________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
3. રાવણનો જન્મ
રાક્ષસ સૈન્ય અને વાનર સૈન્યની તો ગતો ભ્રષ્ટ તો ભ્રષ્ટ જેવી સ્થિતિ થઈ. ઇન્દ્ર પર વિજય ન મળ્યો અને બીજી બાજુ રાક્ષસદ્વીપ અને વાનરદ્વીપ પણ ખોયા. ફરીથી રાક્ષસવંશીય વિદ્યાધરોએ લંકા ગુમાવી. સુમાલીની ચિંતાના કોઈ પાર ન રહ્યો.
મનુષ્યની ધારણાઓ જો બધી સિદ્ધ થતી હોય તો પછી ધર્મ અને મોક્ષનો પુરુષાર્થ જ કોણ કરે! કર્મોની વિશ્વવ્યાપી સત્તા નીચે દબાયેલા પામર મનુષ્યની નવ્વાણું ટકા ધારણાઓ ધૂળમાં મળી જાય છે.
રાક્ષસવીરો સુમાલીની ચારેકોર ભેગા થઈ ગયા. સુમાલીના મુખ પર ગ્લાનિની સ્પષ્ટ રેખાઓ અંકિત થયેલી હતી. તેનું ઉન્નત મસ્તક વસુંધરાની તરફ નમી પડ્યું હતું. તેનું નિવાસસ્થાન નીરવ શાંતિમાં ડૂબી ગયું હતું.
‘મહારાજ! હાર અને જીત એ તો પ્રારબ્ધના ખેલ છે, તેમાં આટલી બધી ચિંતા શા માટે કરવી?' લંકાના મહામાત્ય પ્રજ્ઞાનિધિએ મૌન તોડ્યું.
‘પ્રજ્ઞાનિધિ! દુઃખ બે વાતનું જ છે : એક, મોટા ભાઈની કરપીણ હત્યા અને બીજું, સખત પુરુષાર્થ કરવા છતાં પ્રારબ્ધ તરફથી ફટકો.'
‘રાક્ષસોના નાથ! હિંમત હારવાની જરૂર નથી. ફરીથી સૈન્યબળ એકત્રિત કરી ઘમંડી ઇન્દ્રનું પાણી ઉતારી નાંખીએ.' ક્રોધના અગ્નિમાં ધમધમી ઊઠેલા વજ્રનાદ સેનાપતિએ ગર્જના કરી.
ના, મારા રણવીર વીરો! એક તો અવિચારી પગલાનાં કરુણ અંજામ જોયો... લાખો... કરોડો આત્માઓની ઘોર હિંસા થઈ છતાં નિષ્ફળતા! હવે એ ભૂલનું પુનરાવર્તન કરી મારે રાક્ષસવંશને નિર્મૂળ નથી કરવો.’
‘તો પછી હવે...?’ એક રાક્ષસસેનાની બોલી ઊઠ્યાં.
‘હવે થોડોક કાળ વીતવા દેવો પડશે. જ્યાં સુધી રાક્ષસવંશમાં કોઈ મહાપુણ્યવંત અજોડ પરાક્રમી આત્મા ન જન્મે ત્યાં સુધી ધરપત ધરવી પડશે,' ગંભીર અને નિશ્ચયાત્મક સૂરે સુમાલીએ પોતાની નીતિને જાહેર કરી.
‘એમ ચૂપકી પકડવામાં તો રાક્ષસવંશને લાંછન લગાડવા જેવું છે.' માલ્યવાને કચવાતે હૈયે વરાળ કાઢી.
‘માલ્યવાન! દીર્ઘદ્રષ્ટા બનવાની જરૂર છે. જીવનમાં બનતા પ્રસંગો પરથી
For Private And Personal Use Only