________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક . પણમનો આરંભ કરી
મંદોદરી સાથે ભોગ-વિલાસમાં દશમુખ રાવણના દિવસો પસાર થવા લાગ્યા. ક્યારેક મંદોદરીને લઈ આકાશમાર્ગે કોઈ પર્વતની કોતરોમાં પહોંચી જતો તો ક્યારેક કોઈ રમણીય ભૂમિપ્રદેશ પર જઈ પહોંચતો. ક્યારેક કોઈ ગગનચુંબી ગિરિશિખર પર આરોહણ કરતો, તો ક્યારેક કોઈ અતિરમ્ય સરોવરની પાળે પ્રેમરસને લૂંટતો. ક્યારેક દશમુખ એકલો જ કોઈ અણદીક્યા પ્રદેશની મુલાકાતે પહોંચી જતો અને કંઈ ને કંઈ નવાજૂની કરીને પાછો આવતો!
એક દિવસની વાત છે. દશમુખ એકલો જે આકાશમાર્ગે નીકળી પડ્યો. ઊંચે ને ઊંચે... ઊંચે ને... ઊંચે... ઊડતો જ ગયો. મેઘર પર્વતની ટોચે પહોંચ્યો. વાદળો નીચે અને દશમુખ ઉપર! જાણે વાદળલોક પર વિજય ન વર્યો હોય! દશમુખે પર્વતની ટોચ પરથી ચારેકોર નજર નાંખી, ત્યાં તેની આંખો વિકસ્વર બની ગઈ, તેના અંગેઅંગમાં રોમાંચ પ્રગટી ગયા.
ઉત્તર દિશાના સરોવરની વિપુલ જલરાશિમાં હજારો વિદ્યાધર કન્યાઓ મનમાની જલક્રીડા કરી રહી હતી.
દશમુખ ધીમે પગલે એ મન્મથ રાજ્ય તરફ આગળ વધ્યો. સરોવરને કિનારે એક વટ વૃક્ષ હતું. વટ વૃક્ષની નીચે આવી દશમુખ ઊભો રહ્યો. વિદ્યાધર કન્યાની દૃષ્ટિ ખેંચાણી. દષ્ટિમાં દૃષ્ટિ પરોવાઈ. વિદ્યાધર પુત્રીઓ વિકારવિવશ બની ગઈ. દશમુખનું અસાધારણ સૌન્દર્ય વિદ્યાધર કન્યાઓના મનોરાજ્યનું માલિક બની ગયું. છ હજાર કન્યાઓ દશમુખને વરવા ઉત્કંઠિત બની.
પદ્માવતી, અશોકલતા અને વિદ્યુ—ભા આ કન્યામંડળની અગ્રણી હતી. સરોવરની બહાર નીકળી, વસ્ત્રોનું પરિધાન કરી, એ અનંગપરવશ પડેલી કન્યાઓ દશમુખની સામે આવીને ઊભી રહી. તેમને કંઈ કહેવું હતું પણ બોલી શકતી ન હતી. વિકારનો આવેશ જ એવો હોય છે કે તે શબ્દશક્તિને હરી લે છે. ‘હે પ્રિય! તમારા પ્રથમવારનાં જ દર્શને અમારા પર અજબ કામણ કર્યું!'
સર્વશ્રી વિદ્યાધરની કન્યા પદ્માવતીએ સર્વ શબ્દશક્તિને એકઠી કરી કહી નાખ્યું :
‘પ્રિય! મારી પણ એવી જ સ્થિતિ થઈ છે!' રાવણ બોલ્યો. મીન પથરાયું.
For Private And Personal Use Only