________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
રની દીવાલ પર
જૈન રામાયણ બેટી અંજના, મારી કેટલીક શિખામણો તારા હૃદયમંદિરની દીવાલો પર લખી રાખજે -
તારા સસરાને તું પિતાતુલ્ય માનજે. તારી સાસુને માતાના સ્થાને સ્થાપજે. તારા પતિને તારા દેવ માનીને પૂજજે. શીલને જીવનની સર્વસંપત્તિ માનીને તેનું જતન કરજે . શ્રી નવકારમંત્રનું તારા ચિત્તમાં સતત ધ્યાન ધરજે. ગંભીરતા, ઉદારતા, સહિષ્ણુતા અને પ્રેમાળતા આ ચાર ગુણનાં ચાર પુષ્પો તારા અંબોડામાં સદેવ મઘમઘતાં રાખજે.
તારી મતિને પરમાત્મા શ્રી જિનેશ્વરદેવના ઉપદેશથી રસાયેલી રાખજે. વિશેષ તને શું કહેવું? તે જેવી રીતે અમારા ઘરને તારા ગુણોથી, કળાથી ઊજળું બનાવ્યું છે એવી જ રીતે હવે તારા ઘરને ઊજળું કરજે બેટા અને ક્યારેક તારી માતાને યાદ કરજે,'હૃદયસુંદરીનો અવાજ રડી પડ્યો. અંજનાની આંખોમાંથી આંસુની ધારા છૂટી. તેણે માતાનાં ચરણોમાં મસ્તક મૂકી માતાની શુભાશિષ માગી.
સખી વસંતતિલકાને સાથે લઈ જનાએ પવનંજયના વિમાનમાં પગ મૂક્યા. પ્રસ્તાદરાજનું વિમાન સૌપ્રથમ આકાશમાર્ગે ગતિશીલ બન્યું. ત્યારબાદ પવનંજયના વિમાને માનસરોવરના રમણીય તટનો ત્યાગ કર્યો.
અંજનાએ વિમાનની બારીમાંથી ડોકિયું કરી, માતા-પિતાનાં મધુર દર્શન કરી લીધાં. જોતજોતામાં તો વિમાન દૃષ્ટિથી દૂર દૂર ચાલી ગયું.
રાજા મહેન્દ્ર અને રાણી હૃદયસુંદરીની આંખમાંથી આંસુનું છેલ્લું બિંદુ પડી ગયું.
For Private And Personal Use Only