________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૫૬
જૈન રામાયણ
પાછા આવ્યા, પણ રસ લઈને આવ્યા અને ૨સનો ચટકો લાગ્યો એટલે હવે મનમાં એની જ યોજનાઓ! એના જ મોરથો!
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મનુષ્યના ચિત્તમાં શાના વિચારો, શાની યોજનાઓ અને શાના મનોરથો ચાલે છે; તેના પરથી તેની રસવૃત્તિનું માપ નીકળે છે.
સવારે ઊઠીને બંને સીધા માતા કૈકસી પાસે પહોંચ્યા. જઈને રાત્રિનો આખો અહેવાલ એવો તો રસમય શૈલીમાં કહ્યો કે કૈકસી તો હસીહસીને બેવડ વળી ગઈ. બસ! માતાને આનંદ થાય એટલું જ એમને જોઈતું હતું.
‘હજુ તો માતા! આ કંઈ નથી કર્યું... વૈશ્રવણને એવો હેરાન-પરેશાન કરી નાંખીશું કે એ પણ બચ્ચાજી અમને જિંદગીપર્યંત યાદ કરશે!' કુંભકર્ણે કહ્યું.
પ્રાભાતિક કાર્યો પતાવી, પછી કુંભકર્ણ-બિભીષણની જોડીએ લંકાનો રસ્તો પકડયો. પહોંચતાં કેટલી વાર! જોતજોતામાં તો લંકાની નજીક આવી પહોંચ્યા. જોયું તો વૈશ્રવણે લંકાની ફરતો ચાંપતો પહેરો ગોઠવી દીધો હતો. પણ આમને ક્યાં દરવાજામાંથી પસાર થવું હતું! તે તો આકાશમાર્ગે જ સીધા લંકાની મધ્યમાં પહોંચ્યા. એક ઉદ્યાનમાં ઊતર્યા.
‘બિભીષણ, ચાલ ને ભાઈને ભેટી આવીએ!'
‘કાં, વૈશ્રવણની પાસે?'
‘હા!'
‘ત્યાં જઈને શું કરશું?’
‘એના અંતઃપુરને જ ઉપાડી લાવીએ!' ‘છટ્... છટ્... આ શું બોલ્યા ભાઈ?’
‘કેમ?’
‘પરસ્ત્રીને ઉપાડી લાવી શું નિર્મળ કુળને કલંકિત કરવું છે? આ વિચાર પણ ન કરવો જોઈએ. એ કામ તો સર્વવિનાશને નોતરનારું છે.’
‘ઠીક, ત્યારે તું જ બોલ, શું કરવું છે?'
‘સાંભળો ત્યારે...’ બંને ભાઈઓ આસોપાલવના વૃક્ષ નીચે બેઠા. બિભીપણે આખી યોજના કુંભકર્ણને સમજાવી દીધી અને કુંભકર્ણે ક્યારે શું કરવું તેનો પણ વ્યવસ્થિત ખ્યાલ આપી દીધો.
તેજ સ્વામી સહસ્રરશ્મિએ ગગનના મધ્ય સિંહાસને આસન જમાવ્યું હતું; બંને આકાશમાં ઊડ્યા. રાજમહાલયના ગગનચુંબી શિખર પર પહોંચ્યા, કે
For Private And Personal Use Only