________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતીની શોધમાં
૨૩૭
આરામ કેવો? શાંતિ કેવી ?' ગ્રહસિતનો હાથ પકડી, પવનંજય મહેલનાં પગથિયાં ઊતરી ગયો. ત્યાં પ્રસન્નકીર્તિ દોડતો આવીને પવનંજયની સામે આવીને ઊભો રહ્યો.
‘કુમાર, ક્ષમા કરો. આપ અહીં રોકાઓ. હું પ્રતિજ્ઞા કરું છું કે બહેનને અહીં લાવીને પછી જ અન્ન-પાણી લઈશ, પછી જ મહેલમાં આવીશ.’ આંસુ નીતરતી આંખે પ્રસન્નકીર્તિએ પવનંજયને કહ્યું.
‘પ્રસન્નકીર્તિ, તમે મારા માર્ગમાં ન આવો. મને જવા દો. મારા ચિત્તને શાંતિ નથી, મારો આત્મા કકળી ઊઠ્યો છે, જ્યાં સુધી હું અંજનાને સુખરૂપ નહિ જોઉં ત્યાં સુધી ઠરીઠામ બેસી શકું એમ નથી.’
બાવીસ-બાવીસ વર્ષ સુધી અંજનાના નામ પર ભારે સૂગ કરનારો પવનંજય આજે અંજનાના વિરહમાં ઝૂરી રહ્યો છે! આ જ તો આ સંસારની વિચિત્રતા છે! એક દિવસ જેના પર અગન વરસાવી હોય... એક દિવસ તેની જ લગન લાગે! એક દિવસ જેની સાથે ચમન કર્યાં હોય... એક દિવસ તેના જ પર દમનનો દોર ચલાવે! એક દિવસ જેના અધર ચૂમ્યા હોય, એક દિવસ એની જ કબર ખોદે! એક દિવસ જેની સાથે ભોગમાં રમણ કર્યું હોય, એક દિવસ એના જ દિલનું વિદારણ કરે.
સંસાર એટલે આવી એક ભીષણ સ્થિતિ છે. માટે જ તત્ત્વદૃષ્ટા મહર્ષિઓ મોક્ષ માટે પુરુષાર્થ કરવાની પ્રેરણા કરે છે, કે જે મોક્ષમાં જીવને કોઈ રાગદ્વેષની વિટંબણા રહેતી નથી.
પવનંજય કોઈથી રોકાર્યા નહિ. દરવાજે ઊભેલા દ્વારપાલે પણ ભૂમિ પર આંસુઓનો છંટકાવ કરી, પવનંજયને નતમસ્તકે પ્રણામ કર્યા. આ એ જ દરવાજો હતો, કે જ્યાંથી એક અભાગી દિવસે મહાસતી અંજના, માતા, પિતા અને ભાઈથી તિરસ્કાર પામીને, આક્રંદ કરતી પાછી વળી હતી. આ એ જ દરવાજો હતો કે જે રાજા મહેન્દ્ર અને યુવરાજ પ્રસન્નકીર્તિના અધમ કૃત્યને મુંગે મોંએ જોઈ રહ્યો હતો. અહીં એ મહાસતીનું હૃદય વિદીર્ણ થઈ ગયું હતું. વિદીર્ણ હૃદયમાંથી જે અંધેરનો પ્રવાહ નીકળ્યો, દરવાજાના પાષાણો એમાં રંગાયા. જો અત્યારે એ લાલ પાપણાને વાચા ફૂટે તો એ હૃદયદ્રાવક દિવસનું એવું બ્યાન રજૂ કરે, કે પવનંજયને એ દરવાજામાંથી બહા૨ પગલું મૂકવું પણ મુશ્કેલ બની જાય.
ક્રૂર દુર્ભાગ્યની રમત પર પવનંજયના હૃદયમાં રોષ ઊભરાયો, પરંતુ આંસુ
For Private And Personal Use Only