________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આવો છે સંસાર
૧૯૫ ક્યાં જવું છે?'
અહીં બાજુમાં જ ભગવાન ઋષભદેવનું દેરાસર છે. મેં જોયેલું છે, ચાલ દર્શન કરી આવીએ.”
રાત અંધારી હતી, પરંતુ આ પ્રદેશ અંજનાથી પરિચિત હતો. બંને સખીઓ એક-બીજાનો હાથ પકડીને ધીમે ધીમે ચાલવા લાગી. થોડુંક ચાલ્યા ત્યાં સામે જ ઝાંખું ઝાંખું દેરાસર દેખાવા લાગ્યું. અંજનાનું હૃદય આનંદિત બન્યું. બંનેએ દેરાસરની પાસે પહોંચી નમો વિનાનું કહી દેરાસરમાં પ્રવેશ કર્યો. ત્રિલોકનાથ પરમાત્મા જિનેશ્વરની કરણારસભરી પ્રતિમા જોઈ, મનમયૂર નાચી ઊઠ્યો. દીપકોનો પ્રકાશ કંઈક ઝાંખો પડ્યો હતો, પરંતુ ઝાંખા પ્રકાશમાં ય પ્રતિમાનું દર્શન દિલ ડોલાવી દે, તેવું થયું હતું.
પરમાત્માની સમક્ષ બંને સખીઓ બેસી ગઈ. પરમાત્માની મનોરમ મુખમુદ્રા પર દૃષ્ટિ સ્થિર કરી, સ્તવનાનો પ્રારંભ કર્યો.
સહુનું કરો કલ્યાણ, કૃપાનિધિ...! નિરખી તન-મનમાં દુઃખ મારાં દૂર કરો ભગવાન... કૃપાનિધિ! નાભિનંદન! તમને વંદન, અંતરમાં ધરું ધ્યાન... કૃપાનિધિ! સહુનું કરો કલ્યાણ કૃપાનિધિ ! મધુર અને દર્દભર્યા અવાજે વાતાવરણમાં ફેરફાર કરી નાંખ્યો. દીપકની જ્યોત વધુ ચમકી અને પરમાત્માની આંખ હસી ઊઠી. વસંતતિલકાએ સ્તવનાને ઉપાડી લીધી. પાપોમાં લયલીન બની હું પામી ના કંઈ જ્ઞાન.... કૃપાનિધિ... દુઃખિયારી હું ભવભવ ભટકું લાવો આતમભાન... કૃપાનિધિ... બંનેના સૂર ભેગા મળ્યા : સહુનું કરો કલ્યાણ... કૃપાનિધિ! સહુનું કરો કલ્યાણ... કૃપાનિધિ! અંજનાની આંખોમાં આંસુ ઊભરાયાં. તેણે સ્તવના આગળ ચલાવી :
For Private And Personal Use Only