________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૮
જૈન રામાયણ ચોકીદારો, દાસીઓ, રાજા... સર્વે ચિંતામગ્ન છે. પ્રતિમાજી ન મળે ત્યાં સુધી લક્ષ્મીવતીએ ખાવા-પીવાનું ત્યજી દીધું છે અને મંદિરમાં શ્રી પંચપરમેષ્ઠી ભગવંતોના ધ્યાનમાં લીન છે.
કનકોદરી મંદિરમાં દાખલ થઈ. કરંડિયામાંથી પ્રતિમાજીને કાઢી તેણે સિંહાસન પર આરૂઢ કર્યા અને લક્ષ્મીવતીના ખોળામાં માથું મૂકી, તે ધ્રુસકે ધૂરાકે રડી પડી.
લક્ષ્મીવતીએ આંખ ખોલી. તેણે સિંહાસન પર પ્રતિમાજી જોયાં. ખોળામાં કનકોદરીને ચોધાર આંસુએ રડી રહેલી જોઈ.
બહેન, આ શું કરો છો?” લક્ષ્મીવતીએ પોતાના બે હાથમાં કનકોદરીના મુખને લેતાં કહ્યું. કનકોદરી બોલી શકતી નથી. તેનું હૈયું પાપના પશ્ચાત્તાપમાં દારણ રુદન કરી રહ્યું હતું. તેના મુખ પર શોક, ગ્લાનિ અને ખેદની રેખાઓ ઊપસી આવી હતી. તેની આંખોમાંથી આંસુની ધાર વહી રહી હતી.
“પણ... આટલું બધું દુ:ખ શા માટે?' લક્ષ્મીવતીએ કનકોદરીને પોતાની સામે બેસાડી; એની રડતી આંખો સામે મીટ માંડીને તેણે ફરી પૂછયું. થોડીક ક્ષણો મૌન વીતી ગઈ. “મેં ઘોર પાપ કર્યું છે.' કનકોદરીએ ડૂસકાં લેતાં કહ્યું. લક્ષ્મીવતી મૌન રહી. ‘પ્રતિમાજીને મેં ઉપડાવી લીધી હતી અને...” બોલતાં તે મોટા સ્વર રડી પડી.
રાજા, અમાત્ય, દાસ-દાસીઓ અને ચોકીદારો.. બધાં ભેગાં થઈ ગયાં હતાં. લક્ષ્મીવતીએ રાજા સિવાય બધાંને ચાલ્યા જવાનો ઇશારો કરી દીધો. સહુ ચાલ્યાં ગયાં. લક્ષમીવતી સમગ્ર પરિસ્થિતિ કળી ગઈ. તેણે વાતને આટલેથી જ અટકાવી દેતાં કહ્યું. “બહેન. તમારો દોષ નથી. કર્માધી જીવ આવું ક્યારેક કરી બેસતો હોય છે.' “મારી જ ગંભીર ભૂલ છે. મારાથી તમારો ઉત્કર્ષ સહન ન થયો. તમારે ત્યાં થતી ધામધૂમ મારાથી સહી ન ગઈ. મેં તમને બદનામ કરવાના પ્રયત્નોમાં કમી ન રાખી, પણ તેમાં હું ફાવી નહિ અને અંતે મેં આવો હિચકારો પ્રયત્ન કર્યો.' કનકોદરીએ હૈયું ઠાલવી દીધું.
“બહેન, જે બનવાકાળ હતું તે બની ગયું. હવે ખેદ ન કરવો. છગ્નસ્થ આત્મા જો ભૂલ નહિ કરે તો કોણ કરશે? ભૂલ થવી એ ગુનો નથી, પરંતુ ભૂલને છુપાવવી તે ગુનો છે. તમે સરળ છો. તમને તમારી ભૂલ સમજાઈ, એ જ તમારી યોગ્યતા છે. એ જ તમારી મહાનતા છે.”
For Private And Personal Use Only