________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૨
જૈન રામાયણ આખી રાત પવનંજયની રાહ જોઈ જોઈને જ પૂરી કરી; એ આશાએ કે સવારે તો જરૂર પવનંજય આવશે અને રાત્રે પોતે ન આવી શકયો, તેની દિલગીરી વ્યક્ત કરી, પત્નીના ચિત્તનું રંજન કરશે. પરંતુ પ્રભાતવેળાએ પણ પવનંજયનાં દર્શન ન થયાં.
પવનંજય તો આવીને પોતાના નિવાસસ્થાનમાં જ સીધો પહોંચી ગયો અને રાજ્યના કાર્યોમાં રોકાઈ ગયો. જો કે તેનું ભગ્ન હૃદય રાજકાર્યોમાં પરોવાઈ શકે તેમ જ ન હતું, પરંતુ અંજના પ્રત્યેના ભારોભાર રોષે તેને અંજનાની પાસે પહોંચવા ન દીધો. મિત્ર પ્રહસિતે ઘણું ઘણું સમજાવ્યું છતાં તે ન સમજ્યો, તે ન જ સમજ્યો. તીવ્ર કષાયોના ઉદયમાં જીવની આવી જ પરિસ્થિતિ સર્જાય છે.
અંજનાને પોતાનું મોં પણ બતાવવું એણે બંધ કર્યું. અંજનાની સ્થિતિ કફોડી થઈ ગઈ. તેના ભાંગ્યા હૈયાની દર્દભરી ચીસો સાંભળનાર એક વસંતતિલકા સિવાય કોઈ જ ન હતું. સાત મજલાનો મોટો મહેલ એક બિહામણા ખંડિયેર જેવો ભાસવા લાગ્યો. અંજનાના કણ કંદનના પડઘા ભીંતો પર ભટકાવા લાગ્યા.
તીવ્ર વેદનાઓ, ઊભરાતાં આંસુઓ, ધખધખતા નિ:શ્વાસો, નિરાશાપૂર્ણ વિવશતા, દીનતા અને ઉદાસીનતાનું જાણે એક નરકાગાર સર્જાઈ ગયું.
પવનંજય વિના અંજનાનું જીવન અંધકારમય બની ગયું. જાણે ચન્દ્ર વિનાની અમાસની રાતલડી!
અંજના, પણ આમ રાત-દિવસ શોક અને આક્રંદ કરવાથી શું વિશેષ છે?' કેટલાય દિવસોથી, મહિનાઓથી અંજનાએ શરીરે સ્નાન નથી કર્યું, માથે તેલ નથી નાંખ્યું, વેણી શણગાર નથી કર્યો, સુંદર વસ્ત્રો નથી પહેર્યા. રોઈ રોઈને આંખો સૂઝી ગઈ છે. વિલાપ કરી કરીને તેનું મુખ પ્લાન બની ગયું છે. પલંગમાં આળોટી આળોટીને તેનાં કપડાં ચોળાઈ ગયાં છે. સખીની, આવી નજરે ના જોઈ શકાય એવી અસહ્ય સ્થિતિ જોઈને વસંતતિલકાએ અંજનાની પીઠ પર હાથ ફેરવતાં કહ્યું,
“મારું તો સર્વસ્વ લુંટાઈ ગયું. અંજના રડી પડી. માં બે પગ વચ્ચે દબાવીને, તેણે ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યું.
“અંજના, તારા જેવી જિનવચનાનુરાગી સ્ત્રીને, આમ આપત્તિ વખતે મૂંઝાઈ જવું ન શોભે, આપત્તિ વખતે તો તે મૂંઝાઈ જાય કે જેને પુણ્ય – પાપ અને પ્રારબ્ધના સિદ્ધાંતો પર શ્રદ્ધા ન હોય. ચાલ ઊભી થા, આમ રડી રડીને જીવન પૂરું કરવું ન શોભે.'
For Private And Personal Use Only