણોમાં પડી. કાકલુદી કરવા લાગી. પોતાના પતિને તેજલેશ્યાથી મુક્ત કરવા વીનવવા લાગી.
મુનિ તો કરુણાના સાગર! સત્યશ્રીનો કણ કલ્પાંત જઈ તરત જ તેજલેશ્યા પાછી ખેંચી લીધી.
ઇન્દ્ર! તું ત્યાં તેજલેશ્યાનો ભોગ ન બન્યો. તું બચી ગયા. પરંતુ ત્યાં તે દારુણ કમાં બાંધ્યાં. બસ, રાવણથી તારો જે પરાભવ થયો તેનું આ કારણ છે.” નિર્વાણસંગમ મુનિએ ઇન્દ્રના પ્રશ્નનું સમાધાન પૂર્ણ કર્યું.
પા-અડધો કલાક મુનિની વિટંબણા... અને એનું ફળ, રાવણના હાથે સારાયે જગત સમક્ષ મહાન નાલેશી! આ છે જીવસૃષ્ટિ પર કર્મોનું શાસન, આ છે જીવની અવળચંડાઈનું દારુણ પરિણામ!
ઇન્દ્ર! બાંધેલાં કર્મો અવશ્ય ભોગવવાં પડે છે. આ ભવમાં બાંધેલાં કર્મો બીજા જ ભવમાં ઉદય આવે એવો કોઈ નિયમ નથી. લાંબા કાળે પણ ઉદયમાં આવે! તડિ...ભના ભવ પછી તો વચ્ચે તે બીજા ઘણા ભવો કર્યા. તે ભવોમાં પેલું બાંધેલું પાપકર્મ ઉદયમાં ન આવ્યું. પણ આ ભવમાં આવ્યું! વળી, આ નિયમ કેવળ તારા માટે નથી, ઇન્દ્રથી માંડી યથાવત્ કીડા માટે પણ આ સિદ્ધાંત છે. સંસારની સ્થિતિ જ એવી છે. જ્યાં સુધી આત્મા કર્મ પરવશ છે ત્યાં સુધી
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્ર મુનીન્દ્ર બને છે
૧૪૯
આ સ્થિતિનો અંત આવતો નથી, માટે આ જીવનમાં જો કોઈ મહાન પુરુષાર્થ કરવા જેવો હોય તો તે કર્મોનાં બંધનો તોડવા માટે કરવા જેવો છે.'
ઇન્દ્રનું વજ જેવું હૃદય ત્યારે કમળ જેવું કોમળ બની ગયું. પોતાના પૂર્વભવનું હૃદયદ્રાવક વર્ણન સાંભળીને ઇન્દ્રનો આત્મા કંપી ઊઠ્યો. બાહ્ય જગતમાંથી નીકળી, તે આત્માના આંતરપ્રદેશમાં પ્રવેશ્યો. મહામુનિના શબ્દોએ રાગદ્વેષની પ્રબળ ગ્રંથિઓને ભેદી નાખી. તેણે સારાયે જીવન દરમિયાન નહિ કરેલા ચિારો ત્યારે તેના મનમાં ઊઠવા લાગ્યા.
મહામુનિનાં ચરણોમાં વંદના કરી, અશ્રુભીની આંખે તે નગર તરફ વળ્યો. તેનું ચિત્ત પરસ્પર વિરોધી વિચારોમાં અટવાઈ ગયું. મુનિ ભગવંતની સચોટ દેશનાથી કર્તવ્યપરાયણ બનેલું ચિત્ત કહે છે :
‘ઇન્દ્ર! હવે આમાને કર્મોનાં બંધનોમાંથી મુક્ત કરવાનો સંગ્રામ ખેલી લે, એમાં જ તારું પરાક્રમ દાખવ.'
આદિકાર્લીન કુસંસ્કારોથી વાસિત બનેલું ચિત્ત કહે છે :
‘ઇન્દ્ર! શું તું સાધુ થવાના મનોરથો કરે છે? રાવણથી એક વાર તારો પરાજય થયો, એટલામાં હતાશ થઈ જાય છે? તારી કાયરતાને તું વૈરાગ્ય માની રહ્યો છે, અત્યારે તને સંસાર અસાર લાગે છે, પણ જ્યારે સિંહાસન પર આરૂઢ હતો ત્યારે સંસાર કેવાં લાગતો હતો?'
જિનેશ્વર ભગવંતના જ્ઞાનથી પ્રકાશિત થયેલું ચિત્ત કહે છે :
‘ઇન્દ્ર! રાવણે કરેલો તારો પરાજય એ તો દુષ્ટ કર્મોએ પોતાની દુષ્ટતાનો એક નમૂના તને બતાવ્યો છે. એટલાથી જ ડાહ્યો માણસ સાવચેત બની જાય. વળી, માની લે કે ફરીથી તેં રાવણ પર વિજય મેળવ્યો. તે વિજય શું કાયમી છે? એ વિજય પણ કર્મોની જ ભેટ છે! કર્મોએ અપાવેલો પરાજય જેમ ભયાનક છે તેમ કર્મોએ અપાવેલો વિજય પણ ભયંકર છે! માટે તો વાલીરાજાએ વિજય પણ ફગાવી દીધો હતો! રાવણનો પરાજય કરવો તે સરળ છે. કર્મોનો પરાજય કરવાં તે જ દુષ્કર છે. દુષ્કર કાર્ય સિદ્ધ કરનાર મહાન પરાક્રમી ગણાય છે.
ઇન્દ્રના ચિત્તમાં સાત્ત્વિક વિચારોનો વિજય થયો. તેણે જ્ઞાનદૃષ્ટિથી સમસ્ત સંસારને માપી લીધો. જે સંસારને પોતાની મલિન વૃત્તિઓને પોપવાનું સાધન બનાવ્યું, તે સંસારને હવે પોતાની પવિત્ર વૃત્તિઓને પોષવાનું સાધન બનાવ્યું :
જે સંસારના વિષયોમાં તેણે નિત્યતાનો ખ્યાલ બાંધ્યો હતો, તેમાં અનિત્યતાનું
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
જૈન રામાયણ
ભાન કર્યું. જે સંસારમાં શરણબુદ્ધિ હતી તેમાં નરી અશરણતા નિહાળી. જે સંસારનાં સગાંસંબંધીઓને માહ-પરવશ બની પોતાના માનતો હતો, તેમાં અન્યત્વપણાનો પારકાપણાનો ભાવ જાગ્રત કર્યો. પોતાની જાતને રાગનાં બંધનમાં જકડીને ‘હું તમારો છું...' એમ સંસારને જાતનું સમર્પણ કર્યું હતું. ત્યાં પેઠું નો પવિત્ર મંત્ર ગુંજતો કરી દીધો! જે જીવાત્માઓ પ્રત્યે દ્વેષનો અગ્નિ પ્રગટાવ્યો હતો, તેમના પ્રત્યે શુભ મૈત્રીભાવનું ઝરણું વહેતું કરી દીધું.
ઇન્દ્રે સંસારનો ત્યાગ કરવા દૃઢ સંકલ્પ કર્યો. પિતા સહસ્રારની અનુમતિ લેવા, તે સહસારના મહેલમાં પહોંચ્યો. પ્રભાતનાં કાર્યોથી પરવારી સહસ્ત્રાર શ્રી નવકાર મંત્રનું ધ્યાન ધરતા બેઠા હતા. ઇન્દ્રે જઈને પિતાનાં ચરણોમાં પ્રણામ કર્યા. સહસ્રારે ઇન્દ્રના મસ્તકે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.
પિતાજી! એક અનુમતિ લેવા માટે આવ્યો છું.' પિતાની સમક્ષ વિનયપૂર્વક બેસીને ઇન્દ્રે વાતનો આરંભ કર્યો.
‘શાની અનુમતિ, ભાઈ ?'
‘સંસારત્યાગની.’
‘હૈં?' સહસ્રારની આંખે અંધારાં આવ્યાં.
‘હવે સંસારમાં રહેવું મારા માટે વ્યર્થ છે.'
‘પરંતુ રાવણની ગુલામીમાં કાયમ માટે ન રહેવું પડે તેવો ઉપાય હું શોધી રહ્યો છું. જરા ધીરજ ધર.'
‘આપનો મારા પરનો સ્નેહ છે તેથી આપ મને સુખી કરવા આપનાથી શક્ય બધું જ કરોઁ. પરંતુ હવે તો સુખમય સંસાર પરથી પણ મારું મન ઊઠી ગયું છે. સંસારનું સ્વરૂપ મેં જાણી લીધું છે...'
સહસ્રારનો અતિવૃદ્ધ દેહ ઇન્દ્રની વાતથી ધ્રૂજી ઊઠ્યો. પુત્રવિરહનું દુ:ખ તેના માટે અસહ્ય હતું અને તેથી જ તે રાવણના દ્વારે જઈ પુત્રભિક્ષા માંગી લાવ્યો હતો, પરંતુ પુત્ર જ્યારે સંસારના ત્યાગના માર્ગે જવા તૈયાર થયો ત્યારે તે વાતનો ઇન્કાર કરવો, તે પણ સહસ્રાર માટે અશક્ય હતું :
‘પિતાજી! જ્ઞાની ગુરુદેવ નિર્વાણસંગમ મહામુનિએ આંતરચક્ષુઓ ઉઘાડી નાખ્યાં છે. મારા પૂર્વજન્મોનો કરુણ ઇતિહાસ કહીને મારી રાગાંધતાને, મારી સંસારરસિકતાને કચડી નાંખી છે. કદાચ આપ રાવણ પાસે મારી ગુલામી ૨૬ કરાવી દેશો, મને પુનઃ રાજસિંહાસન પર સ્થાપિત કરશો, તો પણ મારો અંતરાત્મા સંસારમાં નહિ રહે.'
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્ર મુનીન્દ્ર બને છે
૧૫૧ જેમ જેમ છrદ્રની વૈરાગ્યભરપૂર વાણી નીકળતી જાય છે તેમ તેમ સહસાર ગંભીર વિચારસાગરમાં ડૂબતા જાય છે. જ્યારે જ્યારે પુત્રવિરહનું ચિત્ર આંખ સામે આવે છે ત્યારે ત્યારે તેમની આંખો આંસુભીની થઈ જાય છે.
“બેટા શું કરું? તારો વિરહ મારાથી સહન થાય તેમ નથી.” સંસાર ખસના છેડાથી પોતાની આંખો લૂછી.
છતાંય મારે તને દુઃખી નથી કરવો. બેટા, તને દુ:ખી કરીને મારે સુખ ન જોઈએ.'
પિતાનાં તાત્વિક વચનોએ ઇદ્રા દિલને હચમચાવી નાંખ્યું. તેણે વયોવૃદ્ધ પિતાનાં ચરણોમાં મસ્તક મૂકી દીધું.
સંસારત્યાગ કરીને તું સુખી થઈશ અને તને સુખી થયેલો જોઈને હું પણ સુખી થઈશ, હા, રાગ છે એટલે ક્ષણભર આઘાત લાગશે, પરંતુ મારા રામની ખાતર તારા આત્માની ઉન્નતિ ન રોકાય.” સહસારે આકાશ સામે જોયું, આંખમાંથી બે આંસુ ઇન્દ્રના મસ્તક પર પડયાં.
આખા રથ પર નગરમાં ઇન્દ્રની સંસારત્યાગની વાત વાયુવેગે પ્રસરી ગઈ. રાજમહેલમાં, સ્વજન - પરિજનોમાં પણ વાત પહોંચી ગઈ. સ્વજનો અને નગરનાં અગ્રગણ્ય નાગરિકોનાં ટોળેટોળાં ઇન્દ્રને મળવા માટે આવવા લાગ્યાં.
ઇન્દ્ર પોતાના પુત્ર દત્તવીર્યનો રાજ્યાભિષેક કરવા સચિવમંડળ આદેશ કરી દીધો. એ જ દિવસે રાજ્યાભિષેક કરીને ઇન્દ્રને સંયમમાર્ગે જવું હતું, તેથી મંત્રીમંડળ વિનાવિલંબે રાજ્યાભિષેકની પૂર્ણ તૈયારીઓ કરી દીધી. આખું નગર રાજાને અભિનંદવા અને ઇન્દ્રને સંયમમાર્ગે વળાવવા ભેગું થયું.
રાજપુરોહિતે રાજસિંહાસન પર દત્તવીર્યને બેસાડી, રાજતિલક કર્યું અને પ્રજાએ “મહારાજા દત્તવીર્યની જય'નો ગગનભેદી ધ્વનિ કર્યો.
બસ, ત્યાં પુત્રનો અભિષેક થયો કે તરત જ ઇન્દ્ર મહાલયમાંથી બહાર નીકળી ગયો. પિતા સહસારનાં ચરણોમાં પ્રણામ ફરી, સીધો તે ઉદ્યાનમાં નિર્વાણાસંગમ મહામુનિ પાસે પહોંચ્યો. પાછળ લાખો પ્રજાજનો પણ પહોંચ્યા. પોતાના પરાક્રમી રાજાને જતો જઈ પ્રજાજનોની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.
ઇન્દ્ર ગુરુદેવને વંદન કરી સંયમ આપવા માટે નમ્ર પ્રાર્થના કરી. નિર્વાણાસંગમ મહામુનિએ ત્યાં ઇન્દ્રને ચારિત્રજીવન આપ્યું.
ક્ષાપૂર્વના રાજા ઇન્દ્ર ક્ષણ પછી મુનિવર ઇન્દ્ર બની ગયા. આ બાજુ રાવણને લંકામાં એક સમાચાર મળ્યા.
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપર
જેને રામાયણ “મેરુપર્વત પર અનન્તવીર્ય-મહર્ષિને કેવળજ્ઞાન પ્રગટ થયું છે.”
તરત જ રાવણ પુષ્પકવિમાનમાં બેસી, સુવર્ણાચલના શિખર પર આવી પહોંચ્યોં.
ત્યાં તો દેવોનાં વંદો ઊતરી પડ્યાં હતાં. સુવર્ણના ભવ્ય કમલની રચના થઈ હતી. એના પર કેવળજ્ઞાની મહર્ષિ બિરાજ્યા હતા અને મંગલમય દેશના આપી રહ્યા હતા.
રાવણે આવીને મહામુનિને વંદના કરી અને પોતાને યોગ્ય સ્થાને બેસી ગયો. કેવળજ્ઞાની ભગવંતની દેશના એટલે પૂછવું જ શું! સાકરથી ય અધિક મધુર અને ચંદનથી અધિક શીતલ!
દેશના પૂર્ણ થઈ. દેવો પોતપોતાને સ્થાને ચાલ્યા ગયા. રાવણ ત્યાં જ બેસી રહ્યો, એનું મન આજે એક ગંભીર પ્રશ્ન ઉઠાવીને બેઠું હતું! “મારું મરણ કેવી રીતે થશે?' આ ભાવિને સમજવા માટે તે ઉત્કંઠિત બન્યો હતો. તે કેવળજ્ઞાની ભગવંતની નિકટમાં ગયો.
ભગવંત! આપ મારા મનના ભાવો જાણો છો અને જુઓ છો! કપા કરીને મારી મૂંઝવણનો ઉકેલ ન આપો? મારું મરણ કેવી રીતે થશે?'
હે રાવણ! તું પ્રતિવાસુદેવ છે. તારું મૃત્યુ વાસુદેવને હાથે થશે.” કયા કારણથી ભગવંત?” રાવણે પૂછ્યું. પરસ્ત્રી-લંપટતાના કારણથી.” ભગવંતે સ્પષ્ટ ઉત્તર આપ્યો. રાવણનો આત્મા આ સાંભળીને ખળભળી ઊઠ્યો. તેના સદાચારપ્રિય મનમાં અનેક વિચારો પસાર થવા લાગ્યા.
જ્ઞાની પુરુષ કહે છે તે મિથ્યા થવાનું નથી. માટે બનવાનું હશે તેમ બનશે!” મનમાં વિકલ્પ ઊઠ્યો. પરંતુ સદાચારના રક્ષણની તમન્નાએ કહ્યું :
પરસ્ત્રીના કારણથી મારું મૃત્યુ થવાનું જ્ઞાની ભગવંત કહે છે તો હું એ કારણથી અળગો રહું તો? કારણ જ નહિ થવા દઉં તો કાર્ય કેવી રીતે થશે?' તેણે મનોમન નિશ્ચય કરી કેવળજ્ઞાની ભગવંતને વિનંતી કરી.
મને નહિ ચાહતી પરસ્ત્રી સાથે હું કીડા નહિ કરું, એને સ્પર્શ પણ નહીં કરું અને પ્રતિજ્ઞા આપો.” રાવણની કેટલી બધી જાગૃતિ! પાપનો પગપેસારો થતો રોકવા તેણે પ્રતિજ્ઞાની પાળ બાંધી; કેવળજ્ઞાની મુનિ પાસે તેણે પ્રતિજ્ઞા લીધી. મુનિવરને ભાવભરી વંદના કરી તે લંકા તરફ વળ્યો.
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮. વરની પસંદગી
ચન્દ્રની ચાંદનીમાં રાજમહાલયના સંગેમરમર હસી રહ્યા હતા.
પ્રવેશદ્વાર આગળ બે સશસ્ત્ર સૈનિકો ચોકી કરી રહ્યા હતા. રાજમાર્ગો પર વિદ્યાધરોની અવરજવર નહિવત્ થઈ ગઈ હતી. મહેન્દ્રનગર સ્વર્ગલોકની મસ્તીમાં નિદ્રાધીન બન્યું હતું. પરંતુ રાજા મહેન્દ્રની ઊંઘ તો કેટલાય દિવસોથી અદશ્ય બની ગઈ હતી. પોતાના શયનાગારમાં, તે વિચારના અતિ ભાર નીચે દબાયેલા આમતેમ આંટા મારી રહ્યો હતો. સંગેમરમરના મહાલયો તેની આ ચિંતા ઓછી કરી શકતા ન હતા, તેનું અતુલ બાહુબળ તેની ચિંતાની આગ બુઝાવી શકતું ન હતું. અપાર વૈભવસંપત્તિ તેનું મનદુઃખ ટાળી શકતી ન હતી.
ઘડીકમાં તે પલંગમાં આળોટે છે, તો ઘડીકમાં આંટા મારે છે. ઘડીમાં તે ઝરૂખામાં જઈ આકાશ સામે મીટ માંડે છે, તો ઘડીકમાં ચમકતી આરસની ફરસ સામું તાકી રહે છે.
ત્યાં શયનાગારને વારે ટકોરા પડ્યા. વાર ઉઘાડો...' મધુર છતાં કંઈક વેદનામિશ્રિત સ્વર સંભળાયો. રાજાને સ્વર પરિચિત લાગ્યો. તરત જ તેણે દ્વાર ખોલ્યું. દ્વાર ખૂલતાં જ પટરાણી હૃદયસુંદરીએ મૌન રીતે પ્રવેશ કર્યો.
બે-પાંચ મિનિટ સુધી કોઈ બોલતું નથી. નથી બોલતો રાજા કે નથી બોલતી રાણી! પરંતુ રાણીથી ધીરજ રાખી શકાઈ નહિ.
સ્વામીનાથ, શું આજે કોઈ તપાસ કરીને આવ્યું ?' હા, તપાસ કરીને ક્યારે કોઈ નથી આવતું? પરંતુ...' પસંદગી ઊતરતી નથી. એમ ને?' “હા.' રાજાએ નિસાસો નાખ્યો. મને એક બીજો વિચાર આવે છે.” રાણીએ કહ્યું. શો?'
જે જે વિદ્યાધર રાજપુત્રોને જોવા માટે જાય, તેમને આજ્ઞા કરો કે તેઓ રાજપુત્રોનાં ચિત્રો સાથે લેતા આવે અને એના અંગેની તમામ માહિતી પણ લેતા આવે.”
એ વાત સાચી છે.” રાજાએ કંઈક વિચાર કરીને કહ્યું.
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૪
જૈન રામાયણ પુત્રી અંજના યૌવનને આંગણે આવીને ઊભી હતી. રૂપ, ગુણ અને કળાના ત્રિવેણી સંગમસમી પુત્રી માટે યોગ્ય વરની તપાસ ચાલી રહી હતી. વિદ્યાધરોની દુનિયામાંથી રાજા મહેન્દ્રના કુશળ પુરુષો તપાસ કરી રહ્યા હતા. દિવસો વીતતા હતા, પરંતુ હજુ કોઈના પર રાજા-રાણીની પસંદગી ઊતરતી ન હતી અને તેથી બંને રાજા-રાણી ચિંતાના ભાર નીચે દબાયેલાં રહેતાં હતાં.
રાત્રિનો બીજો પ્રહર પૂરો થવા આવ્યો, રાજદંપતી નિદ્રાધીન થયાં.
સવારે ઊઠીને રાજાએ તરત જ મહામંત્રીને બોલાવ્યા. મહામંત્રી પ્રાભાવિક કાર્યોમાં પરોવાયેલા હતા, પરંતુ રાજાની આજ્ઞા આવતાં, વિના વિલંબ તૈયાર થઈને રાજમહાલયે પહોંચી ગયા.
રાજા મંત્રાલયના દ્વારે જ મહામંત્રીની રાહ જોતા ઊભા હતાં. મંત્રીને આવતા જઈ, રાજા સામે જઈ, મંત્રીનો હાથ પકડી, મંત્રણાલયમાં લઈ ગયા. આજે દેવીને એક સરસ વિચાર સૂક્યો છે, તે તમને કહેવા, અત્યારના પ્રહારમાં બોલાવ્યા!” રાજાએ વાતનો પ્રારંભ કયાં.
આપ મારા નાથ છો. આપ જ્યારે યાદ કરો ત્યારે સંવક સેવામાં હાજર જ છે.”
અંજના માટે વરની તપાસ કરવા માટે આપણા જે જે પુરુષો જાય છે, તેમને એવી આજ્ઞા કરો કે તેમની પસંદગી જે કુમાર પર ઊતરે, તેનું ચિત્ર લેતા આવે અને એના અંગેની તમામ માહિતી એકત્ર કરી લાવે.”
હા જી, હમણાં જ આજ્ઞાનો અમલ કરું છું...' મહામંત્રીએ રાજાની વાતને વગર દલીલે વધાવી લેતાં કહ્યું.
“ના, ના, પણ આ વાત બરાબર તો લાગે છે ને?' કોઈ પણ દલીલ વગર, મંત્રીને વાત વધાવી લેતા જોઈ, રાજાએ પ્રશ્ન કર્યો.
વાત બરાબર છે મહારાજ, તેથી આપણને પસંદગી કરવામાં સરળતા અને ચોકસાઈ રહેશે.' રાજાને પ્રણામ કરી મહામંત્રી ઘેર આવ્યા. પોતાનાં બાકી રહેલાં પ્રભાતિક કાર્યોથી પરવારીને જે તે પુરુષોને બોલાવી, યોગ્ય સુચનો આપી, રવાના કર્યા.
થોડાક દિવસો વીત્યા.
એક વિચક્ષણ મંત્રી એક દિવસ હાજર થયો. તેણે રાજાની સમક્ષ એક ચિત્ર રજૂ કર્યું. રાજાએ ચિત્ર જોયું. રાણીએ ચિત્ર જોયું. જઈને તેઓ ખૂબ જ પ્રસન્ન થઈ ગયાં.
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરની પસંદગી
૧૫૫
‘મંત્રી! આ શું કોઈ કલાકારની કલ્પનામૂર્તિ છે કે સાચેસાચ કોઈ રાજકુમારનું જ આ ચિત્ર છું?' રાજાએ ચિત્ર તરફ દૃષ્ટિ રાખીને મંત્રીને પૂછ્યું. ‘મહારાજા! આ કોઇ કલાકારની કલ્પનામૂર્તિ નથી, પરંતુ આ જેનું ચિત્ર છે તે રાજકુમાર હાલ વિધમાન છે!'
બસ! રાજાના આનંદનો કોઇ પાર ન રહ્યો. અત્યાર સુધીમાં હજારો રાજકુમારોને જોયા, સાંભળ્યા, પરંતુ ચિત્ત પ્રસન્ન નહોતું થતું. આજે આ ચિત્ર જોઈને રાજા-રાણીનું ચિત્ત પ્રસન્ન થયું.
ચિત્ર રાજમહેલમાં ફરવા માંડ્યું. જે જુએ છે તે અંજનાને ધન્યવાદ આપે છે; જે જુએ છે તે ‘અપૂર્વ રૂપ’ કહીને હસી ઊઠે છે.
બીજો દિવસ ઊગ્યો, રાજસભા ભરાઈ. ત્યાં એક બીજો મંત્રી ચિત્ર લઈને હાજર થયાં. રાજાને પ્રણામ કરી તેણે ચિત્ર રાજાની સમક્ષ રજૂ કર્યું.
સુંદર વસ્ત્રથી આવરાયેલા ચિત્ર પરથી વસ્ત્ર દૂર કર્યું અને જ્યાં ચિત્ર જોયું ત્યાં રાજાની આંખો વિકસ્વર બની ગઈ! ચિત્રને જોઈ જ રહ્યો... જોઈ જ રહ્યો.' રાજાના મુખ પરની રેખાઓ જોઈ, સભાના પ્રત્યેક સભ્યને ચિત્ર જોવાની ભારે ઉત્કંઠા જાગી.
રાજાએ ચિત્ર રાણીને આપ્યું, રાણી પણ આ ચિત્ર જોઈને હર્ષથી પુલકિત બની ગઈ. કાલનું ચિત્ર પણ રાણી પાસે હતું, તરત જ તેણે એ ચિત્ર કાઢ્યું અને આજના ચિત્ર સાથે તેની સરખામણી કરવા લાગી, પણ કોઈ કોઈનાથી ઊતરતું હોય તો ને? બેમાંથી જે જુએ છે તે ગમે છે! રાણીની મૂંઝવણ વધી ગઈ! બેમાંથી કોના પર પસંદગી ઉતારવી? તેણે બંને ચિત્રો રાજાને આપ્યાં. રાજાની પણ એ જ સ્થિતિ થઇ! મહામંત્રી રાજા-રાણીની આ મૂંઝવણનો તાગ પામી ગયા. તેમણે આગલા દિવસે ચિત્ર લાવનાર મંત્રીને ઊભા કર્યા અને કહ્યું.
‘તમે ગઈ કાલે જેનું ચિત્ર લાવ્યા, તેના અંગેની જે કોઈ વિશેષ માહિતી તમારી પાસે હોય તે મહારાજાને કહો.'
મંત્રીએ કહ્યું : ‘મહારાજા! મેં જે ચિત્ર ગઈ કાલે આપને આપ્યું, તે રાજ કુમારનું તે નામ 'વિદ્યુત્પ્રભ' છે. વિદ્યાધરનાથ હિરણ્યાભનો પુત્ર છે. ‘સુમના’ રાણીની કુક્ષિને અજવાળનારો છે. એના ચિત્ર પરથી જ એના રૂપનો ખ્યાલ આવી શકે છે. અને આવૃત્તિ: થતિ ગુણાન્-આકૃતિ પરથી વ્યક્તિના ગુણો જાણી શકાય! રૂપ, કુળ, બળ, બુદ્ધિ અને ગુણ... વગેરે બધું જ ઉત્તમ કક્ષાનું છે. વિશેષ તો શું કહું? મંત્રીએ પોતાનું વક્તવ્ય પૂર્ણ કર્યું એટલે મહામંત્રીએ બીજું ચિત્ર લાવનાર મંત્રીને કહ્યું.
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
જૈન રામાયણ ‘હવે તમે જે રાજ કુમારનું ચિત્ર લાવ્યા છો તેની વિશેષ માહિતી આપો.' મંત્રીએ ઊભા થઈને રાજાને મસ્તક નમાવીને પોતાનું વક્તવ્ય શરૂ કર્યું.
મહારાજ! આદિત્યપુર નગર, વિદ્યાધરોની દુનિયામાં પ્રસિદ્ધ છે. એ નગરનો રાજા છે અલ્લાદ. પરાક્રમી અને ગુણિયલ અલ્લાદને કેતુમતી નામની પત્ની છે. તેમનો પુત્ર છે ‘પવનંજય.” અભુત પરાક્રમી અને અપાર કળાઓનો તે સ્વામી છે. એ કુમારનું ચિત્ર જ એના બેનમૂન રૂપ અને ગુણને કહી આપે છે.'
રાજાને બંને કુમારોની વિશેષતા સમાન લાગી. મૂંઝવણનો અંત ન આવ્યો. રાજા, રાણી અને બીજા વિચારમાં પડી ગયા. પરંતુ ત્યાં તો વિધુત્રભનું ચિત્ર લઈને આવનાર મંત્રી ઊભો થયો અને કહ્યું :
મહારાજ એક મહત્ત્વની વાત કહેવાની રહી ગઈ.” શું?' એકદમ ઉત્સુક હૃદયે રાજાએ પૂછ્યું. વિદ્યુ—ભ ચરમશરીરી છે, એમ એક વિશ્વાસપાત્ર નૈમિત્તિકનું કથન છે, અર્થાત્ આ જ ભવે તે મોક્ષે જનાર ઉત્તમ આત્મા છે.”
પવનંજય કરતાં વિદ્યુ—ભની આ અસાધારણ વિશેષતા કહેવાય.” મહામંત્રીએ સ્પષ્ટ ખુલાસો કરવાના આશયથી પ્રશ્ન કર્યો.
‘તમે વિદ્યાની વાત કહી તે સુંદર, પરંતુ જે નૈમિત્તિકે એનું આ ભવમાં નિર્વાણ કહ્યું, તે નૈમિત્તિકોએ એ પણ કહ્યું હશે ને કે કેટલા વર્ષ અને નિર્વાણ થશે?' ‘હા જી, એ પણ કહ્યું છે.' તે વાત કરો.' નૈમિત્તિકે કહ્યું છે કે અઢાર વર્ષની વયે તેમનું નિર્વાણ થશે.” હું! શું કહો છો? અઢાર વર્ષની વયે નિર્વાણા?' રાજા બોલી ઊઠ્યા. હા જી. આ વાત સત્ય છે, જરાય ખોટી નથી.” મહામંત્રીએ પવનંજયનું ચિત્ર લાવનાર મંત્રીને પૂછ્યું : “મંત્રી, પવનંજયના આયુષ્ય અંગે તમારી પાસે કોઈ ચોક્કસ માહિતી છે? હોય તો કહો.”
હા જી, પવનંજયનું આયુષ્ય લાંબું અને બળવાન છે, નૈમિત્તિકોનું કથન છે અને તે કથન ભરોસાપાત્ર છે.”
‘મહામંત્રીએ મહારાજાની સામે જોયું. રાજા મહામંત્રીના નિર્ણયને સમજવા ઇચ્છતો હતો. તે મહામંત્રીએ રાજાના મુખ પરની રેખાઓ પરથી જાણ્યું.
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરની પસંદગી
૧૫૭ “મહારાજા, હવે જો આપશ્રી અનુજ્ઞા આપો તો આ પ્રકરણ અંગે હું કાંઈક કહું.”
હા, હા, જરૂર કહો મહામંત્રી!' ખોંખારો ખાઈને જરા ગળું સાફ કરી, ખેસને ખભા પર સરખો કરી, મહામંત્રીએ પોતાનું કથન શરૂ કર્યું.
મહારાજા! રાજકુમારી અંજના માટે યોગ્ય વરની પસંદગી કરવા માટે આપશ્રીએ ભારે જહેમત ઉઠાવી છે, એ માટે કે અંજના પરણીને જ્યાં જાય ત્યાં તે સુખપૂર્વક પોતાનું જીવન જીવી શકે. આ લોક અને પરલોકમાં સુખી બનાવનારી કરણી કરી શકે. ભગવંત જિનેશ્વરદેવે બતાવેલું શ્રાવિકા જીવન જીવી શકે. એટલું જ નહિ, પરંતુ પોતાના પતિને, સાસુને, સસરાને, નણંદને, દિયરને નિર્મળ સ્નેહના ધોધથી નવરાવી નાખે! પતિ તરફથી એને વૈષયિક સુખોની પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ન આવે.
આ બધા માટે જેની સાથે આપણે અંજનાનાં લગ્ન કરીએ, એનું આયુષ્ય કેટલું છે, એ જાણી લેવું આવશ્યક હોય છે, અને તે આપણે જાણી લીધું. વિધુત્રભ કરતાં પવનંજય વધુ આયુષ્યવાળો છે, અને બીજી કોઈ વાતમાં વિદ્યુ—ભથી ઊતરતો નથી. માટે મને તો લાગે છે કે અંજના માટે પવનંજય જ યોગ્ય છે.' સભામાં મૌન છવાયું. થોડી ક્ષણો વીતી. રાજા બોલ્યા.
મહામંત્રીએ પવનંજયની પસંદગી કરી છે તે યોગ્ય જ કરી છે. મને લાગે છે કે અંજનાનું હિત ચાહતા કોઈને પણ આમાં વાંધા જેવું નહિ લાગે.'
પસંદગી યોગ્ય છે. પસંદગી યોગ્ય છે.” મહારાણી હૃદયસુંદરી બોલી ઊઠી. ‘નિર્ણય લેવાઈ ગયો. સહુ આનંદિત બન્યાં.
કેવો એ ભવ્ય ભૂતકાળ! કન્યાને પરણાવવા માટે માતા-પિતાની કેવી તકેદારી! કન્યાના ભાવિકાલીન હિતનો કેવો ઉદાત્ત વિચાર!
માતા-પિતા જ્યારે આટલાં ચિંતાતુર હોય ત્યારે કન્યાને પછી સ્વતંત્રપણે બીજો કોઈ વિચાર કરવાનો રહે ખરો?
ખરેખર, આ એક ગંભીરપણે વિચારવા જેવી હકીકત છે. સંતાનો સ્વતંત્ર મિજાજનાં બને છે શાથી? તેનો આપણે વિચાર નથી કરતા અને વિચાર કરીએ તો તેમાં કેવળ સંતાનની જ અયોગ્યતા જોઈએ છીએ! શું એમાં માતા-પિતા
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
જૈન રામાયણ જવાબદાર નથી? સંતાનોના માનસિક વલણથી હરહંમેશ વડીલો વાકેફ રહે અને એને અનુરૂપ વર્તન રાખે તો સંતાનો કદીય સ્વતંત્ર મિજાજવાળાં નહિ બને અને માતા-પિતા સંતાનોના જીવનમાં સ્વચ્છંદાચાર ન પ્રવશે તેની તકેદારી રાખે!
“યૌવનમાં પ્રવેશેલી અંજનાના ચિત્તની સ્થિતિનો યથાર્થ ખ્યાલ રાજારાણીને હતો અને તે મુજબ તેમણે તેના માટે યોગ્ય વરની પસંદગીનું કાર્ય પ્રારંવ્યું ‘અમારી કન્યા કેવા વરની ઝંખના ફરતી હશે ? રૂપવાન, ગુરાવાન, મૃદુ સ્વભાવવાળો, કાર્યદક્ષ, પ્રેમાળ, શુર, વીર, આવો વર એ ઇચ્છે, માટે આપણે એવા વરની તપાસ કરો!
વડીલો ને સંતાનોના બધા જ વિચારો ફગાવી દેવા પ્રયત્ન કરશે અને પોતાના જ વિચારો મુજબ વર્તવા સંતાનો પર દબાણ લાદેશે . પરિણામ અતિ દાણ આવશે.” સંતાનોના વિચારોને સમજવા માટે વડીલોએ થોડીક ફુરસદ કાઢવી જ રહી.
મહારાજાનો જય હો! વિજય હો!” એક વિદ્યાધરે આવીને રાજા મહેન્દ્રનાં ચરણોમાં મસ્તક નમાવ્યું.
“મહારાજા! આવતીકાલનો દિવસ મહાતીર્થ નંદીશ્વર દ્વીપની યાત્રાના ભવ્ય દિવસ છે. લાખો વિદ્યાધરો સાથે વિદ્યાધર નરેન્દ્ર આવતી કાલે નંદીશ્વર દ્વીપ પર પહોંચી જશે અને પરમાત્મા શ્રી જિનશ્વરદેવની અપૂર્વ ભક્તિ કરશે, મહોત્સવ ઊજવશે.”
બહુ સરસ. આપણે પણ જવાની અત્યારે જ તૈયારી કરો,' એમ કહી રાજા મહેન્દ્ર આગંતુક વિદ્યાધરને અલંકારોની ભેટથી ભરી દીધો!
દેવી, તમે પણ તૈયાર થાઓ. આજે જ આપણે નંદીશ્વર પહોંચી જઈએ. અંતઃપુરમાં બધાને તૈયાર થવાનું કહો. હું પણ તૈયાર થાઉં છું.”
જેવી સ્વામીની આજ્ઞા!” પતિને બે હાથ જોડી, મસ્તક નમાવી હૃદયસુંદરી પરિચારિકાઓની સાથે અંતઃપુર તરફ રવાના થઈ. રાજા મહેન્દ્ર મહામંત્રી સાથે કેટલીક રાજકીય બાબતો અંગે મસલત કરી, પોતાના ભવનમાં પહોંચી ગયા.
નંદીશ્વરની યાત્રાએ જવા આખા ય નગરમાં તૈયારી થવા માંડી. રાજાના અંતઃપુરમાં પણ ભારે ઉલ્લાસ વ્યાપી ગયો.
અંજના, બેટા તૈયાર થઈ કે નહિ?” હૃદયસુંદરી અંજનાને કહેવાનું ભૂલી જ ગઈ હતી; અને અંજના તો એના ખંડમાં બેઠી બેઠી સખીઓ સાથે વાર્તાવિનોદ
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરની પસંદગી
૧૫૯ કરતી હતી, હૃદયસુંદરીને અચાનક યાદ આવ્યું. દોડતી એ અંજના પાસે આવી અને તૈયાર થવા કહ્યું.
શાની તૈયારી મા?' અંજનાને તો નંદીશ્વરદીપની યાત્રાનો ખ્યાલ જ ના હતો.
કેમ, તને સમાચાર નથી મળ્યા? નંદીશ્વરદ્વીપ જવાનું છે. આપણે!'
બહુ સરસ, આ તૈયાર થઈ સમજ!' તીર્થયાત્રાની વાત આવતાં તે નાચી ઊઠી. માતાને વિદાય કરી, સખીઓને તૈયાર થવા અંજનાએ કહ્યું. પરંતુ અંજનાની પ્રિય સખી વસંતતિલકા ત્યાં હાજર ન હતી. ‘વસંતતિલકા ક્યાં છે?” અંજનાએ પૂછ્યું. “એ આવી!” કારમાં પેસતા જ વસંતતિલકાએ કહ્યું. આયુષ્ય મોટું લાગે છે!” મારી સખી કરતાં નાનું!' “એટલે મારા કરતાં વહેલું મરવું છે એમ ને?' ‘હાસ્તો! તને આંખ સામે જોતી જોતી મરું તો..”
“અરે, અત્યારે વળી મરવાની વાત! જીવવાની વાત કરો ને બીજી સખીએ કહ્યું. “અરે, પણ તું ક્યાં ગઈ હતી?' અંજનાએ વસંતતિલકાને પૂછ્યું. મંત્રણાલયમાં!” ગંભીર મુખ કરીને વસન્તતિલકાએ જવાબ આપ્યો. તે તને કોણે મંત્રણાલયમાં ધૂસવા દીધી?' મને કોણ રોકી શકે એમ છે?” ‘ઓ હો!' 'હાસ્તો! માતાજીની પૂંઠે પૂંઠે પહોંચી ગઈ...” “મહાન પરાક્રમી!” ‘ત્યારે શું ઓછી પરાક્રમી છું?' “ઠીક, ઓછી નહિ. પણ એ તો કહે, મંત્રણાલયમાંથી શું જાણી લાવી ?' અંજનાએ મૂળ વાત પર આવતાં પૂછ્યું.
બા-બાપુજીએ આજે તારો ફેંસલો કરી દીધો!' “મારો?'
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬o
જૈન રામાયણ "ના, તો શું માર?'
શાનો ફેંસલો? જે હોય તે સીધું કહેને...' ‘એને સીધું કહેવાની બાધા છે!' મિશ્રકા અંજનાની પડખે આવી.
તારે તો બાધા નથી ને? તું કહે!' મિશ્રાની સામે વસંતતિલકાએ ડોળા કાઢયા.
હું મંત્રણાલયમાં હતી નહિ, નહિતર હું તારા જેવા ચાળા ન કર, હા!' મિશ્રકા પણ ગાંજી જાય એમ ન હતી!
‘તમે લોકો આમ સમય કાઢી નાંખો અને હમણાં જ માતાજી આવી પહોંચશે...'
કેમ?” વસંતતિલકાએ પૂછ્યું. નંદીશ્વર જવાનું છે ને..' ‘હા હા! હું તો કહેવાનું ભૂલી જ ગઈ...' “ભૂલી જ જાય ને, સીધી વાત ન કરે તો...” તો સાંભળ, સીધી વાત કરું.' વસંતતિલકા વાતનો પ્રારંભ કરે ત્યાં તો હૃદયસુંદરી આવી પહોંચી. અંજના, તમે હજુ તૈયાર નથી થયાં?
આ તૈયાર થઈએ એટલી વારમાં...' ‘તમારી વાતોનો પાર આવવાનો નથી અને તારા પિતાજી રાહ જોઈને ઊભા છે. વિમાનમાં બધું ગોઠવાઈ પણ ગયું છે. તારી જ રાહ જોવાય છે.'
‘તું જા, અમે આવી પહોંચીએ છીએ.” માતાને રવાના કરી અંજના ઝટપટ તૈયાર થવા માંડી. સખીઓએ વસ્ત્રો, અલંકારો વગેરે જે જે સાથે લેવાનું હતું તે વ્યવસ્થિત કરી લીધું, અને સમયસર વિમાનમાં જઈ પહોંચ્યાં.
સંપૂર્ણ ઋદ્ધિ-સમૃદ્ધિ અને પરિવાર સાથે રાજા મહેન્દ્ર વિમાનને નંદીશ્વર તરફ ઉપાડ્યું.
0
0
0
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯. પવનંજય અને અંજના
સ્નાનાદિ ક્રિયાઓથી પરવારી રાજા મહેન્દ્ર જિનપૂજન માટેનાં સુંદર શ્વેતવસ્ત્રો ધારણ કરી, પૂજનની ઉચ્ચ પ્રકારની સામગ્રી લઈ, જિનભવનમાં જવા માટે તૈયાર થયા. પતિને તૈયાર થઈને ઊભેલા જોઈ, હૃદયસુંદરી પણ ઝડપથી વસ્ત્રપરિધાન કરી, પતિની પાસે આવી ઊભી.
અંજનાને કેટલી વાર છે?' હૃદયસુંદરીને રાજાએ પૂછ્યું.
એ અંજના..” બૂમ પાડતી હૃદયસુંદરી અંજનાના ખંડ તરફ ઝડપથી પહોંચી. ત્યાં તો સખીઓનો વિનોદ ચાલી રહ્યો હતો. માતાનો અવાજ સાંભળીને ટપોટપ સખીઓ તૈયારી કરવા લાગી.
તમને એટલો ખ્યાલ નથી રહેતો કે, મહારાજા ક્યારના ય તૈયાર થઈને તમારી રાહ જોઈને ઊભા છે?' હૃદયસુંદરીએ જરાક ભારે અવાજે કહ્યું.
બે મિનિટમાં તો ટપોટપ તૈયારી કરી, અંજના પિતાજીની પાસે આવી પહોંચી. પાછળ સખીઓ પણ પૂજનસામગ્રી લઈને આવી પહોંચી. પિતાજીના હાથમાંથી પૂજાનો થાળ લઈ, અંજના આગળ ચાલવા લાગી.
નંદીશ્વરદ્વીપનાં ગગનચુંબી ભવ્ય જિનમંદિરોને જોઈને સૌનાં હૈયાં પુલકિત બની ગયાં. વિધિપૂર્વક પ્રવેશ કરી સૌએ ઊછળતા ભક્તિભાવથી પરમાત્મા શ્રી જિનેશ્વરદેવની ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરી.
દ્રવ્યપૂજા પૂર્ણ કરીને સૌ ભાવપૂજા કરવા માટે મંદિરના મધ્ય ભાગમાં આવીને બેઠાં. પરમાત્મા પ્રત્યેની ભરપૂર ભક્તિથી મધુર કંઠે સ્તવના કરી.
ત્યાં આદિત્યપુરના રાજા પ્રલાદ પણ પોતાના વિશાળ પરિવાર સાથે યાત્રાર્થે આવેલો. રાજા મહેન્દ્રની અપૂર્વ જિનભક્તિ ચાલતી જોઈન પાછળ જ બેસી ગયો.
રાજા મહેન્દ્રની બાજુમાં બેઠેલી અંજના પર પ્રલાદની દૃષ્ટિ પડી. એના ચિત્તમાંથી વિચારની એક હારમાળા પસાર થઈ ગઈ. તત્ક્ષણ પાછો તે પ્રભુભક્તિમાં લીન બની ગયો.
સ્તવના પૂર્ણ થઈ. રાજા મહેન્દ્ર પરિવાર સાથે જિનમંદિરમાંથી બહાર નીકળ્યો. મલ્લાદ પણ પાછળ જ બહાર નીકળ્યો અને મહેન્દ્રને ભેટયો. બંને રાજાઓએ અરસપરસ સુખશાતા પૂછી. રાજ્યની કુશળતા પૂછી. બંને
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ર
જેન રામાયણ વાતો કરતા કરતા મહેન્દ્રના નિવાસસ્થાને આવી પહોંચ્યા. દીવાનખાનામાં બે સુંદર સિંહાસન પર બંને બેઠી અને વાર્તાલાપ આગળ ચાલ્યો. અલ્લાદે જરાક મૌન ધારણ કરીને મહેન્દ્રની સામે ગંભીર દષ્ટિથી જોયું.
કહો, જે કહેવું હોય તે, સંકોચ રાખ્યા વગર કહો.' મહેન્દ્ર પ્રલ્લાદની મુખમુદ્રા જોઈને કહ્યું.
મારે એક માગણી કરવી છે...!” આછેરું સ્મિત કરીને પ્રલાદ ભૂમિકા રચી.
એક નહિ બે!” મહેન્દ્ર પ્રસ્લાદનો સંકોચ તોડી નાંખ્યો. “રાજપુત્ર પવનંજય માટે તમારી અંજના મારે જોઈએ!' પ્રસ્લાદે ખુલ્લા દિલે વાત કરી દીધી.'
જ્યારથી તેણે જિનમંદિરમાં અંજનાને જોઈ હતી ત્યારથી એના ચિત્તમાં અંજનાને પોતાની પુત્રવધૂ બનાવવાનો સંકલ્પ જાગ્યો હતો. પુત્ર પવનંજય માટે તેને અંજના ખૂબ જ અનુરૂપ લાગી.
જ્યારે રાજા મહેન્દ્ર તો ઝંખતો જ હતો! ગમતું હતું ને વૈધે બતાવ્યું! મહેન્દ્ર જરાય ખેંચતાણ કે આનાકાની વગર પ્રલ્લાદનું વચન માન્ય રાખ્યું. મલ્લાદના આનંદનો પાર ન રહ્યો.
એટલું જ નહિ, પરંતુ લગ્ન પણ ક્યારે કરવું તેનો નિર્ણય કરવા તરત પુરોહિતને બોલાવવામાં આવ્યા.
પુરોહિતજી! બહુ જ નજીકમાં આવતું હોય તેવું મુહૂર્ત કાઢી આપો.' રાજા મહેન્દ્ર કહ્યું અને પ્રલાદની સામું જોયું. પ્રલાદે પણ તેમાં પોતાની સંમતિ આપતાં કહ્યું : “હા, હા” બહુ વિલંબ કરવો સારો નહિ શુએ .
જોષીએ પણ વિચાર્યું કે અહીં હું સુંદરમાં સુંદર મુહુર્ત કાઢીને બતાવીશ, પરંતુ જો મોડું હશે તો આ રાજાઓને પસંદ નહિ પડે. માટે બહુ ઊંડાણથી ન જતાં ઉપરછલ્લે જોઈને કહી દેવું વધુ હિતાવહ છે. નક્ષત્ર, યોગ વગેરે થોડુંક જોઈને જેપીએ કહ્યું :
આજથી ત્રીજા દિવસે લગ્નનું મુહૂર્ત આવે છે.' સરસ સરસ!' બંને રાજાઓ બોલી ઊઠયા,
જીવની કેવી અજ્ઞાન દશા છે! બંને રાજાઓ એ ભાવિની, ભયંકર હોનારત ક્યાંથી જાણી શકે? એમને ખ્યાલ નથી કે આ મુહૂર્ત લગ્નગ્રંથિથી પુત્ર-પુત્રી જોડાશે તો તેનું પરિણામ દારણ વિખવાદમાં આવવાનું છે!
સુખના દિવસોમાં રાચતા-માચતા જીવને સમજ નથી કે છાંયડા પછી તડકો આવવાનો છે! ફૂલની સાથે કાંટા લાગેલા હોય છે!
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પવનંજય અને અંજના
૧૩ બંt રાજાઓની પોતપોતાની મનની ધારણા પાર પડી હોવાથી આનંદ અનુભવી રહ્યા છે. તેમાં ત્રીજા જ દિવસે લગ્નનું મુહૂર્ત આવતાં તેઓ નાચી ઊડ્યા અને માનસરોવરના રમણીય તીર પર આ ભવ્ય લગ્નોત્સવ ઊજવવા તેવા તેમણે નિર્ણય કર્યો.
પોતપોતાના પરિવારને આજ્ઞા પણ કરી દીધી કે માનસરોવરને તીરે સ્વર્ગ જેવું સુંદર એક નગર ખડું કરી દો! પરંતુ આ તો બંને વેવાઈઓની વાત થઈ.
આ વાતની ખબર અલ્લાદપુત્ર પવનંજયને પડી. તેણે તરત જ પોતાના મિત્ર પ્રહસિતને પૂછયું :
મિત્ર! તે અંજનાને જાંઈ છે? તે કેવી છે?' “અંજના? હા મેં જોઈ છે. રંભા અને ઉર્વશીના સૌંદર્યને પણ ટપી જાય તેવું તેનું અનુપમ દર્ય છે!” હસતાં હસતાં પ્રહસિતે કહ્યું.
તું મશ્કરી ન કર. જે વાત સાચેસાચી હોય તે કહે.' પ્રહસિતને હસતો જોઈ પવનંજય કંઈક શંકા પડી.
મશ્કરી કરવાની હોય મિત્ર! અને મેં જે રૂપ દીઠું છે તેનું હું શબ્દોમાં વર્ણન કરી શકું એમ નથી. અરે, આંટો બૃહસ્પતિ આવે તો એ પણ વર્ણન કરી ન શકે, સમજ્યો?'
આ શબ્દો સાંભળીને પવનંજય ક્યાં ઊભો રહી શકે?
અંજનાને નજરોનજર જોવા માટે તે તલપાપડ બની ગયો. પ્રહસિતના ગળે બે હાથ ભેરવીને, આંખોમાં આંખો મિલાવીને તેણે કહ્યું : દોસ્ત! આજ ને આજ મને અંજના દેખાડ..” અરે પણ લગ્નની ક્યાં વાર છે? ત્રીજા દિવસે તો...'
