________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
રાવણનો જન્મ
મદોન્મત હસ્તીના ગંડસ્થળને ચીરી નાંખતો એક પ્રચંડ સિંહ પોતાના મુખમાં પ્રર્વશી રહ્યો છે!”
સ્વપ્ન જોઈ કેકસી જાગી ઊઠી, ભવ્ય સ્વપ્ન જોઈ, આખા શરીરે હર્ષનો રોમાંચ અનુભવી રહી. ચિત્તમાં શુભધ્યાન ધરતી પ્રભાત વેળાની રાહ જોતી રહી. પોતાનાં વસ્ત્રોને ઠીકઠાક કરી કેકસી રત્નશ્રવાના શયનગૃહમાં આવી પહોંચી. મહારાણીને આવેલી જોઈ રત્નશ્રવાએ બેસવા માટે ભદ્રાસન આપ્યું.
મહારાજ! આજે ચોથા પ્રહરમાં મેં એક ભવ્ય સ્વપ્ન દીઠું..' ભદ્રાસન પર બેસતાં કેકસી બોલી.
હા! કહો તો, શું જોયું?'
મદોન્મત હાથીના મદઝરતા ગંડસ્થળને પોતાના વિકરાળ પંજાથી ચીરી નાંખતે વનરાજ મુખમાં પ્રવેશ્યો!”
‘બહુ સરસ! મહાદેવી, તમે એક મહાન પરાક્રમી પુત્રને જન્મ આપશો, તેમ તમારા સ્વપ્ન પરથી ફલિત થાય છે.'
આપનું વચન યથાર્થ બનો.”કેકસી રનથવાને પ્રણામ કરી, ત્યાંથી નીકળીને પોતાના કામમાં લાગી ગઈ.
જિનચૈત્યોમાં મહોત્સવ રચાયા. ગરીબોને દાન અપાયાં. કેકસીએ ગર્ભને ધારણ કર્યો અને કાળજીપૂર્વક તેનું પાલન કરવા માંડી. ગર્ભના પ્રભાવો કેકસીની જીવનચર્ચા પર દેખાવા માંડ્યા.
કેકસીની વાણીમાંથી નરી નિષ્ફરતા નીતરવા માંડી. દાસ-દાસીઓ કૈકસીથી ધ્રુજવા લાગ્યાં. એની પડી આજ્ઞા ઉઠાવી લેવા ખડે પગે તૈયાર રહેવા લાગ્યાં. જો જરા ભૂલ થઈ તો તેનું આવી જ બન્યું. જેમ જેમ ગર્ભ વધવા માંડ્યો તેમ તેમ કેકસીનાં અંગોપાંગ વિકસવા માંડ્યાં. દેહનું સૌન્દર્ય અને દેહની દઢતા પણ વધતી ચાલી. દર્પણ હોવા છતાં કેકસી દર્પણમાં મુખ જોતી નથી. એ તો ચમકતી તલવાર હાથમાં લે છે. મુખને મગરૂબ બનાવે છે અને તલવારમાં પોતાનું મુખડું જોઈ પ્રસન્ન થાય છે.
એને ભૂમિ પર બેસવું તો ગમે જ નહિ! મોટા મહારાજાની જેમ સોનાના સિંહાસન પર બેસે છે! મનમાની આજ્ઞાઓ ફરમાવે છે! કંઈ કારણ ન હોય તોય સેવકોને, સ્નેહીઓને તતડાવે છે! કંઈ હેતુ ન હોય તોય હુંકારા ને તુંકારા
For Private And Personal Use Only