________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯. પવનંજય અને અંજના
સ્નાનાદિ ક્રિયાઓથી પરવારી રાજા મહેન્દ્ર જિનપૂજન માટેનાં સુંદર શ્વેતવસ્ત્રો ધારણ કરી, પૂજનની ઉચ્ચ પ્રકારની સામગ્રી લઈ, જિનભવનમાં જવા માટે તૈયાર થયા. પતિને તૈયાર થઈને ઊભેલા જોઈ, હૃદયસુંદરી પણ ઝડપથી વસ્ત્રપરિધાન કરી, પતિની પાસે આવી ઊભી.
અંજનાને કેટલી વાર છે?' હૃદયસુંદરીને રાજાએ પૂછ્યું.
એ અંજના..” બૂમ પાડતી હૃદયસુંદરી અંજનાના ખંડ તરફ ઝડપથી પહોંચી. ત્યાં તો સખીઓનો વિનોદ ચાલી રહ્યો હતો. માતાનો અવાજ સાંભળીને ટપોટપ સખીઓ તૈયારી કરવા લાગી.
તમને એટલો ખ્યાલ નથી રહેતો કે, મહારાજા ક્યારના ય તૈયાર થઈને તમારી રાહ જોઈને ઊભા છે?' હૃદયસુંદરીએ જરાક ભારે અવાજે કહ્યું.
બે મિનિટમાં તો ટપોટપ તૈયારી કરી, અંજના પિતાજીની પાસે આવી પહોંચી. પાછળ સખીઓ પણ પૂજનસામગ્રી લઈને આવી પહોંચી. પિતાજીના હાથમાંથી પૂજાનો થાળ લઈ, અંજના આગળ ચાલવા લાગી.
નંદીશ્વરદ્વીપનાં ગગનચુંબી ભવ્ય જિનમંદિરોને જોઈને સૌનાં હૈયાં પુલકિત બની ગયાં. વિધિપૂર્વક પ્રવેશ કરી સૌએ ઊછળતા ભક્તિભાવથી પરમાત્મા શ્રી જિનેશ્વરદેવની ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરી.
દ્રવ્યપૂજા પૂર્ણ કરીને સૌ ભાવપૂજા કરવા માટે મંદિરના મધ્ય ભાગમાં આવીને બેઠાં. પરમાત્મા પ્રત્યેની ભરપૂર ભક્તિથી મધુર કંઠે સ્તવના કરી.
ત્યાં આદિત્યપુરના રાજા પ્રલાદ પણ પોતાના વિશાળ પરિવાર સાથે યાત્રાર્થે આવેલો. રાજા મહેન્દ્રની અપૂર્વ જિનભક્તિ ચાલતી જોઈન પાછળ જ બેસી ગયો.
રાજા મહેન્દ્રની બાજુમાં બેઠેલી અંજના પર પ્રલાદની દૃષ્ટિ પડી. એના ચિત્તમાંથી વિચારની એક હારમાળા પસાર થઈ ગઈ. તત્ક્ષણ પાછો તે પ્રભુભક્તિમાં લીન બની ગયો.
સ્તવના પૂર્ણ થઈ. રાજા મહેન્દ્ર પરિવાર સાથે જિનમંદિરમાંથી બહાર નીકળ્યો. મલ્લાદ પણ પાછળ જ બહાર નીકળ્યો અને મહેન્દ્રને ભેટયો. બંને રાજાઓએ અરસપરસ સુખશાતા પૂછી. રાજ્યની કુશળતા પૂછી. બંને
For Private And Personal Use Only