ત્રણ દિવસ છે વચ્ચે મિત્ર! એક દિવસ તો શું, એક ઘડી પણ હવે મારા માટે એક માસ જેવી થઈ ગઈ છે.”
કામની ગતિ ન્યારી હોય છે! કામ કોને નથી નચાવ્યા? ભલભલા પંડિતોને, મુનિઓને પણ કામે પલવારમાં પછાડી દીધો છે તો પછી પવનંજય જેવો રાજપુત્ર તો શી વિસાતમાં? કામના વાતાવરણમાં ફસાયા પછી એમાંથી મુક્ત થવું ઘણું જ દુષ્કર હોય છે. એવું દુષ્કર કાર્ય કરનારા તો ઝાંઝરિયા મુનિ, સુદર્શન શેઠ કે સ્થૂલભદ્રજી જેવા કોઈક હોય છે! પ્રહસિતે કહ્યું : “મિત્ર, જરા
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
જૈન રામાયણ ધીરજ ધર. આજની રાતે તું તારી ભાવિ પત્નીને નજરોનજર જઈશ, બસ ને?”
પવનંજયને પ્રહસિતની વાતથી આશ્વાસન મળ્યું. જ્યારે રાત્રિ ૫ડે અને અંજના જોવા મળે. બસ, એ જ વિચારમાં તેણે જેમ તેમ કરીને દિવસ પૂર્ણ કર્યો.
બિચારો પવનંજય! નથી જાણતો કે આજની રાતે તે એક દાણ અનિષ્ટનું નિમિત્ત બની જવાનો છે...!
આવેગમાં દોડી જતાં જીવની કેવી કરુણાજનક સ્થિતિ સર્જાય છે, એટલું જ નહિ પણ એ બીજા જીવોની પણ કેવી કફોડી સ્થિતિ કરી મૂકે છે, તે વાત અહીં આપણને પવનંજય બરોબર બતાવી જાય છે.
રાત પડી. પૃથ્વી પર અંધારું પથરાયું, ત્યારે પવનંજયના વાસનાઘેલા અંતરમાં અંજનાને જોવા જવાની ઇચ્છા તીવ્ર બની ગઈ. મિત્ર પ્રહસિત આવી ગયો. પવનંજયને આપવા જેવી કેટલીક શિખામણો આપીને, બંને મિત્રો આકાશમાર્ગે માનસરોવરના તીરે આવી પહોંચ્યા.
રાજા મહેન્દ્ર અંજના માટે સાત મજલાનો મહેલ ઊભો કરી દીધો હતો. ૨નના દીપકોથી મહેલ ઝળઝળી રહ્યો હતો. સાતમે મજલે અંજના પોતાની સખીઓ સાથે વાર્તાવિનોદ કરી રહી હતી.
બંને મિત્રો સાતમા મજલે પહોંચ્યા. પ્રહસિતે એવી જગા શોધી કે જ્યાંથી તેઓ અંજનાને જોઈ શકે, પરંતુ અંજના કે એની સખીઓ આ બે મિત્રોને ન જોઈ શકે.
પવનંજયે અંજનાને જોઈ, જોયા જ કરી. અંજનાનું અદ્ભુત રૂપ જોઈને પવનંજય વાજુબ થઈ ગયો. વિશ્વની આ શ્રેષ્ઠ રૂપસુંદરી પોતાની ભાવિ પત્ની થનાર છે, એ વિચારથી તેનું હૈયું નાચી ઊઠ્યું.
ત્યાં અંજનાની સખીઓનો વાર્તાલાપ એના કાને અથડાયો. વસંતતિલકા બોલી : “અંજના! તું ખરેખર બડભાગી છે હોં, કે તને પવનંજય જેવો પતિ મળ્યો!'
મિશ્રકા બોલી : “અરે વસંતતિલકા, તું ય ખરેખરું, માખણ લગાવે છે, અલી: ચરમશરીરી વિદ્યુ—ભને છોડીને કોઈ વર વખાણવા જેવો હોય ખરો?'
વસંતતિલકા બોલી : તું તો ગાંડી બોરનું બીટું ય જાણતી નથીને વિદ્યુભને વખાણવા નીકળી પડી, મૂર્ખ, અલ્પ આયુષ્યવાળો પતિ આપણી સ્વામિનીને શા કામનો? પતિ તો દીર્ધાયુ હોવો જોઈએ, સમજી?'
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પવનંજય અને અંજના
૧૬૫ મિકા બાલી : ‘વસંતતિલકા, તારી ય બુદ્ધિ બહેર મારી ગઈ લાગે છે. અમૃત થોડું હોય તો ય અમૃત તે અમૃતા અને ઝેરના મોટા માટલાં ભર્યા હોય તોય તે શું કરવાનાં?'
અંજનાને તો ૧ વસંતતિલકાનો પક્ષ લેવાય કે ન મિશ્રકાનો પક્ષ લેવાય! તેણે તો મૌન જ રહેવું પડે. નહિતર તો સખીઓ એની ખરેખરી મશ્કરી જ ઉડાવે! પરંતુ અંજનાનું મૌન પવનંજયના હૈયામાં જુદો જ વિચાર જન્માવી ગયું. પવનંજયે વિચાર્યું : આ બીજી સખી મારી સરખામણી ઝેર સાથે કરે છે, છતાં અંજના મૌન રહે છે, માટે જરૂર એના મનમાં વિદ્યુ—ભ વસેલો છે. જો એણે મને મનમાં વસાવેલો હોત તો સખીને બોલતી બંધ કરી દેત...' તેનો રોષ ભભૂકી ઊઠ્યો. કમરેથી ખડગ ખેંચી કાઢી તે ઘસ્યો. જેના દિલમાં વિદ્યુભ છે તે સખી અને સ્વામિની બંનેનાં માથાં ધડથી જુદાં કરી નાંખું,' એમ બોલતો તે અંધકારને ચીરતો આગળ વધ્યા, ત્યાં જ પ્રહસિતે હાથ પકડીને ઊભો રાખ્યો. “આ શું કરે છે?' મને રોક મા, મારા રોષની આગમાં આહુતિ આપીને જ હું જંપીશ.”
અરે, સ્ત્રી અપરાધી હોય તો પણ અવધ્ય છે, જ્યારે આ અંજના તો નિરપરાધી છે.”
અંજના નિરપરાધી છે? બોલ મા. નાહક મને વધુ રોષાયમાન ન કર.”
ખરેખર કહું છું મિત્ર, અંજના નિરપરાધી છે. સખીને બોલતી તેણે વારી નહિ તેમાં તેની લજ્જા જ કારણ છે, નહિ કે એના હૃદયમાં વિદ્યુપ્રભ છે માટે ”
પ્રહસિતે જરા સખત શબ્દોથી પવનંજયને દાબી દીધો. પરંતુ પવનંજયના હૃદયમાંથી અંજના પરનો રોષ જરા ય ઓછો ન થયો. જેટલા ઉમળકાથી, પ્રેમથી તે અંજનાના રૂપામૃતનું પાન કરવા આવ્યો હતો તેટલા જ વૈષથી તે ઘેર પાછો ફર્યો. મિત્રની સાથે તે આકાશમાર્ગે ત્યાંથી સીધો જ પોતાના આવાસે આવી ગયો.
આવાસસ્થાને આવ્યો પણ તેને ઊંઘ આવતી નથી. ક્યાંથી આવે? એક બાજુ અંજના સાથે પિતાજીએ પોતાનો વિવાહ કબૂલી લીધો છે, જ્યારે બીજી બાજુ અંજના પ્રત્યે એના દિલમાં ભયંકર તિરસ્કાર જાગી ગયો છે! શું કરવું? અનેક પ્રફારના વિચારોના આતશમાં એનું દિલ સળગી રહ્યું છે.
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૩
જૈન રામાયણ અનેક વિચારો કરવા છતાં એ કોઈ પણ જાતના નિર્ણય પર ન આવી શક્યો ત્યારે તેને પ્રહસિત યાદ આવ્યો. “ક્યારે સવાર પડે અને મિત્રની સલાહ લઉં.” એ વિચારમાં ને વિચારમાં તે સવાર પડવાની રાહ જોઈ રહ્યો.
પ્રહસિત પણ ખૂબ જ ચિંતાતુર હતો. મિત્ર પવનંજય કોઈ પણ સાહસ ન કરી બેસે તે માટે તે જાગતો ને જાગતો જ પોતાના શયનખંડમાં પડ્યો હતો. કોઈ પણ ઉપાય દ્વારા પવનંજયના હૃદયમાંથી અંજના માટેના દુષ્ટ વિકલ્પ દૂર કરવા માટે પ્રહસિત યોજના વિચારી રહ્યો હતો.
અરુણોદય થયો. પ્રહસિત ઊઠીને સીધો જ પવનંજયના શયનખંડમાં પહોંચ્યો. પવનંજય પ્રહસિતની રાહ જોઈને જ બેઠો હતો. પ્રહસિતને જોતાં જ પવનંજય પલંગમાંથી બેઠો થઈ ગયો અને પ્રહસિતને પોતાની બાજુમાં બેસાડયો.
પ્રહસિત, અંજના સાથે લગ્ન કરવાથી સર્વ પર્વ... 'મિત્ર, તું જરા સ્વરચિત્તે વિચાર કર.”
“મારું મન અત્યારે ઘણું જ વિદ્વળ છે. હજુ પણ એ શબ્દો મારા કાનમાં શુળની જેમ ભોંકાયા કરે છે.”
તારી વાત સાચી છે, પરંતુ તું જ અંજનાના રાત્રિના સંયોગને વિચાર કરીશ તો તને અંજના જરૂ૨ બિનગુનેગાર લાગશ. લગ્નના આગલા દિવસોમાં સખીઓ કન્યાની સમક્ષ પતિના ગુણદીપ બાલી, કન્યાના ચિત્તનું રંજન કરતી હોય છે. એમાં પતિને હકીકતમાં કંઈ તે હલકો પાડતી નથી. આપણી સંસ્કૃતિના હિસાબે એવા પ્રસંગે કન્યાએ મૌન જ રહેવું જોઈએ. જો સખીઓની વાતચીતમાં, વાર્તાવિનોદમાં એ ભાગ લે તો તેમાં કન્યાની નિર્લજ્જતા કહેવાય! માટે અંજનાના મનમાંથી તારે એ અર્થ ન કાઢવો જોઈએ કે એના હૃદયમાં વિધુત્રભ છે અને તું નથી.'
ગમે તેમ કહે, પરંતુ મને એના પ્રત્યે પૂરેપૂરી અરુચિ થઈ ગઈ છે. મને જે વસ્તુ પર અરુચિ થઈ ગઈ પછી ભલે મિષ્ટાન્ન હોય, છતાં પાવું ન જ ભાવે. એવી અરુચિથી ખાવાની જરૂર પણ શી? પણ આમાં એક ગુણિયલ સ્ત્રી પ્રત્યે તું ભારોભાર અન્યાય કરી રહ્યું છે.'
મને અન્યાય નથી લાગતો. હજુ ક્યાં હું એને પરણ્યો છું? બીજા કોઈ રાજ કુમારને...
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પવનંજય અને અંજના
૧૬૭
બાંલીશ મા, ન બોલાય તેવું. આર્યદેશની કન્યા એક વખત જ મનનું દાન દે છે. અંજના તો મનથી તો વરી ચૂકી જ છે. હવે એમાં કોઈ ફેરફાર શક્ય નથી.' ‘તેથી હું શું કરું? હું એને નથી જ પરણવાનો. ચાલ, હવે આપણે નગરમાં પહોંચી જઈએ.'
પલંગ પરથી ઊઠીને એણે ચાલવા માંડ્યું ત્યાં પ્રહસિતે હાથ પકડીને પાછો બેસાડ્યો. પવનંજય પ્રહસતની સામે ટગર ટગર જોઈ રહ્યો. પ્રહસિત પવનંજયના બે હાથ પોતાના હાથમાં સજ્જડ પકડી રાખ્યા.
થોડીક વાર બંને મિત્રોએ મૌન પકડ્યું.
‘પવનંજય! મહાપુરુષ કોને કહેવાય?' પ્રહસિતે ખૂબ જ મમતાભર્યા અવાજે વાતને આરંભી.
‘તું જ કહે’
‘એક વાર જે વાત સ્વીકારી તેને કોઈ પણ ભોગે ન છોડે તે.’
‘એટલે?’
એટલે એ કે તેં એકવાર અંજનાને સ્વીકારી લીધી છે. હવે તારે એ સ્વીકારને કોઈ પણ ભોગે નકારવા ન જોઈએ.’
‘મારું તેવું મહાનપણું.'
‘નથી જોઈતું એમ કહેવું છે ને?’ પ્રહસિતે વાક્ય પૂરું કર્યું. પવનંજય મૌન રહ્યા. ‘ભલે તારું મહાનપણું ન જોઈતું હોય; પરંતુ ગુરુજનોનું તો મહાનપણું ટકાવવું જોઈએ ને!’ પ્રહિંસતે વાતનો વળાંક લીધો.
‘તે હું ક્યાં વડીલજનોના મહાનપણાનો નાશ કરું છું?'
‘પિતાજીએ રાજા મહેન્દ્રને વચન આપ્યું છે, એ તું જાણે છે ને? નંદીશ્વર દ્વીપ પર જ બંને રાજાઓએ તમારાં સગપણ નક્કી કર્યાં છે એ તારાથી અજાણ છે? વિચાર કરે કે હવે જો તું ના પાડીશ તો પિતાજી મહેન્દ્ર રાજાને શું મોં દેખાડશે? શું તું એમ કહીશ કે ‘પિતાજીએ મને પૂછીને ક્યાં સગપણ કર્યું હતું? તને પૂછ્યા વિના તારું અંજના જેવી વિશ્વની શ્રેષ્ઠ રૂપસુંદરી સાથે સગપણ કર્યું. તેમના તારા પરના આ વિશ્વાસનો ઘાત કરવા માંગે છે?’
‘મારે ક્યાં વિશ્વાસધાત કરવો છે?' પવનંજય કંઈક ઢીલો પડ્યો.
વિશ્વાસઘાત નહિ તો બીજું શું? જ્યારે પિતાજી આ વાત જાણશે ત્યારે એમના દિલને કેવો કારમો ઘા વાગશે, તેનો તું ખ્યાલ કર. મિત્ર! હું સમજું છું
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
જૈન રામાયણ કે આ તબક્કે મારી આ વાતથી તું નારાજ થઈશ, પરંતુ એક કલ્યાણમિત્ર તરીકે મને મારી સમજ મુજબ જે લાગતું હોય તે કહેવું જ જોઈએ અને એ કહેતાં જો તારું દિલ દુભાયું હોય તો ક્ષમા કરજે.' પ્રહસિતનું ગળું જરા ગળગળું બની ગયું. ગળગળા અવાજે જ તેણે પોતાની વાતને આગળ લંબાવી.
ખરેખર દુષ્ટ પ્રારબ્ધનો જ આ વાંક લાગે છે, બાકી અંજનામાં દોપનાં અંશ પણ નથી. સ્નેહીજનોનાં હૃદય પણ જો દેવ રૂઠે તો ભદાતાં વાર નથી લાગતી.”
“પ્રહસિત, તારી બધી વાતનો સાર એ છે કે મારે વડીલોની ખાતર મારું ભાવિજીવન બરબાદ થતું હોય તો થવા દેવું.'
ના, જરા ય નહિ. જો મને તારું ભાવિજીવન બરબાદ થતું લાગતું હોય તો હું તને જરા ય આગ્રહ ન કરત. હું વડીલોને સમજાવવા પ્રયત્ન કરત. પરંતુ મને તો અંજના સાથેનું તારું ભાવિજીવન ઉજવવા લાગે છે, માટે જ આટલો આગ્રહ કરી રહ્યો છું. વળી માની લે કે અંજનાને છોડીને તું કોઈ બીજી કન્યા સાથે લગ્ન કરીશ તો શું ભાવિજીવન ઊજળું જ બની જશે એમ માને છે? અરે, જે તારું પ્રારબ્ધ જ વાંકું હશે તો સારી માનેલી કન્યા પણ પરણ્યા પછી બગડી જતાં વાર નહિ લાગે.”
કેવો અદ્દભુત મિત્ર! પવનંજય રાજપુત્ર હોવા છતાં, શરમમાં જરા ય • ખેંચાતાં અવસરે સાચી વાત કહેતાં તે અચકાતો નથી. ધર્મગુરુની અદાથી તે પવનંજયને સુંદર સલાહ આપીને, એક સારા મિત્રનો આદર્શ પૂરો પાડે છે!
ભાઈ! કેવળ તું તારા વિચારના પ્રવાહમાં ન ખચાઈ જા, તારી આસપાસના બધા જ સંયોગોનો તું વિચાર કર. બસ, મારે હવે કંઈ વધારે કહેવું નથી.”
વિજય પ્રહસિતની વાતનું ઉલ્લંઘા કરી શકે એમ ન હતું. મિત્રની વાત માન્ય રાખી, અંજના સાથે વિવાહ કરવા માટે તેણે સંમતિ આપી.
‘પરંતુ હૃદયમાંથી અંજના પ્રત્યેનો દુર્ભાવ તો ન જ ગયો! ક્યાંથી જાય ? પૂર્વભવમાંથી અંજના એવું પ્રારબ્ધ લઈને આવી છે કે પતિના હૈયામાં પોતાના પ્રત્યે સદ્ભાવ જાગવા જ ન દ!
હજુ બંને મિત્રોને પ્રભાતિક કાયોંથી પરવારવાનું બાકી હતું. દરવાજે પરિચારિકા રાહ જોઈને ઊભી રહી હતી.
પ્રહસિતે ઊભા થઈને દરવાજો ખોલ્યો. ઇશારાથી પરિચારિકાને અંદર દાખલ થવાની રજા આપી દીધી.
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પવનંજય અને અંજના
૧૬૯
પરિચારિકા વિનયપૂર્વક દાખલ થઈ અને કુમારને હાથ જોડીને વિનંતી કરી. ‘યુવરાજકુમાર! માતાજી આપની રાહ જુએ છે. આપની સાથે દુગ્ધપાન કરવાનું કહે છે.'
‘આ તરત જ આવ્યો...' કહેતો પવનંજય ઊઠ્યો. પરિચારિકા નમન કરીને પાછા પગે શયનગૃહની બહાર નીકળી ગઈ.
પ્રતિને સાથે જ લઈ પવનંજય માતાજીની પાસે પહોંચ્યો.
માતા કેતુમતીનો આનંદ સમાતો નથી. પ્રાણ કરતાં ય વધુ પ્રિય પુત્રના લગ્નનો મહોત્સવ જ્યારે મંડાયો હોય ત્યારે કેતુમતીના આનંદનું પૂછવું જ શું!
‘પુત્ર અને પુત્રના મિત્રનું મધુર શબ્દોથી સ્વાગત કરી, કેતુમતીએ બંનેને પોતાની સાથે બેસાડી, દુગ્ધપાન કર્યું; અને પુત્રને હવે ક્યાંય દૂર ન જવાની શિખામણ આપી; બંનેને વિદાય કર્યા.
બંને રાજાઓએ માનસરોવરના તટ પર જાણે નવી સૃષ્ટિનું સર્જન કરી લીધું. ઠેરઠેર ધજાઓ, તોરણો, કમાનોથી નગરને શણગારી દીધું. મધુર વાજિંત્રોના સૂરો સતત ગુંજવા લાગ્યા.
અંજના પણ પોતાનાં ભાવિજીવનનાં મધુર સ્વપ્નોને જોતી, હર્ષના સાગરમાં ઝૂલવા લાગી. સખીઓના ચતુર અને મનોહર વાર્તા-વિનોદથી અંજના સદાય હસમુખી બની ગઈ! અંજનાએ ભલે પવનંજયને નજરોનજર નથી જોયો, પરંતુ પવનંજયનું ચિત્ર જોયું છે. પોતાને એક દિવ્ય રૂપવાળો અને અદ્ભુત ગુણવાળો પતિ મળે છે, એ વિચારથી એ પોતાની જાતને મહાન ભાગ્યશાળી માનવા લાગી, એટલું જ શા માટે? સૌ કોઈ એને ભાગ્યશાળી માનવા લાગ્યું.
લગ્નનો દિવસ આવી લાગ્યો. શુભ મુહૂર્તે બંનેનું પાણિગ્રહણ થયું. બંને
લગ્નગ્રંથિથી જોડાયાં.
અંજનાએ અંતઃકરણથી પવનંજયનો પતિ તરીકે સ્વીકાર કર્યો, પરંતુ પવનંજયે તો માત્ર બાહ્ય વ્યવહારથી જ અંજનાનો પત્ની તરીકે સ્વીકાર કર્યો, એના હૃદયમાંથી તો અંજનાને ક્યારનોય દેશવટો મળી ચુક્યો હતો.
રાજા મહેન્દ્રે ખૂબ સ્નેહભાવથી પ્રહ્લાદરાજનું સ્વાગત કર્યું. પુત્રી અંજનાને ખૂબ મમતાથી અપૂર્વ પહેરામણી કરી, રાણી હૃદયસુંદરીની આંખમાંથી તો આંસુની ધારા વહી રહી. એકની એક વહાલી પુત્રીનો વિયોગ સહન કરવાનું ગજું એનામાં ક્યાંથી હોય! આંસુ વહેતી આંખે, પુત્રીના મસ્તક આલિંગન કરી માતાએ કહ્યું :
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
રની દીવાલ પર
જૈન રામાયણ બેટી અંજના, મારી કેટલીક શિખામણો તારા હૃદયમંદિરની દીવાલો પર લખી રાખજે -
તારા સસરાને તું પિતાતુલ્ય માનજે. તારી સાસુને માતાના સ્થાને સ્થાપજે. તારા પતિને તારા દેવ માનીને પૂજજે. શીલને જીવનની સર્વસંપત્તિ માનીને તેનું જતન કરજે . શ્રી નવકારમંત્રનું તારા ચિત્તમાં સતત ધ્યાન ધરજે. ગંભીરતા, ઉદારતા, સહિષ્ણુતા અને પ્રેમાળતા આ ચાર ગુણનાં ચાર પુષ્પો તારા અંબોડામાં સદેવ મઘમઘતાં રાખજે.
તારી મતિને પરમાત્મા શ્રી જિનેશ્વરદેવના ઉપદેશથી રસાયેલી રાખજે. વિશેષ તને શું કહેવું? તે જેવી રીતે અમારા ઘરને તારા ગુણોથી, કળાથી ઊજળું બનાવ્યું છે એવી જ રીતે હવે તારા ઘરને ઊજળું કરજે બેટા અને ક્યારેક તારી માતાને યાદ કરજે,'હૃદયસુંદરીનો અવાજ રડી પડ્યો. અંજનાની આંખોમાંથી આંસુની ધારા છૂટી. તેણે માતાનાં ચરણોમાં મસ્તક મૂકી માતાની શુભાશિષ માગી.
સખી વસંતતિલકાને સાથે લઈ જનાએ પવનંજયના વિમાનમાં પગ મૂક્યા. પ્રસ્તાદરાજનું વિમાન સૌપ્રથમ આકાશમાર્ગે ગતિશીલ બન્યું. ત્યારબાદ પવનંજયના વિમાને માનસરોવરના રમણીય તટનો ત્યાગ કર્યો.
અંજનાએ વિમાનની બારીમાંથી ડોકિયું કરી, માતા-પિતાનાં મધુર દર્શન કરી લીધાં. જોતજોતામાં તો વિમાન દૃષ્ટિથી દૂર દૂર ચાલી ગયું.
રાજા મહેન્દ્ર અને રાણી હૃદયસુંદરીની આંખમાંથી આંસુનું છેલ્લું બિંદુ પડી ગયું.
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦. દુ:ખ પછી સુખ છે આશાઓના જીર્ણશીર્ણ અને જર્જર અવશેષોના જનાજાને ઉપાડી પવનંજય આકાશમાર્ગે પોતાના નગર તરફ વળ્ય.
રાજા પ્રલાદે પુત્રવધુ અંજનાને સાત મજલાનો ભવ્ય મહેલ આવાસ માટે અર્પણ કર્યો. જાણે સ્વર્ગલોકનું વિમાન ભૂમિસ્થ બન્યું ન હોય! અનેક દાસદાસીઓથી અને રાજ કુળની વૃદ્ધાઓ, યૌવનાઓ અને બાળાઓની અવરજવરથી મહેલ ધમધમી ઊઠ્યો. જેણે જેણે અંજનાને જોઈ, તેણે તેણે પ્રશંસાનાં પુષ્પોની વર્ષા વરસાવી. આખો દિવસ લોકોની અવરજવર ચાલી. રાત્રિ પડી. અંજનાનું પ્યારું હૃદય પ્રમવારિનાં પાન કરવા ઉત્સુક બન્યું. પવનંજયનાં દર્શન કરવા તેની આંખો ચારેકોર ફરવા લાગી.
નીરવતા વ્યાપી અને અંધારું થયું. હમણાં પતિદેવ આવશે. હમણાં પ્રેમનું સંગીત રણઝણી ઊઠશે...” સંયોગ સુખની સુમધુર કલ્પનાની માદકતા તેની આંખોમાં છલકાવા લાગી.
રાજમહાલયનાં ચોકીદારે બારના ડંકા દીધા. અંજના કલ્પના-નિદ્રામાંથી ઝબકીને જાગી. જુએ છે તો પગ આગળ ભૂમિ પર સૂતેલી વસંતતિલકા સિવાય શયનગૃહમાં કોઈ જ દેખાયું નહિ. તેના હૈયામાં ધ્રાસકો પડ્યો. “વસંતા...” ભૂમિ પર સૂતેલી વસંતાને અંજનાએ ઢંઢોળીને જગાડી. “શું હજુ પવનંજય આવ્યા નથી?' અંજનાની સામે, આંખો ચોળતી વસંતતિલકાએ પ્રશ્ન કર્યો. ‘ના’. ભાંગેલા હૈયે અંજનાએ કહ્યું.
મૌન પથરાયું. અંજનાના મુખ પર ખેદ અને નિરાશાની લાગણીઓ પથરાઈ ગઈ, એના ચિત્તમાંથી અનેક અશુભ વિચારો પસાર થઈ ગયા.
‘પણ હવે આમ જાગતાં ક્યાં સુધી બેસી રહીશ? હવે સૂઈ જઈએ.’ વસંતતિલકાએ અંજનાનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું.
મારી તો ઊંઘ આજે જાણે નાસી ગઈ છે. નિસાસો નાંખીને અંજનાએ ઝરૂખાની બહાર મોટું કાઢયું.
મને લાગે છે કે જરૂર તેઓ કોઈ અગત્યના કામમાં પરોવાઈ ગયા હોવા જોઈએ.' વસંતતિલકાએ અંજનાના દિલને આશ્વાસન મળે એ હેતુથી કહ્યું. પરંતુ આવા પાયા વિનાના આશ્વાસનથી અંજનાને સંતોષ થઈ શકે એમ ન હતો. એ તો બેસી જ રહી. વસંતતિલકા પણ ઊંધી ન શકી. કેવી રીતે ઊંધી શકે? પ્રાણ કરતાં પણ અધિક વહાલી સખીનું ચિત્ત વ્યાકુળ હોય ત્યારે તેને ઊંઘ ન જ આવે.
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
જૈન રામાયણ આખી રાત પવનંજયની રાહ જોઈ જોઈને જ પૂરી કરી; એ આશાએ કે સવારે તો જરૂર પવનંજય આવશે અને રાત્રે પોતે ન આવી શકયો, તેની દિલગીરી વ્યક્ત કરી, પત્નીના ચિત્તનું રંજન કરશે. પરંતુ પ્રભાતવેળાએ પણ પવનંજયનાં દર્શન ન થયાં.
પવનંજય તો આવીને પોતાના નિવાસસ્થાનમાં જ સીધો પહોંચી ગયો અને રાજ્યના કાર્યોમાં રોકાઈ ગયો. જો કે તેનું ભગ્ન હૃદય રાજકાર્યોમાં પરોવાઈ શકે તેમ જ ન હતું, પરંતુ અંજના પ્રત્યેના ભારોભાર રોષે તેને અંજનાની પાસે પહોંચવા ન દીધો. મિત્ર પ્રહસિતે ઘણું ઘણું સમજાવ્યું છતાં તે ન સમજ્યો, તે ન જ સમજ્યો. તીવ્ર કષાયોના ઉદયમાં જીવની આવી જ પરિસ્થિતિ સર્જાય છે.
અંજનાને પોતાનું મોં પણ બતાવવું એણે બંધ કર્યું. અંજનાની સ્થિતિ કફોડી થઈ ગઈ. તેના ભાંગ્યા હૈયાની દર્દભરી ચીસો સાંભળનાર એક વસંતતિલકા સિવાય કોઈ જ ન હતું. સાત મજલાનો મોટો મહેલ એક બિહામણા ખંડિયેર જેવો ભાસવા લાગ્યો. અંજનાના કણ કંદનના પડઘા ભીંતો પર ભટકાવા લાગ્યા.
તીવ્ર વેદનાઓ, ઊભરાતાં આંસુઓ, ધખધખતા નિ:શ્વાસો, નિરાશાપૂર્ણ વિવશતા, દીનતા અને ઉદાસીનતાનું જાણે એક નરકાગાર સર્જાઈ ગયું.
પવનંજય વિના અંજનાનું જીવન અંધકારમય બની ગયું. જાણે ચન્દ્ર વિનાની અમાસની રાતલડી!
અંજના, પણ આમ રાત-દિવસ શોક અને આક્રંદ કરવાથી શું વિશેષ છે?' કેટલાય દિવસોથી, મહિનાઓથી અંજનાએ શરીરે સ્નાન નથી કર્યું, માથે તેલ નથી નાંખ્યું, વેણી શણગાર નથી કર્યો, સુંદર વસ્ત્રો નથી પહેર્યા. રોઈ રોઈને આંખો સૂઝી ગઈ છે. વિલાપ કરી કરીને તેનું મુખ પ્લાન બની ગયું છે. પલંગમાં આળોટી આળોટીને તેનાં કપડાં ચોળાઈ ગયાં છે. સખીની, આવી નજરે ના જોઈ શકાય એવી અસહ્ય સ્થિતિ જોઈને વસંતતિલકાએ અંજનાની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું,
“મારું તો સર્વસ્વ લુંટાઈ ગયું. અંજના રડી પડી. માં બે પગ વચ્ચે દબાવીને, તેણે ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યું.
“અંજના, તારા જેવી જિનવચનાનુરાગી સ્ત્રીને, આમ આપત્તિ વખતે મૂંઝાઈ જવું ન શોભે, આપત્તિ વખતે તો તે મૂંઝાઈ જાય કે જેને પુણ્ય – પાપ અને પ્રારબ્ધના સિદ્ધાંતો પર શ્રદ્ધા ન હોય. ચાલ ઊભી થા, આમ રડી રડીને જીવન પૂરું કરવું ન શોભે.'
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુિખ પછી સુખ
૧૭૩ “જાણું છું બહેન, મારાં કરેલાં કર્મોનું જ આ ફળ હું ભોગવી રહી છું. પરંતુ કંઈ સમજાતું નથી કે મને શું થઈ ગયું છે. એમના પ્રત્યે મારા દિલમાં જરા ય પ નથી, અlીતિ નથી. એ તો મહાન ગુણનિધિ છે.' વળી આંખોમાં આંસુનાં પૂર ઊમટ્યાં, વસંતતિલકાએ પોતાના પાલવથી આંસુને લૂછી નાંખ્યાં.
હું અભાગણ છું, મેં તેમને દુ:ખી કર્યા, હું તેમને સુખી ન કરી શકી. બસ, મને આ વાત વારંવાર યાદ આવે છે ને મારું હૈયું...”
તું અભાગણ નથી. તું તો મહાન ભાગ્યશાળી છે, દોષ પવનંજયનો છે. જો આ પ્રમાણે જ કરવું હતું તો પરણતાં પહેલાં એમણે વિચાર કરવો જોઈતો હતો..” વસંતતિલકાએ પોતાના હૈયાની વરાળ કાઢી.
‘એવું ન બોલ વસંતા, મનુષ્યને કે કોઈ પણ જીવને દુઃખ આવે છે તે પોતાનાં પાપકમથી આવે છે. મારું એવું કોઈ પાપકર્મ ઉદયમાં આવ્યું હશે કે જેના પરિણામે તેમના જેવા ગુણાનિધાનના હૈયામાં પણ મારા માટે કોઈ અશુભ ભાવ જાગ્રત થયો છે.”
વર્ષો વીતવા લાગ્યાં. સારા યે રાજ કુળમાં વાત પ્રસરી ગઈ કે પવનંજયે પરણ્યા પછી અંજનાનો ત્યાગ કરી દીધો છે. પવનંજયની માતા કેતુમતીએ પણ જ્યારે આ વાત જાણી ત્યારે તેના દિલને ભારે આઘાત લાગ્યો. તેણે પુત્રને ખૂબ જ સમજાવ્યો છતાં પવનંજય એકનો બે ૧ થયો. અંજનાના કયા ગુનાથી અંજનાનો ત્યાગ કર્યો છે, એ વાત પણ કહુમતીએ પૂછી, પરંતુ પવનંજય કોઈ ગુનો બતાવી શક્યો નહિ. શું બતાવે? ગુનો હોય અને સિદ્ધ કરી શકે એમ હોય તો બતાવે ને? હા, પોતે જ પોતાના મનમાં પડેલો સંશય કહે અને ખુલાસો માગે તો તો સુખદ સમાધાન થઈ જાય.
અને આવી રીતે જ મોટે ભાગે જીવ કોઈ નિરપરાધી જીવને દંડી રહ્યો હોય છે. એમાં પણ વડીલો જ્યારે નાનેરાંઓ પ્રત્યે, આ રીતે કોઈના કહેવા ઉપરથી કે વાતને પૂર્વાપરના સંબંધથી જાણ્યા વગર કોપાયમાન બને છે ત્યારે મહાન અનર્થ સર્જાય છે. નાનેરાંઓનાં જીવન જોખમાય છે. પ્રાજ્ઞ વડીલો તો કોઈના કહેવા પરથી કે વાતના પૂર્વાપરના સંબંધને જાણ્યા વગર કોઈના માટે નિર્ણય ન બાંધે, કોઈ નિરપરાધી જીવને ન દંડે. - કેતુમતી પણ વારંવાર અંજનાની પાસે આવે છે અને આશ્વાસનના બે શબ્દો કહી જાય છે. અંજના માટે તેના હૈયામાં પ્રેમ, વાત્સલ્ય અને સહાનુભૂતિ ભરેલાં છે. અંજના તો નથી કોઈની સાથે બોલતી, નથી કોઈની સાથે હસતી કે નથી ક્યાંય ફરવા જતી. બરા, એણે તો પોતાના ચિત્તને અરિહંત પરમાત્માના
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
જૈન રામાયણ ધ્યાનમાં પરોવી દીધું. નિરંતર પરમાત્માની ભક્તિમાં તે લીન થઈ ગઈ. એક, બે, ત્રણ, તેર કરતાં કરતાં બાવીસ વર્ષનાં વહાણાં વાઈ ગયાં.
બાવીસ વર્ષના દીર્ઘકાળ દરમિયાન અંજનાએ પોતાના સ્વભાવને દુઃખ સહિષ્ણુ બનાવી દીધો. કર્મોની સારીનરસી અસરો અંગે ઊંડું ચિંતન કરી, પોતાની સાચી સમજને ખૂબ ખૂબ વિસ્તારી.
એટલું જ નહિ, પરંતુ સખી વસંતતિલકાએ પણ બાવીસ વર્ષ દરમિયાન અંજનાના જીવનમાં ઊંડો રસ લઈ, સખીના દુઃખે દુઃખી અને સુખે સુખી બની એક આદર્શ પૂરો પાડ્યો.
બીજી બાજુ અલ્લાદરાજની સભામાં લંકાપતિ રાવણનો દૂત આવી ઊભો રહ્યો. અલ્લાદરાજને પ્રણામ કરી, તેણે લંકાપતિનો મહત્ત્વનો સંદેશો કહેવો શરૂ કર્યો.
“હે નરનાથ! તમે જાણતા હશો કે વરુણપુરીનો રાજા વરુણ લંકાપતિની આજ્ઞા માનવાનો ઇન્કાર કરે છે. અહંકારનો જાણે તે મૂર્તિમંત પર્વત છે.
લંકાપતિએ જ્યારે એને શરણે આવવા માટે કહેવરાવ્યું ત્યારે તેણે દૂતને તિરસ્કારી કાઢ્યો. પોતાની પ્રચંડ શક્તિનું તેને ભારે અભિમાન છે.”
પણ શું ઇન્દ્ર, નલકુબેર વગેરેની લંકાપતિએ શી દશા કરી છે, તેનું તેને ભાન નથી?” પ્રલાદરાજે રાવણની શૌર્યગાથાની સ્તુતિ કરી.
“મહારાજા! એ ઘમંડી વટાણા તો કહે છે : હું ઇન્દ્ર નથી, હું નલકુબેર નથી, હું સહસ્ત્રકિરણ નથી, મને મત ન સમજતા, હું વરુણ છું, વરુણ! વળી એણે લંકાપતિને કહેવરાવ્યું કે, લંકાપતિને દેવતાધિષ્ઠિત રત્નોથી અભિમાનનો આફરો ચડ્યો હોય તો ભલે તે અહીં આવે, હું એ દુષ્ટમતિનું અભિમાન ઉતારી નાંખીશ...
પછી આ સંદેશો લંકાપતિને પહોંચ્યો?' પ્રલ્લાદે કંઈક આતુરતાથી પૂછ્યું.
હા જી, દૂતે આવીને લંકાની રાજસભામાં વરુણનો વક્રતાભર્યો સંદેશો કહ્યો કે લંકાપતિ કોપાયમાન થઈ ગયા અને તરત જ ખર અને દૂષણ નામના પોતાના મહાન પરાક્રમી સેનાપતિઓને વિશાળ સૈન્ય સાથે વણાને જીવતો ને જીવતો પકડી લાવવા આજ્ઞા કરી.” પછી શું થયું?' પ્રલાદરાજે પ્રશ્ન કર્યો.
ખર અને દૂષણ વિશાળ રાક્ષસસૈન્યની સાથે વરુણપુરી તરફ ધસ્યા. વરુણને પણ પોતાના ગુપ્તચરો મારફત ખરદૂષણની ચઢાઈના સમાચાર મળતાં જ પોતાના પ્રબળ પરાક્રમી પુત્રો રાજીવ, પુંડરીક અને વિરાટ સૈન્ય સાથે વરુણ નગરની બહાર આવ્યો.
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુઃખ પછી સુખ
૧૭૫ વરુણ એક યુદ્ધકુશળ રાજવી હતો. રાજીવ પુંડરીક વગેરે એના પુત્રો તો વળી પિતા કરતાં ય સવાયા હતા. નગરની બહાર આવી, રાજીવે યુદ્ધની અદ્ભુત વ્યુહરચના ગોઠવી દીધી. ખર અને દૂષણ પણ રાક્ષસંન્યના કુશળ સેનાપતિઓ હતા. રાવણની સાથે અનેક યુદ્ધમાં તેમણે પોતાનું પરાક્રમ દાખવી, રાવણની પ્રીતિ સંપાદન કરી હતી. - દૂતે કહ્યું : “વરણના પુત્રોએ રાક્ષસસૈન્ય સામે દારુણ જંગ માંડ્યો. ખર અને દૂપાને હંફાવવા માંડશે. બીજી બાજુ વરણે રાક્ષસસૈન્યમાં હાહાકાર વર્તાવવા માંડ્યા. દિવસો સુધી બંને પક્ષે સૈન્યની ખૂબ ખુવારી થઈ. પરંતુ એક દિવસ વરુણ અને પુંડરીકે સીધા ખર અને દૂષણને જ પડકાર્યા. જોતજોતામાં રાજીવે ખરને અને પુંડરીક દૂષણને જીવતો ને જીવતો પકડી લીધો.
જ્યાં ખર-દૂષણ પકડાયા ત્યાં રાક્ષસસૈયના હાલ બેહાલ થઈ ગયા. કેટલુંક સૈન્ય મરાયું, કેટલુંક પકડાયું અને કેટલુંક ભાગી છૂટ્યું.
ખર-પણને પાંજરામાં પૂરી વરુણ વિજયનાદ કરતો પોતાની નગરીમાં પાછા ફર્યાં. પરાજયના સમાચાર વાયુવેગે લંકા પહોંચી ગયા. પુન: વરુણને વશ કરવા લંકાપતિ તૈયાર થયા અને પોતાની સાથેના સંબંધમાં જોડાયેલા તમામ વિદ્યાધર રાજાઓને બોલાવી લાવવા માટે ખાસ દૂતો રવાના કર્યા અને મને આપની પાસે મોકલ્યો છે.”
દૂતે વિસ્તારથી સમગ્ર પરિસ્થિતિનો ખ્યાલ આપી દીધો. પ્રદ્ધાદ રાજા પણ રાવણ સાથેની પ્રીતિના કારણે અને ખુદ રાવણનો જ સંદેશો આવવાથી લંકા જવા માટે તૈયાર થયા. યુદ્ધસજ્જ થવા માટે સંન્યને આદેશ દઈ દીધો.
પવનંજયે લંકાપતિ ની વાત અક્ષરશઃ સાંભળી હતી. પિતાને લંકા જવા માટે તૈયાર થયેલા જોઈ, પવનંજયે મસ્તક નમાવી, ઊભા થઈ વિનયપૂર્વક કહ્યું :
“પિતાજી, આપ અહીં જ રહો. લંકાપતિના મનોરથોને પૂર્ણ કરવા મને જવાની આજ્ઞા આપો.'
ભાઈ, આ, તો વરુણની સામે જંગ ખેલવાનો છે. તે સાંભળ્યું કે વરણના પત્રો કેવા પ્રબળ પરાક્રમી છે? ખર-દૂષણ જેવા મહારથીઓને જીવતા પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા..”
પિતાજી! હું વિદ્યાધર રાવ પ્રલાદનો પુત્ર છું, મારા પરાક્રમનો સ્વાદ વરુણપુત્રોને જરા ચાખવા દો. બધા ખર-દૂષણ નથી હોતા.' પવનંજયે મક્કમ અવાજે જવાની દરખાસ્ત રજૂ કરી. અલ્લાદે પણ પવનંજયના પરાક્રમ પર
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
જૈન રામાયણ વિશ્વાસ મૂકી, સૈન્ય સાથે લંકા તરફ પ્રયાણ કરવાની અનુજ્ઞા આપી. પવનંજયે મસ્તક નમાવીને, પિતાજીની આજ્ઞા મસ્તકે ચઢાવી.
પવનંજય રાજસભામાંથી સીધો પોતાને આવાસે આવ્યો. પ્રહસિત પણ ક્યારનોય ત્યાં આવી પહોંચ્યો હતો. ઘણાં વર્ષે આજે પવનંજયના મુખ ઉપર આનંદની રેખાઓ ઊપસેલી જોઈ, પ્રહસિતે કહ્યું :
મિત્ર, આજે કંઈ ખૂબ આનંદમાં છે? ‘હા, પ્રહસિત આપણે હવે તૈયારી કરવાની છે.” શાની? યુદ્ધના પ્રયાણની.' તેં તો વળી નવી જ વાત કાઢી! હું તો વળી કંઈક જુદું જ સમજ્યો હતો..' પવનંજયે રાવણના દૂતનું આગમન, વરુણના હાથે થયેલા રાવણનો પરાજય, પુનઃ યુદ્ધ માટેની તૈયારી વગેરે બાબતોથી પ્રહસિતને વાકેફ કર્યો. પ્રહસિતના મુખ પર ગંભીરતા છવાઈ ગઈ. શું વિચારમાં પડી ગયો, પ્રહસિત?' કંઈ નહિ.'
ના, ના, તું કોઈ ગંભીર વિચારમાં પડી ગયો. શું તને મારા પરાક્રમ વિષે શંકા પડી?”
ના. મને તારા પરાક્રમમાં શ્રદ્ધા છે.” “તો પછી?”
વિચાર એ આવ્યો કે અહીંથી ગયા પછી પાછા ક્યારે વળાય, તે કંઈ નિશ્ચિત નહિ. યુદ્ધનાં કામોમાં વર્ષો જાય.'
ભલેને જાય, આપણને અહીં શું કામ છે?' ‘કામ તો મોટું છે અહીં, પણ તું મોટું માને તો.'
બાવીસ, બાવીસ વર્ષથી અંજના કેવું દુઃખમય જીવન જીવે છે એ વાત પ્રહસિતના અંતઃકરણને કોરી રહી છે. પવનંજયના અન્યાયભર્યા વલણને પ્રહસિત દુઃખી હયે જોઈ રહ્યો છે. એણે વિચાર્યું કે જો આ યુદ્ધમાં પવનંજય જાય તો વળી વર્ષો સુધી અંજનાના કપાળ દુ:ખ જ લખાય, એનું જીવન ઝુરીઝૂરીને જ પૂર્ણ થઈ જાય અને આ વિચારથી જ એના મુખ પર ગંભીરતા અને વેદનાની રેખાઓ અંકિત થઈ હતી. જો કે છેલ્લાં કેટલાંક વપોથી પ્રહસિત અંજનાની વાત પવનંજય સમક્ષ કદીય ઉચ્ચારી નથી, છતાં આજે એને લાગ્યું કે મારે પવનંજયને અંજનાની સ્મૃતિ કરાવવી જોઈએ; એટલે એણે કહ્યું.
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુઃખ પછી સુખ
૧૭૭ મિત્ર, આપણે આ નગર છોડીએ એ પૂર્વે તારે એક વાર અંજનાના ચિત્તને પ્રસન્ન કરવું જોઈએ.'
જ્યાં અંજનાનું નામ સાંભળ્યું ત્યાં પવનંજયનો ચહેરો ફરી ગયો. મુખ પરથી આનંદની, ઉલ્લાસની, ઉત્સાહની રેખાઓ ચાલી ગઈ અને રોષની, કંપની અને તિરસ્કારની રેખાઓ ઊપસી આવી.
તું એનું નામ મારી આગળ ન ઉચ્ચારીશ. હું એનું નામ પણ સાંભળવા તૈયાર નથી.”
એની આંખ સામે લગ્નપૂર્વેની એ કાળમીંઢી રાત ખડી થઈ. સખીઓ વચ્ચે બેઠેલી અંજના એની સામે તરવરવા લાગી. સખીઓએ પોતાની કરેલી નિંદા અને અંજનાએ ધારણ કરેલું મૌન... તે ધમધમી ઊઠ્યો. ‘હું એના માટે કંઈ જ સાંભળવા તૈયાર નથી. ભલે એનું...'
એમ ન બોલ. તારો સાથે એક ગુણિયલ આત્માને અન્યાય ન થાય. એક નિર્દોષ વ્યકિતનું જીવન બરબાદ ન થઈ જાય એ માટે વિચારવાની શું તારી ફરજ નથી?'
પવનંજય મૌન રહ્યો. પ્રહસિતને લાગ્યું કે પથ્થર પર પાણી છે. તેણે વાતને પડતી મૂકી યુદ્ધપ્રયાણ અંગેની તૈયારી કરવા માંડી.
આખા નગરમાં પવનંજયના યુદ્ધપ્રયાણની વાત પ્રસરી ગઈ. અંજનાના કાને પણ વાત પહોંચી. બાવીસ વર્ષથી, લગ્નના પ્રથમ દિવસથી જ પતિએ પોતાનો ત્યાગ કરતા હોવા છતાં પતિ પ્રત્યેનો અનુરાગ અંજનાએ ટકાવી રાખ્યો છે.
અંજનાએ કેટલી બધી સાવધાની રાખી હશે! પોતાના મન પર કેવો મજબૂત કાબુ રાખ્યો હશે! મહાન આત્માઓની આ એક ખૂબી હોય છે. જેના પર આપણે એક વાર પ્રેમ ધારણ કર્યો, તે વ્યકિત પછીથી આપણા પ્રત્યે પ્રેમવિહીન બને ત્યારે આપણે પણ એના પરનો પ્રેમ ટકાવી શકતા નથી. પછી ભલે લોકિક પ્રેમ હોય કે લોકોત્તર પ્રેમ હોય. જ્યારે મહાન પુરુષો પ્રેમને ટકાવી રાખે છે, એ સમજ પર કે “એનો મારા પ્રત્યેનો પ્રેમ તૂટી ગયો તેમાં એનો કોઈ દાપ નથી. પરંતુ મારે જ કોઈ કર્મ કારણ છે. મારું જ પાપકર્મ એની પાસે મારી પ્રત્યે તિરસ્કાર કરાવે છે!”
‘સામી વ્યક્તિ મારા પર પ્રેમ રાખે તો જ હું તેના પર પ્રેમ રાખું.” આ વૃત્તિ તો અધમ છે, સોદાગીર છે. અંજનાની વૃત્તિ ઉત્તમ કક્ષાની હતી. ભલે પતિ પોતાના પર પ્રેમ ના રાખે, પરંતુ એણે તો પતિ પરનો પ્રેમ અખંડિત રાખ્યો.
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૮
જૈન રામાયણ પતિ પરથી પ્રેમ ઉઠાવી, કોઈ બીજી વ્યક્તિ પર પ્રેમ કરવાની વેશ્યાવૃત્તિને તેણે પોતાના મનોમંદિરમાં ન જ પ્રવેશવા દીધી. માટે તો અંજનાને આજે આપણે મહાસતી' તરીકે સ્મરીને પવિત્ર થઈએ છીએ.
વિજયયાત્રાની ભેરીઓ વાગી ઊઠી. સૈન્ય ગગનવ્યાપી જયધ્વનિ કર્યો. પવનંજય રથમાં આરૂઢ થયો. નગર વચ્ચેથી વિજયયાત્રા પસાર થવા લાગી.
પતિના મુખનું દર્શન કરવા અને પતિની વિજયયાત્રામાં મંગલ ઇચ્છવા, વસંતતિલકાની સાથે મહેલની નીચે એક સ્તંભને અઢેલીને અંજના ઊભી રહી.
તેનો દેહ કૃશ બની ગયો હતો. મુખ પરની લાલિમા નષ્ટ થઈ ગઈ હતી. આંસુઓથી તેણે તેના મુખને પ્રક્ષાલિત કરેલું હતું. ટગરટગર તે પતિની રાહ જોઈ રહી હતી.
ત્યાં દૂરથી પવનંજયે અંજનાને જોઈ. અંજનાને જોતાં જ અંતઃકરણમાં ભારે તિરસ્કાર જાગ્યો. અંજનાનું રૂપ, અંજનાના ગુણો, અંજનાનું જ્ઞાન, કોઈ પણ વસ્તુ પવનંજયના તિરસ્કારને શમાવી ન શક્યાં! જ્યાં સુધી પોતાના પાપકર્મોનો ઉદય વિતતો હોય ત્યાં સુધી ગુણો, શક્તિઓ કે રૂ૫ સામાના અંતરનું પરિવર્તન નથી કરી શકતા.
