________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લકાવિજય સુકાઈ જ જાય ને! ઝરો હતો માટે સુકાઈ ગયો. સાગર હોત તો સુકાઈ ન જાત. ભલેને ગમે તેવો પ્રચંડ તાપ પડે, સાગર ન સુકાય.
દેહનો સ્નેહ ઝરી છે, આત્માનો સ્નેહ સાગર છે. નાથ તીર્થંકરદેવોને વિશ્વ પર આત્મવિષયક સ્નેહ હોય છે, તેને સ્નેહસાગર કહેવાય. ગમે તેવા તાપ પડે છતાં ન સુકાય. ગોશાળાએ અને ગોવાળે ગમે તેટલા તાપ આપ્યા છતાં ભગવંત મહાવીરનો સ્નેહસાગર નું સુકાયો. સંસારમાં વળી સ્નેહસાગર હોય ક્યાંથી?
વિશ્રવા અને દશમુખનો ખૂનખાર જંગ જામ્યો. લોહીથી ધરતી રંગાઈ ગઈ. ચારેકોર શસ્ત્રોના સંઘર્ષથી તણખાઓ ખરવા લાગ્યા. કૂર, નિષ્ફર અને વીરતાપ્રેરક શબ્દોનો મહાન કોલાહલ મચી ગયો.
દશમુખ વૈશ્રવણને શોધે છે, વૈશ્રવણ દશમુખને ખોળે છે, પણ એ બે ભાઈઓ મળે ત્યાં તો દશમુખના સૈન્ય વૈશ્રવણના સૈન્યને નષ્ટભ્રષ્ટ કરી નાંખ્યું. જેમ જેમ વૈશ્રવણની સેના પાછી હઠવા લાગી તેમ તેમ દશમુખના યોદ્ધાઓનું શોર્ય ઊછળવા માંડ્યું. વૈશ્રવણની સેના ભાગી. દશમુખના યોદ્ધાઓએ તેનો પીછો પકડ્યો. પરંતુ જ્યાં પોતાની સેનાને પરાજિત અવસ્થામાં જોઈ ત્યાં વૈિશ્રવણની વિચારધારાએ અજબ વળાંક લીધો.
તેના અંતઃકરણમાં પ્રગટેલો વૈરાગ્નિ વિરામ પામ્યો. તે વિચારે છે :
માન અષ્ટ થયા પછી જીવતર ઝરતુલ્ય છે. જીવન ધિક્કારને પાત્ર છે. કમલો નષ્ટ થયા પછી સરોવરની શોભા રહેતી નથી. દંકૂશળ તૂટ્યા પછી હાથી મૃતપ્રાય: જ રહે છે. ડાળીઓ કપાઈ ગયા પછી વૃક્ષનું અસ્તિત્વ નિરર્થક હોય છે.'
પરાજિત અવસ્થા પરાક્રમી પુરુષને અકળાવનારી હોય છે. પરાજિત અવસ્થાનું જીવન જીવવા કરતાં તે મૃત્યુને અધિક માને છે. “શું કરવું? વૈશ્રવણ રાજા ઊંડા વિચારમાં ઊતરી ગયો.
એમ અપમાન... પરાજય... ના ભયથી મહામૂલ્યવંત જીવનને મોતના ખપ્પરમાં હોમી દેવું, તે તો યોગ્ય નથી જ, જ્યારે બીજી બાજુ અનર્થદાયી રાજ્યને ચીટકી રહેવું તે પણ તેટલું જ અયોગ્ય છે... રાજ્ય મને દગો આપ્યો? કુંભક અને બિભીષણ તો મને ઘેરી મોહનિદ્રામાંથી જાગ્રત કરનારા બન્યા છે!
હું સંસારવાસનો ત્યાગ કરીશ. હું મહેલોને ત્યજી દઈશ. હું અરણ્યવાસ સ્વીકારીશ, હું પરમાત્માને શરણે જઈશ. મારા તન-મન પરમાત્માને સમર્પિત કરી દઈશ.
For Private And Personal Use Only