________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
જૈન રામાયણ
દાસીએ ક્રમશઃ વિદ્યાધર રાજાઓની ઓળખ આપવા માંડી. પરાક્રમ, કુળ, પરિવાર, રૂપ, કળા, રાજ્ય... વગેરેનું રોચક વર્ણન કરવા માંડ્યું. એક પછી એક... સેંકડો વિદ્યાધર રાજાઓ પર નાપસંદગી ઊતરી, જ્યાં વાનરદ્વીપનો અધિપતિ કિષ્કિન્ધિ બેઠો હતો, ત્યાં શ્રીમાલા પહોંચી. કિષ્કિન્ધિને જોતાં જ શ્રીમાલાના અંગેઅંગમાં રોમાંચ પ્રગટ્યો... કિષ્લેિન્થિના ગળામાં વરમાળા આરોપાઈ ગઈ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ ત્યાં તો રથનૂપુરથી આવેલો વિજયસિંહ રાજકુમાર રોષથી ભભૂકી ઊઠ્યો. પ્રબળ પરાક્રમથી ગર્વિષ્ઠ બનેલા વિજયસિંહે ત્રાડ પાડી.
‘આ વાંદરાઓને અહીં કોણે બોલાવ્યા? વૈતાઢ્ય પરથી પૂર્વે પણ આમને ચોરની જેમ હાંકી કાઢવામાં આવ્યા હતા... અધમ... દુષ્ટ... પણ હવે તેમને પાછા જ ન જવા દઉં... પશુની જેમ અહીં આ સ્વયંવરની વેદી પર વધેરી નાખું છું...' એમ રાડો પાડતો યમરાજના જેવો વિજયસિંહ હાથમાં ભયંકર ખડગ લઈને ઊછળ્યો.
સ્વયંવરમાં આવેલા વિદ્યાધર રાજાઓ બે વિભાગોમાં વહેંચાઈ ગયા.
કેટલાકે વિજયસિંહનો પક્ષ લીધો. કેટલાકે કિષ્ક્રિન્ધિનો પક્ષ સ્વીકાર્યો. કિષ્કિંન્ધિ સાથે તેનો પરમમિત્ર લંકાપતિ સુકેશ મરણિયો થઈને ઝૂઝવા માંડ્યો.
સ્વયંવરની ભૂમિ યુદ્ધભૂમિ બની ગઈ! ભાલા સામે ભાલા ચમકવા લાગ્યો. તલવારોની સામે તલવારો ઊછળવા લાગી. હાથીઓની સામે હાથી ભટકાવા લાગ્યા. યોદ્ધાઓની કારમી ચિચિયારીઓથી પૃથ્વીને ફાડી નાંખતો ધ્વનિ થવા લાગ્યો. લોહીથી પૃથ્વી ભીંજાઈ, કંઈક વીરો ભૂશરણ થવા લાગ્યા.
કિષ્લેિન્ધિના નાના ભાઈ અંધકે રૌદ્રસ્વરૂપ પકડયું. જેમ ઝાડ પરથી ફળ તોડે તેમ વિજયસિંહનું માથું ધડ પરથી ઉડાવી દીધું. વિજયસિંહ મરાયો ત્યાં તેનું સૈન્ય ત્રાસી ઊઠ્યું અને યુદ્ધભૂમિ છોડી ચાલ્યું ગયું. કિષ્ઠિન્ધિ પણ શ્રીમાલાને લઈને આકાશમાર્ગે કિષ્કિન્ધા તરફ પાછો વળ્યો.
યુદ્ધ... વૈર... કેટલી બધી ભયંકર વસ્તુ છે! કિષ્કિન્ધિના ગર્વનો કોઈ પાર નથી. તે સમજે છે કે ‘મેં શત્રુનો નાશ કરી નાખ્યો એટલે હું નિર્ભય બન્યો... વિજયી બન્યો’ પરંતુ બીજ તો ભૂમિમાં જ દટાયેલું હોય, બહાર ન દેખાય. એમ વૈરનું બીજ વાવ્યા પછી ભલે ચામડાંની આંખે ન દેખાય પણ એ બીજમાંથી જ્યારે એકાએક ભયંકર કાંટાળું વૃક્ષ ઊગે છે ત્યારે આંખો ફાટી જાય છે! પુત્રવધના સમાચાર વાયુવેગે રથનૂપુર પહોંચી ગયા. વિજયસિંહનો પિતા
For Private And Personal Use Only