જ્યાં પવનંજય નજીક આવ્યો ત્યાં અંજનાસુંદરી ઝડપથી આગળ વધી અને પતિનાં ચરણમાં પડી. અંજલિ જેડી ગદ્ગદ્ શબ્દોમાં પ્રાર્થના કરી. '
“હે સ્વામીનાથ! અત્યાર સુધી આપે મને ક્ષણવાર પણ બોલાવી નથી, છતાં પણ મારી વિનંતી છે કે, આપ મને ભૂલી ન જતા, આપનો માર્ગ કુશળ બનો... पन्थानः सन्तु ते शिवाः ।
પવનંજયે પવિત્ર અંજનાને ધુતકારી કાઢી, ચરણે ઢળેલી ગુણિયલ પત્નીની અવગણના કરીને, પવનંજય આગળ વધ્યો.
કેટલી નિષ્ફરતા! કેવો ઘોર તિરસ્કાર! અંજનાના હૃદયને સખત આઘાત લાગ્યો. તે મહેલમાં જતાં જ ભૂમિ પર ફસડાઈ પડી, પતિએ કરેલી પોતાની અવગણના અને પતિના વિયોગથી તેનું હૃદય ભારે આક્રંદ કરી રહ્યું હતું.
પવનંજયને ક્યાં એની તમા જ હતી? એ તો સૈન્યની સાથે ત્યાંથી આકાશમાર્ગે આગળ વધ્યો. માનસરોવરના તીરે તેણે પડાવ નાંખ્યો . વિદ્યાશક્તિના બળથી તરત જ ત્યાં એણે ભવ્ય પ્રાસાદ, ખડો કરી દીધો.
સંધ્યાનો સમય હતો. પવનંજય મહેલના ઝરૂખામાં પલંગ પર ૫ડવો પડયો. સરોવરની મનોહર શોભા નિરખવામાં તલ્લીન હતો. ત્યાં તેણે પાણીના પટ પર આર્તનાદ કરતી ચક્રવાકીને જોઈ.
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
- -
-
દુઃખ પછી સુખ
૧૭૯ નાજુક મૃણાલનો ચારો હોવા છતાં ચારો ચરતી નથી. સરોવરના જલતરંગોમાંથી ઊઠતું સંગીત તેના ચિત્તને રંજી શકતું નથી, ક્ષિતિજ પરના સુંદર રંગો તેના મનને આનંદિત બનાવી શકતા નથી. એ તો ચક્રવાકના વિરહથી વ્યાકુળ બની, કરુણ કંદન કરી રહી છે.
આ દશ્ય જોઈને પવનંજયનું પથ્થર દિલ પીગળી જવા લાગ્યું. તે વિચારે છે : “આખો દિવસ ચક્રવાકી ચક્રવાકના સહવાસમાં રમણ કરે છે, છતાં રાત પડતાં જ્યાં ચક્રવાક ચાલ્યા જાય છે ત્યાં ચક્રવાકી તરફડી રહે છે, તો અંજનાનું શું થયું હશે?”
બાવીસ વર્ષે આજે પવનંજયના અંતઃકરણમાં અંજના માટે સહાનુભૂતિ પ્રગટે છે! બાવીસ વર્ષે આજે અંજનાના કોઈ અતિદુષ્ટ કર્મનો અંત આવે છે!
“અરેરે, આ જ માનસરોવરના તટે તેની સાથે લગ્ન કર્યો, લગ્ન કર્યા એટલું જ, હાથમાં હાથ મિલાવ્યા એટલું જ! મેં એનો ત્યાગ કર્યો, સ્પર્શના જ ત્યાગ કર્યો નહિ, એનું મો જોવાનો પણ મેં ત્યાગ કર્યો, એની સાથે એક શબ્દની પણ વાત નથી કરી, અને એ પણ બાવીસ વર્ષ સુધી લગાતાર.. એના હૈયાની શું સ્થિતિ થઈ હશે? એ કેવો કરુણ કલ્પાંત કરતી હશે? વળી અધૂરામાં પૂરું; આજે યુદ્ધાયાત્રાએ નીકળતાં એ બિચારી મારા ચરણોમાં પડી. મારું મંગલ ઇચ્છવા આવી, મેં નિષ્ફર હેયે એને તિરસ્કારી કાઢી.
એની દેહલતા ચીમળાઈ ગઈ છે. એના મુખ પર ગાઢ નિરાશા. વેદનાપૂર્ણ વિવશતા અને ભાંગ્યા હૈયાની ફાજળશ્યામ છાયા કેવી પથરાઈ ગઈ છે? વળી મને પ્રહસિતે કહ્યું હતું કે મારા વિયોગમાં રાત-દિવસ, ઝૂરી ઝૂરીને તે કોમલાંગી કરમાઈ ગયેલા પુષ્પ જેવી થઈ ગઈ છે. એણે નથી કંઈ સારું ખાધું, નથી સારું પીધું, નથી કંઈ સારું પહેર્યું.”
પવનંજયનું હૃદય ધબકી ઊઠ્ય, દ્રવી ઊર્યું. એની આંખ સામે અંજનાનો નિર્દોષ ચહેરો તરવરી રહ્યાં. એની સામે પોતાનો નિષ્ફરતાભર્યો, અન્યાયયોં ચહેરો દેખાવા માંડ્યો.
તે પલંગમાંથી નીચે ઊતર્યો. તેનું અંગેઅંગ ધ્રૂજી ઊઠ્યું. તે ઝડપથી મહેલમાં ગયો અને પલંગમાં આડા પડેલા પ્રહસિતની પાસે બેસી ગયો. પ્રહસિત બેઠો થઈ ગયો. તેણે પવનંજયના મુખ પર ગભરાટની રેખાઓ જોઈ પૂછ્યું. “કેમ શું થયું?' પાછા જવું છે.'
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮n
જૈન રામાયણ “કેમ?” પાપનું પ્રાયશ્ચિત્ત કરવા.' પવનંજયનું અંગ પરસેવાથી રેબઝેબ થઈ ગયું. “કયું પાપ?' આશ્ચર્યથી પ્રહસિતે પૂછ્યું. “અંજના પ્રત્યે કરેલો ઘોર અન્યાય.'
પ્રહસિતની આંખમાં હર્ષનાં આંસુ ઊભરાયાં. એ પવનંજયના અંગેઅંગે ભેટી પડ્યો. પવનંજયની આંખો આંસુભીની બની ગઈ. એ પ્રહસિતના હાથ પકડી પ્રહસિતને ઝરૂખામાં લઈ ગયો.
“જો પેલી ચક્રવાકી, કેવું દારુણ કલ્પાંત કરે છે ?' પવનંજયે આંગળી ચીંધીને પતિવિરહથી ઝૂરતી, ચક્રવાકી પ્રહસિતને બતાવી.
‘મિત્ર, આ ચક્રવાકીએ આજે મારા નિષ્ફર-કઠોર હૈયાને પીગળાવી દીધું છે. પતિનો માત્ર રાત્રિનો વિરહ પણ આ ચક્રવાકીને દાક્ય કલ્પાંત કરાવે છે, ત્યારે મેં લગ્નદિનથી માંડીને આજ સુધી, બાવીસ બાવીસ વર્ષો સુધી અના ત્યાગ કર્યો છે. એનું શું થયું હશે?'
એકીટશે ચક્રવાકીને જતો પવનંજય આંસુભરી આંખે અને વેદનાપૂર્ણ અવાજે બોલ્યું જાય છે.
‘જરૂર, એ તપસ્વિની મારી નિષ્ફરતાના પર્વત નીચે કચડાઈ રહી છે, વળી એનો જે તિરસ્કાર કરીને હું નીકળ્યો છું, તે તો તેનું મોત...'
તેની આંખો ભયથી પહોળી થઈ ગઈ. તેનું શરીર ધ્રુજી ઊઠ્યું. તેણે પ્રહસિતના હાથને જોરથી દબાવી દઈ, તેની છાતી પર પોતાના મુખને દબાવી દીધું. મિત્ર, શોક ન કર. બાજી હજુ હાથમાં છે.' હું પાપી છું, દુર્મુખ છું, અધમ છું.”
મનુષ્યના હાથે ભૂલ થવી એ સહજ છે, પરંતુ આજે તને તારી ભૂલ સમજાઈ છે, તેથી મારા મનને અપૂર્વ આનંદ થયો છે.'
અત્યારે જ આપણે નગરમાં જઈએ....” પવનંજયે કહ્યું. “હા, નહિતર એ તપસ્વિની જરૂર આજે વિયોગદુઃખમાં રઝૂરીને પ્રાણનો ત્યાગ કરશે.' પ્રહસિતના અંત:કરણમાં ભય જાગી ગયાં. બન્ને મિત્રોએ જરા ય વિલંબ ન કરતાં આકાશમાર્ગે પ્રયાણ કર્યું.
0
0
0
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧. દૈવળી વિટંબણા અને
મિત્ર પ્રહસિતને સાથે લઈ પવનંજય આકાશમાર્ગે આદિત્યપુરના ઉદ્યાનમાં પહોંચ્યો. વિમાનને ત્યાં જ મૂકી, બંને મિત્રો અંજનાના મહેલે આવ્યા.
‘આપણે કોઈ ન જાણે એ રીતે અંજનાના ઓરડા પાસે પહોંચી જવાનું છે.” પ્રહસિતે ખૂબ જ ધીમા અવાજે પવનંજયના કાનમાં કહ્યું.
‘પણ હવે આપણે છૂપાઈ છુપાઈને જવાની શી જરૂર છે?” પવનંજયને પ્રહસિતની વાત ન ગમી.
મારે તને પ્રતીતિ કરાવવી છે કે અંજનાના હદયસિંહાસને તારા સિવાય કોઈ જ નથી, તારી ગેરહાજરીમાં એ સિંહાસન બાવીસ બાવીસ વર્ષ સુધી સૂનું જ રહ્યું છે. પવનંજયના ઉત્તરની અપેક્ષા રાખ્યા વિના, પ્રહસિત પવનંજયનો હાથ પકડી, આગળ વધવા માંડ્યું.
સાતમે મજલે, રાજમાર્ગ પર પડતા આગળના ભાગમાં ધીમા ધીમા દીપકો જલી રહ્યા હતા. એ પરથી બંનેએ અનુમાન કર્યું કે: અંજના ત્યાં જ હોવી જોઈએ.
બંને વિદ્યાધર કુમારો હતા! એ તો વિદ્યાશક્તિથી સીધા જ સાતમા માળે પહોંચી ગયા. ઓરડાના દરવાજા લગભગ બંધ જેવા હતા છતાંય અંદરથી બંધ કરેલા ન હતા. બલકે બારણાની તિરાડમાંથી જોઈ શકાય એમ હતું કે અંદર કોણ કોણ બેઠું છે. એટલું જ નહિ, પરંતુ અંદર ચાલી રહેલો વાર્તાલાપ પણ બહુ સ્પષ્ટ શબ્દોમાં સંભળાતો હતો.
તું આમ ક્યાં સુધી રડ્યા કરીશ, અંજના' પાણી વિના જેમ માછલી તરફડે તેમ પલંગમાં તરફડી રહેલી અને કરુણ કલ્પાંત કરી રહેલી, અંજનાનું માથું પોતાના ઉત્સંગમાં લઈને, સખી વસંતતિલકા આંસુભીની આંખે અંજનાને આશ્વાસન આપી રહી હતી.
મારું દુર્ભાગ્ય હદ વટાવી રહ્યું છે. મારાથી હવે સહન થઈ શકતું નથી, મારું હૃદય હવે મારા કાબૂ બહાર...' અંજના ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
તું ડર નહિ, ધૈર્યને ધારણ કર. શું દુઃખ પછી સુખ આવતું જ નથી? સુખ પછી દુઃખ આવ્યું છે તો દુઃખ પછી સુખ આવશે જ..' અંજનાના માથા પર હાથ પંપાળતી વસંતતિલકાએ પુન: આશ્વાસન આપતાં કહ્યું.
અંજનાનું રુદન અટકી ગયું. શૂન્યમનસ્ક બનીને. ભીંત સામે રુક્ષ દૃષ્ટિ માંડીને, તે પડી રહી.
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
જૈન રામાયણ પ્રહસિતનું હૈયું દ્રવી ઊર્યું. તેણે દ્વાર ઉઘાડીને ઓરડામાં પ્રવેશ કયાં. તરત જ ભીંત પર એનો પડછાયો પડ્યો. પુરુષની આકૃતિ જોઈ અંજના ચોકી ઊઠી... “અચાનક ચોરની જેમ કોણ આવી ચડ્યું?' ભયની એક છૂપી કંપારી તેના શરીરમાંથી પસાર થઈ ગઈ, પરંતુ તરત જ બીજી ક્ષણે તેણે ધૈર્ય ધારણ કરી લીધું અને એ વીરાંગનાએ ત્રાડ પાડી :
કોણ છે તું? નીકળી જા બહાર; પરસ્ત્રીના આવાસમાં એક ક્ષણ વાર પણ ન ઊભો રહીશ. અરે વસંતા, આ દુષ્ટનાં બાવડાં પકડીને એને ફેંકી દે. એનું માં પણ જોવા હું રાજી નથી. તું શું જોઈ રહી છે? મારા મકાનમાં પવનંજય સિવાય કોઈને ય પ્રવેશવાનો અધિકાર નથી.' પ્રહસિતે એ મહાસતીને વંદના કરી, કહ્યું :
સ્વામિની! આપનું કુશળ હો, હું પવનંજયનો મિત્ર પ્રહસિત છું અને પવનંજયની સાથે અહીં આવ્યો છું. આપને પવનંજયના શુભ આગમનના સમાચાર આપું છું.”
ભીંત સામે જ દૃષ્ટિ રાખી, અનિમેષ નયને અને દુઃખિત સ્વરે અંજના બોલી :
પ્રહસિત, આ સમય શું મારી હાંસી કરવાનો છે? કમઅ તો મારી ક્રૂર હાંસી કરી છે. તે પણ શું મારી હાંસી કરવા આવ્યો છે? પરંતુ એમાં તારો ય દોપ નથી. મારા પૂર્વકર્મ જ એવાં નિર્દય અને કૂર છે, નહિતર ભલા કુલીન, ગુણવંત, એવા એ મારો ત્યાગ કરે ખરા? ...' - કોરી આંખોમાં ઊના ઊનાં આંસુ ઊભરાયાં.
“લગ્નના દિવસથી જ તેમણે મારો ત્યાગ કર્યો. આજે બાવીસ બાવીસ વરસનાં વહાણાં વાયાં, છતાં હું પાપિણી હજુ જીવી રહી છું.'
પ્રહસિત પોતાની આંખને વસ્ત્રના છેડાથી લુછી. દ્વાર આગળ ઊભેલા પવનંજયની આંખમાંથી ચોધાર આંસુ વરસવા લાગ્યાં. વસંતતિલકાએ ખોળામાં માથું દાબીને રડી લીધું. પવનંજયે ઝડપથી આવાસમાં પ્રવેશ કર્યો, પ્રહસિતની આગળ ઊભા રહી ગદ્ગદ્ સ્વર બોલ્યો :
દેવી, તું નિર્દોષ છે, નિષ્કલંક છે. મેં અભિમાનીએ, અજ્ઞાનીએ તારા પર આરોપ મૂકી, તારો ત્યાગ કર્યો. મારા પાપે તું આવી-મોતના મુખમાં ફેંકાઈ જવા જેવી ઘોર કર્થના પામી છે.”
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દૈવની વિટંબણા
૧૮૩
સાચેસાચ પવનંજયને આવેલો જાણી લજ્જાથી તરત જ તે પલંગની ઇસ પકડીને ઊભી થઈ ગઈ અને નત મસ્તકે તેણે પવનંજયને પ્રણામ કર્યા.
પવનંજયે અંજનાને પલંગ પર બેસાડી, પોતે બાજુમાં બેઠો.
‘દેવી, મારો અપરાધ ક્ષમા કર. મારી બુદ્ધિ ઘણી ક્ષુદ્ર છે. તું નિરપરાધી હોવા છતાં મેં તને દુ:ખી દુ:ખી કરી દીધી છે.' પવનંજય અંજનાનાં નિર્દોષ નયનોમાં પોતાની આંખો મિલાવી, પોતાના અપરાધની ક્ષમાયાચના કરી.
અંજનાએ પવનંજયના મુખ આગળ પોતાનો હાથ ધરી દીધો અને કહ્યું : ‘સ્વામીનાથ! આવું ન બોલો. આવું બોલીને મને દુઃખી ન કરો. હું તો આપની સદૈવ દાસી છું. એક ચરણની રજ સમાન દાસીની આગળ ક્ષમાયાચના ન હોય, નાથ...’
આવાસમાં મૌન પથરાયું.
પ્રસિત અને વસંતતિલકા આવાસની બહાર નીકળી ગયાં.
દુઃખની કાજળશ્યામ રાતડી વીતી ગઈ, સુખનું ખુશનુમા પ્રભાત પ્રગટ થયું. બાવીસ બાવીસ વર્ષ સુધી સિતમ પર સિતમ સહન કરીને ભગ્ન ખંડિયેર બની ગયેલી તેની કાયાને પુનઃ નવસર્જનની પળ લાધી ગઈ.
પણ આ વીજળીનાં ઝબકારો હતા, એ વીજળીના ઝબકારામાં અંજનાએ દાંપત્યસુખને ભોગવી લીધું.
રાત્રીના છેલ્લા પ્રહરે પવનંજયે અંજનાની અનુજ્ઞા માગી
‘યુદ્ધ માટે જવું પડશે, દેવી, નહિતર પિતાજી...’
‘પરંતુ...’
‘તું ચિંતા ન કર. સખીઓની સાથે તું સુખપૂર્વક રહેજે. હું લંકાપતિનું કાર્ય પતાવીને વિના વિલંબે આવી જઈશ.'
‘સ્વામીનાથ! આપ પરાક્રમી છો, વીર છો. એ કાર્ય આપને સિદ્ધ જ છે. આપ જો મને જીવતી જોવા ઇચ્છતા હો તો શીઘ્ર પાછા આવજો.'
એવી તારે શંકા ન કરવી.'
‘હું પ્રયોજનપૂર્વક જ કહું છું કારણ કે આજે જ હું ઋતુસ્નાતા છું. મને ગર્ભ રહ્યાનો ભાસ થાય છે. હવે જો સમયસર આપ ન આવો તો આ જગતમાં મારી દશા શું થાય?’
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૪
જૈન રામાયણ ‘તારી વાત સાચી છે પ્રિયે, પરંતુ હું શીઘ્રતાથી આવીશ અને મારા આવ્યા પછી તો એવા તુચ્છ અને શુદ્ર માણસોની તાકાત છે કે જે તારી સામે આંગળી પણ ચીંધી શકે?'
પવનંજયે આશ્વાસન આપવા છતાં જોયું કે અંજનાના ચિત્તને સમાધાન નથી થયું. તેથી તેણે પોતાની અંગુલી પરથી પોતાના નામથી અંકિત વીંટી કાઢીને, અંજનાને આપી; અને કહ્યું : “નથી ને કદાચ કોઈ એવી પરિસ્થિતિ સર્જાય તો આ મારા આગમનનું સૂચન કરતી મુદ્રિકા તું પ્રગટ કરજે; કે જેથી તારા પર કોઈ પણ જાતનું કલંક ન આવે.”
અંજનાના ચિત્તનું કાંઈક સમાધાન થયું. એના હૃદયમાં તો ભાવિ ભયના ભણકારા વાગી જ રહ્યા હતા, પણ શું કરે? પવનંજયને ગયા વિના ચાલે એમ જ ન હતું. વીંટી આપીને પવનંજય ઉદ્યાનમાં આવ્યો. વિમાનમાં બેસીને પાછા માનસરોવરના કિનારે પોતાની છાવણીમાં આવી પહોંચ્યા.
પતિના મધુર મિલનની રાત અંજના માટે જાણે એક સ્વપ્ન બની ગયું. અંજનાએ ગર્ભ ધારણ કર્યો. જેમ જેમ દિવસો વીતતા જાય છે તેમ તેમ અંજનાનું સૌન્દર્ય ખીલતું જાય છે. જોતજોતામાં તો ગર્ભવતી સ્ત્રીનાં ચિહુનો તેના શરીર પર દેખાવા લાગ્યાં.
નગરમાં કે મહેલમાં કોણ જાણે છે કે પવનંજયનું અને અંજનાનું મિલન થયું છે? વર્ષોથી અંજના પવનંજય દ્વારા ત્યજાયેલી છે, એ વાત જ લોકો જાણે છે અને રાજમહેલ જાણે છે.
વાતને વહેતાં શી વાર! દાસીઓ દ્વારા પવનંજયની માતા કેતુમતીના કાને વાત પહોંચી કે અંજના ગર્ભવતી છે. તે ચોંકી ઊઠી. તેના ચિત્તમાંથી અનેક ભયંકર વિચારણાઓ પસાર થઈ ગઈ. વાત સાંભળતાંની સાથે જ તે દોડીને અંજનાના મહેલે આવી, સખી વસંતતિલકાની સાથે અંજના નિર્દોષ ભાવે આનંદવિનોદ કરતી હતી ત્યાં તો કેતુમતીનો કઠોર સ્વર એના કાને અથડાયો, કેતુમતી મહેલની પરિચારિકાને પૂછી રહી હતી.
ક્યાં છે એ સતી અંજના?’ સાસુનો અવાજ સાંભળતાં જ અંજના ધીમેથી બહાર આવી અને કેતુમતીને પ્રણામ કર્યા. કહુમતી તો ફાટેલા ડોળે અંજનાના શરીરને જોઈ જ રહી. તેનો રોષ ભભૂકી ઊઠ્યો.
“અરે, તેં આ કેવું કાળું કામ કર્યું? તેં તારા બાપના અને મારા, બંનેના કુળને કલંક લગાડવું.” રાડ પાડીને કેતુમતી બોલી.
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવની વિટંબણા
૧૮૫ ‘પણ માતાજી સાંભળો તો...'
શું સાંભળું, તારું કપાળ? તારાં કાળા કૃત્ય મારે નથી સાંભળવાં, બાવીસ બાવીસ વર્ષથી મારા પુત્રે તારી સામે પણ નથી જોયું અને તને આ ગર્ભ રહ્યો કોનાથી?' “માતાજી,” અંજનાનું હૈયું ભરાઈ આવ્યું...
કુલટા, આજે જાણ્યું કે તું જ આવી છે. અત્યાર લગી હું તને પવિત્ર ધારતી હતી અને મારા પુત્રનો દોષ જોતી હતી...”
હું નિર્દોષ છું. મારો જરાય દોષ નથી, તમારા પુત્ર જે દિવસે લંકા તરફ પ્રયાણ કરી ગયા, એ જ દિવસે રાત્રે પાછા આવ્યા હતા. અંજનાએ એકીશ્વાસે કહી નાંખ્યું.
હ, માતાજી હું પણ ત્યારે હાજર જ હતી. વસંતતિલકા પોતાની સ્વામિનીના વહારે ધાઈ.
“બસ બેસ, બહુ શાણી ના થઈશ. ચોરનો ભાઈ ઘંટી ચોર! તેં જોડે રહીને શા શા ધંધા કર્યા છે, તે હવે અજાણ્યું નથી, સમજી?' કેતુમતીએ વસંતતિલકાનો પણ ઊધડો લઈ નાખ્યો.
પણ હું તેમના આગમનની સાબિતી આપે તો?' ‘ઓ હો, જો ને મોટી સાબિતી આપવા નીકળી પડી છે. બતાવ, શું છે સાબિતી ?'
અંજનાએ પતિની આપેલી પતિના નામની અંકિત વીંટી કહુમતીને આપી.
કુલટા સ્ત્રીઓ બીજાને છેતરવામાં પણ પાવરધી હોય છે. મારો પુત્ર તને નજરે જોવા નહોતો ઇચ્છતો, તેનો વળી તારી સાથે સંગમ શાનો? તારી શાહુકારી મારે નથી સાંભળવી.” કેતુમતીનો મોટો અવાજ સાંભળી, મહેલની દાસીઓ ભેગી થઈ ગઈ.
અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી નીકળી જા. જા તારા બાપના ઘેર. તારા સ્વચ્છંદાચાર અહીં નહિ નભે, સ્વછંદાચારીઓના આશ્રય માટે મારું ઘર નથી.'
જાણે આભ તૂટી પડ્યું. કૂર પ્રહારો અને ધિક્કારોને અંજનાનું કમલ-કોમળ હૃદય ક્યાં સહી શકે? અંજના ભૂમિ પર ફસડાઈ પડી. પાછળ જ ઊભેલી વસંતતિલકાએ અંજનાને ઝીલી લીધી. શીતળ પાણીનો છંટકાવ કરી, પંખાથી
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ૯
જૈન રામાયણ વાયુ નાંખી અંજનાને ભાનમાં લાવી, પરંતુ અંજનાને આજે દુનિયા ફરતી લાગે છે. તેની આંખોમાંથી આંસુની ધારાઓ વહે છે, કરુણ કલ્પાંત ફરતી અંજના પતિને સાદ દે છે :
હે નાથ, તમે ક્યારે આવશો? તમને મેં જતાં જ કહ્યું હતું. મારું હૈયું તમને ન જવા દેવા માટે જ કહેતું હતું, પરંતુ તમે શીધ્ર પાછા આવવાની શરતે ગયા, હજી આવ્યા નહિ. મારી આ દુર્દશા તમારા સિવાય કોણ નિવારશે.”
કેતુમતી તો કલ્પાંત કરતી, અંજનાને પડતી મૂકીને સીધી પ્રલ્લાદ પાસે પહોંચી.
કહુમતીનો ક્રોધથી રાતોચોળ ચહેરો જોઈ રાજા પ્રલાદે વિસ્મયથી પૂછયું : “કેમ શું થયું? આટલો બધો..”
કુળને આગ ચંપાઈ ગઈ છે..' બાજુમાં પડેલા ભદ્રાસન પર બેસતા કેતુમતીએ કહ્યું.
ન સમજાયું.”
અંજનાએ આજે પોતાનું પોત પ્રકાશ્ય. આજ દિન સુધી આપણે અંજનાને નિર્દોષ, નિરપરાધી માનતાં હતાં, પરંતુ જાત કજાત નીકળી. તેને ગર્ભ રહ્યો છે.'
? ખોટું, તદ્દન ખોટું.' પ્રલાદ સિંહાસન પરથી ઊભા થઈ ગયા. કેતુમતીની વાતથી માથે વિજળી પડ્યા જેટલો આંચકો લાગ્યો. તેના માન્યામાં આ વાત ન આવી. રાજા મહેન્દ્રની પુત્રી અને પોતાની પુત્રવધૂ કદી પણ આવું અધમ કૃત્ય ન કરે, એમ એનું મન બોલી ઊઠ્યું.
“નજરે જોઈને આવું છું, તે ગર્ભવતી થઈ ગઈ છે, અને કહે છે કે તમારા પુત્રથી જ હું ગર્ભવતી થઈ છું! પણ મારા લાડલાએ તો કુલટાનું મોં પણ જોયું નથી. મોં જોવાય એ રાજી ન હતો અને એનાથી એને ગર્ભ રહે? વળી ધુતારણ કેવી છે! પવનંજયના નામની વીંટી મને દેખાડી.”
રાજા મલ્લાદ ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો. બાવીસ બાવીસ વર્ષ સુધી કોઈ દિવસ અંજના માટે એણે અજુગતું સાંભળ્યું નથી કે જોયું નથી, એ અંજના માટે આજે જ્યારે ખુદ કેતુમતીને ફરિયાદ કરતી આવેલી જઈ પ્રલાદના ચિત્તમાં ખળભળાટ મચી ગયો.
‘તમે શું વિચાર કરો છો? એવી કુલટા આપણા ઘરમાં ન જોઈએ. એને એના બાપના ઘેર તગેડી મૂકો, મેં તો એને ચાલી જવા કહી દીધું છે..' કેતુમતીનો આવેશ વધતો જાય છે.
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવની વિટંબણા
૧૮૭ એમ પૂરી ચોકસાઈ કર્યા વિના આપણાથી એને કાઢી ન મુકાય. રાજા મહેન્દ્ર સાથેના મારા સંબંધનો વિચાર કરવો જોઈએ. કોઈ પણ જીવને અન્યાય ન થઈ જાય, તેની આપણે જવાબદારી સમજવી જોઈએ.” પ્રદ્યારે એક સુજ્ઞ અને ઠરેલ રાજવી તરીકે વાણી ઉચ્ચારી. ‘તું નિશ્ચિત રહે, હું ઘટતું તમામ કરું છું. કેતુમતીને સમજાવી વિદાય કરી અને પ્રલાદે પ્રતિહારીને હાક મારી. સ્વામીનો અવાજ આવતાં પ્રતિહારીએ આવીને નમન કર્યું.
મહામંત્રી શીલરત્નને બોલાવી લાવો.' રાજાએ મહામંત્રીને બોલાવી લાવવા આજ્ઞા કરી. પ્રતિહારી પુન: નમન કરી બહાર નીકળી ગયો.
સમાચાર મળતાં જ મહામંત્રી રાજમહાલયમાં આવી પહોંચ્યા. રાજા પ્રલાદે મહામંત્રીને આસન આપ્યું : “મહારાજા! કેમ કંઈ અચાનક સેવકને યાદ કરવો પડ્યો?'
“મહામંત્રી, એક ગંભીર ઘટના બની ગઈ છે...” મહામંત્રી મૌન રહ્યા.
અંજના ગર્ભવતી બની છે, કેતુમતી નજરે જોઈને આવી.” રાજાએ વાતની ગંભીરતા બતાવી.
પછી આપે શું વિચાર્યું?” જરા ય ચમક્યા વિના મંત્રીએ પૂછયું.
મને તો કંઈ સૂઝ પડતી નથી. અંજનાની પવિત્રતા વિષે હજુ મારા મનમાં શંકા ઊઠતી નથી. જ્યારે બીજી બાજુ અંજના ગર્ભવતી બની છે, એ વાત એટલી જ સાચી છે. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બાવીસ વર્ષથી પવનંજય અંજનાની સામે પણ જોતો નથી. તો પછી આ ગર્ભ કોનાથી રહ્યો?' રાજાએ પોતાની મૂંઝવણા બતાવી.
અંજના. આ અંગે શો ખુલાસો કરે છે તે આપે જાણ્યું ? મંત્રીએ સર્વાગીણ માહિતી મેળવવા બીજો પ્રશ્ન પૂછ્યો.
કામતીની આગળ તો તેણે કહ્યું કે જે દિવસે પવનંજયે લંકા તરફ પ્રયાણ કર્યું, એ જ રાતે તે અંજના પાર પાછો આવેલો અને એક રાત તેની સાથે પસાર કરી, એના નામની મુદ્રિકા આપી, તે પાછો ગયો અને પોતાને ગર્ભ રહ્યો.”
મહામંત્રી વિચારમાં પડી ગયા. બાવીસ બાવીસ વર્ષના ગાળામાં મહામંત્રીએ અંજનાના સતીત્વ વિષે ઘણું સાંભળ્યું છે. પવનંજયે એનો ત્યાગ કર્યો હોવા
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૧૮૮
છતાં કદી પણ અંજનાના મોઢે પવનંજય માટે કોઈ અયોગ્ય વાત સાંભળી નથી. પવનંજયની ગેરહાજરીમાં અંજના પોતાના શીલનાં કેવાં ઉચ્ચ જતન કરે છે, તે વાત પણ આખું નગર જાણે છે, એવું એક સ્ત્રી-રત્ન આજે કલંકિત બની રહ્યું છે, એ વિચારે મહામંત્રી ક્ષણભર સ્તબ્ધ બની ગયા.
વળી તેમણે વિચાર્યું : ‘શું મનુષ્યના જીવનમાં ભૂલ થઈ જવી સંભવિત નથી? સાગર તરીને આવતો મનુષ્ય કિનારે ડૂબી નથી જતો? એમ ભલે બાવીસ વર્ષ સુધી અંજનાએ પોતાના શીલને સાચવ્યું, પરંતુ શું આજે તે ભૂલ ન કરી બેસે? અને પોતાની ભૂલને છુપાવવા માટે જૂઠ પણ ન બોલે?’
‘મહારાજા, આ માટે અત્યારે ને અત્યારે કોઈ નિર્ણય કરવા જતાં આપણે કોઈને અન્યાય કરી નાખીશું, માટે મને આજનો દિવસ અને આજની રાત તક આપો. હું આ અંગે જરૂરી તપાસ કરીને આવતી કાલે પ્રભાતે મળીશ.' મહામંત્રીએ પ્રહ્લાદને કહ્યું.
‘પણ કેતુમતીએ તો અંજનાને નગરમાંથી તાબડતોબ ચાલ્યા જવા માટે કહી દીધું છે.’
‘ક્ષમા કરજો મહારાજા, પરંતુ મહાદેવીએ આવી ઉતાવળ ન કરવી જોઈએ.’ ‘પણ હવે શું કરવું?'
‘આપ મહાદેવીને આજનો દિવસ રાહ જોવા માટે સમજાવો. કાલે સવારે તો આપણે યોગ્ય નિર્ણય લેવાનો જ છે.'
‘પણ ન સમજે તો?’ રાજા કેતુમતીના જિદ્દી સ્વભાવને ઓળખતો હતો.
‘તો પ્રજામાં અસંતોષ ફાટી નીકળશે. કારણ કે પ્રજામાં અંજના માટે માન છે. લોકો અંજનાને સતી માને છે અને એકાએક જો એને કાઢી મૂકવામાં આવશે તો પરિસ્થિતિ બગડી જશે.'
‘સાચી વાત છે. કારણ કે પ્રજાને ક્યાં ખબર છે કે પવનંજયની ગેરહાજરીમાં અંજના ગર્ભવતી થઇ છે?' રાજાને મહામંત્રીની વાત ઠીક લાગી.
‘કોઈ પણ રીતે કેહુમતીને સમજાવી, કાલ સુધી રાહ જોવા મનાવવાનું નક્કી કરી, મહામંત્રી મહારાજાની અનુજ્ઞા લઈ, પોતાના નિવાસસ્થાને આવ્યા.
પોતાના ગુપ્ત મંત્રણાલયમાં જઈને તરત જ પોતાના વિશ્વાસપાત્ર ગુપ્તચર જયનાદને બોલાવ્યો. જયનાદ મહામંત્રીનો વફાદાર, ચતુર અને બાહોશ ગુપ્તચર હતો. અનેક વિકટ પ્રસંગોમાં એણે પોતાની ચતુરાઈ અને બાહોશી દર્શાવી, મહામંત્રીનું ચિત્ત આવર્જી લીધું હતું.
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દેવની વિટંબણા
૧૮૯ જયનાદ આવીને, પ્રણામ કરીને, મહામંત્રીની નિકટ બેસી ગયો. મહામંત્રીએ તેને આખા પ્રસંગની માહિતી આપી અને એ અંગેની અગત્યની માહિતી મેળવી લાવવા આજ્ઞા ફરમાવી, જયનાદે આજ્ઞાને મસ્તકે ચઢાવી અને ત્યાંથી ચાલ્યો ગયો.
બપોરના ચાર વાગ્યા, છતાં જયનાદ પાછો ન આવ્યો. પાંચ, છ, સાત વાગ્યા છતાં જયનાદ ન દેખાયો. મહામંત્રી ચિંતાતુર થઈ ગયા. કારણ કે જયનાદની માહિતી પર તો એમને વિચારવાનું હતું અને નિર્ણય લઈને કાલે સવારે મહારાજાને મળવાનું હતું.
રાત્રિનો પ્રારંભ થયો. લગભગ દસ વાગ્યા અને મહામંત્રીના ગુપ્ત મંત્રાલયના દ્વારે ટકોરા પડ્યા. મહામંત્રી ઝડપથી દ્વાર પાસે ગયા અને દ્વાર ખોલ્યું. જયનાદે અંદર પ્રવેશ કર્યો. દ્વાર બંધ કરીને બન્ને યોગ્ય સ્થાને બેઠા.
કેમ, બધી માહિતી એકત્ર થઈ?'
હા જી, સંપૂર્ણ માહિતી મેળવીને જ આવ્યો છું. અહીંથી હું સીધો જ અંજનાદેવીના મહેલે ગયો. મહેલનો દાસીગણ ઘણો જ ચિંતાતુર હતો. કોઈની આંખમાં તો આનું પણ દેખાતાં હતાં. એમના પરસ્પરને વાર્તાલાપ પરથી લાગ્યું કે તેઓ અંજના પ્રત્યે પૂર્ણ સહાનુભૂતિભર્યા છે. મહાદેવીએ અંજનાદેવીને કાઢી મૂકવા માટે જે આજ્ઞા કરી તેનાથી તેમનામાં ભારે કચવાટ છે.’ ‘તેમના વાર્તાલાપની કોઈ મુખ્ય વાતો...?
એક દાસી બોલી : “હું તો બાવીસ વરસથી આ મહેલમાં છું કોઈ પણ પુરુષને મેં આ મહેલના પગથિયે ચઢતો જોયો નથી.” ત્યાં બીજી દાસી બોલી
અને જો અંજનાદેવીએ એવું બૂરું કામ કરવું હોય તો આટલાં વર્ષ પછી શા માટે ? આવી વાસનાઓ મનમાં હોય તો તેના ચેનચાળા દેખાયા વગર રહે?' ત્રીજી દાસી બોલી. “અને પુરુષનું મન ક્યારે ફરી જાય તે કહેવાય છે? યુદ્ધયાત્રાએ ગયા, વચ્ચે નિમિત્ત મળ્યું હોય, મન ફરી જાય અને રાતોરાત આવીને પાછા ચાલ્યા ગયા હોય.'
ચોથી દાસી બોલી : “એ વખતે વસંતતિલકા સ્વામિનીની જોડે જ હતી. એણે પવનંજય અને પ્રહસિત બંનેને જોયા છે, એમ એ છાતી ઠોકીને કહે છે.”
જયનાદે દાસીઓ વચ્ચે થયેલા વાર્તાલાપની થોડીક રૂપરેખા આપી પછી કહ્યું કે હું પાછળના ભાગમાં ગયો. ત્યાં મહેલના પીઢ ચોકીદારો ભેગા થયેલા હતા. એમાં એક કે જે પહેલાં ખુદ મહારાજના મહેલનો ચોકીદાર હતો અને
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૦
જૈન રામાયણ જ્યારથી અંજનાદેવી આવ્યાં ત્યારથી અંજનાદેવીના મહેલની ચોરી કરે છે, તેણે પોતાનો અભિપ્રાય પોતાના સાથીદારોને કહ્યો : ભાઈઓ, અંજનાદેવી પર ખરેખર આ ખોટું આળ ચઢાવવામાં આવ્યું છે. આટલાં વરસ થયાં મેં કાંઈ દિવસ એ સતીને કોઈ પુરુષની સાથે હસતી અને બોલી કે બેસતી જોઈ નથી. મેં તેને શણગાર સજતી જોઈ નથી, ગાતી સાંભળી નથી. અને માથે મહારાણીએ જે આરોપ મૂક્યો છે... આપણને તો ખૂબ દુ:ખ થાય છે, પરંતુ સત્તા આગળ શાણપણ...' એમ કહી એ વયોવૃદ્ધ અને પીઢ ચોકીદારે વસ્ત્રથી પોતાની આંખો લૂછી..”
પછી હું સીધો જ સાતમે માળે પહોંચી ગયો.” ‘તને કોઈએ રોક્યો નહિ?' મહામંત્રીએ વચ્ચે જ પૂછયું.
ના, કારણ કે મહેલની પ્રત્યેક વ્યક્તિ ભારે શોકમાં ગરકાવ થઈ ગયેલી હોવાથી અને બીજી બાજુ અંજનાદેવી કાલે જવાનાં છે, એ વિચારથી કોઈનું મારા તરફ લક્ષ ખેંચાયું નહિ. હું ઉપર ગયો. ત્યાં તો ભારે કરુણ અને હૃદયદ્રાવક દૃશ્ય જોવા મળ્યું.'
દેવી અંજનાની આંખોમાંથી આંસુ સુકાતાં નથી. રડી રડીને તેમની આંખો સૂજી ગઈ છે. તેમની સખી વસંતતિલકા જ એકલી એમની પાસે બેસીને ભારે હયે આશ્વાસન આપે છે. તેના શબ્દો ઘણા જ મહત્ત્વના લાગ્યા : કારણ કે જે વ્યક્તિ શંકાસ્પદ લાગતી હોય, તેની ખાસ નિકટની વ્યક્તિ તે જ વ્યક્તિ પાસે ખાનગીમાં જે કહેતી હોય, બોલતી હોય, તેના ઉપર ઘણો મદાર બાંધી શકાય.”
જયનાદે ગુપ્ત તપાસની રીત બતાવી.
વસંતતિલકાના સ્વરમાં દર્દ હતું અને સાથે રોષ પણ હતો. એણે અંજનાને કહ્યું : “ખરેખર આ જગત ધિક્કારને પાત્ર છે. કેતુમતી એટલું પણ સમજી શકતી નથી કે તેં બાવીસ બાવીસ વર્ષ સુધી કેવું જીવન જીવ્યું છે. તારા સ્થાને જો એ હોત તો બતાવત કે કેવી રીતે ભરજોબનમાં પતિના વિરહમાં બાવીસ બાવીસ વર્ષ પસાર થાય છે. અને, ભલે આજે એણે તારા પર કલંક ઓઢાડ્યું, પરંતુ જ્યારે પવનંજય આવશે અને જાણશે કે “અંજનાને કલંકિત કરી કાઢી મૂકી છે ત્યારે એ શું કરશે એ ખબર તો ત્યારે જ પડશે. ખરેખર જો એ રાત્રે આવીને ગયા ત્યારે જો પિતાજીને, મહામંત્રીને કે માતાજી... કોઈને મળીને ગયા હોત તો આ પરિસ્થિતિ ન સર્જાત, પણ ખેર, અંતે સત્યનો જ વિજય થવાનો છે.
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૧
દેવની વિટંબણા
એમ લાગતું હતું કે દુઃખના દિવસો હવે વીતી ગયા, પરંતુ હજુ દુર્ભાગ્ય કસોટી કરી રહ્યું છે.' વસંતતિલકાની આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. પણ તેને અંજ ના ન જુએ એવી રીતે લૂછી નાખ્યાં.”
મહામંત્રીએ જયનાદની વાત ખુબ એકાગ્રતાથી સાંભળી. જયનાદને જવાની રજા આપી; અને પોતે ગંભીર વિચારમાં પડી ગયા.
અંજના નિર્દોષ છે. પવનંજયથી જ ગર્ભ રહ્યો છે, એ વાત સાચી છે. પણ હવે આ વાત કેતુમતીને કેવી રીતે સમજાવવી, એ મોટો પ્રશ્ન છે.' મહામંત્રીએ ઘણું ઘણું વિચાર્યું. મધરાત થઈ ગઈ, પરંતુ ઊંઘ આવતી નથી. અંજનાની નિ:સહાય રિથતિનો વિચાર કરતાં મહામંત્રી ધ્રુજી ઊઠ્યા. પોતે જો કહુમતીને ન સમજાવી શકે તો શું થાય?
શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરતાં કરતાં મહામંત્રી નિદ્રાધીન થયા. એકાદ પ્રહર ઊંધ્યા , ન ઊંધ્યા ત્યાં તો પ્રભાત થયું. પ્રાભાતિક કાર્યોથી પરવારી મહામંત્રી રાજમહાલયે જવા નીકળ્યા.
રાજા પ્રલાદ અને રાણી કેતુમતી મહામંત્રીની રાહ જોઈને જ બેઠાં હતાં. રાજાને નમન કરી, મહામંત્રીએ પોતાનું આસન લીધું. મોન પથરાયું.
ત્યાં કહુમતીએ વાતનો પ્રારંભ કર્યો. ‘મહામંત્રીજી, આજે ને આજે અંજનાને આ નગરમાંથી કાઢી મૂકવી જોઈએ.' રોષ અને આવેશથી કેતુમતી ધમધમતી હતી.
જો અંજના દોષિત હોય તો એ વિચાર બરાબર છે.” વયોવૃદ્ધ મહામંત્રીએ જવાબ વાળ્યો. “તો શું તમને નિર્દોષ લાગે છે?' મેં ઝીણવટથી તપાસ કરી છે. મને અંજના દોપિત નથી લાગતી.”
દોષિત જ છે. તપાસ વળી શું કરવાની? દીવા જેવું સ્પષ્ટ છે કે મારો પુત્ર બાવીસ વરસથી એના સામે જોત પણ નથી, તો એની સાથે સંગમ તો થાય જ કેવી રીતે ?'
શું બાવીસ વર્ષે પણ અંજના પ્રત્યે સદૂભાવ ન જાગી શકે?'
જાગતા હશે. પણ મારે મારા કુળને કલંક નથી લગાડવું. દુનિયા શું જાણે છે? દુનિયા જાણે કે પવનંજય અંજનાને બોલાવતો પણ નથી; અને પવનંજય
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
જૈન રામાયણ લંકા ગયા પછી અંજના ગર્ભવતી થઈ છે, ત્યારે અમારી તો ઇજ્જતના કાંકરા થાય કે બીજું કાંઈ?”
‘લોકોને આપણે સાચી વાતથી વાકેફ કરી શકીએ, પછી ઇજ્જતનો પ્રશ્ન નથી રહેતો.”
મહામંત્રીજી, તમે એનો બચાવ ન કરો. મને પહેલાં પણ લાગતું હતું કે પવનંજય અંજના પ્રત્યે આવો તીવ્ર અણગમો, કોઈ ગંભીર કારણ વિના ધરાવે નહિ. તેણે ભલે અંજનાનાં દુરાચરણો આપણને કહ્યાં નથી, પરંતુ તેણે ગુપ્તપણે એની ચાલચલગત જાણેલી હોવી જ જોઈએ; અને તેથી જ એના પ્રત્યે ભારે રોષ ધારણ કરી રહ્યો છે. છેલ્લે છેલ્લે જ્યારે લંકા જવા નીકળ્યો ત્યારે પણ એની અવગણના કરીને ગયો છે અને એ પાછો આવીને, રાત રહીને ચાલ્યો જાય? બિલકુલ આ અશક્ય વાત છે.' કેતુમતી દબાણપૂર્વક પોતાની વાતને વળગી રહી.
એટલે શું એને ગર્ભિણી અવસ્થામાં અહીંથી કાઢી મૂકવી, તેમાં આપની બેઇજ્જતી નહિ થાય? પવનંજય ન જ આવ્યો હોય તેવું આપણે ચોક્કસ ન કહી શકીએ. મનુષ્યનું મન કયા સમયે બદલાય, તે કહેવા માટે આપણે શક્તિમાન નથી. મેં જે તપાસ કરી છે તેના પરથી તો મને દઢ નિશ્ચય થયો છે કે પવનંજય પાછો આવીને, રાત રહીને ચાલ્યો ગયો છે. હવે જ્યારે તે પાછો આવશે ત્યારે આપણને એ વાતનો નિર્ણય થઈ શકે.”
અત્યાર સુધી પ્રસ્સાદ મૌન રહ્યા હતા. રાણીની અને મહામંત્રીની વાતો તેમણે સાંભળી, વિચારી અને બોલ્યા :
“અંજના દોષિત છે કે નિર્દોષ છે તેનો નિર્ણય આજે કરવામાં આપણે બહુ વહેલા છીએ. પવનંજયના આગમન પછી જ આપણે જે તે નિર્ણય કરી શકીએ. પરંતુ હાલના તબક્કે કેતુમતીના ચિત્તનું સમાધાન થાય અને અંજનાને કોઈ મોટો અન્યાય ન થાય તે માટે મને એક ઉપાય સૂઝે છે.' 'શું?' કેતુમતી બોલી ઊઠી.
આપણે અંજનાને એના પિયર મોકલી દેવી. ત્યાં એ સુખપૂર્વક દિવસો પસાર કરી શકશે અને તે અરસામાં પવનંજય પણ પાછો આવી જશે...'
કેતમતી સંમત થઈ; જ્યારે મહામંત્રી મન રહ્યા. તરત જ સેનાપતિને બોલાવી, રથમાં અંજનાને વસંતતિલકાની સાથે બેસાડી, મહેન્દ્રનગર મૂકી આવવાની રાજાએ આજ્ઞા કરી.
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૨૨. આવો છે સંસાર
પોતાના ધબકતા હૃદય સાથે જીવનની આશાઓ અને આકાંક્ષાઓ નિરાશાના કાળા પાલવમાં સમેટી લઈને મહાસતીએ રથમાં પગ મુક્યા. બે આંસુ સાર્યાં. થોડીક આહ નીકળી અને એ ભવ્ય જીવનપ્રભાતનું સોનેરી આકાશ છિન્ન-ભિન્ન થઈ ગયું.
સંસાર માટે જાણે માનવજીવન એક ખેલ છે. સંસાર મનુષ્યના જીવનને જાણે કે એક મનોરંજન માટેનું રમકડું સમજે છે. એ રીતે એ મનુષ્યના જીવન સાથે તે ખેલ ૨મે છે! કેતુમતીએ અંજનાના જીવન સાથે ક્રૂર ખેલ ખેલવા માંડયો.
સેનાપતિએ ૨થને ગતિ આપી. વસંતતિલકાને આજે પોતાની સ્વામિનીનું સર્વસ્વ લૂંટાઈ જતું લાગ્યું. તેણે હાથથી પોતાના મુખને ઢાંકી દીધું. આંસુ સારતી સખી સ્વામિનીનાં ચરણો આગળ ઢળી પડી.
પતિનું મિલન થયે પુરા નવ મહિના ય નહોતા થયા ત્યાં તો અંજનાની સમસ્ત આશાઓ પર, સઘળાય ઉમંગ અને ઉત્સાહ પર જાણે હિમ પડી ગયું. શું શું ઉમંગો હશે? કેવાં અરમાન હશે? જ્યારે સમય આવ્યો, એ ઉમંગો અને અરમાનાં પૂરાં થવાની જ્યારે આશા પ્રગટ થઈ ત્યારે જ પતિના ઘરને છોડી જવાનું બન્યું.
જ્ઞાની પુરુષો કહે છે કે આ સંસાર છે. માનવજીવન પાણીના પરપોટા જેવું વિનશ્વર છે. તેઓ આગળ વધીને એમ પણ કહે છે કે સંસારમાં શું સંયોગ અને શું વિયોગ! સમુદ્રનાં મોજાં ઊંચે ઊછળે. એ મોજાંનાં માછલાં આકાશમાં એકબીજાને મળે અને પલવારમાં વિખૂટાં પડી જાય તેવું આ જીવન છે. પણ આ વાત ઓછી કોઇ રાગસંતપ્ત હૃદયને શાન્તિ આપી શકે છે? એ ભાવનાઓ ચિરકાળથી રાગ-અગ્નિમાં પ્રજ્વલતા હૃદયને તત્કાળ સાંત્વન આપી શકે ખરી? એ તો કંઈક સ્થિર બનીને, કોઈ મહાપ્રભાવિક યોગીપરુષના શરણે જાય, શરણ મળી જાય, તો જ હૃદયને શાંતિ મળે અને જંપ વળે.
