________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પવનંજય અને અંજના
૧૬૭
બાંલીશ મા, ન બોલાય તેવું. આર્યદેશની કન્યા એક વખત જ મનનું દાન દે છે. અંજના તો મનથી તો વરી ચૂકી જ છે. હવે એમાં કોઈ ફેરફાર શક્ય નથી.' ‘તેથી હું શું કરું? હું એને નથી જ પરણવાનો. ચાલ, હવે આપણે નગરમાં પહોંચી જઈએ.'
પલંગ પરથી ઊઠીને એણે ચાલવા માંડ્યું ત્યાં પ્રહસિતે હાથ પકડીને પાછો બેસાડ્યો. પવનંજય પ્રહસતની સામે ટગર ટગર જોઈ રહ્યો. પ્રહસિત પવનંજયના બે હાથ પોતાના હાથમાં સજ્જડ પકડી રાખ્યા.
થોડીક વાર બંને મિત્રોએ મૌન પકડ્યું.
‘પવનંજય! મહાપુરુષ કોને કહેવાય?' પ્રહસિતે ખૂબ જ મમતાભર્યા અવાજે વાતને આરંભી.
‘તું જ કહે’
‘એક વાર જે વાત સ્વીકારી તેને કોઈ પણ ભોગે ન છોડે તે.’
‘એટલે?’
એટલે એ કે તેં એકવાર અંજનાને સ્વીકારી લીધી છે. હવે તારે એ સ્વીકારને કોઈ પણ ભોગે નકારવા ન જોઈએ.’
‘મારું તેવું મહાનપણું.'
‘નથી જોઈતું એમ કહેવું છે ને?’ પ્રહસિતે વાક્ય પૂરું કર્યું. પવનંજય મૌન રહ્યા. ‘ભલે તારું મહાનપણું ન જોઈતું હોય; પરંતુ ગુરુજનોનું તો મહાનપણું ટકાવવું જોઈએ ને!’ પ્રહિંસતે વાતનો વળાંક લીધો.
‘તે હું ક્યાં વડીલજનોના મહાનપણાનો નાશ કરું છું?'
‘પિતાજીએ રાજા મહેન્દ્રને વચન આપ્યું છે, એ તું જાણે છે ને? નંદીશ્વર દ્વીપ પર જ બંને રાજાઓએ તમારાં સગપણ નક્કી કર્યાં છે એ તારાથી અજાણ છે? વિચાર કરે કે હવે જો તું ના પાડીશ તો પિતાજી મહેન્દ્ર રાજાને શું મોં દેખાડશે? શું તું એમ કહીશ કે ‘પિતાજીએ મને પૂછીને ક્યાં સગપણ કર્યું હતું? તને પૂછ્યા વિના તારું અંજના જેવી વિશ્વની શ્રેષ્ઠ રૂપસુંદરી સાથે સગપણ કર્યું. તેમના તારા પરના આ વિશ્વાસનો ઘાત કરવા માંગે છે?’
‘મારે ક્યાં વિશ્વાસધાત કરવો છે?' પવનંજય કંઈક ઢીલો પડ્યો.
વિશ્વાસઘાત નહિ તો બીજું શું? જ્યારે પિતાજી આ વાત જાણશે ત્યારે એમના દિલને કેવો કારમો ઘા વાગશે, તેનો તું ખ્યાલ કર. મિત્ર! હું સમજું છું
For Private And Personal Use Only