________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૪
જૈન રામાયણ ધીરજ ધર. આજની રાતે તું તારી ભાવિ પત્નીને નજરોનજર જઈશ, બસ ને?”
પવનંજયને પ્રહસિતની વાતથી આશ્વાસન મળ્યું. જ્યારે રાત્રિ ૫ડે અને અંજના જોવા મળે. બસ, એ જ વિચારમાં તેણે જેમ તેમ કરીને દિવસ પૂર્ણ કર્યો.
બિચારો પવનંજય! નથી જાણતો કે આજની રાતે તે એક દાણ અનિષ્ટનું નિમિત્ત બની જવાનો છે...!
આવેગમાં દોડી જતાં જીવની કેવી કરુણાજનક સ્થિતિ સર્જાય છે, એટલું જ નહિ પણ એ બીજા જીવોની પણ કેવી કફોડી સ્થિતિ કરી મૂકે છે, તે વાત અહીં આપણને પવનંજય બરોબર બતાવી જાય છે.
રાત પડી. પૃથ્વી પર અંધારું પથરાયું, ત્યારે પવનંજયના વાસનાઘેલા અંતરમાં અંજનાને જોવા જવાની ઇચ્છા તીવ્ર બની ગઈ. મિત્ર પ્રહસિત આવી ગયો. પવનંજયને આપવા જેવી કેટલીક શિખામણો આપીને, બંને મિત્રો આકાશમાર્ગે માનસરોવરના તીરે આવી પહોંચ્યા.
રાજા મહેન્દ્ર અંજના માટે સાત મજલાનો મહેલ ઊભો કરી દીધો હતો. ૨નના દીપકોથી મહેલ ઝળઝળી રહ્યો હતો. સાતમે મજલે અંજના પોતાની સખીઓ સાથે વાર્તાવિનોદ કરી રહી હતી.
બંને મિત્રો સાતમા મજલે પહોંચ્યા. પ્રહસિતે એવી જગા શોધી કે જ્યાંથી તેઓ અંજનાને જોઈ શકે, પરંતુ અંજના કે એની સખીઓ આ બે મિત્રોને ન જોઈ શકે.
પવનંજયે અંજનાને જોઈ, જોયા જ કરી. અંજનાનું અદ્ભુત રૂપ જોઈને પવનંજય વાજુબ થઈ ગયો. વિશ્વની આ શ્રેષ્ઠ રૂપસુંદરી પોતાની ભાવિ પત્ની થનાર છે, એ વિચારથી તેનું હૈયું નાચી ઊઠ્યું.
ત્યાં અંજનાની સખીઓનો વાર્તાલાપ એના કાને અથડાયો. વસંતતિલકા બોલી : “અંજના! તું ખરેખર બડભાગી છે હોં, કે તને પવનંજય જેવો પતિ મળ્યો!'
મિશ્રકા બોલી : “અરે વસંતતિલકા, તું ય ખરેખરું, માખણ લગાવે છે, અલી: ચરમશરીરી વિદ્યુ—ભને છોડીને કોઈ વર વખાણવા જેવો હોય ખરો?'
વસંતતિલકા બોલી : તું તો ગાંડી બોરનું બીટું ય જાણતી નથીને વિદ્યુભને વખાણવા નીકળી પડી, મૂર્ખ, અલ્પ આયુષ્યવાળો પતિ આપણી સ્વામિનીને શા કામનો? પતિ તો દીર્ધાયુ હોવો જોઈએ, સમજી?'
For Private And Personal Use Only