અંજનાનું સર્વસ્વ લૂંટાઈ ગયું હતું, છતાંય પેલી સ્તબ્ધ રાત્રિએ પતિની પ્રિય મિલનવેળાએ આપેલું વચન એ ભૂલી ન હતી. એનું અંતઃકરણ સાક્ષી પૂરતું હતું કે પવનંજય જરૂર એક દિવસ મળશે, અને કરમાઈ ગયેલા હૃદયપુષ્પ ૫૨ પ્રેમવારિનું સિંચન કરશે.
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૪
જૈન રામાયણ ભલે, બાવીસ વર્ષ સુધી સતત રહેલા નિરાશાના ઘોર અંધારા વચ્ચે એ વીજળી ચમકી ગઈ હતી અને એટલા જ વેગથી એ વિલીન પણ થઈ ગઈ હતી, પરંતુ એ ચમકમાં અંજનાએ ભાવિનાં સુખદ એંધાણ જોયાં હતાં.
રથ ગામો અને જંગલો વટાવતો વેગથી દો જતો હતો. રથનો સારથિ અને સેનાપતિ દુઃખદ મૌન ધારણ કરી રહ્યા હતા. અંજના અને વસંતતિલકા શ્રી પંચપરમેષ્ઠી ભગવંતના સ્મરણમાં લીન બન્યાં હતાં. જંગલી પશુઓ અને આકાશનાં પંખીઓના અવાજ સિવાય કાંઈ સંભળાતું ન હતું. વચ્ચે વચ્ચે અશ્વો હેપારવ કરતા હતા અને ક્યારેક સારથિનો વેદનાભરપૂર નિઃશ્વાસ સંભળાઈ જતો હતો.
સૂર્ય અસ્તાચલ પર પહોંચ્યો અને રથ મહેન્દ્રપુરના સીમાડે આવીને ઊભો રહ્યો. સેનાપતિ રથની નીચે ઊતરી ગયો. મસ્તક નમાવી, ધ્રૂજતા હાથે તેણે અંજનાને પ્રણામ કર્યા. આંખો ઊનાં આંસુથી ઊભરાઈ ગઈ, નિ:શ્વાસની ભઠ્ઠીમાં શેકાઈ બે આંસુ ભૂમિ પર પડી ગયાં...
અંજના વસંતતિલકાના ખભે હાથ ટેકવીને રથ પરથી નીચે ઊતરી. માતા.. અમારો અપરાધ ક્ષમા..' સેનાપતિના ગળે ડૂમો ભરાયો. ‘તમારો અપરાધ નથી સેનાપતિ, મારા દુષ્ટ પ્રારબ્ધનો જ અપરાધ છે.”
બે ઘડી મૌન પથરાયું. સેનાપતિએ રથ વાળ્યો. સીમાડામાં આ બે નિરાધાર સ્ત્રીઓને મૂકીને ચાલ્યા જવા માટે, કઠોરતાના પાષાણને હૃદય પર મૂકી, સેનાપતિ રથ પર આરૂઢ બન્યો.
સૂરજ ડૂબી ગયો. એનાથી અંજના જેવી મહાસતીનું દુ:ખ જોઈ ન શકાયું. સજ્જન પુરુષો પર જ્યારે સિતમ પર સિતમ ગુજરે છે ત્યારે સજ્જનો તે જોઈ શકવા સમર્થ નથી હોતા,
રાત આપણે અહીં જ રોકાઈએ, સવારે નગરમાં જઈશું.' અંજનાએ વસંતતિલકાને કહ્યું.
પણ અહીં નિર્જન...' વસંતતિલકાને કંઈક ભય લાગ્યો.
ડરવાનું કોઈ કારણ નથી. શ્રી નમસ્કાર મહામંત્ર આપણી પાસે છે. પછી ડરવાનું શા માટે?' અંજનાનું નિર્ભીક હૃદય જોઈ વસંતતિલકા નિશ્ચિત બની.
થોડીક વાર થઈ ત્યાં અંજનાને એક વાત યાદ આવી. ‘વસંતા! ચાલ ઊભી થા તો.’
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવો છે સંસાર
૧૯૫ ક્યાં જવું છે?'
અહીં બાજુમાં જ ભગવાન ઋષભદેવનું દેરાસર છે. મેં જોયેલું છે, ચાલ દર્શન કરી આવીએ.”
રાત અંધારી હતી, પરંતુ આ પ્રદેશ અંજનાથી પરિચિત હતો. બંને સખીઓ એક-બીજાનો હાથ પકડીને ધીમે ધીમે ચાલવા લાગી. થોડુંક ચાલ્યા ત્યાં સામે જ ઝાંખું ઝાંખું દેરાસર દેખાવા લાગ્યું. અંજનાનું હૃદય આનંદિત બન્યું. બંનેએ દેરાસરની પાસે પહોંચી નમો વિનાનું કહી દેરાસરમાં પ્રવેશ કર્યો. ત્રિલોકનાથ પરમાત્મા જિનેશ્વરની કરણારસભરી પ્રતિમા જોઈ, મનમયૂર નાચી ઊઠ્યો. દીપકોનો પ્રકાશ કંઈક ઝાંખો પડ્યો હતો, પરંતુ ઝાંખા પ્રકાશમાં ય પ્રતિમાનું દર્શન દિલ ડોલાવી દે, તેવું થયું હતું.
પરમાત્માની સમક્ષ બંને સખીઓ બેસી ગઈ. પરમાત્માની મનોરમ મુખમુદ્રા પર દૃષ્ટિ સ્થિર કરી, સ્તવનાનો પ્રારંભ કર્યો.
સહુનું કરો કલ્યાણ, કૃપાનિધિ...! નિરખી તન-મનમાં દુઃખ મારાં દૂર કરો ભગવાન... કૃપાનિધિ! નાભિનંદન! તમને વંદન, અંતરમાં ધરું ધ્યાન... કૃપાનિધિ! સહુનું કરો કલ્યાણ કૃપાનિધિ ! મધુર અને દર્દભર્યા અવાજે વાતાવરણમાં ફેરફાર કરી નાંખ્યો. દીપકની જ્યોત વધુ ચમકી અને પરમાત્માની આંખ હસી ઊઠી. વસંતતિલકાએ સ્તવનાને ઉપાડી લીધી. પાપોમાં લયલીન બની હું પામી ના કંઈ જ્ઞાન.... કૃપાનિધિ... દુઃખિયારી હું ભવભવ ભટકું લાવો આતમભાન... કૃપાનિધિ... બંનેના સૂર ભેગા મળ્યા : સહુનું કરો કલ્યાણ... કૃપાનિધિ! સહુનું કરો કલ્યાણ... કૃપાનિધિ! અંજનાની આંખોમાં આંસુ ઊભરાયાં. તેણે સ્તવના આગળ ચલાવી :
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
જૈન રામાયણ તુમ ભક્તિના પુણ્ય પ્રભાવે પ્રગટો કેવળજ્ઞાન... કૃપાનિધિ દર્શન આપો.. દુઃખો કાપ... શરણે હું ભગવાન... કૃપાનિધિ.. સહુનું કરો કલ્યાણ. કૃપાનિધિ...
સ્તવના પૂર્ણ કરી... આંખો બંધ કરી, પરમાત્માની અચિંત્ય કૃપાની વર્ષોમાં સ્નાન કરી, બંને સખીઓ પાછલા પગે મંદિરની બહાર નીકળી ગઈ. મંદિરની આસપાસ નજર કરતાં એક પર્ણકુટિર દેખાઈ. બંને પર્ણકુટિરની પાસે ગઈ. અંદર કોઈ હતું નહિ. તેમજ કોઈ રહેતું હોય તેમ પણ ન લાગ્યું. બંનેએ પર્ણકુટિરમાં જ રાત વિતાવવાનું વિચાર્યું. વસંતતિલકા આજુબાજુ તપાસ કરીને વૃક્ષનાં પાનનો એક ટોપલો ભરી લાવી, એની પથારી કરી, અંજનાને તેમાં સુવાડી, પોતે બાજુમાં સૂઈ ગઈ.
અંજનાને નિદ્રા આવતી નથી. ક્યાંથી આવે ? પોતાની આશાઓ અને કામનાઓને નિષ્ફર સંસાર દ્વારા કચડાતી જોઈને એ રડી રહી હતી. એનું સજીવ કોમળ હૃદય ફાટીને ટુકડે-ટુકડા થઈ જતું હતું. હદયના ટુકડાને પરમાત્મા ઋષભદેવનાં સ્મરણ દ્વારા સાંધવા તે પ્રયત્ન કરતી હતી... પરંતુ હાય, દુર્ભાગ્ય અને ક્રૂર કાળનો સામનો કરવા તે નિષ્ફળ નીવડી.
સવારે પોતે પિતાના દ્વારે જશે, ત્યારે લજ્જાથી પોતાની સ્થિતિ કેવી બની જશે? માતા, ભાઈ બધાં પોતાને સહાનુભૂતિથી આવકારશે? એના ચિત્તમાં સંશય પેદા થયો, અને તે અકળાઈ ઊઠી. પુનઃ ભગવંતના નામસ્મરણમાં ચિત્તને પરોવી દેવા તેણે પ્રયત્ન કર્યો.
છેલ્લા પ્રહરમાં તેને કંઈક નિદ્રા આવી. પ્રભાતે તે જાગી અને તેણે વસંતતિલકાને જગાડી. બંને ધીમે પગલે પર્ણકુટિરમાંથી બહાર આવ્યાં. ભગવંત ઋષભદેવનાં દર્શન કરી, નગરના દરવાજે આવી ઊભાં રહ્યાં. મહેન્દ્રપુરીને જોતાં અંજનાનું ચિત્ત પોulના શૈશવકાળ તરફ વળ્યું. ભૂતકાળનો એ સ્મૃતિલોક તેના હૃદયમાં કોઈ અનેરા ભાવો જગાવી ગયો, પરંતુ આજે એ સ્મૃતિલોકમાં દીર્ધકાળ વિચરી શકાય એમ જ ક્યાં હતું
રાજમહાલયના દ્વારે પ્રતિહારી ચોકી કરી રહ્યો હતો. અચાનક અંજનાને માત્ર એક સખીની સાથે ઉઘાડા પગે અને ખાલી હાથે આવીને ઊભેલી જોઈ, પ્રતિહારીનું ચિત્ત શંકાશીલ બની ગયું.
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવો છે સંસાર
૧૯૭ બહેન-બા, કેમ અચાનક? એકલાં?' અંજનાની દૃષ્ટિ તો ભૂમિ પર ચોંટી ગઈ. તે કોઈ જ જવાબ આપી શકે એમ ન હતી. પ્રતિહારીના પ્રશ્નોનો ઉત્તર વસંતતિલકાએ આપ્યો. અથથી ઇતિ સુધીની વાત સંભળાવી. પ્રતિહારી બંનેને દ્વાર આગળ જ પોતાની મઢુલીમાં બેસાડી, રાજા મહેન્દ્રની પાસે ગયો.
રાજાને પ્રણામ કરી, પ્રતિહારીએ અંજનાના આગમનની વાત કહી, જે પ્રમાણે વસંતતિલકાએ કહ્યું તે જ પ્રમાણે પ્રતિહારીએ રાજાને વાત કહી. રાજા વાત સાંભળીને સ્તબ્ધ બની ગયો, તેનું ચિત્ત ઉદ્વિગ્ન બની ગયું. તેના મનમાં અનેક અશુભ વિચારો ઊભરાવા લાગ્યા.
ખરેખર, સ્ત્રીઓનું ચરિત્ર ન સમજી શકાય તેવું ગહન હોય છે. આ મારી પુત્રીએ મારા કુળને કલંકિત કર્યું. અમે પણ જાણીએ છીએ કે બાવીસ બાવીસ વર્ષોથી પવનંજયે અંજનાનું મોં પણ જોયું નથી, પવનંજયની ગેરહાજરીમાં આ કુલટાએ કુટિલ કામ કર્યું.'
મહેન્દ્રની આંખોમાં કુળકલંકનો ભય તરવરવા લાગ્યો. મુખ પર ચિતાની રેખાઓ ઊપસી આવી. બાજુમાં જ બેઠેલો યુવરાજ પ્રસન્નકીર્તિ પિતાની મૂંઝવણને સમજી ગયો. પ્રતિહારીએ આવીને વાત કરી, તે બધી જ યુવરાજે સાંભળી હતી, તે બોલી ઊઠ્યો : “પિતાજી, એ કુલટાને હમણાં ને હમણાં કાઢી મૂકો.' પણ...'
શું આંગળીએ સર્પ ડેસ્યો હોય તો આંગળીને છેદી નાખવી પડતી નથી? પછી ભલેને એ આપણી પોતાની જ આંગળી કેમ ન હોય?”
પ્રસન્નકીર્તિ ન્યાયનિષ્ઠ કહેવાતો હતો. વિચક્ષણ અને બુદ્ધિશાળી હતો, પરંતુ અંજનાની બાબતમાં જે એણે તોડ કાઢ્યો, તે મહામંત્રીને જરાય ન રચ્યો. મહામંત્રીએ મહેન્દ્રને હાથ જોડીને કહ્યું :
‘મહારાજા! કન્યાને જ્યારે સાસરામાં દુ:ખ પડે ત્યારે તેના માટે શરણભૂત પિતા જ હોય છે.”
“મહામંત્રી, શરણ કોને અપાય? આવી પાપિણીને?' પ્રસન્નકીર્તિ સહેજ ઉગ્ર બન્યો.
યુવરાજ! તમે શાથી માની લીધું કે એ પાપિણી જ છે? શું અંજના નિર્દોષ ન હોઈ શકે? શું નથી સાંભળ્યું કે અંજનાની સાસુ કેતુમતીનો સ્વભાવ દૂર છે?
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૮
જૈન રામાયણ એણે ખોટી રીતે અંજનાને કલંકિત કરી હોય, તેમ ન બની શકે? માટે મારી તો નમ્ર વિનંતી છે કે કૃપા કરીને અંજનાને અહીં છૂપી રીતે રાખીને તેનું પાલન કરવું જોઈએ. કારણ કે એ આપની કન્યા છે.' યુવરાજ મૌન થઈ ગયો. પરંતુ રાજા મહેન્દ્રના ચિત્તને શાન્તિ ન વળી.
મહામંત્રી! સાસુઓ તો બધે આવી જ હોય છે, પરંતુ પુત્રવધૂઓનું આવું ચરિત્ર ક્યાંય સાંભળ્યું નથી. વળી આ ગર્ભ પવનંજયનો ન જ હોઈ શકે કારણ કે આપણે સાંભળ્યું છે, કે બાવીસ વર્ષથી એકધારો પવનંજયને અંજના પર દ્વેષ છે. માટે કેતુમતીએ જે શિક્ષા કરી છે તે યોગ્ય જ કરી છે.'
મહેન્દ્રના હૃદયમાં સદાચારનું મૂલ્ય કેટલું બધું ઊંચું અંકાયેલું હશે? સદાચારનું પક્ષપાતી હૃદય પોતાની પુત્રી પ્રત્યે પણ મચક આપતું નથી. અલબત્ત, અંજના દોષિત નથી, છતાં એના પર જે આરોપ આવી પડ્યો છે, એ સાંભળીને મહેન્દ્ર ધ્રુજી ઊઠે છે અને પુત્રીને પણ નહિ સંઘરવાનો નિર્ણય કરે છે.
પર મહેન્દ્રનું આ એકાંગીપણું છે. સદાચારનો તીવ્ર પક્ષપાત જરૂરી છે, પરંતુ તે પોતાના માટે જ હોવો જોઈએ.
બીજાના પ્રત્યે એવો સદાચારનો તીવ્ર પક્ષપાત ન હોવો જોઈએ, કે જેનાથી સામી વ્યક્તિને અન્યાય થઈ જાય, સામી વ્યક્તિનું જીવન હોડમાં મુકાઈ જાય. સંપૂર્ણ તપાસ કર્યા વગર, કોઈના કહેવા પરથી કે પોતાના મનમાન્યાં અનુમાનો કરીને બીજાના આત્માની હલકાઈ કરવી ન્યાયસર નથી. એવી રીતે કોઈના કહેવા પરથી, ઊડતી વાતો સાંભળીને, મનમાન્યાં અનુમાનો કરીને બીજાના આત્માને જે બદનામ કરે છે, તે જીવો એવાં કઠોર પાપકર્મો બાંધે છે કે જેના વિપાકો ભવાંતરમાં આંખમાંથી લોહીનાં આંસુ પડાવે તેવા આવે છે.
છે કે અહીં અંજનાનું જ દુષ્ટ પ્રારબ્ધ મહેન્દ્રને સાચી સૂઝ પ્રાપ્ત થવા દેતું નથી; પરંતુ એટલા માત્રથી મહેન્દ્રનો નિર્ણય નિર્દોષ ઠરતો નથી. કર્મોની સજામાંથી મુક્ત થઈ શકતો નથી.
મહારાજા! અંજનાના લોહીમાં આપના સુસંસ્કારો રેડાયેલા છે. વર્ષો સુધી એણે આપના ઘરમાં રહીને શીલ અને સદાચારની ઉચ્ચ કેળવણી લીધેલી છે. આપણે વર્ષો સુધી આપણી આંખ સામે એને જોઈ છે. એક નાનકડો ય કાળો ડાઘ એમાં જોવા નથી મળ્યો. અંજના પવિત્ર છે. સુશીલ છે.” મહામંત્રીએ ગંભીર બનીને ઊંચા અવાજે પોતાને લાગતી સાચી વાત રજૂ કરી. પરંતુ રાજા મહેન્દ્ર પર એ વાતની જરાય અસર ન થઈ. તે પોતાના વિચારોમાં દૃઢ રહ્યો. તરત જ દ્વારપાલને બોલાવીને આજ્ઞા કરી :
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવો છે સંસાર
૧૯૯ “મારે એનું મુખ પણ જોવું નથી, એ પાપમુખીને હમણાં ને હમણાં અહીંથી કાઢી મૂક અને સેનાપતિને અહીં બોલાવ.” ‘પણ મહારાજા જરા...'
જરા ય નહિ મહામંત્રી, હવે તમે એનો ખોટો બચાવ ન કરો. હું તમારી વાત માનવા જરા ય તૈયાર નથી...' મહેન્દ્રનો ચહેરો રોષથી લાલચોળ બની ગયો.
દ્વારપાળનું હૃદય ધબકી ઊઠ્યું. ભૂખી અને તરસી અંજનાને કાઢી મૂકવાનું પાપકાર્ય કરવા જતાં, તેના અંગેઅંગ ધ્રુજી ઊઠ્યાં. છતાં રાજાની આજ્ઞા એટલે આજ્ઞા! અંજના ક્યાં જશે? એ કોના શરણે જશે? એકલી અટુલી કેવી દુ:ખી દુઃખી બની જશે? દ્વારપાલની આંખમાં આંસુ ઊભરાયાં. તે ધીમે પગલે દરવાજા આગળ આવ્યો. વસંતતિલકા ક્યારની ય રાહ જોઈ રહી હતી. દ્વારપાલને ધીમે પગલે અને આંખો લૂછતો આવતો જોઈ તેને ફાળ પડી. ત્યાં તો દ્વારપાલ આવીને ઊભો રહ્યો, બે હાથ જોડી અંજનાને તેણે પ્રણામ કર્યા. તે મૌન ઊભો રહ્યો. ‘કેમ, મહારાજાએ શું કહ્યું?' વસંતતિલકાએ પૂછયું. દ્વારપાલ શો જવાબ આપે? તે મૌન રહ્યો.
માન કેમ રહે છે? જરા ય ચિંતા રાખ્યા વિના જે વાત હોય તે કહી દે.' અંજનાએ કહ્યું. “મહારાજાએ આજ્ઞા કરી છે કે આપે અહીંથી સત્વરે...' ચાલ્યા જવું, એમને?” અંજનાએ દ્વારપાલને ખચકાતો જોઈ વાક્ય પૂર્ણ કર્યું.
હા... દેવી..' દ્વારપાલ ડૂસકું ખાઈને રડી પડયો. બે હાથથી તેણે પોતાનું મોં છુપાવી દીધું.
અંજનાએ વસંતતિલકાનો હાથ પકડી લીધો અને ચાલવા માંડ્યું. સૂર્ય શરમાઈ ગયો. વાદળની ઓથે છુપાઈ ગયો. આકાશ ધૂંધળું થઈ ગયું. કેવો એ કમભાગી દિવસ! કયો સહૃદયી નગરજન એ દિવસે નહિ પડ્યો હોય? કયા ભાવુક આત્માને એ દિવસે દુષ્ટ પ્રારબ્ધ પર ફિટકાર નહિ છૂટ્યો હોય? કયા સાધુપુરુષે એ દિવસે સંસારની અસારતાનું દર્શન નહિ કર્યું હોય?
લથડતા પગલે અંજનાએ મહેન્દ્રપુરીના રાજમાર્ગો વટાવ્યા અને જંગલની વાટ પકડી. નથી તેણે ખાધું, નથી પીધું. તેનું હૃદય ભરાઈ આવ્યું. આંખમાંથી આંસુનાં પૂર વહેવા માંડ્યાં. તે મોટા સ્વરે રડી પડી અને એક શિલા પર બેસી ગઈ.
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૦
જૈન રામાયણ અરણ્યનાં પશુઓ ઊભાં રહી ગયાં. આકાશનાં પંખીઓ થંભી ગયાં. અંજના || કરુણ આક્રંદથી એ પશુપંખીઓ પણ કકળી ઊઠ્યાં. વસંતતિલકા પણ રડી રહી હતી. આજે અંજનાને આશ્વાસન આપવા માટે તેની પાસે શબ્દ ન હતા, હૃદય ન હતું.
વળી ઊભા થઈને ચાલવા માંડ્યું. ઉઘાડા પગમાં અણીદાર કંટકો ખૂંપવા લાગ્યા. કોમળ ચરણતલમાંથી લોહીની ધારાઓ છૂટવા લાગી.
મધ્યાન્ન થયો. સૂર્ય વાદળમાંથી બહાર આવ્યા. બંને સખીઓ એક મોટા નગરના સીમાડે જઈ ચડી. એક ઘટાદાર વૃક્ષની છાયામાં જઈને બંનેએ વિશ્રામ કર્યો.
આપણે આ નગરમાં કોઈ ધર્મશાળામાં રોકાઈએ તો?' વસંતતિલકાએ કહ્યું. કારણ કે હજુ બંનેએ કંઈ ખાધું-પીધું ન હતું. ધર્મશાળામાં રોકાય તો કંઈક વ્યવસ્થા થઈ શકે. અંજનાએ સંમતિ આપી. એટલે બંને નગર તરફ વળ્યાં. નગરના દરવાજે જ બે ચોકીદારો ઊભા હતા. બંને સખીઓ જ્યાં દરવાજામાં પ્રવેશવા જાય છે, ત્યાં જ ચોકીદારે બન્નેને રોકી.
તમારે આ નગરમાં જવાનું નથી.' કેમ?' વસંતતિલકા જરા ઉગ્ર બની ગઈ.
રાજા મહેન્દ્રની આજ્ઞા છે કે તમને એમના રાજ્યના કોઈ ગામ કે નગરમાં પ્રવેશ ન આપવો.'
અંજનાને કાઢી મૂકીને, રાજા મહેન્દ્ર સેનાપતિને બોલાવી આજ્ઞા કરી હતી, કે પોતાના રાજ્યના કોઈ પણ નગર કે ગામડામાં અંજનાને પેસવા ન દેવી. તે મુજબ સેનાપતિએ ઠેર ઠેર પોતાના માણસોને ગોઠવી દીધા હતા.
અંજનાને કંઈ કહેવાનું હતું જ નહિ, તરત જ તે પાછી વળી ગઈ. પુનઃ જંગલમાર્ગે પ્રયાણ શરૂ થઈ ગયું. ભટકતાં ભટકતાં બંને એક મોટી અટવીમાં આવી પહોંચ્યાં. એક મોટા વૃક્ષની નીચે વિશ્રામ કર્યો
કેવી હું હીનભાગી, કે ગુરુજનોએ વિચાર્યા વગર પહેલાં દંડ કર્યો અને અપરાધનો નિર્ણય પછી કરશે? અરે કેતુમતી, તેં પણ સારું જ કર્યું, મને બદનામ કરીને તેં તારા કુળની રક્ષા કરી! પિતાજી, તમે પણ ઠીક જ તમારા સંબંધીઓનાં મન જાળવ્યાં! વળી મેં અભાગણે વિચાર્યું કે દુઃખી સ્ત્રીઓને માતા જ આશ્વાસનનું સ્થાન હોય છે. પરંતુ મા, તેં તારો પતિવ્રતા ધર્મ સારો બજાવ્યો. તારે તો પિતાજીના પગલે જ ચાલવું જોઈએ ને? પ્રસન્ન કીર્તિ, તું પણ
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવો છે સંસાર
૨૦૧
શું કરી શકે?... અને પાથ, પતિદેવ, તમે તો દૂર છો, તમે જો હોત... પણ હાય, તમારી ગેરહાજરીમાં બધાં જ મારાં શત્રુ બની ગયાં છે.'
તેનો વિલાપ ચાલુ જ રહ્યો. તેની દૃષ્ટિમાંથી સંસારનાં એક એક સ્વજન પસાર થઈ ગયાં. જેણે જેણે અંજનાને એક દિવસ પ્રેમથી નવાજી હતી, તે બધાંએ અંજનાને દુઃખના ટાણે દાં દીધો.
આ તો સંસારની ખાસિયત છે! સંસાર નામ જ એનું કે તમે એના પર પ્રેમ ધારણ કરો અને એ તમને દર્શો દે.
ખરેખર, મારા જેવી બીજી કોઈ અભાગણ સ્ત્રી નહિ હોય. આટલાં આટલાં વર્ષો સુધી પતિનો વિરહ પડે અને સ્ત્રી જીવી રહે? છતાં હું અભાગણ જીવતી રહી.' બંનેએ સવારથી કંઈ જ ખાધું-પીધું ન હતું. વસંતતિલકાએ કહ્યું :
‘તું અહીં બેસ, હું આજુબાજુમાં તપાસ કરું. થોડાં ફળ લઈ આવું, અને પાણીની પણ શોધ કરી આવું.' અંજનાને બેસાડી વસંતતિલકા અટવીની અંદર ગઈ. વસ્ત્રમાં ફળ ભરીને, આજુબાજુ પાણીની તપાસ કરવા લાગી. સહેજ દૂર ગઈ. એક પર્વતની તળેટીમાં સુંદર સરોવર જોયું. બાજુમાં જ એક સરસ ગુફા જોઈ. ચારેકોર રમણીય વારાજી જોઈ એનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. હવે આગળ ક્યાંય ન જતાં, આ સ્થળે જ રહેવાનો તેને વિચાર આવ્યો. તે ઝડપથી અંજના પાસે આવી.
‘અંજના, ચાલ ઊભી થા. અહીં થોડે જ દૂર એક રમણીય પ્રદેશ છે, ત્યાં આપણે જઈએ. મને તો એ પ્રદેશ ખૂબ ગમી ગયો છે. જો તારી ઇચ્છા થાય તો આપણે ત્યાં જ રોકાઈએ.'
અંજનાને લઈ વસંતતિલકા પર્વતની તળેટીમાં આવી. પ્રદેશ જોઈ અંજનાને આનંદ થયો. ગુફાના દ્વાર આગળ જ બેસી સખીઓએ ફળાહાર કર્યો અને સરોવરનું પાણી પીધું.
‘હવે આપણે ક્યાંય આગળ ન જતાં અહીં જ રોકાઈએ, એમ મને લાગે છે.’ અંજનાએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
બંને સખીઓએ ત્યાં આરામ કર્યો. સૂર્ય પશ્ચિમ દિશામાં ઢળવા લાગ્યો. મનનો અને તનનો થાક હળવો થયો. વસંતતિલકા ઊભી થઈ.
‘આપણે આ ગુફાની અંદર જઈએ. જોઈએ તો ખરાં, અંદર રહેવાય એવું છે કે નહિ?' બંને સખીઓ ધીમે પગલે ગુફામાં પ્રવેશી.
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૨
જૈન રામાયણ | ગુફામાં હજુ બહુ ઊંડી ન ગઈ ત્યાં તો સામેજ એક મહામુનિને ધ્યાનસ્થ ઊભેલા જોઈ, બંને સખીઓ ત્યાં જ ઊભી રહી ગઈ. બંનેએ નતમસ્તકે અંજલિ જોડી મહામુનિને પ્રણામ કર્યા અને વિનય-મર્યાદાપૂર્વક ત્યાં બેસી ગઈ.
મહામુનિએ ધ્યાન પૂર્ણ કર્યું. જમણો હાથ ઊંચો કર્યો અને “ધર્મલાભ' ની આશિષ આપી.
પુનઃ બંને સખીઓએ ભકિતપૂર્ણ હૃદયે વંદના કરી. વસંતતિલકાએ વિનયપૂર્વક વાતનો પ્રારંભ કર્યો. એને લાગ્યું કે આ કોઈ મહાન જ્ઞાની સાધુપુરુષ છે. સખીના દુઃખની વાત કરું જરૂ૨ કૃપાના સાગર એવા આ મહાપુરુષ કોઈ સુંદર માર્ગ બતાવશે.
પાનિધિ! મારી સખી પર આટલી બધી આપત્તિઓ શાથી આવી? એના ગર્ભમાં કયો જીવ આવ્યો છે? કયા કર્મના ઉદયથી આવી સ્થિતિ સર્જાઈ છે?' લગ્નથી માંડીને બધી જ વાત વસંતતિલકાએ ટૂંકમાં કહી.
મહામુનિનું નામ અમિતગતિ હતું. તેઓ ચારણમુનિ હતા, કૃપાના સાગર હતા.
0
0
0
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ ૨૩. ભૂલનું પરિણામ કનકપુર નામનું નગર હતું. તે નગરમાં કનકરથ નામનો પરાક્રમી રાજા હતો. કનકરથને બે રાણીઓ હતી. એકનું નામ કનકોદરી અને બીજીનું નામ લક્ષ્મીવતી હતું.
લક્ષ્મીવતીને પરમાત્મા જિનેશ્વરદેવ પ્રત્યે અપૂર્વ ભક્તિરાગ હતો. તેણે પોતાના મહેલના એક રમણીય વિભાગમાં પરમાત્માનું નાનકડું મંદિર બનાવરાવ્યું ને મંદિરમાં ભગવંત ઋષભદેવની સ્ફટિક-રત્નમય પ્રતિમા બિરાજમાન કરી.
તેને પરમાત્મા પર અપૂર્વ શ્રદ્ધા હતી. તે માનતી હતી કે પરમાત્માના અચિજ્ય પ્રભાવથી આલોક-પરલોકનાં શ્રેષ્ઠ સુખ પ્રાપ્ત થાય છે. એ પરમ કૃપાળુની અગમ્ય કૃપાથી જ આત્મા મહાત્મા બની શકે છે અને અંતે વીતરાગ બની શકે છે. અર્થ પુરુષાર્થની કે ધર્મ પુરુષાર્થની સિદ્ધિ પણ પરમાત્માના ઇન્દ્રિય-અગોચર અનુગ્રહથી જ થઈ શકે છે.
આજે મનુષ્ય ત્રિલોકનાથ પરમાત્માને પૂજવા જાય છે, એ શ્રદ્ધા લઈને કે ‘આ પરમાત્મા કંઈ જ ન કરે. આપણે પુરૂષાર્થ કરીએ તો જ સુખી થઈએ!” આવું મિથ્યાભિમાન પરમાત્મા પ્રત્યે ભક્તિ જગવી શકતું નથી. આવો મિથ્યાભિમાની મનુષ્ય ધર્મપુરૂ પાર્થમાં પણ સિદ્ધિ હાંસલ કરી શકતો નથી.
લક્ષ્મીવતી માનતી હતી કે “મન આ મહાન રાજ્યનાં સુખો પ્રાપ્ત થયાં છે, તે પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી જ. માટે આ રાજ્યનાં સુખાનો મારે ત્યાગ કરી, તેમનાં જ ચરણોમાં એ સુખો ધરી દેવા જોઈએ.' તેણે પોતાનું જીવન ત્યાગમય અને તપોમય બનાવ્યું. પરમાત્માની ભક્તિમાં તેણે પોતાનું ચિત્ત પરોવ્યું. રોજ સવાર-સાંજ તેણે ભગવંતની ભવ્ય પૂજા કરવા માંડી.
મોટા મોટા સંગીતકારોને બોલાવી, તેણે ભગવંતની સમક્ષ ભક્તિરસની રમઝટ મચાવવા માંડી, નગરવાસી સ્ત્રીઓ પણ ધીરે ધીરે લક્ષ્મીવતીની સાથે પ્રભુભક્તિમાં જોડાવા લાગી. રાજા કનકરથ પણ લક્ષ્મીવતીનું ભક્તહૃદય જોઈને પ્રસન્ન થતો હતો. તેણે રાણીને પ્રભુભક્તિમાં જરૂરી તમામ અનુકૂળતાઓ આપવા માંડી હતી.
લક્ષ્મીવતીનો મહેલ જાણે ભક્તનું ધામ બની ગયો! નગરમાં લક્ષ્મીવતીનું રાણી તરીકે નહિ, પરંતુ પરમ શ્રાવિકા તરીકે ખૂબ ખૂબ બહુમાન અને ગુણાનુવાદ થવા લાગ્યા.
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૪
જૈન રામાયણ - લક્ષ્મીવતીના આંગણે આવેલો કોઈ દુઃખી જીવ ખાલી હાથે પાછો જતો. નહોતો. લક્ષ્મીવતીની પાસે આવેલો કોઈ પણ જીવ હતાશ થઈને પાછો નહોતો જતો. પ્રસન્નમુખે અને સમતાભર્યા હવે તે સહુ જીવોને સત્કારતી અને પરમાત્માના અચિન્ત મહિમાને સમજાવતી.
પરંતુ આ બધું એવું હતું કે ઈર્ષાળુ જીવન હૈયામાં આગ જલાવે! કનકોદરી લક્ષ્મીવતીનો આ ઉત્કર્ષ સહન ન કરી શકી! ક્યાંથી સહન કરી શકે? તલવારના ઘા સહન કરવા સહેલા છે, ઉગ્ર તપશ્ચર્યાનાં કષ્ટ સહન કરવાં સહેલાં છે, ભૂખ-તરસનાં દુઃખ સહન કરવાં સહેલાં છે, પરંતુ બીજાના ઉત્કર્ષને સહન કરવો દુષ્કર છે.
જ્યારે બીજાનો ઉત્કર્ષ સહન થતો નથી ત્યારે મનુષ્ય બીજા દોષો જેવા પ્રેરાય છે અને છદ્મસ્થ આત્મામાં દોષો તો જોવા હોય એટલા મળે! ઈર્ષ્યાળુ મનુષ્ય બીજાના દોષો જોઈને પછી એને હલકો પાડવાનું નીચ કૃત્ય શરૂ કરે છે. પોતાની જાતને સારી અને સર્જન માનતો એ મનુષ્ય પછી સીધો અધ:પતનની ખીણમાં પટકાઈ પડે છે.
કનકદરી લક્ષ્મીવતીની હલકાઈ કરવા પ્રેરાઈ. તેણે દાસીઓ વાટે લક્ષ્મીવતીના માટે અયોગ્ય વાતો વહેતી કરી. સૂર્ય સામે ધૂળ ઉડાડવા જેવી તેની સ્થિતિ થઈ. લોકોના હૃદય પર લક્ષ્મીવતીનું એવું નિશ્ચલ સ્થાન જામેલું હતું કે લોકો એનું જરાય ઘસાતું સાંભળવા તૈયાર ન હતા, બલકે ઘસાતું બોલનાર પ્રત્યે તેઓએ ભારે નફરત કરવા માંડી.
કનકોદરીએ ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ લક્ષ્મીવતીનું તેજ જરાય ન ઝંખવાયું. બલકે દિનપ્રતિદિન લક્ષ્મીવતીના મહેલે ભક્તોની ભીડ જામવા લાગી. કનકોદરીનો તેજોદ્ધપ ખૂબ વધી ગયો. કોઈ પણ પ્રકારે લક્ષ્મીવતીની લોકપ્રિયતા તોડવા તેણે યોજનાઓ વિચારવા માંડી, વિચારતાં વિચારતાં તેને એક યોજના સૂઝી આવી. તેણે પોતાની સુલેખા નામની સખીને બોલાવી.
સુલેખા કનકોદરીના વિચારોથી પરિચિત હતી. એને પણ લક્ષ્મીવતી પ્રત્યે અરુચિ હતી. લક્ષ્મીવતીના અહિતી પ્રત્યેક પ્રવૃત્તિમાં તે કનકોદરીને સહાય કરતી. કનકોદરીને પણ સુલેખાની હૂંફ સારી હતી. ‘સુલેખા, હવે એક ઉપાય સૂઝે છે...' કનકોદરીએ સુલેખાના કાનમાં વાત કરી.
લક્ષ્મીવતીના તાગડધિન્ના શાના પર છે?'
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૫
ભૂલનું પરિણામ ‘ન સમજી ...
એટલે ન સમજી? એના ભગવાનની મૂર્તિની તો આ બધી ધાંધલ છે. એ મૂર્તિ જ...'
હા હા... સમજી ગઈ. બસ, હવે બધું હું પતાવી દઈશ...'
ના, એમાં તારું કામ નહિ, એ કામ હું જ કરીશ. તારે તો એક કામ કરવાનું છે.'
શું?' “યુક્તિપૂર્વક એ મૂર્તિને અહીં લઈ આવવાની.” ‘કબૂલ.” મહામુનિ અંજના અને વસંતતિલકાને તેમના ભૂતકાળના પટ પર લઈ જાય છે. બંને સખીઓ એકાગ્રપણે મહામુનિની વાણીનું શ્રવણ કરે છે.
સુલેખાએ નિત્ય લક્ષ્મીવતીના મંદિરમાં જવાનું શરૂ કર્યું. લક્ષ્મીવતીના ભક્તિપ્રસંગોમાં હાજર રહેવા લાગી. ધીરે ધીરે તેણે ત્રિકાલ પૂજા શરૂ કરી. એક ભક્ત શ્રાવિકાની ઢબે તેણે આચરણ શરૂ કર્યું. આ રીતે તેણે લક્ષ્મીવતીના મંદિરમાં આવતી પ્રત્યેક વ્યક્તિનો પ્રેમ સંપાદન કરવા માંડ્યો.
સુંદર સુંદર પુષ્પોના કરંડિયા લઈ જઈને તેણે પરમાત્માની અપૂર્વ અંગરચના કરવા માંડી. નિવેદના થાળ ભરી ભરીને લાવીને પરમાત્માની અદ્ભુત ભક્તિ કરવા માંડી. અલ્પકાળમાં તો લક્ષ્મીવતીના નામની સાથે સુલેખાનું નામ પણ લોકજિદ્વાએ રમવા માંડ્યું. લક્ષ્મીવતીને પણ સુલેખા પ્રત્યે પ્રેમ પ્રગટ્યો. સુલેખાની તેણે પ્રશંસા કરવા માંડી.
સુલેખાને પોતાની યોજના સફળ થતી લાગી. કનકદરીને તેણે કહી પણ દીધું કે હવે બે ચાર દિવસમાં કામ સિદ્ધ થયું સમજવું!' અને એક દિવસ બપોરે બાર વાગ્યે હાથમાં પુષ્પોનો કરંડિયો લઈ, પૂજનનાં વસ્ત્ર પહેરી, તે મંદિરમાં પહોંચી.
મધ્યાન રામયે મંદિરમાં પ્રાયઃ કોઈ જ હતું નહિ. તેથી એ સમયે સુલેખાને પોતાનું કાર્ય કરવું બરાબર લાગ્યું.
તેણે મૂર્તિની આસપાસ પુષ્પો વેરી નાંખ્યાં, અને મૂર્તિને કરંડિયામાં નાંખી, તેના પર થોડોક પુષ્પો ઢાંકી કરંડિયો લઈ મંદિરમાંથી નીકળી ગઈ. મહેલના મુખ્ય દરવાજાના દરવાનોની સામે રોજની ઢબે આછું સ્મિત કરી તે સડસડાટ
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૬
જૈન રામાયણ કનકોદરીના મહેલે પહોંચી ગઈ. ઝરૂખામાં કનકોદરી રાહ જોતી બેઠી હતી. ઝડપથી સુલેખાને આવતી જોઈ કનકોદરી નાચી ઊઠી.
સુલેખાએ ઇશારાથી કનકોદરીને પોતાની પાછળ આવવા સૂચવ્યું. મહેલના એક એકાંત ભાગમાં બંને પહોંચી.
કામ સફળ!” સુલેખાએ આંખો નચાવતા કનકોદરી સામે જોયું.
મારી સખી જે કામ હાથમાં લે તે સફળ જ થાય!' કનકોદરીએ સુલેખાની પીઠ થાબડી. “અરે, હજુ તો કેવું નાટક ભજવાય છે, તે તું જ છે!” હવે શાનું નાટક?” “પહેલેથી નાટકની વાત કહી દઉં તો તો પછી મઝા ન આવે!” તો યે...” ના. નાટક કહેવાનું ન હોય, જોવાનું હોય!'
પછી શું થયું, પ્રભુ?” એકાગ્રપણે સાંભળી રહેલી અંજના અને વસંતતિલકાએ વચ્ચે પ્રશ્ન કર્યો.
સાંજ પડી. લક્ષ્મીવતી સંધ્યા સમયનું પૂજન કરવા માટે મંદિરમાં દાખલ થઈ. સિંહાસન પર નજર કરતાં જ પેટમાં મોટો ધ્રાસકો પડ્યો. તેણે ચારેકોર નજર કરી, પરંતુ પરમાત્માની પ્રતિમા દેખાઈ. હાંફળી-ફાંફળી તે મંદિરની બહાર આવી. તેણે બૂમ પાડી. ‘ચોરી... ચોરી’ સામેથી જ નીચી દૃષ્ટિએ અને ઠાવકા મોઢે સુલેખા આવી રહી હતી. લક્ષ્મીવતીની બૂમ સાંભળતાં જ તે દોડતી આવી. , “શું થયું દેવી?” મોં પર ભયની રેખાઓ ઉપસાવી સુલેખાએ પૂછયું.
પરમાત્માની પ્રતિમા જ કોઈ ઉપાડી ગયું છે...' લક્ષ્મીવતીના મુખ પર રોષ અને વેદના તરવરી આવ્યાં.
અરરર. કયા પાપીને આવી કુબુદ્ધિ સૂઝી! બીજુ કંઈ ન સૂઝયું તે ભગવાનની પ્રતિમા જ ઉપાડી ગયો?'...' સુલેખાએ પણ પોતાની બનાવટી વેદ વ્યક્ત કરી.
મહેલની દાસીઓ ભેગી થઈ ગઈ. ચોકીદારો દોડી આવ્યા. સહ ‘ચોરી કેવી રીતે થઈ ?' એના વિચારમાં અને પૂછપરછમાં પડી ગયા. કોઈને કોઈ ચોક્કસ સૂઝ પડતી નથી. લક્ષ્મીવતીનું ચિત્ત ખિન્ન બની ગયું. જ્યાં સુધી પ્રભુની પ્રતિમા ન મળે ત્યાં સુધી અન્નપાણીનો તેણે ત્યાગ કર્યો. મંદિરમાં જઈને પરમાત્માના ધ્યાનમાં તે બેસી ગઈ.
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂલનું પરિણામ
૨૦૭ સુલેખાની સાથે, સંધ્યાના સમયે, કનકોદરી પ્રતિમાને એક પુષ્પના કરંડિયામાં સંતાડી, નગર બહારના ઉદ્યાનમાં પહોંચી. કોઈને કોઈ ગંધ ન આવે એ ઢબે બંને ઉદ્યાનમાં પાછળના ભાગમાં પહોંચી ગઈ. સુલેખાને ત્યાં બેસાડી, કનકોદરી પાછળના રસ્તેથી બહાર નીકળી અને ઝડપથી થોડેક દૂર કે જ્યાં ગામો ઉકરડો હતો ત્યાં પહોંચી.
પગ વડે ઉકરડાની એક બાજુ ખાડો કરીને તેણે પ્રતિમાને તેમાં દાટી દીધી. દિલમાં ગભરાટ સાથે તેણે ચારેકોર નજર કરી ત્યાં જ તે ધ્રૂજી ઊઠી..
તેની પછવાડે જ તેણે એક સાધ્વીજી મહારાજને જયાં. તેમનું નામ જયશ્રી. સૌમ્ય મુખાકૃતિ. કરુણા-નીતરતાં નયનો. યોવન પર યોગિનીનાં વસ્ત્રો.
ભદ્ર! તેં આ શું કર્યું?' વાત્સલ્યપૂર્ણ શબ્દોમાં સાધ્વીજીએ કંકોદરીને પૂછયું. કનકોદરી મન રહી, શું જવાબ આપે? તેનું અંગેઅંગ કંપી ઊઠ્યું.
‘પરમકૃપાળુ પરમાત્માની પ્રતિમાને તેં ઉકરડામાં દાટીને કેવું ભયાનક પાપ બાંધ્યું! તેનો જરા તું ખ્યાલ કર, આ જીવનમાં પણ આનાં માઠાં પરિણામ ભોગવવા પડશે, પરલોકમાં તો આનું જે પરિણામ આવશે તે સહ્યું નહિ જાય.'
કનકોદરી નું મુખ શરમથી નીચે ઢળી ગયું. અંગૂઠાથી તે ધરતીને ખોતરવા લાગી. તેની પાસે જવાબ ન હતો. તેની પાસે બોલવાની હામ કે શબ્દા ન હતાં. સાધ્વીજીના શબ્દોએ તેની મલિન વૃત્તિઓને ધોઈ નાંખી. તેનું હૃદય કોમળ બની ગયું. તેને પોતાની ભૂલ સમજાઈ. તરત જ તેણે ઉકરડામાં દાટેલી પ્રતિમાને લઈ લીધી અને કરંડિયામાં મૂકી તે પાછી વળી. સાધ્વીજી મહારાજને વંદના કરી, તે ઉદ્યાન તરફ વળી.
સુલેખા ભય અને ઉત્સુકતાથી કનકોદરીની પ્રતીક્ષા કરતી હતી. જ્યાં તેણે કનકાંદરીને આવતી જોઈ, તરત જ તે ઝડપથી તેની પાસે ગઈ.
કેમ, કામ સફળ?” સુલેખાએ પૂછ્યું, કનકોદરી મૌન રહી. એણે એક શબ્દ પણ બોલ્યા વગર, નગરનો રસ્તો લીધો. સુલેખાને કંઈ સમજાયું નહિ. અનેક શંકા-કુશંકાઓ કરતી, તે કનકોદરીની પૂંટ ચાલવા લાગી.
રાજમહેલમાં દીવાઓ પ્રગટી ચૂક્યા હતા. કનકોદરી પોતાના મહેલમાં ન જતાં સીધી જ લક્ષ્મીવતીના મહેલમાં પહોંચી. ત્યાં તો સહુ વિદ્વળ છે.
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
જૈન રામાયણ ચોકીદારો, દાસીઓ, રાજા... સર્વે ચિંતામગ્ન છે. પ્રતિમાજી ન મળે ત્યાં સુધી લક્ષ્મીવતીએ ખાવા-પીવાનું ત્યજી દીધું છે અને મંદિરમાં શ્રી પંચપરમેષ્ઠી ભગવંતોના ધ્યાનમાં લીન છે.
કનકોદરી મંદિરમાં દાખલ થઈ. કરંડિયામાંથી પ્રતિમાજીને કાઢી તેણે સિંહાસન પર આરૂઢ કર્યા અને લક્ષ્મીવતીના ખોળામાં માથું મૂકી, તે ધ્રુસકે ધૂરાકે રડી પડી.
લક્ષ્મીવતીએ આંખ ખોલી. તેણે સિંહાસન પર પ્રતિમાજી જોયાં. ખોળામાં કનકોદરીને ચોધાર આંસુએ રડી રહેલી જોઈ.
બહેન, આ શું કરો છો?” લક્ષ્મીવતીએ પોતાના બે હાથમાં કનકોદરીના મુખને લેતાં કહ્યું. કનકોદરી બોલી શકતી નથી. તેનું હૈયું પાપના પશ્ચાત્તાપમાં દારણ રુદન કરી રહ્યું હતું. તેના મુખ પર શોક, ગ્લાનિ અને ખેદની રેખાઓ ઊપસી આવી હતી. તેની આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી.
“પણ... આટલું બધું દુ:ખ શા માટે?' લક્ષ્મીવતીએ કનકોદરીને પોતાની સામે બેસાડી; એની રડતી આંખો સામે મીટ માંડીને તેણે ફરી પૂછયું. થોડીક ક્ષણો મૌન વીતી ગઈ. “મેં ઘોર પાપ કર્યું છે.' કનકોદરીએ ડૂસકાં લેતાં કહ્યું. લક્ષ્મીવતી મૌન રહી. ‘પ્રતિમાજીને મેં ઉપડાવી લીધી હતી અને...” બોલતાં તે મોટા સ્વર રડી પડી.
રાજા, અમાત્ય, દાસ-દાસીઓ અને ચોકીદારો.. બધાં ભેગાં થઈ ગયાં હતાં. લક્ષ્મીવતીએ રાજા સિવાય બધાંને ચાલ્યા જવાનો ઇશારો કરી દીધો. સહુ ચાલ્યાં ગયાં. લક્ષમીવતી સમગ્ર પરિસ્થિતિ કળી ગઈ. તેણે વાતને આટલેથી જ અટકાવી દેતાં કહ્યું. “બહેન. તમારો દોષ નથી. કર્માધી જીવ આવું ક્યારેક કરી બેસતો હોય છે.' “મારી જ ગંભીર ભૂલ છે. મારાથી તમારો ઉત્કર્ષ સહન ન થયો. તમારે ત્યાં થતી ધામધૂમ મારાથી સહી ન ગઈ. મેં તમને બદનામ કરવાના પ્રયત્નોમાં કમી ન રાખી, પણ તેમાં હું ફાવી નહિ અને અંતે મેં આવો હિચકારો પ્રયત્ન કર્યો.' કનકોદરીએ હૈયું ઠાલવી દીધું.
“બહેન, જે બનવાકાળ હતું તે બની ગયું. હવે ખેદ ન કરવો. છગ્નસ્થ આત્મા જો ભૂલ નહિ કરે તો કોણ કરશે? ભૂલ થવી એ ગુનો નથી, પરંતુ ભૂલને છુપાવવી તે ગુનો છે. તમે સરળ છો. તમને તમારી ભૂલ સમજાઈ, એ જ તમારી યોગ્યતા છે. એ જ તમારી મહાનતા છે.”
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂલનું પરિણામ
૨૦૯ “ના, મારી કોઈ યોગ્યતા નથી, મારી કોઈ મહાનતા નથી. ઉપકાર છે પેલાં સાધ્વીજી મહારાજનો, તે જ મને ન મળી ગયાં હોત, તેમણે જે કૃપા કરીને મને ઊભી ન રાખી હોત તો હું આ કુકૃત્યમાંથી પાછી ન પડત.”
કોણ હતાં એ સાધ્વીજી મહારાજ?' લમીવતીએ ઉત્સુકતાથી પૂછ્યું.
