________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
જૈન રામાયણ
માનવસંહારને અટકાવ્યો હતો, પરંતુ વરુણ જેવા એક સામાન્ય રાજાને પોતે પરાજિત ન કરી શક્યો, તેનો ડંખ હરહંમેશ તેને સતાવી રહ્યો હતાં, અને કોઈ પણ બહાનું જ મળી જાય તો પુનઃ વરણની સામે સંગ્રામ કરી, વરુણને પોતાનો આજ્ઞાંકિત રાજા બનાવી, વિજયૈષણા પૂર્ણ કરવા ઝંખી રહ્યો હતો.
રાત્રિનો સમય હતો. લંકા નિદ્રાધીન થઈ હતી. રાજમહેલમાં સંત્રીઓના પગરવ સિવાય સર્વત્ર શાંતિ હતી. રાવણને નિદ્રા નહોતી આવતી! તે પોતાના વિશાળ રાજ્યની કલ્પનામાં રાચતો હતો... તેમાં વણ આડે આવતો હતો. કોઈ પણ ઉપાયે તેને દૂર કરવાનો તેણે નિર્ણય કર્યો હતો. તેણે શયનખંડના એક ખૂણામાં જઈને એક જગાએ પગ દબાવ્યો. તરત જ શયનખંડના દ્વારે ઊભેલો સશસ્ત્ર સૈનિક અંદર દાખલ થયો અને પ્રણામ કરીને ઊભો રહ્યો.
‘કુંભકર્ણ, બિભીષણ અને ઇન્દ્રજિતને બોલાવી લાવ.’
‘જેવી મહારાજાની આજ્ઞા.’ પુનઃ નમન કરી સૈનિક પાછલા પગે શયનખંડમાંથી બહાર નીકળી ગયો. રાવણ ત્રણેયની પ્રતીક્ષા કરતો પલંગ પર બેઠો. થોડી ક્ષણોમાં જ કુંભકર્ણે પ્રવેશ કર્યો. તેની પાછળ જ બિભીષણ અને ઇન્દ્રજિત પણ આવી પહોંચ્યા. ત્રણેય રાવણની સામે ભદ્રાસનો પર ગોઠવાયા.
‘કેમ, અત્યારે મોડી રાત્રે બોલાવવા પડ્યા?' કુંભકર્ણ સ્વસ્થ થતાં પૂછ્યું. 'શું કરું? ઊંઘ નથી આવતી!’
‘એવું તે શું છે? મોટાભાઈ!' બિભીષણે ઉત્સુકતાથી પૂછ્યું.
‘વરુણ મારી ઊંઘ બગાડી રહ્યો છે.’
‘એટલે શું એ લંકા પર ચઢી આવ્યો છે!' ઇન્દ્રજિત ઊભો થઇ ગયો.
‘ના, ભાઈ ના. જ્યાં સુધી એ અભિમાનીનું અભિમાન ખંડિત ન કરું ત્યાં સુધી મને ઊંઘ નથી આવવાની.’ રાવણે સ્પષ્ટ વાત રજૂ કરી.
‘પરંતુ આપણે એની સાથે મિત્રતા બાંધી છે, હવે શું થઈ શકે?' બિભીષણે ચિંતા વ્યક્ત કરી.
‘દુશ્મન સાથે વળી મિત્રતા કેવી? એ તો ખર-દૂષણને એકવાર મુક્ત કરી લેવા માટે પવનંજયે એક પેંતરો રચ્યો હતો.' કુંભકર્ણની સામે જોઈ રાવણે કહ્યું.
ગમે તેમ કર્યું પણ આપણે એની સન્મુખ મિત્રતા જાહેર કરી છે એ વાત જાહેર થઈ ચૂકી છે. હવે આપણે જો આક્રમણ કરીએ તો વિશ્વની સમક્ષ આપણે અન્યાયી ઠરીએ.'
For Private And Personal Use Only