________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૨
જૈન રામાયણ રખે સમજતા કે પવનંજય કામવ્યથાથી પીડાઈ રહ્યો છે. રખે સમજતા કે પવનંજય વિષયલંપટ હોવાથી ઝૂરી રહ્યો છે. જો આવું સમજશો તો એ મહાપુરુષ પ્રત્યે અન્યાય થશે. એક મહાન આત્માની અવગણના કરી કહેવાશે. પવનંજયના અંતઃકરણમાં અંજનાના ઉચ્ચ સતીત્વ પ્રત્યે બહુમાન પ્રગટયું છે. બાવીસ વર્ષ સુધી અંજના જેવી સુશીલ સન્નારી પ્રત્યે કરેલા ઘોર અન્યાયની આગ એના હૃદયમાં સળગી રહી છે અને તેથી જ તે આજે એને મેળવવા માટે આકાશ-પાતાળ એક કરી રહ્યો છે. તે ન મળે તો અગ્નિમાં બળીને ખાખ થઈ જવા તૈયાર થયો છે.
મહાપુરુષોની આ એક ખાસિયત હોય છે. એવો સ્વભાવ હોય છે કે કોઈ પ્રત્યે તેમનાથી અયોગ્ય આચરણ થઈ જાય પછી, જ્યારે તેમને પોતાની ભૂલ સમજાય છે ત્યારે તે વ્યક્તિ પ્રત્યે તેઓ ભારે ગુણાનુરાગી બની જાય છે.
પવનંજય ભાનમાં આવ્યો. તેણે ત્યાંથી ચાલવા માંડ્યું. ખીણો અને ટેકરીઓ વટાવતો તે “ભૂવનમાં જઈ ચઢ્યો. મહાભયંકર એ વનમાં પવનંજય અંજના.. અંજના, તું ક્યાં છે?' બૂમો પાડતો ભટકવા લાગ્યો. દિવસ ને રાત તે ભટકતો જ રહ્યો. અંજના ન મળી. તેનું ચિત્ત ઉદાસ બની ગયું. તેણે અંજનાની આશા છોડી દીધી.
તે મૂઢ બનીને એક વૃક્ષની નીચે ઊભો રહ્યો. જીવન તેને જીવવા જેવું ન લાગ્યું. જીવન કરતાં મૃત્યુ તેને વધુ શાંતિદાયક લાગ્યું. તેણે મૃત્યુને જ ભેટવાનો નિર્ણય કર્યો. આજુબાજુ તેણે દૃષ્ટિ કરી, સુકાઈ ગયેલાં ઝાડવાં સિવાય ત્યાં કંઈજ ન હતું.
0
0
0
For Private And Personal Use Only