________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાક્ષસકીપ-વાનરદ્વીપ
ભક્તિની ભવ્ય સામગ્રી સાથે લીધી. દેવોની પાછળ શ્રીકંઠ વિદ્યાધરરાજાએ પણ આકાશમાર્ગે પ્રયાણ કર્યું.
ઉચ્ચ, પવિત્ર અને ઊર્ધ્વગામી આત્માઓ આત્મતારક નિમિત્તો મળતાં તેને વધાવી લેવાનો મનોરથ કર, મનોરથને પાછી મલિન વાસનાઓ નીચે દાટી ન દેતાં તેમને પાંગરાવવા અને ફળશીલ બનાવવાના પ્રયત્નો આદરે.
મનુષ્યની સહજવૃત્તિ તો એવી હોય છે કે તે પાપ આલંબનોને ઝડપી ગ્રહણ કરે છે, તેના આલંબને પાપમનોરથો અને પાપવૃત્તિઓ વેગશીલ બનાવે છે!
આ તો શ્રીકંઠ! શિવગામી છે! તીર્થયાત્રાનો હર્ષ હિલોળે ચઢયો છે. વિમાન માઇલ પર માઇલો, યોજના પર યોજન કાપતું આકાશમાર્ગે ચાલ્યું જાય છે. ત્યાં જ અચાનક વિમાન થંભી ગયું.
કોણે થંભાવ્યું?' શ્રી કંઠના મુખ પર ગંભીરતા છવાઈ ગઈ. નીચે દૃષ્ટિ કરી તો મોટો વિરાટકાય પહાડ! ગગનચુંબી શિખરે વિમાનની ગતિને અટકાવી દીધી! દેવોની તો અચિંત્ય શક્તિ! તેમનાં વિમાનો તો માનુપત્તર પર્વતને ઓળંગીને ચાલ્યાં ગયાં. શ્રીકંઠ ચિંતાતુર બની ગયાં.
‘રોપ કોના પર કરવો? રોપ શા માટે કરવો? પ્રારબ્ધ જ મારું પાંગળું છે. પૂર્વજીવનની તપશ્ચર્યા અધૂરી છે. માટે જ મારો ભવ્ય મનોરથ પૂર્ણ ન થયો. તો આવું નિર્માલ્ય જીવન જીવવાનો શો અર્થ છે? તે રાજ્યને પણ શું કરવાનું કે જે મારા આટલા મનોરથને પણ પૂરવા સમર્થ ન બન્યું. ? પુત્રપરિવારને પણ શું કરવાનો કે જે મારી શુભકામના બર લાવવા નાકામિયાબ નીવડ્યો? સર્યું આ સંસારથી... જીવન તપશ્ચર્યાન ચરણે જ ધરી દેવું શ્રેયસ્કર છે...'
શ્રીકંઠના અંતસ્તલમાં પોઢેલી વૈરાગ્યની પાવનભાવના ઝબકીને બેઠી થઈ. શ્રીકંઠે સંસારનો ત્યાગ કર્યો. તીવ્ર તપશ્ચર્યાઓની ભઠ્ઠીઓમાં મલિન આત્મસુવર્ણન ઉજ્વલ બનાવી દીધું. આયુષ્ય પૂર્ણ થયું. શ્રીકંઠનું નિર્વાણ થયું.
મોહની કેવી આછી ચાદર શ્રીકંઠ આત્મતત્ત્વને આવરીને રહેલી હતી કે એક સામાન્ય પ્રસંગ પરના તીવ્ર વૈરાગ્યે મોહચાદરને ચીરી નાંખી! કેવું આત્મસ્પર્શી ચિંત! મા-પાત્તર પર્વતની ભેખડોને માર્ગમાંથી તોડીફોડી નાખવાની કોઈ વિચારણા ન કરતાં આત્માના મોક્ષ તરફના પ્રમાણમાં આડખીલી કરી રહેલી સંસારની ભીમ ભેખડોને જ તોડીફોડી નાખવાના સતત અને સખત પુરુષાર્થ આદર્યો! નંદીશ્વરી તીર્થયાત્રા ભલ ન થઈ, પણ મોક્ષયાત્રા તો થઈ ગઈ!
O 0 0.
For Private And Personal Use Only