મેં તેમનું નામ તો નહોતું પૂછ્યું, પરંતુ હજુય તેમની સૌમ્ય મુખાકૃતિ, કરુણા નીતરતાં લોચન મારી આંખો સામે તરવરે છે. તેમનાં હિતકારી વચનો હજુય મારા કાનમાં સંભળાઈ રહ્યાં છે..મનોમન કનકોદરીએ સાધ્વીને વંદના કરી.
‘તો તો આપણે તેઓશ્રી પાસે જરૂર જઈએ. તેઓ આ નગરમાં જ પધાર્યા છે ને?' ‘હા, તેઓ નગરમાં જ પ્રવેશ્યાં છે.”
કનકોદરીનું હૃદય મૃદુ બની ગયું. આજે તેને કોઈ ભવ્ય જીવનનો આરંભ થતો દેખાયો. લક્ષ્મીવતી પ્રત્યે તેના અંતઃકરણમાં સભાવ જાગ્યાં. પરમાત્મા શ્રી જિનેશ્વર દેવ પ્રત્યે તેનો આત્મા ભક્તિભીનો બની ગયા.
રાત્રિનો પ્રારંભ થઈ ગટ્ય હતો. મહેલમાં સર્વત્ર આનંદનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ હજુ એક આત્માને જંપ નહોતો વળ્યો.
તે હતી સુલેખા.
સુલેખાના ચિત્તમાં અનેક ઉથલપાથલો થઈ રહી હતી. કનકોદરીના દુષ્કજ્યમાં પોતે ભાગીદાર બની છે, તેનું દુઃખ હૈયાને સતાવી રહેલું છે. તેણે એ પણ જાયું કે કાકોદરી ક્ષમાપના દ્વારા વિશુદ્ધ બની છે જ્યારે પોતે હજુ પાપની મલિનતા ધોઈ શકી નથી.
તે પોતાના ખંડમાં આંટા મારે છે, પલંગમાં આડી પડે છે, કંઈક ગાવા મથે છે, એમ કરીને તે પોતાનું પાપ ભૂલવા પ્રયત્ન કરે છે, પરંતુ જેમ જેમ તે ભૂલવા પ્રયત્ન કરે છે તેમ તેમ પાપના પ્રચંડ ઓળા તેને વધુ સતાવે છે, તેના ચિત્તમાં અનેક વિકલ્પો ઊઠી રહ્યા છે.
શું કરું? ક્યાં જાઉં? હું પણ લક્ષ્મીવતી પાસે જાઉ? એની ક્ષમા માગી આવું? પણ એ શું ધારશે?' મેં શ્રાવિકાનો વેશ સજીને એને ઠગી છે. એ મને કેવી માનશે? ના, ના, પણ કનકોદરીએ મારો વૃત્તાંત કહી તો દીધો જ હશે. હવે કંઈ છૂપું નથી અને જ્યાં સુધી હું પાપને છુપાવવા પ્રયત્ન કરીશ ત્યાં સુધી મારા જીવને શાંતિ નહિ વળે.'
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૦
જેન રામાયણ મધ્યરાત્રિ થઈ હતી. તે પોતાના ખંડમાંથી બહાર નીકળી, ધીમે પગલે તે લક્ષ્મીવતીના મહેલના દ્વારે આવી.
કોણ છે?” ચોકીદારે સુલેખાને ઊભી રાખી. “હું સુલેખા. ધીમા અવાજે સુલેખાએ ઉત્તર આપ્યો. “અત્યારે ક્યાં?'
મહાદેવીના મહેલમાં જવું છે.” નજીક આવેલા ચોકીદારને સુલેખાએ કહ્યું. ચોકીદાર સુલેખાને ઓળખતો હતો. લક્ષ્મીવતીની સાથે અવારનવાર સુલેખાને પ્રભુભકિતમાં તેણે જોઈ હતી અને કનકોદરીની એ સખી છે એ પણ એના ખ્યાલમાં હતું. તેણે સુલેખાને જવા દીધી,
સુલેખા સડસડાટ મહેલનાં પગથિયાં ચડી ગઈ. લક્ષ્મીવતીના શયનગૃહ પાસે પહોંચી અને દરવાજા પર ધીમા ટકોરા માર્યા.
શયનગૃહમાં લક્ષ્મીવતી જાગતી જ હતી. આજે તેને નિદ્રા આવતી ન હતી. કનકોદરીની સરળતા અને પાપના એકરારે લક્ષ્મીવતીનું ચિત્ત હરી લીધું હતું. સજ્જન આત્માઓની એ વિશેષતા છે! કોઈ છબસ્થ આત્મા ક્યારેક ભૂલ કરી બસ તો ગાંઠ ન વાળી રાખે, પરંતુ તે આત્મા ભૂલનો એકરાર, પ્રાયશ્ચિત્ત કરે, તે ગુણને જ સ્મૃતિમાં રાખે છે. લક્ષ્મીવતી કનકોદરીના દુષ્કૃત્યને યાદ નથી કરતી, પરંતુ કનકોદરીના ગુણને યાદ કરતી ઊંધતી નથી! દરવાજા પર ટકોરા પડતાં તેણે દ્વાર ખોલ્યાં :
કોણ?' હું સુલેખા.” અત્યારે ?' ‘હા...' સુલેખા અંદર દાખલ થઈ લક્ષ્મીવતીનો હાથ પકડી અંદર લઈ ગઈ અને લક્ષ્મીવતીનાં ચરણોમાં ફસડાઈ પડી. લક્ષ્મીવતીના પગ પર તેણે ચોધાર આંસુઓની વર્ષા કરી.
અરે, પણ છે શું? આટલી બધી વ્યથા શાની?” સુલેખાની પીઠ પર હાથ ફેરવતી લક્ષ્મીવતીએ કહ્યું. પરંતુ લમીવતીના શબ્દોએ તો સુલેખાના રુદન વધારી દીધું!
અરે, પણ અત્યારે કોઈ, સાંભળશે તો..” ‘ભલે સાંભળે, મને રડી લેવા દો માતા...' રડતી રડતી સુલેખા બોલી.
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૧
ભૂલનું પરિણામ ‘તારે શું દુ:ખ છે એ તો કહે ?' દુ:ખ નથી, પાપનો ડંખ છે...” પાપ? શાનું પાપ ?” ‘ચોરીનું, દ્રોહ, પરમાત્માની આશાતનાનું.' સુલેખા, એમાં તારો દોષ ન હતો.'
આપ ઉદાર છો. આપને મારો દોષ નહિ લાગે, પરંતુ મેં આપની સાથે ઠગાઈ કરી છે, દેવી.' સુલેખાની આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં અને તે બોલી રહી હતી.
દેવી કનકોદરીને મેં સાથ ન આપ્યો હોત તો આવું કંઈ જ ન બનત.” ‘જે બનવાકાળ હોય છે તેને કોણ મિથ્યા કરી શકે છે સુલેખા? હવે શોક ન કર. મનુષ્યના જીવનમાં આવી ભૂલો થતી જ હોય છે. એ ભૂલોને દૂર કરવા માટે જ પરમાત્માની ભક્તિ કરવાની છે, પરમાત્માનું શરણ સ્વીકારવાનું છે.”
મને મારા પાપનું પ્રાયશ્ચિત્ત આપો.'
પ્રાયશ્ચિત્ત માટે આપવાનું ન હોય ગાંડી! આવતી કાલે સવારે આપણે બધા એક જ્ઞાની સાધ્વીજી મહારાજ પાસે જવાનું છે, તેમની પાસેથી પ્રાયશ્ચિત્ત લઈ લેજે, જા હવે અત્યારે ઘણું મોડું થયું છે. સૂઈ જા.”
દ્વારપાલે ત્રણના ટકોરા માર્યા.
સુલેખા ધીમે પગલે ત્યાંથી નીકળી અને પોતાને સ્થાને આવી. તેનું ચિત્ત ઉદ્વિગ્ન હતું તે શાંત બન્યું, પરંતુ તેની ઊંઘ તો હરામ થઈ ગઈ. લીમીવતીની કરુણાદૃષ્ટિ પર તે ઓવારી ગઈ.
થોડીક વાર લમીવતીના વિચારો, થોડીક વાર કનકોદરીના વિચારો, તો થોડીક વાર પરમાત્માના વિચારો કરતાં તેણે રાત પસાર કરી.
પ્રભાત થતાં કનકોદરી સુલેખાના ખંડ આગળ આવી. ‘સુલેખા...' કહેતી ફનકોદરીએ દ્વાર ખખડાવ્યું. આવી...' કહેતી જ સુલેખા દ્વાર ખોલ્યું. વસ્ત્ર બદલી લે. આપણે સાધ્વીજી મહારાજ પાસે જવાનું છે.' સુલેખી ઝડપથી વસ્ત્રપરિધાન કરી લઈ, કનકોદરીની સાથે લક્ષ્મીવતીના મહેલ પહોંચી.
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૨
જૈન રામાયણ “ચાલો, હું પણ તૈયાર જ છું, પરંતુ આપણે થોડીક વાર રાહ જોવી પડશે. મેં દ્વારપાલને તપાસ કરવા મોકલ્યો છે કે “સાધ્વીજી મહારાજ ક્યાં ઊતર્યા છે.”
ત્યાં તો મહારાજા પણ તૈયાર થઈને આવી ગયા. થોડીક વારમાં દ્વારપાલ પણ આવી ગયો. મહારાજને પ્રણામ કરી તેણે કહ્યું :
મહારાજ! સાધ્વીજી મહારાજ વિશાળ પરિવાર સાથે ઉત્તર દિશામાં સુનંદસાર્થવાહની અશ્વશાળામાં બિરાજમાન છે.'
રથ તૈયાર હતા. એક રથમાં મહારાજા આરૂઢ થયા અને બીજા રથમાં લહમીવતી, કનકોદરી અને સુલેખા બેઠાં. રથ સુનંદસાર્થવાહના મહાલય તરફ દોડવા લાગ્યો.
કનકપુરમાં સુનંદસાર્થવાહ મહાન ધનાઢચ ગણાતો, એટલું જ નહિ પરંતુ એની ઉદારતા, જનપ્રિયતા અને અતિથિસત્કાર પણ એકી અવાજે ગવાતાં. આર્યા જયશ્રી પરિવાર સાથે એ સુનંદસાર્થવાહની અશાળામાં મુકામ કરીને રહ્યાં હતાં. સુનંદે ખૂબ બહુમાનપૂર્વક આર્યા જયશ્રીને મુકામની અનુજ્ઞા આપી હતી. સુનંદને ખબર મળી ગઈ હતી કે મહારાજા પરિવાર સાથે પોતાના ઘેર પધારે છે, એટલે મહારાજાનું સ્વાગત કરવા, તે તૈયાર થઈને જ ઊભો હતો. રથ સુનંદના મહાલયના આંગણે આવી ઊભો.
મહારાજાનો જય હો.' સુનંદે સોના-રૂપાનાં પુષ્પોથી મહારાજાનું સ્વાગત કર્યું. મહારાજાએ પણ સ્મિતપૂર્વક સુનંદાનો સત્કાર ઝીલ્યો. સુનંદ રાજપરિવારને લઈ, પોતાની વિશાળ અને ભવ્ય અશ્વશાળા તરફ ચાલ્યો.
અશ્વશાળામાંથી પ્રભાતના સ્વાધ્યાયનો મધુર ધ્વનિ ઉઠી રહ્યો હતો. પરિવાર સાથે સુનંદે અશ્વશાળામાં ‘નિસહિ..' કહીને પ્રવેશ કર્યો.
સામે જ અનેક આર્યાઓથી પરિવરેલાં આર્યા જયશ્રીને બિરાજેલાં જોયાં. સહુએ “મથએ વંદામિ' કહીને આર્યાને વંદન કર્યા.
આ જયશ્રીએ પણ “ધર્મલાભ' નો આશીર્વાદ ઉચ્ચાર્યો. સર્વેએ પુનઃ વંદના કરી યોગ્ય જગા લીધી. ‘આપના પુણ્યદેહે નિરામયતા વર્તે છે ને?' રાજા કનકરથે સુખશાતા પૂછી.
રાજન! દેવગુરુની કૃપાથી અમારી સંયમયાત્રા સુખપૂર્વક વર્તે છે અને એમાંય તમારા જેવા ધર્માનુરાગી રાજાના રાજ્યમાં અમને કોઈ વિપ્ન શાનું હોય?'
પૂજ્ય! આપે મારા કુળ પર મહાન ઉપકાર કર્યો છે. તેને અધોગતિના માર્ગે જતું અટકાવી ઊર્ધ્વગતિ તરફ દોર્યું છે.' કનકરથે કૃતજ્ઞભાવે કહ્યું.
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભૂલનું પરિણામ
૨૧૩
‘શ્રમણોપાસક રાજન! એમાં અમે શું ઉપકાર કર્યો છે? અમે તો અમારું કર્તવ્ય બજાવ્યું છે. દરેક આત્મા પોતાની યોગ્યતા અનુસાર આગળ વધતાં હોય છે અને પાપથી અટકતો હોય છે.'
ના જી, અવિનય ક્ષમા કરશો. પરંતુ જીવની યોગ્યતા ગમે તેટલી હોય, છતાં જો તે યોગ્યતાને વિકસાવનાર મહાન આલંબન ન મળે તો તે યોગ્યતા સુષુપ્ત રહે છે.’ કનકરથ નિમિત્તની પ્રધાનતા બતાવતાં કહ્યું.
‘રાજન્! તમારા હૃદયમાં રહેલો દેવગુરુ પ્રત્યેનો અવિહડ રાગ તમને આ સમજ આપે છે, અને તે યથાર્થ છે.'
મૌન પથરાયું.
‘પૂજ્ય, કૃપા કરીને મારા પાપનું પ્રાયશ્ચિત્ત આપો.' કનકોદરીએ મસ્તકે અંજલિ જોડીને પ્રાર્થના કરી.
‘મહાનુભાવ! અયોગ્ય માર્ગથી તમે પાછાં વળી ગયાં ત્યારથી જ તમે તમારા આત્માની વિશુદ્ધિ કરી રહ્યાં છો. છતાં ગીતાર્થ આચાર્ય ભગવંત પાસેથી તમારે પ્રાયશ્ચિત્ત લઈ લેવું, કારણ કે પ્રાયશ્ચિત્ત આપવાનો અધિકાર તેઓશ્રીને હોય છે.
‘મોટું પ્રાયશ્ચિત્ત તો એ છે કે હવે તમારે પરમાત્મા શ્રી જિનેશ્વરદેવના અપૂર્વ મોક્ષમાર્ગની આરાધનામાં જોડાઈ જવું અને આ નશ્વર દેહમાંથી શાશ્વત ધર્મની આરાધના કરી લેવી.’
‘પ્રભુ! પછી શું થયું?’ ‘અમિતગતિ’ વિદ્યાધર મુનિના મુખેથી નીકળતી વાણી એકરસ બનીને સાંભળી રહેલી, અંજના અને વસંતતિલકાએ પૂછ્યું.
‘પછી એ કનકોદરી અને સુલેખાએ ઉત્તમ શ્રાવિકાજીવન જીવવું શરૂ કર્યું... અંતે મૃત્યુ થયું અને તે સૌધર્મ દેવલોકમાં ગઈ.'
‘પછી?’
‘ત્યાંથી કનકોદરીનાં જીવ રાજા મહેન્દ્રની પુત્રી અંજના તરીકે અનેં સુલેખાનો જીવ વસંતતિલકા તરીકે...'
‘હું?’ બંને સખીઓ બોલી ઊઠી.
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ૨૪. હનુમાનજીનો જન્મ
બંને સખીઓ મહામુનિ પાસેથી પોતાના પૂર્વભવને સાંભળીને સ્તબ્ધ બની ગઈ. ચિત્તમાં અનેક વિચારો જાગ્યા અને શમી ગયા. ત્યાં વસંતતિલકાએ હાથ જોડીને વિનમ્રભાવે પૂછ્યું :
‘ભગવંત, આ મારી સખીના ગર્ભમાં કયો જીવ આવ્યો છે. એ કૃપા કરીને કહેશો?'
મહામુનિએ સ્વસ્થ બની કહ્યું :
‘હે સુશીલે! અંજનાના ગર્ભમાં એક ઉત્તમ જીવ આવેલો છે. તેના પૂર્વભવોનો વૃત્તાંત ઘણો જ મોટો છે, પરંતુ અહીં હું તમને ટૂંકમાં જ કહીશ.’
મંદર નામનું નગર.
પ્રિયનંદી નામે એક ણક ત્યાં વસે.
જયા નામની તેની શીલવંતી પત્ની.
કાળક્રમે જયાએ એક પુત્રને જન્મ આપ્યો. તેનું નામ દમયંત.
ગુણની ખાણ, કળાનો ખજાનો.
એક દિવસ દમયંત ઉઘાનમાં ફરવા ગયો. ત્યાં તેણે સાધુઓને જોયા. અધ્યયનમાં લીન અને ધ્યાનમાં મસ્ત.
દમયંતે તેમની પાસેથી ધર્મ સાંભળ્યો, સમકિત લીધું, નિયમો લીધા.
બસ, દમયંત શ્રદ્ધાવંત શ્રાવક બન્યો.
દાન દે છે.
તપ તપે છે.
શીલ પાળે છે.
મૃત્યુ થયું. બીજા દેવલોકનો તેજસ્વી દેવ થયો.
દેવલોકમાં ય ક્યાં કાયમી રહેવાય છે? ત્યાંથી તેનું ચ્યવન થયું.
મૃગાંક નગરમાં હરિચન્દ્ર નામનો રાજા,
તેની પ્રિયંગુલક્ષ્મી રાણીની કુક્ષિએ પુત્ર તરીકે જન્મ્યો.
તેનું નામ સિંહચન્દ્ર.
પરમાત્મા શ્રી જિનેશ્વર ભગવંતનો ધર્મ આરાધી તેણે જીવન પૂર્ણ કર્યું.
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૫
હનુમાનજીનો જન્મ મરીને તે દેવલોકમાં ગયો. ત્યાંથી પાછો ચ્યવ્યો! વૈતાઢ્ય પર્વત પર “વાણ' નામના નગરમાં સિંહવાહન કામે રાજપુત્ર થયો. એ વખતે તેરમા તીર્થંકર વિમલનાથનું ધર્મશાસન ચાલતું હતું. સિંદવહનને “લીધર' નામના મહામુનિનું મિલન થઈ ગયું. સિંહવાહન વૈરાગી બની ગયો. તેણે ચારિત્ર લીધું. ચારિત્ર લઈને તેણે તીવ્ર તપશ્ચર્યા કરવા માંડી. તેનું મૃત્યુ થયું અને તે દેવલોકમાં ગયો. ત્યાંથી રવીને તારી સખીની કુક્ષિમાં અવતર્યો. મહામુનિએ પૂર્ણવિરામ મૂક્યું. પ્રભુ! આ પુત્રનું ભાવિ...?' અંજનાએ પૂછયું.
ગુણોનો ભંડાર, શક્તિનો અપૂર્વ પ્રવાહક, વિદ્યાધરોનો અધિપતિ, ગરમ શરીરી.' મહામુનિએ ચાર વિશેષતાઓ કહી પુત્રનું સંપૂર્ણ ભાવિ કહી દીધું!
ભગવંત, હવે અમારે આમ ક્યાં સુધી..” ‘હવે તમારે એ પૂર્વનું પાપકર્મ લગભગ ખતમ થઈ ગયું છે. હવે દુઃખના દિવસો ચાલ્યા ગયા છે, માટે પરમાત્મા શ્રી જિનેશ્વરદેવના ધર્મને હૃદયમાં સ્થાપિત કરી, એની જ આરાધનામાં લીન રહો. અંજનાના મામા અહીં આવશે અને તમને તેમના ઘેર લઈ જશે. પછી અલ્પકાળમાં જ અંજનાને એના પતિનો મેળાપ થશે.”
બસ, આટલું કહીને એ વિદ્યાસંપન્ન મહામુનિ ત્યાંથી આકાશમાર્ગે ચાલ્યા ગયા. બંને સખીઓ આકાશ તરફ જઈ રહી અને મુનિ તો ઘણા દૂર નીકળી ગયા.
‘વસંતા! મભૂમિમાં પણ ભાગ્યશાળી આત્માને કલ્પવૃક્ષ મળી આવે, તે આનું નામ! અંજનાના હૃદયમાં આનંદ ઊભરાયો.
“કેવા કરુણાના સાગર જેવા એ મહાત્મા હતા! ખરેખર, આપણો પૂર્વભવ સાંભળીને હું તો હેબતાઈ જ ગઈ. જનમ જનમ ભટકતાં જીવે અજ્ઞાનતામાં આવાં તો કંઈક પાપ કર્યા હશે. એનાં દારુણ પરિણામો પણ ભોગવ્યાં હશે.”
માટે તો સંસાર છોડવા જેવો છે. જ્યાં સુધી આ સંસારની મોહમાયાનાં
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧
જૈન રામાયણ બંધનોમાં રહીશું ત્યાં સુધી પાપો થવાનાં જ, પાપ થવાનાં એટલે એના કટુ વિપાકો પણ સહન કરવા પડવાના જ.' અંજનાનું હૃદય સંસારસ્વરૂપને પિછાની રહ્યું.
બંને સખીઓ વૈરાગ્યરસમાં ઝૂલી રહી હતી ત્યાં સિંહની ભયંકર ગર્જના સંભળાઈ. બંને સખીઓ ધ્રુજી ગઈ. ગુફાના દ્વાર તરફ દૃષ્ટિ કરી ત્યાં તો એક વિકરાળ સિંહ જોયો.
ધરતીમાં તિરાડ પડી જાય તે રીતે તે પોતાના પૂંછડાને પછાડતો હતો.
લોહીથી તેનું મોં ખરડાયેલું હતું. ગર્જનાથ દિશાઓને ગજાવી રહ્યો હતો. લોખંડના અંકુશ જેવા તીક્ષણ તેના નખ હતા. બંનેએ આંખો બંધ કરી દીધી. પૂર્ણ શ્રદ્ધાથી શ્રી નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરવા લાગી. ત્યાં એક નવો ચમત્કાર સર્જાયો!
ગુફામાં એક વિકરાળ “અષ્ટાપદ' પ્રગટ થયો. અષ્ટાપદ એટલે સિંહનો દારુણ દુરમ! અષ્ટાપદ છલાંગ મારી, સિંહ પર ત્રાટક્યો. ક્ષણવારમાં તો સિંહના પ્રાણ ઊડી ગયા.
અષ્ટાપદ અંજના તરફ વળ્યો, અંજના તો આંખો બંધ કરીને નમસ્કાર મહામંત્રમાં લીન હતી. અષ્ટાપદ અંજનાની નજીક આવ્યો, ઊભાં રહ્યો. અના શરીરમાં પરિવર્તન થવા લાગ્યું. થોડીક ક્ષણમાં તો અષ્ટાપદના સ્થાને મનોહર આકૃતિવાળું એક દેવ ઉપસ્થિત થઈ ગયો. વળી થોડી ક્ષણો વીતી અને એક દિવ્ય દેહધારી દેવી ત્યાં પ્રગટ થઈ.
દેવ અને દેવીએ અંજનાને ધ્યાનમાંથી જગાડી. બે હાથ જોડી પ્રણામ કર્યા. અંજનાએ પણ પ્રણામ કર્યા. “આપ કોણ છો અને શા માટે આવ્યાં છો?” અંજનાએ પૂછયું.
મારું નામ મણિચૂલ. હું ગંધર્વ દેવ છું અને આ ગુફાનો સ્વામી છું.' દેવે પોતાની ઓળખ આપી.
મારા ઘેર આવેલી મહાસતી પર આપત્તિ જોઈ, મેં અષ્ટાપદનું રૂપ ધરીને સિંહને ખતમ કર્યો, પોતાને પ્રગટ થવાનું કારણ બતાવ્યું.
‘હવે તમે નિશ્ચિત રહો. આ ગુફામાં તમે સુખપૂર્વક રહો. હું તમારી રક્ષા કરીશ.'
પ્રાણને પણ હોડમાં મૂકીને કરેલા શીલનાં જતન, તેના ચરણે દેવો પણ નમે તેમાં નવાઈ શી? મણિચૂલ અવધિજ્ઞાની દેવ હતો. અંજનાના સતીત્વ પ્રત્યે
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાનજીનો જન્મ
૨૧૭ તેના હૃદયમાં ભરપૂર અનુરાગ જમ્યો. અંજનાને પોતાની ગુફામાં રહેવાની અનુજ્ઞા આપી. તેણે અંજનાના દુઃખી દિલનું રંજન કરવા એક સુંદર કાર્યક્રમ ગોઠવ્યો
મણિચૂલ ગંધર્વ દેવ હતો. ગાવામાં ને બનાવવામાં ત્રિભુવન-મશહુર! પતિપત્નીએ ગીતગાન શરૂ કર્યા.
શ્રી જિનેશ્વર ભગવંતની સ્તવના આરંભી. નહિ રાગની ખામી, નહિ તાલની ખામી, નહિ ગાવાની ખામી કે નહિ વાજિત્રવાદનની ખામી! |
થોડી વાર પહેલાંના ભીપણ વાતાવરણને દેવ-દેવીએ પલવારમાં પલટી નાખ્યું. સુકાઈ ગયેલી વનરાજી ખીલી ઊઠી. કરમાઈ ગયેલા છોડ પર પુષ્પો બેઠાં. જંગલનાં નિર્દોષ પશુ-પંખીઓ પણ ગુફાના દ્વારે ટોળે વળ્યાં. ગુફાના પાપાણોમાં જાણે વાચા પ્રગટી!
અંજાનું દિલ ડોલી ઊઠયું. દેવ-દેવીની પ્રભુસ્તવના પર તે પ્રસન્ન થઈ ગઈ. દુઃખ ભુલાઈ ગયું. સુખ ઊભરાઈ ઊઠયું.
અંજનાને પ્રસન્નવદના થયેલી જોઈ મણિચૂલ ગંધર્વ સ્તવના પૂર્ણ કરી. મહાસતીને પુનઃ પ્રણામ કર્યા અને જવાની રજા માંગી.
મણિચૂલના ગયા પછી અંજનાએ વસંતતિલકા સામે જોયું. વસંતતિલકા ગુફાના દ્વાર તરફ અનિમેષ દૃષ્ટિએ જોઈ રહી હતી. તે કોઈ ગહન વિચારમાં ગરકાવ થયેલી હતી.
બહુ ઊંડા વિચારમાં ઉતરી ગઈ છે કાંઈ?' વસંતતિલકાના ખભે હાથ મૂકી અંજનાએ પૂછ્યું.
એવું તો ખાસ કાંઈ નથી, પરંતુ મને આમાં કંઈ સમજ પડતી નથી.' શામાં?' આ બધી પરિસ્થિતિમાં..' કઈ પરિસ્થિતિ ?' “જ્યારે દેવો તારા સતીત્વના મહાન મૂલ્યાંકન કરે છે, ત્યારે સ્વજન ગણાતા મનુષ્યો સતીત્વનાં મૂલ્યાંકન તો નહિ, પરંતુ ઉપરથી બદનામ કરે છે!” ‘એ તો પ્રારબ્ધની લીલા છે ને બહેન.”
બીજું , ઘડીકમાં સુખની છાંય અને ઘડીકમાં દુ:ખનો તીવ્ર તાપ - આ પણ વિચિત્રતા ન સમજાય તેવી છે..”
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
જૈન રામાયણ ‘વસંતા, એમાં ન સમજાય એવું કંઈ નથી, ઘડીકમાં આપણે પુરયકરણી અને ઘડીકમાં પાપાચરણ નથી કરતાં? એમાં ય પ્રણયકરણીની ક્ષણો થોડી, પાપાચરણની ક્ષણો વધુ! એનું પરિણામ એ જ આવે કે સુખની ક્ષણો થોડી અને દુઃખનો કાળ લાંબો.' અંજનાએ વસંતતિલકાને સુખ-દુઃખનાં કારણો સમજાવ્યાં, ‘વળી, તું કેમ ભૂલી જાય છે? થોડાક સમય પહેલાં જ જ્ઞાની ગુરુ મહારાજે આપણા પૂર્વભવને સંભળાવ્યો, તે શું આપણા ચિત્તનું સમાધાન કરવા પૂરતો નથી?” અંજનાએ વસંતતિલકાની મૂંઝવણ ઉકેલી નાંખી.
હવે આપણે અહીં જ રહેવાનું છે, એટલે એ રીતે ગુફાને વ્યવસ્થિત કરી દેવી જઈએ.” વસંતતિલકાએ ગુફામાં દષ્ટિ ફેરવી, પરંતુ એને કંઈ વ્યવસ્થિત કરવા જેવું લાગ્યું જ નહિ. મણિચૂલ ગંધર્વ ગુફાને વ્યવસ્થિત કરીને જ ગયો હતો.
બીજું બધું જ વ્યવસ્થિત છે વસંતા, એક જ ખામી છે.' શું?' પરમાત્માના પૂજન માટે પ્રતિમાજી નથી.” “આછું. અહીં પ્રતિમાજી ક્યાંથી મળે?' વસંતાએ કહ્યું. જો ચીકણી માટી મળી જાય તો આપણે પ્રતિમાજી બનાવી લઈએ.'
હું તપાસ કરું.” વસંતતિલકા ગુફાની બહાર નીકળી, સરોવરના તટ પર ગઈ. તપાસ કરતાં કરતાં માટી મળી ગઈ... કાળજીપૂર્વક બહુમાનથી તે માટી લઈ, અંજ નાની પાસે આવી. અંજનાએ શિલ્પફળા હસ્તગત કરેલી હતી. માટીમાંથી તેણે સુંદર અને સુડોળ પ્રતિમાજીનું સર્જન કર્યું. શ્રી નમસ્કાર મહામંત્રના ધ્યાનપૂર્વક પ્રતિમાજીને તેણે સુયોગ્ય સ્થાને સ્થાપિત કર્યા.
બસ! પછી તો વસંતતિલકા રોજ સરોવરમાંથી ખીલેલાં કમળો લઈ આવે છે અને બંને સખી ભાવપૂર્વક પરમાત્માનું પૂજન કરે છે.
દિવસો વીતતા જાય છે. અંજનાનો ગર્ભ વૃદ્ધિ પામતો જાય છે. એક દિવસ અંજનાએ પુત્રને જન્મ આપ્યો. વસંતતિલકાએ સૂતિકર્મ કર્યું. પુત્રને પોતાના ખોળામાં લઈ અંજનાસુંદરી રડી પડી. તેનું દિલ ભરાઈ આવ્યું. પુત્રની સામે જોઈ તેણે વિલાપ કરવા માંડ્યો.
‘મહાત્મા! આ જંગલમાં હું તારો જન્મ મહોત્સવ શી રીતે ક હું પુયરહિત અભાગી છું...' વસંતતિલકાની આંખો આંસુથી ઊભરાઈ ગઈ. તેનું મન કહી રહ્યું હતું : જો આ પુત્રનો જન્મ રાજમહેલમાં થયો હોત તો આજે આખું રાજ્ય હર્ષના અવાજથી ગાજી ઊડ્યું હોત. અંજનાનો ઉમંગ આકાશને આંબી ગયો
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાનજીનો જન્મ
૨૧૯ હોત, પરંતુ દુર્ભાગ્યના પરચા કેવા કારમા છે કે જેનું ભાવિ મહાન છે, જે આત્માનો સંસારમાં આ અંતિમ ભવ છે એ આવા નિર્જન અરણ્યમાં જન્મે છે.'
અંજના પુત્રને લઈ ગુફાના દ્વાર આગળ બેઠી હતી. આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી. અંજનાનો દુઃખી સ્વર સાંભળીને જંગલનાં નિર્દોષ પશુઓ પણ ત્યાં ભેગાં થઈ ગયાં હતાં. જાણે અંજનાના દુઃખમાં સહાનુભૂતિ વ્યક્ત કરતાં હતાં.
ત્યાં આકાશમાર્ગે એક વિમાન પસાર થઈ રહ્યું હતું. વિમાનમાં બેઠેલા વિદ્યાધરે નીચેનું દૃશ્ય જોયું. તેણે વિમાન નીચે ઉતાર્યું. ઝડપથી તે ગુફાના દ્વારે આવ્યો.
બહેન, તું કોણ છે? અને શા માટે રુદન કરે છે?' આગંતુક વિદ્યાધરે મધુર વાણીથી અંજનાને પૂછુયું. અજાણ્યા પુરૂષોને ગુફાના દ્વારે આવેલા જોઈ, અંદર કામ કરતી વસંતતિલકા પણ અંજનાની પડખે આવીને ઊભી હતી. વિદ્યાધરના પ્રશ્નોના ઉત્તર આપવા માટે અંજના તો સમર્થ જ ક્યાં હતી? વસંતતિલકાએ આગંતુક પુરુષોને ઘાસના બનાવેલા આસન પર બેસવા કહ્યું અને અંજનાના લગ્નથી માંડીને પુત્રજન્મ સુધીના તમામ ઇતિહાસ ગદ્ગ કંઠે સંભળાવ્યો.
જેમ જેમ આગંતુક વિદ્યાધર સાંભળતાં ગયો તેમ તેમ તેની આંખો ભીંજાવા લાગી. તેના મુખ પર ગ્લાનિ પથરાવા માંડી. તે• શ્વાસોશ્વાસ ગરમ બનવા લાગ્યો. વાત જ્યાં પૂર્ણ થઈ ત્યાં તો તે મોટા અવાજે રડી પડયો.
રાજનું! અત્યારે તમારે રડવું ન જોઈએ. પરંતુ આ બન્નેનાં દુ:ખને દૂર કરવાનો ઉપાય યોજવો જોઈએ.' વિદ્યાધરની સાથે આવેલા બીજા વિદ્યાધર નિમિત્તશું કહ્યું.
‘હે પુત્રી, હું હજુપુરનગરનો રાજા છું. મારી માતાનું નામ સુંદરીમાલા અને પિતાનું નામ ચિત્રભાનુ. તે અંજના, નારી માતાનો હું સગા ભાઈ થાઉં. મારું નામ માનસવેગ.'
હું?' બંને સખીઓ આશ્ચર્યથી રાજા સામે જોઈ રહી. “હા, તને જીવતી જોઈને મારા આત્માને શાન્તિ મળી છે.” માનસ વેગ રાજાએ કહ્યું. અંજનાએ જાણ્યું કે, “આ મારા મામા છે...' ત્યારે તેનું રુદન ખૂબ વધી ગયું. હીબકી હીબકીને તે રડવા લાગી. સ્વજનને જોઈ પ્રાયઃ વિસારે પડેલું દુઃખ પાછું જાગી જાય છે.
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨૦
જૈન રામાયણ
માનસવેગે અંજનાને આશ્વાસન આપ્યું.
‘પુત્રી! હવે રડવાની જરૂર નથી. તારા દુઃખના દહાડા વીતી ગયા છે.'
કર્મનાં ઘનઘોર વાદળો ક્યારે ચિરાય, તે કહેવું અજ્ઞાની મનુષ્ય માટે અશક્ય હોય છે. કોને ખબર હતી કે આવા અરણ્યમાં અંજનાને મામાનું મિલન થશે? કોને ખ્યાલ હતો કે હવે અરણ્યવાસનો અંત આવશે?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનસવેગ વિદ્યાધર રાજાએ પોતાની સાથે આવેલા નિમિત્તજ્ઞને પૂછ્યું. ‘હે દૈવજ્ઞ! આ નવજાત પુત્રનું ભાવિ કેવું છે તે કહો!' ‘નિમિત્તજ્ઞે અંજનાના પુત્રનું ભાવિ કહેવા માંડયું.
‘મહારાજા! શું કહું? અહીં આપણે આવ્યાં ત્યારથી હું તો એ બાળકના ભાવિનો વિચાર કરી રહ્યો છું અને મેં તેની જન્મકુંડલી પણ બનાવી દીધી છે!
‘આ બાળકનો જન્મ ચૈત્ર વદ આઠમને દિવસે થયાં છે. શ્રવણ નક્ષત્ર છે. દિવસનો સ્વામી સૂર્ય છે. મેષરાશિમાં ઉચ્ચ સ્થાને સૂર્યનું ભવન છે. મકરમાં ચંદ્રમા રહેલો છે. વૃષભની મધ્યમાં મંગળનું સ્થાન છે. મીન રાશિમાં શશીપુત્ર રહેલો છે. કર્ક રાશિની મધ્યમાં બૃહસ્પતિ ઉચ્ચ ભવન કરીને રહેલો છે. મીન રાશિમાં શનિ અને દૈત્યોનો ગુરુ શ્રેષ્ઠ સ્થાને રહેલા છે... રાજન્ મીન લગ્નનો ઉદય છે અને બ્રહ્મયોગ છે... એના ફલાદેશ એ છે કે બાળકનું બધું જ શુભ છે, કલ્યાણકર છે!’
‘પુરોહિતજી! એ બધું તો ઠીક, પરંતુ તમે કોઈ વાત ચોક્કસ કહી શકો?’ ‘હા જી, આ બાળક યૌવનમાં પ્રવેશતાં જ રાજા થશે, પરંતુ રાજ્ય પર એને મમત્વ નહિ હોય. આ તેનો છેલ્લો ભવ છે. અહીંથી એ સીધો સિદ્ધિગતિને પ્રાપ્ત કરનારો બનશે.' દૈવજ્ઞે બાળકના ભાવિને પ્રકાશ્યું.
અંજના તો આ બધું સાંભળીને રાજી રાજી થઈ ગઈ. ઉત્સંગમાં ક્રીડા કરતા બાળકને જુએ છે અને અવનવી લાગણીઓ અનુભવે છે.
અંજના, ચાલો, હવે તમે બંને પુત્રને લઈને વિમાનમાં બેસી જાઓ.' માનસવેગ ઊભો થયો અને ગુફાને જોવા માટે અંદર પ્રવેશ્યો. અંદરના ભાગે એક એકાંત ખૂણામાં તેણે શ્રી જિનેશ્વર ભગવંતની મૂર્તિ જોઇ.
‘અહીં આ પ્રતિમા ક્યાંથી લાવ્યાં તમે?' પાછળ ચાલતી વસંતતિલકાને રાજાએ પૂછ્યું.
‘આ પ્રતિમા તો અંજનાએ બનાવી છે. અમે બંને નિત્ય ત્રિકાળ પરમાત્માની પૂજા કરીએ છીએ.’ વસંતતિલકાએ કહ્યું.
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાનજીનો જન્મ
૨૨૧ “મામા, આ પરમકૃપાળુ પરમાત્માના જ અચિંત્ય પ્રભાવથી આજે તમે અહીં આવી ચડ્યા અને અમારા અરણ્યવાસનો અંત આવી ગયો. ખરેખર! જિનેશ્વર ભગવંતની કૃપાના તાગ પામી શકાય એવો નથી...”
અંજનાના હૃદયમાં ગુંજી રહેલી પરમાત્મ-ભક્તિની સૂરાવલી બહાર રેલાઈ ગઈ. માનસવેગ અંજનાના ભક્તહૃદય પર પ્રસન્ન થઈ ગયો.
આપણે આ પ્રતિમાજી સાથે લઈ લેવાના છે, હાં...' અંજનાએ વસંતતિલકાને સૂચન કર્યું. વસંતતિલકાએ બહુમાનપૂર્વક પ્રતિમાજીને બે હાથમાં લઈ વિમાનમાં પધરાવ્યાં. પછી અંજના પુત્રને લઈને વિમાનમાં પ્રવેશી, એની પાછળ વસંતતિલકાએ વિમાનમાં પગ મૂક્યા, માનસવેગે વિમાનમાં જ્યાં અંજના બેઠી હતી, તેના ઉપરના ભાગમાં રત્નના ઘૂઘરા લટકાવ્યા. અંજનાનો પુત્ર તો ઘૂઘરાનો રણકાર સાંભળીને નાચી ઊઠ્યો. એની આંખો ઘૂઘરા પર મંડાઈ ગઈ. બે હાથ ધુધરા લેવા માટે ઊંચા થવા લાગ્યા.
વિમાન આકાશમાં ઊંચે ચઢયું. હનપુરનગર તરફ ઝડપથી ઊડવા લાગ્યું. અંજનાની દૃષ્ટિ ભૂમિ પરની રમણીયતા જોવામાં લીન હતી, બીજી બાજુ અંજનાપુત્ર પેલા ઘુઘરામાં લીન બન્યો હતો અને એ પકડવા માટે ઊછળી રહ્યો હતો.
અંજનાપત્ર એકદમ અંજનાના ખોળામાંથી ઊછળ્યો. હજુ એ ઘૂઘરાને પકડે એ પહેલાં તો વિમાન સરકી ગયું અને અંજનાપુત્ર ભૂમિ પર પટકાઈ ગયો.
એટલી ઝડપથી આ બની ગયું કે અંજનાને કે વસંતતિલકાને કંઈ ગમ ન પડી. પરંતુ બીજી જ ક્ષણે અંજનાએ કારમી ચીસ પાડી. બે હાથે તે છાતી કૂટવા લાગી.
મામા... પુત્ર પડી ગયો.” અંજનાએ માનસવેગનું ધ્યાન દોર્યું. માનસરંગે વિમાન થંભાવી દીધું. અંજનાને હૈયે ધારણ આપી પોતે નીચે આવ્યા. અંજનાપુત્ર જ્યાં પડયો હતો ત્યાં તો એક મહા ચમત્કાર સર્જાઈ ગયો હતો!
પુત્ર એક પર્વત પર પડ્યો હતો, પરંતુ ઇન્દ્રના વજથી જેમ પર્વત ભેદાઈ જાય તેમ આ પુત્રના પછડાટથી પર્વતના ચૂરેચૂરા થઈ ગયા હતા અને પુત્ર તો ક્ષેમકુશળ એક બાજુ વનરાઇ પર પડ્યા હતો! માનસવંગ તો આંખ ફાડીને જોઈ જ રહ્યો. અંજનાના સપૂતે કરેલું પરાક્રમ તેને હેરત પમાડી ગયું. રાજાએ પુત્રને આલિંગન આપી તરત જ લઈ લીધો. પુત્ર તો મરક મરક હસી રહ્યો હતો!
અંજનાએ તો એવું રાદન કરી મૂક્યું કે સહુ કંપી ઊઠ્યાં. જ્યાં મામા પુત્રને હેમખેમ લઈને આવી પહોંચ્યા, કે અંજના કૂદીને ઊભી થઈ, મામાના હાથમાંથી પુત્રને લઈ છાતી સરો ચાંપી દીધો.
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૨
જૈન રામાયણ ‘મારા પુત્રને કંઈ વાગ્યું તો...” ડૂસકાં ખાતી અંજના પુત્રને જુએ છે. “અરે, તારા પુત્રને વાગ્યું નથી પણ તારા પુત્રે તો વગાડ્યું છે!” મામાએ પત્રનાં પરાક્રમ કહ્યાં. અંજના હર્ષથી પુલકિત બની ગઈ. વિમાન હનુપુરનગરે આવી પહોંચ્યું. પરિજનોએ મંત્રીવર્ગ અને રાજાનું સ્વાગત કર્યું. સહુ અંજનાને અને વસંતતિલકાને જોઈ રહ્યાં. રાજાએ એ બંનેની ઓળખ આપી. સહુને આનંદ થયો.
ત્યાં તો અંતઃપુરમાંથી મહારાણી આવ્યાં. માનસવેગે અંજનાની ઓળખ કરાવી અને પુત્રનો જન્મ-મહોત્સવ ઊજવવાની તૈયારીઓ કરવા માંડી.
બીજી બાજુ અંતઃપુરમાં અંજના અને અંજનાના પુત્રનાં ઘણાં માન થવા લાગ્યાં. અંજનાએ અને વસંતતિલકાએ અંતઃપુરનો પ્રેમ સંપાદન કરી લીધો. પુત્ર તો અંજનાના હાથમાં જ આવતો નથી, જે જુએ છે તે તેડે છે અને રમાડે છે!
આખા નગરમાં અંજનાના પુત્રજન્મનો મહોત્સવ ઉજવાયો. એમ કરતાં પુત્રનું નામ પાડવાનો દિવસ આવી ગયો. મામા અંજનાની પાસે આવ્યા.
અંજના, પુત્રનું નામ શું પાડીશું?' માનસવેગે પૂછયું. આપે શોધી કાઢ્યું હશે ને?' મેં શોધી કાઢયું છે!' વસંતતિલકાએ વચ્ચે જવાબ આપ્યો. ‘તું કહે, કયું નામ પસંદ કર્યું છે?' માનસવેગે કહ્યું. કહું?' વસંતતિલકાએ અંજના તરફ જોયું. કહે,' અંજનાએ હસીને કહ્યું. નયનાનંદ!” નામ તો સારું શોધી કાઢ્યું હતું કે!' મામાએ કહ્યું, તો પછી? ‘પણ મારો વિચાર જરા જુદો છે!' મામા બોલ્યા, ‘શું?' અંજનાએ પૂછ્યું.
આ બાળ ચરમ શરીરી છે, તે વહેલા મોડો પણ સંસારનો ત્યાગ કરી ચારિત્રમય બનશે. એ વખતે અમને તે ભૂલી ન જાય.. માટે એનું નામ એવું પાડવું કે આ નગર એને કદી ન ભુલાય!” ‘વિચાર સુંદર છે!” અંજના બોલી.
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાનજીનો જન્મ
૨૨૩
‘પણ વસંતતિલકાનું મન માનવું જોઈએ ને?’ મામા વસંતતિલકાની સામે જોઈ હસ્યા.
‘ના ના, મને પણ આપનો વિચાર ગમ્યો છે. આપ કહો.’ વસંતતિલકાએ પોતાની સંમતિ આપી.
‘નગરનું નામ હનુપુર છે. પુત્રનું નામ ‘હનુમાન' પાડીએ!'
‘નામ સરસ છે.’ અંજના કબૂલ થઈ.
‘રાજાએ અંજનાપુત્રનું નામ હનુમાન પાડ્યું, પરંતુ ત્યાં પેલા પુરોહિતજી આવી ચઢ્યા. તેમણે વળી જુદો જ વિચાર કર્યો.
‘મહારાજા, આ તો તમે એવું નામ પાડ્યું કે એ આપણને ન ભૂલે. પરંતુ બીજું નામ એવું પાડવું જોઈએ કે આપણે એને ન ભૂલીએ!'
‘સાચી વાત, સાચી વાત. બીજું એવું નામ પાડો!' વસંતતિલકા બોલી ઊઠી. મહારાજા હસી પડ્યા. મહારાણી પણ હસી પડ્યાં. મહારાણી પુરોહિતજીના મંતવ્યમાં સંમત થયાં.
‘પાડો ત્યારે બીજું નામ પુરોહિતજી!' વસંતતિલકા બોલી. ‘શ્રીશૈલ...!’ પુરોહિતજીએ બીજું નામ પાડ્યું.
‘સુંદર નામ!’ વસંતતિલકા તો હનુમાનને લઈ નાચવા માંડી.
‘આખા નગરમાં મીઠાઈ વહેંચવામાં આવી. સૌના મુખે ‘હનુમાન...' ‘શ્રીશૈલ’ નામ બોલાવા માંડયું. દિવસોના દિવસો વીતવા લાગ્યા. અંજનાસુંદરી ક્ષેમકુશળ જીવન જીવવા લાગી. વસંતતિલકા અને અંતઃપુરની બીજી રાણીઓ સાથે તેણે આત્મકલ્યાણની કથાઓ કરવા માંડી.
હવે જેમ જેમ તેના દિવસો વીતતા ગયા તેમ તેમ પવનંજયની યાદ તેને વધુ સાલવા લાગી. પુત્રને જુએ છે ને પવનંજય યાદ આવે છે.
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ૫. પવનંજય પાછો વળો છે ? “અંજના, એક વાત પૂછું?' પૂછ.' ‘અહીં મામાને ઘેર આવ્યા પછી બધી વાતે સુખ છે. મામાં આપણી ચીવટથી સારસંભાળ રાખે છે. બધું જ છે, છતાં.'
શી ઊણપ છે?'
ઊણપ તો બીજી કોઈ નથી, પરંતુ તારું મન હજુ પ્રફુલ્લિત નથી દેખાતું. તું હસે છે છતાં તારી આંખોમાં ઊંડી વેદના વંચાય છે.'
વસંતતિલકાએ એક દિવસ અંજનાને પૂછયું. મામાને ઘેર આવ્યા પછી જ કે અંજનાનું દુઃખ ઘણું ઓછું થઈ ગયું હતું. મામાની પુત્રીઓ સાથે અને પરિવાર સાથે અંજનાનું હૈયું હળીમળી ગયું હતું. તેમાં ય નાનકડાં હનુમાન તો અંજનાના વિષાદને ચીરી જ નાંખતો હતો. છતાંય જ્યારે અંજના એકલી પડતી ત્યારે તે ઊંડી ચિંતામાં ગરકાવ થઈ જતી, ક્યારેક તેની આંખમાં આંસુભીની પણ થઈ જતી. અચાનક ત્યાં વસંતતિલકા જઈ પહોંચતી અને અંજનાની. વ્યથાને જોઈ જતી. અલબત્ત, અંજના પોતાની વ્યથાને છુપાવવા પ્રયત્ન કરતી, પરંતુ નિત્ય સહવાસી વસંતતિલકાથી કંઈ છૂપું રહી શકે શાનું? એટલે એક દિવસે અંજનાની પાસે કોઈ ન હતું, હનુમાનને મામ લઈ ગઈ હતી અને અંજના એકલી બેઠી હતી ત્યારે વસંતતિલકાએ અંજનાને પૂછ્યું. અંજનાએ હસીને કહ્યું :
વસતા, હવે વેદના શાની? અહીં શાનું દુઃખ છે?' તે મને ન પૂછ, તું જ કહે.'
મને કહેવામાં આટલો સંકોચ ?' “સંકોચ નહિ, પરંતુ, નાહક ભુલાયેલા દુઃખને યાદ કરી, તને પણ દુઃખી શા માટે કરવી? માટે કહેવામાં સંકોચ થાય છે, બાકી મારી પ્રાણપ્રિય સખીથી મારે કંઈ જ છુપાવવાનું નથી.'
‘ત્યારે, અંજના.. સાંભળ, હું તો તારા દુઃખે દુઃખી અને તારા સુખે સુખી. તારું મન વિષાદમાં હોય ત્યારે મારું મન પ્રસન્ન ન જ રહી શકે.”
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પવનંજય પાછો વળે છે
૨૨૫
‘બીજું કોઈ દુ:ખ નથી. દુઃખ છે એક વાતનું કે સાસુએ ચઢાવેલું કલંક ક્યારે ઊતરશે? જ્યાં સુધી કલંકમુક્ત ન બનાય ત્યાં સુધી ચિત્ત પ્રસન્ન ક્યાંથી રહે?
‘હવે એ ચિંતા કરવાની જરૂર નથી. જ્ઞાની ગુરુ મહારાજે કહ્યું છે, તે તું ભૂલી ગઈ? દુઃખના દિવસો હવે ઝાઝા નથી અને જ્યાં પવનંજય પાછા નગરમાં આવ્યા નથી કે કલંક ધોવાયું નથી.’
