________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લંકાનું પતન અને ઉત્થાન
૧૫
માલીનો! ત્યાં તો માલીની પડખે સુમાલી અને માલ્યવાન આવી ચઢ્યા. પણ માલીની ત્યાં ગર્જના થઇ.
‘તમે બંને દૂર રહો, એ દુષ્ટને તો હું જ પૂરો કરીશ.' એમ કહેતો માલી સિંહની જેમ છલાંગ મારી નિર્ઘાતની નજીક જઈ ઊભો રહ્યો. યમરાજ જેવો માી તદ્દન નિકટમાં આવતાં નિર્ધાત સ્તબ્ધ બની ગયો. ત્યાં તો માલીએ તીક્ષ્ણ ધા કરી નિર્ધાતના ધડ પરથી માથું અલગ કરી નાંખ્યું, નિર્થાત રણમાં રોળાયો. તેનું સૈન્ય નષ્ટભ્રષ્ટ થઈ ગયું. માલીએ ભાઈઓની સાથે લંકામાં પ્રવેશ કર્યો. લંકાના રાજ્યસિંહાસન પર માલીનો અભિષેક થયો.
કિષ્લેિન્ધિ પર્વત પર કિષ્કિન્ધા નગરીમાં આદિત્યનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો.
પુનઃ લંકા અને કિષ્કિન્ધાના વારસદારોએ સ્વરાજ્ય હાંસલ કરી લીધું. (3)
અંધકનો વધ કરી અભિનવેગનો કોપ શાંત થઈ ગયો હતો. રથનૂપુર પહોંચ્યા પછી અનિવેગના જીવનમાં ઝડપી પરિવર્તન થવા લાગ્યું. રાજ્યની ખટપટોમાંથી તેનું ચિત્ત ઊઠી ગયું. જીવનની અસારતાનું તેને સ્પષ્ટ ભાન થવા લાગ્યું. મોક્ષમાર્ગની ઉપાસના કરી લેવાની ભાવના તેના અંતઃકરણમાં અંકુરિત થઇ. સદ્ભાવનાઓના સતત સિંચનથી સંસારત્યાગનો મનોરથ અંકુર પાંગર્યો અને એક મંગલ દિવસે તેણે સંસારનો સાચોસાચ ત્યાગ કરી દીધો.
રથનૂપુરના રાજ્ય સિંહાસને અશનિવેગનો પુત્ર સહસ્રાર બેઠો.
સહસ્રારની રાણી ચિત્રસુંદરી. રમણીય શયનગૃહમાં ચિત્રસુંદરી સૂતી છે. દીપકમાં ધીમા ધીમા જલી રહ્યા છે. પશ્ચિમનો વાયુ મંદમંદ વહી રહ્યો છે. ચિત્રસુંદરી અર્ધનિદ્રામાં પડી છે. ત્યાં તેણે એક સુંદર સ્વપ્ન જોયું. કદીય નહિ જોયેલું સ્વપ્ન જોઈને ચિત્રસુંદરી હર્ષિત થઈ ગઈ. ઝબકીને બેઠી થઈ ગઈ. સહસ્રાર રાજાના શયનગૃહમાં પહોંચી અને રાજાને શુભ સ્વપ્નની વધામણી આપી.
સહસ્રારે સ્વપ્ન સાંભળી, તેના પર ચિંતન કર્યું.
‘દેવી! તમે એક પુત્રરત્નને પ્રાપ્ત કરશો!' સહસ્રારે કહ્યું.
‘આપનું વચન સફળ બનો!' કહી ચિત્રસુંદરીએ પતિના વચનને વધાવ્યું. ચિત્રસુંદરીના પેટે એક ઉત્તમ દેવ અવતર્યા. દિનપ્રતિદિન ગર્ભ વૃદ્ધિને
For Private And Personal Use Only