________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હનુમાન યુદ્ધની વાટે...
૨૫૯ બિભીષણ નીતિનો પ્રશ્ન જરા આગળ ધર્યો, પણ રાવણને તે ન ગમ્યું.
હું પણ એથી જ ગૂંચવાઈ રહ્યો છું. માટે જ તમને બોલાવ્યા છે કે હવે શું કરવું?” રાવણ જરા વ્યગ્ર બની ગયો.
ત્રણેય ભાઈઓ અને ઇન્દ્રજિત વિચારમાં પડી ગયા. જો વરુણ પર આક્રમણ કરવામાં આવે તો લંકાપતિ બદનામ થાય છે અને આક્રમણ ન કરવામાં આવે તો લંકાપતિના સાર્વભૌમત્વમાં ખામી આવે છે! લંકાપતિને ભારે ખટકી રહ્યું છે. હવે શું કરવું?'
મને એક ઉપાય સૂઝે છે.' ઇન્દ્રજિત બોલ્યો. શું?'
આપણે એવું કોઈ નક્કર કારણ શોધી કાઢવું જોઈએ કે વરુણે મિત્રતાનો ભંગ કર્યો છે!'
પણ વરુણે મિત્રતાનો ભંગ કર્યાનું એક પણ કારણ ન મળે તો ?' રાવણે શંકા કરી.
‘તો આપણે કૃત્રિમ કારણ ઊભું કરીને, તે ચેતવણી આપવી! આ રીતે જો તમે મિત્રતાનો ભંગ કરશો તો પછી અમારે નાછૂટકે બીજાં પગલાં લેવાં પડશે!'
ઇન્દ્રજિતની આ મેલી રાજકારણની રમત સાંભળીને બિભીષણનું મન ન માન્યું, તે મૌન રહ્યો. પરંતુ રાવણ બિભીષણની નીતિપ્રિયતાને ઓળખતો હતો. ઇન્દ્રજિતની મુત્સદીભરી વાત રાવણને ગમી ગઈ હતી. હાલ તરત આટલેથી જ વાત પતાવી દેવા રાવણે કહ્યું :
હું પણ આ અંગે વિચારીશ, તમે બધાં પણ વિચારજે. તમે ત્રણેયે મારી ચિંતા વહેંચી લીધી એટલે હવે મારો ભાર ઓછો થઈ ગયો છે! હવે મને ઊંધ આવશે!'
રાવણે ત્રણેયને જવાની અનુજ્ઞા આપી અને પોતે પણ સુઈ ગયો. ઇન્દ્રજિત પિતાની ઇચ્છા પૂર્ણ કરવા માટે અનેક વિચારો દોડાવવા લાગ્યો. જ્યારે બિભીષણ, કોઈ પણ અન્યાયી રીતે રાવણની એષણાઓ સંતોષવા રાજી ન હતો. તે જાણતો હતો કે વરુણે અત્યાર સુધી મંત્રી-સંબંધને બરાબર સાચવ્યો છે. તેને ખોટી રીતે બદનામ કરીને, આક્રમણ ન કરવું જોઈએ, જ્યારે કુંભકર્ણન તો આવું કાંઈ વિચારવાનું જ ન હતું! એને આં રાવણ જે આજ્ઞા કરે તે મુજબ શત્રુઓનો મુકાબલો કરવાનો હતો!
For Private And Personal Use Only