________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦. દુ:ખ પછી સુખ છે આશાઓના જીર્ણશીર્ણ અને જર્જર અવશેષોના જનાજાને ઉપાડી પવનંજય આકાશમાર્ગે પોતાના નગર તરફ વળ્ય.
રાજા પ્રલાદે પુત્રવધુ અંજનાને સાત મજલાનો ભવ્ય મહેલ આવાસ માટે અર્પણ કર્યો. જાણે સ્વર્ગલોકનું વિમાન ભૂમિસ્થ બન્યું ન હોય! અનેક દાસદાસીઓથી અને રાજ કુળની વૃદ્ધાઓ, યૌવનાઓ અને બાળાઓની અવરજવરથી મહેલ ધમધમી ઊઠ્યો. જેણે જેણે અંજનાને જોઈ, તેણે તેણે પ્રશંસાનાં પુષ્પોની વર્ષા વરસાવી. આખો દિવસ લોકોની અવરજવર ચાલી. રાત્રિ પડી. અંજનાનું પ્યારું હૃદય પ્રમવારિનાં પાન કરવા ઉત્સુક બન્યું. પવનંજયનાં દર્શન કરવા તેની આંખો ચારેકોર ફરવા લાગી.
નીરવતા વ્યાપી અને અંધારું થયું. હમણાં પતિદેવ આવશે. હમણાં પ્રેમનું સંગીત રણઝણી ઊઠશે...” સંયોગ સુખની સુમધુર કલ્પનાની માદકતા તેની આંખોમાં છલકાવા લાગી.
રાજમહાલયનાં ચોકીદારે બારના ડંકા દીધા. અંજના કલ્પના-નિદ્રામાંથી ઝબકીને જાગી. જુએ છે તો પગ આગળ ભૂમિ પર સૂતેલી વસંતતિલકા સિવાય શયનગૃહમાં કોઈ જ દેખાયું નહિ. તેના હૈયામાં ધ્રાસકો પડ્યો. “વસંતા...” ભૂમિ પર સૂતેલી વસંતાને અંજનાએ ઢંઢોળીને જગાડી. “શું હજુ પવનંજય આવ્યા નથી?' અંજનાની સામે, આંખો ચોળતી વસંતતિલકાએ પ્રશ્ન કર્યો. ‘ના’. ભાંગેલા હૈયે અંજનાએ કહ્યું.
મૌન પથરાયું. અંજનાના મુખ પર ખેદ અને નિરાશાની લાગણીઓ પથરાઈ ગઈ, એના ચિત્તમાંથી અનેક અશુભ વિચારો પસાર થઈ ગયા.
‘પણ હવે આમ જાગતાં ક્યાં સુધી બેસી રહીશ? હવે સૂઈ જઈએ.’ વસંતતિલકાએ અંજનાનો હાથ પોતાના હાથમાં લઈ કહ્યું.
મારી તો ઊંઘ આજે જાણે નાસી ગઈ છે. નિસાસો નાંખીને અંજનાએ ઝરૂખાની બહાર મોટું કાઢયું.
મને લાગે છે કે જરૂર તેઓ કોઈ અગત્યના કામમાં પરોવાઈ ગયા હોવા જોઈએ.' વસંતતિલકાએ અંજનાના દિલને આશ્વાસન મળે એ હેતુથી કહ્યું. પરંતુ આવા પાયા વિનાના આશ્વાસનથી અંજનાને સંતોષ થઈ શકે એમ ન હતો. એ તો બેસી જ રહી. વસંતતિલકા પણ ઊંધી ન શકી. કેવી રીતે ઊંધી શકે? પ્રાણ કરતાં પણ અધિક વહાલી સખીનું ચિત્ત વ્યાકુળ હોય ત્યારે તેને ઊંઘ ન જ આવે.
For Private And Personal Use Only