________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
જૈન રામાયણ ધ્યાન, તપ, ત્યાગ અને ગુસેવા વગેરે અનેક બાહ્ય-અત્યંતર સાધનામાં મગ્ન થઈ જવું જોઈએ. આ રીતે વનમાં રહેવાથી સર્વથા નિષ્પાપ જીવન જીવી શકાય નહિ. છ પ્રકારના જીવો(પટકાય)ને સર્વથા અભયદાન આપી શકાય નહિ.'
તાપસ એકાગ્રતાપૂર્વક શ્રમણની સાકરમધુર વાણીને સાંભળી રહ્યો હતો. શ્રમણોએ પરમાત્મા જિનેશ્વરદેવના શાસનનો સર્વાગ સંપૂર્ણ, નિષ્પાપ સાધનામાર્ગ બતાવ્યો. સાધક જીવનની ભવ્ય દિનચર્યા સમજાવી. પરમાત્માનો અદ્ભુત તત્ત્વમાર્ગ બતાવ્યો.
તાપસના અંતઃકરણમાં સમ્યગુજ્ઞાનનો રત્નદીવો પ્રગટી ગયો. તેને શ્રમણોની વાત ગમી. તેને સાધનાનાં સોપાનો આરોહણ કરવાનાં અરમાન જાગ્યાં. તેણે ગૃહસ્થજીવનની સાધનાનો ખ્યાલ મેળવ્યો.. પણ એનાથીય આગળ સાધના કરી લેવાની ભાવના તેને જાગ્રત થઈ. શ્રમણ પાસેથી શ્રમણ જીવનની સંપૂર્ણ રૂપરેખા જાણી ત્યારે હૃદયમાં હર્ષનો સાગર હિલોળે ચડયા.
તેણે પોતાની ધર્મપત્ની કુર્મીને પણ બોલાવી. તેણે પણ શ્રમણોના પાવન મુખે ગૃહસ્થજીવનની ચર્યા સમજી લીધી. શ્રાવિકા બનવાના તેને પણ મનોરથ જાગ્યા. બ્રહ્મરુચિએ કર્મીને પૂછી જોયું કે પોતે શ્રમણ બને તો તેની અનુમતિ છે ને? તેને દુઃખ નહિ થાય ન? કુર્મી પતિના અભિપ્રાયને, પતિના પ્રિયને સમજનારી હતી. તેણે પતિની શ્રમણ બનવાની ભાવનાને અનુમતિ આપી. શ્રમણોએ ત્યાં જ બ્રહ્મરચિને શ્રમણવેશ સમર્યો. ગર્ભિણી પિપત્નીને શ્રાવિકા-ધર્મ આપ્યો.
શ્રમણોએ ત્યાંથી બ્રહ્મચિને લઈને વિહાર કર્યો. કુમ આશ્રમમાં રહી ગર્ભનું કાળજીપૂર્વક પાલન કરવા લાગી.
શ્રાવિકા બનેલી ઋષિપત્ની હવે રોજ શ્રમણોએ આપેલા નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરે છે અને પરમાત્મા જિનેશ્વરદેવનું નામસ્મરણ કરે છે. તેણે કંદમૂળનો ત્યાગ કર્યો અને ભક્ષ્ય એવાં જ ફળો પર નિર્વાહ કરવા માંડ્યો. નદીનું પાણી ગાળીને ઉપયોગમાં લેવા માંડ્યું .
નવ મહિના પૂર્ણ થયા. ઋષિપત્નીએ એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યો. પરંતુ જગતની બીજી માતાઓ જે પુત્રોને જન્મ આપે છે તેના કરતાં આ પુત્રનો જન્મ આશ્ચર્યજનક બન્યો! જન્મતાં બીજાં બાળકોની જેમ આ ઋષિપત્ર રોતો નથી! રુદન ન કર્યું, માટે તેનું નામ “નારદ' કહેવાયું
નવજાત પુત્રને આશ્રમના આંગણામાં, એક રમણીય વૃક્ષની નીચે, પર્ણની પથારી પર, રમતો મૂકી ઋષિપત્ની નદીમાં પાણી ભરવા ગઈ.
For Private And Personal Use Only