________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ બહેન-બનેવીના સ્નેહબંધનમાંથી મુક્ત બનવું શ્રીકંઠ માટે અશક્ય હતું. કીર્તિધવલની વાત સ્વીકાર્ય છૂટકો થયો. તેણે વાનરદ્વીપ પસંદ કર્યો.
વાનર દ્વીપ ઉપર કિષ્કિન્ધ' નામનો રમણીય અને મનોહર પર્વત હતો. તે પર્વત પર કીર્તિધવલે ‘કિષ્કિન્ધા' નગરી વસાવી અને શ્રીકંઠને તે રાજ્યનો અધિપતિ બનાવ્યો.
પધાની સાથે શ્રીકંઠ કિષ્કિન્ધામાં વાસ કર્યો. શ્રીકંઠ પોતાની અપૂર્વ પ્રતિભાથી રાજ્યનું સંચાલન શરૂ કર્યું. પ્રજાના સુખ માટે તે રાતદિવસ ચિંતાતુર રહેતો. માત્ર મનુષ્યો માટે જ તેના હૃદયમાં પ્રેમ હતા એમ નહિ, પણ પશુ-પંખીઓ પ્રત્યે પણ તેના આત્મામાં તેટલી જ મમતા હતી. ( કિષ્કિન્ધાનાં ઉદ્યાનોમાં, જંગલમાં શ્રીકંઠે વાંદરાઓ જોયા! મોટી મોટી કાયા! ગમી જાય તેવી ગેલ! ફળ ખાઈને જીવન જીવે! શ્રીકંઠના હૃદયમાં વાંદરાઓ પ્રત્યે પ્રેમ છલકાણો. રાજ્યમાં તેણે ઢંઢેરો પિટાવ્યો :
કોઈએ પણ વાનરોને મારવા નહિ. જો કોઈ વાનરોને મારશે તેને કડક શિક્ષા થશે.” એટલેથી જ શ્રીકંઠને સંતોષ ન થયો. તેણે તો વાનરોનાં ટોળેટોળાં ભેગાં કરવા માંડ્યાં, વાનરો નાચે ને શ્રીકંઠનું હૈયું નાચે! વાનરોને ગમતાં ભોજનિયાં આપવા માંડ્યાં.
અને રાજા વાનરો સાથે પ્રેમ કરે, પછી પ્રજાય પ્રેમ કરે જ ને! લોકોએ પણ વાનરોને ખાવાનું-પીવાનું આપવું શરૂ કર્યું. ઘરની ભીંતો પર વાનરોનાં આકર્ષક ચિત્રો ચીતરાવા લાગ્યાં. રાજ્યની અને ઘરની ધજામાં પણ વાનર ચીતરાવા લાગ્યા! રમવાનાં રમકડાં પણ વાનરોની આકૃતિનાં બનવા લાગ્યાં.
સર્વત્ર વાનરોનાં નામ, વાનરોની આકૃતિઓ અને વાનરોનાં ચિત્રો સર્જાયાં. પરિણામ એ આવ્યું કે વાનરદ્વીપમાં આવી વસેલા વિદ્યાધર મનુષ્યો પણ ‘વાનર' કહેવાયા! વાનરના અતિ સહવાસથી માનવ પણ વાનર તરીકે ઓળખાયો!
એકદા સભામંડપમાં બેઠેલા શ્રીકંઠે આકાશમાર્ગે કોલાહલ થતો સાંભળ્યો. તેણે આકાશ તરફ દૃષ્ટિ કરી.
‘સેંકડો, હજારો દેવો, કોઈ વિમાનમાં તો કોઈ રથમાં, કોઈ હાથી પર તો કોઈ અશ્વ પર, નંદીશ્વરદ્વીપ તરફ જઈ રહ્યા છે. હૈયાં જિનભક્તિથી નાચી રહ્યાં છે. શાશ્વત જિનપ્રતિમાઓનાં પૂજન-વંદન કરી, કૃતાર્થ બનવાના મનોરથોમાં મહાલી રહ્યા છે. શ્રીકંઠને પણ શુભ મનોરથ પ્રગટ્યો; તેના પવિત્ર ચિત્તમાં પરા નંદીશ્વર-શૈલ પર જવાની તમન્ના પ્રગટી.
તેણે વિમાનને સજાવ્યું.
For Private And Personal Use Only