________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩૮
જૈન રામાયણ વાટે તેને દૂર કરવા સિવાય એની પાસે બીજો કયો માર્ગ હતો? પ્રસિતની સાથે એ મહેન્દ્રપુરના પાદરે આવ્યો. જ્યાં જવું? કયો માર્ગ પકડવો? તે ક્ષણભર મૂંઝાયો. તેણે પ્રહસિતની સામે જોયું.
‘મિત્ર, તું હવે પાછો જા. હવે હું એવા અજાણ્યા, વરાન અને વિકટ માર્ગે જઈશ, કે જ્યાં તારે ઘણું કષ્ટ સહન કરવું પડશે. નાહક મારે ખાતર...'
કુમાર, બસ થઈ ગયું. તું એવું ન બોલીશ. તને મૂકીને હું જવાનો નથી. તારા સુખે સુખી અને દુઃખે દુઃખી થયા વિના મારા હૃદય કોઈ વાત કબૂલ એમ નથી. તે નાહિંમત ન બને. આપણે અંજનાને શોધી કાઢીશું.'
પણ હવે આપણે ક્યાં જઈશું? આપણી પાસે કોઈ ચોક્કસ માહિતી નથી.”
આપણે એક-એક ગામ, એક-એક નગર, દરેક ખીણ અને દરેક પહાડ ફેંદી વળીશું, પણ અંજનાને મેળવીને જ જંપીશું.'
પ્રહસિતનો ઉત્સાહ પવનંજયનો પ્રેરક બન્યો. તેનું હૃદય શ્રદ્ધાળુ બન્યું. પ્રહસિતને તે ભેટી પડ્યો.
‘મિત્ર, મારા ખ્યાલ મુજબ અંજના અહીંથી કોઈ નગરમાં તો ન જ જાય, તેણે ચોક્કસ કોઈ જંગલનો માર્ગ લીધો હશે. કોઈ પર્વતની ખીણોમાં એ ગઈ હશે. ત્યાં શું એ વિકરાળ જંગલી પશુઓના પંજામાં..' પવનંજયના શરીરે પરસેવો વળી ગયો. અંજનાની સ્થિતિનો વિચાર કરતાં તેનું હૈયું થરથરી ઊઠ્યું.
‘કુમાર, એવી કુશંકા ન કર. અંજના મહાસતી છે. જંગલી પશુઓ એને કંઈ કરી શકે નહિ. અરે, ભયંકર રાક્ષસ કે પિશાચ પણ એની સામે શાંત અને વશ થઈ જાય. સતીત્વના ચરણે દેવો પણ મસ્તક નમાવે છે.” પ્રહસિતનું અંતઃકરણ અંજનાના અદ્ભુત સતીત્વની પ્રતીતિ કરાવી રહ્યું હતું. પવનંજયનું હૈયું કંઈક હળવું બન્યું.
બન્ને મિત્રો ત્યાંથી આકાશમાર્ગે આગળ વધ્યા. વૈતાઢય પર્વતના એક ઊંચા શિખર પર પહોંચ્યા. શિખર પર નહોતો કોઈ મનુષ્ય કે નહોતાં કોઈ પશુપક્ષી. શિખર પર બન્ને મિત્રોએ ખૂણેખૂણો તપાસી જોયો. અંજા મળી. ધીરે ધીરે શિખર પરથી તેમણે નીચે ઊતરવા માંડ્યું. ત્યાં એમની નજરે મોટી મોટી ગુફાઓ અને પાતાલખીણો દેખાઈ. એક-એક ગુફા જોઈ વળ્યા, એક-એક ખીણ ફેંદી વળ્યા, એક-એક કોતરો ખૂંદી વળ્યા, પરંતુ અંજના ન મળી.
પગપાળા જ તેમણે હવે આગળ વધવા માંડ્યું. મોટાં મોટાં વિનામાં શોધ કરી છતાં અંજનાનો ક્યાંય પત્તો ન લાગ્યો. દિવસો પર દિવસો વીતવા લાગ્યા.
For Private And Personal Use Only