________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૨
જૈન રામાયણ વૈશ્રવણ, આમ દુઃખથી... હારથી.. કાયર બની ભાગી છૂટવું એ સાચો વૈિરાગ્ય નથી!” અંતરમાંથી એક અવાજ સંભળાયો. “હું ભાગી છૂટું છું? મારો વૈરાગ્ય સાચો નથી?' હા તું ભાગી છૂટે છે, તારો વૈરાગ્ય દુઃખમૂલક છે, જ્ઞાનમૂલક નથી...'
ખોટી વાત, ખોટી વાત, હું ભાગી છુટતો નથી. શું ઠોકર લાગતાં પથરાળ ભાગ ત્યજી ધોરી માર્ગે ચાલવું એનું નામ ભાગી છૂટવું? શું દગો જાણયા પછી દગાખોરનો સંગ ત્યજી દેવો એટલે ભાગી છૂટવું? શું ખોરાકમાં ઝેર જાણ્યા પછી, ખોરાક ખાતાં ઝેરની અસરો વર્તાતાં, એ ખોરાકનો ત્યાગ કરવો.. એ અસરોને નાબૂદ કરવાના ઉપચારો કરવા એટલે ભાગી છૂટવું? નહિ નહિ, ભાગી છૂટતો નથી, હું સાચો ત્યાગ કરું છું. મારો વૈરાગ્ય દુઃખમૂલક નથી, જ્ઞાનમૂલક છે. દુ:ખનો પ્રસંગ પણ જો જ્ઞાનનયનનું ઉદ્ધાટન કરી વૈરાગ્યમાં પ્રેરક બની જાય તો તે પ્રસંગ દ્વારા જાગેલો વૈરાગ્ય દુ:ખગર્ભિત અને દુઃખમૂલક નહીં પણ જ્ઞાનમૂલક જ હોય છે.
દશમુખ દ્વારા થયેલા પરાજયે મને જાગ્રત કર્યો છે, મારી મોહમય દૃષ્ટિ ખોલી નાંખી છે... મને સર્વોચ્ચ કર્તવ્યપાલન માટે પ્રેરણા કરી છે.'
પણ અત્યારે તું સાધુ બની જઈશ, તો લોકો તારી નિંદા કરશે. તેને કાયર ગણશે. તું કલંકિત થઈ જઈશ.
લોકની નિંદાના ભયથી... લોકોના અવર્ણવાદના ભયથી ડરીને જ હું મારા વિચારને અમલમાં મૂકતાં અચકાઈશ તો, તે શું મારી કાયરતા નહિ ગણાય? તો હું અનંત સિદ્ધાત્માઓની દષ્ટિએ પામર નહિ ગણાઉં? ભલે, લોકો અલ્પકાળ માટે મારી નિંદાનો માર્ગ લે, એ નુકસાન થોડું છે. થોડા નુકસાનને ભોગે મહાન લાભ થાય છે તો તે સ્વીકાર્ય જ છે! હવેનું અવશિષ્ટ જીવન મુક્તિના પુરુષાર્થમાં જ વ્યતીત કરવાનો મારો નિશ્ચય સદાને માટે અફર જ રહેશે.'
“સબૂર, વૈશ્રવણ! તારો નિશ્ચય ભલે અફર રહે, પણ એક વાત સાંભળ. દશમુખ રાવણનો ફરી એક વાર પરાજય કર્યા પછી તે મુક્તિના પુરુષાર્થમાં પરોવાજે .......ચિત્તે નવો વિકલ્પ ખડો કર્યો.
અહાહાહાહા! રાવણ મારો દુશ્મન છે? ના રે ના. રાવણ પૂર્વે પણ મારા ભાઈ હતો... મારી માસીનો પુત્ર છે અને અત્યારે પણ એ મારો ભ્રાતા જ છે! એ રાજ્ય ભોગવે, એ લંકાપતિ બને, તેમાં કદાચ મારો અપયશ થશે તો પણ
For Private And Personal Use Only