________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૯
સતીત્વનો વિજય 'શું પવનંજય લંકાથી પાછા આવી ગયા?”
હા જી, હું પણ યુદ્ધયાત્રામાં તેમની સાથે જ હતો. અમે પાછા આવ્યા પછી પવનંજય સતીના મહેલમાં ગયા. પરંતુ મહેલમાં કોણ મળે? તેમણે સતી પ્રત્યે થયેલ ઘોર અન્યાયને સાંભળ્યો. તે ફફડી ઊઠ્યા અને પ્રહસિતની સાથે તેઓ ઘરેથી નીકળી ગયા, દેવીને શોધતા તેઓ ગામો-નગરો, પર્વતો-ગુફાઓ, ખીણો ફેંદી વળ્યાં, પરંતુ દેવી ન મળ્યાં. પ્રહસિતને તેમણે આદિત્યપુર મોકલ્યો. પણ...”
પછી શું થયું?' અંજના બેબાકળી બની ગઈ.
પ્રહસિતની સાથે તેમણે સંદેશ મોકલ્યો...' સેનાપતિનો શ્વાસ ભરાઈ ગયો. અંજનાનો જીવ અધ્ધર થઈ ગયો. - “હજુ અંજનાને શોધવા જંગલોમાં ભટકીશ.. છતાં જો અંજના નહિ મળે તો...” ‘તો?' અંજનાની આંખો ભયથી પહોળી થઈ ગઈ.
‘તો હું અગ્નિમાં...' સેનાપતિ વાક્ય પૂરું કરે ત્યાં અંજના મોટા અવાજે રડી પડી, તે મૂચ્છ ખાઈને ઢળી પડી. નાનકડો હનુમાન સૂનમૂન બની ગયો. માતાને રડતી જઈ તે પણ રડી પડ્યો અને અંજનાને વળગી પડ્યો. દાસદાસીઓ અને આખું રાજ કુટુંબ ભેગું થઈ ગયું. શીતલ પાણીનો છંટકાવ કરી, અંજનાને ભાનમાં લાવવામાં આવી, પરંતુ અંજનાની આંખમાંથી તો શ્રાવણ ને ભાદરવો વરસી રહ્યો. તેણે કરુણ કલ્પાંત કરવા માંડ્યો.
પતિવ્રતા સ્ત્રીઓ તો પતિના વિરહથી અગ્નિમાં પ્રવેશે. પતિ વિના સ્ત્રીને જીવન અસાર લાગે છે, પરંતુ આપના જેવા મહાપુરુષને ક્યાં સ્ત્રીઓની ખોટ છે? મારા જેવી તો હજારો સ્ત્રીઓ તમને મળી શકે. પુરુષને પ્રેયસીનો વિરહ તો ક્ષણિક હોય, છતાં આપ અગ્નિપ્રવેશ શા માટે કરો? અહો.. મને ધિક્કાર હો... કે આપના ચિરવિયોગમાં પણ હું જીવી રહી છું. આપનામાં ને મારામાં કેટલું અંતર? આપ મહાન સાત્ત્વિક છો. હું કાયર, નિ:સત્ત્વ છું, આપ રત્ન છો અને હું કાચતુલ્ય છું. દોષ આપનો નથી, દોષ સાસુનો પણ નથી, દોષ માતાપિતાને પણ નથી... દોષ તો મારા જ કમભાગ્યનો છે.”
અંજના, હવે વિલાપ કરવાનો સમય નથી. હવે તો તત્કાલ આપણે પવનંજયને શોધી કાઢવા જોઈએ.” માનસંગે અંજનાને શાંત પાડી.
‘હા, જી. આપણે હવે વિલંબ કર્યા વિના અહીંથી નીકળી જવું જોઈએ.” સેનાપતિએ કહ્યું.
For Private And Personal Use Only