________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાવણનો જન્મ
૨૧ આપણાં પુણ્યબળ અને પાપબળનો ખ્યાલ કરવો જોઈએ. પુણ્યબળ નહિ હોય અને પુરુષાર્થ ધરખમ કરવામાં આવશે છતાં પાપબળ તે પુરુષાર્થને પીંખી નાખશે, નાકામિયાબ બનાવશે. હાલને તબકકે આપણું પુણ્યબળ ઓછું છે. આપણું ખૂટતું પુણ્યબળ પૂર્ણ ન થાય ત્યાં સુધી મન પકડવું જ શ્રેયસ્કર છે.” સુમાલીએ મક્કમતાથી પોતાનો વિચાર સ્પષ્ટ કર્યો.
તો હવે છુપાઈ રહેવાનું?” “હા.” ‘જીવન છુપાઈને જ પૂરું કરવાનું?” ‘ત્યારે શું જીવન લડીને જ પૂરું કરવા માટે છે?'
માલ્યવાન ચૂપ થઈ ગયો. સુમાલીએ સમગ્ર સૈન્યને આજ્ઞા કરી દીધી કે ‘બધાએ પાતાલલંકામાં જવાનું છે, ત્યાં અચોક્કસ કાળપર્યન્ત રહેવાનું છે.'
સુમાલીના નેતૃત્વ નીચે બધા રાક્ષસો પાતાલલંકામાં પહોંચ્યા. સુમાલીએ પાતાલલંકામાં આવતાં જ રાજ્યનું સંચાલન સંભાળી લીધું. રાજ્યતંત્રને વ્યવસ્થિત ગોઠવી દીધું. તેણે ન્યાય, નીતિ અને નિપુણતાથી રાજ્યનું પાલન કરવા માંડ્યું.
સુમાલીને પ્રીતિમતી નામની પ્રિયા હતી. પ્રીતિમતીની સાથે અનેકવિધ ભોગસુખોને અનુભવતો સુમાલી કોઈ અદ્વિતીય તેજસ્વી પુત્રની પ્રતીક્ષા કરતો હતો.
એક દિવસ પ્રીતિમતીને ગર્ભનાં આધાન થયાં. દંપતીના આનંદની અવધિ ન રહી, પ્રીતિમતી ખૂબ જ સાવધાનીથી ગર્ભનું જતન કરવા લાગી. આહારવિહાર અને વિચારમાં તે ખૂબ જ નિયમિત બની ગઈ. મહિનાઓ વીતવા લાગ્યા. જેમ જેમ ગર્ભ વૃદ્ધિ પામવા લાગ્યો તેમ તેમ પ્રીતિમતીનું સૌન્દર્ય, શુભ ભાવો અને પ્રસન્નતા વિકસ્વર બનવા લાગ્યાં.
સમય પૂર્ણ થયાં પ્રીતિમતીએ એક સુંદર તેજપુંજસમા પુત્રને જન્મ આપ્યો. સુમાલીએ સમગ્ર પાતાલલંકાને ધજાપતાકાઓથી સજી દીધી, રંગોથી રંગી દીધી, ગીત-ગાન નૃત્યોથી ખીલવી દીધી. તેણે દાન દઈને દરિદ્રતાને ટાળી દીધી. પુત્રના મુખ પરથી જાણે રત્નોનાં શાંત-શીતળ કિરણો સૂવી રહ્યાં હતાં. સુમાલીએ પુત્રનું નામ રત્નશ્રવા પાડ્યું.
એ કાળ એવો હતો કે જ્યારે ગુણોને અનુલક્ષીને વ્યક્તિનાં નામ પાડવામાં આવતાં હતાં. ચોવીસેય તીર્થકરોનાં નામો આ હકીકતમાં સાક્ષીભૂત છે. જ્યારે આજે એ કાળ આવી લાગ્યો છે કે નામ પાડવામાં આવશે ત્યારે વ્યક્તિના ગુણો નહિ પણ માત્ર રાશિ જોવાય છે! કદાચ એવોય કાળ આવશે કે જ્યારે રાશિ
For Private And Personal Use Only