________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- ૧૫. મથુરામાં મધુનું મિલન રાજપુરમાં રાવણ ધારણા કરતાં અધિક રોકાયો.
મતરાજે પોતાની કનકપ્રભા નામની કન્યાનું રાવણ સાથે લગ્ન કર્યું. તેથી રાવણ સાથે મતની મૈત્રી પાકી બની. રાવણે અહીંના રમણીય ઉદ્યાનોમાં કેટલોક કાળ નિર્ગમન કર્યો. એક દિવસ પાતાલલકાના અધિપતિ ખર વિદ્યાધરે આવીને કહ્યું.
હે લંકાપતિ! હવે આપણે આગળ પ્રયાણ કરવું જોઈએ. કેમ કે આપણે હજી એક પ્રબળ શત્રુને પરાસ્ત કરવાનો છે...”
બરાબર યાદ કરાવ્યું! ખરને હસીને દશમુખે પ્રત્યુત્તર આપ્યો અને સાથે જ પ્રયાણ કરવાની સૈન્યને આજ્ઞા કરી.
એક પ્રભાતે, ખુશનુમા હવામાનમાં રાવણે આકાશમાર્ગે પ્રયાણ પ્રારંવ્યું. થોડાક કલાકો વીત્યા.
આ મથુરા આવ્યું... વાનરેશ્વર સુગ્રીવે મોટા અવાજે દશમુખને કહ્યું. ‘વિમાન નીચે ઉતારો.' રાવણે આજ્ઞા કરી.
જોતજોતામાં મથુરાનો બાહ્ય પ્રદેશ મનુષ્યો અને પ્રાણીઓથી સાગરની જેમ ઊભરાવા લાગ્યો. મથુરાનરેશ હરિવાહન, પુત્ર મધુની સાથે રાવણની સેવામાં પ્રેમથી ઉપસ્થિત થયા. બંને રાજાઓએ અરસપરસ પ્રેમથી વાર્તાલાપ કર્યો. ત્યાં રાવણની દૃષ્ટિ રાજપુત્ર મધુ પર પડી. મધુ એટલે સાચે જ મધુ હતો! તેનું મુખડું અને તેનું વયણું! જાણે મધઝરતો મધપૂડો!
રાવણ ખૂબ પ્રસન્ન થઈ ગયો, પણ તરત જ આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો. તેણે રાજપુત્ર મધુના પાસે ‘શૂળ' નામનું શસ્ત્ર જોયું. શસ્ત્ર માત્ર શસ્ત્ર જ ન હતું પણ એ શસ્ત્ર દેવી હતું. શસ્ત્રનું તેજ, આકાર અને પ્રતાપ જોઈને રાવણે હરિવહન રાજાને પૂછુયું :
રાજનુ! રાજપુત્રની પાસે આ શૂળ આયુધ ક્યાંથી આવ્યું?' ‘હરિવાહને મધુને પ્રત્યુત્તર આપવા આંખનો ઇશારો કર્યો. મધુએ મધુર વાણીમાં લંકાપતિના પ્રશ્નનો પ્રત્યુત્તર આપ્યો :
હે પૂજ્ય! આ શુળ શસ્ત્રની પાછળ જન્માંતરનો રોમાંચક ઇતિહાસ પડેલો છે. વાત જરા લાંબી છે.”
એમ? બહુ સરસ! જરાય સંકોચ રાખ્યા વિના તે કહે.” રાવણે મધુને પોતાની પાસે બેસાડતાં, એની પીઠ પર હાથ ફેરવીને કહ્યું,
For Private And Personal Use Only