________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
લંકાનું પતન અને ઉત્થાન અશનિવગ વિદ્યાધરેન્દ્ર ધમધમી ઊઠ્યો. વૈરનો બદલો લેવા તરત જ તે વાનરદીપ પર આવી પહોંચ્યો. અશનિવેગના મદાંધ યોદ્ધાઓએ વાનરદ્વીપના રમણીય ઉદ્યાનો ઉજ્જડ કરવા માંડ્યાં. કિષ્કિન્ધા નગરીને ચારેકોરથી ઘેરી લીધી.
ગુફામાંથી ગર્જના કરતાં જેમ સિંહ નીકળે તેમ લંકાપતિ સુકેશ અને નાના ભાઈ અંધકની સાથે કિષ્કિન્ધા નગરીની બહાર નીકળ્યો.
અશનિવગે પોતે જ સંન્યને મોખરે આવી પ્રચંડ યુદ્ધ કરવા માંડ્યું. પટલાણી જેમ દાતરડાથી ઘાસને કાપે તેમ અશનિવેગ રાક્ષસવીરો અને વાનરવીરોને કાપવા માંડ્યો, પણ તે શોધતો હતો પુત્રઘાતક અંધકને! અંધક તો આંધળો બનીને ઝઝૂમી રહ્યો હતો. કંઈક વિદ્યાધરોના સંહાર કરતો કરતો તે અશનિવેગની સમીપ આવી પહોંચ્યો.
અંધકને પોતાની નજીકમાં જોતાં જ અશનિવેગે છલાંગ મારી! હરણ પર સિંહ જેમ તૂટી પડે તેમ અંધકના ધડ પરથી માથું ઉડાવી દીધું! રાક્ષસદ્વીપ અને વાનરદ્વીપના વિદ્યાધરો ચારે દિશાઓમાં ભાગી છૂટ્યા. સુકેશ અને કિષ્ક્રિબ્ધિ પાતાલલંકામાં જઈને ભરાયા.
પાતાલલકામાં રહેતા કિષ્કિન્વિને બે પરાક્રમી પુત્રો થયા. એકનું નામ આદિત્ય અને બીજાનું નામ રૂક્ષ.
એક વાર કિષ્ક્રિબ્ધિ મેગિરિની યાત્રાએ ચાલ્યો. મેરગિરિ પરની શાશ્વતકાલીન જિનેશ્વર-પ્રતિમાઓને તેણે વંદી, પૂજીને યાત્રાનો મહાન આનંદ પ્રાપ્ત કર્યો. પાછા વળતાં આકાશમાંથી તેણે મધુપર્વત જોયો.
મધુપર્વત પરનાં રમણીય ઉદ્યાનોએ કિષ્કિબ્ધિના ચિત્તને હરી લીધું કિષ્કિબ્ધિએ મધુપર્વત પર અલબેલી નગરી વસાવવાનો મનોરથ કર્યો અને આ તો વિદ્યાધર! જોતજોતામાં તો મધુપર્વતનાં સુવર્ણશિખરો પર કિષ્કિબ્ધિ નામનું નગર વસી ગયું. કિષ્ક્રિબ્ધિ પોતાના પરિવાર સાથે આવીને ત્યાં વસ્યો. જાણે કૈલાસ પર આવીને કુબર વસ્યો!
રાક્ષસપતિ સુકેશ પાતાલલંકામાં દુઃખમય દિવસો વ્યતીત કરતો હતો. તે અરસામાં તેની રાણી ઇન્દ્રાણીએ ત્રણ પુત્રરત્નાને જન્મ આપ્યો. એકનું નામ માલી, બીજાનું નામ સુમાલી અને ત્રીજાનું નામ માલ્યવાન.
ત્રણેય ભાઈઓનું ગજબનાક ભુજાબળ હતું. ત્રણેય યૌવનમાં આવ્યા, યુદ્ધકળામાં નિપુણ બન્યા. એક દિવસ ઇન્દ્રાણીને ખૂબ ઉદાસ જોઈ, મોટા પુત્ર માલીએ પૂછ્યું :
For Private And Personal Use Only