તારી વાત સાચી છે, મને લાગે છે કે એ પાછા આવી ગયા હશે.’ તો તો કેતુમતીનું આવી બન્યું!' વસંતતિલકાએ ભાવિ જોયું.
‘પણ...’
‘પણ શું...?’
એમની... સ્થિતિ કેવી થશે? એ આપણને શોધવા...' અંજનાની આંખો દૂર દૂર ક્ષિતિજ પર મંડાઈ. લાલચોળ સૂરજ ડૂબી ગયો.
અંજનાને પોતાના નામથી અંકિત વીંટી આપી પવનંજય પ્રશ્નતિની સાથે માનસરોવરના તટે શિબિરમાં આવી પહોંચ્યો. પ્રભાત થઈ ગયું હતું. સૈન્યને પ્રયાણનો આદેશ કર્યો. આકાશમાર્ગે સૈન્ય સાથે પવનંજય લંકાના પાદરે ઊતરી પડ્યો.
સૈન્યને ત્યાં જ છાવણી નાંખવાનું કહી, પવનંજય પ્રહસિતને લઈ લંકાપતિની સભામાં પહોંચ્યો. લંકાપતિને પ્રણામ કરી, ઊભો રહ્યો. રાવણ પવનંજયને ભેટી પડ્યો અને પ્રેમપૂર્વક પોતાની પાસે બેસાડ્યો.
‘પવનંજય, તેં જાણ્યું હશે કે પાતાલલંકામાં વરુણે દુષ્ટતાની હદ કરી છે. આપણા પરાક્રમી સેનાપતિઓ ખર અને દૂષણને તેણે પકડીને કારાગૃહમાં નાંખ્યા છે...'
‘હા જી, દૂત દ્વારા વરુણ સાથેના યુદ્ધના સમાચાર મળ્યા હતા...'
હવે આપણે એક ક્ષણનો ય વિલંબ કર્યા વિના અહીંથી પ્રયાણ કરવું જોઈએ. હવે તો હું પોતે જ એ વર્ણ અને એના અભિમાની પુત્રોની ખબર લઈ નાંખીશ.'
રાવણે વણપુરી તરફ પવનંજયની સાથે વિરાટ સૈન્ય લઇને પ્રયાણ કર્યું. બીજી બાજુ પવનંજયે વિચાર્યું કે ‘જો રાવણ યુદ્ધમાં ઊતરશે તો માનવજાત પર કાળો કેર વર્તાઇ જશે. લોહીની નદીઓ વહેશે, માટે રાવણને તો યુદ્ધમાં
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૨૬
જૈન રામાયણ
ઊતરવા જ ન દેવાં. પરંતુ એ ત્યારે શક્ય બને કે જો વરુણ સમજી જાય; પણ વરુણને સમજાવવો શી રીતે? ખર અને દૂષણ જેવા પરાક્રમી સેનાનીઓને જીવતા પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેનાર વર્ણ અને એના પરાક્રમી પુત્રાને સમજાવવા ઘણા મુશ્કેલ છે.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પવનંજયે ઘણું વિચાર્યું. તેની કુશાગ્ર બુદ્ધિએ માર્ગ શોધવા માંડ્યો. રાવણનું મન સંતોષાય અને વરુણનું માન સચવાય, એવો માર્ગ પવનંજયે શોધી કાઢ્યો.
આ બાજુ રાવણે યુદ્ધનો વ્યૂહ રચી કાઢ્યો હતો. સેનાપતિ તરીકે તેણે પવનંજયને પસંદ કર્યો હતો, એટલે પવનંજયને બોલાવી, પ્રથમ દિવસના યુદ્ધની વ્યૂહરચના સમજાવી દીધી.
‘વ્યૂહરચના ઘણી જ સુંદર છે!' પવનંજય રાવણની પ્રશંસા કરી. રાવણે સ્મિત કર્યું. પવનંજયની પીઠ પર હાથ ફેરવાતાં કહ્યું :
વ્યૂહરચનાની સફળતા સેનાપતિ પર નિર્ભર હોય છે.
'એ તો આવતી કાલે જ આપને પ્રતીત થશે.’
‘શાબાશ! એક વીરને છાજે તેવા જ તારા શબ્દો છે. મને તારામાં સંપૂર્ણ શ્રદ્ધા છે. હું યશનો ભાગીદાર બનીશ.'
‘પણ... મને એક જુદો વિચાર આવે છે.'
‘શો?’
‘જીવસંહાર થાય નહિ અને કાર્યસિદ્ધિ થઈ જાય!’
‘એ કેવી રીતે?’
વરુણને મૂર્ખ બનાવીને કાર્ય સિદ્ધ ક૨વાનું!’
‘સમજ ન પડી.'
‘ખર દૂષણને એક વાર મુક્ત કરીને આપણી પાસે લઈ લેવા, પછી બીજી વાર્તા!'
‘પણ એમ કંઈ સીધેસીધા એ ખર-દૂષણને આપણા હવાલે કરે તેવો નાદાન વરુણ નથી ને?'
બસ, એને નાદાન બનાવવાનું કામ મારું
‘એટલે, શું આપણે ભીખ માગવાની?’
‘હરગિજ નહિ, આપણે જરા ય માથું નમાવવાનું નહિ અને ખર-દૂષણ એ આપણને સોંપી દે, એ રીત અજમાવીએ.
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૭
પવનંજય પાછો વળે છે “અશક્ય” મને આજની રાત પ્રયત્ન કરી લેવાની રજા આપો.” ભલે!' “રાવણને પવનંજયની વાત એક તરંગ જેવી લાગી. પવનંજયને પોતાના પ્રયત્નની સફળતા લાગી. તે રાવણને પ્રણામ કરી, પોતાની શિબિરમાં આવ્યો. શિબિરમાં પ્રહસિત આંટા મારી રહ્યો હતો. પવનંજય આવીને પ્રહસિતને પોતાના ખાનગી મંત્રણાલયમાં લઈ ગયો.”
‘તારે અત્યારે નગરમાં જવાનું છે.' ‘તૈયાર.' જઈને સીધું તારે વરુણને મળવાનું છે, અને મારો અંગત સંદેશો આપવાનો છે. કહેવાનું કે એક મિત્ર તરીકે પ્રસ્લાદપુત્ર પવનંજય આપને તત્કાલ મળવા ચાહે છે.” “પછી?'
જવાબ લઈને તરત પાછા આવવાનું “પ્રહસિત તૈયાર થઈ ગયાં. તે રાજદૂતનો વેશ ધારણ કર્યો અને આકાશમાર્ગે વરુણની નગરીમાં પ્રવેશ કર્યો. નગરમાં યુદ્ધની તડામાર તૈયારીઓ ચાલતી તેણે જોઈ. એક એક સ્ત્રીપુરુષને તેણે સૈનિકના જુસ્સામાં જોયાં. એક પછી એક રાજમાર્ગ વટાવતો, તે વણના રાજમહાલય આગળ આવી પહોંચ્યો, પણ ત્યાં તો એક કીડીને પ્રવેશવાનો પણ માર્ગ ન હતો. મહાલયનું વિશાળ પટાંગણ સૈનિકોથી ભરાઈ ગયું હતું. મહાલયને કારે યમદૂત જેવા સૈનિકો શસ્ત્રસજ્જ બનીને પહેરો ભરી રહ્યા હતા. મહાલયની અટારીમાં વણના પુત્રો પુંડરીક અને રાજીવ જુસ્સાભરી વાણીમાં સૈનિકોને પ્રોત્સાહિત બનાવી રહ્યા હતા.
“વહાલા નરવીરો! આજે આપણી સ્વતંત્રતાને ભરખી જવા માટે રાક્ષસો આપણા દ્વાર ખખડાવતા ઊભા છે. આજે આપણી મરદાનગી કસોટી પર છે, પરંતુ ચિંતાનું કોઈ કારણ નથી કારણ કે ધર્મ આપણા પક્ષે છે. અન્યાયી રાવણ પ્રદેશલાલસાથી અને સત્તાલોલુપતાથી આપણા પર ચડી આવ્યો છે, પરંતુ જેવા હાલ-બેહાલ તમે ખર-દૂષણના કર્યા, તેવા જ હાલ બેહાલ રાવણના કરીને જંપવાનું છે. એ અધમ રાક્ષસને બતાવી આપો કે વરણપુરીના એક એક નાગરિક પોતાના સ્વાતંત્ર્યને ઝંખે છે... વરુણરાજને ચાહે છે.'
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૨૨૮
સૈનિકોએ ગગનભેદી ગર્જના કરી, “વરુણરાજનો જય હો.” પ્રહસિત સૈનિકોના અપાર શૌર્યન જઈને દંગ થઈ ગયો. તેણે દ્વારપાલને કહ્યું: ‘ભાઈ, હું લંકાપતિના સેનાપતિ પવનંજયનો દૂત છું, મારે તત્કાલ વરુણરાજને મળવું છે.'
દ્વારપાલ ક્ષણભર પ્રહસિતને જોઈ રહ્યો. તેને વિશ્વાસ પડ્યો કે “આ બનાવટી નથી, પરંતુ દૂત જ લાગે છે.” તેણે એક સૈનિકને ઇશારો કર્યો અને પોતે ચાલ્યો ગયો. પ્રહસિત પર પેલા સૈનિકે ચાંપતી નજર રાખવા માંડી.
દ્વારપાલ ગુપ્તમાર્ગે વરુણરાજના આવાસમાં જઈ પહોંચ્યો. “મહારાજાનો જય હો.” દ્વારપાલે નમન ક્યું. કેમ, જયમંગલ?'
મહારાજા, લંકાપતિ ના સેનાપતિ પવનંજયનો અંગત દૂત આપને તત્કાલ મળવા ચાહે છે.” જયમંગલે વરુણરાજના મુખ સામે જોયું. વરુણરાજં થોડીક ક્ષણો વિચાર કરીને કહ્યું.
ભલે, લઈ આવ એને.” દ્વારપાલ સડસડાટ ચાલ્યો ગયો. પ્રહસિતને લઈ પુનઃ તે વરુણરાજ પાસે આવ્યો; પ્રહસિતને ત્યાં મૂકી, પાછો તે પોતાની ફરજ પર પહોંચી ગયો. “કેમ અચાનક આવવું પડયું?' વરુણરાજે પૂછ્યું.
મહારાજ, આપ જાણતા જ હશો કે લંકાપતિએ પ્રલાદનંદન પવનંજયને પોતાના સૈન્યના સેનાપતિ બનાવ્યા છે.'
હા, સમાચાર મળ્યા છે.' ‘તેમનો હું અંગત મિત્ર છે. મારું નામ પ્રહસિત, મને તેમણે એક સંદેશો આપીને આપની પાસે મોકલ્યો છે.' ‘શો છે સંદેશો?' “એ આપ તત્કાલ મળવા ચાહે છે.'
વરણરાજ ચોંકી ઊઠ્યા. આવા ભયાનક યુદ્ધના તબક્કે રાવણનો મહાન સેનાપતિ શત્રુ રાજાને મળવા ચાહે, તેમાં તેમને ભેદ લાગ્યો. તેમણે પુંડરીક અને રાજીવને બોલાવ્યા. તેમની સાથે મસલત કરી પ્રહસિતને જવાબ આપ્યો,
ભલે સેનાપતિ પવનંજય આવે.' પ્રહસિત આકાશમાર્ગે ત્યાંથી પોતાની છાવણીમાં પહોંચી ગયો. પવનંજયની શિબિરમાં જઈ સમાચાર આપ્યા. પવનંજયને હર્ષ થયો.
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨૯
પવનંજય પાછો વળે છે
પ્રહસિતને સાથે લઈ પવનંજય વણપુરીમાં પહોંચ્યો. વરુણરાજ પુંડરીક અને રાજીવની સાથે મસલત કરતા, પવનંજયની રાહ જોતા બેઠા હતા. ત્યાં જ દ્વારપાલ આવીને પવનંજયના આગમનના સમાચાર આપ્યા. પુંડરીક અને રાજીવ સામા ગયા. પવનંજય- તેમણે સ્વાગત કર્યું. પવનંજયનું મોહક વ્યક્તિત્વ જોઈ, બન્ને ભાઈઓ પ્રભાવિત થયા.
પવનંજયને લઈ બન્ને ભાઈઓ વરુણરાજના ખંડમાં દાખલ થયા. વરુણરાજે સ્મિત કરીને, પવનંજયને આવકાયાં. પવનંજયે પણ ઉચિત પ્રત્યુત્તર વાળ્યો અને વરુણરાજની સામે આસન લીધું. થોડીક વાર મૌન છવાયું.
કેમ સેનાપતિજી! અત્યારે આવવાના શ્રમ શા માટે લેવો પડ્યો?' વરુણરાજે હસીને વાતનો આરંભ કર્યો.
‘લાખો જીવોની હત્યાને અટકાવવા માટે.” પવનંજયે સ્મિતપૂર્વક કહ્યું.
‘તો તો આટલા વિરાટસૈન્યને લઈને આવવાની જરૂર જ ન હતી. આપોઆપ હત્યાકાંડ અટકી જ ગયો હોત.'
આપ જાણો છો કે લંકાપતિ વેરનો બદલો લીધા વિનાં જંપ નહીં, એમનો. સ્વભાવ જ એવો છે. ખર અને યાને કેદી બનાવીને લંકાપતિના રોષને વિશેષ પ્રજ્વલિત કરવામાં આવ્યો છે.' ‘ભલે ને પ્રજ્વલિત થાય! અમે યુદ્ધભૂમિ પર ઠારવા તૈયાર જ છીએ.”
“તો શું તમે એમ માનો છો કે લંકાપતિને તમે પરાજિત કરી શકશો? લંકાપતિના એક એક બાંધવને પરાજિત કરવા માટે પણ ભારે ખુવારી સહન કરવી પડે એવી છે. લંકાપતિની સાથે આવેલા એક એક વિદ્યાધર રાજાને પરાસ્ત કરવા માટે પણ લોહીની ગંગા-સિંધુ વહેવડાવવી પડે એમ છે. જ્યારે ખુદ લંકાપતિને પરાજય આપવા માટે તો...'
એટલે શું અમે બધા બંગડી પહેરીને બેઠા છીએ એમ, સેનાપતિજી!' પુંડરીક રોપથી સળગી ઊઠ્યો.
ના, જરાય નહિ. તમે પણ વીર છો. ખમીરવંતા છો. પણ આવાં યુદ્ધમાં તમારા જેવાં રનોને હોમાઈ જવાનું? તમારા જેવા પરાક્રમીઓનો ઉપયોગ માનવજાતના સંહારમાં કરવાનો? હું એ માટે જ અત્યારે અહીં આવ્યો છું. કોઈ પણ યોગ્ય માર્ગ કાઢીને, આ યુદ્ધ અટકાવી દેવું જોઈએ.'
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૦
જૈન રામાયણ
યોગ્ય માર્ગ એ છે કે લંકાપતિ સૈન્ય લઈને પાછા ચાલ્યા જાય...' પુંડરીક
બોલી ઊઠ્યાં.
‘એ માર્ગ કદાચ યોગ્ય હશે, પરંતુ શક્ય નથી!
‘તો શું તમે અમને શરણાગત બનાવવા આવ્યા છો?' પુંડરીકે પૂછ્યું. ‘ના. તમારા જેવા પરાક્રમીઓ શરણાગત ન બને, તે હું સારી રીતે સમજું છું.' ‘તો પછી?’
‘મિત્ર બની શકે!’ પવનંજયે સમાધાનની ભૂમિકા રજૂ કરી.
‘પણ જ્યાં લંકાપતિને પોતાને જ મિત્ર ન બનવું હોય, તેનું શું થાય?'
‘હાલ એ પણ શક્યતા છે. હું એ કામ સંભાળી લઈશ.'
તો તો તમે લંકાપતિની સંમતિ લઈને જ આવ્યા છો,' વરુણરાજે પવનંજયનું પેટ માપવા મમરો મૂક્યો!
‘એવું માનવાની ભૂલ વણરાજ ન કરે. જો લંકાપતિને એ રીતે નમતું જોખવું હોત તો લંકાથી જ કોઈ દૂતને મોકલી પતાવી દેત. આટલી સાગર જેવડી સેના લઈને, સ્વયં પોતે ન આવત, આ તો યુદ્ધના ભીષણ માનવસંહારથી મારું દિલ કંપી ઊઠ્યું અને વિચાર આવ્યો કે જો કોઈ મધ્યમ માર્ગે સમાધાન થઈ જાય તો પ્રયત્ન કરું. એ આશયથી જ રાત્રિના સમયે અહીં આવ્યો છું.'
‘સેનાપતિજી, તમારા આશય સાથે હું પણ સંમત થાઉં છું. જીવોનો સંહાર મને પણ ઇષ્ટ નથી; પરંતુ રાષ્ટ્રના સ્વાતંત્ર્યની રક્ષા ખાતર ક્યારેક હિંસક માર્ગ પણ અખત્યાર કરવો પડે છે.' વરુણરાજે પોતાની નીતિને સ્પષ્ટ કરી. ‘તમારું સ્વાતંત્ર્ય અખંડિત રહે અને શાન્તિ સ્થપાય તેવો પણ માર્ગ મને દેખાય છે.' પવનંજયે કહ્યું.
તો તે માર્ગ રજૂ કરો.'
‘ખર અને દૂષણને પાછા સોંપવા. એક મિત્ર તરીકે લંકાપતિને મળવું અને લંકાપતિના એક પરાક્રમી સાથીદાર રાષ્ટ્ર તરીકે સ્થાન પ્રાપ્ત કરવું.'
વરુણરાજે પુંડરીક-રાજીવની સામે જોયું. બન્ને ભાઈઓ પણ પવનંજયની દરખાસ્ત પર વિચારમાં પડી ગયા. દરખાસ્તમાં તેમને કોઈ સ્વમાન-હાનિ જેવું ન લાગ્યું, ઉપરથી યુદ્ધના ભયાનક સંહારમાંથી જીવોને ઊગરી જવાનો માર્ગ દેખાયો. વળી, પવનંજયનું હૃદય પણ તેમને સાફ દેખાયું.
‘કોઈ પણ જાતની શંકા ન રાખશો, તમારી સાથે આ કોઈ મેલી રમત નથી
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પવનંજય પાછો વળે છે રમાતી, પરંતુ જીવોનાં જીવન સાથેની મૃત્યુની રમતનો અંત લાવવાનો ઉપાય છે.' પવનંજયે વિચારમાં પડેલા વરુણરાજની સમજ સ્પષ્ટ કરી. પુંડરીક અને રાજીવે સંમતિ આપી. વરુણરાજે પણ પવનંજયની દરખાસ્તને માન્ય રાખી.
મહારાજા! મને ઘણો જ હર્ષ થયો. આપની નિખાલસતા અને ઊંડી સમજ પ્રત્યે ભારે આદર પ્રગટ્યો.” “પરંતુ સેનાપતિજી, એક વાતની સ્પષ્ટતા કરી લેવી જોઈએ.” રાજીવે કહ્યું. શું?' લંકાપતિને અમે એમની છાવણીમાં મળવા નહિ આવી શકીએ...!' “જુઓ, તમારે લંકાપતિની છાવણીમાં માહિ આવવાનું અને લંકાપતિને અહીં નહિ આવવાનું. નગરની પૂર્વ દિશાએ જે ઉદ્યાન છે ત્યાં બંનેનું મિલન યોજવાનું...'
“બરાબર!' રાજીવ સંમત થયા. ‘તાં પછી, હવે હું રજા લઉં. હવે મારે લંકાપતિને મળવું પડશે. પછી પ્રહસિતની સાથે આપને શુભ સંદેશો મોકલું.'
વરુણરાજે પવનંજયને જવાની સંમતિ આપી. પવનંજય ત્રણેયના સામે સ્મિત કરી ઊભા થયો અને પ્રસિત સાથે આકાશમાર્ગે લંકાપતિની છાવણીમાં આવી પહોંચ્યા.
મહરિતને પોતાની શિબિરમાં મોકલી પવનંજય લંકાપતિની શિબિર તરફ વળ્યો. મધ્યરાત્રિ થઈ ચૂકી હતી; છતાં છાવણીમાં કોઈ નિદ્રાધીન બન્યું ન હતું. પ્રત્યેક સૈનિક પોતપોતાની તૈયારીમાં મશગુલ હતો.
પવનંજયે લંકાપતિની શિબિર આગળ જઈ, કારરક્ષકને ઇશારાથી દૂર કરી, શિબિરમાં પ્રવેશ કર્યો. શિબિરમાં રાવણ અને બિભીષણ કોઈ વાતચીત કરી રહ્યા હતા. પવનંજયે જઈને પ્રણામ કર્યા.
કેમ અત્યારે કંઈ...?' રાવણે પવનંજયને બેસવા ઇશારો કરી પ્રશ્ન કર્યો. મહારાજ! કાર્ય સિદ્ધ થઈ ગયું છે.” કેવી રીતે? ખર અને દૂપણ આપણને માનભેર પાછા મળી જશે!' ‘અશક્ય. અભિમાની વરુણા એમ સહેજમાં સોંપી દે, તે મારા માન્યામાં નથી આવતું.'
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
જૈન રામાયણ પણ હવે તે પણ માનવાનો અવસર આવી ગયો છે! આપણે કાલે પ્રભાત પૂર્વ દિશાના ઉદ્યાનમાં જવાનું. ત્યાં વરરાજ ખર અને દૂષણને આપણા હવાલે કરશે અને આપના અનેક પરાક્રમી મિત્ર રાજાઆમાં અકા વધારો થશે. વરુણરાજ આપના મિત્ર બનશે!”
રાવણને આમે ય પવનંજય પ્રત્યે સહજ પ્રેમ હતા. પવનંજયની વાતન તે નકારી શક્યો નહિ. જેવી રીતે પવનંજયે વરણારાજને મિત્રરાજ તરીકે માન્ય કર્યા હતા તેવી રીતે સ્વીકારવાની વાત રાવણના ગળે ઊતરી, બિભીષણને પણ વાત ગમી.
જા તો કુંભકર્ણને બોલાવી લાવ.' રાવણે કુંભકર્ણને બોલાવવા બિભીષણને કહ્યું. બિભીષણ કુંભકને બોલાવી લાવ્યો. પવનંયે સમગ્ર વાત કુંભકર્ણને કહી સંભળાવી. કુંભકર્ણને પણ યોજના ગમી.
પવનંજય યુદ્ધવિરામ માટેની અનુજ્ઞા લઈ, તરત જ પોતાની શિબિરમાં આવ્યો. પ્રહસિતને કેટલીક રસમજૂતી આપી, વણરાજ છાવણી તરફ રવાના કર્યો અને છાવણીમાં યુદ્ધવિરામનો ધ્વજ લહરાવી દીધો.
અચાનક બંને પક્ષ યુદ્ધવિરામના ધ્વજ લહેરાઈ ગયેલા ઈ, સહુને આશ્ચર્ય થયું. પ્રભાતે લંકાપતિ કુંભકર્ણ, બિભીપણ, પવનંજય વગેરેને લઈને પૂર્વ દિશાના ઉદ્યાનમાં પહોંચ્યો. બીજી બાજુ પ્રહસિત, વરુણરાજન તેમના પુત્રો સાથે ખર અને દૂષણને લઈને ઉદ્યાનમાં આવી પહોંચ્યો.
બંને રાજાઓ મળ્યા. વરરાજે ખર અને દૂષણને રાવણના હવાલે કર્યા. બંને રાજાઓ વચ્ચે મંત્રીની સ્થાપના થઈ.
રાવણ પવનંજય પર ખુશ થઈ ગયો. પોતાની સાથે લંકા આવવા માટે તેમણે પવનંજયને સમજાવ્યો, પરંતુ પવનંજયની ઇચ્છા તત્કાલ ઘેર પાછા ફરવાની હતી. તેણે રાવણની રજા માગી, રાવણે અનેક ભેટો આપી તેને વિદાય કર્યો.
પોતાના સંન્યની સાથે પવનંજય આકાશમાર્ગે નગર તરફ પાછો વળ્યો. માનસરોવરના તટ પરથી જ્યાં એ પસાર થયો કે અંજનાની સ્મૃતિ તાજી થઈ. મહિનાઓ પહેલાંની એ રાત તેની સામે પ્રત્યક્ષ થઈ. “એજનાનું શું થયું હશે?' પવનંજયે કહ્યું. કેમ એવી શંકા કરે છે?' પ્રહસિત પવનંજયને કહ્યું. “ના ના, શંકા નથી કરતો, પરંતુ જિજ્ઞાસા થાય છે.' પ્રહસિતને પવનંજયે કહ્યું.
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૩
પવનંજય પાછો વળે છે
હવે ક્યાં આપણે દૂર છીએ? આ નગરમાં પહોંચ્યા એટલી વાર
જોતજોતામાં તો નગરની બહાર વિમાનો આવી પહોંચ્યાં. નગરમાં પણ વાયુવેગે પવનંજયના આગમનના સમાચાર પહોંચી ગયા. રાજા પ્રદ્યાદ વગેરેએ પવનંજય સ્વાગત કરવા માટે તૈયારીઓ કરી.
નગરજનોએ મહોત્સવપૂર્વક પવનંજયનું સ્વાગત કર્યું. પરંતુ પવનંજયનું ચિત્ત નગરજનોના સ્વાગતમાં ન હતું. તે તો અંજનાને મળવા આતુર હતો. પોતાના મહેલે આવી, પ્રહસિતને બીજું બધું કામકાજ ભળાવી, એ માતા-પિતા પાસે પહોંચ્યો. માતા-પિતાને પ્રણામ કરી, ત્યાંથી સીધો જ પહોંચ્યો અંજનાના આવાસે. પરંતુ ત્યાં તો બધું સુમસામ હતું. નહોતો ત્યાં કોઈ પહેરેગીર કે નહોતી કોઈ દાસી. પવનંજયે ત્યાં બધું વેરવિખેર જોયું. તે મહેલમાં ગયો.
કોઈ છે?” તેણે બૂમ પાડી.
કોણ છે?' એક ધીમો અવાજ અંદરના ઓરડામાંથી આવ્યો. પવનંજય એ તરફ ગયો. ત્યાં તેણે એક સ્ત્રીને જોઈ.
અંજના ક્યાં છે?” ખૂબ આતુરતાથી પવનંજયે પૂછયું. સ્ત્રી પવનંજય સામે જોઈ રહી. થોડીક વાર પછી પૂછ્યું. “તમે કોણ છો?” “હું પવનંજય, અંજાન ક્યાં છે?' સ્ત્રીની આંખમાંથી આંસુ ટપકી પડ્યાં. તેનું મોં લાલચોળ બની ગયું.
કેમ જવાબ નથી આપતી? મારી પ્રિયા અંજના ક્યાં છે?' પવનંજય અકળાઈ ઊઠ્યો. તેનું હૈયું ધબકવા માંડ્યું.
શું જવાબ આપું, કુમાર?..” ‘તું જલદી કહે, શું થયું?”
અંજનાદેવીને આપના માતાજીએ અહીંથી કાઢી મૂક્યાં.' ‘હું?' પવનંજયની આંખો પહોળી થઈ ગઈ. એના હોઠ ફફડી ઊઠ્યા.
“અંજનાદેવી ગર્ભવતી બન્યાં તેથી માતાજીએ કલંક મૂક્યું અને માણસો દ્વારા વસંતતિલકાની સાથે દેવીને મહેન્દ્રનગરના સીમાડામાં મુકાવી દીધાં.”
પવનંજયની આંખે અંધારાં આવ્યાં. તે ત્યાં જ ફસડાઈ પડ્યો.
0
0
0
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ ૨૬. સતીની શોધમાં
પવનંજયે પોતાની સ્વપ્નસૃષ્ટિના સ્વર્ગને વેરાન બનતું જોયું. પ્રેમની એ કરણકથાની સ્મૃતિ કરતાં એની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં. તે અંજનાને ખંડેર જેવા મહેલમાં ફર્યો, તેના દિલમાં તોફાન ઊડ્યું અને આંસુ સરી પડયાં. સ્મૃતિઓનું વાવાઝોડું આવ્યું અને મગજ બેહોશ બની ગયું.
હૃદયની વેદનાને એ ભૂલી શકતો ન હતો, એમનું એ અસ્થાયી મિલન, ગણ્યાગાંઠ્યા કલાકોની એ સુખદ પળો અને એમનો એ ચિરવિયોગ! પરસ્પરને ઝંખતા ને ઝૂરતા એ આત્માઓ પોતાની છાતી પર પથ્થર મૂકીને, શાંત બનવાની મિથ્યા ચેષ્ટા કરી રહ્યા હતા.
માનવીનું જીવન સુખદુઃખના સંમિશ્રણથી કેવું કઢંગું બનેલું છે! ઉલ્લાસ અને નિશ્વાસ, ઐશ્વર્ય અને દારિદ્રય, ઉન્નતિ અને અવનતિ, સુખદુઃખના આ સંમિશ્રણથી મનુષ્ય કાબરચીતરા રંગોથી પોતાના મુખને રંગનારા બહુરૂપીથી ય અધિક કદરૂપો ભાસે છે. કેટકેટલીક આશાઓ અને ઉમંગો સાથે પવનંજય પાછા આવ્યો. એની એ અખૂટ આશાઓ અને ઊભરાતા ઉમંગો પર પાણી ફરી વળ્યું.
તે લથડતા પગે અંજનાના મહેલમાંથી બહાર આવ્યો અને સીધા જ કેતુમતીના આવાસે પહોંચ્યો. થોડાક કલાક પહેલાં જ આવી ગયેલા પવનંજયને પાછો આવેલો જોઈ કેતુમતીએ પૂછ્યું :
કેમ બેટા, ફરી આવવાનું થયું?”
મા, તું મારી સાથે મહાન અન્યાય કરી મારા જીવનમાં આગ ચાંપી દીધી,” વેદના અને રોપથી પવનંજય ધ્રુજી રહ્યો હતો. ‘પણ શું થયું એ તો કહે..”
શું કહ્યું? તે કહેવા જેવું શું બાકી રાખ્યું છે? નિર્દોષ અને નિષ્પાપ અંજનાને તે કલંકિત કરી. એ મહાસતીને તે દુ:ખના દાવાનળમાં હોમી દીધી.'
પણ... તારી ગેરહાજરીમાં એ...”
ખોટું, તદ્દન ખોટું, એ મારાથી જ ગર્ભવતી બની હતી. શું એણે ખુલાસો નહોતો કર્યો? શું એણે મુદ્રિકા નહોતી બતાવી?”
એણે મુદ્રિકા બતાવી હતી, પણ મને વિશ્વાસ...' બાવીસ... બાવીસ વર્ષ સુધી તે એનું જીવન નહોતું જોયું? મારી આગળ તેં
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સતીની શોધમાં
૨૩૫
એનાં ઓછાં ગુણગાન ગાયાં હતાં? અને એકાએક શું એ બગડી ગઈ? તેં જરાય વિચાર ન કર્યો? મારા આગમનની રાહ પણ ન જોઈ...' પવનંજયની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. અંજનાનું શું થયું હશે...? એ વિચારે એના હૈયાને દુ:ખી દુ:ખી કરી મૂક્યું.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘હું જાઉં છું. અંજનાને શોધીને જ પાછો આવીશ. મારી રાહ ન જોશો.' પવનંજય કેતુમતીના ખંડમાંથી બહાર નીકળવા લાગ્યો. કેતુમતીએ એનો હાથ પકડ્યો.
‘તું શા માટે જાય છે, હું અહીંથી ચારે દિશાઓમાં સુભટોને તપાસ કરવા મોકલું છું.’
‘ના, તારી ભૂલનું પ્રાયશ્ચિત્ત મારે જ કરવું પડશે, ખરેખર તો ભૂલ મારી જ છે. બાવીસ વર્ષ સુધી મેં એને દુઃખી કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. હું જ એની પાછળ જઈશ.'
પવનંજય બહાર નીકળી ગયો. પ્રહસિતને લઈ, આકાશમાર્ગે સીધો તે મહેન્દ્રનગરના દ્વારે આવી લાગ્યો. બંને મિત્રો સીધા રાજા મહેન્દ્રના મહેલે પહોંચ્યા, ત્યાં જ મહેલના પગથિયે જ યુવરાજ પ્રસન્નકીર્તિનો મેળાપ થઈ ગયો. ‘આમ અચાનક... કુમાર ?' પ્રસન્નકીર્તિએ પવનંજયનો હાથ પકડીને પૂછ્યું. ‘શું અંજના અહીં છે?’ પવનંજયે સીધો જ પ્રશ્ન કર્યો.
પ્રસન્નકીર્તિ વિમાસણમાં પડી ગયો. એ જાણતો હતો કે અંજનાને એની સાસુએ કાઢી મૂકી ત્યારે પવનંજય યુદ્ધમાં ગયેલો હતો અને યુદ્ધમાંથી હજુ આજે જ એ પાછો ફર્યો હતો. વળી પવનંજયના ચહેરા પર કોઈ આનંદની એકાદ રેખા પણ ન હતી. વિપાદની ઘેરી છાયા એના મુખ પર પથરાયેલી હતી. ‘શું અંજનાને અન્યાય તો નથી થયો?' એનું ચિત્ત અસ્વસ્થ બની ગયું. તેણે કહ્યું.
‘હા, અંજના અહીં આવી હતી.'
‘ક્યાં છે?’
‘પણ, આપ મહેલમાં તો પધારો... પછી....
‘પહેલાં, મને જવાબ આપો : અંજના ક્યાં છે?’ પવનંજયનો અવાજ ઊંચો થયો. એની આંખમાં રોષનો અગ્નિ ભભૂકી ઊઠ્યો. પરંતુ અવાજ સાંભળતાં રાજા મહેન્દ્ર અને મહામાત્ય પણ ત્યાં આવી ચઢ્યા.
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેન રામાયણ કુમાર, ક્યારે પધાર્યા? મહેલમાં ચાલો... ત્યાં..' મહેન્દ્રએ કહ્યું.
હું મહેલમાં બેસવા નથી આવ્યો. અંજનાને શોધવા આવ્યો છું... અંજના ક્યાં છે?” પવનંજયે મહેન્દ્રની સામે જોયું.
એનું નામ શા માટે લો છો? એણે તમારા ને મારા કુળને...' “બસ, બસ, એણે કોઈને કલંકિત નથી કર્યા, અને તમે કલંકિત કરી છે. એ મહાસતી છે.” "હે?” મહેન્દ્રના હોશકોશ જ ઉડી ગયા. પ્રસન્નકીર્તિની આંખો પહોળી થઈ ગઈ.
હા, એ નિષ્પાપ છે, નિર્દોષ છે. અજ્ઞાન માતાએ તે નિર્દોષ સતી પર સિતમ ગુજાર્યો છે. તે અહીં આવી છે, એમ મેં સાંભળ્યું છે. એ ક્યાં છે?' પવનંજયની વાત સાંભળી, મહેન્દ્રની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યાં. પ્રસન્નકીર્તિની આંખે અંધારાં આવ્યાં, એ નીચે ફસડાઈ પડ્યો... મહામંત્રીએ પોતાની ભીની આંખોને ખેસના છેડાથી લૂછી.
શું એ અહીં નથી? અહીં આવી જ નથી?' પવનંજયનું ચિત્ત વ્યથિત બની ગયું. હદય ભારે વિમાસણમાં અને કુશંકાઓમાં અટવાઈ ગયું.
“કુમાર... શું કહ્યું? મેં મારા જ હાથે એ સુશીલ પુત્રીને અન્યાય કર્યો, ગરીબ ગાય જેવી, નિર્દોષ પુત્રી અહીં આવી હતી પણ કુળની કીર્તિની પાપી વાસનાથી અહીંથી એને ધક્કો દીધો અને કાઢી મૂકી...રડતી આંખે થોથવાતી જીભે બે હાથે માથું કૂટતા મહેન્દ્ર સત્ય હકીકત કહી સંભળાવી.
ન જાણે એ ક્યાં ગઈ હશે? એનું શું થયું હશે? એકલી-અટૂલી ભયંકર જંગલોમાં, દારુણ અટવીઓમાં ક્યાં જઈ ચઢી હશે? મહામંત્રીએ ત્યારે સાચું કહ્યું હતું કે : “એ નિર્દોષ છે, એને ન કાઢી મૂકો,' પણ... મેં ઘમંડીએ મહામંત્રીની વાત ન માની, તેની દુ:ખી સ્થિતિનો વિચાર ન કર્યો.., મહેન્દ્ર રાજા નીચે બેસી ગયા અને ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગ્યા.
“મહારાજા, હવે આ ટાણે રોવાથી સર્યું. હવે તો એક ક્ષણનોય વિલંબ કર્યા વિના, એ સતીનો પત્તો લગાવવો જોઈએ. ચારે દિશાઓમાં સુભટોને મોકલીને એની ભાળ મેળવવી જોઈએ.” મહામંત્રીએ મહેન્દ્રને શાંત કર્યા.
કુમાર, આપ અહીં રોકાઓ. અલ્પકાળમાં જ સુભટો શુભ સમાચાર લઈને આવી જશે.' મહામંત્રીએ પવનંજયને પ્રાર્થના કરી.
નહિ, મહામંત્રી, જ્યાં સુધી એજના નહિ મળે ત્યાં સુધી હવે મહેલ કેવો?
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતીની શોધમાં
૨૩૭
આરામ કેવો? શાંતિ કેવી ?' ગ્રહસિતનો હાથ પકડી, પવનંજય મહેલનાં પગથિયાં ઊતરી ગયો. ત્યાં પ્રસન્નકીર્તિ દોડતો આવીને પવનંજયની સામે આવીને ઊભો રહ્યો.
‘કુમાર, ક્ષમા કરો. આપ અહીં રોકાઓ. હું પ્રતિજ્ઞા કરું છું કે બહેનને અહીં લાવીને પછી જ અન્ન-પાણી લઈશ, પછી જ મહેલમાં આવીશ.’ આંસુ નીતરતી આંખે પ્રસન્નકીર્તિએ પવનંજયને કહ્યું.
‘પ્રસન્નકીર્તિ, તમે મારા માર્ગમાં ન આવો. મને જવા દો. મારા ચિત્તને શાંતિ નથી, મારો આત્મા કકળી ઊઠ્યો છે, જ્યાં સુધી હું અંજનાને સુખરૂપ નહિ જોઉં ત્યાં સુધી ઠરીઠામ બેસી શકું એમ નથી.’
બાવીસ-બાવીસ વર્ષ સુધી અંજનાના નામ પર ભારે સૂગ કરનારો પવનંજય આજે અંજનાના વિરહમાં ઝૂરી રહ્યો છે! આ જ તો આ સંસારની વિચિત્રતા છે! એક દિવસ જેના પર અગન વરસાવી હોય... એક દિવસ તેની જ લગન લાગે! એક દિવસ જેની સાથે ચમન કર્યાં હોય... એક દિવસ તેના જ પર દમનનો દોર ચલાવે! એક દિવસ જેના અધર ચૂમ્યા હોય, એક દિવસ એની જ કબર ખોદે! એક દિવસ જેની સાથે ભોગમાં રમણ કર્યું હોય, એક દિવસ એના જ દિલનું વિદારણ કરે.
સંસાર એટલે આવી એક ભીષણ સ્થિતિ છે. માટે જ તત્ત્વદૃષ્ટા મહર્ષિઓ મોક્ષ માટે પુરુષાર્થ કરવાની પ્રેરણા કરે છે, કે જે મોક્ષમાં જીવને કોઈ રાગદ્વેષની વિટંબણા રહેતી નથી.
પવનંજય કોઈથી રોકાર્યા નહિ. દરવાજે ઊભેલા દ્વારપાલે પણ ભૂમિ પર આંસુઓનો છંટકાવ કરી, પવનંજયને નતમસ્તકે પ્રણામ કર્યા. આ એ જ દરવાજો હતો, કે જ્યાંથી એક અભાગી દિવસે મહાસતી અંજના, માતા, પિતા અને ભાઈથી તિરસ્કાર પામીને, આક્રંદ કરતી પાછી વળી હતી. આ એ જ દરવાજો હતો કે જે રાજા મહેન્દ્ર અને યુવરાજ પ્રસન્નકીર્તિના અધમ કૃત્યને મુંગે મોંએ જોઈ રહ્યો હતો. અહીં એ મહાસતીનું હૃદય વિદીર્ણ થઈ ગયું હતું. વિદીર્ણ હૃદયમાંથી જે અંધેરનો પ્રવાહ નીકળ્યો, દરવાજાના પાષાણો એમાં રંગાયા. જો અત્યારે એ લાલ પાપણાને વાચા ફૂટે તો એ હૃદયદ્રાવક દિવસનું એવું બ્યાન રજૂ કરે, કે પવનંજયને એ દરવાજામાંથી બહા૨ પગલું મૂકવું પણ મુશ્કેલ બની જાય.
ક્રૂર દુર્ભાગ્યની રમત પર પવનંજયના હૃદયમાં રોષ ઊભરાયો, પરંતુ આંસુ
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
જૈન રામાયણ વાટે તેને દૂર કરવા સિવાય એની પાસે બીજો કયો માર્ગ હતો? પ્રસિતની સાથે એ મહેન્દ્રપુરના પાદરે આવ્યો. જ્યાં જવું? કયો માર્ગ પકડવો? તે ક્ષણભર મૂંઝાયો. તેણે પ્રહસિતની સામે જોયું.
‘મિત્ર, તું હવે પાછો જા. હવે હું એવા અજાણ્યા, વરાન અને વિકટ માર્ગે જઈશ, કે જ્યાં તારે ઘણું કષ્ટ સહન કરવું પડશે. નાહક મારે ખાતર...'
કુમાર, બસ થઈ ગયું. તું એવું ન બોલીશ. તને મૂકીને હું જવાનો નથી. તારા સુખે સુખી અને દુઃખે દુઃખી થયા વિના મારા હૃદય કોઈ વાત કબૂલ એમ નથી. તે નાહિંમત ન બને. આપણે અંજનાને શોધી કાઢીશું.'
પણ હવે આપણે ક્યાં જઈશું? આપણી પાસે કોઈ ચોક્કસ માહિતી નથી.”
આપણે એક-એક ગામ, એક-એક નગર, દરેક ખીણ અને દરેક પહાડ ફેંદી વળીશું, પણ અંજનાને મેળવીને જ જંપીશું.'
પ્રહસિતનો ઉત્સાહ પવનંજયનો પ્રેરક બન્યો. તેનું હૃદય શ્રદ્ધાળુ બન્યું. પ્રહસિતને તે ભેટી પડ્યો.
‘મિત્ર, મારા ખ્યાલ મુજબ અંજના અહીંથી કોઈ નગરમાં તો ન જ જાય, તેણે ચોક્કસ કોઈ જંગલનો માર્ગ લીધો હશે. કોઈ પર્વતની ખીણોમાં એ ગઈ હશે. ત્યાં શું એ વિકરાળ જંગલી પશુઓના પંજામાં..' પવનંજયના શરીરે પરસેવો વળી ગયો. અંજનાની સ્થિતિનો વિચાર કરતાં તેનું હૈયું થરથરી ઊઠ્યું.
‘કુમાર, એવી કુશંકા ન કર. અંજના મહાસતી છે. જંગલી પશુઓ એને કંઈ કરી શકે નહિ. અરે, ભયંકર રાક્ષસ કે પિશાચ પણ એની સામે શાંત અને વશ થઈ જાય. સતીત્વના ચરણે દેવો પણ મસ્તક નમાવે છે.” પ્રહસિતનું અંતઃકરણ અંજનાના અદ્ભુત સતીત્વની પ્રતીતિ કરાવી રહ્યું હતું. પવનંજયનું હૈયું કંઈક હળવું બન્યું.
બન્ને મિત્રો ત્યાંથી આકાશમાર્ગે આગળ વધ્યા. વૈતાઢય પર્વતના એક ઊંચા શિખર પર પહોંચ્યા. શિખર પર નહોતો કોઈ મનુષ્ય કે નહોતાં કોઈ પશુપક્ષી. શિખર પર બન્ને મિત્રોએ ખૂણેખૂણો તપાસી જોયો. અંજા મળી. ધીરે ધીરે શિખર પરથી તેમણે નીચે ઊતરવા માંડ્યું. ત્યાં એમની નજરે મોટી મોટી ગુફાઓ અને પાતાલખીણો દેખાઈ. એક-એક ગુફા જોઈ વળ્યા, એક-એક ખીણ ફેંદી વળ્યા, એક-એક કોતરો ખૂંદી વળ્યા, પરંતુ અંજના ન મળી.
પગપાળા જ તેમણે હવે આગળ વધવા માંડ્યું. મોટાં મોટાં વિનામાં શોધ કરી છતાં અંજનાનો ક્યાંય પત્તો ન લાગ્યો. દિવસો પર દિવસો વીતવા લાગ્યા.
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતીની શોધમાં
૨૩૯
પવનંજયનો જીવ બેબાકળો બની ગયો. એનું ચિત્ત વિહ્વળ બની ગયું. પ્રહસિતના મુખ ૫૨ નિરાશાની રેખાઓં ઊપસવા માંડી. મૌન રીતે તે પવનંજયની સાથે ભટકી રહ્યો હતો. સમજ નહોતી પડતી કે અંજનાને ક્યાં શોધવી?
ઓછામાં પૂરું વળી પવનંજય નથી ખાતો, નથી પીતો. એથી પ્રહસિતની ચિંતા વધતી જાય છે. હવે પવનંજયને આશ્વાસન આપવા શબ્દો પણ નથી. પવનંજયને આશાવાદી બનાવવા માટે ઉત્સાહ નથી.
વૈતાઢ્ય પર્વતનો કોઈ ભાગ તેમણે ખૂંદી વળવામાં બાકી ન રાખ્યો, છતાં નિરાશા જ સાંપડી.
એમ કરતાં કરતાં, તેઓ બન્ને વૈતાઢ્યની એક ઊંડી ખીણમાં પહોંચી ગયા. સૂર્ય પણ આથમી ગયો હતો. જંગલી પશુઓના દારુણ સ્વરો સિવાય ત્યાં કંઈજ સંભળાતું ન હતું. પવનંજયે પ્રહસિતના સામે જોયું. પ્રહસતનું મુખ નિરાશાના કાળા પાલવમાં છુપાઈ ગયું હતું. તેણે દીન આંખોએ પવનંજયની સામે જોયું અને તે બાજુ પર પડેલી એક શિલા પર બેસી પડ્યો. પવનંજય એની પડખે બેઠો.
‘પ્રહસિત, તું હવે આદિત્યપુર જા, જઈને માતા-પિતાને કહેજે કે અંજનાને શોધવા આખી પૃથ્વી ભમી વળ્યા, છતાં અંજના ન મળી. હજુ હું વનોમાં ભટકીશ અને અંજનાને શોધીશ છતાં એ તપસ્વિની નહિ મળે, તો અંતે...’ ‘અંતે શું?’ પ્રહસિતનું હૈયું ફફડી ઊઠયું.
‘અંતે હું અગ્નિમાં પ્રવેશ કરીશ...’
‘ના... ના... કુમાર... હું તમને છાંડીને નહિ જાઉં, હું નહિ જ જાઉં.' પ્રહસિતની આંખમાંથી ચોધાર આંસુનો ધોધ તૂટી પડ્યો... એ પવનંજયને ગળે વળગી પડ્યો, એના વક્ષસ્થળને આંસુઓથી ભીંજવી નાંખ્યું.
‘પ્રસિત, હું સમજી શકે છે મારા હૃદયની સ્થિતિ... અંજના વિના હું એક ક્ષણ પણ જીવી શકું એમ નથી, એને જે મેં બાવીસ-બાવીસ વર્ષ સુધી ઠોકરો મારી છે, તેનું આજે પ્રાયશ્ચિત્ત કરવાની તક આવી ગઈ છે... તું જા, માતાપિતાને સમાચાર આપ કે જેથી તેઓ મારી રાહ ન જુએ.’
પોતાના પ્રાણપ્રિય મિત્રની દુર્દશા, તેની આશાઓ અને કામનાઓને નિષ્ઠુર તકદીર દ્વારા કચડાતી જોઈ, પ્રહસિત ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. દુર્ભાગ્ય અને ક્રૂર કાળનો સામાં કરવામાં એ નાકામિયાબ નીવડ્યો.
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪)
જૈન રામાયણ આજે તેને પોતાનો જીવનસાથી મિત્ર પોતાથી દૂર દૂર ચાલ્યો જતો લાગ્યો, આશાઓના અને સ્વપ્નાઓના ભાંગીને ભુક્કા થઈ ગયેલા ટુકડાઓનું પોટલું માથે મૂકીને, એ કોઈ ગાઢ અંધકારમાં વિલીન થઈ જતો લાગ્યો. તેણે પવનંજયને અટકાવવા પ્રયત્ન કર્યો, પણ એ પ્રયત્નમાં ય પ્રાણ નહોતો રહ્યો. મિત્રને આવી વિકટ પરિસ્થિતિમાં એકલો જવા દઈ, પોતે નગરમાં પાછા વળવું એને ન ગમ્યું. એના હૃદયે તેમ કરવા સાફ ઇન્કાર કરી દીધો,
‘મિત્ર, તું ગમે તે કહે, હું તને છોડીને નથી જવાનો. જે માર્ગ તું લઈશ તે જ માર્ગ મારા માટે.”
પ્રહસિતે રડતાં છતાં મક્કમપણે પોતાનો નિર્ધાર કહી દીધો. પવનંજય વિમાસણમાં પડી ગયો. એ સમજતો હતો કે પ્રહસિત કોઈ પણ રીતે પોતાને અગ્નિમાં પ્રવેશ નહિ કરવા દે, એટલું જ નહિ, કદાચ એ પણ પોતાની સાથે અગ્નિમાં ઝંપલાવી દે, કોઈ પણ રીતે પ્રહસિત આદિત્યપુર મોકલી જ દેવો જોઈએ.
પ્રહસિત, તું વિચાર કર : જો તું આદિત્યપુર જાય અને માતાપિતાને વાત કરે તો તેઓને પણ અંજનાની શોધ કરવાનું સૂઝે અને ક્યાંક અંજનાનો પત્તો લાગી જાય. પવનંજયે પ્રહસિતની સામે જોયું. પ્રહસિત વિચારમાં પડી ગયો. ‘તો તું પણ મારી સાથે આદિત્યપુર ચાલ.' પ્રહસિતે કહ્યું.
એ હવે મારા માટે અશક્ય છે. હું તો હજુ વનોમાં, જંગલોમાં ફરીશ અને અંજનાને શોધવા પ્રયત્ન કરીશ. વળી હું નહિ આવું તો માતાપિતા વગેરે ખૂબ ઝડપથી અને ચોકસાઈથી તપાસ કરશે...”
રાત્રિ ઘણી વિતી ગઈ હતી. પ્રહસિતની આંખો થાકથી અને ઉજાગરાઓથી ઘેરાવા લાગી. પવનંજય પણ થાકીને લોથપોથ બની ગયો જ હતો, પરંતુ તેની ઊંઘ તો ક્યારનીય ભાગી ગઈ હતી. વિરહની વેદનામાં તે વ્યાકુળ ને વ્યાકુળ રહ્યા કરતો હતો. પ્રહસિત શિલા પર જ આડી પડ્યો. એ ઊંઘી ગયો. પવનંજય એની પાસે બેસી રહ્યો. કલાકો વીતવા લાગ્યા. પવનંજયના ચિત્તમાં એક વિચાર ર્યો અને એણે પ્રહસિતની સામે જોયું. તે ઊભો થયો અને પ્રહસિતને ત્યાં ઊંઘતો જ મૂકી ચાલ્યા જવા માટે તેણે પગ ઉપાડ્યા, પરંતુ તે થંભી ગયો. તેનું હૃદય આનાકાની કરવા માંડયું.
