________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯. વીર વાણી ને
રાજદૂત ત્વરિત ગતિએ કિષ્કિન્ધાના બાહ્ય ઉદ્યાનમાં આવી પહોંચ્યો.
આજે એ રાજદૂત કિષ્કિન્ધાને નવી રોનકમાં નીરખી. કોઈ નયનરમ્ય ગગનચુંબી જિનમંદિરો પર ધજાઓ લહેરાઈ રહી હતી, પંક્તિબદ્ધ ભવ્ય મહાલયોની વચ્ચેથી આરસમઢેલા અને વિશાળ રાજમાર્ગો પર હાર... લાખો મનુષ્યો સુખ અને શાન્તિથી પસાર થઈ રહ્યા હતા. ધન, યૌવન અને આનંદથી કિષ્કિન્ધાની ગલીઓ હસી રહી હતી. રાજપૂત રાજમાર્ગ પરથી પસાર થયો. ચોરે અને ચૌટે તેણે વાલીની એકધારી પ્રશંસા સાંભળી; વાલીના ગુણો, વાલીનાં પરાક્રમો, વાલીની જિનભક્તિ.. નાનાં નાનાં બાળકો પણ
વાલી રાજા જયવંતા જયવંતા! વાલી રાજા બહુ ગમતાં બહુ ગમતા!” બોલતાં ને નાચતાં હતાં! રાજદૂત રાજમહાલયના પ્રાંગણમાં આવીને ઊભો રહ્યો.
રાજમહાલયની ભવ્યતાએ તેને આંજી નાંખ્યો. લંકાના રાજમહાલયની શોભા તે વીસરી ગયો.
ત્યાં એક રાજરક્ષક પુરષ રાવણના દૂતની પાસે આવી પહોંચ્યાં. “જય જિનેન્દ્ર!” રાજ્યરક્ષક પુર પ્રણામ કર્યા! જય જિનેન્દ્ર!' સામેથી રાજદૂતે પણ પ્રણામ કર્યા! બંને જિનભક્ત રાજેન્દ્રોના અનુયાયીઓ છે, એટલે જિનંન્દ્ર તો તેમની જીભ પર જ રમતા હોય.
ક્યાંથી પધાર્યા છો અને ક્યાં જવું છે?' હું લંકાપતિનો ખાસ રાજદૂત છું અને રાજા વાલીને મારે મળવું છે.' પેલા રાજ્યરક્ષક પુરુષ ઇશારો કર્યો અને પોત ચાલવા માંડયું. રાજદૂતે પણ તેની પાછળ પાછળ જવા માંડે. રાજ્યરક્ષક પુરુષ રાજદૂતને રાજ્યસભાને દ્વારે ઊભો રાખી, પોતે સીધો જ વાલીની પાસે પહોંચી ગયો, અને લંકાથી રાજદૂતના આગમનની વાત કહી.
રાજદૂતને અંદર આવવા દો.' વાલીએ અનુજ્ઞા આપી. તરત જ રાજદૂતને લઈ રાજપુક્ષ હાજર થયો. રાજદૂતે વાનરપતિ વાલીને ઝૂકીને પ્રણામ કર્યા.
For Private And Personal Use Only