________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬ ,
જૈન રામાયણ અનાર્દતે હવે મર્યાદા વટાવી. કસોટી કરતાં કરતાં હવે પોતાના સ્વમાનને સાચવવાનો પ્રશ્ન આવી લાગ્યો; અને સ્વમાન સાચવવાની પાછળ તો મનુષ્ય કર્યું મનસ્વી પગલું ભરતાં અચકાય છે?
તેણે કેકસી, રત્નશ્રવા અને ચન્દ્રનખાનાં રૂપો બનાવ્યાં, ત્રણેયને મુશ્કેટાટ બાંધ્યાં, અને આ કુમારોની આગળ પછાડ્યાં. માયાવી રત્નશ્રવા... કેકસી વગેરેએ કરુણ સ્વરે આકંદ શરૂ કર્યું. આંખોમાંથી ચોધાર આંસુઓ વહેવા માંડ્યાં... અને દીન મુખે રોતાં કહેવા લાગ્યાં :
“ઊભો થા, ઊભો થા બેટા દશમુખ! શિકારીઓ જેમ પશુઓને પકડે તેમ આ દુષ્ટોએ અમને પકડવાં છે અને તું જોઈ રહ્યો છે? તું અમારો પરમ ભક્ત થઈને આમ જડ જેવો થઈને શું બેસી રહ્યો છે? તારા હૈયામાંથી ભક્તિ તો નાશ પામી ગઈ, પણ દયાનો ઝરો ય સુકાઈ ગયો? તારું પરાક્રમ ક્યાં સંતાઈ ગયું? તારો જુસ્સો ક્યાં ભાગી ગયો? મોટી મોટી શેખી મારતો હતો. તે બધું તાર ડહાપણ ક્યાં ખોવાઈ ગયું?'
અલ્યા કુંભકર્ણ? શું તું ય અમારાં વચનો સાંભળતો નથી? શું આમ આંખો બીડીને બેસી રહ્યો છે? માતેલા પાડા જેવો થઈને આમ કેમ અત્યારે ગળિયા બળદ જેવો લાગે છે? કંઈ નહિ, તું ન સાંભળે તો ભલે, પણ આ અમારો લાડકો બિભીષણ તો જરૂર અમને... ઓ બાપ રે! આ મરી ગયાં અમે... બચાવ બેટા, આ માર સહન થતો નથી. મરી ગયાં... રે.'
માયાવી માતા-પિતા અને બહેને ચીસાચીસ પાડવા માંડી. પરંતુ નથી તો દશમુખનું હૈયું પીગળતું, નથી તો કુંભકર્ણ આંખો ખોલતો કે નથી તો બિભીષણ ભરમાતો! ત્રણેય કુમારો સમાધિમાંથી જરાય સ્કૂલના પામતા નથી ત્યારે અનાઈતે પાશવી માયા કરવા માંડી.
વિકરાળ તલવારથી કરપીણ રીતે માતા-પિતા અને બહેનનાં મસ્તકો કુમારોની સમક્ષ કાપી નાખ્યાં. લોહીના ફુવારા ઊડ્યા. ધરતી લોહીથી તરબોળ થઈ ગઈ. છતાં કુમારોનાં ધ્યાનનો ભંગ થયો નહિ ત્યારે નવી માયા રચી. દશમુખની આગળ કુંભકર્ણ અને બિભીષણનાં ધડ પરથી ડોકાં ઉડાવી દીધાં પણ પરમાર્થનો જ્ઞાતા રાવણ એમ ભરમાઈ જાય ખરો? એ તો જાપમાં આગળ ધપ્ય જ ગયો.
બિભીષણ અને કુંભકર્ણની આગળ માયાવી દેવે રાવણનું નિર્દય રીતે ખૂન કરી નાંખ્યું. ત્યાં કુંભકર્ણની અને બિભીષણની ભ્રકુટી ઊંચી ચઢી! દાંત પિસાયા, હોઠ ફફડી ઊઠ્યાં.
For Private And Personal Use Only