________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
જૈન રામાયણ મા, તું કદીય હસતી તો દેખાતી નથી.” મહાન પરાક્રમી માલીની આંખોમાં આંખો પરોવતાં ઇંદ્રાણીની આંખોમાં પાણી ભરાઈ આવ્યાં. પુત્ર ન જુએ એ રીતે સાડીના પાલવથી તેણે આંખો લૂછી નાંખી, પણ ચકોર માલી પરખી ગયો!
મા, તું રડે છે? શા માટે ? શું તારો કોઈએ અપમાન કર્યું છે? શું તારા સામે કોઈ નરાધમે કુદષ્ટિ કરી છે? શું તને કોઈ રોગ પીડી રહ્યો છે? તું કહે, કહેવું જ પડશે. અમે તારા ત્રણ-ત્રણ પરાક્રમી પુત્રો હોઈએ છતાં તારે આંખમાંથી આંસું પાડવાં પડે એ અમને શૂળથી ય અધિક ખેંચે છે.' ઇંદ્રાણીએ સ્વરથ થઈ કહ્યું :
બેટા! આપણું રાજ્ય જ્યારથી વૈતાઢ્ય પર્વત પરના અશનિવેગ રાજાએ તારા પિતાને અને તારા પિતાના પરમમિત્ર કિષ્કિબ્ધિ વાનરેશરને હરાવી પડાવી લીધું, લંકાના રાજ્ય પર પોતાના આજ્ઞાંકિત નિર્ધાત' નામના વિદ્યાધરને બેસાડ્યો, અને તારા પિતાને અહીં પાતાલલંકામાં આવીને રહેવું પડ્યું, ત્યારથી જ મારા સુખની સંધ્યા આથમી ગઈ છે. જ્યાં સુધી હું દુશ્મનોને..'
“બસ કર મા, સમજી ગયો. પિતાનું રાજ્ય, એ દુષ્ટ નિર્ધાત વિદ્યાધરો હું વિનાશ કરીને, પાછું લઈને જ જંપીશ.'
ત્રણેય ભાઈઓ પિતાના રાજ્યને પાછું મેળવવા તડપી રહ્યા. અગ્નિની જવાલાઓની જેમ વૈરની આગથી તેમનાં મુખ લાલચોળ બની ગયાં. યુદ્ધનાં નિશાન ગડગડ્યાં. નોબત વાગી ઊઠી. લાખો રાક્ષસવીરો લંકાને પુનઃ હસ્તગત કરી લેવા થનગની ઊઠ્યા. માલી, સુમાલી અને માલ્યવાને માતા ઇંદ્રાણીનાં ચરણે મસ્તક નમાવ્યાં અને માતાની શુભ આશિષ મેળવી. કુમારિકાઓએ કુંકુમનાં તિલક કર્યા અને કમરે વિજયી ખડગ બાંધ્યાં!
પુરોહિતે શુભ મુહુર્તનો પોકાર કર્યો. યુદ્ધયાત્રાનું શુભ પ્રયાણ થયું. આકાશમાર્ગે ત્વરાથી સૈન્ય લંકાની સીમામાં આવી પહોંચ્યું. ભીષણ અને રણવીર રાક્ષસવીરોએ લંકાને ચારે કોરથી ઘેરી લીધી. અશનિવેગના પીઠબળથી મદાંધ બનેલો નિર્ધાત ખેચર યુદ્ધ માટે લંકાની બહાર નીકળ્યો.
બહાર આવતાં જ માલીની ભયાનક ગર્જનાએ નિર્ધાતને પડકાર્યો, બંને વીર અને પરાક્રમી! ક્ષણમાં નિર્ધાતનો વિજય દેખાય તો ક્ષણમાં
For Private And Personal Use Only