________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર
જૈન રામાયણ બીજી બાજુ દશમુખના સેવક વિદ્યાધરોએ વાસમંદિરના બીજા ભવ્ય ખંડોને શણગારીને સુશોભિત બનાવી દીધા હતા.
વિદ્યાપતિ દશમુખે ‘બહુરૂપિણી વિદ્યાનું સ્મરણ કર્યું. વાસમંદિરમાં છ હજાર દશમુખ દેખાવા લાગ્યા. દરેક સ્ત્રીને દશમુખનું પ્રેમભર્યું સાંનિધ્ય પ્રાપ્ત થયું. દિવસો વીતવા લાગ્યા.
વૈતાઢય પર્વત પર કુંભપુરનો મહોદર નામે રાજા હતો. તેને સુરૂપ નયનાદેવી રાણી અને તડિન્માલા પુત્રી હતી. મહોદર તડિન્માલાનું લગ્ન કુંભકર્ણની સાથે કર્યું.
જ્યોતિપુરનગરના વીર નૃપે પંકજશ્રી નામની પોતાની પુત્રીને બિભીપણની સાથે પરણાવી. ત્રણેય ભાઈઓની સંસારયાત્રાનો પ્રારંભ થયો.
અનંત અનંત કાળથી જીવ એ જ કરતો આવ્યો છે ને! બસ, એ જન્મવું, મોટા થવું, ભોગવવું અને મોત પામવું. ભૂતકાળમાં ભોગનાં સુખો અનુભવવામાં કંઈ બાકી નથી રાખ્યું. છતાં ઇન્દ્રિયો તૃપ્ત નથી થઈ. ક્યાંથી થાય? અગ્નિમાં લાકડાં નાંખવાથી આગ બુઝાય નહિ, પરંતુ વધે. ભોગેચ્છા એ ભયંકર અગ્નિ છે, એ ગાલને દઢ કરવાની જ સૌપ્રથમ જરૂર છે.
કેકસી પુત્રોએ સર્જેલી તેમની નવી દુનિયાને જોઈને અતિ આનંદિત બની, પરંતુ તેના હૈયાના ઊંડાણમાં હજુ દુઃખની આગ ધીમી ધીમી જલી રહી હતી. અલબત્ત, તે પુત્રોના સુખભોગમાં વિક્ષેપ કરવા નહોતી ઇચ્છતી અને તેથી પુત્રોની સમક્ષ થોડો સમય પોતાના દુ:ખના કારણની સ્મૃતિ પણ ન કરાવી. વળી, દશમુખ તો ક્યાં સ્વયંભનગરમાં બહુ રહેતો જ હતો! એ તો મસ્ત થઈને આકાશને આંગણે પ્રિયાઓ સાથે રમતો રહર્તા હતો.
થોડાક મહિના વીત્યા. કેકસીએ કુંભકર્ણ અને બિભીષણને બોલાવ્યા. બંને ભાઈઓ તરત જ માતાની સમક્ષ આવીને નતમસ્તકે ઊભા રહ્યા. ઘણા દિવસો, મહિનાઓ બાદ આજે માતાને તેમણે ગંભીર મુખવાળી અને દુઃખની લાગણીઓ અનુભવતી દીઠી, માતા શું કહેશે? એના સાચા-ખોટા તર્કવિતર્કો બંને ભાઈઓના મનમાં થવા લાગ્યા.
0 0 0
For Private And Personal Use Only