‘તું જો આમ મિત્રને દગો દઈને ચાલ્યો જઈશ તો એનું શું થશે? તારા વિના એની શી દશા થશે?” પવનંજયના અંતઃકરણમાં વિચાર જાગ્યો. તે અટકી ગયો. વિચારમાં ને વિચારમાં તે બેસી ગયો. ત્યાં પ્રસિત જાગી ગયો. ‘કુમાર...' પ્રહસિતે બૂમ પાડી, પવનંજય વિચારનિદ્રામાંથી જાગ્યો.
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧
સતીની શોધમાં
કેમ?' હું આદિયપુર જાઉં.”
હા, જઈને મોટા પાયા પર અંજનાની શોધ આરંભી શકાશે. મારું હૃદય હજુ કહે છે કે “અંજન મળશે..” પરંતુ તું સાહસ ન કરીશ. તને શોધવા છતાં અંજના ન મળે તો તું આદિત્યપુર આવી જજે.” પવનંજય મૌન રહ્યો. એ પ્રહસિતને જોઈ રહ્યો.
તને આશ્ચર્ય થશે કે હું એકાએક કેમ આદિત્યપુર જવા તૈયાર થઈ ગયો. પરંતુ હું ઊંઘી ગયો. નિદ્રામાં મને એવું આત્મસંવેદન થયું કે મારે આદિત્યપુર જવું અને અંજનાની શોધ કરાવવી.”
પવનંજય વિચારમાં પડી ગયો. ‘શું અંજના મળી શકશે?” એના ચિત્તમાં અનેક વિકલ્પો ઊભરાવા લાગ્યા. પરંતુ ત્યાં તો પ્રહસિત પવનંજયનો હાથ પકડ્યો.
‘મિત્ર! બસ ત્યારે, હું જાઉં છું. ફરીથી તને કહું છું કે તું ઉતાવળથી સાહસ ન કરીશ. અલ્પકાળમાં જ તને શુભ સમાચાર મળશે.'
બંને મિત્રો ભેટ્યા. આંસુથી એક બીજાનાં વક્ષ:સ્થળ ભીંજાઈ ગયાં. પ્રહસિત અનુજ્ઞા માગી અને આકાશમાર્ગે તે આદિત્યપુર તરફ રવાના થયો.
પવનંજય આકાશમાર્ગે જતા પ્રહસિતને જોઈ રહ્યો. જ્યાં સુધી એના દષ્ટિપથમાંથી પ્રહસિત દૂર ન થાય ત્યાં સુધી એણે જોયા જ કર્યું. તેની આંખમાંથી આંસુઓની ધારા તૂટી પડી, તેનું હૃદય ક્ષુબ્ધ બની ગયું. તેને મૂચ્છ આવી જતાં તે નીચે પડી ગયો.
અહીં કોણ એના પર શીતલ પાણીનો છંટકાવ કરનાર હતું? અહીં કોણ એના પર રત્નજડિત વીંઝણાના વાયુ નાંખનાર હતું? અહીં કોણ એના મસ્તક પર વહાર્યો હાથ ફેરવનાર હતું? જીવનની અસારતા, નિ:સહાયતાનું આનાથી વધીને કયું દૃષ્ટાંત હોઈ શકે? પરન્તુ આવા દષ્ટાંતો જનતા સમક્ષ રજૂ કરીને, કેવળ કીર્તિ કમાવાની વૃત્તિ તો માનવહૃદયને ન સમજી શકનાર ક્રૂર હૈયામાં જ જાગી શકે. પવનંજયનું ભગ્ન હૃદય. હૃદયના થઈ ગયેલા ટુકડાને જઈને, તો એના પ્રત્યે સંવેદના દાખવવાની છે. એના હૃદયના ટુકડાઓને જોડવા માટે જો આપણું હૃદય કામ લાગી શકે એમ હોય તો એ કુરબાન કરવાનું છે.
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
જૈન રામાયણ રખે સમજતા કે પવનંજય કામવ્યથાથી પીડાઈ રહ્યો છે. રખે સમજતા કે પવનંજય વિષયલંપટ હોવાથી ઝૂરી રહ્યો છે. જો આવું સમજશો તો એ મહાપુરુષ પ્રત્યે અન્યાય થશે. એક મહાન આત્માની અવગણના કરી કહેવાશે. પવનંજયના અંતઃકરણમાં અંજનાના ઉચ્ચ સતીત્વ પ્રત્યે બહુમાન પ્રગટયું છે. બાવીસ વર્ષ સુધી અંજના જેવી સુશીલ સન્નારી પ્રત્યે કરેલા ઘોર અન્યાયની આગ એના હૃદયમાં સળગી રહી છે અને તેથી જ તે આજે એને મેળવવા માટે આકાશ-પાતાળ એક કરી રહ્યો છે. તે ન મળે તો અગ્નિમાં બળીને ખાખ થઈ જવા તૈયાર થયો છે.
મહાપુરુષોની આ એક ખાસિયત હોય છે. એવો સ્વભાવ હોય છે કે કોઈ પ્રત્યે તેમનાથી અયોગ્ય આચરણ થઈ જાય પછી, જ્યારે તેમને પોતાની ભૂલ સમજાય છે ત્યારે તે વ્યક્તિ પ્રત્યે તેઓ ભારે ગુણાનુરાગી બની જાય છે.
પવનંજય ભાનમાં આવ્યો. તેણે ત્યાંથી ચાલવા માંડ્યું. ખીણો અને ટેકરીઓ વટાવતો તે “ભૂવનમાં જઈ ચઢ્યો. મહાભયંકર એ વનમાં પવનંજય અંજના.. અંજના, તું ક્યાં છે?' બૂમો પાડતો ભટકવા લાગ્યો. દિવસ ને રાત તે ભટકતો જ રહ્યો. અંજના ન મળી. તેનું ચિત્ત ઉદાસ બની ગયું. તેણે અંજનાની આશા છોડી દીધી.
તે મૂઢ બનીને એક વૃક્ષની નીચે ઊભો રહ્યો. જીવન તેને જીવવા જેવું ન લાગ્યું. જીવન કરતાં મૃત્યુ તેને વધુ શાંતિદાયક લાગ્યું. તેણે મૃત્યુને જ ભેટવાનો નિર્ણય કર્યો. આજુબાજુ તેણે દૃષ્ટિ કરી, સુકાઈ ગયેલાં ઝાડવાં સિવાય ત્યાં કંઈજ ન હતું.
0
0
0
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭. સતીત્વનો વિજય પ્રહસિત આદિત્યપુરમાં આવી પહોંચ્યો.
તે સીધો જ મહારાજા અલ્લાદના મહેલમાં પહોંચ્યો. અલ્લાદ અને કેતુમતી મંત્રણાખંડમાં ચિંતાતુર ચહેરે વાતચીત કરી રહ્યાં હતાં, ત્યાં જ પ્રહસિતે પ્રવેશ કર્યો, કેતુમતીની દૃષ્ટિ પ્રહસિત પર પડી. તે એકદમ ઊભી થઈ ગઈ.
પવનંજય ક્યાં?' કેતુમતીએ વિહ્વળ વદને પૂછ્યું. હું એકલો જ આવ્યો છું,' પ્રહસિતે જમીન પર દૃષ્ટિ રાખી જવાબ આપ્યો. ‘પવનંજય આવ્યો નથી અને કદાચ ન પણ આવે.” પ્રહસિતની આંખો આંસુથી ઊભરાઈ.
હા, અમે અંજનાને શોધવા ગામ, નગરો, પર્વતો અને ખીણ ફરી વળ્યા, પરંતુ અંજના ન મળી. છેવટે મને અહીં મોકલી પવનંજય અંજનાને શોધવા જંગલમાં ભટકી..'
કેતુમતી રડી પડી. કરણ કલ્પાંત કરવા માંડી. રાજા અલ્લાદ પણ રુદન દાબી શક્યા નહિ. પણ, મારા પુત્રને એકલા મૂકી તું શા માટે આવ્યો? એનું જંગલમાં કોણ? એ ક્યાં જશે? તારે તો સાથે રહેવું હતું...” કેતુમતીએ પ્રહસિતને ઉપાલંભ આપવા માંડ્યા.
માતાજી, હર્વ રડવા કરતાં તો કામ કરવું જોઈએ.”
હવે શું કરું? હાથનાં કર્યા હૈયે વાગ્યાં. મેં પાપિણીએ એ નિરપરાધી બિચારી અંજનાને કલંકિત કરી કાઢી મૂકી. સતીને સંતાપ જન્માવ્યો એનું ફળ મને અહીં જ મળી ગયું. મારો પુત્ર ગયો.
સંતાપ ન કરો, હજુ પણ પવનંજય મળી શકે. આપણે અંજનાનો પત્તો લગાડવો જોઈએ. જે તત્કાળ અંજનાનો પત્તો નહિ મળે તો પવનંજય અગ્નિમાં પ્રવેશ કરશે.”
કેતુમતી મૂછિત થઈ ગઈ. રાજા પ્રલાદ બેબાકળા બની ગયા. રાજમહેલનાં સારો ય પરિવાર ભેગો થઈ ગયો. વયોવૃદ્ધ મહામંત્રી પણ આવી પહોંચ્યા. શોકના ઘેરા વાતાવરણમાં સહુ ઘેરાઈ ગયા.
આવી છે. આ સંસારની ઘટમાળ! ઈષ્ટના સંયોગમાં હર્ષ અને ઇષ્ટના
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૪
જૈન રામાયણ વિયોગમાં વિષાદ! સંસારમાં ક્ષણમાં ઈષ્ટ મળે ને ક્ષણમાં ઇષ્ટ ચાલ્યું જાય.. એટલે જીવ હર્ષ અને વિષાદમાં રીબાયા જ કરે. સંસારનો ત્યાગ આ માટે કરવાનો છે. સાધુ બનીને પણ પુરૂષાર્થ કરવાનો છે. ઈષ્ટ કે અનિષ્ટ સંયોગમાં આત્મા હર્ષ-વિષાદના ઇંદ્રમાં ફસાય નહિ. ઇષ્ટના સંયોગમાં રાચવાનું નહિ કે અનિષ્ટના સંયોગમાં રડવાનું નહિ.
પ્રહસિતે ગંભીર સ્વરે રાજા પ્રલાદને કહ્યું : “મહારાજા, હવે તાબડતોબ ચારેકોર સુભટોને મોકલી, અંજનાની શોધ કરાવવી જોઈએ અને પવનંજયની પણ ભાળ મેળવવી જોઈએ.'
રાજ્યના મંત્રીઓ, સેનાપતિઓ, મુખ્ય મુખ્ય ચર પુરુષો.. બધા જ હાજર હતી. રાજા મલ્લાદે મુખ્ય સેનાપતિને આજ્ઞા કરી :
“સેનાપતિજી, તમે વૈતાઢ્યની ઉત્તર શ્રેણીના એક-એક નગરમાં અંજનાની તપાસ કરો.”
પ્રહસિતે કહ્યું : “અને જે અંજના મળી જાય તો પાછા અહીં ન આવશો. પરંતુ સીધા જ વિમાનમાં તમે મહેન્દ્રનગરથી પાંચસો યોજન દૂર પૂર્વ દિશામાં જે વૈતાઢયની ગિરમાળા છે, ત્યાં આવશો, ત્યાં કદાચ અમારું મિલન થઈ જશે.”
મુખ્ય સેનાપતિને સેંકડો ચતુર સુભટો સાથે તરત જ રવાના કરીને, રાજા અલ્લાદે બીજા સેનાપતિને આજ્ઞા કરી :
“તમે દક્ષિણ દિશામાં જાઓ. દરેક ગામ, નગરમાં અંજનાની તપાસ કરો અને અમને આવી મળો.'
‘જેવી મહારાજાની આજ્ઞા.” સેનાપતિ મહારાજાને પ્રણામ કરી રવાના થયો. તેણે કેટલાક ચુનંદા રાજપુરુષોને લઈ પ્રયાણ કર્યું.
મહારાજા, એક સુભટને તત્કાળ મહેન્દ્રનગરમાં મોકલીને, રાજા મહેન્દ્રને પણ અંજનાની શોધ કરવા માટે કહેણ મોકલવું જોઈએ.” પ્રહસિતે કહ્યું :
“હા, એ વાત પણ સાચી છે.' એક સુભટને તરત જ મહેન્દ્રપુર રવાના કરવામાં આવ્યો.
હવે આપણે વિલંબ કર્યા વિના, પવનંજયને મળવું જોઈએ.” પ્રહસિત મહારાજાનું વિમાન તૈયાર કર્યું. રાજા પ્રસ્લાદ, કેતુમતી અને મહામંત્રીને વિમાનમાં બેસાડી, પ્રહસિતે તત્કાળ ત્યાંથી વિમાન ઉપાડયું. જોતજોતામાં તો પ્રહસિતે વિમાનને ત્યાં ઉતાર્યું કે જ્યાંથી પોતે પવનંજયથી છૂટો પડયો હતો.
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતીત્વનો વિજય
૨૪૫ માતાજી, અહીંથી હું અને પવનંજય વિખૂટા પડ્યા હતા, માટે હવે આટલામાં જ એની તપાસ કરવી જોઈએ. એ અહીંથી બહુ દૂર નહિ ગયો હોય.” કેતુમતી વિમાનમાં જ રાખી રાજા પ્રહલાદ, મહામંત્રી અને પ્રહસિતે આજુબાજુ તપાસ કરી. પરંતુ ત્યાં પવનંજયનો ભેટો ન થયો. ત્રણેય ભેગાં થયાં. હવે કઈ બાજુ તપાસ કરવી, તેનો વિચાર કરવા લાગ્યા ત્યાં જ મહામંત્રીની દૃષ્ટિ એક બાજુ પડી અને મહામંત્રી ચમકી ઊઠ્યા, “આ પગલાં પવનંજયનાં જ છે!” પ્રહસતે તપાસ કરી તો એને પણ એ પગલાં પવનંજયનાં જ લાગ્યાં. પ્રાદને વિમાન લઈ પોતાની પાછળ પાછળ ઉડ્ડયન કરવાનું કહીં, પ્રહસિત અને મહામંત્રી પગલે પગલે આગળ વધવા લાગ્યા. પગલાં વધુ ને વધુ સ્પષ્ટ થતાં હતાં. ચાર-પાંચ કલાક સુધી સતત ચાલતાં ચાલતાં તેઓ “ભૂતવન'ના નાકે આવી લાગ્યા. બસ, અહીંથી પગલાં દેખાવાં બંધ થઈ ગયાં! અને વનમાં પ્રવેશવું એમને ઠીક ન લાગ્યું. પ્રસ્સાદનું વિમાન પણ ત્યાં આવી પહોંચ્યું. વિમાન નીચે ઉતારી અલ્લાદે પૂછ્યું :
કેમ? હવે કઈ બાજુ પગલાં દેખાય છે?'
હવે પગલાં દેખાતાં નથી. પરંતુ એમ લાગે છે કે તેમણે આ ભયાનક વનમાં જ પ્રવેશ કરેલો હોવો જોઈએ.' 'તો આપણે અંદર જઈને તપાસીએ.”
એમાં આપણી કાર્યસિદ્ધિ થવામાં સંશય છે. કારણ કે આ વન અતિ ભયાનક ગણાય છે. પવનંજય કઈ બાજુ ગયો હોય અને આપણે કોઈ જુદી જ દિશામાં પહોંચી જઈએ તો?'
સહુ વિચારમાં પડી ગયા. થોડીક ક્ષણો વિચારી લઈ પ્રહસિતે કહ્યું : ‘આપણે ધીમે ધીમે અને વનમાં જોઈ શકાય એટલી ઊંચાઈએ વિમાનનું ઉયન કરવું જોઈએ. એ રીતે આપણે આખા વનમાં તપાસ કરી શકીશું.'
હા, એ વાત બરાબર છે.' મહામંત્રીએ પ્રસિતની વાતને આવકારી. પ્રહસિતે વિમાનને તૈયાર કર્યું. સૌ વિમાનમાં બેસી ગયા અને વિમાન ભૂવન” ઉપર ગતિશીલ બન્યું.
મુખ્ય સેનાપતિએ ઉત્તર શ્રેણીના એકે-એક ગામ-નગરને ખૂબ જ ચીવટથી તપાસવા માંડ્યા અને દરેક નગરમાં સેનાપતિને એવા ચતુર પુરુષો પણ મળવા લાગ્યા. તેથી તપાસ ખૂબ જ ઝડપથી અને કુનેહથી થવા માંડી. કલાકો પછી કલાકો વીતવા લાગ્યા... દિવસ પછી રાત્રિ અને રાત્રિ પછી
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૬
જૈન રામાયણ દિવસ વીતવા લાગ્યા.. સેનાપતિની ધીરજ ખૂટવા લાગી. એણે પોતાની તમામ શક્તિથી, તમામ બુદ્ધિથી આગળ વધવા માંડયું... સુભટો પણ પૂરા જુસ્સાથી આગળ ને આગળ વધવા લાગ્યા, ત્યાં તેઓ સૂર્યપુરનગરમાં આવી પહોંચ્યા.
નગરને સીમાડે સેનાપતિએ વિમાનને નીચે ઉતાર્યું. સુભટોને ગુપ્તવશે તેણે નગરમાં રવાના કર્યા, અને પોતે પણ વેશનું પરિવર્તન કરી નગરમાં દાખલ થયો.
એક પછી એક રાજમાર્ગ વટાવતો સેનાપતિ નગરની મધ્યમાં આવી પહોંચ્યો. ત્યાં તેણે એક દુકાનમાં પાંચ-છ માણસોને મોટા અવાજે વાતો કરતા સાંભળ્યા. તે દુકાનની બાજુમાં ઊભો રહી ગયો.
જ્યારથી હનપુરના રાજા માનસવેગને ત્યાં એની ભાણેજ આવી છે. ત્યારથી દિન પ્રતિદિન એનું રાજ્ય વધતું જ જાય છે!” એક વૃદ્ધ દેખાતો પુરુષ બોલ્યો.
ભાઈ, પુણ્યશાળી આત્માનાં ઘરમાં પગલાં થાય એટલે સુખ અને સંપત્તિ વધે જ.'
વળી તમે સાંભળ્યું?” એક વેપારીએ પૂછયું.
‘એની ભાણેજનો પુત્ર હજુ તો નાનો છે, ત્યાં તો આખા નગરમાં પ્રિય થઈ પડ્યો છે. કહે છે કે એ એક વખત વિમાનમાંથી પડી ગયો હતો, એને તો ન વાગ્યું પણ પર્વતના ચૂરા થઈ ગયા!”
પણ મને તો તમારી વાત સમજાતી નથી.' એક મૌન બેઠેલો વેપારી બોલ્યો.
“કેમ?' ‘તમે કહો છો કે માનસવેગની ભાણેજ પુણ્યશાળી છે, પરંતુ સાથે સાથે મેં સાંભળ્યું છે કે એને એના પતિએ કાઢી મૂકી છે! પુણ્યશાળીને પતિ કાઢી મૂકે ખરા?'
અરે ભાઈ, તમે અડધું સાંભળ્યું છે. એના પતિએ કાઢી મૂકી નથી, પરંતુ એની સાસુએ કાઢી મૂકી છે. મારી પુત્રી હનુપુર ગઈ હતી; તે બરાબર વાત સાંભળી હતી. તેણે મને કહ્યું છે.'
ગમે તેણે કાઢી મૂકી હોય, પરંતુ પુણ્યશાળીને કોઈ કાઢી મૂકે ખરા?' પેલા
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતીત્વનો વિજય
૨૪૭
વેપારીએ ગહન પ્રશ્ન પૂછ્યો. સૌ વિચારમાં પડી ગયા. ત્યાં દુકાનની અંદર બેઠેલો એક યુવાન બહાર આવ્યો અને વેપારીઓની જોડે બેઠો.
‘મામા, શું પુણ્યશાળી આત્માને દુઃખ જ ન આવે? આ સંસારમાં પુણ્યશાળી આત્મા પર પણ ક્યારેક દુઃખના ડુંગરા તૂટી પડતા હોય છે.'
‘તો પછી એને પુણ્યશાળી ન કહેવાય ને?’
‘તમે પુણ્યશાળીની વ્યાખ્યા શું કરો છે? લોકો જેની વાહવાહ કરે, જેની પાસે ધન-સંપત્તિ હોય, તે જ પુણ્યશાળી?'
‘હાસ્તો!'
ના, જૈનધર્મમાં એને જ પુણ્યશાળી નથી કહેવામાં આવતો. જેની પાસે જ્ઞાનવૃષ્ટિ છે, જેની પાસે ક્ષમા-નમ્રતા છે, જેના હૈયામાં પરમાત્મા વસે છે, તે પુણ્યશાળી છે!' યુવાને પુણ્યશાળીની સુંદર વ્યાખ્યા રજૂ કરી.
‘આવા આત્માને દુઃખ આવે ખરાં?' મામાએ ભાણેજને પૂછ્યું.
‘હા, પૂર્વભવોનાં પાપના ઉદયથી દુઃખ આવે છતાં એ પુણ્યશાળી આત્મા અને દુઃખ ન માને અને સમતાપૂર્વક સહન કરે. તો તેનાં દુઃખ દૂર થઈ જાય છે અને સુખ મળે છે.'
સેનાપતિ વેપારીઓની વાતો સાંભળીને આનંદથી પુલિંકેત બની ગયો. એને અંજનાનો પત્તો લાગી ગયો! વપારીઓની વાતમાંથી એને અંજનાની ભાળ થઈ ગઇ! તરત જ તે ગામની બહાર આવી ગયો. બીજા જે સુભટો તપાસ કરવા ગયા હતા, તે પણ આવી ગયા હતા. સહુએ સેનાપતિને આજે હસતો જોયો! ‘પ્યારા સુભો! આપણું કાર્ય સિદ્ધ થઈ ગયું છે. અંજનાનો પત્તો લાગી ગયો છે!’ સેનાપતિએ કહ્યું.
'હેં? ક્યાં છે મહાસતીજી?' સુભટો આશ્ચર્ય અને આનંદથી નાચી ઊઠ્યા. ‘આપણે અહીંથી હનુપુર નગરમાં જવાનું છે. ત્યાં અંજના અને અંજનાનો પુત્ર ક્ષેમકુશળ છે!’
‘અંજના સતીનો જય હો!' સુભોએ જયજયકાર કર્યો.
સૌ વિમાનમાં ગોઠવાઈ ગયા. સેનાપતિએ વિમાનને ગતિ આપી. થોડાક સમયમાં જ હનુપુરનાં ગગનચુંબી જિનમંદિરો નજરે પડવા લાગ્યાં. સેનાપતિએ નગરના સીમાડામાં વિમાન નીચે ઉતાર્યુ અને ઝડપથી સુભટો સાથે તેણે નગરમાં પ્રવેશ કર્યો. નગરની અપૂર્વ રચના અને શોભા જોઈ, સેનાપતિ ખુશ
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૨૪૮
થઈ ગયો. રાજમાર્ગો વટાવતા તેઓ રાજમહાલયના દ્વારે આવી પહોંચ્યા. દ્વાર પર સશસ્ત્ર સૈનિકો પહેરો ભરી રહ્યા હતા. સેનાપતિ ત્યાં ઊભો રહી ગયો. દ્વાર૨ક્ષકને તેણે કહ્યું :
‘અમારે મહારાજા માનસવેગને મળવું છે.'
‘આપનો શુભ પરિચય શું છે?' દ્વારપાલે પૂછ્યું.
‘અમે આદિત્યપુરથી આવ્યા છીએ. રાજા પ્રહ્લાદનો સંદેશો લઈને આવ્યા છીએ.’
એક દ્વાર૨ક્ષક રાજમંદિરમાં ગયો. મહારાજા માનસવેગની પાસે પહોંચ્યો અને પ્રણામ કરીને નિવેદન કર્યું.
‘આદિત્યપુરથી મહારાજા પ્રહ્લાદના માણસો આપને મળવા આતુર છે.’ તેમને તરત અંદર આવવા દો.' માનસવેગના ચિત્તમાં અનેક વિચારા ઊભરાયા. તેણે દાસીને મોકલી અંજનાને સમાચાર આપ્યા. બીજી બાજુ સેનાપતિએ ખંડમાં પ્રવેશ કર્યો.
‘મહારાજા માનસવેગનો જય હો.’ સેનાપતિએ માનસવેગને પ્રણામ કર્યા. માનસર્વેગે ઊભા થઈને, સેનાપતિનું હર્ષથી સ્વાગત કર્યું. સેનાપતિને બેસવા માટે આસન આપ્યું. ત્યાં વસંતતિલકા સાથે અંજના પણ આવી પહોંચી. પાછળ દોડતો હનુમાન પણ આવી પહોંચ્યો. અંજનાને જોતાં જ સનાપતિ ઊભો થઈ ગયો અને હાથ જોડીને વંદના કરી.
‘તમારું કુશળ હો...' અંજનાએ આશીર્વાદ આપી, યોગ્ય જગાએ આસન લીધું. હનુમાન અંજનાના ઉત્સંગમાં ગોઠવાઈ ગયો. તે આગંતુક સેનાપતિની સામે ધારીધારીને જોઈ રહ્યો.
‘કેમ આદિત્યપુરમાં સહુ કુશળ તો છે ને?' માનસવેગે પૂછ્યું. પ્રત્યુત્તરમાં સેનાપતિની આંખમાંથી આંસુ સરી પડ્યાં. તેના ગળે ડૂમો ભરાઈ ગયો. યુદ્ધભૂમિ પર શત્રુઓ પર સિંહની જેમ ત્રાટકનાર સેનાપતિ... એનું વજ્ર જેવું હૃદય પણ દ્રવી ઊઠ્યું. અંજનાને જોઈને તે રડી પડ્યો.
‘મહાનુભાવ! કેમ આમ? સહુ કુશળ તો છે ને?’ માનસવેગે પુનઃ પૂછ્યું. અંજનાનું હૃદય ધબકી ઊઠ્યું.
‘મહારાજા, આદિત્યપુર આજે શોકના અંધકારમાં ડૂબી ગયું છે. જ્યારથી મહાસતીને કલંકિત કરી, કાઢી મુકવામાં આવ્યાં ત્યારથી આદિત્યપુરની પ્રજા અશાંત બની ગઈ છે.’
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૯
સતીત્વનો વિજય 'શું પવનંજય લંકાથી પાછા આવી ગયા?”
હા જી, હું પણ યુદ્ધયાત્રામાં તેમની સાથે જ હતો. અમે પાછા આવ્યા પછી પવનંજય સતીના મહેલમાં ગયા. પરંતુ મહેલમાં કોણ મળે? તેમણે સતી પ્રત્યે થયેલ ઘોર અન્યાયને સાંભળ્યો. તે ફફડી ઊઠ્યા અને પ્રહસિતની સાથે તેઓ ઘરેથી નીકળી ગયા, દેવીને શોધતા તેઓ ગામો-નગરો, પર્વતો-ગુફાઓ, ખીણો ફેંદી વળ્યાં, પરંતુ દેવી ન મળ્યાં. પ્રહસિતને તેમણે આદિત્યપુર મોકલ્યો. પણ...”
પછી શું થયું?' અંજના બેબાકળી બની ગઈ.
પ્રહસિતની સાથે તેમણે સંદેશ મોકલ્યો...' સેનાપતિનો શ્વાસ ભરાઈ ગયો. અંજનાનો જીવ અધ્ધર થઈ ગયો. - “હજુ અંજનાને શોધવા જંગલોમાં ભટકીશ.. છતાં જો અંજના નહિ મળે તો...” ‘તો?' અંજનાની આંખો ભયથી પહોળી થઈ ગઈ.
‘તો હું અગ્નિમાં...' સેનાપતિ વાક્ય પૂરું કરે ત્યાં અંજના મોટા અવાજે રડી પડી, તે મૂચ્છ ખાઈને ઢળી પડી. નાનકડો હનુમાન સૂનમૂન બની ગયો. માતાને રડતી જઈ તે પણ રડી પડ્યો અને અંજનાને વળગી પડ્યો. દાસદાસીઓ અને આખું રાજ કુટુંબ ભેગું થઈ ગયું. શીતલ પાણીનો છંટકાવ કરી, અંજનાને ભાનમાં લાવવામાં આવી, પરંતુ અંજનાની આંખમાંથી તો શ્રાવણ ને ભાદરવો વરસી રહ્યો. તેણે કરુણ કલ્પાંત કરવા માંડ્યો.
પતિવ્રતા સ્ત્રીઓ તો પતિના વિરહથી અગ્નિમાં પ્રવેશે. પતિ વિના સ્ત્રીને જીવન અસાર લાગે છે, પરંતુ આપના જેવા મહાપુરુષને ક્યાં સ્ત્રીઓની ખોટ છે? મારા જેવી તો હજારો સ્ત્રીઓ તમને મળી શકે. પુરુષને પ્રેયસીનો વિરહ તો ક્ષણિક હોય, છતાં આપ અગ્નિપ્રવેશ શા માટે કરો? અહો.. મને ધિક્કાર હો... કે આપના ચિરવિયોગમાં પણ હું જીવી રહી છું. આપનામાં ને મારામાં કેટલું અંતર? આપ મહાન સાત્ત્વિક છો. હું કાયર, નિ:સત્ત્વ છું, આપ રત્ન છો અને હું કાચતુલ્ય છું. દોષ આપનો નથી, દોષ સાસુનો પણ નથી, દોષ માતાપિતાને પણ નથી... દોષ તો મારા જ કમભાગ્યનો છે.”
અંજના, હવે વિલાપ કરવાનો સમય નથી. હવે તો તત્કાલ આપણે પવનંજયને શોધી કાઢવા જોઈએ.” માનસંગે અંજનાને શાંત પાડી.
‘હા, જી. આપણે હવે વિલંબ કર્યા વિના અહીંથી નીકળી જવું જોઈએ.” સેનાપતિએ કહ્યું.
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૫૦
જૈન રામાયણ
‘પરંતુ આપણે ક્યાં...'
‘આપ એની ચિંતા ન કરો. પ્રહસિતે મને નિશાની આપેલી છે; આપણે ત્યાં પહોંચવાનું છે. પછી આપણે જોઈ લઈશું.'
‘બસ, ત્યારે હવે અમે તૈયારી કરી લઈએ. અંજના, ચાલો તમે બધાં તૈયાર થઈ જાઓ.'
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માનસવેગનું વિમાન તૈયાર થઈ ગયું. અંજના, હનુમાન, વસંતતિલકા, માનસવેગ, અંજનાની મામીઓ... વગેરે વિમાનમાં ગોઠવાઈ ગયાં. સેનાપતિએ પણ પોતાનું વિમાન સજ્જ કરીને પ્રયાણ આરંભ્યું. બંને વિમાનો વૈતાઢચ પર્વતની ગિરિમાળાઓ પરથી ઊડવા લાગ્યાં. સેનાપતિનું વિમાન આગળ હતું અને માનસવેગનું વિમાન પાછળ હતું.
પ્રસિત ભૂતવન ઉપર પૂરી ચોકસાઈથી વિમાન ચલાવી રહ્યો હતો. રાજા પ્રહ્લાદ અને મહામંત્રી એટલી જ ચીવટથી ભૂતવનમાં દૃષ્ટિ માંડીને પવનંજયને શોધી રહ્યા હતા. એક ચક્કર લગાવ્યું, બીજું લગાવ્યું, ત્રીજું લગાવ્યું, પરંતુ કોઈ પત્તો ન લાગ્યો. ત્યાં મહામંત્રીએ કહ્યું :
‘વિમાનને વનમાં જ જો કોઈ જગા દેખાય તો ત્યાં ઉતારો.'
‘પણ, જરા રાહ જુઓ, આપણે ઉત્તર તરફ હજુ ગયા જ નથી, એ બાજુએ જઈ આવીએ પછી યોગ્ય સ્થળે વિમાનને ઉતારીએ.' પ્રહસિત બોલ્યો.
વિમાન ઉત્તર તરફ વળ્યું. થોડુંક આગળ વધ્યું, ત્યાં તેમના કાને અવાજ અથડાયો.
‘પ્રહસિત, વિમાન થંભાવી દે, કોઈ અવાજ સંભળાઈ રહ્યો છું.' પ્રહ્લાદ રાજાએ વિમાન થોભાવવા આજ્ઞા કરી અને કઈ બાજુએથી અવાજ આવે છે, તે વિચારવા લાગ્યા. અવાજ નજીકમાંથી જ આવતો લાગ્યો... શાંત વાતાવરણમાં શબ્દો, પણ સ્પષ્ટ સંભળાઈ રહ્યા હતા.
‘હે વનદેવતા! આપ મારી હૃદયવ્યથા સાંભળો. હું વિદ્યાધર રાજા પ્રહ્લાદનો પવનંજય નામે પુત્ર છું. મહાસતી અંજના મારી પત્ની છે. તે નિર્દોષ હોવા છતાં મેં દુષ્ટબુદ્ધિથી લગ્ન થતાં જ એનો ત્યાગ કર્યો. તેને દુઃખના દાવાનળમાં ફેંકી. એનો તિરસ્કાર કરી અવગણના કરી હું યુદ્ધયાત્રામાં ચાલ્યો. પરંતુ દૈવવશાત્ માનસરોવરના તીરે મને મારી ભૂલ સમજાઈ અને એ રાત્રે છૂપી રીતે મિત્ર પ્રહસતને લઈ, હું અંજનાના મહેલે આવ્યો. મેં રાત ત્યાં પસાર
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતીત્વનો વિજય
૨૫૧
કરી, સ્વૈરપણે એની સાથે ભાગ-૨મણ કરી, પ્રભાતે એને મારા આગમનના ચિહ્ન તરીકે મુદ્રિકા આપી... માતાપિતાને જાણ કર્યાં વિના જ હું પાછો યુદ્ધયાત્રાએ ચાલ્યો ગયો.
‘હે વનદેવતા! એ સતી ગર્ભવતી બની. મારી માતાએ તેને કલંકેત માની કાઢી મૂકી. મારી ગંભીર ભૂલના પરિણામે એ સતી પુનઃ દુ:ખના ખાડામાં ધકેલાઈ ગઈ, મારી અજ્ઞાનતાએ, મારી અવિચારિતાના કારણે એ નિર્દોષ સતી દારુણ દશાને પામી. મેં એને પૃથ્વીના ખૂણે ખૂણે શોધી. છતાં એ ન મળી, ક્યાંથી મળે? સમુદ્રમાં પડી ગયેલું રત્ન હાથ ક્યાંથી લાગે? હવે જીવતા રહીને એના વિરહનું દુ:ખ મારાથી સહન થઈ શકે તેમ નથી, માટે હું મારા દેહને અગ્નિમાં હોમી દઉં છું...
‘હે વનદેવતા! જો એ મારી પ્રિયા તમને જોવા મળે તો તેને કહેજો- ‘તારા વિયોગથી પીડાતો તારો પતિ, અગ્નિમાં હોમાઈ ગયો છે...’
ચિત્તમાં શ્રી નવકાર મંત્રનું સ્મરણ કરી, ભડભડ સળગી ઊઠેલી કાષ્ઠની ચિતામાં કૂદી પડવા, તેણે કૂદકો માર્યો... પણ...
વિમાનમાંથી રાજા પ્રહ્લાદ વીજળીવેગે નીચે ઊતરી આવ્યા અને આકાશમાં જ પવનંજયને પાછળથી બાથમાં જકડી લીધો. પવનંજયે છૂટવા ઘણો પ્રયત્ન કર્યો, તે ધૂંધવાઈ ઊઠ્યો.
કોણ છે આ વિઘ્ન કરનાર? પ્રિયના વિયોગથી પીડાતા મને અગ્નિમાં ખાખ થઈ જવા દો, મારા માર્ગમાં આડે ન આવો,
‘બીજું કોઈ નથી વત્સ, તારો પાપી પિતા છું...' આંખમાંથી ચોધાર આંસુએ રડતા પ્રહ્લાદે પવનંજયને કહ્યું.
‘વત્સ, ક્ષમા કર. નિર્દોષ પુત્રવધૂ પ્રત્યે મેં જે ઉપેક્ષા કરી, તે મારું પાપ ધોવાઇ શકે એવું નથી. એ અવિચારી સાહસ તારી માતાએ કર્યું છે... તું એવું સાહસ ન કર. તું ધીર છે તો હવે સ્થિર બન.’ પ્રલ્લાદે પવનંજયને સમજાવવા પ્રયત્ન કરવા માંડ્યાં. કેતુમતી પણ ધ્રુસકે ધ્રુસકે રડતી, પવનંજયને અગ્નિમાં ન પડવા માટે વીનવવા લાગી. પ્રસિત અને મહામંત્રી આકાશમાં જ વિમાનને ઘુમાવતા, મોકલેલા સેનાપતિઓની રાહ જોવા લાગ્યા. ચારેય દિશાઓમાં દૂર દૂર દિષ્ટ નાંખવા લાગ્યા.
ત્યાં જ સેનાપતિ અને માનસવેગનાં વિમાનો તીવ્ર ગતિથી આવી રહેલાં નજરે પડ્યાં. પ્રહસિતનું હૃદય નાચી ઊઠ્યું. તેણે બૂમ પાડી.
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૨
જેન રામાયણ મહારાજા પ્રસ્લાદના જય હો! મહાસતીને લઈને સેનાપતિ આવી રહ્યા છે!” પ્રહસિત પોતાના વિમાનને આવતાં વિમાનની દિશામાં વાળ્યું અને આદિપુરનો ધ્વજ લહેરાવી દીધો. સામેથી સનાપતિએ પણ ધ્વજ લહેરાવ્યો! સુભટોએ જયજયકારથી ભૂતવનને ગજવી મુક્ય. વિમાન નજીકમાં આવી ગયાં. પ્રહસિત માનસવેગના વિમાનની પાસે જઈ અંજના અને હનુમાનને સુખરૂપ જોઈ, મહાન હર્ષ અનુભવ્યો. વિમાનને આગળ કરી, પ્રહસિત સહુને
જ્યાં ચિતાના ભડકા થઈ રહ્યા હતા ત્યાં લઈ આવ્યો. વિમાનને યોગ્ય જગાએ ઉતારી, સહુ ઝડપથી પવનંજયની પાસે આવી પહોંચ્યાં. માનવેગે અને અંજનાએ રાજા અલ્લાદનાં ચરણોમાં પ્રણામ કર્યા. - અલ્લાદની આંખોમાંથી હર્ષના આંસુ ટપકી પડ્યાં. તે માનવંગને ભેટી પડ્યો. નાનકડા હનુમાનને તેડી લઈ, પોતાના ઉસંગમાં જકડી લીધો. કેતુમતી અંજનાની સામે જોઈ રડી પડી.
બેટી, મને ક્ષમા કર..' કેતુમતી અંજનાના પગમાં પડવા ગઈ ત્યાં તો અંજનાએ બે હાથે કેતુમતીને પકડી લીધી.
માતાજી! આપનો કોઈ દોષ નથી. દીપ મારા દુર્ભાગ્યના જ છે,' અંજનાએ કેતુમતીની વ્યથાને હળવી કરી; અને પવનંજયને અંજલિ જાડી પ્રણામ કર્યા.
પ્રહસિતનું હૃદય પ્રસન્ન બની ગયું. તે એક બાજુ ઊભાં ઊભો પવજયઅંજનાને જોઈ રહ્યો. તેની કલ્પનાસૃષ્ટિમાં એ બંનેના જીવનના ભૂતકાળના પ્રસંગો તરવરવા લાગ્યા. સંસારની અસારતા સમજવા માટે આનાથી બીજું કયું ઉમદા દષ્ટાંત મળી શકે?
રાજન! તમે ખરેખર મારા કુટુંબને દુ:ખના દરિયામાં પડતું ઉગારી લીધું..” અલ્લાદે માનસવેગન ગળગળા સ્વરે આભાર માન્યો ,
મહારાજા, હું તો નિમિત્ત માત્ર છે. બાકી તો અંજનાનું પુણ્યબળ જ એના સહારે આવ્યું છે.” માનસવેગે નમ્રતાપૂર્વક કહ્યું.
તમે મારા સર્વ સંબંધીઓમાં શ્રેષ્ઠ બન્યા છો. તમે જ મારા સાચા બંધુ છો. મારા વંશની પરંપરાના આધારભૂત મારી પુત્રવધૂનું રક્ષણ કરી મારા સમગ્ર કુળના ઉપકારી બન્યા છે.' અલ્લાદે માનસવંગની પુનઃ પુનઃ પ્રશંસા કરી.
હા, અને જો એમણે મારી પુત્રવધૂનું રક્ષણ ન કર્યું હોત તો અને એ ન મળી હોત તો હું પણ જીવી ન શકત.' કેતુમતીએ કહ્યું કે,મતી તો હનુમાનને, પોતાના ઉસંગમાં લઈને રાજી રાજી થઈ ગઈ. પૌત્રનું અનુપમ રૂપ-લાવણ્ય જોઈને, અને પૌત્રની કાલી ઘેલી વાણી સાંભળીને કેતુમતી હર્ષઘેલી થઈ ગઈ.
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતીત્વનો વિજય
૨૫૩ મહારાજા પ્રાદે સેનાપતિને આજ્ઞા કરી : ‘સેનાપતિજી! અહીં ભવ્ય મહોત્સવ ઉજવવાની તૈયારી કરો.”
જેવી મહારાજાની આજ્ઞા!' સેનાપતિએ પ્રહલાદને પ્રણામ કર્યા અને વિદ્યાશક્તિથી તત્કાલ ભવ્ય ઉદ્યાનની રચના કરી દીધી. રમણીય જિનમંદિર બનાવી દીધું. ભૂતવનને થોડાક કાળ માટે જિનેન્દ્રવન બનાવી દીધું! સુંદર પ્રાસાદો પણ ઊભા કરી દીધા.
બીજી બાજુ બે સુભટોને તાબડતોબ મહેન્દ્રનગર રવાના કર્યા અને રાજા મહેન્દ્રને પરિવાર સહિત તેડી લાવવા આજ્ઞા કરી. સુભટો વિમાનમાં મહેન્દ્રપુર પહોંચ્યા અને રાજા મહેન્દ્રને શુભ સમાચાર આપ્યા. મહેન્દ્ર સમગ્ર પરિવાર સાથે બે સુભટોની જોડે ભૂતવનમાં આવી પહોંચ્યો.
સ સ્વજનો મળ્યા. આનંદની અવધિ ન રહી. ઊભરાઈ રહેલા આનંદને જિનભક્તિમાં જોડી દીધો. ગીત-નૃત્ય અને અનેક પ્રકારની પૂજનસામગ્રીથી પરમાત્મા જિનેશ્વરદેવની ભક્તિ કરી. મહોત્સવની પૂર્ણાહુતિમાં સૌએ પ્રીતિભોજન કર્યો અને પોતપોતાના નગરે પવનંજય, અંજના, હનુમાનને લઈને જવા આગ્રહ કરવા માંડયાં. ત્યાં માનસર્ગ સહુને પ્રાર્થના કરી :
અહીંથી કોઈને છૂટા પડવાનું નથી. અહીંથી સહુએ હનુપુર પધારવાનું છે. મારી આપ સૌને પ્રાર્થના છે. ત્યાંથી પાછી આપ આપનાં નગરોમાં જઈ શકશો.”
માનસવેગના વચનને કોણ ઉલ્લંઘી શકે એમ હતું! પ્રસ્તાદ અને મહેન્દ્ર બંને રાજાઓ માનસવેગના ઉપકાર નીચે દબાયેલા હતા. સહુ કબૂલ થયા. ઉપકારીના મહાન ઉપકારની કદરદાની જે મનુષ્યમાં ન હોય તો તે મનુષ્ય જ ન કહેવાય.
વિમાનો તૈયાર થયાં. સૌ પોતપોતાના વિમાનમાં ગોઠવાઈ ગયા. સૌથી આગળ પ્રસિતનું વિમાન પવનંજય, અંજના, હનુમાન અને વસંતતિલકાને લઈને આકાશમાર્ગે ગતિશીલ બન્યું. તેની પાછળ મલ્લાદ અને મહેન્દ્રનાં વિમાનો ઉડ્યાં. સૌની પાછળ સેનાપતિનું વિમાન ઊડવા લાગ્યું.
0
0
0
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૮. હનુમાન યુદ્ધની વાટે...
કયા મનુષ્યના જીવનમાં મૂંઝવણ નથી આવી? કયા જીવને જીવતરમાં વિપ્નો નથી પડ્યા? સંસારવાસી હો યા સંસારત્યાગી હો, જ્યાં સુધી આત્મા દેહધારી છે ત્યાં સુધી બાહ્ય-આંતરિક વિદનો તેના જીવન પર પ્રહાર કરતાં રહે છે. સત્ત્વહીન મનુષ્ય એ વિઘ્નોનો બલિ બની જાય છે, જ્યારે સત્ત્વસભર મનુષ્ય એ વિક્નોને પગ તળે કચડી નાખી, આગળ ધપતો રહે છે.
ગુણિયલ આત્મા પર પણ જગત પ્રહારો કરે છે અને દુર્જન આત્મા પર પણ જગત પ્રહારો કરે છે. અંજના જેવી મહાસતી પર આપત્તિઓ પડવામાં કંઈ કમી ન રહી, પરંતુ મહાસતી ધીરતા ને વીરતાથી આપત્તિઓના ઝંઝાવાતમાં નિશ્ચળ રહી. ઝંઝાવાત શમી ગયો... તેને પુનઃ સ્વસ્થતા અને પ્રસન્નતા પ્રાપ્ત થઈ.
સહુ હનુપુરનગરમાં આવી પહોંચ્યાં. રાજા માનસવેગે સારા ય નગરમાં મહોત્સવ જાહેર કર્યો. આઠ દિવસ સુધી વિદ્યાધરોએ જિનમંદિરોમાં ભિન્ન ભિન્ન પ્રકારે પ્રભુભક્તિ કરી. માનસવેગે છૂટે હાથે દાન દીધાં. હજુપુરની શેરીએ શેરીએ નાર્યારંભો યોજાયા. અંજના-પવનંજયના ઘેરઘેર ગુણ ગવાયા.
પ્રલ્લાદે અને મહેન્દ્ર જવા માટે અનુજ્ઞા માંગી. માનસવેગે વધુ રોકાવા માટે આગ્રહ કર્યો, પરંતુ બંને રાજાઓ પોતપોતાનાં રાજ્ય સૂનાં મૂકીને આવ્યા હતા, ગયા વિના ચાલે એમ ન હતું. માનસવેગે જવાની અનુજ્ઞા આપી. પ્રલાદે પવનંજય, અંજનાઅને હનુમાનને આદિત્યપુર આવવા કહ્યું. પરંતુ પવનંજયની ઇચ્છા હવે આદિત્યપુર જવાની ન હતી. એવી રીતે અંજના તથા હનુમાનને આદિત્યપુર મોકલવા માટે માનસવેગ પણ રાજી ન હતા. પ્રલ્લાદ અને તુમએ ઘણો આગ્રહ કર્યો, પરંતુ માનસવેગનું મન ન માન્યુ.
પિતાજી, આપ એમ ન ધારશો કે આપના પ્રત્યે અમને રોષ છે. પરંતુ અંજન-હનુમાનને અહીં ફાવી ગયું છે, તેમ જ મામાજી પણ અમને મોકલવા રાજી નથી. વળી આદિત્યપુર પ્રસંગે આવવામાં ય ક્યાં વિલંબ થવાનો છે?' પવનંજયે અલ્લાદને કહ્યું.
પ્રસ્લાદની આંખમાં આંસુ ભરાયાં. તેના વયોવૃદ્ધ મુખ પર દુઃખની રેખાઓ ઊપસી આવી.
એ તો નિશ્ચિત થઈ ચૂક્યું હતું કે અંજના નિષ્કલંક હોવા છતાં કેતુમતીએ તેને કલંકિત કરી હતી. તેમાં રાજા પ્રલાદે પણ સાથ આપ્યો હતો. જાણે કે
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાન યુદ્ધની વાટે..
૨૫૫ પોતાના ગુનાની સજા અત્યારે થતી હોય એમ અલ્લાદને લાગ્યું. પવનંજય, અંજના અને હનુમાનને લીધા વિના આદિત્યપુરમાં જવું, એ પણ એક શરમજનક પરિસ્થિતિ હતી, કેતુમતીએ પવનંજયને સમજાવ્યો, પરંતુ પવનંજયે તો સ્પષ્ટ વાત કરી.
માતા, મારો એવો આગ્રહ નથી કે અહીંયાં જ રહેવું. અંજનાનું દિલ માનતું હોય તો મને ત્યાં આવવામાં કોઈ દુઃખ નથી, હું તો રાજી છું.”
“રાજન, તમે આગ્રહ ન કરો. અંજના અને હનુમાન સાથે આખું હનુપુર હળી-મળી ગયું છે. હું કદાચ તેમને જવાની રજા આપીશ, પરંતુ અંજનાની મામીઓ, બહેનો અને નગરજનો નહિ જ આવવા દે.' માનસવેગે પ્રલાદને પ્રાર્થનાપૂર્વક કહ્યું.
વળી, જે ક્ષણે આપ અમને બોલાવશો ત્યારે અમે ત્યાં હાજર થઈશું. હનુમાનને આદિત્યપુર બતાવવું તો પડશે ને!” પવનંજયે નાના હનુમાનની સામે જોયું. પ્રસ્લાદે હનુમાનને તેડી લીધો અને છાતી સરસો ચાંપ્યો.
દાદાજી, તમે ક્યાં જાઓ છો!” હનુમાને પ્રલાદનું મુખ પકડીને પૂછયું. હનુમાનના સાકરના ટુકડા જેવા શબ્દો સાંભળીને અલ્લાદનું હૈયું હર્ષથી નાચી ઊઠયું.
તારા ઘેર જઈએ છીએ!” અલ્લાદે હનુમાનના પ્રશ્નનો જવાબ આપ્યો. “મારું ઘર તો આ છે!' હનુમાને પવનંજયની સામે જોયું. પ્રસ્તાદ શું જવાબ આપે? સેનાપતિએ ખંડમાં પ્રવેશ કર્યો. પ્રણામ કરીને કહ્યું : મહારાજા, વિમાનો તૈયાર થઈ ગયાં છે.” “હા, અમે તૈયાર જ છીએ,' રાજા મહેન્દ્રની સાથે પ્રલાદ બહાર નીકળ્યા. પોતપોતાના પરિવાર સાથે રાજાઓ વિમાનમાં પ્રવેશ્યા. પવનંજયે અને અંજનાએ અલ્લાદનાં ચરણોમાં નમસ્કાર કર્યા પછી કેતુમતીનાં ચરણોમાં પણ નમસ્કાર કર્યા. બંનેએ આશીર્વાદ આપ્યા. હનુમાનને સારી રીતે શિક્ષણ આપવા વગેરેની મીઠી શિખામણ આપી, પ્રલાદે વિમાનને ગતિ આપી.
