________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દશમુખનાં લગ્ન
નગરનું નામ પાડ્યું સ્વયંપ્રભ.
નગરના મધ્યમાં એક આલિશાન મહેલ ઊભો કરી દીધો. ત્રણેય રાજકુમારોને સોનાનાં સિહાસન પર બેસાડી, અનાર્દતદેવે દેવાંગનાઓના સમૂહ સાથે અદ્ભુત ભક્તિનૃત્ય કર્યું. રાવણને પ્રણામ કરીને, દેવે જવાની રજા માંગી. જતાં જતાં તેણે રાવણને “ચન્દ્રહાસ' ખગની સાધના કરી લેવાની સલાહ આપી દીધી. દિગંતપર્યત રાક્ષસવંશનો વિજયધ્વજ ફરકાવી દેવાની કામનાએ રાવણને પુનઃ સાધના માટે ઉત્સાહિત કરી દીધો.
ઉપવાસ સાથે જપ-ધ્યાનનો એકાંતમાં પ્રારંભ કરી દીધો. એક... બે... ત્રણ એમ છ દિવસના ઉપવાસ થયા. - છઠ્ઠા દિવસે આકાશમાં એક ઝળહળતો પ્રકાશપુંજ પથરાયો. તરત જ દિવ્ય ખગ ધ્યાનસ્થ રાવણની સમક્ષ પ્રગટ થયું.
ચન્દ્રહાસ ખગની સિદ્ધિ થતાં રાવણે ધ્યાન સમાપ્ત કર્યું. આંખો ખોલી જુએ છે તો એક બાજુ વયોવૃદ્ધ સુશાલી મરક મરક હસતા, આશીર્વાદ આપતા, ઊભા હતા! એક બાજુ પિતા રત્નશ્રવા પરાક્રમી પુત્રને અનિમેષ દૃષ્ટિએ જોતા ઊભા હતા. બીજી બાજુ માતા કૈકસી દાસીઓથી વીંટળાયેલી, પુત્રને આલિંગન આપવા ઉત્સુક થયેલી, ઊભી હતી! રાવણે ઊભા થઈ વડીલોનાં ચરણોમાં મસ્તક ઝુકાવ્યું, આશીર્વાદ ઝીલ્યા. સ્વજનો અને પરિજનોથી નૂતન સ્વયંપ્રભનગર ભરાઈ ગયું હતું. ત્રણ સુશોભિત દિવ્ય રથો મહેલને દ્વારે આવીને ઊભા રહ્યા.
એકમાં દશમુખ રાવણ, બીજામાં પ્રચંડ કુંભકર્ણ અને ત્રીજામાં પ્રશાંત બિભીષણ આરૂઢ થયા.
વાજિંત્રોના ગગનવ્યાપી સૂરો શરૂ થયા. સ્ત્રીઓનાં મંગલગીતો ગવાવા લાગ્યાં. આખા નગરમાં ત્રણેય રાજપુત્રોનાં દર્શન કરવા વિદ્યાધર સ્ત્રી-પુરુષો કરોડોની સંખ્યામાં ઊભરાયાં! ધન્ય માતા! ધન્ય પિતા ધન્ય કુમારો! મહાન પરાક્રમી! ગજબ હૈર્ય!
For Private And Personal Use Only