________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
વિદ્યાસિદ્ધિ માટે ભીમારણ્યમાં
વડીલ ભાઈ પ્રત્યેના દઢ અનુરાગે તેમને સમાધિમાંથી કંઈક વિચલિત કરી નાખ્યા; નહિ કે તેઓ સત્વહીન હતા!
અનુરાગે એ ભુલાવી દીધું કે આ બધું તો બનાવટી છે, માયાના ખેલ છે! પારમાર્થિક જ્ઞાને રાવણની નિશ્ચલતાને અડગ રાખી.
ત્યાં તો આકાશમાં દિવ્યધ્વનિ ગાજી ઊઠ્યો : શાબાશ! શાબાશ! સરસ! સરસ!” અનાઈત અને એના સેવક દેવો તો અચંબો પામી ગયા. દૂર જઈને ઊભા રહ્યા. આકાશમાં પ્રકાશ પથરાઈ ગયો. “હે પરાક્રમી દશમુખ! અમે તારી સેવિકાઓ છીએ.” એમ કહેતી ક્રમશ: એક હજાર વિદ્યાદેવીઓ પ્રગટ થઈ.
પ્રબળ સત્ત્વશાળી મહાન દશમુખને અલ્પ દિવસોમાં જ વિદ્યાઓ સિદ્ધ થઈ. પ્રજ્ઞપ્તિ, રોહિણી, ગૌરી, ગાન્ધારી, આકાશગામિની, કામદાયિની, કામગામિની, અણિમા, લધિમા, અક્ષોભ્યા, મનઃસ્તંભનકારિણી, સુવિધાના, તપોરૂપા, દહના, વિપુલદારી, શુભપ્રદ, રજોરૂપા, દિનરાત્રિકારિણી, વજોદરી, સમાકૃષ્ટિ, અદર્શણી, અમરામરા, અનલસ્તંભની, તોયસ્તંભની, ગિરિદારણી, અવલોકની, વનિ, ધોરા, ધીરા, ભુજંગિની, યોગેશ્વરી, ચંડા વગેરે એક હજાર વિદ્યાઓ સ્વેચ્છાથી દિશમુખને વર.
જ્યારે કુંભકર્ણને સંવૃદ્ધિ, જૈભિણી, સર્વહારિણી, વ્યોમગામિની અને ઇન્દ્રાણી નામની મહાવિદ્યાઓ સિદ્ધ થઈ.
સિદ્ધાર્થી, શત્રુદમની, નિર્વાઘાતા અને આકાશગામિની આ ચાર મહાવિદ્યાઓ બિભીષણને સિદ્ધ થઈ.
ત્રણેય ભાઈઓના હર્ષની કોઈ અવધિ ન રહી.
પેલો અનાદતદેવ તો સાવ શરમિંદો બની ગયો. પોતાના અપરાધોની શિક્ષા મળશે, તેની કલ્પનાથી પણ તે ધ્રુજી ઊઠ્યો. રાવણના અપરાધમાંથી શી રીતે મુક્તિ મેળવવી એનો ઉપાય વિચારવા લાગ્યો.
0
0
0
For Private And Personal Use Only