________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૧
સતીની શોધમાં
કેમ?' હું આદિયપુર જાઉં.”
હા, જઈને મોટા પાયા પર અંજનાની શોધ આરંભી શકાશે. મારું હૃદય હજુ કહે છે કે “અંજન મળશે..” પરંતુ તું સાહસ ન કરીશ. તને શોધવા છતાં અંજના ન મળે તો તું આદિત્યપુર આવી જજે.” પવનંજય મૌન રહ્યો. એ પ્રહસિતને જોઈ રહ્યો.
તને આશ્ચર્ય થશે કે હું એકાએક કેમ આદિત્યપુર જવા તૈયાર થઈ ગયો. પરંતુ હું ઊંઘી ગયો. નિદ્રામાં મને એવું આત્મસંવેદન થયું કે મારે આદિત્યપુર જવું અને અંજનાની શોધ કરાવવી.”
પવનંજય વિચારમાં પડી ગયો. ‘શું અંજના મળી શકશે?” એના ચિત્તમાં અનેક વિકલ્પો ઊભરાવા લાગ્યા. પરંતુ ત્યાં તો પ્રહસિત પવનંજયનો હાથ પકડ્યો.
‘મિત્ર! બસ ત્યારે, હું જાઉં છું. ફરીથી તને કહું છું કે તું ઉતાવળથી સાહસ ન કરીશ. અલ્પકાળમાં જ તને શુભ સમાચાર મળશે.'
બંને મિત્રો ભેટ્યા. આંસુથી એક બીજાનાં વક્ષ:સ્થળ ભીંજાઈ ગયાં. પ્રહસિત અનુજ્ઞા માગી અને આકાશમાર્ગે તે આદિત્યપુર તરફ રવાના થયો.
પવનંજય આકાશમાર્ગે જતા પ્રહસિતને જોઈ રહ્યો. જ્યાં સુધી એના દષ્ટિપથમાંથી પ્રહસિત દૂર ન થાય ત્યાં સુધી એણે જોયા જ કર્યું. તેની આંખમાંથી આંસુઓની ધારા તૂટી પડી, તેનું હૃદય ક્ષુબ્ધ બની ગયું. તેને મૂચ્છ આવી જતાં તે નીચે પડી ગયો.
અહીં કોણ એના પર શીતલ પાણીનો છંટકાવ કરનાર હતું? અહીં કોણ એના પર રત્નજડિત વીંઝણાના વાયુ નાંખનાર હતું? અહીં કોણ એના મસ્તક પર વહાર્યો હાથ ફેરવનાર હતું? જીવનની અસારતા, નિ:સહાયતાનું આનાથી વધીને કયું દૃષ્ટાંત હોઈ શકે? પરન્તુ આવા દષ્ટાંતો જનતા સમક્ષ રજૂ કરીને, કેવળ કીર્તિ કમાવાની વૃત્તિ તો માનવહૃદયને ન સમજી શકનાર ક્રૂર હૈયામાં જ જાગી શકે. પવનંજયનું ભગ્ન હૃદય. હૃદયના થઈ ગયેલા ટુકડાને જઈને, તો એના પ્રત્યે સંવેદના દાખવવાની છે. એના હૃદયના ટુકડાઓને જોડવા માટે જો આપણું હૃદય કામ લાગી શકે એમ હોય તો એ કુરબાન કરવાનું છે.
For Private And Personal Use Only