________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
જૈન રામાયણ કે આ તબક્કે મારી આ વાતથી તું નારાજ થઈશ, પરંતુ એક કલ્યાણમિત્ર તરીકે મને મારી સમજ મુજબ જે લાગતું હોય તે કહેવું જ જોઈએ અને એ કહેતાં જો તારું દિલ દુભાયું હોય તો ક્ષમા કરજે.' પ્રહસિતનું ગળું જરા ગળગળું બની ગયું. ગળગળા અવાજે જ તેણે પોતાની વાતને આગળ લંબાવી.
ખરેખર દુષ્ટ પ્રારબ્ધનો જ આ વાંક લાગે છે, બાકી અંજનામાં દોપનાં અંશ પણ નથી. સ્નેહીજનોનાં હૃદય પણ જો દેવ રૂઠે તો ભદાતાં વાર નથી લાગતી.”
“પ્રહસિત, તારી બધી વાતનો સાર એ છે કે મારે વડીલોની ખાતર મારું ભાવિજીવન બરબાદ થતું હોય તો થવા દેવું.'
ના, જરા ય નહિ. જો મને તારું ભાવિજીવન બરબાદ થતું લાગતું હોય તો હું તને જરા ય આગ્રહ ન કરત. હું વડીલોને સમજાવવા પ્રયત્ન કરત. પરંતુ મને તો અંજના સાથેનું તારું ભાવિજીવન ઉજવવા લાગે છે, માટે જ આટલો આગ્રહ કરી રહ્યો છું. વળી માની લે કે અંજનાને છોડીને તું કોઈ બીજી કન્યા સાથે લગ્ન કરીશ તો શું ભાવિજીવન ઊજળું જ બની જશે એમ માને છે? અરે, જે તારું પ્રારબ્ધ જ વાંકું હશે તો સારી માનેલી કન્યા પણ પરણ્યા પછી બગડી જતાં વાર નહિ લાગે.”
કેવો અદ્દભુત મિત્ર! પવનંજય રાજપુત્ર હોવા છતાં, શરમમાં જરા ય • ખેંચાતાં અવસરે સાચી વાત કહેતાં તે અચકાતો નથી. ધર્મગુરુની અદાથી તે પવનંજયને સુંદર સલાહ આપીને, એક સારા મિત્રનો આદર્શ પૂરો પાડે છે!
ભાઈ! કેવળ તું તારા વિચારના પ્રવાહમાં ન ખચાઈ જા, તારી આસપાસના બધા જ સંયોગોનો તું વિચાર કર. બસ, મારે હવે કંઈ વધારે કહેવું નથી.”
વિજય પ્રહસિતની વાતનું ઉલ્લંઘા કરી શકે એમ ન હતું. મિત્રની વાત માન્ય રાખી, અંજના સાથે વિવાહ કરવા માટે તેણે સંમતિ આપી.
‘પરંતુ હૃદયમાંથી અંજના પ્રત્યેનો દુર્ભાવ તો ન જ ગયો! ક્યાંથી જાય ? પૂર્વભવમાંથી અંજના એવું પ્રારબ્ધ લઈને આવી છે કે પતિના હૈયામાં પોતાના પ્રત્યે સદ્ભાવ જાગવા જ ન દ!
હજુ બંને મિત્રોને પ્રભાતિક કાયોંથી પરવારવાનું બાકી હતું. દરવાજે પરિચારિકા રાહ જોઈને ઊભી રહી હતી.
પ્રહસિતે ઊભા થઈને દરવાજો ખોલ્યો. ઇશારાથી પરિચારિકાને અંદર દાખલ થવાની રજા આપી દીધી.
For Private And Personal Use Only