રાજા મહેન્દ્રને પણ પવનંજયે પ્રણામ કર્યા. અંજનાએ પિતાનાં ચરણોમાં નમસ્કાર કર્યા અને વિમાન આકાશમાર્ગે ચાલતું થયું.
સહુને વળાવી માનસવેગ પવનંજયનો હાથ પકડી, પોતાના મંત્રણાખંડમાં ગયો. પવનંજયને પોતાની બાજુમાં જ બેસાડી માનસવેગે કહ્યું :
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૬
જૈન રામાયણ પવનંજય, અહીં તમારે કોઈ પણ વાતે સંકોચ રાખવાનો નથી. આ રાજ્ય હવે તમારે જ સંભાળવાનું છે.'
‘હું જરૂર આપના કાર્યમાં સહાયક થઈશ, બાકી રાજ્યની ધુરા આપે જ રાખવાની છે.” પવનંજયે માનસવેગની વાતને કંઈક અંશે સ્વીકારી.
“ના, હું તો હવે નિવૃત્ત થવા ચાહું છું અને બાકી જિંદગી શ્રી જિનેશ્વર ભગવંતની ઉપાસનામાં વ્યતીત કરવાની અભિલાષા સેવું છું. એટલે રાજ્યની ધુરા તમારે જ ધારણ કરવી પડશે.” પવનંજય વિચારમાં પડી ગયો.
એમાં તમારે કંઈ વિચારવાનું નથી. કાલથી મારી સાથે રહી, રાજ્યની તમામ માહિતી તમારે મેળવી લેવાની છે. મંત્રીવર્ગનો પરિચય કરી લેવાનો.'
માનસવેગે પવનંજય માટે એક ભવ્ય મહેલ તૈયાર કરાવી દીધો હતો. શુભ મૂહુર્તે પવનંજયે તેમાં વાસ કર્યો, પ્રહસિતને અને વસંતતિલકાને પવનંજયે પોતાના મહેલમાં જ રાખ્યાં.
એક દિવસે અંજનાએ અવસર પામીને પવનંજયને હસતાં હસતાં કહ્યું. “આ વસંતતિલકાને તમારે કુંવારી જ રાખવી છે?' ‘એ તો તારે વિચારવાનું છે ને?” ‘હું શું વિચારું? એને તો મારા સિવાય કોઈ ગમશે જ નહિ!” “મને એક વિચાર આવે છે.”
‘શું?
પ્રહસિત અને વસંતતિલકા...'
ઓ હો! વિચાર તો સુંદર કર્યો. તું એ બંનેને પૂછી જોજે .” “ના જી! હું વસંતાને પૂછીશ. આપ પ્રહસિતને, ખરું ને?' ભલે એમ. પરંતુ નક્કી કરાવી દેજે તું! તારું વચન બંને માન્ય રાખશે..' અંજના શરમાઈ ગઈ.
હનપુરમાં પવનંજય-અંજના અને હનુમાનના દિવસો આનંદપૂર્વક વ્યતીત થવા લાગ્યા. બીજી બાજુ પ્રહસિત અને વસંતતિલકાનાં પણ લગ્ન થઈ ગયાં. બંને પવનંજયના મહેલમાં જ રહીને જીવનકાળ વ્યતીત કરવા લાગ્યાં. હનુમાનનો શૈશવકાળ પણ શ્રદ્ધા-સંસ્કાર અને શિક્ષણથી પસાર થવા લાગ્યો.
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાન યુદ્ધની વાટે...
૨૫૭ પવનંજયે હનુમાનને ભિન્નભિન્ન કળાનું શિક્ષણ આપવા માટે નિપુણ આચાર્યોને રોક્યા. તેણે સ્વયં પોતે પણ તેના શિક્ષણ પર ધ્યાન આપવા માંડ્યું. સર્વ જાતની શસ્ત્રકળા અને યુદ્ધ કળામાં હનુમાન નિપુણ બનતો ગયો. બાહુબળ તો આમેય અદ્ભુત હતું, તેમાં જ્યાં શાસ્ત્રોક્ત પદ્ધતિસરનું શિક્ષણ ભળ્યું ત્યાં હનુમાનની શક્તિ અજોડ-અજેય બની ગઈ.
જેમ જેમ હનુમાનની વય વધતી ચાલી તેમ તેમ અંજનાએ હનુમાનને આત્મજ્ઞાન પણ આપવા માંડયું. આત્માનું મૂળ સ્વરૂપ સમજાવ્યું. આત્માની કર્મમલિન વિભાવદશાનો પરિચય કરાવ્યો. પણય અને પાપના સિદ્ધાંત પર શ્રદ્ધા સ્થિર બનાવી. કમની સામે જ ઝઝૂમી લેવાનું લક્ષ દઢ બનાવ્યું. તે માટે પરમકૃપાળુ પરમાત્મા જિનેશ્વર દેવની આરાધના – ઉપાસનાનો અપૂર્વ માર્ગ બતાવ્યો.
રોજ નીરવ રાત્રે અંજન હનુમાનને તીર્થકર ભગવંતોના પરાક્રમથી ભરપૂર જીવનચરિત્રો સંભળાવતી. હનુમાન એકરસે તેમાં તરબોળ બની જતો! તેનું હૈયું નાચી ઊઠતું.. તેના અંતઃકરણના ઊંડાણમાં વીતરાગનો રાગ જાગી ઊઠતો. જીવનનું અંતિમ સાધ્ય તેને મુક્તિની પ્રાપ્તિ સમજાતું.
બધી વાતોમાં અંજના એક લક્ષ નહોતી ચૂકતી કે ક્યારેય પવનંજય સાથેનો પોતાનો ભૂતકાળ હનુમાન સમક્ષ ન કહેવાઈ જાય! પુત્રના હૈયામાં પિતા તરફનો રાગ જરા ય ન ઘવાય, તે માટે પિતાનો કોઈ નાનો ય દોપ પુત્રને ન કહેવો જોઈએ, એ વાત મહાસતી બરાબર સમજતી હતી.
આ એક સત્ય સહુએ સમજી લેવા જેવું છે. માતાએ કે પિતાએ, અરસપરસના કોઈ દોષ પોતાનાં સંતાનોને ન કહેવા જોઈએ. જો કહેવામાં આવશે તો સંતાનોના હૈયામાં માતા-પિતા પ્રત્યેનો આદરભાવ નહિ ટકે, પ્રેમભાવ નહિ ટકે.
વર્ષો વીતવા લાગ્યાં. હનુમાન યોવનવયમાં પ્રવેશ્યો. તેણે અનેક વિદ્યાઓ સિદ્ધ કરી. કલા, ગુણો અને સુસંસ્કારોથી હનુમાનનું જીવન ઉન્નત અને આબાદ બન્યું. નાનાંમોટાં પરાક્રમથી હનુમાને સહુનાં દિલ જીતી લીધાં. તેમાં ય અંજનાના હર્ષની કોઈ સીમા નહોતી.
આમ હપુરમાં આનંદમંગલ વર્તી રહ્યો હતો ત્યાં લંકામાં રાવણ મોટી ગડમથલમાં પડી ગયો હતો. તેના ચિત્તમાં વરુણ કાંટાની જેમ ખૂંચ્યા કરતો હતો. તેનું અભિમાની માનસ વરુણ પર વિજય મેળવવા માટે તલસી રહ્યું હતું. પવનંજયે વરુણની સાથે મિત્રતાનો સંબંધ બાંધીને એક વાર તો મોટા
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
જૈન રામાયણ
માનવસંહારને અટકાવ્યો હતો, પરંતુ વરુણ જેવા એક સામાન્ય રાજાને પોતે પરાજિત ન કરી શક્યો, તેનો ડંખ હરહંમેશ તેને સતાવી રહ્યો હતાં, અને કોઈ પણ બહાનું જ મળી જાય તો પુનઃ વરણની સામે સંગ્રામ કરી, વરુણને પોતાનો આજ્ઞાંકિત રાજા બનાવી, વિજયૈષણા પૂર્ણ કરવા ઝંખી રહ્યો હતો.
રાત્રિનો સમય હતો. લંકા નિદ્રાધીન થઈ હતી. રાજમહેલમાં સંત્રીઓના પગરવ સિવાય સર્વત્ર શાંતિ હતી. રાવણને નિદ્રા નહોતી આવતી! તે પોતાના વિશાળ રાજ્યની કલ્પનામાં રાચતો હતો... તેમાં વણ આડે આવતો હતો. કોઈ પણ ઉપાયે તેને દૂર કરવાનો તેણે નિર્ણય કર્યો હતો. તેણે શયનખંડના એક ખૂણામાં જઈને એક જગાએ પગ દબાવ્યો. તરત જ શયનખંડના દ્વારે ઊભેલો સશસ્ત્ર સૈનિક અંદર દાખલ થયો અને પ્રણામ કરીને ઊભો રહ્યો.
‘કુંભકર્ણ, બિભીષણ અને ઇન્દ્રજિતને બોલાવી લાવ.’
‘જેવી મહારાજાની આજ્ઞા.’ પુનઃ નમન કરી સૈનિક પાછલા પગે શયનખંડમાંથી બહાર નીકળી ગયો. રાવણ ત્રણેયની પ્રતીક્ષા કરતો પલંગ પર બેઠો. થોડી ક્ષણોમાં જ કુંભકર્ણે પ્રવેશ કર્યો. તેની પાછળ જ બિભીષણ અને ઇન્દ્રજિત પણ આવી પહોંચ્યા. ત્રણેય રાવણની સામે ભદ્રાસનો પર ગોઠવાયા.
‘કેમ, અત્યારે મોડી રાત્રે બોલાવવા પડ્યા?' કુંભકર્ણ સ્વસ્થ થતાં પૂછ્યું. 'શું કરું? ઊંઘ નથી આવતી!’
‘એવું તે શું છે? મોટાભાઈ!' બિભીષણે ઉત્સુકતાથી પૂછ્યું.
‘વરુણ મારી ઊંઘ બગાડી રહ્યો છે.’
‘એટલે શું એ લંકા પર ચઢી આવ્યો છે!' ઇન્દ્રજિત ઊભો થઇ ગયો.
‘ના, ભાઈ ના. જ્યાં સુધી એ અભિમાનીનું અભિમાન ખંડિત ન કરું ત્યાં સુધી મને ઊંઘ નથી આવવાની.’ રાવણે સ્પષ્ટ વાત રજૂ કરી.
‘પરંતુ આપણે એની સાથે મિત્રતા બાંધી છે, હવે શું થઈ શકે?' બિભીષણે ચિંતા વ્યક્ત કરી.
‘દુશ્મન સાથે વળી મિત્રતા કેવી? એ તો ખર-દૂષણને એકવાર મુક્ત કરી લેવા માટે પવનંજયે એક પેંતરો રચ્યો હતો.' કુંભકર્ણની સામે જોઈ રાવણે કહ્યું.
ગમે તેમ કર્યું પણ આપણે એની સન્મુખ મિત્રતા જાહેર કરી છે એ વાત જાહેર થઈ ચૂકી છે. હવે આપણે જો આક્રમણ કરીએ તો વિશ્વની સમક્ષ આપણે અન્યાયી ઠરીએ.'
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાન યુદ્ધની વાટે...
૨૫૯ બિભીષણ નીતિનો પ્રશ્ન જરા આગળ ધર્યો, પણ રાવણને તે ન ગમ્યું.
હું પણ એથી જ ગૂંચવાઈ રહ્યો છું. માટે જ તમને બોલાવ્યા છે કે હવે શું કરવું?” રાવણ જરા વ્યગ્ર બની ગયો.
ત્રણેય ભાઈઓ અને ઇન્દ્રજિત વિચારમાં પડી ગયા. જો વરુણ પર આક્રમણ કરવામાં આવે તો લંકાપતિ બદનામ થાય છે અને આક્રમણ ન કરવામાં આવે તો લંકાપતિના સાર્વભૌમત્વમાં ખામી આવે છે! લંકાપતિને ભારે ખટકી રહ્યું છે. હવે શું કરવું?'
મને એક ઉપાય સૂઝે છે.' ઇન્દ્રજિત બોલ્યો. શું?'
આપણે એવું કોઈ નક્કર કારણ શોધી કાઢવું જોઈએ કે વરુણે મિત્રતાનો ભંગ કર્યો છે!'
પણ વરુણે મિત્રતાનો ભંગ કર્યાનું એક પણ કારણ ન મળે તો ?' રાવણે શંકા કરી.
‘તો આપણે કૃત્રિમ કારણ ઊભું કરીને, તે ચેતવણી આપવી! આ રીતે જો તમે મિત્રતાનો ભંગ કરશો તો પછી અમારે નાછૂટકે બીજાં પગલાં લેવાં પડશે!'
ઇન્દ્રજિતની આ મેલી રાજકારણની રમત સાંભળીને બિભીષણનું મન ન માન્યું, તે મૌન રહ્યો. પરંતુ રાવણ બિભીષણની નીતિપ્રિયતાને ઓળખતો હતો. ઇન્દ્રજિતની મુત્સદીભરી વાત રાવણને ગમી ગઈ હતી. હાલ તરત આટલેથી જ વાત પતાવી દેવા રાવણે કહ્યું :
હું પણ આ અંગે વિચારીશ, તમે બધાં પણ વિચારજે. તમે ત્રણેયે મારી ચિંતા વહેંચી લીધી એટલે હવે મારો ભાર ઓછો થઈ ગયો છે! હવે મને ઊંધ આવશે!'
રાવણે ત્રણેયને જવાની અનુજ્ઞા આપી અને પોતે પણ સુઈ ગયો. ઇન્દ્રજિત પિતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે અનેક વિચારો દોડાવવા લાગ્યો. જ્યારે બિભીષણ, કોઈ પણ અન્યાયી રીતે રાવણની એષણાઓ સંતોષવા રાજી ન હતો. તે જાણતો હતો કે વરુણે અત્યાર સુધી મંત્રી-સંબંધને બરાબર સાચવ્યો છે. તેને ખોટી રીતે બદનામ કરીને, આક્રમણ ન કરવું જોઈએ, જ્યારે કુંભકર્ણન તો આવું કાંઈ વિચારવાનું જ ન હતું! એને આં રાવણ જે આજ્ઞા કરે તે મુજબ શત્રુઓનો મુકાબલો કરવાનો હતો!
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૦
જૈન રામાયણ રાવણે બીજા દિવસે પ્રભાત જિનપૂજાદિ દિનકૃત્યો પૂર્ણ કરી, તરત જ ઇન્દ્રજિતને બોલાવ્યો.
તેં પછી રાત્રે આગળ કંઈ વિચાર્યું?' હા, પિતાજી મેં તો ઘણું વિચાર્યું...' તો કહે.' વરુણે આપણી સાથેની મૈત્રીનો ભંગ કર્યો છે, એવી એક વાત વહેતી કરી દેવી.' કઈ દૃષ્ટિએ મૈત્રીનો ભંગ કર્યો છે, તે જણાવવું પડે ને?”
હા જી, એના સુભટોએ આપણી સીમાનો ભંગ કર્યો છે. આપણી સીમામાં વરુણના સુભટો ઘૂસણખોરી કરે છે એ રીતે એણે મૈત્રીનો ભંગ કર્યો છે, એમ આપણે જાહેર કરવું જોઈએ.” ઇન્દ્રજિતે ઉપાય રજૂ કર્યો.
સરસ ઉપાય બતાવ્યો! દૂતને બોલાવી હું હમણાં જ ઉપાય અમલમાં મૂકું છું.'
મનુષ્યનો આ એક સ્વભાવ છે : પોતાના વિચારોને અનુકૂળ વિચારો રજૂ કરનાર મનુષ્ય તેને ગમી જાય છે. ઇન્દ્રજિતે પિતાની ઇચ્છાને પારખી, એને અનુકૂળ યોજના રજૂ કરી. તેણે પિતાના વિચારો ન્યાયી છે કે અન્યાયી છે, તેનો વિચાર ન કર્યો. પિતાની ઇચ્છાને પૂર્ણ કરવા તેણે વરુણને બલિ બનાવવાની યોજના ઘડી કાઢી.
રાવણે તરત દૂતને બોલાવ્યો અને વરુણરાજને કહેવાનો સંદેશો આપ્યો : વરુણરાજ,
‘અલ્લાદનંદન પવનંજયની દરમિયાનગીરીથી તમારી સાથે મેં મૈત્રીનો સંબંધ બાંધ્યો અને આજદિન સુધી અમે એનું પાલન કર્યું છે, પરંતુ તમે એ મૈત્રીનો ભંગ કર્યો છે, લંકાના રાજ્યની હદમાં તમારા સુભટો ઘૂસી આવે છે. આ પરથી અમને તમારા દુષ્ટ ઇરાદાઓની ગંધ આવી ગઈ છે. તમને અને તમારા પુત્રોને બાહુબળનું અભિમાન છે, પરંતુ હવે તેનો અંત નજીકમાં લાગે છે. હજુ પણ જો તમારા સુભટોને નહિ વારો, તો અમારે તત્કાળ જલદ પગલાં ભરવાં પડશે.'
દૂત સંદેશો લઈને, વરુણની તરફ રવાના થયો. બીજી બાજુ રાવણે પોતાના તમામ આજ્ઞાંકિત અને મિત્ર રાજાઓને પોતપોતાનાં સૈન્યો લઈને, આવી જવા માટે કહેણ પાઠવી દીધો. લંકા પુનઃ યુદ્ધના વાતાવરણથી ધમધમી ઊઠી.
દૂત સંદેશો લઇને વરુણપુરી પહોંચી ગ. વરણરાજની રાજસભામાં પ્રવેશીને, વરુણરાજને પ્રણામ કરીને, ઊભો રહ્યો.
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાન યુદ્ધની વાટે..
૨૯૧ “ક્યાંથી આવ્યા છો?” “લંકાથી.' “ઓહો? લંકાપતિ કુશળ તો છે ને? મિત્ર પણ જ્યારે દગો , ત્યારે કુશળતા કેવી રીતે હોય, રાજન?'
એવો તો કયો મિત્ર છે કે જેણે લંકાપતિને દગો દીધો છે?' વરુણે ઉત્સુકતાથી પૂછયું.
આપ મને શું પૂછો છો? આપ જ વિચારો!' વરુણે પુંડરીક અને રાજીવની સામે જોયું. તેઓ પણ વિચારમાં પડી ગયા. ત્યાં લંકાપતિના દૂતે કહ્યું :
રાજન, આપ અજાણપણાનો દેખાવ ન કરો. લંકાપતિને આપની ભેદભરી રમતનો ખ્યાલ આવી ગયો છે અને મને સંદેશો આપીને મોકલ્યો છે.”
એટલે શું અમે મૈત્રી તોડી છે?' વરણે વ્યગ્ર બન્યો. હા, જી હા...' ખોટી વાત. તદ્દન જુઠાણું..' વણે રાડ પાડી.
લંકાપતિના ગરપુરષોએ બાતમી મેળવી છે કે આપના સુભટો લંકાના પ્રદેશમાં પોતાનો પગદંડો જમાવવા લાગ્યા છે. લંકાપતિને આ સમાચારે ભારે આઘાત પહોંચાડ્યો છે અને જો તમારી આ પ્રવૃત્તિ તકાળ નહિ અટકે તો લંકાપતિ તત્કાળ સખત પગલાં ભરશે...'
‘બિલકુલ પાયા વગરની આ વાત છે. અમારા સુભટો કદીય એવું પગલું ભરે નહિ એવી અમને પૂર્ણ શ્રદ્ધા છે.' રાજીવે સ્પષ્ટ ખુલાસો કર્યો.
તો શું લંકાપતિના ચરપુરાપોએ ખોટી બાતમી આપી છે. એમ?”
હા, તદન ખોટી. આ એક બનાવટી વાત ઊભી કરવામાં આવી છે.' રાજીવે વાતનો મર્મ બતાવ્યો.
આપના તરફથી લંકાપતિ શું સંદેશો આપવાનો છે?' “સંદેશો લઈને અમારો દૂત આવશે.” વરુણરાજે લંકાપતિના દૂતને વિદાય કર્યો અને તરત રાજસભાને બરખાસ્ત કરી. પુંડરીક, રાજીવ, મહામંત્રી, વગેરેને મંત્રણાગૃહમાં બોલાવી, વરુણરાજે લંકાપતિને શું સંદેશો મોકલવ, તેની ગંભીર વિચારણા કરી લીધી અને પોતાના દૂતને બોલાવી સંદેશો આપ્યો:
લંકાપતિ,”
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૨
જૈન રામાયણ તમારો સંદેશો મળ્યો. અમારા ખ્યાલ મુજબ તમને ખોટી બાતમી આપવામાં આવેલી છે. અમારા સુભટોએ લંકાના રાજ્યમાં પગપેસારો કર્યા જ નથી અને કરવાની ધારણા પણ નથી. આપણી વચ્ચેનો મૈત્રીસંબંધ અમે તોડવા માંગતા નથી. એમાં જ ઉભય રાજ્યની પ્રજા અભયનું સુખ અનુભવી શકે, એવી અમારી માન્યતા છે. તમે પણ કોઈ પાયા વિનાના સમાચારોથી દોરવાઈ જઈ, મૈત્રીસંબંધ ન તોડો, એવી અમે અપેક્ષા રાખીએ છીએ.”
સંદેશો લઈને દૂત લંકાના માર્ગે રવાના થયો, જ્યારે બીજી બાજુ ચકોર અને દીર્ઘદૃષ્ટા વરુણ પુત્રોએ ગુપ્ત રીતે રાજ્યના સંરક્ષણની પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી. તેઓ રાવણની નીતિ-રીતિથી વાકેફ હતા.
દૂત લંકાની રાજસભામાં જઈને ઊભો. લંકાપતિને પ્રણામ કરી, તેણે વરુણરાજનો સંદેશો કહી સંભળાવ્યો. ક્ષણવાર તો સંદેશો સાંભળીને સહુ સ્તબ્ધ થઈ ગયા. બિભીષણને ઘણું આશ્ચર્ય થયું. કારણ કે એને અજ્ઞાત રાખીને, રાવણે આ કાર્ય આરંભ્ય હતું, પરંતુ વિચક્ષણ બિભીષણ પરિસ્થિતિને કળી ગયો.
“વરુણરાજને કહેજે કે તેમનાં મીઠાં વચનોથી લંકાપતિ ભોળવાઈ જાય તેવો બાળક નથી. એક બાજુ લંકાના પ્રદેશમાં ઘૂસણખોરી કરવી છે અને બીજી બાજુ મિત્રતાની વાત કરવી છે, એવા દંભને હું ક્ષણવાર પણ સહન કરનાર નથી. પરંતુ અભિમાની વરણ એની ભૂલને તત્કાળ અને સમજાવટથી કબૂલ નહિ કરે. એ તો યુદ્ધભૂમિ પર જ મારે એને ભૂલ કબૂલ કરાવવી પડશે.'
એટલે?' તે સ્પષ્ટતા માંગી.
એટલે ન સમજ્યો? વરુણરાજને એના ગુનાની સજા યુદ્ધના મેદાન પર થશે..” ઇન્દ્રજિતે રાવણ-નીતિની સ્પષ્ટતા કરી.
તો વરુણરાજ અને એના અજડ પરાક્રમી પુત્રોની અજેય શક્તિનો પરચો મેળવવા ખુશીથી પધારજો. પણ એ પૂર્વે તમારા પેલા ખર-દૂષણના અનુભવો પૂછીને આવજો!
પ્રત્યુત્તરની અપેક્ષા રાખ્યા વિના દૂત ત્યાંથી નીકળી ગયો.
રાવણે સેનાને સજજ થવા હાકલ કરી. બીજી બાજુ પાતાલલકામાંથી ખરદૂષણ પણ પોતાની વિશાળ સેના સાથે આવી પહોંચ્યા. સુગ્રીવ પણ પોતાના ચુનંદા સૈન્યને લઈ લંકામાં આવી ગયો. અનેક વિદ્યાધર રાજાઓ પણ આવી પહોંચ્યા.
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાન યુદ્ધની વાટે..
વિદ્યાધર રાજાને સંદેશો આપવા ગયેલા દૂતોમાંથી એક દૂત પવનંજયને ખાસ સંદેશો આપવા માટે હજુપુર પહોંચી ગયો હતો. સંદેશો મળતાં જ પવનંજય અને માનસવેગ લંકા જવા માટે તૈયાર થયા, પરંતુ પિતાને અને મામાને તયાર થતા જોઈ હનુમાન ત્યાં આવ્યા :
પિતાજી, યુદ્ધ માટે હવે આપને જવાનું ન હોય. આપ અહીં જ રહો. આપ મને અનુજ્ઞા આપો.'
‘ભાઈ, આ યુદ્ધમાં તારું કામ નહિ, વરુણ અને એના પુત્રો પ્રચંડ શક્તિ ધરાવે છે. એમની સામે..”
“પિતાજી, આપ મને નાનો સમજીને વાત કરો છો. પરંતુ પરાક્રમમાં વય જવાતી નથી. આપ એક વખત મને જવાની અનુજ્ઞા આપો. પછી જ આપને આપના પુત્રના પરાક્રમની પ્રતીતિ થશે.'
માનવંગ તો જાણતા જ હતા કે હનુમાનનું પરાક્રમ અજોડ છે. તેમણે કોઈ અનાકાની ન કરી. બલકે હનુમાનને જવા દેવા માટે પવનંજયને સમજાવ્યો. પરંતુ જ્યાં હનુમાનને યુદ્ધમાં જવા તૈયાર થયેલ જામ્યો કે અંજના દોડી આવી, વસંતતિલકા દોડી આવી, પ્રસિત પણ આવી પહોંચ્યો. હનુમાનનો હાથ પકડી, અંજનાએ ગળગળા સ્વરે કહ્યું.
બેટા, તારે હમણાં યુદ્ધમાં નથી જવાનું. તારા વિના એક ક્ષણ પણ હું રહી શકું નહિ.”
“મા, તારે તો આ પ્રસંગે એક વીર-માતાને છાજે એ રીતે મને વિદાય આપવાની હોય! તું નિશ્ચય માનજે કે આ તારો પુત્ર વિજય મેળવીને હેમખેમ પાછો આવી પહોંચશે!'
અંજાની આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. તે જોઈ મામા માનસવેગે અંજનાને આશ્વાસન આપ્યું અને હનુમાનના પડવા માત્રથી પર્વતના શિખરના થઈ ગયેલા ચૂરાવાળો પ્રસંગ યાદ કરાવ્યો. પુત્રનું પરાક્રમ સારા ય વિશ્વમાં કીર્તિ પ્રસરાવનારું બનશે, એ વાત સમજાવી. અંતે, હનુમાનની સાથે પ્રહસિતને જવાનું નક્કી થતાં અંજ ના સંમત થઈ.
બસ! હનુમાનના સેનાપતિપણા નીચે યુદ્ધ જવા માટે, હજારો-લાખો સૈનિકો થનગની ઊઠ્યા. શુભ દિવસે અને શુભ શુકને અંજનાએ વીર હનુમાનના લલાટમાં કંકુનું તિલક કર્યું અને યુદ્ધનાં વાજિંત્રોએ ગગનને ગજવી મૂક્યું.
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯. વરુણ પર વિજય -
રાવણના પ્રયાણની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યાં જ હનુમાન હજારો વર સુભટોની સાથે આવી પહોંચ્યો. હનુમાનને દૂરથી આવતો જોઈ, રાવણ ખૂબ આનંદિત થઈ ગયો. રથમાંથી ઊતરી પ્રહસિતની સાથે હનુમાન રાવણની સન્મુખ ચાલ્યો. રાવણે સામા આવીને, હનુમાનને પોતાના બાહુપાશમાં જકડી લીધો.. જાણે સાક્ષાત્ વિજય જ સામે આવીને ભેટ્યો હોય, તેમ રાવણને લાગ્યું. હનુમાનની તેજસ્વી મુખમુદ્રા અને સુદઢ અંગોને જોઈ રાવણે એના દુર્વાર પરાક્રમનું અનુમાન કરી લીધું.
રાજપુરોહિતે મંગલ શ્લોકનો પાઠ કર્યો. પ્રયાણની ભેરી વાગી ઊઠી અને રાવણનો રથ ગતિશીલ બન્યો. રાવણની પાછળ જ હનુમાનના રથને રાખવામાં આવ્યો હતો. રથનું સારથિપણું પ્રહસિતે સંભાળી લીધું હતું. હનુમાનના રથની હરોળમાં જ ઈન્દ્રજિતનો રથ ચાલી રહ્યો હતો. તેમની પાછળ કુંભકર્ણ, મેઘવાહન અને સુગ્રીવના રથો શોભી રહ્યા હતા. તેમની પાછળ ખર અને દૂષણના રથો દોડી રહ્યા હતા.
અનેક વિદ્યાધર રાજાઓ, શૂરવીર સેનાપતિઓ, અશ્વદળ, પાયદળ, હસ્તિદળ સાથે વરુણપુરી તરફ આગળ વધ્યા. થોડાક દિવસોમાં જ વણપુરીની નજીક જઈ પહોંચ્યા. બીજી બાજુ વરુણ પણ પૂરી તૈયારી સાથે સજજ થઈને ઊભો હતો. વરુણના એક એકથી ચડિયાતા પરાક્રમી પુત્રો, રાવણના સૈન્યની ખબર લઈ નાંખવા તલપાપડ થઈ રહ્યા હતા. અનેક શસ્ત્રવિદ્યાઓ અને અસ્ત્રવિદ્યાઓમાં પારંગત સેનાપતિઓ લંકાપતિની રાહ જોતા ઊછળી રહ્યા હતા.
યુદ્ધના મેદાનથી બાર કોશ દૂર રાવણે સૈન્યનો પડાવ નાંખ્યો અને સૂર્ય અસ્ત થયો. જાણે કે એક વિશાળ નગર વસી ગયું! આવશ્યક કાર્યોથી પરવારી રાવણે પહેલા દિવસના યુદ્ધનો વ્યુહ રચી કાઢચ. પહેલા દિવસે યુદ્ધના સેનાપતિ તરીકે ઇન્દ્રજિતની પસંદગી થઈ. સૌ નિદ્રાધીન થયા, છેલ્લા પ્રહરના પ્રારંભ થયો ને જાગૃતિની નોબત વાગી, ટપોટપ એક પછી એક દળ યુદ્ધના મેદાન તરફ રવાના થવા લાગ્યું. અરુણોદય થતામાં તો કુંભકર્ણના અનામત સૈન્યને છોડી સમગ્ર સૈન્ય ભૂલકારે મેદાનમાં ગોઠવાઈ ગયું.
વરુણના સૈન્યની આગેવાની પુંડરીકે લીધી હતી. અનેક શસ્ત્રોથી સજ્જ બની, તે મોખરે રથારૂઢ બનીને ઊભો હતો. તેની બાજુમાં જ રાજીવનો રથ ગોઠવાયો હતો. બરાબર તે બંનેના રથની સામે ઇન્દ્રજિત અને મેઘવાહનના
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરુણ પર વિજય
૨૬૫ રથો ગોઠવાઈ ગયા હતા. તેમની પાછળ મહેન્દ્રપુરીનો યુવરાજ પ્રસન્ન કીર્તિ પોતાના ચુનંદા દસ હજાર ઘોડેસવારોની સાથે ઊભો હતો. તેની બાજુમાં લંકાપતિના ખાસ માનીતા સેનાપતિઓ ખર અને દૂષણ પોતાના કટ્ટર દુશ્મનનો મુકાબલો કરવા રથમાં ગોઠવાયા હતા.
જ્યારે થોડેક દૂર જ્યાં વરુણનો મુખ્ય સેનાપતિ યોગેશ પચાસ હજારના સૈન્ય સાથે ઊભો હતો, તેની સામે જ સૂર્ય જેવો તેજસ્વી હનુમાન પચાસ હજાર ચુનંદા સૈનિકોની આગેવાની લઈને ઊભો હતો.
ઉદયાચલ પર સહસ્રરશ્મિ પ્રગટ થયો. અને બંને પક્ષોમાં યુદ્ધનો આરંભ કરવા માટે વાજિંત્રો રણકી ઊઠ્યાં. ઇન્દ્રજિતે ઇષ્ટદેવનું સ્મરણ કરીને તીર છોડ્યું. તે સીધું પુંડરીકના કાન પાસે થઈને પસાર થઈ ગયું. પુંડરીકે સખત વેગથી સતત દસ તીર છોડ્યાં. ઇન્દ્રજિતે દસેદશ તીરોને વચમાં જ પૂરાં કરી નાખ્યાં અને એક ક્ષણમાં પચીસ તીર છોડીને પુંડરીકને મૂંઝવી નાંખવા પોતાના રથને આગળ ધપાવ્યો, પરંતુ ત્યાં તો પુંડરીકે દસ-દસ તીરો છોડીને ઇન્દ્રજિતના રથના અશ્વોને આગળ વધતા અટકાવી દીધાં.
બીજી બાજુ રાજીવે મરણિયા થઈને લંકાના સૈન્યને ભૂશરણ કરવા માંડ્યું. એક એક તીરથી તેણે એક એક સૈનિકને ભૂમિ પર ઢાળવા માંડ્યો. મેઘવાહને રાજીવ પર તીરોની વર્ષા કરવા માંડી, પરંતુ રાજીવે તેને ગણકાર્યા વિના મેઘવાહન પર દસ તીર છોડીને મેઘવાહનના ધનુષ્યને તોડી નાંખ્યું. મેધવાહને બીજુ ધનુષ્પ લીધું અને રાજીવના રથના અશ્વોને ઘાયલ કર્યા, ત્યાં તો મેઘવાહનની બંને બાજુએ ખર અને દૂષણ આવી પહોંચ્યા અને રાજીવ પર સખત મારો ચલાવ્યો, પરંતુ રાજીવ અતિ વીરતાપૂર્વક ઝઝૂમી રહ્યો હતો. તેણે દસ તીરોથી ખરના મુગટને ઉડાવી દીધો અને દસ તીરોથી દૂષણના કવચને ભેદી નાંખ્યું અને પચાસ તીરોની હારમાળા છોડી મેઘવાહનના અશ્વોને ભૂશરણ કરી દીધા! મેઘવાહને દૂષણના રથમાં સ્થાન લીધું.
પુંડરીકે ઇદ્રજિતને હંફાવવા માંડ્યો, જ્યારે વરુણના સૈન્ય લંકાના સૈન્યની ખબર લઈ નાંખી. હજુ તો પ્રથમ પ્રહર પૂરો નહોતો થયો ત્યાં તો લંકાનું પહેલી હરોળનું હજારોનું સૈન્ય નષ્ટભ્રષ્ટ થઈ ગયું. પુંડરીકે અચાનક ધસારો કર્યો અને લંકાના સૈન્યને એક કોશ દૂર ધકેલી દીધું. વરુણના સૈન્યનો જુસ્સો પૂર્ણિમાની સમુદ્ર-ભરતીની જેમ વધતો હતો, જ્યારે લંકાનું સૈન્ય નિરાશા તરફ ઢળી રહ્યું હતું.
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૬
જૈન રામાયણ દૂર હનુમાન વરુણના સેનાપતિ યોગેશને રમાડી રહ્યો હતો. હનુમાને જોયું કે પુંડરીક ઇન્દ્રજિત તરફ મોરચાને હટાવી રહ્યો છે, લંકાનું સૈન્ય પાછું હટી રહ્યું છે. તેણે પ્રહસિતને કહ્યું.
આપણો રથ પુંડરીક તરફ વાળો.' હજુ થોડી વાર છે. પ્રથમ પ્રહર પૂરો થવા દો' પ્રહસિતે કહ્યું : પ્રથમ પ્રહરને પૂર્ણ થવાની થોડીક જ વાર હતી. એ અરસામાં હનુમાને યોગેશ સામે રમત સમેટવા માંડી. જાણી જોઈને હનુમાન જરા પાછો હટયો. યોગેશ હર્ષમાં આવી ગયો અને હનુમાન તરફ આગળ વધ્યો. હનુમાને તેને જરા આગળ આવવા દીધો અને જ્યાં ઠીક ઠીક આગળ આવ્યો કે પ્રહસિત રથને ચક્રાકારે ગતિ આપી. યોગેશના રથની ચારે કોર પવનવેગે. હનુમાનનો રથ ઘૂમવા માંડ્યો. હનુમાને તીરની સતત વર્ષા કરી, યોગેશને ભારે મૂંઝવણમાં મૂકી દીધો. એટલું જ નહિ પણ યોગેશના ધનુષ્યને તોડી નાંખ્યું. રથના અશ્વોને જર્જરિત કરી નાંખ્યા અને રથનાં ચક્રોને પણ શિથિલ બનાવી દીધાં.
પ્રથમ પ્રહર પૂર્ણ થયો ને પ્રહસિતે હનુમાનના રથને પુંડરીક તરફ દોડાવી મૂક્યો. યોગેશે છુટકારાનો દમ ખેંચ્યો! હનુમાનનો રથ પુંડરીકની સામે આવી ઊભો. ત્યાં જ પુંડરીકે હનુમાનને મૂંઝવી નાખવા એકધારો તીરોન મારો ચલાવ્યો, પરંતુ હનુમાને પુંડરીકના એક એક તીરને પ્રતિપક્ષી તીરથી તોડી નાખ્યું અને ખૂબ જ ચાલાકીથી પુંડરીક ઉપર દસ તીરો મારી, તેનું ધનુષ્ય તોડી નાંખ્યું, પંડરીકે બીજુ ઘનુષ્ય લીધું અને કલ્પાંતકાળનું દશ્ય ખડું કરી દીધું. તો ક્રોધાતુર બનીને હનુમાન પર તીરોનો મારો ચલાવ્યો. હનુમાનના રથના અશ્વો પાછા પડવા લાગ્યા. હનુમાને શસ્ત્રવિદ્યાનું સ્મરણ કરીને તીર છોડ્યું, એકમાંથી સંકડો તીરો સર્જાઈ ગયાં. તીરોની એકધારી વર્ષામાં પુંડરીક હનુમાનને જોઈ શક્યો નહિ, જ્યારે હનુમાને પુંડરીકનું નિશાન લઈને, એક પછી એક મંત્રપૂત તીરો છોડવા માંડ્યાં. પુંડરીક મૂંઝાયો, ત્યાં રાજીવ એના પડખે પહોંચ્યો લાગ્યું. તેણે હનુમાનને હંફાવવા માંડ્યો. ત્યાં તો મહેન્દ્રપુરનો યુવરાજ પ્રસન્ન કીર્તિ હનુમાનની લગોલગ આવી ગયો અને હનુમાન સાથે લડતા પંડરીકની પ્રબળ સામનો કરવા માંડ્યો. પુંડરીક પ્રસન્ન કીર્તિ તરફ વળ્યો, એટલે હનુમાન રાજીવ પર એક સાથે પચાસ તીર છોડી, રાજીવના રથના અશ્વોને યમસદનમાં પહોંચાડી દીધા. રાજીવે છલાંગ મારીને બીજા રથમાં સ્થાન લીધું અને હનુમાન પર સખત હુમલો કર્યો,
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરુણ પર વિજય
૨૬૭ હનુમાનનો રથ પ્રહસિત પાછો પાડ્યો. રાજીવ આગળ વધ્યો. પ્રહસિત રાજીવને ઠીક ઠીક આગળ આવવા દીધો અને જ્યાં ધારણા મુજબ આગળ આવી ગયો કે પ્રહસિત રથને ચક્રાકારે ઘુમાવવા માંડ્યો. હનુમાને અજબ કળાથી તીરોને એકધારા છોડીને રાજીવને ઘેરી લીધો. રાજીવને ઘેરાઈ ગયેલો જોઈ, પુંડરીક એના તરફ વળ્યો, પરંતુ પ્રસન્નકીર્તિએ એને આગળ વધતો અટકાવી દીધો... પરંતુ પુંડરીકનાં કાળમુખ જેવાં તીરોની સામે પ્રસન્નતિ ન ટકી શક્યો. એનું કવચ ભેરાઈ ગયું, પુંડરીક આગળ વધ્યો, ત્યાં જ ઇન્દ્રજિતે એને અટકાવી દીધો. ઇન્દ્રજિતે પુંડરીકની ખબર લેવા માંડી. પુંડરીક ઇન્દ્રજીત પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડ્યો. પુનઃ ઇન્દ્રજીતને પાછા હટી જવું પડ્યું. પરંતુ એ અરસામાં હનુમાને રાજીવના રથના અશ્વોને ખતમ કરી નાંખ્યા. બીજ રથ મળી શકે એવી સ્થિતિ ન રહી. રાજીવ મુંઝાયો, રથમાંથી તે ભૂમિ પર કૂદી પડ્યો અને હનુમાનના તીરોનો સામનો કરવા માંડયાં. પરંતુ હવે હનુમાને જરા ય કાળનો વિલંબ કર્યા વિના રાજીવના ધનુષ્યને તોડી નાંખ્યું અને નાગાસ્ત્રનું સ્મરણ કર્યું અને રાજીવ પર છોડ્યું. રાજીવ ભયંકર સર્ષોથી બંધાઈ ગયો. એક ક્ષણમાં જ હનુમાને તેને ઊંચકીને પોતાના રથમાં નાંખ્યો.
લંકાના સંચમાં હર્પના પોકારો થવા લાગ્યા. પુંડરીક ધૂંધવાઈ ગયો. પોતાના ભાઈને શત્રુના હાથમાં ગયેલો જાણીએ તેના અંગેઅંગમાં રોષ ભભૂકી ઊઠ્યો. બીજી બાજુ વરુણના બીજા પરાક્રમી પુત્રી સુમંગલ, સ્વસ્તિક, વાસવ વગેરે પણ પુંડરીકની પડખે આવી પહોચ્યા અને હનુમાનને જીવતો પકડી લેવા કૃતનિશ્ચયી બની ઝઝૂમવા માંડ્યા.
બીજો પ્રહર પૂર્ણ થયો હતો. લંકાનું સૈન્ય હનુમાનના પરાક્રમ પર ઓવારી ગયું હતું. જ્યારે પુંડરીક હનુમાનની સામે દાંત પીસીને, લડી રહ્યો હતો. દૂરથી ભવનાલંકાર હસ્તી પર બેઠેલો રાવણ હનુમાનના પરાક્રમને નીરખી રહ્યો હતો. તેની બાજુમાં જ મહાન પરાક્રમી સુગ્રીવ રથારૂઢ થઈને ઊભો હતો. હનુમાન રાજીવને જીવતો પકડેલો જાણી, સુગ્રીવ હનુમાનના પરાક્રમ પર આવરી ગયો. રાવણે તરત જ સુગ્રીવને હનુમાનના પડખે પહોંચી જવા આજ્ઞા કરી. સુગ્રીવ હજારો ચુનંદા સૈનિકોની સાથે હનુમાનની પાસે આવી પહોંચ્યો.... પંડરીકના ભાઈઓ સુમંગલ, સ્વસ્તિક અને વાસવ વગેરેને હંફાવવા માંડચો. સુગ્રીવ અનક ભયંકર યુદ્ધો લડી ચૂકેલો પરાક્રમી રાજા હતો. તેણે એવો પ્રબળ વેગથી હુમલો કર્યા કે સુમંગલ વગેરેને પાછા હટી જવું પડ્યું. સુગ્રીવ પુંડરીકની તરફ વળ્યો. હનુમાનને થોડીક રાહત મળે, એ હેતુથી સુગ્રીવે પુંડરીકને
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬૮
જૈન રામાયણ પડકાર્યો. પુંડરીક અને સુગ્રીવ વચ્ચે ખૂનખાર જંગ જામી ગયો. કોઈ કોઈને મચક આપતું ન હતું. પુંડરીકના ભાઈઓએ લંકાની સેનામાં ત્રાસ પોકારાવી દીધો, પ્રસન્નકીર્તિ, ખર, દૂષણ વગેરે સામનો કરી રહ્યા હતા. વરણની વીરસના તેમને પણ હંફાવી રહી હતી. - ત્રીજો પ્રહર પણ પૂર્ણ થવાની તૈયારી હતી. પુંડરીક સુગ્રીવને જરાય મચક આપતો ન હતો. હનુમાને સુગ્રીવનું સ્થાન લીધું; અને પુંડરીક પર પચીસ તીર છોડી, પુંડરીકને પોતાની તરફ વાળ્યો. સુગ્રીવ વરુણની સેના પર તૂટી પડ્યો અને ત્રાસ પોકરાવી દીધો.
હનુમાને પ્રાણની પરવા કર્યા વિના પુંડરીકની સામે ઝઝૂમવા માંડ્યું. પ્રહસિતે હનુમાનના રથને પુંડરીકના રથની એટલો નિકટમાં લીધો કે એકબીજા પર તીરનો હુમલો ન કરી શકે. હનુમાને ગદા લીધી, પુંડરીકે પણ ગદા લીધી. બંને રથ પરથી નીચે ઊતરી પડ્યા. બંને વચ્ચે દારણ ગદાયુદ્ધ જામ્યું. હનુમાને પુંડરીકના એક-એક પ્રહારને નિષ્ફળ બનાવી, થોડીક વારમાં જ પુંડરીકન થકવી નાંખ્યો અને ચપળતાપૂર્વક ઊછળીને, પુંડરીક પર એક પ્રબળ પ્રહાર કર્યો અને પુંડરીક પડ્યો. હનુમાને ઊંચકીને રથમાં નાંખ્યો.. લંકાના સૈન્ય જોરશોરથી હર્ષનો નાદ કરવા માંડયો.
પુંડરીકને પડેલો જાણી, ખુદ વરુણરાજ પોતાની અજેય હસ્તીસેના સાથે ધસી આવ્યો. આ બાજુ રાવણે જ્યાં વરરાજને હનુમાન તરફ ધસી જતો જોયો, કે પવનવેગે ભુવનાલંકારને વરુણરાજ તરફ હંકાર્યો અને વરુણને માર્ગમાં જ રોક્યો. રાવણ અને વરુણરાજ વચ્ચે જંગ જામી ગયો. ચોથા પ્રહરનો પ્રારંભ થઈ ગયો હતો. વરુણરાજે પોતાના અપૂર્વ પરાક્રમથી રાવણને મચક ન આપી. રાવણે પોતાની મંત્રવિદ્યાઓનું સ્મરણ કર્યું, પરંતુ વરુણે એક પછી એક વિદ્યાને પણ પ્રતિપક્ષી વિદ્યાઓથી પરાજિત કરવા માંડી. એક વાર તો વરુણનું પરાક્રમ જોઈ, રાવણ મુગ્ધ થઈ ગયો અને એક મહાન વીરની સામે યુદ્ધ કરવાનો લહાવો મળ્યાનો હર્ષ અનુભવ્યો.
રાવણે ભુવનાલંકાર હસ્તીને વરુણના હસ્તી સાથે ટકરાવ્યો અને કપટકુશળ રાવણ છલાંગ મારીને વરુણના હસ્તી પર કૂદી પડ્યો. વરુણને તો કલ્પના પણ ન હતી કે રાવણ આ રીતે કૂદી પડશે! રાવણે વરુણ પર સખત હુમલો કરીને, વરુણને પકડી લીધો.
ખલાસ! વરુણના હસ્તી પર લંકાપતિનો ધ્વજ ફરકી ગયો. યુદ્ધ અટકી ગયું. લંકાની સેનાએ લાંબા વખત સુધી જયજયકાર કર્યો. રાવણ વરુણને લઈ
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરુણ પર વિજય
૨૬૯ પોતાની છાવણી તરફ વળ્યો અને સૂર્ય અસ્તાચલ પર પહોંચી ગયો. રાત આરામમાં પસાર કરી, પ્રભાતે નિત્યકાર્યોથી પરવારી. રાવણે ત્યાં જ સભા ભરી. પોતપોતાના સ્થાને સહુ વિદ્યાધર રાજાઓ વગેરે ગોઠવાઈ ગયા. હનુમાનને રાવણે પોતાની પાસે જ રિસંહાસન પર બેસાડ્યાં.
રાવણની આગળ વરુણ અને તેના સહુ પુત્રોને ઊભા કરવામાં આવ્યા, રાવણે ત્યાં પોતાનું વક્તવ્ય શરૂ કર્યું.
માનવંતા રાજેશ્વરો, યુવરાજ અને મારા સુભટો! વરણરાજ જેવા પરાક્રમી રાજા સામે તમે યુદ્ધમાં વિજય મેળવ્યો છે. તેથી મારા હૈયામાં અપૂર્વ આનંદ થયો છે, પરંતુ આ યુદ્ધવિજયનો યશ હું પવનંજયપુત્ર વીર હનુમાનને આપુ છું! હનુમાનનું અદ્ભુત પરાક્રમ જઈ, હું ખરેખર મુગ્ધ બન્યો છું...”
‘વણ અને પુંડરીક, રાજીવ વગેરેએ હનુમાનની સામે જોયું. તેઓએ અત્યારે જ જાણ્યું કે આ વીર યુવાન પવનંજયનો નંદન છે! તેઓને હર્ષ થયો. હનુમાને ત્યાં રાવણને પ્રણામ કરીને કહ્યું :
મહારાજા... અને અન્ય પ્રિય સુભટો,
આ વિજય મેં એકલાએ નથી મેળવ્યો, આપણે બધાએ મેળવ્યો છે. આપ સહુના સાથ વિના, અને એમાંય પૂજ્ય પ્રહસિતકાકી વિના તો હું કંઈ જ ન કરી શકત... માટે આ વિજયનો યશ આપ સૌને ફાળે જાય છે...”
સુભટોએ હનુમાનની જય બોલાવી. લંકાપતિએ કહ્યું :
અભિનંદનને પાત્ર જેમ તમે સહુ છો, તેમ પરાક્રમી વરુણરાજ અને એમના વીર સપુત્રો પણ છે, હું એમની વીરતા પર પ્રસન્ન થઈ ગયો છું. મારે વરુણપુરીનું રાજ્ય લઈ લેવું નથી. હું એમને જ એમનું રાજ્ય પાછુ સોંપું છું.'
સુભટોએ લંકાપતિની જય પોકારી. ઇન્દ્રજિતે ઊભા થઈને, વરુણરાજ અને પુંડરીક-રાજીવ વગેરેનાં બંધન છોડી નાંખ્યાં અને તેમને યોગ્ય આસનો આપ્યાં, વરુણરાજે લંકાપતિને એક દિવસ વરુણપુરીમાં રોકાઈ જવા માટે વિનંતી કરી. રાવણે તે માન્ય રાખી. સહુને લઈને વરુણરાર્જ વરુણપુરીમાં પ્રવેશ કર્યો.
પહેલો ભાગ સંપૂર્ણ
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાચકની નોંધ
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir आचार्य श्री कैलाससापारसूरि ज्ञानमंदिर कोबा तीर्थ Acharya Sri Kailasasagarsuri Gyanmandir Sri Mahavir Jain Aradhana Kendra Koba Tirth. Gandhinagar-382 007 (Guj) INDIA Web site : www.kobatirth.org E-mail: gyanmandir @kobatirth.org BUJAL GRAPHICS: 9376125757 For Private And Personal use only