________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૪
માયણ ઉડ્ડયન કરવાની વિદ્યાથી તેઓ ભિન્ન ભિન્ન શાશ્વત તીર્થોની યાત્રા કરવા લાગ્યા! વચ્ચે કોઈ આકર્ષક નગર, વન કે ગુફા દેખાય તો ઊતરી પડે નીચે. હા, તેઓ કોઈના દ્વારે ગયા અને તેમનું જ સ્વાગત ન કર્યું તો પેલાના બાર જ વાગ્યા સમજવા! એમને ઝઘડો જોવાનો શોખ! ઝઘડો જોવા ન મળે તો ઝઘડો કરાવવાનો! સંગીતનો પણ એટલો જ રસ! હાથમાં વીણા રાખીને ફરવાના
આ બધાની સાથે એમની ગુણસમૃદ્ધિ પણ જેવી તેવી નથી. તેઓ અણુવ્રતધારી
અણુવ્રત એટલે શું?’ મરુત રાજાએ વચ્ચે જ પ્રશ્ન કર્યો. “અણુવ્રત પાંચ છે. વ્રતનું આંશિક પાલન કરનાર અણુવ્રતી કહેવાય, વ્રતનું સર્વથા પાલન કરે તે મહાવ્રતી કહેવાય.
૧. હિંસા ન કરવી. ૨. જૂઠ ન બોલવું. ૩. ચોરી ન કરવી. ૪. મૈથુન ન સેવવું. ૫. પરિગ્રહ ન રાખવો.
આ પાંચેય વ્રતોનું નારદજી અમુક અંશે પાલન કરે છે. હમણાં જ તમે ન જોયું? આ હિંસક યજ્ઞ જોઈને તેમને કેટલું દુઃખ થયું હતું? હિંસા બંધ કરાવવા તેમણે કેટલી બધી ધમાલ મચાવી? બસ, તેઓ પૃથ્વી પર ઇચ્છા મુજબ વિચરતા જ રહે છે! તેમણે લગ્ન કર્યું નથી અને કરવાના પણ નથી! તેઓ બ્રહ્મચારી છે.'
નારદજી અંગેની આટલી રસપૂર્વક માહિતી આપી રાવણે હવે આગળ પ્રયાણ કરવાની મરુતુ રાજા પાસે ૨જા માંગી.
0
0
0
For Private And Personal Use Only