________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૪
જૈન રામાયણ
રત્નશ્રવાને પોતાની સાધનાભ્રષ્ટતા સમજાણી. તે આકુળવ્યાકુળ થઈ ગયાં.
માનવસુંદરીને પૂછ્યું :
Acharya Shri Kailassagarsuri Gyanmandir
‘તું શા માટે આવી છે? કોની પુત્રી છે? તારું નામ શું?'
વિદ્યાધર કુમારીએ રત્નથવાની સામે એક સ્વચ્છ ભૂમિભાગ પર બેઠક લીધી અને પ્રશ્નોના ઉત્તરો આપવા શરૂ કર્યા.
‘હે પ્રિય કુમાર! પૃથ્વીતલ પર પ્રસિદ્ધ વૈતાઢ્ય પર્વત પર કૌતુકમંગલ નામનું રમણીય નગર છે. તે નગરીમાં પ્રસિદ્ધ અને પરાક્રમી વ્યોમબિન્દુ રાજા છે. તે રાજાને બે પુત્રીઓ છે. એકનું નામ કૌશિકા અને બીજીનું નામ કૈકસી. કૌશિકાનું લગ્ન યક્ષપુરના રાજા વિશ્રવાની સાથે થયું; તેને વૈશ્રવણ નામનો પુત્ર છે અને તે હાલ લંકામાં રાજ્ય કરે છે. કૈકસી તે હું.
‘એક દિવસ મારા પિતાએ એક ધીમંત જોષીને પૂછ્યું. ‘મારી આ પુત્રીનો વર કોણ થશે?’
રાજન! હાલ પાતાલલંકામાં રહેલા સુમાલીનો પુત્ર રત્નથવા તમારી પુત્રીનો ભાવિ ભર્તા થશે.’
‘હાલ તે કુમાર પાતલલંકામાં જ છે?'
‘હા જી! હાલ તે કુમાર વિદ્યાસિદ્ધિ માટે ‘કુસુમોઘાન’ નામની વાટિકામાં ધ્યાનમગ્ન છે.’
‘હૈ પ્રિય, આ સાંભળીને મારા પિતા ખૂબ પ્રસન્ન થઈ ગયા. પિતાએ મને આ વાત કહી અને મને અહીં મોકલી.’
રત્નશ્રવાના અંગેઅંગમાં રોમાંચ પ્રગટ્યો. કૈકસી પણ વિકારવિવશ બની ગઈ. ત્યાં જ રત્નશ્રવાએ પોતાના સ્નેહીવર્ગને બોલાવી લીધો, એ જ સ્થળે રત્નશવાએ, ‘પુષ્પાંતર’ નગર વસાવ્યું, કૈકસીની સાથે મનગમતા ભોગો ભોગવતો રત્નથવા સુખમાં દિવસો નિર્ગમન કરી રહ્યો.
કૈકસી નયનરમ્ય શયનગૃહમાં નિદ્રાવશ થઈ હતી. મણિમઢેલા દીવાઓથી રત્નમય ભૂમિ ચક્તિ થઈ રહી હતી. રંગબેરંગી સુશોભિત પંખાઓથી પરિચારિકાઓ મહારાણી પર વાયુ ઢાળી રહી હતી. પશ્ચિમ દિશાનો વાયુ શયનખંડમાંથી સુગંધી બનીને પસાર થતો હતો. ચોથો પ્રહર શરૂ થયો. કૈકસી. સ્વપ્નપ્રદેશમાં વિચરવા લાગી,
For Private And Personal Use Only