________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પરાક્રમનો આરંભ
૫૧
સવારથી માંડીને પતિની રાહ જોતી મંદોદરી વાસગૃહમાં વીલેવદને પલંગમાં પડી હતી. ઝરૂખામાંથી દૂર દૂર દૃષ્ટિ નાંખતી નિરાશામાં ડૂબી ગઈ હતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમુખ ગમે તેટલાં ધીમાં પગલાં ભરતો આવે, પણ નીરવ શાંતિનો ભંગ થયા વિના રહે ખરો? પગલાંના અવાજથી મંદોદરી પલંગમાં બેઠી થઈ ગઈ.
દશમુખને સામે જ ઊભેલો જોતાં પલંગમાંથી નીચે ઊતરી રીસભર્યા વદને નીચું માં રાખી ઊભી રહી. દશમુખ મંદોદરીની સામે ખડખડાટ હસી પડ્યો. દશમુખ પલંગ પર બેઠો. મંદોદરી પણ પતિનાં ચરણોમાં બેસી ગઈ.
‘આજે તારે માટે એક મોટું કામ લઈ આવ્યો છું!' દશમુખે સ્મિત કરતાં કહ્યું. ‘તમે ક્યે દિવસે કામ નથી લાવતા?'
પણ આજે તો તું ખૂબ ચિડાઈ જાય તેવું કામ છે!
‘તો જ ખાધેલું પચે ને!’
‘સમજ પડી?'
‘કહ્યા વિના સમજ પડી જાય તેવું જ્ઞાન હોય તો પછી તમારી પાસે ૨હે કોણ?' ત્યાં તો વાસગૃહની બહાર માતા કૈકસીનો અવાજ સંભળાયો.
લે, હમણાં તારી સામે જ બધી વાત આવે છે!' કહેતો રાવણ ઊઠીને માતાની સામે દ્વાર પાસે પહોંચ્યો,
‘બેટા મંદોદરી.’ કહેતી સૈકસી વાસગૃહમાં પ્રવેશી.
‘આ રહી માતાજી!' કૈકસીની નજીક આવતાં મંદોદરીએ તીરછી નજરે દશમુખ સામે જોઇ લીધું.
‘બેટા! તારી છ હજાર બહેનો આવી છે.’
‘બહેનો? મારી?' કંઈક આશ્ચર્ય સાથે હોઠ દબાવી હસતા દશમુખ સામે શંકાની દૃષ્ટિએ જોતી મંદોદરી બોલી ઊઠી.
'હા, તારી બહેનો અને મારી પુત્રવધૂઓ!' મંદોદરીને માથે હાથ ફેરવતી કૈકસીએ હસતાં હસતાં સ્પષ્ટતા કરી, ત્યાં પદ્માવતી વગેરે છ હજાર સ્ત્રીઓ એક પછી એક પ્રવેશવા માંડી અને કૈકસી તથા મંદોદરીની પાછળ આવી ઊભી રહી.
મંદોદરી તત્ક્ષણ પતિના પરાક્રમને સમજી ગઈ. તેના ઉદાર હૃદયમાં આનંદ ઊભરાયો. પતિની સુખસંપત્તિ વધતી જોઈ સુશીલ પત્ની હર્ષને જ અનુભવે.
કૈકસીએ દશમુખના શયનગૃહનો ત્યાગ કર્યો. મંદોદરી તો પદ્માવતી વગેરે વિદ્યાધર યુવતીઓને જોઈને આનંદિત થઈ ગઈ.
For Private And Personal Use Only